________________
તાત્પર્ય કે – બીજા રૂપવાળાઓ કરતાં જેમનું રૂપ અનન્તગુણ અધિક છે, એવા અનુત્તમ વિમાનના દેવતાઓ કરતાં અનન્તગુણ અધિક રૂપ આહારક શરીરીનું, આહારક શરીરી કરતાં અનન્તગુણ અધિક રૂપ ગણધર ભગવંતનુ અને ગણધર ભગવંત કરતાં અનંત ગુણ અધિકરૂપ શ્રી તીર્થકર ભગવતનું હોય છે.
બીજી રીતે કહેવામાં આવે તે શ્રી તીર્થકર ભગવન્ત કરતાં અનન્તગુણહીન રૂપ શ્રીગણધર ભગવન્તનું હોય છે. તેથી અનન્તગુણહીન રૂપ આહારકશરીરનુ હોય છે. તેથી અનન્તગુણહીન રૂપ અનુત્તરવિમાનવાસી દેવનું હોય છે, તેથી અનતગુણહીન રૂપ અનુક્રમે બીજા દેવતાઓ વગેરેનું હોય છે.
દેવતાઓની રૂપ વિદુર્વવાની શક્તિ અદ્દભુત હોય છે. તેઓ ધારે તે રૂપ વિકુવી શકે, પણ ભગવન્ત સમાન રૂપ તેઓ કદાપિ વિકુવી શકે નહીં જ્યારે તેઓની રૂપને વિદુર્વવાની શક્તિમાં ભગવન્તને અતિશય ( પ્રભાવ) ભળે ત્યારે તેઓ ભગવંત જેવું જ રૂપ વિકુવી શકે.
આવશ્યક નિર્યુતિમાં કહ્યું છે કે–પિતાની અદ્ભુત શક્તિથી સર્વ દેવતાઓ મળીને એક અ ગુઠપ્રમાણ રૂપ વિકુ અને તે રૂપને ભગવન્તના અંગૂઠાની તુલનામાં મૂકવામાં આવે તો દેવનિર્મિત અ ગૂઠાની તેવી સ્થિતિ થાય કે જેવી સૂર્યની સામે અંગારાની !
એવી રીતે ભગવન્તનાં સ ઘયણ, સ સ્થાન, વર્ણ, ગતિ, સત્વ, સાર, શ્વાસ વગેરે સર્વ લેક કરતાં અત્યન્ત (અનન્તગુણ) ઉત્તમ
૧ કેડિ દેવ મિલકે કર ન સકે, એક અ ગૂઠ રૂપ પ્રતિછ દ;
અિસો અદ્ભુત રૂ૫ તિહારે, બરસત માનુ અમૃતકે બું દ. ઉપા શ્રી યશોવિજયજીકૃત શ્રી અ તરીક્ષ પાર્શ્વનાથ સ્તવન સિદ્ધા. સ્ત. પૃ. ૨૪૩.
२ सव्वसुरा जइ रूव अगुठुपमाणय विउव्वेज्जा । जिणपादगुठ्ठ पइ न सोहए त जहिंगालो ॥५६६॥
–આવ. નિ. હારિ.