________________
કેવલજ્ઞાનરૂપ સૂર્ય વડે પદાર્થોના સમૂહને પ્રકાશિત કરતા, ચોત્રીસ અતિશ વડે જેઓનું વિશેષ માહાઓ જણાઈ રહ્યું છે એવા, અષ્ટ મહાપ્રાતિહાર્યોથી દિશાઓના ચકને અલંકૃત કરતા ધ્યાન રૂપ દાવાનલથી જેઓએ સર્વ કર્મકલંક સંપૂર્ણ પણે ભસ્મસાત્ કર્યા છે એવા, પરમ તિસ્વરૂપ અને સર્વ જ્ઞાનના પરમ રહસ્યભૂત જે પ્રથમ પરમેષ્ઠી અરિહન્ત પરમાત્મા, તેઓને આત્માની સાથે અભેદ કરીને “સ્વયં દેવ થઈને દેવનું દાન કરવું,” એ પરમ સિદ્ધાંતથી જે સર્વતોમુખી ધાન તે અભેદ પ્રણિધાન છે.
આ જે અભેદ પ્રણિધાન છે, તે જ સર્વ વિદ્ગોનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં સમર્થ છે, એમ જ્ઞાનીઓને સ્વાનુભવ છે. બીજાં ધ્યાને અસંપૂર્ણ હોવાથી તેવા પ્રકારનું સામર્થ્ય ધરાવતાં નથી. આ જ તાત્વિક ધ્યાન છે. તેથી અમે પણ શાસ્ત્રના પ્રારંભમાં એ જ અભેદ પ્રણિધાન કરીએ છીએ. આ અભેદ પ્રણિધાન એ જ તાત્વિક નમસ્કાર છે.”
શ્રી હરિભદ્રસૂરિકૃત વોરા કાળમાં કહ્યું છે કે, “સર્વ જગતનું હિત કરનાર, જેઓના શરીર આદિના સૌન્દર્યને કઈ ઉપમા નથી એવા અનુપમ, અતિશયો અને પ્રાતિહાર્યેથી સંપન્ન, સર્વે લબ્ધિઓથી સંપન્ન, સમવસરણમાં અતિશયવાળી વાણીવડે દેશના આપતા, દેવનિર્મિત સિંહાસન પર વિરાજમાન, ત્રણ છત્ર અને અશોક વૃક્ષની નીચે રહેલા, દેશનાદ્વારા સર્વ જીના હિતમાં પ્રવૃત્ત, અત્યંત મનોહર, જીની શારીરિક અને માનસિક પીડાએના પરમ ઔષધ, સર્વ સંપત્તિઓના અવંધ્ય બીજ, ચક આદિ ૧૦૦૮ લક્ષણથી સહિત, સર્વોત્તમ પુણ્યથી તીર્થકર થયેલા, નિર્વાણનાં પરમ સાધન, ભવ્ય જીવોમાં સર્વશ્રેષ્ઠ, અતુલ માહાસ્યવાળા, દેવતાઓ, વિદ્યાસિદ્ધો અને મહાગીઓને પણ વંદનીય અને વરેણ્ય' આદિ શબ્દોથી વાચ્ય એવા શ્રી જિનેન્દ્ર પરમાત્માના રૂપનું ધ્યાન કરવું જોઈએ.’
૧ ન.
સ્વા. સ. વિ
પૃ. ૨૯૬-૯૭