________________
પ૯
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ગશાસ્ત્ર પ્રકાશના ૯ના કલેક ૧ થી ૭માં ભગવન્તના રૂપસ્થ સ્થાનનું વર્ણન આ રીતે છે:
મોક્ષ લક્ષ્મીની સન્મુખ થયેલા, જેમણે ઘાતિકર્મનો નાશ કર્યો છે એવા, ચતુર્મુખ, સર્વ જગતને અભય આપનારા, ચંદ્રમંડલ સમાન ત્રણ ત્રથી શોભતા, પ્રકાશમાન ભામંડલની શેભા વડે સૂર્યને પણ જીતતા, દિવ્ય દુંદુભિઓનો વનિ જેઓના સામ્રાજ્યની સંપત્તિઓનું ગાન કરી રહેલ છે એવા, રણ રણ કરતા ભ્રમના ઝંકારવનિથી વાચાળ થયેલ અશોક વૃક્ષથી શુભતા, સિહાસન પર વિરાજમાન, ચામરોથી વીંઝાતા, નમન કરતા સુરે અને અસુરેના મુકુટમણિઓની પ્રભાથી જેઓનાં ચરણના નખોની કાતિ દીપ્તિમાન બની છે એવા, જેઓની પષદાની ભૂમિ દેવતાઓએ વિરેચેલ પુષ્પપ્રકરે વડે વ્યાપ્ત છે અને કરેડે દેવતાઓ, દાન, માનવો, તિર્યો , વાહને, વડે સંકીર્ણ (ખીચોખીચ ભરાયેલી છતાં કેઈને પણ બાધા ન થાય તેવી) છે એવા, ઊંચી થયેલી ડેકવાળાં પશુઓ વડે જેમનાં દિવ્ય વનિનું અમૃતપાન કરાઈ રહ્યું છે એવા, જેઓના જન્મજાત વિર શાન્ત થઈ ગયાં છે એવા હાથી સિંહ, ઊંદર, બિલાડી, સર્પ, નેળિયો વગેરે જેઓનાં સંનિધાનની સમુપાસના કરી રહેલાં છે એવા સમવસરણમાં વિરાજમાન, પરમ પરમેષ્ઠી સર્વ અતિશયેથી સંપન્ન અને કેવલજ્ઞાનથી સૂર્યસમાન તેજસ્વી એવા શ્રી અરિહંત ભગવંતના રૂપનું આલંબન લઈને જે સ્થાન કરાય છે તે રૂપસ્થ સ્થાન છે.”
આ રીતે શ્રી અરિહંત ભગવંતનાં ધ્યાનનાં અનેક વર્ણને શાસ્ત્રોમાં મળે છે. તે બધાં જ વર્ણનમાં ૩૪ અતિશયો અને ૮ મહાપ્રાતિહાર્યોને સૌથી વધારે મહત્ત્વનું સ્થાન છે.
ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનાં વર્ણનેમાં શાસ્ત્રોમાં સર્વત્ર અરિહંતના ૧૨ ગુણોનું જ વર્ણન આવે છે. ભગવંતમાં વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા આદિ અનંત ગુણો હોવા છતાં તેમાંના એકને પણ અહીં પ્રધાન રૂપમાં ઉલ્લેખ