________________
૧૧૯
સમાન છે. તેમાં તરતમતા નથી. છતા વિશેષગ્રાહી નાની અપેક્ષાએ ભગવંતના રાગદ્વેષજયને અપાયાપગમાતિશય કહેવામાં આવે છે. અર્થાત્ રાગદ્વેષરૂપ અપાયનો (આત્માને હાનિકારક વસ્તુનો) જે અપગમ–નાશ ભગવન્તમાં થયેલ છે, તે અતિશય છે, કારણ કે ભગવતનાં સન્નિધાનમાં બીજાઓના પણ અપાયા દૂર થાય છે. અતિશય એટલે બીજા બધા કરતા અનંત ગુણ ચઢિયાતે ગુણ ૧ એ અપેક્ષાએ ભગવન્તની વીતરાગતા તે કેવળ વીતરાગતા જ નથી પણ તે અપાયાપરામ અતિશય છે, અર્થાત્ ભગવન્તમાં જે વીતરાગતા છે, તે બીજા વીતરાગ આત્માઓ કરતાં અનન્તગુણ ચઢિયાતી છે.
ભગવાન તીર્થકર તે ભગવાન તીર્થ કરે જ છે. તેમના જેવા જગતમાં બીજા કોઈ થયા નથી, થતા નથી અને થવાના પણ નથી. ભગવન્તનો પ્રત્યેક ગુણ તે અતિશય છે, લેકોત્તર વસ્તુ છે. તેની સમાનતા અન્ય કોઈ પણ આત્મામાં કદાપિ હોઈ શકે નહીં. તે પછી અધિકતા તે હોઈ જ ક્યાંથી શકે ? બધા સિદ્ધો સરખા હોવા છતાં શ્રી લેગસ સૂત્ર –
‘जे ए लोगस्स उतमा सिद्धा'
એમ કહીને તીર્થન્કર ભગવાને “લેકમાં ઉત્તમ એવા સિદ્ધ” કહે છે.
આ બધા જ કથને વિશેષ ગ્રાહી નાનાં જાણવા. સામાન્ય ગ્રાહી નયેની અપેક્ષાએ બધા જ વીતરાગ માં વીતરાગતા સમાન હોય છે. શ્રી જિનશાસનના મતે વસ્તુમાત્ર સામાન્ય-વિશેષ ઉભયાત્મક હોય છે.
१ जगतोऽप्यतिशेरते तीर्थकरा एभिरित्यतिशयाः ।
આ ગુણો વડે તીર્થ કરે જગતના બધા જ જીવો કરતા ચઢિયાતા હોવાથી આ ગુણે અતિશય કહેવાય છે.
– અ ચિ. કા. ૧ શ્લો. ૫૮ .