________________
અને અસત્ય જ્ઞાન ! બીજા ધર્મકાની વાત તો જવા દઈએ પણ આપણું જ કેવલીઓનું જ્ઞાન પણ સંપૂર્ણ હોવા છતાં અતિશય નથી, જ્યારે ભગવંતનુ જ્ઞાન જ્ઞાનાતિશય છે.
પાંચ પ્રકારના અનુત્તર દેવતાઓના તત્ત્વજ્ઞાન વિશેના સંશો ભગવાન જ્ઞાનાતિશયથી દૂર કરે છે. ભગવંતના સમીપમાં આવેલા બધા જ જીના સંશો એકી સાથે છેદાઈ જાય છે, એ જ્ઞાનાતિશય છે. સંશયછેદનનું આવું સામર્થ્ય સામાન્ય કેવલીઓમાં તેમ જ સિદ્ધ ભગવ તેમાં પણ હોતુ નથી. ખુદ તીર્થકર ભગવાન પણ સિદ્ધ થઈ ગયા પછી જ્ઞાનાતિશયથી રહિત હોય છે.
એવી જ રીતે ભગવંત જે વચન બોલે છે તે સામાન્ય વચન હોતું નથી, પણ વચનાતિશય કહેવાય છે. તે વચન ૩૫ ગુણોથી સહિત હાચ છે અને તેનાથી એકી સાથે અનેક દેવતાઓ, મને અને તિર્યો પ્રતિબોધને પામે છે.
એવી જ રીતે ભગવંતની જે પૂજા (ભક્તિ વગેરે) દેવતાઓ વગેરે વડે થાય છે, તે કેવળ પૂજા નથી, પણ પૂજાતિશય કહેવાય
૧ જ્ઞાનાતિશયે ભવ્યના રે, સ દય છેદનહાર; દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે
ભવિયા. ૩ ચાર ઘને મઘવા સ્તરે, પૂજાતિશય મહત; પાચ ઘને જન ટળે રે, કષ્ટ એ તુય પ્રસત રે
ભવિયા ૪ -સિદ્ધા. સ્વ શ્રી વીરવિજયજી કૃત આદિ જિન સ્તવન..
ચાર ઘન એટલે ૪૪૪૪૪=૪. મઘવા =ઈ. ચેસઠ ઈકો ભગવતના જન્માદિ સમયે ભકિત કરે છે તે ભગવતને પૂજાતિશય છે.
પાચ ઘન એટલે પ૪પ૪૫=૧૨૫. ભગવંતની આજુબાજુના ૧૨૫ જન ક્ષેત્રમાં દુષ્કાળ વગેરે સર્વ કષ્ટ પ્રશાંત થઈ જાય છે શમી જાય છે, એ ભગવ તને તુર્થ એટલે ચોથે અપાયાપગમાતિશય છે.