________________
વિષયપ્રવેશ-૩ [આઠ મહાપ્રાતિહાર્યો |
સમગ્ર જિનપ્રવચનને સાર શ્રીનવકાર મંત્ર છે, તેને સાર શ્રી અરિહંતપદ છે અને તેને પણ સાર અરિહંતપદના ૧૨ ગુણ છે. આ બાર ગુણોમાં પહેલા આઠ ગુણો તે આઠ પ્રાતિહાર્યો જ છે અને બાકીના ચાર મૂલાતિશ છેઃ પૂજાઅતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય અને અપાયાપગમાતિશય.૧ એ દષ્ટિએ શ્રીજિનશાસનમાં આ પ્રાતિહા અને અતિશયોનું બહું જ મહત્વનું સ્થાન છે. આ જે ઉપર ચાર અતિશયો કહ્યા તેમાં પૂર્વે કહેલા ચોત્રીશ અતિશય સમાઈ જાય છે.
૧ ચાર મૂલાતિશયોને આ ક્રમ પ્રકાશ (સર્ગ ૩૦, પૃ. ૩૧૪)
મુજબ આપેલ છે. તે આ રીતે છે :चत्वारोऽतिशयाश्चान्ये तेषा विश्वोपकारिणा । पूजा १ ज्ञान २ वचो ३ ऽपायापगमाख्या ४ महाद्भूताः ॥१७॥ अष्टक प्रातिहार्याणा चत्वारोऽतिशया ।। इत्येव द्वादश गुणा अर्हता परिकीर्तिताः ॥१८॥ તે વિશ્વોપકારી અરિહંત ભગવ તેના મહાઅદ્ભુત એવા બીજા (મૂલ) ચાર અતિશયો ૧. પૂજાતિશય ૨. જ્ઞાનાતિશય ૩. વચનાતિશય અને ૪. અપાયાપગમાતિશય એ નામના છે. આઠ પ્રાતિહાર્યો અને આ ચાર અતિશયો એમ અરિહ તોના ૧૨ ગુણ
શાસ્ત્રોમાં કહેવાયા છે. દે. ભ મ ૮