________________
અદ્ભુત હોય છે કે દેવતાઓ, અસુરો અને મનુષ્યોના સ્વામીઓના [ ઈન્દ્ર આદિના] અંતઃકરણમાં પણ પરમોચ્ચ ચમત્કાર ઉત્પન્ન થાય છે. સર્વદેવતાઓ મળીને એક અંગુષ્ટપ્રમાણ રૂપને નિર્માણ કરે તો પણ તે રૂપ ભગવંતના અંગૂઠાના રૂપની આગળ જાજ્વલ્યમાન અગ્નિની આગળ અંગારાની જેમ શોભાને પામતું નથી. વિશિષ્ટ પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થકર ભગવંતેના સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ (ચાલ), સત્વ, ઉચ્છવાસ વગેરે બધું જ જગતમાં સર્વોત્તમ હોય છે.
ખરેખર રૂપ, સૌભાગ્ય અને એક હજાર ને આઠ બાહ્ય લક્ષથી સહિત એવું તેઓનું શરીર સૌન્દર્યનું, લાવણ્યનું, કાંતિનું, દીપ્તિનું અને તેજનું પરમ અદ્દભુત ધામ હોય છે. સ્વર્ગમાં દેવદેવીઓ તે રૂપ આદિનું ગુણગાન અને ચિતન કરે છે, પાતાલલેકમાં પાતાલવાસી દેવાંગનાઓ તેને સ્તવે છે અને મર્યલેની અંદર મનુષ્ય સ્ત્રીઓ તેનું ધ્યાન કરે છે.
ખરેખર તેઓના જેવું રૂપ, સૌભાગ્ય, લાવણ્ય, ગમન, વિલન વચન, દર્શન, સ્પર્શન, શ્રવણ, ઓદાર્ય, ગાંભીર્ય, વૈર્ય, સમર્યાદવ, આયત્વ, દયાલુતા, અનુદ્ધતતા, સદાચાર, મનસત્ય, વચનસત્ય, કાયકિયાસત્ય, સર્વપ્રિયત્વ, પ્રભુત્વ, પ્રશાંતત્વ, જિતેદિયત્વ, ગુણિત્વ, ગુણાનુરાશિત્વ, નિમમત્વ, સૌમ્યતા, સામ્ય, નિર્ભયત્વ, નિર્દોષત્વ વગેરે જગતમાં બીજા કેઈમાં પણ હોતું નથી.
ત્રણે લોકમાં અત્યન્ત અલૌકિક અને સૌથી ચઢિયાતા ગુણના સમૂહના કારણે તે તીર્થકર ભગવંતો સૌથી મહાન છે અને તેથી જ સર્વત્ર મહાન પ્રતિષ્ઠા (કીર્તિ, યશ આદિ)ને પામેલા છે. તેઓ સર્વત્ર ઉત્તમ વિવેકથી વિવિધ કાર્યોને કરે છે અને સર્વત્ર ઉચિત જ આચરવામાં અત્યંત ચતુર હોય છે. આત્મામાં અભિમાન આદિ વિકારને ઉત્પન્ન કરનારાં સર્વોત્તમ જાતિ, કુલ, રૂપ, બેલ, પ્રભુતા, સંપત્તિ વગેરે અનેક કારણો વિદ્યમાન હોવા છતાં પણ તેઓ સર્વત્ર નિર્વિકાર હોય છે. તેઓ જાણે છે કે વિષયસુખ અનંત દુઃખનું કારણ છે અને સ્થિરતાનું નાશક છે, છતાં પૂર્વના ભવમાં ઉપાક્તિ કરેલ તેવા પ્રકારના ભેગેને આપનાર કર્મોના બળથી