________________
શુદ્ધદેવને શુદ્ધદેવ સ્વરૂપે, શુદ્ધગુરુને શુદ્ધગુરુ સ્વરૂપે અને શુદ્ધધર્મને શુદ્ધધર્મ સ્વરૂપે ઓળખવા, એ ત્રણમાં જ સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, એ ત્રણ સિવાયના બીજાઓને દેવરૂપે, ગુરુરૂપે અને ધર્મરૂપે કદાપિ ન જ માનવા, તે સમ્યગ્દર્શન નામનું પ્રથમ ગુણરત્ન છે.
એ ત્રણને યથાર્થ સ્વરૂપમાં જાણવા માટે એ ત્રણમાંથી દરેકના જે પ્રધાન વાસ્તવિક અને અસાધારણ ગુણે વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી જિનેએ કહ્યા છે, તે શ્રદ્ધા સહિત જાણવા બહુ જ જરૂરી છે.
જગતની સર્વ બાહ્ય સંપત્તિ કરતાં પણ અનંત ગુણ અધિક મૂલ્ય આમાંના એક એક તત્તવનું છે. આવી કિંમતી વસ્તુ પરીક્ષા વિના કેમ ગ્રહણ કરી શકાય?
જેમ રત્નના ગુણોની પરીક્ષા ઝવેરીએ કરે છે, તેમ ઉત્તમ ભવ્ય આત્માઓ આ ત્રણ તત્વરને પરીક્ષાપૂર્વક ગ્રહણ કરે છે. જેમ ઉત્તમ ઝવેરીઓ યથાર્થ પરીક્ષાથી પ્રાપ્ત થએલ ઉત્તમ રત્નોની પ્રાપ્તિથી સંપત્તિમાન થઈ જાય છે, તેમ ભવ્ય આત્માઓ આ ત્રણ રત્નની પ્રાપ્તિથી ધન્ય બની જાય છે. - આ ત્રણ તત્ત્વમાં પ્રધાન તત્ત્વ દેવતત્ત્વ છે. તેને તેના વાસ્તવિક, પ્રધાન અને અસાધારણ (બીજા કેઈમાં પણ ન હોય તેવા) ગુણે વડે જાણવું બહુ જ જરૂરી છે. આવા ગુણોને જાણ્યા વિના તે દેવતત્ત્વની અન્ય સર્વ ધર્મોએ માનેલ દેવતવ કરતાં સર્વશ્રેષ્ઠતાને યથાર્થ નિર્ણય કેવી રીતે થઈ શકે? પરમ ઉપાસ્ય તત્ત્વ જે દેવતત્ત્વ તેના આવા નિર્ણય વિના સર્વોત્તમ સમ્યકત્વ કેવી રીતે હોઈ શકે? સમ્યકત્વ વિનાનું ધ્યાન તો જીવે આ અનાદિ સંસારમાં અનંતીવાર કર્યું, છતાયે ભવને અંત નહીં જ આવ્યું. સમ્યકત્વના મહાપ્રભાવથી દેવતત્ત્વને યથાર્થ અને અવિચલા નિર્ણય થતાં જ ધ્યાનની પ્રાતિ દૂર નથી.
સભ્યત્વની પ્રાપ્તિથી સુદેવની ઓળખથી સુદેવના ગુણ ઓળખાય છે. તેથી સુદેવ ઉપર અપાર પ્રેમ–વાત્સલ્ય જાગે છે.