________________
૧૦૬
જેમ ભગવત્તનાં રૂપ પર સ્થિર થતાં ચક્ષુઈન્દ્રિય સમાધિને અનુભવે છે, તેમ ભગવન્તની સુગમાં લીન થયેલી ધ્રાણેન્દ્રિય પણ વિશિષ્ટ સમાધિને પામે છે. આ રીતે ભગવન્તનાં સાનિધાનમાં ભગવન્તના પ્રભાવથી જીવોને સર્વ ઈન્દ્રિયની સમાધિ (સ્થિરતા) અત્યન્ત સુલભ થાય છે.
અહીં લોકોત્તર સુગન્ધ તે ઉપલક્ષણ જાણવુ, બાકી તો ભગવંતના શરીરના સ્પર્શ વગેરે પણ લોકોત્તર હોય છે.
૩–રોગરહિત શરીર શ્રી વીતરાગ– સ્તવની અવચૂણિમાં કહ્યું છે કે – તથા શ્વમાવાदेव भगवतामर्हतामड्गान्यशेषव्याधिवैधुर्य वजितान्येव ।।
તેવાં પ્રકારના વિશિષ્ટ સ્વભાવથી જ શ્રી અરિહન્ત ભગવ તેનાં અગો સર્વ પ્રકારના રેગે તેમ જ વિકલતા (ખોડખાંપણ વગેરેથી રહિત જ હોય છે.
ભગવતનું શરીર સંપૂર્ણ નિરામય હોય છે. ભગવન્તના વનથી માડીને નિર્વાણ સુધીના કાળમાં ભગવન્તના શરીરમાં કઈ પણ રેગ ઉત્પન્ન થતો નથી. ભગવન્ત શારીરિક દૃષ્ટિએ સંપૂર્ણ આરોગ્યવાળા હોય છે. કોઈ પણ જીવને સંપૂર્ણ જન્મકાળમાં એક પણ રેગ ન થાય એવું ભાગ્યે જ બને. આમ તો શાસ્ત્રો પોતે જ શરીરને સર્વ રોગોનુ આલય (ઘર) કહે છે. છતાં કદાચ કોઈ એવા મનુષ્યા હોય કે જે સંપૂર્ણ જીવન સુધી સુદર આરોગ્યવાળા રહ્યા હોય, તે તેવા પ્રકારના મનુષ્યો કરતાં પણ ભગવંતનું આરોગ્ય અનન્તગુણ અધિક હોય છે. દેવતાઓમાં રેગ હોતા નથી. તેઓ સદર આરોગ્યવાળા હોય છે. બધા જ આરોગ્યવાળા મનુષ્ય અને દેવતાઓ કરતા ભગવન્તનું આરોગ્ય અનન્તગુણ અધિક હોય છે.
ભગવન્તને ઉત્તમ આયુષ્ય, પરમરૂપ, પરમની રેગિતા (આરેગ્ય), જગપૂજનીયતા વગેરે જે પ્રાપ્ત થાય છે તેનું પરમકારણ સર્વ જીવો પ્રત્યેની તેઓની અસીમ ભાવદયા હોય છે. ત્રણ ત્રણ ભવ સુધી જગતના સર્વ જીવોના ઉદ્ધારરૂપી ભાવદયાથી – ભાવ અહિ
જ શરીરને જાય એવું ભાગ્યે જીવને પણ