________________
ભક્તામર સ્તવમાં પણ કહ્યું છે કે –
इत्य यथा तव विभूतिरभूज्जिनेन्द्र ! धर्मोपदेशनविधौ न तथा परस्य । यादा प्रभा दिनकृतः प्रहतान्धकारा,
तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ।। આ રીતે હે જિનેન્દ્ર ! ધર્મના ઉપદેશના સમયે તમારી જેવી વિભૂતિ હોય છે, તેવી બીજા કેઈની પણ હોતી નથી. અંધકારને સ પૂર્ણ રીતે નાશ કરનારી જેવી પ્રભા દિનકર (સૂર્ય)ની હેય તેવી વિકસ્વર એવા પણ ગ્રહગણાની ક્યાંથી હોય?
આ રીતે પ્રાતિહાર્યાદિ લક્ષ્મીને ઉદ્દેશીને અનેક મહાપુરુષોએ શું શું કહ્યું છે, તેને એક વિશાળ ગ્રંથ થઈ શકે તેમ છે. સ્થળસંકેચને કારણે અહીં ફક્ત થોડાક જ અવતરણો આપ્યાં છે.
સૌથી સુંદર વર્ણન શ્રી મહાનિશીથ સૂત્રમાં પ્રાપ્ત થાય છે, તે આ રીતે –
ભગવંતના અત્યન્ત કાંત (મહર), દીપ્ત (દેદીપ્યમાન) અને ચારુ (સુંદર) પગના અંગૂઠાના અગ્રભાગનું પણ રૂપ એટલું બધું અતિશયવાળું હોય છે કે સૂર્ય જેમ દશે દિશાઓમાં સ્કુરાયમાન પોતાનાં કિરણેના તેજ વડે સર્વ ગ્રહ, નક્ષત્રો, ચન્દ્ર અને તારાઓના સમૂહનાં તેજને ઢાંકી દે છે, તેમ તે પગના અંગૂઠાના અગ્રભાગના સૌભાગ્ય વગેરેની આગળ વિદ્યાધર દેવીઓ, દેવેન્દ્રો, અસુરેન્દ્રો વગેરે સર્વ દેવના સૌભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય વગેરે સર્વરૂપલક્ષ્મી નિસ્તેજ બની જાય છે. - આ મહાન રૂપલકમી સ્વાભાવિક, કર્મક્ષયજ અને દેવકૃત એવા પ્રવર, નિરુપમ, અસામાન્ય વિશેષ અતિશયે, દેહ ઉપરનાં ૧૦૦૮ લક્ષણ વગેરેનું દર્શન થતાં જ ભવનપતિ–વાણવ્યંતર
તિષ્ક-વૈમાનિક–અહમિન્દ્ર-ઈન્દ્ર-કિન્નર-વિદ્યાધર વગેરે સર્વ દેવદેવીઓને એમ થઈ જાય છે કે –
૧ ગાથા ૩૩. ૪૪ ગાથાને સ્તોત્રની અપેક્ષાએ,