________________
ચેત્રીશ બુદ્ધ ( તીર્થકર )ના અતિશ કહ્યા છે. શાંતિસ્તવ (લઘુશાંતિ)માં
માનતq-મ-સત્તિ-કવિતા” પદનો પ્રયોગ છે. તેનો અર્થ એ છે કે “સર્વ અતિશેષક (અતિશ) રૂપ મહાસંપત્તિથી યુક્ત. અહીં પણ અતિશેષ શબ્દને પ્રયોગ છે. સંસ્કૃતમાં ૪ સ્વાર્થમાં લાગે છે, એટલે કે અતિશેષક કે અતિશેષ બંને એક જ અર્થવાળા છે.
પ્રાતિહાર્યો પણ એક જાતના અતિશયો” જ છે.
પૂર્વે કહેલ વ્યાખ્યામાં મહત્ત્વને પદાર્થ એ છે કે- નાતોson ઉતરતે. ”
સંપૂર્ણ જગત કરતાં ચઢિયાતા.
આના બે અર્થ થાય ઃ ૧. જગતના કેઈ પણ જીવ કરતાં ચઢિયાતા અને ૨. જગતના બધા જ જીવો કરતાં ચઢિયાતા. આમાં પહેલો અર્થ સરલ અને પ્રચલિત હેવાથી, તે અંગે સમજાવવાની જરૂર રહેતી નથી. બીજો અર્થ સૂક્ષ્મ અને ગભીર છે.
ભગવંતના અલૌકિક રૂપનું જ દૃષ્ટાન્ત આપણે લઈએ. ખરી રીતે તે કેવળ રૂપ નથી, પણ ૩પતિશય છે. જગતના બધા જ દેવતાઓ એકત્ર થાય અને સર્વે મળીને પોતાની સર્વ શક્તિ વડે ભગવંતના પગના અંગૂઠા જેટલું જ રૂપ વિકુ, તોપણ ભગવતના અંગૂઠાના સૂર્ય જેવા તેજની તુલનામાં તે દેવવિકુર્વિત રૂપ બુઝાવાની તૈયારીમાં હોય તેવા અંગારાના રૂપ જેવું ભાસે.૩ ક્યાં
૧ પચપ્રતિ. હિન્દી પૃ. ૧૯૧, ગાથા ૩ २ सर्वेऽपि प्रतिहार्याण्यतिशयविशेषाः ।
– વી. રૂ. ૪ ૫ લો. ૯ અવ 3 सव्वसुरा जइ रुव, अगट्ठपमाणय विउव्वेज्जा ।। जिणपादगुट्ठ पई, न सोहए त जहिंगालो ॥
આવ. હારિ નિર્યુક્તિ ગાથા ૫૬૯