________________
૭,
૧૩ પવન અનુકૂળ વહે છે, તેથી સૌને સુખકારક લાગે છે. ૧૪ ભગવન્ત ચાલતા હોય ત્યારે ઉપર આકાશમાં પક્ષીઓ
પ્રદક્ષિણા આપે છે. ૧૫ ભગવઃ જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં ઊડતી ધૂળ વગેરેને
શમાવવા માટે દેવતાઓ સુગન્ધી જળની મંદ મંદ વર્ષા
કરે છે. ૧૬ ભગવન્ત જ્યાં વિદ્યમાન હોય ત્યા ચારે બાજુ દેવતાઓ
અનેક વર્ણવાળા મનોહર અને સુગધી પુપિની વૃષ્ટિ કરે છે. ૧૭ દીક્ષા સમયથી ભગવન્તનાં કેશ, રોમ, દાઢી અને નખ વધતાં
નથી. સદા એકસરખાં રહે છે. ૧૮ ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ ભગવન્તની સમીપમાં
સેવા માટે સમુપસ્થિત હોય છે. ૧૯ સર્વ હતુઓ અને પાંચે ઈન્દિના અર્થો (વિષય) અનુ
ફૂલ થઈ જાય છે, એટલે કે એ હતુઓ પોતાની સવ પુષ્પ વગેરે સામગ્રીની સાથે પ્રગટ થાય છે અને ઇન્દ્રિયના મનહર વિષયને પ્રાદુર્ભાવ થાય છે. ભગવન્તની હાજરીમાં પ્રતિકૂળ વિષયે (કુરૂપતા વગેરે) હોતા નથી.
આ રીતે અહીં દરેક અતિશયનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે, દરેક અતિશયનું વિશેષ વર્ણન આગળ ક્રમશઃ આપવામાં આવશે.