________________
આ પંક્તિની અવચૂરિમાં કહ્યુ છે કે –
लोकशब्देन लोकमध्यस्थिता हरिहरादिदेवा ज्ञायन्ते, तेभ्य उत्तीर्णस्तैः कदाचिन्न कृत इति लोकोत्तरः स चासो चमत्कारश्च तत्करणશી
હે ભગવન! આપની ભવસ્થિતિ લોકોત્તર ચમત્કારને કરનારી છે. લોક એટલે લોકમાં રહેલા વિષ્ણુ, મહાદેવ વગેરે દેવે. તે દેથી આ ચમત્કાર ઉત્તીર્ણ છે એટલે કે તેઓ આ ચમત્કાર કદાપિ કરી શકતા નથી. તેથી આ ચમત્કાર લોકોત્તર છે. આ ચમત્કાર તે આપના અતિશયો કરે છે.
વળી શ્રીવીતરાગસ્તવમાં કહ્યું છે કે – હે નાથ ! આપની આ ચમત્કારિક પ્રાતિહાર્ય–લક્ષ્મીને જોઈને ક્યા મિશ્ચાદષ્ટિએ પણ ચમત્કાર નથી પામતા –
एता चमत्कारकरी, प्रातिहार्यश्रिय तव ।।
चित्रीयन्ते न के दृष्टवा, नाथ | मिथ्यादृशोऽपि हि ॥ આ શ્લોકના વિવરણમાં કહ્યું છે કે –“હે નાથ ! આપની આ અલૌકિક પ્રાતિહાર્ય–લક્ષ્મીને જોઈને સમ્યગ્દષ્ટિ આત્માઓ તે ચમત્કાર પામે જ છે, પણ ક્યા મિથ્યાષ્ટિઓ (તત્ત્વદર્શન, પ્રત્યે વિપરીત દૃષ્ટિવાળા) પણ આશ્ચર્ય નથી પામતા? –
૧. વી. સ્ત. પ્ર. પ . ૯
૨. અહીં અવતરણચિહમા તે વિવરણને અનુવાદ આપેલ છે. મૂલપાઠ આ રીતે છે :
इदमत्र हृदयम् । किल यद्यपि तेषामज्ञानोपहतत्वेन भगवतो यथावद वीतरागतादिरहस्यानववोधस्तथापि भुवनाद्भतप्रातिहार्यदर्शनाद् विस्मेरविस्म. यानाममन्दानन्दपीयूषपानमनागुपशान्तमिथ्यात्वविषाणा भवत्येव बोधेराभिमुखमित्यही स्वामिनः सर्वोपकारितेति ।
– વી. સ્વ. પ્ર. ૫. છેલો. ૭ વિવ.