________________
તેઓ ગર્ભવાસમાં પણ ઉત્તમ પ્રકારનાં મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હોય છે.
તેઓના મહાન પુણ્યદયથી પ્રેરાયેલ જાંભક દેવતાઓ ગર્ભાવતાર સમયે ઈદ્રના આદેશથી ભૂમિ આદિમાં રહેલા માલિક વિનાના મહાનિધાને ભગવંતના ગૃહમાં નિક્ષિપ્ત કરે છે.
તેઓ જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારે બીજા ગર્ભોની જેમ તેઓને વેદના હેતી નથી તથા માતાને પણ વેદના હોતી નથી. તેઓને તથા માતાને આહાર આદિની અશુભ પરિણતિ હોતી નથી. માતાને સર્વ શુભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે; રૂપ, સૌભાગ્ય, કાંતિ, બુદ્ધિ, બલ આદિમાં વૃદ્ધિ થાય છે. મન-વચન-કાયાના
ગ શુભ થઈ જાય છે. ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય આદિમાં ઘણું જ વૃદ્ધિ થાય છે; પરેપકાર, દયા, દાન, દેવગુરુભક્તિ વગેરે ગુણે વિકસે છે. સ્વજનો તરફથી અત્યંત બહુમાન મળે છે અને સર્વ પ્રિય ઈદ્રિયવિષની પ્રાપ્તિ થાય છે. માતા સૌને પ્રિય લાગે છે.
પિતાને અત્યંત હર્ષ પ્રાપ્ત થાય છે. પિતાને ક્યાંય પણ પરાભવ થતો નથી, બધા જ રાજાઓ નામે છે. સર્વત્ર પિતાની આજ્ઞાનું વિશાળ પ્રવર્તન થાય છે. પિતાની યશકીર્તિ સર્વ દિશાઓમાં ફેલાય છે. વંશની ઉન્નતિ થાય છે, ઘરમાં સર્વ સુન્દર વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને ચારે બાજુથી સર્વ પ્રકારની સંપત્તિઓ આવે છે, વિપત્તિઓ દૂર જાય છે.
તેઓના જન્મ ક્ષણે સર્વ શુભ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે, ત્રણે લેકમાં સર્વત્ર ઉદ્યોત થાય છે, અતર્મુહૂર્ત સુધી નારકીઓને પણ સુખ થાય છે, પ્રમુદિત થયેલા દેવતાઓ ભગવંતના ગૃહગણુમાં રત્નોનાં, સેનાના અને રૂપાનાં આભરની, ઉત્તમ વસ્ત્રોની, પુષ્પોની અને સુગંધી જલની વૃષ્ટિ કરે છે. દેવતાઓ “જય જય શબ્દથી આકાશને ભરી નાખે છે. દેવોની દુભિઓ આકાશમાં હાથથી તાડન કર્યા વગર વાગતી જ રહે છે. સર્વ દિશાઓ પ્રસન્ન થાય છે. સુગ ધી અને શીતલ વાયુઓ વાય છે. પૃથ્વી ઉપરની ધૂળ સર્વત્ર શાંત થઈ જાય છે. પૃથ્વી સુગંધી અને શીતલ થાય છે.