________________
લલિતવિસ્તરામાં જાવતા પદની અવતણિકામાં કહ્યું
एते चाहन्तो नामाद्यनेकभेदाः 'नाम स्थापनाद्रव्यभावतस्तन्न्यासः' ( तत्वार्थ अ. १ सू. ५) इति वचनात् तत्र भावोपकारकत्वेन भावार्हसपत् परिग्रहार्थमाह -
આ અરિહોના નામ અરિહન્ત વગેરે અનેક પ્રકારે છે. શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે કે – રામાપના જાતત્તરાણઃ (અ. ૧ સૂ. ૫) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી તેનો ન્યાસ કરવો. તાત્પર્ય કે ઓછામાં ઓછા અરિહન્તના ચાર પ્રકાર તે વિચારવા જ. તે આ રીતે નામઅરિહન્ત, સ્થાપનાઅરિહંત, દ્રવ્યઅરિ હંત અને ભાવઅરિહંત. - તેમાં ભાવઉપકારને કરનાર ભાવઅરિહન્તની જે સંપત્તિ (પ્રાતિહાર્યાદિ એશ્વર્ચ)ને કહેનારું આ જાવતાજ પદ .
૧ લ. વિ. પૃ. ૧૬
૨ નામઅરિહંત – અરિહંતના પર્યાયવાચક શબ્દ જેમ કે જિન, અહંન, પારગત વગેરે અથવા ઋષભ, અજિત વગેરે અરિહ તના નામે નામ અરિહ તની ઉપાસના એટલે અરિહ ત, ઋષભ વગેરે નામનું મરણ. તેનાથી આમા પવિત્ર થાય છે.
સ્થાપનાઅરિહ તઅરિહ ત ભગવતની પ્રતિમાઓ.
વ્યઅરિહંત-જે આત્માઓ અરિહંત પદવીને વરીને સિદ્ધ થયા છે, તે આત્માઓ અને જેઓ અરિહ તપદ પામશે તે જીવો.
ભાવઅરિહંત-અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ સમૃદ્ધિને સાક્ષાદ અનુભવતા કેવલી અરિહ તો.
અરિહતની ભાવાવસ્થાનું ધ્યાન તે રૂપસ્થધ્યાન કહેવાય છે. તે ધ્યાનમાં પ્રાતિહાર્યો અને અતિશયેનું ધ્યાન અવશ્ય કરવાનું હોય છે.