________________
૬૪
'
અહીં રહસ્ય આ રીતે છેઃ-~
તેઓ ( મિથ્યાદષ્ટિએ) અજ્ઞાની હાવાથી ભગવન્તને વીતરાગ વગેરે રૂપમાં ઓળખતા નથી, તેપણુ જગતમાં સૌથી અદ્ભુત આશ્ચય કારક પ્રાતિહાર્યાંને જોઈ ને તેઓ અત્યંત વિસ્મયરસ અને આનંદામૃતથી પ્લાવિત થાય છે. તેથી તેએના આત્મામાં રહેલ મિથ્યાત્વરૂપ ઝેર ઘેાડુંક ઉપશમે છે. તેથી તે બાધિ–સમ્યગ્દનને અભિમુખ થાય છે. અહે। ! અદ્દભુત છે સ્વામીની સર્વોપકારિતા.’
-
ભગવન્ત જેવુ... અન્વય જગતમાં અન્યત્ર નથી. અનન્યસામાન્ય એશ્વર્યાંનું જ નામ અતિશય. અનન્યસામાન્ય એટલે બીજાએમાં જેની સમાનતા નથી એવુ . કેવળ સમાનતા નથી એટલુ જ નહીં, પણ ખીજાઓનાં કાઈ પણ જાતના અશ્વય કરતાં અનન્તગુણ ચઢિયાતું. આવું ઐશ્વય તે કેવળ ચમત્કાર માનીને ગૌણ કરવા જેવુ નથી. આવું ઐશ્ર્વય – આ અતિશયે અને પ્રાતિહા તે જગત્ની સૌથી મહાન્ પરમપાત્રતાના અભિવ્યજક છે, એમ શ્રી મહાનિશીથ સૂત્રની વાણી છે. એ સૂત્રમાં કહ્યુ છે કે — સંપૂર્ણ જગતમાં જેએની પાત્રતા સૌથી પ્રવર અને ઉત્તમ હેાય છે, તે અરહેન્ત કહેવાય છે. તે પાત્રતા આઠ મહાપ્રાતિહા વગેરે પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસમાન, અચિત્યમાહાત્મ્યવાળી અને કેવલજ્ઞાનથી અધિષ્ઠિત હેાય છે.’૧
ષટખંડાગમ મહાગ્રન્થમાં કહ્યું છે કે ~~
अतिशय पूजार्हत्वाद् अर्हन्त । स्वर्गावतरणजन्माभिषेक-प -પરિનિમकेवलज्ञानोत्पत्ति-परिनिर्वाणषु देवकृताना पूजाना देवासुरमानवप्राप्तपूजाभ्योऽधिकत्वाद् अतिशयानामर्हत्वाद् अर्हन्तः ।
१ सनरामरासुरस्य ण सव्वस्सेव जगस्स अट्टमहापाडिहेराइपूयाइसओवलक्खिय अणण्णमरिमर्माचनमाहप्प केवलाहिट्ठिय पवरुत्तमत्त अरहति ति
કરતા ।
૨ ૧. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૭૬
i.
7. સ્વા. ત્રાવ ૪૨