________________
૧૦૮
૪–દ અને મલથી રહિત શરીર ભગવન્તનું શરીર સ્વેદ અને મલથી રહિત હોય છે. બીજાએનાં શરીર ગરમીના દિવસોમાં સ્વેદથી – પરસેવાથી ભીંજાઈ જાય છે, જ્યારે ભગવાનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે ગમે તેવી ગરમીમાં પણ ભગવન્તના શરીરે પરસેવો થાય નહીં.
સામાન્ય લોકોનાં શરીરની ચામડીને વારંવાર સાફ ન કરવામાં આવે તે તેના ઉપર મેલના થર બાઝી જાય છે. ભગવન્તનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે શરીરના આંતરિક તેમ જ બાહ્ય વાતાવરણમાં રહેલા રજકણ આદિ કઈ પણ કારણોથી ભગવન્તનું શરીર મેલથી તદ્દન નિલેપ હોય છે. જે માણસના શરીરે ઓછામાં ઓછો મેલ ચઢતે હેય એવા માણસનાં શરીરને અત્યન્ત સ્વચ્છ કર્યા પછી તેના શરીરની જે નિર્મલતા હોય છે તેના કરતાં અનંતગુણ અધિક નિર્મલતા ભગવન્તના શરીરની સ્વભાવથી જ હોય છે.
આ અતિશયને સમજાવવા માટે શ્રી સમવાયાંગ સૂત્રમાં
निरामया निरूवलेवा गायलठ्ठी ।
Tયાદી એટલે ગાત્રયષ્ટિ એટલે શરીર, તે નિરામય – રોગરહિત અને નિરૂપલેપ હોય છે.
અહીં નિરૂપલેપ શબ્દ બહુ જ મહત્ત્વનું છે. તે બતાવે છે કે કઈ પણ કારણથી ભગવન્તના શરીરને મેલને ઉપલેપ (મેલનું બાઝવું વગેરે) થાય નહિ.
પરિષહાને અને ઉપસર્ગોને સહેવા જ્યારે ભગવાન મહાવીર અનાર્ય દેશમાં વિચરતા હતા ત્યારે ત્યાના અનાડી માણસો ધ્યાનસ્થ ભગવન્તના શરીર પર ધૂળના મોટા મોટા ઢગલાઓ કરી નાખતા. આવી સ્થિતિમાં પણ ભગવન્તના શરીરને તે ધૂળનો લેશ પણ લેપ લાગે નહીં, તે આ અતિશયના પ્રભાવથી જાણવું. જેમ સર્વ
૧
સૂત્ર ૩૪