________________
૮૩
| સર્વ સ્થળમાં અરિહંત ભગવંતના મુખ્ય ગુણે તરીકે અતિ
અને પ્રાતિહાર્યો જ લેવામાં આવ્યા છે. દા. ત. શ્રી સિદ્ધચકયંત્રોદ્ધાર પૂજનવિધિમાં નવપદના પૂજનમાં દરેક પદનું વિશિષ્ટ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ત્યાં અરિહંત પદ વિશે કહ્યું છે કે –
ॐ ही सप्रातिहार्यातिशयशालिभ्य• अद्भयो नमः । પ્રાતિહાર્યો અને અતિશથી શુભતા અરિહતોને નમસ્કાર.
પ્રતિમાઓની અંદર પણ જે પરિકર સહિત પ્રતિમાઓ હોય છે, તે અરિહંત અવસ્થાની પ્રતિમાઓ કહેવાય છે, અને પારકર રહિત જે પ્રતિમાઓ હોય છે, તે સિદ્ધ અવસ્થાની પ્રતિમાઓ કહેવાય છે. પ્રાયઃ બધા જ પરિકરોની કોતરણીમાં આઠેય પ્રાતિહાર્યો દર્શાવવામાં આવેલા હોય છે. એ પ્રાતિહાર્યો જ સૂચવે છે કે આ અરિહંત અવસ્થાની પ્રતિમા છે.
આ રીતે શ્રી અહિતના ૧૨ ગુણોમાં આઠ પ્રાતિહાર્યોને સર્વ પ્રથમ સ્થાન આપવામાં આવ્યુ છે.
આઠ પ્રાતિહાર્યોનું વર્ણન શ્રીઅભિધાનચિતામણિમાં ક્રમશઃ ન હોવાથી અને શ્રી નેમિચંદ્રસૂરિના રચિત પ્રવચન સારદ્ધાર અને શ્રી દેવભદ્રસૂરિના શિવ શ્રી સિદ્ધસેનસૂરિ કૃત તત્ત્વવિકાશિની નામની પ્રવચન સારે દ્વારની ટીકામાં આઠ મહાપ્રાતિહાર્યોનું વર્ણન વિશદ હોવાથી એ બે ગ્રથોને આધારે અહીં વર્ણન કરવામાં આવ્યું છે.
તેની સાથે સાથે બીજા ગ્રંથમાં આવતી એ વિષયની વિશેષતાઓ પણ સંકલિત કરી લેવામાં આવી છે. જોકે શ્રી વીતરાગ સ્તવના પ્રકાશ પાંચમામાં પ્રાતિહાર્યોનુ કમશઃ વર્ણન છે, પણ તે સ્તુતિરૂપે હોવાથી તેને પરિશિષ્ટમાં લીધેલ છે.
શ્રી જિનશાસનમાં શ્રીસ્વાર્થાધિગમસૂત્ર, લોપ્રકાશ, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથે પદાર્થ સંગ્રહની દૃષ્ટિએ અજોડ ગ્રંથ છે.