________________
૮૫
દેવે નિયુક્ત કરેલા જે દેવતાઓ પ્રતિહાર–સેવકનું કામ કરે છે, તેઓને ભગવન્તના પ્રતિહાર (સેવક) કહેવામાં આવે છે. તેઓ દ્વારા ભગવાનની ભક્તિ નિમિત્તે નિર્મિત કરાયેલ અશોકવૃક્ષ વગેરેને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે.
પ્રતિહાર શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે – રતિ વાઈજ ઉર્વમાનયતિ (પ્રતિ + હૃ + મળ)
દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર, દ્વારપાળ, બારણાં આગળ પહેરે ભરનાર, બારણાંને રક્ષક.
પ્રતિહારનો બીજો અર્થ દ્વાર, દરવાજે, બારણું વગેરે પણ થાય.
વારૂમમદાવમાં પ્રાતિહાર્ય શબ્દના અર્થ આ રીતે કરવામાં આવ્યા છે.
૧ દેવતાકૃત પ્રતિહાર કર્મ, ૨ દેવસાંનિધ્ય.
ઉપરના અર્થો ઉપરથી એટલું સુનિશ્ચિત થાય છે કે દેવતાઓએ આ પ્રાતિહાર્યો એટલા માટે રચ્યા છે કે આ પ્રાતિહાર્યો જગતના લેકેને સ્વામી પાસે લઈ આવે – એટલે કે જગતના લેને એ સુવિદિત થાય કે આ “ત્રિભુવનરાજરાજેશ્વર દેવાધિદેવ ભગવાન શ્રી અરિહંત પરમાત્મા છે, તેથી ઉપાસ્યતમ છે.”
જેમ રાજાનાં છત્ર, ચામર, સિહાસન વગેરે રાજચિહ્નો હોય છે, તેમ ત્રિભુવનરાજરાજેશ્વર દેવાધિદેવ ભગવાન તીર્થ કરનાં ૧૫ છત્ર, અનેક દેવડે વીંઝાતા ચામરે, ચાર સિહાસન વગેરે લોકેત્તર રાજચિહ્નો છે. જેમ છત્ર, ચામર, સિહાસન વગેરે ચિહ્નો 'રાજાના અસ્તિત્વને કહેનારા પ્રાતિહાર-છડીદાર જેવાં છે, તેમ અશોક
૧ ચાર દિશામાં ૩-૩ અને ઊર્વ દિશામાં ૩ એમ ૧૫
અહંન્નમસ્કારાવલિકામાં કહ્યું છે કે
નમો વરસછત્તરયાસોણિમાળ હિતા–પ દર છત્ર રત્નોથી સુશોભિત અરિહ તેને નમસ્કાર.
ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૯૦