________________
૧૧૮
જ જનપ્રમાણ ભૂમિમાં સમાઈ જાય છે, બધા સુખેથી દેશના સાંભળે છે, કોઈને પણ સંકોચાઈને બેસવું પડતું નથી અને તેથી કોઈને પણ કોઈ પણ જાતની પીડા થતી નથી.
કર્મક્ષયજ અતિશય એટલે તે અતિશય કે જે જ્ઞાનાવરણીય કર્મ વગેરે ચાર ઘાતિકર્મોનો ક્ષયથી ઉત્પન્ન થાય છે. ભગવન્તના ઘાતિકર્મોનો ક્ષય થતાં જ ભગવન્તને કર્મક્ષયજ અગિયાર અતિશ ઉત્પન્ન થાય છે.
આ અગિયાર કર્મક્ષયજ અતિશયેના વિશે શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે
હે ગિવર ચક્રવર્તિ ! આ જે અગિયાર અતિશય પૂર્વે વર્ણવ્યા, તે આપના દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયના પરમ એકભાવરૂપ યોગસામ્રાજ્યને મહાન મહિમા છે. હે દેવ ! આપની વિશુદ્ધ રત્નત્રયી જ સાચું સામ્રાજ્ય છે, કારણ કે તે ત્રણે ભુવનમાં સનાતન એવી સમ્પત્તિને ઉત્પન્ન કરનાર છે.
હે સ્વામિન્ ! કોઈ પણ બુદ્ધિમાન પુરુષ આપના આ મહાન કર્મલયજ અતિશયોને સ્વચક્ષુથી નીરખીને વિસ્મય પામ્યા વિના ન જ રહે. નાથ ! આપના આ અતિશયે કેવળ હજાર બે હજાર માણસને જ વિદિત હોય એવા નથી, એ તે ચરાચર વિશ્વમાં સુવિખ્યાત છે.
“હે દેવાધિદેવ ! આપે લોકેત્તર ભવ્ય પુરુષાર્થ કરીને જે કર્મક્ષય કે તેના પ્રભાવથી આ મેગલામી આપને સ્વયં વરી છે.”
ઘતિકર્મને અને રાગદ્વેષનો ય તે બધા જ વીતરાગ મહાપુરુ કરે જ છે, તે પછી તે બધાને કેવલજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. બધા જ વીતરાગ ભગવો ઘાતિકર્મ કે રાગદ્વેષના ક્ષયની અપેક્ષાએ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષાએ સમાન છે. રાગશ્રેષરહિત અવસ્થારૂપ વીતરાગતા અને કેવલજ્ઞાનરૂપ સર્વજ્ઞતા બધામાં
૧ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અતરાયકર્મ. ૨. વી સ્ત. વિવ અવ. પ્ર. ૩, લે ૧૨,