________________
સર્વ તીર્થકરેનું સંક્ષિપ્ત
સામાન્ય સ્વરૂપ
[ અહીં સર્વ તીર્થકરોને લગતી સામાન્ય વસ્તુઓ સંક્ષેપમા “પપુષવરિત ગ્રથને આધારે રજૂ કરવામાં આવી છે. ]
બધા પુરુષમાં પુરુષત્વ સમાન હોવા છતાં પૂર્વકૃત શુભાશુભ કર્મના પરિણામને કારણે ચાર પ્રકારના પુરુષાર્થોની સાધનામાં ભેદ પડે છે, તેથી આગમાં છ પ્રકારના પુરુષો વર્ણવવામાં આવ્યા છે. તે આ રીતેઃ ૧. અધમાધમ, ૨. અધમ, ૩. વિમધ્યમ, ૪. મધ્યમ, ૫. ઉત્તમ અને ૬. ઉત્તત્તમ.
વિશેષાથીઓએ પ્રથમ પાંચ પ્રકારના પુરુષોનું વર્ણન પુરુવંતિથી જાણું લેવું. અહીં ફક્ત ઉત્તમોત્તમ એવા શ્રી જિનેશ્વર ભગવંતનું વર્ણન જ આપવામાં આવ્યું છે.
ઉત્તમત્તમ પુરુષ તીર્થકર નામકર્મના ઉદયવાળા શ્રી તીર્થ કરે જ છે. તેઓ ત્રણે લોકના ઈશ્વર, ત્રણે લેકના નાથ, ત્રણે લોકમાં સૌથી અધિક પૂજનીય, ત્રણે લેક વડે સ્તવવા ગ્ય, ત્રણે લેક વડે ધ્યાન કરવા ગ્ય, સંપૂર્ણ નિર્દોષ અને સર્વગુણસપૂર્ણ હોય છે, તેથી જ તેઓ સર્વ પ્રકારે સર્વ જીવથી ઉત્તમત્તમ છે.
જ્યારે તે તીર્થંકર ભગવંતન જીવે અનાદિ કાળમાં અવ્યવહાર રાશિમાં હોય છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના તથા ભવ્યત્વના વિપાકથી અનેક વિશેષ ગુણોને કારણે બીજા છે કરતાં ઉત્તમ હોય છે.
તે પછી યથાપ્રવૃત્તકરણ વડે જ્યારે તેઓ વ્યવહારરાશિમાં આવે છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના કર્મવિપાકના સદ્દભાવથી