________________
૧૦૬
કરીને ભગવંતના પગના અંગૂઠા જેવો એક જ અંગૂઠો બનાવે, તે પણ સર્વ જગતને રૂપ વડે સર્વ પ્રકારે જીતનારા ભગવાન શ્રી તીર્થકરના પગના અંગૂઠાની તુલનામા, ભગવતની સામે દુર્વાદીઓના સમૂહની જેમ, બૂઝાઈ ગયેલા અમારા જેવું લાગે.'
અતિશય કેને કહેવાય તે બરાબર સમજવા માટે ભગવન્તના રૂપનું દૃષ્ટાંત બહુ જ મનનીય છે.
બધા જ દેવતાઓ મળીને પણ સર્વશક્તિ અને પ્રયત્નથી પણ ભગવન્તના પગના અંગૂઠા જે એક અંગૂઠે પણ ન બનાવી શકે, જ્યારે એક જ દેવતા ભગવન્તના સંપૂર્ણ ત્રણ રૂપ બનાવી શકે. આ બે જાતના શાસ્ત્રવચનો સાપેક્ષ છે. અહીં પ્રથમ વિકલ્પમાં ભગવન્તના અતિશયની વિદ્યમાનતા ન હોવાથી સર્વ દેવતાઓ એક અંગૂઠા પણ ન બનાવી શકે. બીજા વિકલપમાં એક જ દેવતા ભગવંતના પ્રભાવથી ભગવંત જેવા જ બીજા ત્રણ રૂપ બનાવી શકે છે.
અતિશય” શબ્દના અર્થને સમજાવતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ દ્રાચાર્ય મહારાજા અભિધાનચિતામણિની સ્વપજ્ઞ ટીકામા
जगतोऽप्यतिशेरते तीर्थकरा एभिरित्यतिशया:' ।
જે ગુણવડે તીર્થ કરે સર્વ જગતથી ચઢિયાતા લાગે છે, તે ગુણોને અતિશય કહેવામાં આવે છે.
દા. ત. રૂ૫ ગુણ. જગતના સર્વ સુદર નું રૂપ એકત્ર પિડિત કરવામાં આવે, તો જે રૂપરાશિ થાય તેના કરતાં ભગવન્તનું રૂપ અનન્તગુણ ચઢિયાતુ છે.
આ ૩૪ અતિશયમને કેઈ પણ અતિશય લે, અને તેના જેવી જગતની બધી જ વસ્તુઓ ભેગી કરે, તો ભેગી કરેલી
૧ લેડક કા લે, સ ૩૦ 9 ૩૦૩ સ્લે ૯૫/ ૨ અ. ચિ. કા. ૧ શ્લે. પ૮ ટકા.