________________
ભગવંતની વાસ્તવિક વિભૂતિનું વર્ણન કરતાં ભકતામરમાં કહ્યું છે કે –
હે જિનેન્દ્ર! આ રીતે (પૂર્વે વર્ણવ્યા મુજબ) જેવી આપની વિભૂતિ સમવસરણમાં દેશના આપતી વખતે હોય છે, તેવી બીજાઓની ક્યાંથી હોઈ શકે ! જેવી અંધકારનાશક પ્રભા સૂર્યની હોય છે, તેવી વિકાશી એવા પણ ગ્રહગની ક્યાંથી હોય !” - આ ગ્રંથમાં જે ચોત્રીશ અતિશય અને આઠ મહાપ્રાતિહાર્યો વિસ્તારથી વણ વ્યા છે, તે બધા જ આ ચાર મૂલાતિશામાં સમાઈ જાય છે. તે આ રીતે
કર્મક્ષયજ અતિશયે નં. ૧ અને ૪/૧૧ અપાયાપગમ અતિશયમાં, કર્મક્ષયજ અતિશય ન. ૨ વચનાતિશયમા તથા દેવકૃત ઓગણસ અતિશયે અને આઠ મહાપ્રાતિહાર્યો પૂજાતિશયમા સમાઈ જાય છે.
શાસ્ત્રોમાં જ્યાં અરિહતને ચાર ગુણ કહ્યા હોય ત્યાં ચાર મૂલાતિશ અને બાર ગુણ કહ્યા હોય ત્યાં ૮ મહાપ્રાતિહાર્યો અને ૪ મૂલાતિશ જાણવા.
૧ ના ૩૩ રૂન્યથા– ૨ અનેકાતજય પતાકા, મ ગલાચરણ સ્વો વિવરણ 3 बारम गुण अरिहता,
सिद्धा अट्ठ व सूरि छत्तीस । उवझाया पणवीस,
साहू सगवीस अट्ठसय ॥