________________
नेषा च देहोऽद्भूतरूपगन्धो
निरामयः स्वेदमलोज्झितश्च । १ તે તીર્થકર ભગવન્તનું શરીર અભુત રૂપવાળું, અદ્ભુત ગન્ધવાળું, રોગ સહિત, દરહિત અને મલરહિત હોય છે.
અહીં શરીરનાં પાંચ વિશેષણે દર્શાવ્યાં છે ? ૧. અદ્ભુત રૂપવાળું ૨. અદ્દભુત ગધવાળું ૩. રોગરહિત ૪. દરહિત અને ૫. નિર્મલ આ પાંચે વિશેષણોને આપણે કમશઃ વિચારીશું. ૧. અદ્દભુત રૂપવાળું શરીર :
અદ્ભુત એટલે કેત્તર. શ્રી તીર્થકર ભગવન્તના શરીરનું રૂપ લેકોત્તર હોય છે, એટલે કે શ્રી તીર્થકર ભગવન્તનું રૂપ લેકમાં સૌથી ઉત્તમ હોય છે. ભગવન્તના જેવું રૂપ સપૂર્ણ જગતમાં બીજા કોઈનું પણ હોતું નથી.
લેકપ્રકાશમાં કહ્યું છે કે–જગતમાં પ્રથમ નમ્બરનું રૂપ શ્રી તીર્થકર ભગવન્તનું, બીજા નમ્બરનું રૂપ શ્રી ગણધર ભગવન્તનું, ત્રીજા નંબરનું રૂપ આહારક શરીરવાળાનું અને ચોથા નમ્બરનું રૂપ અનુત્તર વિમાનવાસી દેવતાનું હોય છે. તે પછી અનુક્રમે ઊતરતું રૂપ અન્ય દેવતાઓનુ હોય છે, તે પછી અનુક્રમે ઊતરતું રૂપ ચકવતી, વાસુદેવ, બલદેવ અને મહામાંડલિક રાજાઓનું હોય છે. તે પછી ઊતરતું રૂપ બીજા રાજાઓ વગેરેનું હોય છે.
૧ અ ચિ કો. ૧ લે. પછી
૨ લોક પ્ર. ક લ સ. ૩૦. પૃ ૩૦૪ દે. ભ. મ. ૭