________________
૫૧
-
-
-
આ પ્રથમ શ્લોકમાં કહેલ ભગવંતનાં ચાર વિશેષણ વડે અનુક્રમે ચાર મૂલ અતિશય સ્મૃતિરૂપ દર્પણુતલમાં સમુપસ્થિત કરવામાં આવ્યા છે [એટલે કે આ ચાર અતિશયોનું ગ્રંથકર્તાએ મંગલાચરણરૂપે ધ્યાન કરેલ છે ]. તે ચાર મૂલાતિશ આ રીતે છે?
અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય.
આ ચાર અતિશયોનો આ ક્રમ ઉત્પત્તિની અપેક્ષાઓ જાણવો. ( આ કમે આ અતિશયે ઉત્પન્ન થાય છે.) તે આ રીતે–
જેણે રાગદ્વેષ જીત્યા નથી, તે સર્વ વસ્તુઓને જ્ઞાતા ન થાય. જે સર્વ વસ્તુઓને જ્ઞાતા નથી, તે દેવેન્દ્ર પૂજ્ય ન થાય. સર્વજ્ઞ થતાં જ શક્રેન્દ્ર ભગવંતની પૂજા કરે છે, તે પછી જ ભગવાન તેવા પ્રકારની (અતિશયવાળી) વાણીને પ્રયોગ કરે છે.
“આ રીતે પ્રથમ અપાયાપરમ અતિશય ઉત્પન્ન થાય છે. તે પછી જ્ઞાનાતિશય ઉત્પન્ન થાય છે. તે પછી પૂજાતિશય ઉત્પન્ન થાય છે. તે પછી વચનાતિશય ઉત્પન્ન થાય છે.”
અનેક પૂર્વાચાર્યોએ સ્વવિરચિત ગ્રંથમાં ચાર મૂલાતિશ વડે ભગવંતની સ્તુતિ કરેલ છે. સ્તુતિની – ભાવસ્તવની આ આપણે ત્યાં પ્રાચીન પરિપાટી છે. એ બતાવે છે કે આ ચાર અતિશયે શ્રી અરિહંત ભગવંતનું સ પૂર્ણ સ્વરૂપ કહેવા માટે સંપૂર્ણ સમર્થ છે. આ જ ચાર અતિશય વડે ભગવંત સ્તવવા ચગ્ય છે. આ જ ચાર અતિશયોમાં અરિહંત ભગવન્તનું સંપૂર્ણ રહસ્ય છે. આ જ ચાર અતિશયે મનનીય છે અને આ ચાર જ અતિશયે એમાં પરમ ધ્યેય જે ભગવાન અરિહંત તેઓનાં ધ્યાનમા પરમ આલ બનો છે.
આ ચાર અતિશયેથી સહિત ભગવન્તનું સ્તવન, ચિતન, મનન, નિદિધ્યાસન વગેરે કરવાથી ભગવન્ત પ્રત્યે સાચે સ્નેહ જાગે છે. તેથી ભગવન્ત આપણા પરમ આત્મીયજન છે, એમ સમજાય છે, તેથી ભગવન્ત ઓળખાય છે. તેથી ભગવન્ત ઉપરનો નિષ્કામ પ્રેમ વધે છે. તેથી ધ્યાન માટે પ્રયત્ન કરવો પડતો નથી, પણ