________________
૩૩
સર્વયંત્રોના અધિષ્ઠાયક દેવ-દેવીઓને, ૨૪ યક્ષ-યક્ષિણીઓને, ચાર દ્વારપાલોને, ચાર વીરેને, દશ દિગ્યાલોને, નવ ગ્રહોને
અને નવ નિધાનને હું નમસ્કાર કરું છું. ૧૧ જેના સ્વાધ્યાયથી શ્રી તીર્થકર ભગવંતને હું કાંઈક સાચા
અર્થમાં સમજી શક્યો અને ભગવંત વિશે લખવાની પ્રેરણા જાગી તે સર્વ શ્રેષ્ઠ સ્તુતિકાર આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેન દિવાકરની શ્રી વર્ધમાન જિન સ્તવનાત્મક બત્રીશીઓ, એ જ મહાન આચાર્ય ભગવ તનું શસ્તવ, કલ્યાણ મંદિર સ્તોત્ર તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન વિરચિત શ્રી વીતરાગ સ્તવ અને મહાન પ્રભાવશાળી આચાર્ય શ્રી માનતુંગસૂરિ વિરચિત શ્રી ભક્તામર સ્તોત્ર-એ ચાર સ્તના અક્ષરેઅક્ષરને, એ મહાન સ્તુતિકારોને અને એ મહાન સ્તુતિકારેના હૃદયમાં જે ભવિભકિત હતી, તેને
હું ફરી ફરી નમસ્કાર કરું છું. ૧૨ સર્વ નમસ્કાર કરવા યોગ્ય વરતુઓને હું નમસ્કાર કરું છું.
– લેખક
દે
ભ
મ. ૩