________________
૪૩
આ રીતે ગુણસમૂહના કારણે મહાન,ત્રણે ' લેાકમાં મહાન ખ્યાતિને પામેલા અને સર્વ દેવતાઓ, અસુર અને મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ એવા ભગવત પૃથ્વીતલ ઉપર વિચરીને કુમત૫ અંધકારના નાશ કરીને સુમતરૂપ 'પ્રકાશને પાથરે છે. તેઓ અનાદિકાલીન પ્રખલ મિથ્યાત્વના નાશ કરે છે, જ્ઞેય ભાવાને જણાવે છે, ભવભ્રમના કારણરૂપ અજ્ઞાનના નાશ કરે છે અને અનેક ભવ્યજનાને પ્રતિમાય કરે છે.
અંતે આયુઃકમની સમાપ્તિને સમયે શુકલ ધ્યાનવડે ભવાપગ્રાહી ચાર ક ના ક્ષય કરે છે અને એક જ સમયમાં ઋજુશ્રેણી વડે લેાકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મેક્ષમાં ચાલ્યા જાય છે. તે તેથી ઉપર જતા નથી કારણ કે ત્યાં—અલાકમાં ઉપગ્રહના અભાવ છે. તે નીચે પણ આવતા નથી કારણ કે તેમાં હવે ગુરુતા નથી. ચેાગ–પ્રયાગના અભાવ હાવાથી તેને તિરછી ગતિ પણ નથી.
મેાક્ષમાં રહેલા તે ભગવાને સિદ્ધ કહેવામાં આવે છે. સવ દેવા અને મનુષ્યા ઇન્દ્રિયાના અર્થાથી ઉત્પન્ન થતું, સર્વાં ઇન્દ્રિયાને પ્રીતિકર અને મનેાહર એવું જે સુખ ભાગવે છે તથા મહર્ષિક દેવતાઓએ ભૂતકાળમા જે સુખ ભોગવ્યુ છે અને ભવિષ્યમાં જે સુખ ભાગવશે, તેને અનત ગુણુ કરવામાં આવે તેાપણુ તે સિદ્ધ ભગવંતના એક સમયના સ્વાભાવિક અને અતીન્દ્રિય સુખની તુલનામાં ન આવે, તે સિદ્ધ ભગવાન અનંત દ"ન, જ્ઞાન, શક્તિ અને સુખથી સહિત છે. તેએ સદા ત્યાં જ રહે છે.
તે જ સમયે અવધિજ્ઞાન વડે ચાસડે ઇન્દ્રો ભગવંતના નિર્વાણુને જાણીને નિર્વાણભૂમિ પર પરિવાર સહિત આવે છે. ગાશીષ ચંદન વગેરે સુગંધિ દ્રવ્યાથી ભગવ ંતના દેહના અંતિમ સંસ્કાર કરે છે અને સર્વ શાશ્ર્વત ચૈત્યેામાં મહેાત્સવ કરે છે.
શ્રી તીર્થંકર ભગવંતના જીવ અનાદ્દિકાળથી સંસારમાં ખીજા જીવા કરતાં વિશિષ્ટ હેાય છે. તેઓનુ ચવન, જન્મ, ગૃહવાસ, ૧ ધર્માસ્તિકાય દ્રવ્ય