________________
છત્ર ભગવન્તના મસ્તક ઉપર છેડેક દૂર સમુચિત સ્થાને
ગોઠવાઈ જાય છે. - ૫ ભગવન્ત જ્યારે વિહાર કરતા હોય ત્યારે તેમની આગળ
જમીનથી અદ્ધર રત્ન ધ્વજ (ઇન્દ્રધ્વજ, ધર્મધ્વજ) ચાલે
છે. સમવસરણમાં તે ઉચિત સ્થાને ગોઠવાઈ જાય છે. ૬ ભગવન્ત ચાલતા હોય ત્યારે જ્યાં જ્યાં ભગવન્તના પગ પડે
ત્યાં ત્યાં દેવતાઓ તે તે પગ પડે તે પૂર્વે જ તેની નીચે સેનાનાં કમળો ગોઠવી દે છે. નવ સુવણ કમળાની શ્રેણી હોય છે. તેમાં પહેલાં બે કમળ પર ભગવન્તનાં પગ હોય છે, જ્યાં ભગવન્ત આગળ પગ ઉપાડે કે સૌથી છેલ્લે કમળ અનુકે મે આગળ ગોઠવાતું જાય છે. આ રીતે ભગવા
નની સાથે સાથે કમળે પણ પંક્તિ-અદ્ધ ચાલે છે. ૭ સમવસરણમાં રત્નમય, સુવર્ણમય અને રજતમય, એમ ત્રણ
મનહર ગઢ દેવતાઓ રચે છે. સમવસરણમાં ભગવન્ત ચતુમુંબ હોય છે. આ ચાર શરીરમાં ભગવન્તનું મૂળ શરીર પૂર્વ દિશામાં હોય છે, બાકીનાં ત્રણ શરીરની રચના દેવતાઓ કરે છે, પણ તે શરીરમાં ભગવન્તના રૂપ જેવું જ રૂપ ભગવન્તના જ અચિંત્ય પ્રભાવથી થઈ જાય છે. સમવસરણના મધ્યભાગમાં અશોક વૃક્ષ હોય છે. તેનો ઉપરના ભાગનો વિસ્તાર જન જેટલું હોય છે. તે સંપૂર્ણ સમવસરણ ઉપર છત્ર જે શેભે છે. તે વિહાર વખતે ભગવન્તની
સાથે સાથે ઉપર આકાશમાં ચાલે છે. ૧૦ ભગવન્ત ચાલતા હોય ત્યારે માર્ગમાં રહેલા કાંટાઓ અધમુખ
(નીચી અણીવાળા) થઈ જાય છે. ભગવન્ત ચાલતા હોય ત્યારે માર્ગની બન્ને બાજુ રહેલાં
વૃક્ષો નમી જાય છે, જાણે ભગવન્તને વંદન ન કરતાં હોય! ૧૨ આકાશમાં દુંદુભિન્નાદ થાય છે.