________________
૧૦૫
વગેરેનો અનુભવ થાય. આવો અનુભવ ભગવન્તની વાણુને ઝીલવા માટે જરૂરી હોય છે અને વાણી પોતે પણ એ અનુભવને ઉત્તેજિત કરનારી હોય છે.
ધર્મનું જેવું મૂર્તિમાન ભવ્ય સ્વરૂપ સમવસણમાં વિદ્યમાન હોય છે, તેવું મહાન સ્વરૂપ અન્યત્ર કેઈ પણ કાળમાં જોવા મળે નહીં. સમવસરણમાં બધું જ લોકોત્તર હોય છે. જગતનાં સર્વ આશ્ચયે જ્યા એકીસાથે જોવા મળે તેનું જ નામ સમવસરણ! જગતનાં બીજાં આશ્ચર્યો તે એવા હોય છે કે જીવને શાંત સિવાયના બીજા રસમાં લઈ જાય, જ્યારે સમવસરણની પ્રત્યેક વસ્તુ શાંતરસનું મૂર્તિમાન રૂપ હોઈ છમ શાંતરસની નિરન્તર વૃદ્ધિ કરનાર હોય છે.
ર-લે કેત્તર સુગંધવાળું શરીર જે વિશેષતાઓ આપણે ભગવન્તનાં રૂપમાં જોઈ ગયા તે બધી જ ગન્ધના વિષયમાં પણ ઉચિત રીતે સમજી લેવી. ભગવન્ત જે પુણ્ય કરીને આવેલા છે, તે પુણ્ય જ એવું છે કે જગતના અન્ય કોઈ પણ જીવમાં તે હોય નહીં, એટલું જ નહીં પણ જગતના સર્વ જીવનાં પુણ્યને સરવાળે કરવામાં આવે તો પણ તે ભગવન્તના પુણ્યના અનન્તમા ભાગે પણ ન આવે. આવા પુણ્યના પ્રભાવથી ભગવન્તને મળેલું રૂપ કેવું હોય તે આપણે પૂવે જોઈ ગયા. જેવું રૂપ અદ્દભુત તેવી જ સુગ ધ પણ અભુત.
જગતના સર્વ સુગધી પદાર્થોના સુગન્ધના તત્ત્વ કરતાં અને તે ગુણ અધિક સુગન્ધ ભગવન્તના શરીરની હોય છે. તેને માટે બધી ઉપમાઓ નિરર્થક છે. કલાવૃક્ષોનાં પુષ્પોની માળાની સુગન્ધ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચંપકપુપેની સુગધ ભગવન્તના દેહની નિત્ય સુગન્ધની આગળ કોઈ વિસાતમાં નથી. બીજાઓનાં શરીરને સુગન્ધી બનાવવા માટે કસ્તુરી, ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી વારંવાર વાસિત કરવા પડે છે, છતાં તે સુગન્ધ ઊડી જતાં વાર નથી લાગતી, જ્યારે ભગવન્તના શરીરને કોઈ સુગન્ધી દ્રવ્યથી વાસિત કર્યા વિના જ તે નિત્ય સુગન્ધી રહે છે. તેને સ્વભાવ જ સુગધમય છે.