________________
૧૦૪
तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्या, यत्ते समानमपर न हि रूपमस्ति ।।१२।।
ત્રણે ભુવનના અદ્ભૂત તિલકરૂપ ( સર્વોત્તમ રૂપવંત) હે ભગવંત! શાંતરસની ભાવાળા જે પરમાણુઓ વડે આપ નિર્માણ કરાયા છે, તે પરમાણુઓ વિશ્વમાં ખરેખર તેટલા જ છે, કારણ કે આપના જેવું રૂપ જગતમાં બીજું નથી જ.
ભગવન્તનું શરીર સર્વ જીવોનાં શરીર કરતાં અત્યંત વિલક્ષણ હોય છે. કેટલાક તીર્થકરેનુ શરીર પ્રિયંગુવૃક્ષ સમાન નીલ વર્ણનું, કેટલાકનું સુવર્ણ સમાન પત, કેટલાકનું પદ્યરાગ મણિસમાન લાલ અને કેટલાકનું અંજનસમાન શ્યામ વર્ણ નું હોય છે.
આ ઉપમા પણ સમજાવવા માટે જ છે. બાકી તો વેતવર્ણના એક જ શ્રી તીર્થકર ભગવંતનુ રૂપ એવું હોય છે કે તેની આગળ બધા જ સ્ફટિક મણિઓ ઝાંખા પડી જાય. સ્ફટિક મણિ કરતાં અનન્ત ગુણ ઉજજવલતા તેમાં હોય છે. બીજા વર્ગોના વિષયમાં પણ એ જ રીતે સમજી લેવું. * ભગવન્તમાં પરમાત્મ તત્ત્વ અન્તર્ગત હોય છે, તેને ભલે કઈ જાણે કે ન જાણે, પણ જ્યાં ભગવન્તનાં રૂપ ઉપર દષ્ટિ પડી, ત્યાં જ જેનારનુ અંતઃકરણ પરમ અદ્દભુત રસથી સર્વ રીતે વાસિત થઈ એકદમ ભગવન્ત તરફ આકર્ષિત થઈ જાય છે. ભગવન્તનું રૂપ જ એવું દિવ્યાતિદિવ્ય હોય છે કે જેનારની દૃષ્ટિ તે રૂપમાં તરત જ નિમગ્ન જ થઈ જાય. સમવસરણમાં બેઠેલા બધા જ જીવે ભગવન્તના રૂપ ઉપર સ્થિર દષ્ટિવાળા થઈ જાય, એમા જરા પણ આશ્ચર્ય નથી.
સમવસરણમાં આવેલા ભવ્ય છે પણ એવું વિશિષ્ટ પુણ્ય કરીને આવેલા હોય છે કે તેઓ એ દિવ્ય વાતાવરણ જોઈ શકે. ભગવનનું અદ્દભુત રૂપ, અતિશ, પ્રાતિહાર્યો, પર્ષદા, દિવ્યવાણી, વગેરે બધી જ વસ્તુઓ સમવસરણમાં એક એવું વાતાવરણ સજે છે, કે તેમાં આવેલા જીવને પરમ સુખ, શાંતિ, સ્વસ્થતા, સમાધિ
અગતના રૂપ માં જોય. સમવસરની દષ્ટિએવન્તનું