________________
૫૦
રાગ આદિ દોષ જીવને હાનિકારક હોવાથી તેઓને અપાય કહેવામાં આવે છે. અપગમ એટલે ક્ષય. રાગ વગેરેને અપગમ થવાથી ભગવંતને સ્વરૂપને લાભ થાય છે. આ અપાયાપગમ અતિશય છે.
નિર્મલ કેવલજ્ઞાનથી લેક અને અલેકના સંપૂર્ણ સ્વભાવનું ભગવંત અવેલેકન કરી રહ્યા છે. આ જ્ઞાનાતિશય છે.
સર્વ દેવતાઓ, અસુરે અને મનુષ્યએ કરેલ ભગવંતની પૂજાની પરાકાષ્ઠા તે ભગવંતને પૂજાતિશય છે.
સર્વ જીવોને અભયદાન આપવામાં સમર્થ અને સર્વ ભાષાઓમાં પરિણમતી જે ભગવંતની ધર્મવાણી તે ભગવંતને વચનાતિશય છે. આ વચનાતિશય વડે ભગવંત સર્વ જીવનું . પાલન કરનારા છે.”
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના પ્રથમ શ્લેકના વિવરણમાં કહે છે કે – - “અમેએ આ પ્રથમ કલેકમાં શ્રી મહાવીર ભગવાનનાં જે વિશેષણો કહ્યાં છે, તે સદ્ભુત–યથાર્થ—વાસ્તવિક અર્થનું પ્રતિપાદન કરનારું છે. આ વિશેષણ વડે અમે ભગવંતના અતિશયોને પ્રકાશિત કરીએ છીએ. આ ચાર અતિશના પ્રતિપાદન વડે અમોએ ભગવાન મહાવીરની પારમાર્થિક સ્તુતિ કરી છે.”
પ્રમાણુનય તત્વાકાલંકારની પ્રથમ શ્લેકની સ્યાદ્ધવાદરત્નાકર' નામની ટીકામાં કહ્યું છે કે—–
શિક્ર દ્રવડે પૂજ્ય–શકપૂજ્ય (ભગવાન વર્ધમાન સ્વામી). પૂજ્ય એટલે મનોહર અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્યોની વિરચના દ્વારા અર્ચનીય.”
૧
પૃ.
૩