________________
ન કરતાં અશોક વૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યો અને પૂજાતિશય આદિ ચાર અતિશયોને જ ઉલ્લેખ મળે છે. એ જ બતાવે છે કે આ બાર ગુણોમાં–પ્રાતિહાર્યો અને અતિશયોમાં કાંઈક મહાન રહસ્ય છે.
વીતરાગતા વગેરે કઈ પણ આંતરિક ગુણને ન ગણાવતાં સૌથી પહેલાં અશેકવૃક્ષને ગણાવવામાં આવે ત્યારે પ્રશ્ન એ ઊભે થાય છે કે અશોકવૃક્ષ તો દેવનિર્મિત એક વૃક્ષ છે. તે ભગવંતને ગુણ કેવી રીતે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ સર્વ શાસ્ત્રોનું રહસ્ય રહેલ છે.
અરિહન્તના જ્યાં ૧૨ ગુણ કહેવામાં આવેલ છે, ત્યાં ગુણને અર્થ લક્ષણ–ગુણે લેવાનો છે, એટલે કે આ ૧૨ ગુણ તે ભગવંતનાં ૧૨ લક્ષણ છે. આ ૧૨ લક્ષણ કેવળ અરિહન્તમાં જ હોય, સિદ્ધ આદિ અન્ય પરમેષ્ઠિઓમાં પણ તે ન હોય તે પછી બીજા જેમા તે હોવાની વાત જ ક્યાં રહી? અરિહન્તને કેવલજ્ઞાન પ્રગટ થતાં જ આ બાર ગુણો પ્રગટ થાય છે અને નિર્વાણ સુધી કાયમ રહે છે.
તિજયપહુન્ન સ્તોત્રની પ્રથમ ગાથામાં કહ્યું છે કે –
A , સમાદિત્તા !”
ત્રણે જગતના પ્રભુત્વના પ્રકાશક આઠ મહાપ્રાતિહાર્યોથી ચુસ્ત – જિનેન્દ્રો...”
આ કથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ આઠ પ્રાતિહાર્યોનું સૌથી પ્રથમ પ્રયોજન એ છે કે ભવ્ય જીવે આ આઠ મહાપ્રાતિહાર્યો દ્વારા એ જાણે કે આ તીર્થકર ભગવન્ત જ ત્રણ જગન્ના પ્રભુસ્વામી છે. “જેને આઠ પ્રાતિહાર્યો ન હોય તે ત્રણે જગતના
૧ મહા નવ. પૃ ૨૫૮