________________
છે. ભગવંતનાં પાંચે કલ્યાણકોમાં (સ્વર્ગથી ચવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ સમયે ) જગતમાં ઐશ્વર્ય, સત્તા વગેરેમાં સૌથી ચઢિયાતા ગણતા ચેસઠ ઈદ્રો પણ ભગવંતની અત્યંત ભાવપૂર્વક પૂજા-ભક્તિ કરે છે. સારાંશ કે ભગવંત જેવી પૂજા જગતમાં કેઈ ને પણ પ્રાપ્ત થતી નથી, એ પૂજાતિશય છે.
ભગવત જ્યાં વિદ્યમાન હોય તેની ચારે દિશાઓમાં પચીસ પચીસ એજન, એમ સો એજન, ઊર્વ દિશામાં સાડા બાર એજન અને અદિશામાં સાડા બાર એજન, એમ કુલ ૧૨૫ પેજન સુધી લોકમાં દુભિક્ષ વગેરે સર્વ પ્રકારનાં કષ્ટ શમી જાય છે, તે ભગવંતને અપાયાપગમાતિશય છે. આવી કષ્ટહારિણી શકિત જગતમાં અન્ય કેઈમાં પણ હોતી નથી. અહીં અપાયકષ્ટ અને અપગમ=દૂર થવું, એ અર્થ સમજ.
ખરી રીતે અતિશયે ચોત્રીસ જ છે, એવું નથી. શ્રી તીર્થકર ભગવંતના અતિશય તે અનંત છે. ત્રીસની સંખ્યા બાળજીવને સમજાવવા માટે છે. ચ્યવન કલ્યાણથી માંડીને નિવકલ્યાણ સુધીની ભગવંતની બધી જ અવસ્થાઓ અલૌકિક હોવાથી અતિશય જ છે. તે અવસ્થાઓની અન્ય કેઈની સાથે પણ સરખામણું થાય જ નહીં, એ અપેક્ષાએ ભગવંતનો સંપૂર્ણ ચરમભવ અને તેની પ્રત્યેક વસ્તુ કે અવસ્થા, તે અતિશય છે.
લેપ્રકાશમાં કહ્યું છે કે – तथा चतुस्त्रिशता ते-ऽतिशयैः सहिता जगत् । दीपयन्ति प्रकृत्योप-कारिणो भास्करादिवत् ।।
१ ननु अतिशयाः चतुस्त्रिशद् एव ?
न, अनतातिशयत्वात्, तस्य चतुस्त्रिशत्सख्यानं वालावबोधाय ।
શું અતિશય ચોત્રીસ જ છે ? ના. અને તે છે. અતિશયોની ચોત્રીસ સંખ્યા તે બાળજીવો સહેલાઈથી સમજી શકે તે માટે શાસ્ત્રમાં કહી છે.
– વી. સ્વ. પ્ર. ૫ ક. ૯, અવ.