Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Catalog link: https://jainqq.org/explore/006005/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાણા કી [ અલેકઝાન્ડર ડ મા કૃત સૌન્ટ-કિસ્સા” ] આચાર્ય જે.બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ આ નવલકથા વિશે અદ્ભુત રોમાંચક કથા તરીકે, મૂળ ફ્રેન્ચ નવલકથા | ‘કાઉન્ટ ઑફ મૉટે-ક્રિસ્ટો”એ લાખો લોકોને રસમાં તરબોળ કર્યા છે અને હજુ પણ કરે છે. માનવહૃદયની બે મોટી લાગણીઓ – પોતાને કરવામાં આવેલા નુકસાનનો બદલો લેવો અને તે માટે જોઈતી સાધનસામગ્રી મેળવવા મથવું, – એ બેને કલ્પનાનો છૂટો દોર ચા પીને આ કથાનો મશહૂર ફ્રેન્ચ લેખક ડ્રમાં એવો તો રસ-વમળ ચડાવે છે, કે જે વાચકને બીજો વિચાર કરવાની તક આપ્યા વિના સીધો પોતાની અંદર ખેંચી લે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી. એમ. કે. એમ દ્રઢ થથમાળા - ૪ આશા અને ધીરજ હૂમાકૃત રોમાંચક નવલકથા [‘કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટ”] સંપાદક ગોપાળદાસ જીવાભાઈ પટેલ આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમેરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૫૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ૫૦ છો૦ પટેલ મંત્રી આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૫૪ સુકક પરેશ કાન્તિલાલ ગાંધી સર્વોદય પ્રેસ, ૪૮/૬ સત્યાગ્રહ છાવણી અમદાવાદ–૫૪ દ્વિતીય આવૃત્તિ પ્રત ૧૦૦૦ કિં. ૩૦ રૂપિયા જાન્યુઆરી, ૧૯૮૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય મશહૂર ફ્રેન્ચ નવલકથા-કાર તથા નાટય-કાર અલેકઝાન્ડર ડૂમા (૧૮૦૨–૭૦)ની વિખ્યાત નવલકથા ‘કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટો’ના સંક્ષેપની આ બીજી આવૃત્તિ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. મૂળ નવલકથા તા ડૂમાએ ઈ.સ. ૧૮૪૪-૫ દરમ્યાન ૧૮ ભાગામાં પ્રસિદ્ધ કરી હતી. તે બૃહત્કથાના આખા અનુવાદ ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવા, એ તે આર્થિક દૃષ્ટિએ કરતાં, વધુ તેા, આજના ગુજરાતી વાચકની દૃષ્ટિએ મિથ્યા પ્રવૃત્તિ જ ગણાય. છતાં આ સંક્ષેપ એવી સફળ રીતે તૈયાર થયા છે કે, એ વાંચતાં – અને કેટલીક વાર તે વારંવાર વાંચતાં પણ – રસના ઘૂંટડા ઊતર્યા જ કરે છે. આ નવલકથા અદ્ભુત રસની નવલકથા છે. પરંતુ એના અદ્ભુત ૨સ અલાદીનના જાદુઈ દીવાની કથાના જેવા માત્ર મનોરંજન પૂરતા અદ્ભુત નથી. આ નવલકથામાં માનવના અંતરની સારી તથા ખાટી એમ બંને જાતની લાગણીઓને અદ્ભુત રસના રંગથી રંગીને એવી પરાકાષ્ઠાએ પહોંચાડીને રજૂ કરવામાં આવી છે કે, જેથી તે સંપૂર્ણ યથાતથતા ધારણ કરવા ઉપરાંત વધુ તો પૂરેપૂરી વેધક બની રહી છે. આપણી ઊંડી લાગણીઓને જ્યારે લેખક પોતાની કસબી કલમથી ઝણઝણાવે છે, ત્યારે આપણે કોઈક અલૌકિક રસમાં તરબાળ થઈ જઈએ છીએ. તેવા પ્રસંગેા વાંચતી વખત આપણી આંખામાંથી એક પ્રકારની કૃતાર્થતાનાં આંસુ વહ્યા વિના રહેતાં નથી. આ નવલકથા પૂરી કરીને હેઠી મૂકયા બાદ આપણને આપણા જીવનના અમૂલ્ય સમય વેડફી માર્યા એમ લાગવાને બદલે કૃતાર્થ કર્યો એમ જ લાગે છે. કોઈ પણ નવલકથાને માટે આમ કહી શકાવું, એ તેની ગુણવત્તા બાબત સર્વોત્તમ પ્રમાણપત્ર ગણાય. Page #6 -------------------------------------------------------------------------- ________________ ડૂમાએ પોતાની લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત તે એતિહાસિક નાટ્યલેખનથી (ઈ.સ. ૧૮૨૯) કરી હતી. નવલકથાકાર તરીકેની તેની ખ્યાતિ ઈ.સ. ૧૮૪૪માં તેણે લખેલી નવલકથા “શ્રી મસ્કેટિયર્સ'થી શરૂ થઈ. પછી તે તેણે પોતે તેમજ તેણે આપેલા વાર્તાતંતુને આધારે વિસ્તારીને લખનારા બીજા સહાયક લેખકોએ મળીને લખેલી નવલકથાએની કુલ સંખ્યા ૩૦૦ જેટલી થાય છે! પરિવાર સંસ્થાએ ડૂમાની નવલકથાના આ સંક્ષેપ ઉપરાંત “શ્રી મસ્કેટિયર્સ' ના પાંચ ભાગ રૂપે બીજી પાંચ નવલકથાઓના સચિત્ર સંક્ષેપ પણ પ્રસિદ્ધ કર્યા છે. તે પાંચેય મળે તે સ્વતંત્ર નવલકથાઓ જ છે. પરિવાર સંસ્થાએ ડૂમા ઉપરાંત વિક્ટર હ્યુગો, ટૉલ્સ્ટૉય, ડિકન્સ વગેરે બીજા વિખ્યાત લેખકોની મશહુર નવલકથાઓના સંક્ષેપ પણ ગુજરાતી વાચકને આપ્યા છે. તેમાંની કેટલીકની પણ બીજી આવૃત્તિઓ બહાર પાડવાની થઈ છે. વિશ્વસાહિત્ય કહેવાય તેવી વિખ્યાત નવલકથાઓ, ગુજરાતી વાચકને માફક આવે તેવા સંક્ષેપ રૂપે, પ્રસિદ્ધ કરવાની પ્રવૃતિ સંસ્થાએ ઉપાડી કે તરત જ ગુજરાતી વાચકવર્ગ તરફથી તેને જે આવકાર મળ્યો, તેથી પ્રેરાઈને પરિવાર સંસ્થાએ એ મોટું કામ હોંશભેર વિસ્તાર્યું હતું. પણ એવી નિર્દોષ તથા રાષ્ટ્રસેવા કહી શકાય તેવી પ્રવૃત્તિ ઉપર પણ આસમાની-સુલતાનીના એવા ઓળા ફરી વળ્યા કે, સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ. આમ બે-એક દાયકા સુધી નિષ્ક્રિયતામાં ગોંધાઈ રહ્યા બાદ, ઉપરવાળાની કોઈક અગમ્ય કળાથી, પરિવાર સંસ્થા જુદા કલેવર વડે પિતાની સેવા ફરીથી ગુજરાતને ચરણે રજૂ કરવા શક્તિમાન થઈ છે. અમને આશા છે કે, ગુજરાતી વાચક તરફથી અમને પહેલાંની પેઠે જ હાર્દિક અને વ્યાપક સહકાર પ્રાપ્ત થશે. પુત્ર છે. પટેલ મંત્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન [પ્રથમ આવૃત્તિનુ’] અદ્ભુત રોમાંચક કથા તરીકે, (મૂળ ફ્રેન્ચ) નવલકથા ‘કાઉન્ટ ઑફ મોન્ટે-ક્રિસ્ટો’એ લાખો લોકોને રસમાં તરબાળ કર્યા છે અને હજુ પણ કરે છે. માનવ હૃદયની બે મેટી લાગણીઓ – પેાતાને કરવામાં આવેલા નુકસાનના બદલેા લેવા, અને તે માટે જોઈતી સાધનસામગ્રી મેળવવા મથવું, – એ બેને કલ્પનાના છૂટો દોર આપીને આ કથાના મશહૂર ફ્રેન્ચ લેખક ડૂમા એવા તે રસ-વમળ ચગાવે છે, કે જે વાચકને બીજો વિચાર કરવાની તક આપ્યા વિના સીધેા પેાતાની અંદર ખેચી લે છે.... - કથા ઉપરથી છેવટે તો લેખક એવા નિર્ણય તારવતા લાગે છે કે, માણસ પોતાના અપરાધીને જે સજા કરે છે કે વેરની જે વસૂલાત કરે છે, તે છેવટે કાંતા વધારે પડતી કે બહુ ઓછી નીવડે છે; અને પરિણામે બંને પક્ષને હાનિ સિવાય કંઈ થતું નથી. અને બીજી બાજુ તે એવું સૂચવે છે કે, ઈશ્વર જ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન હોઈને તથા સાથે સાથે સૌ જીવાના કલ્યાણની જ કામનાવાળા હોવાથી, દરેક અપકર્મની એવી સજા યોજી શકે છે કે, જે સર્વત: સંપૂર્ણ હોવાની સાથે સર્વતાભદ્ર પણ હોય છે. એક વિવેચકે આ નવલકથાને આધુનિક અદ્ભુત-કથા કહી છે, તથા તેને તે રીતે જ મૂલવવા તથા વખાણવા ભલામણ કરી છે. અને ખરેખર, અદ્ભુત-રસ એ જ આ નવલક્થાના પ્રધાન રસ છે. અને છતાં લેખકે એ અદ્ભુત-રસની કુશળ કલમે આણેલી પરાકાષ્ઠા, પરમ Page #8 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત-રસના ભ્રષ્ટા પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ પેરવામાં જાણે મદદગાર નીવડે છે. આ અદ્ભુત-કથાનો અંત જે બે શબ્દોમાં આવે છે, તે જ ખરી રીતે એનો મુખ્ય સંદેશ છેઃ મારી ને ધીરગ. ગમે તેવાં સંકટોમાં તથા છેક જ હતાશા ઘેરી વળી હોય ત્યારે પણ આશા અને ધીરજથી ટકી રહેનારને કંઈક રસ્તો મળી આવે છે. એ પાઠ લેખક પિતાની રોમાંચક સમર્થ કળાથી આપણને બરાબર ઠસાવી દે છે. જુલાઈ, ૧૯૬૨] પ્રકાશક Page #9 -------------------------------------------------------------------------- ________________ છે. ળ છ ૧૫ ૧૮ રે - ૬ - અનુક્રમણિકા પ્રકાશકીય નિવેદન નિવેદન [પ્રથમ આવૃત્તિનું ખંડ ૧ : વેર ૧. એડમંડ ડાન્ટ ૨. કૅડરે અને ડેન્ડલ ૩. મર્સિડીસ અને ફર્નાન્ડ ૪. કાવતરું ૫. લગ્નની મિજબાની ૬. વિલેફોર્ટ ૭. તપાસ ૮. શેટે - દે ઈફ ૯. સો દિવસનું પુનરાગમન ૧૦. બે કેદીઓ ૧૧. નંબર ૩૪ અને નંબર ૨૭ ૧૨. એબ ફેરિયા ૧૩. જેમાં ડાન્સે પોતાની વાત કહે છે ૧૪. માણસ ધારે શું, ઈશ્વર કરે શું ! ૧૫. ગુપ્ત ધનભંડાર ૧૬. ત્રીજો હુમલો ૧૭. શેટે દ” ઈફનું કબ્રસ્તાન ૧૮. મેન્ટેક્રિસ્ટો ટાપુ ઉપર ૧૯. માર્સેલ્સમાં ૨૦. કેડેરે ભૂતકાળ ઉખેળે છે ૨૧. જેલનું રજિસ્ટર ૨૨. પાંચમી સપ્ટેમ્બર ૩૪ ૩૭ ૪૩ ४७ ૫૪ ૧૭ - ૭૦. ૭૬ ટ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૧૧૩ ૧૧૮ ૧૨૬ ૧૩૦ ૧૩૬ ૧૩૯ ૧૪૩ ૧૫૮ ૧૫૬ ૧૬૫ ૨૩. “સિંદબાદ, ખલાસી” ૨૪. કૅડરે હીરે વેચે છે ૨૫. બટુંકિની કબૂલાત • ખંડ ૨ : વસુલાત ૨૬. પેરિસમાં આગમન ૨૭. જેમાં બનાવે રૂપ પકડે છે ૨૮. અલીને ગાળિયો ૨૯. હદયે, આભારનાં ભરેલાં ૩૦. હૃદયે, ઝેરનાં ભરેલાં ૩૧. ટીલમાં મિજબાની ૩૨. મુલાકાતે: ગમતી અને અણગમતી ૩૩. કુટુંબ-દાક્તર દ એવરીની ૩૪. લગ્ન ફેક થયું! ૩૫. કરુણ ફેજઃ ઘણી બાબતેને ૩૬. દગા કિસીકા સગા નહિ ! ૩૭. આ૫ અને ચુકાદે ૩૮. પડકાર! ૩૯, દ્વિતિયુદ્ધ ૪૦. આત્મહત્યા ૪. વેલેન્ટાઈન આફતમાં ૪૨. એનિયાનું લગ્ન ૪૩, વેલેન્ટાઈનનું મૃત્યુ ૪૪. ડેગ્લસ નાઠો ૪૫. એક મહિનાની મુદત ૪૬. ન્યાય ચૂકવાયો ૪૭. પૅરિસમાંથી વિદાય ૪૮. આશા અને ધીરજ ! ૧૭૨ ૧૭૭ ૧૯૮ ૧૦૫ ૨૧૨ ૨૨૧ ૨૨૫ ૨૩૨ ૨૩૮ ૨૪૬ ૨૫૦ ૨૫૬ ૨૬૭ ૨૭૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧ લા વેર Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ ઍડમંડ ડાટે ઈ. સ. ૧૭૮૯ ના અરસામાં ફ્રાંસની પ્રજાએ પોતાના અત્યાચારી રાજ અને તેના અમીર-સામતના જુલમો સામે તરવાર ઉઠાવી. પરિણામે યુરોપના સૌ રાજાએ ચોંકી ઊઠયા અને ભેગા થઈ ફ્રાંસ ઉપર ચડી આવ્યા. તે વખતે જેના પ્રતાપી સેનાપતિપણા હેઠળ ફ્રાંસની પ્રજા તે સૌના આક્રમણને સામને કરી શકી, તેનું નામ નેપોલિયન. પરંતુ રશિયાના બરફઘેર્યા પાટનગર મોસ્કો સુધી ફ્રાંસનાં સૈન્યોને દોરી જવાનો પ્રયત્ન કર્યા બાદ, નેપોલિયનને વેરવિખેર હાલતમાં પાછા ફરવું પડ્યું. નેપોલિયનના વિરોધીઓ હવે જોર ઉપર આવ્યા. પરિણામે ઈ. સ. ૧૮૧૪ના એપ્રિલ માસમાં નેપોલિયનને ગાદીત્યાગ કરવો પડ્યો. તેને ભૂમધ્ય સમુદ્રના એક નાનકડા ટાપુ એલ્બામાં દેશનિકાલ કરવામાં આવ્યો. જાના રાજાનો ભાઈ, ફ્રાંસમાં, ૧૮ મા લૂઈના નામથી ગાદીએ બેઠો. આપણી આ વાત એ અરસામાં શરૂ થાય છે. ઈ. સ. ૧૮૧૫ના ફેબ્રુઆરીની ૨૮ મી તારીખને રોજ મૉરેલ કંપનીની માલકીનું જહાજ રાગોન સ્મન, ત્રિસ્ટ અને નેપલ્સ વગેરે બંદરોએ થતું માર્સેલ્સ બંદરે પાછું ફર્યું. વહાણ સાજ સમું દેખાતું હતું તથા એક જુવાન સુકાની પિતાની કાળજીભરી દેખરેખ હેઠળ, પૂરી કુશળતાથી તેને બંદરમાં દાખલ કરી રહ્યો હતો. છતાં બંદરે ઊભેલા હજારો લોકોને લાગ્યા વિના ન રહ્યું કેવહાણ ઉપર કંઈક અવનવું બન્યું છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ વહાણના માલિક શ્રી. મૉરેલ પતે બંદર ઉપર હાજર હતા. તેમને વધુ ધીરજ ન રહી. તરત તે એક નાની હોડીમાં કૂદી પડયા અને શરામોન તરફ સામા હંકારી ગયા. રાગોન ઉપરના જવાન સુકાનીએ માલિકને સામે આવતા જોઈ, તક ઉપર રહ્યાં રહ્યાં, ટોપી હાથમાં લઈ સલામ કરી. માલિકે તેને ઓળખ્યો. “ઓહ, ડાન્ટ કે? સૌ કુશળ તે છો ને? વહાણ ઉપર બધું સૂનમૂન કેમ લાગે છે?' “ભારે દુ:ખની વાત બની છે, સાહેબ! જહાજના બહાદુર કપ્તાન લેંકૉર મધદરિયે સ્વર્ગવાસી થયા.” “હું, આપણા ભલા કપ્તાનને શું થયું?' - “અમે નેપલ્સ છોડ્યું ત્યાં સુધી તે તે સાજાસમા હતા. બંદર ઉપરના અધિકારી સાથે તેમણે ખૂબ વાતચીતો પણ કરી. પણ વહાણ ઊપડયા પછી, ચોવીસ કલાકમાં, તેમને અચાનક મૂંઝવણ જેવું થઈ મગજને તાવ ચડી આવ્યો અને ત્રણ દિવસ બાદ તેમણે દેહ છોડ્યો. અમે દરિયા વચ્ચે તેમની વિધિસર જળાશય્યા કરી છે.' પછી તે બંદરમાં લાંગર નાખવાનું શરૂ થતાં, ઍડમંડ ડાન્ટ તરત ખલાસીઓને હુકમો આપવા મંડી ગયો. દરમ્યાન વહાણ ઉપરથી નખાયેલા એક દોરડાને આધારે શ્રી. મૉરેલ ચપળતાથી વહાણ ઉપર ચડી ગયા. ત્યાં તેમને વહાણને ભંડારી ડેગ્લર્સ ભેગે થયો. તેણે શેઠને દેખતાં લળીને સલામ કરી. શ્રી. મૉરેલની નજર વહાણને બંદરમાં લાંગરવા માટે ચપળતાથી અને આત્મવિશ્વાસપૂર્વક હુકમો આયે જતા ડાન્ટ ઉપર જ કરી રહી હતી. તે જોઈ, ઈર્ષ્યાથી સળગી જઈને ડેન્ડલર્સ બોલી ઊઠ્યો, “જુઓને સાહેબ, કસ્તાનના પ્રાણ કંઠમાંથી નીકળી રહ્યા પણ નહીં હોય, ને આ ભાઈસાહેબ કોઈને પૂછયાગાછળ્યા વિના જ કમાન થઈ બેઠા છે! વળી માર્સેલ્સ બંદરે સીધા પાછા ફરવાને બદલે Page #15 -------------------------------------------------------------------------- ________________ એડમંડ હન્ટ આપણા વહાણને વચ્ચેથી જ તે નાહક એલ્બા ટાપુ તરફ વાળી ગયો અને ખાસ દોઢ દિવસ બગાડ્યો.” વહાણનું કામ તેણે સંભાળી લીધું એ તો જાણે ઠીક જ કર્યું; કારણ કે, કસાન પછી કપ્તાનને ભેરુ જ તે કામ સંભાળે ને! પરંતુ વચ્ચેથી એલ્બા ટાપુ તરફ વહાણ વાળી જઈ દોઢ દિવસ તેણે નાહક બગાડયો હોય, તે તે ખોટું કર્યું કહેવાય ખરું.’ શ્રી. મૉરેલે તરત એડમંડ ડાન્ટને પોતાની પાસે બોલાવ્યો. ડેંગ્લર્સ જરા દૂર ખસ્યો. વહાણને એલ્બા ટાપુ તરફ વાળી જવાની શી જરૂર પડી, એ મારે પૂછવું હતું, ડાન્ટ !” મને પણ ખબર નથી, સાહેબ! કમાન સૅકલૅરે મરણપથારીએથી હુકમ કર્યો હતો કે, વહાણને એલ્બા ટાપુ તરફ વાળી લેવું. ત્યાં માર્શલ બન્ડને આપવા માટે એક પાકીટ તેમણે મરતા પહેલાં મને આપ્યું હતું.” શ્રી. મોરેલ આજુબાજુ નજર કરી લઈ, ડાન્ટને એક તરફ લઈ ગયા; પછી અચાનક તેમણે પૂછયું : એલબામાં બાદશાહ નેપોલિયનના શા સમાચાર છે?” કુશળ છે સાહેબ, હું માર્શલના ઓરડામાં ઊભો હતો તે વખતે જ તે અચાનક ત્યાં પધાર્યા હતા.' “કંઈ વાતચીત થઈ હતી ?' તેઓ નામદારે જ મને પૂછયું કે, વહાણ કોનું છે, ક્યાં જઈ આવ્યું, અને અંદર શો માલ ભરેલો છે. મારું તે ધારવું છે કે, વહાણ જો ખાલી હેત, અને હું તેને માલિક હેત, તે તેમણે કદાચ વહાણ માગી જ લીધું હોત ! પણ મેં જણાવ્યું કે, “વહાણ મોરેલ કંપનીની માલિકીનું છે.” એટલું સાંભળતાં જ તેઓ સાહેબ બોલી ઊઠયા, “હા, Page #16 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ હા, હું તે લોકોને ઓળખું છું. બે પેઢીથી તેઓ વહાણો ફેરવવાનો બંધ કરે છે, અને તેમને જ કુટુંબી એક મૉરેલ મારી ટુકડીમાં પણ હતે.” “તદન ખરી વાત !' મૉરેલ બોલી ઊઠ્યા, “મારા કાકા પોલિકર મૉરેલની જ એ વાત છે. કાકાને જો તું કહે કે, બાદશાહ-સલામત તેમને યાદ કરતા હતા, તો તેમની આંખોમાં આંસુ જ ટપકવા લાગે. પણ જો, તું મારી વાત સાંભળ. કમાન ફેંકરની અંતિમ મરજી સાચવવા તું એબા ટાપુ તરફ વળે એ તે ઠીક જ કર્યું, પરંતુ ત્યાં તું માર્શલને એક પાકીટ આપવા ગયો હતો, અને બાદશાહે તારી સાથે વાત કરી હતી, એવી ખબર જો જાહેર થઈ, તે તું આફતમાં જ આવી પડીશ, એ નક્કી જાણજે.” મને શી રીતે આફત આવે, સાહેબ? હું પાકીટમાં શું લઈ જતો હતે તેની પણ મને ખબર નથી; તથા બાદશાહે તે જે કઈ સામે મળે અને પૂછે તેવી જ વાતચીત મારી સાથે કરી હતી.' એટલામાં જકાત ખાતાના તથા આરોગ્ય ખાતાના અમલદારો આવી પહોંચતાં જ ડાટે કમાન તરીકે તેમના સવાલજવાબ પતાવવા દોડી ગયો. એટલે ડેગ્લસેં નજીક આવી શેઠને પૂછયું : “એલ્બા તરફ જવા માટે તેણે સંતોષકારક ખુલાસો આપ્યો હશે, વારુ?' “હા, હા, કમાન સૅકલૅરે જ તેમ કરવાને તેને હુકમ આપ્યો હતો. પણ કપ્તાન સૅકલૅ ડાન્ટને પાકીટ ઉપરાંત એક કાગળ પણ આપ્યો હતો. એ કાગળ તેણે તમને આપ્યો ?' મને? ના ભાઈ. તને શી ખબર કે કમાને ડાન્ટેને શું શું આપ્યું હતું?” ડેગ્યુર્સ કંઈક છોભીલો પડ્યો અને બોલ્યો, “હું અચાનક કમાનની ઓરડી આગળથી પસાર થતો હતો, ત્યારે મેં તેમને પાકીટ Page #17 -------------------------------------------------------------------------- ________________ એડમંડ ડાટે તથા કાગળ આપતાં જોયા હતા. પાકીટ તો ડાન્ટેએ એબ્રા પહોંચાડ્યું છે, પરંતુ એક કાગળ હજુ રહ્યો. તે કદાચ તમારે માટે હેય, એમ માની મેં પૂછ્યું હતું, સાહેબ.' એટલામાં ડાન્ટ કામકાજ પતાવીને પાછો આવ્યો, એટલે ડેગ્યુર્સ પહેલાંની જેમ દૂર ખસી ગયો. વહાણનું બધું કામ રાબેતા મુજબ પવું જાણીને મૉરેલે સંતેષ વ્યક્ત કર્યો તથા ડાન્ટેને પોતાને ત્યાં જમવા આવવા કહ્યું. ડાન્ટેએ નમ્રતાથી જવાબ આપ્યો, “મારા વૃદ્ધ પિતા મારી ચિંતા કરતા હશે, તેમની પાસે તરત જ જવા મને પરવાનગી આપશો; જો કે જમવાનું નિમંત્રણ આપીને મને જે બહુમાન આપે આપ્યું છે, તેની કિંમત હું સમજું છું.’ તમો બાપ-દીકરાને એકબીજા માટે કેટલું વહાલ છે, તે હું જાણું છું. પરંતુ તેમને મળી આવ્યા બાદ તું આવે તો પણ ચાલશે.” સાહેબ, મારે બીજી વાર પણ માફી માગવી પડશે; મારા પિતાને મળ્યા બાદ મારે બીજી એક જગાએ તરત જવું પડશે; ત્યાં પણ એટલી જ ઉત્કંઠાથી કદાચ મારી રાહ જોવાતી હશે.’ “હા હા; ખરું, ખરું.' શ્રી. મૉરેલ મીઠું હસીને બોલ્યા, “મર્સિડીસની બે સુંદર આંખો પણ તારી રાહ જોઈને દુખવા જ આવી હશે ! જોકે, દિવસમાં ત્રણ વખત મારી ઑફિસે વહાણ આવ્યાના સમાચાર પૂછવા આવનારના પગ પણ દુખવા આવ્યા હશે કે નહિ, તે કહેવાય નહિ!” ડાને મર્સિડીસની પ્રેમભરી ઉત્કંઠાની વાત પોતાના પિતાતુલ્ય માલિકને એ સાંભળીને જરા શરમાયો. શ્રી. મૉરેલે જતાં જતાં પૂછ્યું. “કમાન સૅકલૅરે મરતા પહેલાં મારે માટે કાંઈ કાગળ-બાગળ તે આપ્યો નથી ને ?' ના સાહેબ, તેમનાથી લખી શકાય તેમ હતું પણ નહિ. પરંતુ આ વાત ઉપરથી મને યાદ આવ્યું કે, મારે થોડાક દિવસની રજા જોઈશે.” “પરણવા માટે ને?” Page #18 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ “હાજી; પહેલાં તો તે માટે, અને પછી પૅરિસ જઈ આવવા માટે.” “ઠીક, ઠીક, તારે જરૂર હોય તેટલા દિવસ જજે; Rામોનનો માલસામાન ઉતારતાં જ છ અઠવાડિયાં થશે અને ત્યાર પછી ત્રણ મહિના પહેલાં વહાણ ફરી ઊપડવા તૈયાર થઈ શકશે નહિ. પણ ત્રણ મહિનામાં તો હું પાછો આવી જઈશ ને? કારણ કે, Rામોને તેના કમાન વિના નહિ જ ઊપડી શકે !” તેના કમાન વિના?” ડાન્ટની આંખો આનંદ અને ઉમંગથી નાચી ઊઠી. “સાચે જ સાહેબ, આપ મને ફોનનો કપ્તાન બનાવવા ઇચ્છો છો?' જવાબમાં શ્રી. મૉરેલે મીઠું સ્મિત કર્યું. તે જોતાં જ તેમના તરફ નજર કરી રહેલા ડાન્ટની આંખ છલોછલ ઊભરાઈ આવી. - કેડર અને ડેગ્લસ દોડતો દોડતો ડારે જ્યારે પોતાના પિતાની ઓરડીએ જઈ પહોંચ્યો, ત્યારે તેમના સુકાઈ ગયેલા મોં ઉપર નજર પડતાં જ તેના પેટમાં ફાળ પડી. કળે કળે પૂછતાં માલૂમ પડયું કે, ત્રણ મહિનાની ખરચીના ગણીને જે ૨૦૦ ફૂાંક ડાન્ટે તેમને આપતો ગયો હતો, તેમાંથી બીજે જ દિવસે તેમનો પોશી કૅડરો ૧૪૦ ફાંક માગતા પેટે પડાવી ગયો હતે. એટલે ખરી રીતે તેના પિતા ૬૦ ફૂાંક ઉપર જ ત્રણ મહિના જીવ્યા હતા; કહે કે ભૂખે મર્યા હતા. ડાન્ટ ગુસ્સાથી સળગી ઊઠ્યો. કૅડરો દરજી તેમને પડેલી હતો. તેની ઉંમર પચીસ-છવ્વીસ વર્ષની હતી. તે આમ તે જરૂર પડયે મદદ કરવાની ના નહોતે પાડ; પરંતુ તેના સ્વભાવમાં એવું એક વિચિત્ર હલકટપણું હતું કે, સામે માણસ કોઈ પણ રીતે પિતાની મુશ્કેલી પાર Page #19 -------------------------------------------------------------------------- ________________ કૅડરે અને ડેગ્લસ કરી જાય, તેના કરતાં તે પાયમાલ થઈ જાય, એ જોવાનું જ તેને વિશેષ ગમતું. • એટલે, ડાન્ટે ત્રણ મહિના સુધી લાંબી મુસાફરીએથી હવે પાછો ફરવા નથી, એવું તેણે જાણ્યું કે તરત તે ડાન્ટના બાપ પાસે ગયો; અને પોતે ડાન્ટને ધીરેલી મોટી રકમનો તગાદો કરવા લાગ્યો. પૈસા તરત ચૂકતે કરવામાં નહીં આવે, તો ડાન્ટેના શેઠ મૉરેલ પાસે જઈ પિતે ફરિયાદ કરશે એવી ધમકી પણ તેણે આપી. ડાન્ટની તેના શેઠ આગળ નાલેશી થાય, તે કરતાં પેટે પાટા બાંધીને પોતે તંગી વેઠવાનું ડાન્ટેના બાપે હરખભેર સ્વીકાર્યું, અને કેડરોને તેના માગતા પૈસા આપી દીધા. આ વાતચીત ચાલતી હતી એટલામાં બારણા પાસે કોઈનાં પગલાં સંભળાયાં. થોડી વારમાં તે કૅડરોએ બારણું ઉઘાડી ડોકિયું કર્યું; અને અંદર ડાન્ટેને બેઠેલો જોઈ હસવાનો દેખાવ કરીને તે બોલ્યો, “લે, એડમંડ તે પાછોય આવી ગયો ને!' જાણે, તે દરિયામાં ડૂબી ગયો હોત તો વધુ સારું થાત ! “હા ભાઈ, કેડરો, હવે હું પાછો આવ્યો છું. અને મારી પાસે મારા ત્રણ મહિનાના પગારના પૈસા પણ છે. એટલે મારા લાયક કાંઈ કામસેવા હોય તે તું ફરમાવી શકે છે !' ભલે ભાઈ, ભલે! પણ સદ્ભાગ્યે મારે કોઈની કશી કામસેવાની જરૂર નથી; જોકે, કેટલાકને કોક વાર મારી કામસેવા લેવાની જરૂર પડે છે ખરી ! પણ એ વાત પડતી મૂક છે. હું તો તને એ પૂછું છું કે, શ્રી. મૉરેલે તને જમવાનું આમંત્રણ આપ્યું તે મેં પાછું શાથી ઠેલ્યું?' કોણે, શ્રી. મોરેલે તને જમવા તેડયો, ખરી વાત!' ડાન્ટને બાપ રાજી થઈને બોલી ઊઠયો. પણ તે પછી, બેટા, તેના શા માટે પાડી?” તમને જલદી મળવા માટે જ તો ! મને તમારી બહુ ચિંતા થતી હતી; અને તે ચિંતા જરાકે ખોટી નથી પડી.” Page #20 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ વાતને પાછી એ જ બાજુ વળતી જોઈને કેંડરો વચ્ચે બાલી ઊઠયો, ‘હું તો શું જાણું, પણ ડેન્ગ્લર્સ મને બંદર ઉપર મળ્યો. તેણે વાત કરી કે, ાઓનના કપ્તાન મધદરિયે ગુજરી જવાથી શ્રી. મૉરેલ તેની જગાએ તને કપ્તાન બનાવવા તૈયાર થયા છે. તો પછી તારે તેમની આગળ એવી અકડાઈ કરવી ન જોઈએ.' ૧૦ " મેં તેમને આમંત્રણ ન સ્વીકારવાનાં કારણ આપ્યાં હતાં; અને મને લાગે છે કે, તેમને તે યાગ્ય લાગ્યાં હતાં.' ડાન્ટેએ જવાબ આપ્યો. Iોનનો કમાન !' બુઢ્ઢો પાછા વચ્ચે બાલી ઊઠયો, ‘ ખરી વાત? બેટા, ભગવાન તારું ભલું કરે !' ડોસાની આંખમાંથી આનંદનાં આંસુ ટપકી પડયાં. ‘તો પછી, મારી ચિંતા છોડીને ત્યારે ત્યાં જમવા જવું હતું ને !' ‘ખરી વાત છે, ડોસા !' કેડરોએ જણાવ્યું, ‘ આપણે કપ્તાન થવું હોય, તો પછી માલિકની મરજી કરતાં આપણી મરજીને માટી થવા દેવી ન જોઈએ.' · મારે એવી ખોટી ખુશામત કર્યા વિના જ કાન થવાય તે થવું છે.' ડાન્ટેએ જવાબ આપ્યો. " વાહ, એથી વળી રૂડું શું! પણ ખરેખર તારા બધા જૂના મિત્રોને તો તને કમાનનું પદ મળ્યાની વાત જાણી આનંદ જ થશે; અને એક ગાએ તે। એ સમાચાર તને લાભદાયી પણ નીવડશે, એવી મને ખાતરી છે.' કડરોએ કહ્યું. ‘મર્સિડીસની વાત, ખરું ને?' બુઢ્ઢો આનંદથી બાલી ઊઠયો. ‘હા બાપુજી, હવે જો તમારી રજા હાય તો હું ત્યાં જ જઈ આવવા ઇચ્છું છું.' ડાન્ટેએ વચ્ચે જ કહ્યુ. . · જા, બેટા જા, અને મને જેમ ઈશ્વરે સારો પુત્ર આપીને ધન્ય કર્યા છે, તેમ તું મર્સિડીસ જેવી સલૂણી પત્ની મેળવીને ધન્ય થા.’ Page #21 -------------------------------------------------------------------------- ________________ કૅડર અને ડેશ્વર પત્ની! પની!' કેડરો એકદમ બોલી ઊઠયો, “ડોસા, તમે તે બહુ આગળ નીકળી ગયા ને કંઈ! હજુ મર્સિડીસ ડા સાથે પરણશે એનું નક્કી ક્યાં છે?” મર્સિડીસની મરજીની વાત પૂછે, તે હું હા પાડું તે જ ઘડીએ જ તે પરણવા તૈયાર છે !' ડાન્ટેએ જવાબ આપ્યો. હા, હા, પણ તું જલદી પાછો ફર્યો તે ઠીક જ કર્યું. કારણ, મર્સિડીસ બહુ સુંદર છોકરી છે. અને સુંદર છોકરીને પરણવા પડાપડી જ ચાલ્યા કરતી હોય. કોણ કયારે ફાવી જાય એનું શું ઠેકાણું?' કેડરોએ મર્મમાં કહ્યું. ખરી વાત?' ડાન્ટેના પ્રશ્નમાં કંઈક મૂંઝવણ જેવું ભળેલું હતું. “ખરી જ વાત વળી; તેને કેટલાંક સારાં માગ પણ પહોંચ્યાં છે. પરંતુ હવે તું કમાન થવાનો હોય, તે પછી મર્સિડીસ તને નપાસ નહીં જ કરે !” “જાણે કે, હું કમાન થવાને ન હોત તો...' હા, હા. કપ્તાન ન થવાને હેત, તે તને ખડખડિયું જ મળતા વળી; એમાં મને શંકા નથી.’ ભલે તને શંકા ન હોય, પણ મને સ્ત્રીઓ વિશે તારા કરતાં વધુ સારો અભિપ્રાય છે, અને મર્સિડીસ વિષે તો ખાસ.' આટલું કહી ડાન્ટ બાપને ભેટી તથા કડરોને સલામ કરી, સીધો કેટલના લોકોના વાસ તરફ મર્સિડીસને મળવા દોડી ગયો. કેડરની રાહ જોતે ડેલર્સ રસ્તાને ખૂણે જ લપાઈને ઊભે હતો. કેડરો આવતાં તેણે તરત જ પૂછ્યું: “શું લાગે છે?' તેને તે ખાતરી જ છે કે, પિતાને કપ્તાન બનાવી જ દીધો છે. માળો દેડકો ! મને પૈસા ધીરવા પણ તૈયાર થઈ ગયો. એ જો ખરેખર કસાન થયો, તે પછી અમે બધા તે એની સાથે વાત કરવા જેટલા Page #22 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ પણ નહીં રહીએ! અત્યારથી જ બેટાનું માથું પવનથી ફાર્ટ ફાટું થઈ ગયું છે! જાણે તે કહે તે છોકરી તેને પરણવા પણ તૈયાર થઈ જાય !” “પણ હું અલ્યાડાન્ટે હજુ પેલી કેટલની છોકરીના પ્રેમમાં જ છે શું?” ડેલર્સે પૂછયું. વાહ, એને તે બાપ-દીકરો બંને અત્યારથી જ પોતાના ઘરની વહુ માની બેઠા છે ને! પણ એ વાતમાં તે બંને જણ ફીફાં ખાંડે છે, ફીફાડ મર્સિડીસનો એક જાતભાઈ ફર્નાન્ડ પાસે એકવીસ વર્ષને જુવાનિયો છે; તે એને એટલી ચાહે છે કે, મર્સિડીસ તેના હાથમાંથી જાય તે પહેલાં તે તે મર્સિડીસ તથા ડાન્ટ બંનેનું કાટલું જ કાઢી નાંખે. અત્યારે ડાન્ટેભાઈ મર્સિડીસ પાસે જ ગયા છે, પણ ત્યાં આજે કશીક નવાજૂની ન થઈ જાય, તે મને ગધેડો કહેજે, ગધેડે !” “તો ચાલ ને, આપણે તે તરફ જ જઈએ. કેટલના લોકોના વાસ આગળ જ મજાનું “લા-રિઝર્વ’ પીધું છે. ત્યાંને લા-માલચુ દારૂ બહુ જાણીતા છે. પીઠા બહાર માંડવા હેઠળ બેસી મજાની એક-બે ખાલી ચડાવીશું અને આપણા ભાઈબંધ ડાન્ટની સંભાળ પણ રાખીશું !” હા ચાલ, આજે ત્યાં મજાનું તોફાન જામવાનું, એની મને તે ખાતરી છે; પણ બાટલીના પૈસા તારે આપવાના !” હા, હા. એમાં વળી કહેવાનું હોય?' ડેલર્સે કૅડરોને ખભે થાબડીને કહ્યું. Page #23 -------------------------------------------------------------------------- ________________ મર્સિડીસ અને ફર્નાન્ડ કેટલા લોકો સ્પેનમાંથી ત્રણ-ચાર સૈકા પહેલાં આવીને ફ્રાંસમાં માસેંસ આગળ દરિયાકિનારે વસ્યા હતા. સ્પેનમાં પણ કયારે કયાંથી ફરતા ફરતા તેઓ આવેલા તેની કોઈને કશી ખબર નથી; પણ જિપ્સી જેવી એ જાત પિતાની અલગ ભાષા અને રૂઢિ સંકાંઓથી જાળવતી આવી હતી. તે કેમનાં માણસો સુંદર, કસાયેલા શરીરવાળાં તેમ જ તલવારની ધાર જેવાં તીખાં પણ હતાં. ડાને જ્યારે મર્સિીસને ઘેર ગયો, ત્યારે ત્યાં મર્સિડીસને કાકાનો દીકરો ફર્નાન્ડ પિતાની સાથે લગ્ન કરી નાંખવા તેને દબાણ કરી રહ્યો હતે. મર્સિીસનાં માબાપ ગુજરી ગયાં હોવાથી તે એકલી રહેતી હતી અને મુખ્યત્વે સગાંવહાલાંની મદદ વડે જ નભતી હતી. મર્સિડીસ ફર્નાન્ડના ઝનૂની સ્વભાવથી વાકેફ હતી, પરંતુ પોતે ડાન્ટને મનથી વરી ચુકેલી હેઈ, એ બાબતમાં જરાય નમતું આપવા તૈયાર ન હતી. ફર્નાન્ડે ડાન્ટને જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્યારેય મર્સિડીસે મક્કમતાથી એટલું જ જણાવ્યું કે, “ડાન્ચે જીવતો નથી એમ જે ઘડીએ મારા જાણવામાં આવશે, તેની બીજી જ ક્ષણે હું ઊંચામાં ઊંચી કરાડ ઉપરથી દરિયામાં કૂદી પડીને આપઘાત કરીશ.” એ બાબતની ફર્નાન્ડને પણ અત્યંત ખાતરી હોવાથી જ તે લાચાર, બની રહ્યો હતો. બરાબર એ જ ક્ષણે ડાન્ટે ત્યાં આવી પહોંચ્યો. ફર્નાન્ડ તેને આવેલો જોઈ, ધૂંધવા અને ફૂંફાડા મારતે ઘરમાંથી બહાર નીકળી ગયો. લા-રિઝર્વ'ના માંડવામાં બેઠેલા કૅડરોએ, ફર્નાન્ડને બહાર નીકળતા જોતાં જ, બૂમ પાડીને પોતાની પાસે બોલાવ્યો. ડેન્ટલર્સને હિસાબે ને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આશા અને ધીરજ જોખમે જલદ દારૂના પ્યાલા ઉપર પ્યાલા ગટગટાવીને કેડરો લગભગ સાતમે આસમાને પહોંચી ગયો હતે. ફર્નાન્ડને પાસે બેસાડ્યા પછી કેડરોએ મજાક કરતાં તેને પૂછ્યું, “કેમ ભાઈ, મર્સિડીસે તેને પાણીચું પકડાવી દીધું કે શું? તું જાણે દરિયામાં જ કૂદી પડવા જતો હોય, એમ જ ભાગતો હતે ને ! અરે, ભલાદમી, પણ માણસને સારા ભાઈબંધો હોય તે શા કામના? તે તેને સારા દારૂનો પ્યાલો તે પિવડાવે જ; પરંતુ સાથે સાથે તેને નાહકનું મણ બે મણ ખારું પાણી પેટમાં ભારતે પણ રોકે જ. પણ અલ્યા, કેટલને બચ્ચો વળી પ્રેમમાં કે યુદ્ધમાં હારીને પગ વચ્ચે પૂંછડી દબાવીને આમ ભાગી છૂટે, અને હરીફને છૂટો દોર આપે ખરો?” ફર્નાન્ડ ગુસ્સાથી હઠ કરડવા લાગ્યો, પણ ડારે જીવતે નહિ હોય તે તે જ ઘડીએ પોતે પણ મરણ પામશે, એવા મર્સિડીસના બોલ તેને યાદ આવ્યા. ડેન્ટલ તેને એક-બે ખાલી પિવડાવી તથા તેને શાંત તેમ જ ગરમ કરવાના પ્રયત્નો એકી સાથે આદર્યા. થોડી વાર બાદ ડાન્ટ અને મર્સિડીસ બંને એકમેકના હાથ પકડી ત્યાં થઈને નીકળ્યાં. તરત કૅડરોએ પોતાના પરમ મિત્ર’ ડન્ટને બુમ પાડીને પાસે બોલાવ્યો. ડાન્ટેએ ત્યાં આવી તેમને સૌને ખુશખબર સંભળાવ્યો કે, “મારે ફરી સફરે જવાનું થાય તે પહેલાં જ મર્સિડીસ મારી સાથે લગ્નનું પતાવી લેવા કબૂલ થઈ છે; એટલે આજે મારા પિતાને ઘેર બધો પ્રાથમિક વિધિ પૂરો થશે અને આવતી કાલે કે મોડામાં મોડું પરમ દિવસે આ લારિઝર્વમાં જ મિજબાની પછી લગ્નવિધિ થશે. તમને સૌને તેમાં પધારવાનું હાર્દિક આમંત્રણ!' ડેલસેં ધીમેથી પૂછયું, “પણ ભાઈ, લગ્નની આટલી બધી ઉતાવળ કેમ માંડી છે! શRાર ફરીથી ઊપડતાં હજુ ત્રણ મહિના તો થશે જ.” Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કાવતરું ડાન્ટેએ જવાબ આપ્યો, “તે પહેલાં મારે પૅરિસ જવું પડે તેમ છે. ત્યાં જઈને પાછા આવવામાં વખત જાય ને ?' પણ પૅરિસ જેટલે દૂર દોડી મરવાનું તારે તે એવું શું કામ છે?' મારે તે કાંઈ કામ નથી; પરંતુ બિચારા કપ્તાન લેકલેરે મરણપથારીએથી મને એક સંપેતરું સોંપ્યું છે.' ‘હા, હા; તેથી તું પેરિસ જવા માગે છે કેમ?' ડેન્ટલમેં બહારર્થી તે હાજિયો પૂર્યો, પણ તેના મનમાં થઈને વીજળીના ઝબકારાની પેઠે એક વિચાર પસાર થઈ ગયો : “એ કાગળમાં જરૂર નેપોલિયનનો જ કોઈ સંદેશો હશે. નેપોલિયનને પાછો ગાદીએ લાવવાના છૂપા પ્રયાસે અહીં ફ્રાંસમાં ચાલી જ રહ્યા છે. એ કાગળ જો પકડાવી દઈએ, તે ડાન્ટેભાઈ જન્મટીપમાં જ પહોંચી જાય! વળી એની ઉપર દાઝે બળતા આ ફર્નાન્ડને હાથે જ તે કામ કરાવીએ, તે આપણે માથે કશી લબદામણ પણ નહીં!' ૪ કાવતરું ડા અને મર્સિડીસ ચાલ્યાં ગયાં ત્યાર બાદ ડેન્ગલસેં ફર્નાન્ડને ડાન્ટ ઉપર વેર લેવા ઉશ્કેરવા માંડયો. પરંતુ મર્સિડીસ ડાન્ટ પાછળ પ્રાણત્યાગ કરી બેસે એ નક્કી હોવાથી, ડાન્ટને જાનથી મારવાની કોઈ યોજના ફર્નાન્ડને મંજૂર ન હતી, કારણ કે, મર્સિડીસ આત્મહત્યા કરે તે પછી પોતે પણ જીવતા ન રહેવું, એ તેને પણ નિરધાર હતો. ડેલર્સે ફર્નાન્ડને સમજ પાડવા માંડી, “જો, ડાન્ટને મારા લાંબી જેલ થાય એ ઉપાય કરીએ, તો એનું લગ્ન તત્કાળ અટકે તથા ડાટે મર્યો ન હોવાથી મર્સિડીસ પણ મરે નહિ. પછી આગળની વાત આગળ જોઈ લેવાય !” બરાબર !' ફર્નાન્ડ રાજી થઈ બોલી ઊઠ્યો, “પછી તે ડાન્ટથી Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૬ . આશા અને ધીરજ વિખૂટી પડેલી મર્સિડીસને મનાવી લેવી એ મારું કામ! પણ ડન્ટે તત્કાળ જેલમાં જાય એવો ઉપાય ક્યાંથી કાઢવો? એ નથી ડાકુ કે નથી ચાર! પણ એટલામાં કેરો સાહેબ અચાનક સાતમે આસમાનથી નીચે ઊતરી આવ્યા. પોતાના પરમ મિત્ર’ ડાન્ટને જેલમાં નંખાવવાનું કોણ બોલી રહ્યું છે, તે તેમણે બૂમ પાડીને આકાશને પૂછ્યું. તરત જ ડેગ્લર્સે ડાન્ટેના શુભ લગ્નની વધામણીમાં વધુ બે પ્યાલા તેમની આગળ ધર્યા જે તેઓ સાહેબ ડાન્ટ પ્રત્યેની પોતાની “શુભેચ્છા વ્યકત કરવા પેટમાં પધરાવી ગયા અને પછી દશમા આસમાનની સહેલગાહે સંચરી ગયા. કેડરનું પત્યું એટલે તરત ડેગ્લસેં કાગળ, શાહી અને કલમ મંગાવ્યાં તથા ફર્નાન્ડને પોતાની યોજના સમજાવવા માંડી: “ડાટે હમણાં જ મુસાફરીએથી પાછો ફર્યો છે. રસ્તામાં એ એલબા ટાપુ ઉપર ઊતર્યો હતો, ત્યાંથી તે નેપોલિયનના મળતિયાઓ માટે સંદેશાને કાગળ લાવ્યો છે. એ ખબર કોટવાળ સાહેબને જો કોઈ પહોંચાડે, તો ડાન્ટે તરત જેલ ભેગો થઈ જાય.' ફર્નાન્ડ એ સાંભળી રાજી રાજી થઈ ગયો અને ડેલર્સ કહે તેમ કરવા તૈયાર થયો. ડેગ્લસેં સમજાવ્યું, “તારે કશું રૂબરૂ હાથોહાથ પહોંચાડવાનું નથી; કારણ, તો તે ડાન્ટ ઉપર કામ ચાલે ત્યારે જુબાની આપવા તારે હાજર રહેવું પડે. અને પછી કોક દિવસ તો ડાન્ટે જેલમાંથી છૂટે જ ને, તે વખતે તારું શું થાય, તે ખબર છે?’ અરે, એ મારી સામે આવી જાય, એ તે હું ઇચ્છું છું.” ફર્નાન્ડે જુસ્સામાં આવી જઈ કહ્યું. પણ મૂરખ, તું તેને મારી નાખે તો મર્સિડીસ પણ મરે જ ને ?' ‘મા’ળી એ વાત ખરી !' “તે એમ જ કર ને; હું ડાબા હાથે એ બધું આ કાગળમાં લખી આપું. પછી તે કાગળ તું છાનોમાનો કોટવાળ સાહેબને ત્યાં પહોંચાડી આવ, એટલે બધું પત્યું !” Page #27 -------------------------------------------------------------------------- ________________ કાવતરું ડૅન્ગ્લર્સે ડાબે હાથે લખવા માંડયું : ‘મહાશય, આપને એક રાજભક્ત જણાવવા માગે છે કે, રાબોના જહાજ આજે સવારે મર્દાથી પાછું ફર્યું છે. તેના કપ્તાન ઍડમંડ ડાન્ટે રસ્તામાં તે જહાજને એલ્બા લઈ ગયા હતા, અને નેલિયનને મળ્યા હતા. નેપેાલિયન પાસેથી પૅરિસના કાવતરાખાર મંડળ માટે સંદેશાને એક કાગળ પણ તે લાવ્યા છે. તે કાગળ તેના ખિસ્સામાં, તેના બાપને ત્યાં કે ાઓન જહાજ ઉપરની તેની ઓરડીમાં કાંક હોવા જોઈએ. તેને તરત કેદ પકડી એ કાગળ હાથમાં લેવામાં આવશે, તે બધી વાતની સાબિતી મળી જશે.’ ૧૭ લખી રહ્યા પછી ડેન્ગ્યુર્સે કાગળ ફર્નાન્ડને વાંચી સંભળાવ્યો. પણ કૅડરો સાહેબ તરસ્યા થઈ વધુ દારૂની શેાધમાં કયારે દશમા આસમાનથી નીચે પધાર્યા હતા તેની કોઈને ખબર રહી નહિ. તેઓશ્રીએ એ આખા કાગળ સાંભળી તરત તેના ઉપર તરાપ મારી અને કહ્યું : ‘વાહ, આ કાગળ કોટવાળ સાહેબ ઉપર પહોંચે, તે ડાન્ટે બિચારો ખતમ થઈ જાય. પણ હું ડાન્ટનો પરમ મિત્ર કંડરો – બાદશાહી લેબાર સીવનારો, કસબી મેરાઈ અહીં બેઠો છું. હું મારા પરમ મિત્ર ડાન્ટને ઊની કે ઠંડી આંચ નહીં આવવા દઉં. ચાલા, કાગળ મને સુપરત કરી દો.’ ડૅન્ગ્લર્સ ચોંકી ઊઠયો. તેણે કાગળના ડૂચા કરી એક બાજુ ખૂણામાં ફેંકી દીધા તથા કૅડરાને સમજાવ્યું કે, ' આ તા તારો પરમ મિત્ર ફર્નાન્ડ મર્સિડીસ સાથે લગ્ન કરવાનું ન મળ્યું તેથી આપઘાત કરી ન બેસે, તે માટે હું ટાઢા પહેારના તડાકા હાંકું છું. બાકી, ડાન્ટે તે મારો પણ મિત્ર જ છે ને?' કૅડરો સાહેબને આ ખુલાસાથી સંતોષ થયો; કારણ તે સાહેબ ઝટ બીજી અર્ધી શીશી ખાલી કરીને પાછા આસમાની સહેલગાહે પહોંચ ગયા. ડૅન્ગ્લસે જોઈ લીધું કે, ફર્નાન્ડની નજર પેલા કાગળના ડૂચા આ૦ – ૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ઉપર જ ચોટેલી છે. એટલે થોડી વાર પછી કેડરોને મહામુસીબતે ઉઠાડીને તે માર્સેલ્સ તરફ પાછો વળ્યો કેડરોએ ફર્નાન્ડને પણ પિતાની સાથે માર્સેલ્સ આવવા ફરમાન કર્યું. પણ ફર્નાન્ડે તે પોતાના વાસ તરફ પાછા ફરવાનો જ ઇરાદો જાહેર કર્યો. કેડર સાહેબે તેના ઇરાદાને હાર્દિક અનુમોદન આપ્યું. પછી પોતે લથડિયાં ખાતા ખાતા ડેપ્લર્સને ટેકો લઈ વિદાય થપા. ડેગ્લસેં પાછા વળીને જોઈ લીધું કે, ફર્નાન્ડે પેલો કાગળ ઉપાડી લીધો હતે. લગ્નની મિજબાની મિજબાની માટેનો “લા-રિઝર્વ'ને ઓરડો બપોરના બાર વાગ્યા પહેલાં એક કલાક અગાઉથી જ RTોનના આમંત્રિત ખલાસી મિત્રોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. બધાની અંદર ગુસપુસ વાત પણ ચાલતી હતી કે ડાન્ટની આ મિજબાનીમાં રાગોનના માલિક હાજર રહેવાના છે. પરંતુ આટલું બધું માન શેઠિયાઓ પોતાના એક નોકર માટે દાખવે, એ વાત હજુ સૌના માન્યામાં આવતી નહતી. પણ એટલામાં તે શ્રી. મૉરેલ પોતે ઓરડામાં દાખલ થતાં જ સૌ ખલાસીઓ આનંદના પોકારો કરી ઊઠયા. આ મિજબાનીમાં તે હાજર રહે તેનો અર્થ એ પણ થાય કે ડાન્ટને જમીનનો કમાન પણ બનાવવામાં આવશે જ ! અને એ વાતમાં સૌ ખલાસી-મંડળ રાજી હતું. શ્રી. મોરેલ આવી ગયા એટલે ડેગ્લર્સ અને કૅડરોને તરત વર-કન્યાને જલદી તેડી લાવવા દોડાવવામાં આવ્યા. પરંતુ આખું સાજન તેમને રસ્તામાં જ મળ્યું. શ્રી. મૉરેલે સામે જઈ વર-કન્યાને બારણા આગળ વધાવ્યાં. ડાન્ટેએ Page #29 -------------------------------------------------------------------------- ________________ લગ્નની મિજબાની મર્સિડીસને હાથ શ્રી. મૉરેલના હાથમાં મૂક્યો. તે તેને મિજબાનીના એરડા તરફ દોરી ચાલ્યા. આટલું મોટું શુભેચ્છા અને પ્રેમ ધરાવતું ટોળું ભેગું મળ્યું હોય અને ખાવાપીવાની વસ્તુઓ પણ સૌને મનભાવતી મબલક તૈયાર હોય, પછી આનંદપ્રમોદમાં મણા રહે ખરી? વર-કન્યા પ્રત્યે સૌ અંત:કરણપૂર્વક શુભેચ્છા પ્રગટ કરવા લાગ્યા. ડાન્ટનો બાપ તે એ આખા ટોળામાં જાણે સૌથી વધુ સુખી માણસ હતો! આજુબાજુ હર્ષના લહેરાતા આ સાગરમાં ફર્નાન્ડ ઘુવડ જેવું મોં કરીને બેઠેલો હતો. ડેલર્સ તેની સામે અવારનવાર નજર કરતા, ત્યારે તે એકદમ ફિક્કો પડી જતો અને ધ્રુજી ઊઠતો. તે જોઈ ડેગ્લર્સની પણ સામેથી એ જ દશા થતી. અને થયું પણ તેમજ. થોડી વાર બાદ દાદરા ઉપર અચાનક તાલબદ્ધ પગલાંને અવાજ સંભળાયો, અને પછી તે મૅજિસ્ટ્રેટે કાયદાના નામે મિજબાનીના ઓરડામાં પ્રવેશ કરવાની માગણી કરી. ઓરડામાં એકદમ સન્નાટો છવાઈ ગયો. શ્રી. મૉરેલ મૅજિસ્ટ્રેટની સામે ધસી ગયા અને લગ્નની મિજબાની અંગે નિર્દોષ આનંદપ્રમોદમાં ડૂબેલા આ ઓરડામાં સૈનિકો સાથે પ્રવેશ કરવાની બાબતમાં કંઈક ગંભીર ભૂલ તો નથી થતી, એમ તેને પૂછવા લાગ્યા. મૅજિસ્ટ્રેટે જણાવ્યું : “હું ઍડમંડ ડાન્ટ નામના શખ્સની ધરપકડ માટે આવ્યો છું તે જો આ ઓરડામાં ન હોય, તે હું મારી ભૂલ બદલ માફી માગવા તૈયાર છું.’ ડાટે પોતાનું નામ સાંભળી એકદમ આગળ આવ્યો. તે બોલી ઊઠયો, “ધરપકડ ! શા કારણે તે જરા કહેશો?' હું એ કારણો અહીં કહી શકતું નથી, પરંતુ તમારી પ્રાથમિક તપાસ વખતે તમને તે કારણથી જરૂરી માહિતગાર કરવામાં આવશે.’ શ્રી. મોરેલે જોયું કે આ ઘડીએ કશો વિરોધ કરવો એ નકામું Page #30 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ છે. એટલે તેમણે ડાન્ટને તાબે થઈ જવા વિનંતી કરી. અને આ કમનસીબ ભૂલને સુધારી લેવા સત્તાવાળાઓ પાસે તરત જ દોડી જઈ, પોતે પોતાનાથી બનતું બધું કરશે, એવી તેને ખાતરી આપી. કેડરો કંઈક વાત મનમાં સૂઝી આવતાં ફર્નાન્ડને શોધવા માંડ્યો. પણ તે અદૃશ્ય થઈ ગયો હતો. ત્યાર પછી ડેગ્યુર્સ પાસે જઈને રૂંધાયેલે અવાજે તેણે કહ્યું : “ઠીક, ઠીક, ત્યારે તમે લોકો ગઈ કાલે જે સેતાની યોજના ઘડી રહ્યા હતા, તે પ્રમાણે જ આખરે કર્યું, એમ ને?” જા, જા, મૂરખ ! તને વળી શી ખબર ! તું તે તે વખતે દારૂ પીને ભાન ભૂલી ફાવે તેવા લવારા કરતે હતે !” “તો પછી ફર્નાન્ડ ક્યાં છે?” એ હું શું જાણું? કદાચ સૌ ડાહ્યા માણસની જેમ પોતાનું કામ સંભાળતો હશે.' ડાન્ટેને પોલીસ-વાહનમાં પૂરીને લઈ ગયા કે તરત શ્રી. મોરેલે મિજબાનીમાં આવેલા સૌને કહ્યું કે, “તમે સ અહીં જ થોભે. જે પહેલું વાહન હાથ આવે તેમાં હું માર્સેલ્સ જાઉં છું અને આ બધું શું થયું તેની માહિતી લઈ આવું છું.” - મર્સિડીસ અને ડાન્ટનો બાપ, એ બે જણ ઉપર જ આ ફટકો સીધો પડયો હોવાથી, તે બંનેની દશા લગભગ બેબાકળા જેવી થઈ ગઈ હતી. થોડી વાર બાદ ફર્નાન્ડ પાછો આવ્યો અને ખાલી પડેલી ખુરસીમાં બેસી પડ્યો. તેના ધ્રુજતા હાથે તેણે પાણીનો એક પ્યાલો ઉપાડીને મેં એ માંડયો. કેડરોએ તેને જોતાં જ ડેન્ટલર્સને કહ્યું, “આ ફર્નાન્ડ જ આ બધાનું મૂળ છે, એ હું છાપરે ચડીને કહેવા તૈયાર છું. એનું મોં અને હાથ તો જો ! “જા, જા, એનામાં વળી એવું કશું કરવાની અક્કલ જ કયાં છે ? હાટે જ વધારે પડતે ચાલાક છે એટલે તેણે જ કંઈક ગરબડ કરી લાગે છે.” Page #31 -------------------------------------------------------------------------- ________________ લગ્નની મિજબાની પણ એટલામાં શ્રી. મૉરેલ મારતે ઘોડે પાછા આવી પહોંચ્યા. સૌ તેમને વીંટળાઈ વળ્યાં. શ્રી. મૉરેલનું માં પડી ગયું હતું. તેમણે એટલું જ કહ્યું કે, ‘વાત ધાર્યા કરતાં વધુ ઊંડી નીકળી છે; અને નેપેાલિયન બાનાપાર્ટના મળતિયાઓના કાવતરામાં મદદનીશ હાવાના ડાન્ટે ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે.' ૨૧ મર્સિડીસ આ સાંભળતાં જ ચીસ પાડીને નજીકની ખુરશીમાં ફસડાઈ પડી. કૅડરોએ તરત ડૅન્ગ્લર્સના કાનમાં કહ્યું, ‘તું મને છેતરે છે; ગઈ કાલ રાતના તારા કાવતરાનું જ આ બધું પરિણામ છે, એ હવે મને ચેોખ્ખું દેખાય છે. પણ હું એક બિચારા બુઢ્ઢાને કે એક નિર્દોષ છોકરીને તારા વાંકે રિબાઈને મરવા દેવાને નથી; હું હમણાં જ જઈને બધું કહી દઉં છું.' · ગધેડા, તારામાં એટલી બધી અક્કલ હાય તે। જા; ડાન્ટે સીધા રસ્તા છેાડી, એલ્બા ટાપુએ વહાણ લઈ ગયા હતા, એ તો ઉઘાડી વાત છે. અને તેની પાસેથી જો કંઈક ગુના સાબિત થાય તેવું કાગળિયું મળ્યું હશે, તો તે તે મરશે જ, પણ સાથે તેની વહારે ચડનાર તારા જેવા હૈયાફૂટા પણ મરશે. તું જોતા નથી કે, શ્રી. મૉરેલ પણ કેવા ઠંડા થઈ ગય! છે ! વહાણ પણ તેમનું અને ડાન્ટે પણ તેમને નાકર; એટલે તેમને જ કાંઈ છાંટા ન ઊડે તેા બસ !' કૅડરોની અક્કલ મૂંઝાઈ ગઈ. તે માત્ર એટલું બાલ્યા, ‘આવા દગા-ફટકાની સજા તમને બેને પણ છેવટે બમણી-તમણી ભાગવવી ન પડે, તે મને યાદ કરજો.' સૌ કોઈ હવે દુ:ખી ચિત્તે વેરાવા લાગ્યાં. ગભરાઈ ગયેલી મર્સિડીસના ફર્નાન્ડ એકમાત્ર મિત્ર તથા વાલી બની રહ્યો. તે તેને સમજાવીને સંભાળપૂર્વક ઘેર પાછી લઈ ચાલ્યા. મર્સિડીસ હૈયાફાટ રુદન કરતી તથા લથડિયાં ખાતી પરાણે ચાલતી હતી. Page #32 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ શ્રી. મૉરેલ હવે ડૅન્ગ્લર્સની પાસે આવીને ધીમે અવાજે પૂછવા લાગ્યા : ‘આપણા વહાણને ડાન્ટે એલ્બા ટાપુ તરફ લઈ ગયા હતા એ વાત તે મારા સિવાય બીજા કોઈને કરી હતી ?' ૨૧ * હરિંગજ નહીં; હું સમજું છું કે આપના કાકા શ્રી. પાલિકર મૉરેલ નેપાલિયન બાદશાહના વિશ્વાસુ અને વફાદાર સેવક હતા, અને તેથી આપનું નામ પણ રાજદરબારમાં શંકાસ્પદ માણસ તરીકે ગવાયેલું છે. વહાણના માલિક તરીકે આપને તે બધી વાત મારે કરવી જોઈએ, એટલે મેં કરી હતી. પણ તે સિવાય બીજા કોઈને તે વાત કહેવા જઈને મારા માલિકને કંઈ પણ નુકસાન થાય, તેવું હું કદી કરું ખરો ?' • ઠીક, ડૅન્ગ્લર્સ, ઠીક; તું બહુ સમજણા માણસ છે. પણ હવે આ ખટલે। લંબાય ત્યાં સુધી આપણે વહાણ માટે બીજી કંઈક વ્યવસ્થા વિચારવી પડશે ને ?' ‘હું આપની સેવામાં હાજર છું, સાહેબ; મને વહાણવટાને ઠીક ઠીક અનુભવ છે; એટલે એક અનુભવી કપ્તાન જેટલું કામ હું જરૂર આપી શકીશ, ઉપરાંત, ડાન્ટને કંઈ સજા થશે એવું હું હજુ માનતા જ નથી; તેથી હાલ તુરત કપ્તાનની જગાએ મારી નિમણુક કરશેા, તે પછી ડાન્ટે જ્યારે પાછા આવશે ત્યારે તેનું કપ્તાનનું કામ સંભાળી લેશે, અને હું મારા જૂના કામે પાછા ચડી જઈશ; એટલે વારેઘડીએ કથા ફેરફાર નહીં કરવા પડે.’ · શાબાશ, શાબાશ; તે ડહાપણભરેલી સલાહ આપી છે. એ જ પ્રમાણે હું અત્યારથી જ ગાઠવણ કરી દઉં છું. તું હવે સીધે વહાણ ઉપર ચાલ્યા જા. હું થોડી વારમાં નાયબ કોટવાળ શ્રીમાન દ' વિલેૉર્ટને મળીને ડાન્ટની બાબતમાં જે કંઈ થઈ શકે તે કરવા જાઉં છું. વિલેૉર્ટ આમ તો રાજભક્ત માણસ છે, પણ માણસ તરીકે ખરાબ નથી; અને મારે તેની સાથે કંઈક ઓળખાણ જેવું પણ છે.’ Page #33 -------------------------------------------------------------------------- ________________ વિલેફેર્ટ નાયબ કોટવાળ દ’ વિલેફૉર્ટને ત્યાં આ વખતે તેના વિવાહની જ મિજબાની ચાલી રહી હતી. તેને વિવાહ માર્કિવસ સેન્ટમેરાનની દીકરી રેની સાથે થયો હતો. માર્કિવસ તેમ જ તેમનાં પત્ની પ્રખર રાજભક્ત હતાં, અને માર્નિવસના સસરાને તો ક્રાંતિવાદીઓએ ફાંસીને માંચડે ચડાવી દીધા હતા. તેથી ઊલટું, દવિલેકૉર્ટના પિતા કાઉન્ટ નેહરટિયર કાંતિવાદી પક્ષના માણસ હતા, અને તેમની સાથે પોતાનો સંબંધ છેક ભૂંસી નાખવા તેણે પોતાનું નામ પણ દ’ વિલેફૉર્ટ એટલું જ રહેવા દીધું હતું. વિવાહની મિજબાનીને દિવસે પણ માર્કિવસની પત્નીએ બધાની વચ્ચે દ’ વિલેફોર્ટના બળવાખોર પિતાને ઉલ્લેખ કરીને ભાવી જમાઈને તાકીદ આપી કે, ‘તમારે માટે અમે રાજાજી પાસે લગભગ જામીન થયાં છીએ કે, તમે રાજા પ્રત્યેની ફરજો એકનિષ્ઠા અને વફાદારીથી બજાવશો; તથા કોઈ રાજદ્રોહી ગુનેગાર હાથમાં આવે, તે તમારા પિતાના સંબંધને કારણે તેને આકરામાં આકરી સજા કરતાં અચકાશે નહીં.” વિલેફૉર્ટે જણાવ્યું, “એ બાબતમાં તમે એક જ નિશ્ચિત રહેશે, ભલભલા કટ્ટર રાજદ્રોહીઓ પણ મારા હાથમાં તેમને મુકદમો આવે છે, ત્યારે અદાલત વચ્ચે જ ભાંગી પડે છે. અદાલતની મારી કામગીરી જોવા કેટલાંય અમીર-ઉમરાવોનાં કુટુંબો ખાસ હાજર રહે છે ! તે જ ઘડીએ વિલેફોર્ટની ભાવી પત્ની રેનીની એક લાડકી સહિયર બોલી ઊઠી, “અરે ભાઈસાહેબ, તમને ભલા કહું! મહેરબાની Page #34 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ કરી, અમે અહીં તમારા લગ્નપ્રસંગે હાજર છીએ તે દરમ્યાન જ એ કોઈ મુકદમો ઊભો કરે ને! મેં કદી અદાલત જોઈ નથી !' રેની આ વખતે વચ્ચે જ પતિ સામે જોઈને બોલી ઊઠી, “જુઓ, તમે મને વચન આપ્યું છે કે, આપણા લગ્નપ્રસંગે હું જે કોઈને માટે વિનંતી કરું તેને મોતની સજામાંથી પણ તમારે માફી આપવી ! મારા લગ્નપ્રસંગની ઉજવણી હું કોઈની કતલથી કરવા ઇચ્છતી નથી. મારે નસીબે તમે આવા જલ્લાદનો ધંધો કરનાર ક્યાંથી આવી મળ્યા !' રેનીની માએ પુત્રીને આવા કાયર વિચારો ધરાવવા બદલ ધુતકારી કાઢી. “રાજાના દુશ્મનો હજુ ધમપછાડા અને કાવતરાં કર્યા જ કરતા હોય, તેવે વખતે રાજાના અધિકારીને એવી કુમળી લાગણીઓ ધારણ કરવાની ન હોય ! સાચા રાજભકતે તો પોતાના લગ્નની ઉજવણી એવા રાજદ્રોહીના શિરછેદથી જ કરવી જોઈએ !” તે જ ઘડીએ પિલીસને માણસ બહાર એક રાજદ્રોહીની ધરપકડના કાગળો લઈને આવી પહોંચ્યો. કોટવાળ સાહેબ બહારગામ ગયા હેવાથી તેમના સેક્રેટરીએ ડાન્ટેને તેના કેસનાં કાગળિયાં સાથે વિલેફૉર્ટને ત્યાં મોકલી આપ્યો હતો, પરંતુ વિલેફોર્ટને સસરાને ત્યાં ગયેલ જાણી, એક પોલીસવાળો ત્યાં તેમને તેડવા આવ્યો હતે. વિલેફૉર્ટ એ કાગળિયાં વાંચી રાજી થતો ઊછળીને બોલી ઊડ્યો, “શાબાશ ! ખરો ભયંકર ગુનેગાર મારા હાથમાં આવી પડયો છે. એના કાગળો જોતાં જ તે સીધો જલ્લાદના કુહાડા નીચે જ જશે એમ લાગે છે. લે, તમારામાંથી જેને હવે મારી અદાલતનું કામકાજ જોવું હોય, તેને પધારવા મારું હાર્દિક આમંત્રણ છે!' રેની બિચારી ડૂસકાં ભરતી બોલી ઊઠી : ના, વિલેફોર્ટ, નાઆપણા લગ્નની ઉજવણીને નિમિત્તે અને મને આપેલા વચનને ખાતર પણ એ માણસને તમે જીવતે જવા દેજો, એટલું હું અત્યારથી જ માગી લઉં છું!' Page #35 -------------------------------------------------------------------------- ________________ તપાસ પણ તેની મા તાકીદ કરતી બોલી ઊઠી, “બેસ, બેસ, હવે! જાઓ વિલેફોર્ટ, તમારી ફરજ પહેલી ! મારી આ બેવફા છોકરીના બોલ સામું ન જોશો.' વિલેફૉર્ટે રેની સામે આંખ મિચકારીને તેને ખાતરી આપી કે, તારી ઇચ્છા પ્રમાણે જ હું વર્તીશ; પરંતુ સાસુજીને તો તેણે એમ જ કહ્યું, “માતુશ્રી, તમારી દીકરી ઉપર ગુસ્સો ન કરશો; તેની રાજભક્તિની ઊણપ હું મારી વધારે પડતી કટ્ટરતાથી ભરપાઈ કરી આપીશ!” તપાસ વિલેફૉર્ટ ઘર તરફ જવા નીકળ્યો, ત્યાં રસ્તામાં જ શ્રી. મોરેલ તેને મળ્યા. તેમણે ડાન્ટ તદ્દન નિર્દોષ લેવાની તથા ભૂલથી જ તેના ઉપર આક્ષેપ આવ્યાની વાત કરી, વિલેફૉર્ટે જવાબમાં કટાક્ષ કરીને કહ્યું, ‘અંગત જીવનમાં સીધા હોય એવા માણસો રાજકીય જીવનમાં કાવતરાખોર નથી બનતા શું? છતાં હું ખાતરી આપું છું કે, તમારા માણસનો કિસ્સો હું ન્યાયીપણે તપાસીશ અને જો તે નિર્દોષ માલૂમ પડશે તે તેને એક મિનિટ પણ વધુ નહીં રોકી રાખું.” મૉરેલ ખિન્ન થઈ પાછા ફર્યા. પરંતુ ૧૯-૨૦ વર્ષના જુવાન ડાન્ટનો ખુલ્લો તથા નિખાલસ ચહેરો જોયા પછી વિલેફૉર્ટના મન ઉપર તેના વિશે એકદમ તો સારી છાપ જ પડી. તેમાંય જ્યારે વિલેકૉર્ટે જાયું કેતેની ધરપકડ થઈ તે વખતે તે પણ પોતાની પેઠે પોતાના વિવાહની મિજબાનીમાં હતું, ત્યારે તે તેનું મન એકદમ કુમળું બની ગયું. વધુ પૂછપરછથી વિલેફૉર્ટને ખાતરી થઈ કે, નેપોલિયનના રાજ્યકાળમાં તે ડારે પોતાની નોકરી ઉપર પણ દાખલ થયો ન હતો Page #36 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ તથા હમણાં જ ૧૯ વર્ષના થયા હોઈ, તેને કોઈ રાજકીય પક્ષના સંપર્ક પણ ન હતા. વિલેૉર્ટે તેને પૂછયું, વહાણ ઉપર કે બીજા વ્યવહારમાં તારે કોઈ દુશ્મન કે તારી ઈર્ષ્યા કરે એવું કોઈ છે, જેણે તારા ઉપર આવા ભયંકર આક્ષેપ મૂકયો હાય ?’ C ડાન્ટેએ ખુલ્લા દિલે જવાબ આપ્યો, ‘ વહાણમાં મારી નાકરી એવી અગત્યની ન હતી જેથી મારે માણસા સાથે અણબનાવ થાય; તેમ જ મેં કદી કોઈનું બૂરું ઇચ્છયુ નથી, એટલે કોઈ કશી બાબતમાં મારી ઈર્ષ્યા કરે છે કે નહિ તે જાણવાની દરકાર પણ મે` રાખી નથી.’ વિલેૉર્ટના દિલમાં હવે આ નિખાલસ જુવાનિયા પ્રત્યે મમતા જેવું જ જાગ્યા વિના ન રહ્યું. તેણે પોતાની સામાન્ય રીતની ઉપરવટ જઈને ડાન્ટને પેલી ચિઠ્ઠી વાંચવા આપી અને પૂછ્યું ‘આ અક્ષર કોના હાય એમ હું માને છે?' ડાન્ટે ચિઠ્ઠીમાં લખેલી વિગતો વાંચી આભા બની ગયા. તેણે કહ્યું, ‘સાહેબ, આ અક્ષરો કોના હાઈ શકે તે તે હું કહી શકતા નથી; પરંતુ એટલું તે કહી શકુ છું કે, આ લખનાર માણસ મારો ભયંકરમાં ભયંકર દુશ્મન હાવા જોઈએ. આ આક્ષેપ મારા ઉપર પુરવાર થાય, તા તેની સજા દેહાંતદંડ જ હાઈ શકે. એટલે આપ જેવા સજ્જનના હાથમાં જ મારો કેસ પ્રથમથી આવ્યા, તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું.’ " તા પછી તું પણ મને એક ન્યાયાધીશ તરીકે નહિ પણ એક હિત્કૃષી તરીકે સાચેસાચું કહી દે કે, આ ચિઠ્ઠીમાં લખેલી વાતામાંથી કેટલી સાચી છે અને કેટલી જૂઠી છે.' “ ઘણી ખુશીથી, સાહેબ ! હું મારા ભલા પિતાની જિંદગીના સોગંદ ખાઈને કહું છું કે, અમે નેપલ્સ છેડયું ત્યાર પછી થોડા જ વખતમાં અમારા જહાજમાં કપ્તાન લૉકૉરને મગજના તાવ ચડી આવ્યા. Page #37 -------------------------------------------------------------------------- ________________ તપાસ અમારા વહાણ ઉપર કોઈ દાક્તર ન હોવાથી, એલ્બા પહોંચવાની તેમની તીવ્ર ઉત્કંઠાને લીધે તે બીજા કોઈ બંદરે વળ્યા જ નહિ, પણ ત્રીજે દિવસે તેમને જ્યારે લાગ્યું કે હવે તેમની આખરઘડી નજીક છે, ત્યારે તેમણે મને પાસે બોલાવીને કહ્યું, “ભાઈ ડારે, હું જે કરવાનું તને અત્યારે કહ્યું, તે અવશ્ય પૂરું કરવાના નું સોગંદ ખા; કારણ કે તે બહુ અગત્યની વાત છે.' “મેં સેગંદ ખાધા. પછી તરત જ તેમણે કહ્યું, ‘મારા મૃત્યુ પછી તું એકદમ આ વહાણના કપ્તાનનું પદ સંભાળી લેજે અને વહાણને સીધું એબા પહોંચાડીને ભજે. ત્યાં ગ્રાન્ડ માર્શલ પાસે જઈને તેમને આ પાકીટ આપજે. કદાચ તે ત્યાંથી તને બીજે કાગળ આપશે તથા તે કાગળને અમુક ઠેકાણે પહોંચાડવાનું કામ સોંપશે. તે કામ માટે કરવાનું હતું, પણ હવે તું તે કરજે.” ત્યાર બાદ તેમણે માર્શલ મને ઓળખે તે માટે એક વીંટી આપી. બીજે દિવસે તે તે ગુજરી ગયા. એલ્બા પહોંચી માર્શલને હું મળ્યો અને કપ્તાને સોપેલું પાકીટ મેં તેમને આપ્યું. તેમણે મને એક કાગળ પેરિસ પહોંચાડવા આપ્યો. મારા કપ્તાને મરતી વખતે કરેલી આજ્ઞાની રૂએ મેં એ કામ કરવાનું માથે લીધું હતું, અને અત્યારે એકાદ કલાક બાદ લગ્નવિધિ પતી જતાં, હું આવતી કાલે વહેલી સવારે જ પૅરિસ જવા ઊપડવાનો હતો.” “ઠીક, ઠીક, તારી વાત સાચી લાગે છે, તે જે કાંઈ કર્યું તે તો કપ્તાનની મૃત્યુ વખતની ઈચ્છાને માન આપવાની લાગણીથી જ કર્યું છે, એટલે તારો આમાં કશો જ વાંક નથી. તું એલ્બાથી આણેલે કાગળ મને આપી દે અને પછી જ્યારે તને અદાલતમાં લાવવામાં આવે ત્યારે હાજર થવાનું વચન આપ, એટલે હું છૂટો છે.' એ કાગળ તો મારી પાસેથી કયારને લઈ લેવામાં આવ્યો છે; આપની પાસે પડેલા પેલા પરબીડિયામાં દેખાય છે તે જ કાગળ એ છે.” ડાન્ટેએ રાજી થતાં થતાં જવાબ આપ્યો. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આશા અને ધીરજ " એ કાગળ પૅરિસમાં કયા સરનામે તારે પહોંચાડવાના હતા વારુ?’ · શ્રી. નૉઇરટિયરને, નં. ૧૩, કૉક-હૅરોન, પૅરિસ.' આકાશમાંથી તે જ ઘડીએ વીજળી પડી હોત તોપણ વિલેફૉર્ટનું મે, એ નામ સાંભળી જેવું ફીકું પડી ગયું, તેવું ન પડયું હોત. કારણકે તે નામ તેના સગા બાપનું હતું! ‘શું આપ એ નામવાળાને ઓળખો છે ?' ડાન્દેએ નવાઈ પામી પૂછ્યું. ‘ના રે, ના; રાજાનેા વફાદાર સેવક એવા કાવતરાખાર રાજદ્રોહીને કદી ન ઓળખે. પણ, તું શ્રી. નાઇરટિયર માટે કાગળ લાવ્યો છે, એ વાત તે બીજા કોઈને કહી છે ખરી ?’ ‘ના, સાહેબ.’ વિલેફૉર્ટે જલદી જલદી એ કાગળ વાંચી લીધા. નેપોલિયનને પાછા ફ્રાંસમાં લાવવાની ખટપટ અંગેને જ એ સંદેશા હતા; અને પૅરિસમાં તે ખટપટના કેન્દ્ર વિલેફૉર્ટના પિતા જ હતા ! આ વાત જો બહાર કોઈના જાણવામાં આવે, તે વિલેફૉર્ટના પિતા તે ફાંસીને માંચડે જાય જ, પણ તેમના જેવા તરકટીના પુત્ર તરીકે વિલેફૉર્ટની બધી મહત્ત્વાકાંક્ષાઓ ઉપર પણ પાણી જ ફરી વળે! સદ્ભાગ્યે કોટવાળ સાહેબ જ આજે બહારગામ ગયા હોવાથી આ કાગળ તથા આખા ખટલો સીધા તેના હાથમાં આવ્યા હતા; નહીં તે શું થઈને ઊભું રહેત, તે કોણ કહી શકે ! વિલેૉર્ટનું મગજ જોરથી વિચાર કરવા લાગી ગયું. આ કફોડી પરિસ્થિતિમાંથી જ પેાતાને માટે પરમ લાભ ખાટી જવાની યુક્તિ તેને સૂઝી. આ કાગળ અને પોતાના પિતાનું નામ દબાવી રાખી, બાકીનું આખું કાવતરું પોતે પકડી પાડયાની વાત રાજા પાસે દોડી જઈને તેમને કરવી, અને તેમના વહાલા થવું! Page #39 -------------------------------------------------------------------------- ________________ શેદ ઈફ પણ આ જુવાનિયો નાઇરટિયરનું નામ જાણે છે તેનું શું? નોઈરટિયર વિલેફોર્ટના પિતા જ છે, એ અત્યારે તે જાણતો હોય એમ લાગતું નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ વાર તે નહીં જ જાણે, તેની શી ખાતરી? એટલે આ જુવાનિયાને છોડી મૂકવાનું તે હવે બને જ નહિ. ભલે તેને ફાંસીને લાકડે ન જવા દેવો; પરંતુ દુર એકાંતમાં એવી અંધારી જનમકેદમાં ધકેલી દેવો જોઈએ કે જ્યાં તેને મોંએથી કોઈ કદી નેઇરટિયરનું નામ સાંભળવા જ ન પામે! અને સાંભળે તો પણ કશી પંચાત ન કરે! વિલેફૉર્ટે હવે ચાલાકીથી કામ લેવા માંડ્યું. ડાન્ટેના પિતાના જ હિતને ખાતર આવશ્યક છે એમ કહી, તેણે તે કાગળ ત્યાં ને ત્યાં બાળી નાખ્યો; તથા તે કાગળ નો ઈરટિયરને પહોંચાડવાનું હતું તે વાત કદી મેએ ન લાવવાની ડાન્ટને તાકીદ આપી. પછી થોડી વારમાં તેને છેડી દેવાની ગોઠવણ પૂરી થાય ત્યાં સુધી તેણે ગુપચુપ પોલીસ સાથે ચાલ્યા જવું, એવી સલાહ આપી. શેટો દ ઈફ વિલેફૉર્ટના શબ્દો ઉપર વિશ્વાસ રાખતા અને હરઘડીએ બંધનમાંથી મુક્ત થવાની આશા રાખતા ડાન્ટેને પાછલે પહોરે ચાર વાગ્યે અંધારી કોટડીમાં પૂરવામાં આવ્યો. ત્યાર પછી રાતના દશ વાગ્યે જ્યારે તે નિરાશ થવાની અણી ઉપર હતું, ત્યારે અચાનક તેની કોટડીનું બારણું ઊઘડ્યું અને કડક ચોકીપહેરા હેઠળ એક બંધ ગાડીમાં બેસાડી તેને દરિયાકિનારે લઈ જવામાં આવ્યો. ત્યાં એક હોડીમાં, ઉઘાડી બેયોનેટવાળા સૈનિકો વચ્ચે તેને બેસાડી, હોડી હંકારી મૂકવામાં આવી. ડાન્ટને આ હિલચાલનું કશું પ્રયોજન સમજાયું નહિ. તેણે એકબે વખત પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને કડક જવાબ મળ્યો કે, તારી સાથે કશી વાતચીત કરવાની અમને મનાઈ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ખૂબ દૂર ગયા પછી, અચાનક, અંધારામાં પોતાની નજર સામે એક ઘેરો અંધારાના ઢગલા ઊભા થતા જતા હોય એમ ડાન્ટેને લાગ્યું. થોડી વારમાં જ તેને સમજણ પડી અને તેના અંગેઅંગમાં ભયંકર કંપારી વછૂટી ગઈ. તે શેટા દ' ઈફના વિકરાળ ખડક હતા. દરિયા વચ્ચે આવેલા ખડકની ઊભી કરાડોની ટોચ ઉપર કેદખાનાની તાર્લિંગ દીવાલા આવેલી હતી. જેએને જીવતા દાટી મૂકવા જેવી કારમી જનમટીપની સજા કરવાની હોય, તેવા લાકોને જ એ કેદખાનામાં લઈ જવામાં આવતા. ત્યાંથી કોઈ કેદી જીવતા પાછા આવ્યા હોય, એમ કોઈએ સાંભળ્યું નહાવું. ૩૦ ડાન્ટેએ જીવ ઉપર આવીને ચેાકિયાતાને પૂછ્યું, ‘આ કેદખાનામાં મને કોના હુકમથી લઈ જા છે? મેં કશા ગુના કર્યો નથી.' ચાકિયાતામાંના એકે ‘હવે કહેવામાં વાંધા નથી' એમ માની તેને જણાવી દીધું કે, રાજદ્રોહના ગંભીર ગુનાસર તેને પેલા કિલ્લામાં જનમભર કેદની સજા કરવામાં આવી છે. ડન્ટે એ સાંભળતાં જ મડદાની પેઠે ફીકો પડી ગયા. અત્યાર સુધી તે એમ માનતા હતા કે, માત્ર દેખાવ પૂરતા તેને કોટડીમાં પૂરવામાં આવ્યો છે. પણ ભૂલથી કે ખરેખર એક વાર આ કિલ્લામાં પુરાયા, પછી ત્યાંથી જીવતા પાછા નીકળવાને કશા સંભવ જ નહિ; એટલે કંઈક વિચાર કરી તે એચિંતા ઊછળ્યો અને હાડીમાંથી દરિયામાં કૂદી પડવા ગયા. પરંતુ ચોકિયાતા બહુ અનુભવી હતા. ચાર મજબૂત હાથે તેને પકડી લીધા અને તરત એક બંદૂક તેના લમણા ઉપર તકાઈ રહી. ડાન્ટને લગભગ ઘસડાતા જ કિલ્લા ઉપર લઈ જવામાં આવ્યો. દરવાજા ઊઘડયા, કાગળા તપાસાયા અને પછી તેને ભોંયતળ ઉપરના એક ઓરડામાં ધકેલી દીધેા. બીજે દિવસે સવારે જ્યારે જેલર તે ઓરડાની મુલાકાતે આવ્યો, ત્યારે તેણે જોયું કે, ડાન્ટને જે હાલતમાં આગલી રાતે પૂરવામાં આવ્યા Page #41 -------------------------------------------------------------------------- ________________ શે. દર ઈફ હતો તે હાલમાં જ – બેઠા બેઠા – તેણે આખી રાત વિતાવી હતી. તેણે કશું ખાધું પીધું ન હતું. જેલરે તેને સમજાવ્યો, ત્યારે તે માત્ર એટલું જ બોલ્યો, “મારે જેલના ગવર્નરને મળવું છે. નાયબ કોટવાળ શ્રી. વિલેફોર્ટને પૂછીને ખાતરી કરી જુઓ; મને અહીં ભૂલથી ખોટી રીતે લાવવામાં આવ્યો છે.' જેલરે જવાબ આપ્યો, “તારી સજાને કાગળ બરાબર છે; કશી ભૂલ થઈ જ નથી. અને આ જેલમાં કેદીઓ કદી ગવર્નરને મળી શકતા નથી.’ “તે પછી મારે ખાવુંપીવું પણ નથી.” મૂરખ, અશકય વસ્તુઓ માટે નું આવા વિચાર કે જીદ કર્યા કરીશ, તો આ અંધારિયા ઓરડામાં હું પંદર દિવસમાં જ ગાંડો થઈ જઈશ.” “એવું પહેલાં બન્યું છે ખરું?” “હા, આ જ ઓરડામાં એક પાદરી રહેતા હતાતે પોતાની મુક્તિ માટે ગવર્નરને લાખો કૂક આપવાની વાત કર્યા કરતે. છેવટે તે ગાંડો થઈ ગયો.” અહીંથી ગમે તેને કેટલા દિવસ થયા?” બે વરસ.' તેને છોડી મૂકવામાં આવ્યો ?' ‘ના; ગાંડા ઝનૂની કેદી તરીકે ભોંયતળથી પણ નીચેની કાળી કોટડીમાં તેને કાયમ માટે ઉતારી દેવામાં આવ્યો છે!” જુઓ, હજુ તે હું ગાંડો થઈ ગયો નથી. તમે માર્સેલ્સમાં કેટલા લોકોના વાસમાં મર્સિડીસ નામની છોકરીને મારો સંદેશો પહોંચાડશો? તમને હું કરોડો તે નહીં, પણ ત્રણસો ફૂાંક મળે તેવી વ્યવસ્થા જરૂર કરી આપીશ.” Page #42 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ પણ સંદેશ લઈ જવા બદલ વર્ષે બે હજાર કૂકની મારી નોકરી ખેલું, એટલે ગાંડો હું થયો નથી, તેનું શું?’ પૈસા ખાતર નહીં, તે એ બાઈ જનમભર દુ:ખી ન થાય તે માટે તેને ખબર આપશો? માણસાઈને દાવે એટલું કરવાની પણ ના પાડશો, તે હું તમને મારા ભયંકર દુશ્મન ગણીશ, અને કોક દિવસ બારણા પાછળ છુપાઈ રહીને, આ ટેબલ વડે તમારું માથું ફોડી નાખીશ!” જેલરે તરત કોટડીનું બારણું બંધ કરી દીધું. થોડી વારમાં તે ચાર સૈનિકો સાથે પાછો આવ્યો અને ગવર્નરના હુકમથી ડાન્ટને ગાંડા કેદીઓ માટેની ભોંયતળથી નીચે આવેલી અંધારી કોટડીઓમાંની એકમાં ઉતારી મૂક્યો. બધું પતી ગયા પછી જેલરે ઉપર આવી નિસાસો નાખ્યો, બિચારો બહુ જલદી ગાંડો થઈ ગયો !” સે દિવસનું પુનરાગમન પિતાના મળતિયા કે પિતાના દુશ્મનો ધારે કે જાણે તે પહેલાં જ ઈ. સ. ૧૮૧૫ ના ફેબ્રુઆરીની ૨૬ મી તારીખે નેપોલિયન એકલદોકલ જ ફ્રાંસના કેનિસ બંદરે ઊતર્યો. ખેડૂતોએ તેને ઉત્સાહપૂર્વક વધાવી લીધો અને તેની સામે મોકલવામાં આવેલું સૈન્ય, “સમ્રાટ ઘણું જીવો' એવા પિકારો કરવું તેની સાથે ભળી ગયું. પછી તો વિજયકૂચ કરતા નેપોલિયન છેક પૅરિસ પહોંચી ગયો. રાજા જીવ લઈને નાસી છૂટયો. વિફૉર્ટના પિતા નેઇટિયરની હવે રાજદરખારમાં બોલબાલા થઈ. વિલેફૉર્ટે ડહાપણપૂર્વક રાજાના પક્ષના માર્કિવસ સેન્ટમેરાનની પુત્રી રેની સાથેનું પોતાનું લગ્ન મોકૂફ રાખ્યું. નેપોલિયને વિલેૉર્ટને તેના પિતા નાઇટિયરને કારણે તેની નોકરીમાં ચાલુ રાખ્યો. Page #43 -------------------------------------------------------------------------- ________________ સે દિવસનું પુનરાગમન ૩૩ શ્રી. મોરેલે આ અવસર જોઈ, ડાન્ટના છુટકારા માટે વિલેફૉર્ટ ઉપર તગાદો કરવા માંડ્યો. વિલેફૉર્ટે પણ હવે તાકીદ કરવા તેમને પ્રધાન ઉપર સીધી અરજી કરવા કહ્યું. તેમાં તેણે એવું લખાવડાવ્યું કે, નેપોલિયન બાદશાહની ફ્રાંસ પાછા ફરવાની બાબતમાં ડાન્ટેએ અગત્યની સેવા બજાવી હતી. ડાન્ટના ઝડપી છુટકારાની આશાએ શ્રી. મોરેલે એ બધું અતિશયોક્તિભર્યું વર્ણન લખી આપ્યું. વિલેફૉર્ટે તે અરજી આગળ મોકલી જ નહિ. ડાન્ટેને કેવળ પિતાના સ્વાર્થ ખાતર તેણે જ ભારે સજા કરાવેલી હોઈ, તેને ફરી કેદખાનાની બહાર લાવી, એ આખી સજાની ફરી તપાસનું જોખમ ખેડવાની તેની મરજી ન હતી. ઉપરાંત હજુ નેપોલિયન ગાદી ઉપર સ્થિર થયો લાગતે ન હતો. યુરોપના બધા રાજાએ તેની સામે થવા તૈયારી કરી રહ્યા હતા. એટલે, એ લડાઈનો શો ફેંસલો આવે છે તે જોવા થોભી જવામાં જ ડહાપણ હતું. અને થયું પણ તેમ જ. નેપોલિયનને એલ્બામાંથી ફ્રાંસ પાછા આવ્યે પૂરા સો દિવસ થયા ને વૉટલૂની યાદગાર લડાઈ થઈ. તેમાં નેપોલિયન હાર્યો. આ વખતે તેને દૂર હેલેના ટાપુમાં હંમેશને માટે ધકેલી મૂકવામાં આવ્યો. ત્યાંથી તે ફરી જીવતે પાછો ફરવાનું ન હતું. રાજા લૂઈ ફરી ગાદીએ આવ્યો. જૂના રાજભક્તોને ફરી પાછી બઢતી મળી. વિલેફૉર્ટને પણ કોટવાળની જગા મળી. નેપોલિયનના પક્ષકાર ગણાતા મૉરેલથી હવે તેની પાસે મોં બતાવવા જેવું પણ ન રહ્યું! નેપોલિયન સો દિવસ ગાદીએ આવ્યો તે અરસામાં ડારે ભલે ન છૂટયો; પણ તે છૂટશે જ અને પિતાનું વેર લેશે એ બીકનો માર્યો ડેગ્લર્સ શ્રી. મૉલની નોકરી છોડી દૂર પેનમાં ચાલ્યો ગયો; અને શ્રી. મૉલની જ ભલામણચિઠ્ઠીથી કોઈ વેપારીની નોકરીમાં દાખલ થઈ ગયો. આ૦- ૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ફર્નાન્ડ અને કેડરોને પણ નેપોલિયનના લશ્કરભરતીના હુકમાની રૂએ લશ્કરમાં ભરતી થઈને લડાઈના મેારચાઓ ઉપર ચાલ્યા જવું પડયું હતું. ૪ માત્ર ડાન્ટના વૃદ્ધ પિતા ડાન્ટેના છુટકારાની આશાએ જીવતા બાકી રહ્યો. પરંતુ નેપોલિયનનું પતન થતાં તેની એ આશા પણ તૂટી પડી; અને ડાન્ટેના જેલ ગયા બાદ બરાબર પાંચ મહિને તેણે મર્સિડીસના ખાળામાં પ્રાણ છેાડયા. ૧૦ એ કેદીઓ રાજા લૂઈ ફરીથી ગાદીએ બેઠા પછી એક વર્ષ બાદ કેદખાનાંઓ માટેના ઈન્સ્પેકટર જનરલ શેટો દ' ઈફનું જેલખાનું તપાસવા આવ્યા. ભાંયતળ ઉપરની કોટડી તપાસી રહ્યા બાદ, જે કેદીઓ જોખમકારક અને ગાંડા હોવાથી ભોંયતળ નીચેની કોટડીઓમાં પૂરેલા હતા, તેમની મુલાકાતે એ ચાલ્યા. તેવા બે કેદીઓ તે વખતે ત્યાં હતા. તેમાંના એક ડાન્ટેને, ખાસ ઝનૂની અને જોખમકારક માની, જેલરે પ્રથમથી બે સિપાઈ તેની ખાલીમાં સાવચેતી માટે મેલ્યા. ઇન્સ્પેકટર સાહેબ ડાન્ટની ખોલીમાં આવતાં, તેણે, પેાતાના કિસ્સામાં ગંભીર ભૂલ થઈ હાવાથી પેાતાની સજાના કાગળાની ફરી તપાસ કરવાની માગણી કરી. શ્રી. વિલેફૉર્ટ સાહેબે તા પેાતાને નિર્દોષ ગણી છોડી મૂકવાના હુકમ જ આપ્યા હતા, એ વાત પણ ડાન્દેએ કરી. ઇન્સ્પેકટર ઉપર ડાન્ટેની વાતચીતથી સારી છાપ પડી. તેમણે તે એક ઝનૂની જંગલી પશુ જ જોવાની આશા રાખી હતી. એટલે જવાબમાં તેમણે જણાવ્યું કે, ‘શ્રી. વિલેફૉર્ટ હવે માર્સેલ્સમાં નથી, પણ ટુટ્યોંમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ બે કેદીઓ મોટે હોદ્દે ગયા છે. તેમ છતાં તેઓ સાહેબે આ બાબતમાં જે કંઈ નેંધ કરી હશે તે બરાબર તપાસવાની હું તને ખાતરી આપું છું.” ડાન્ટ રાજીરાજી થઈ ગયો. વિલેફૉર્ટની નોંધ તે સારી જ હતી, એવો તેને ભરોસો હતો. ઇન્સ્પેકટર સાહેબ હવે બીજા કેદીની મુલાકાતે ચાલ્યા. તેની બેલી ડાન્ટની ખેલીથી જરા દૂર હતી. એબ ફેરિયા નામના પાદરીને ૧૮૧૧માં તે ખાલીમાં પુરવામાં આવ્યો હતો. ૧૮૧૩ થી તે ગાંડો બની ગયો હતો. તે પાદરી પોતાની મુક્તિના બદલામાં ફ્રેન્ચ સરકારને દશ લાખ ફૂાંક આપવા તૈયાર હતા. તેની જાણમાં એક મોટો ગુમ ધનભંડાર છે, એમ તે કહેતો. બીજે વર્ષે તેણે તે રકમ વધારીને ૨૦ લાખ ફ્રાંક કરી હતી. ત્રીજે વર્ષે ૩૦ લાખ અને ચોથે વર્ષે ૪૦ લાખ. એમ દર વર્ષે પિતાની રકમ તે વધારતે જતો હતો. તેની કેદનું આ પાંચમું વર્ષ હોઈ, તે જરૂર આ વખતે ૫૦ લાખ ફાંક આપવાનું કહેશે, એમ પણ ગવર્નરે ઇન્સ્પેકટર સાહેબને જરા હસતાં હસતાં જણાવી દીધું. તેની ખોલીનું બારણું ઉઘાડ્યું ત્યારે તે ભીંતના ઊખડેલા પ્લાસ્ટરના ઢેફા વડે ગોળ કૂંડાળું દેરી, ભૂમિતિની રેખાકૃતિ દરતે હતો. ઇસ્પેકટરે તેને કંઈ ફરિયાદ કરવાની હોય તો જણાવવા કહ્યું. પેલાએ કહ્યું: “ઇટાલીની રાજખટપટ અંગે મને પકડવામાં આવ્યો હતો. હું પણ સમ્રાટ નેપોલિયનની પેઠે એમ માનતા હતા કે ઇટાલીને એક છત્ર હેઠળ એકત્રિત કરવામાં આવે, તે જ તે સુખી થઈ શકે તેમ છે.' ઇન્સ્પેકટર જલદીથી વચ્ચે બોલી ઊઠ્યો : “એ બધું તે ક્યારનું પતી ગયું. નેપોલિયન પોતે જ કેદખાનાની હવા ખાય છે; અને ફ્રાન્સની સરકારને પહેલાંની જેમ ઇટાલીની બાબતો વિશે હવે કશી લેવાદેવા રહી નથી. પણ અહીં મારે તમારી સાથે રાજનીતિની વાત ચર્ચવી નથી; તમારે કંઈ અંગત મુશ્કેલી હોય તો તેની વાત કરો.” પણ સાહેબ, તમે જણાવો છો તેમ હવે ફ્રાન્સની સરકારને Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આશા અને ધીરજ ઇટાલી વિષે કશી નિસબત ન રહી હાય, તો મને છેાડી મૂકવામાં તેને શા વાંધા હાઈ શકે? ઊલટું તે મને છેાડવા તૈયાર થાય, તે પચાસ લાખની રકમના લાભ ક્રૂન્ચ સરકારને થાય તેમ છે. ’ ઇન્સ્પેકટર અને ગવર્નર બંને એ સાંભળી હસી પડયા. એબ ફેરિયા સમજી ગયા કે ગવર્નરે ઇન્સ્પેકટરને બધી વાત કરી દીધી છે. ઇન્સ્પેકટરે જવાબ આપ્યો, ‘ સરકારને તમારો ખજાને જોઈતા નથી; જેલમાંથી છૂટો ત્યારે તમે જ વાપરજો.’ પાદરીએ ઇન્સ્પેકટરના હાથ પકડી, પેાતાની વાણીમાં લવાય તેટલા આગ્રહ તથા વિશ્વાસના ભાવ લાવીને કહ્યું : ‘ પણ મને મરતા લગી છેાડવાનું કોઈને સૂઝે નહિ એવું જ બનવાના સંભવ અહીં વધારે છે. તે મારી સાથે આટલા મોટા ખજાનાના ભેદ પણ લુપ્ત થાય તેના કરતાં હું ફ્રેન્ચ સરકારને ૬૦ લાખ ફ઼ાંક આપી દેવા તૈયાર છું; બાકી વધે તેટલું જ મારું!’ ખરી વાત; મને પહેલેથી કોઈએ ચેતવ્યા ન હોત કે આ માણસ ગાંડો છે, તે હું પાતે તેની વાતેમાં જરૂર લાભાઈ જાત !’ ઇન્સ્પેકટર ધીમેથી બાલ્યા. ઇન્સ્પેકટરે તપાસનું કાર્ય પૂરું કરી, શેટો દ' ઈફમાંથી વિદાય લીધી. તે વખતની જુલમી સરકારોની નીતિ જ એવી હતી કે એક વાર પેાતાના જુલમના ભાગ બનેલા અને તેથી કરીને જ અપંગ કરવામાં આવેલા બની ગયેલાઓને ફરી લોકોની નજરે ચડવા ન દેવા. એબ ફેરિયા પણ કેદખાનામાં ગાંડો બની ગયા ન હેાત, તા તેના છુટકારાની કંઈક આશા રહેત ખરી. ઇન્સ્પેકટર ડાન્ટને આપેલ વચન પાળ્યું. તેણે રજિસ્ટર તપાસ્યું, તે તેમાં નીચેની નોંધ હતી — ‘ ઍડમંડ ડાન્ટે’: - ભયંકર બાનાપાર્ટી કાવતરાખાર; એલ્બાથી Page #47 -------------------------------------------------------------------------- ________________ નંબર ૩૪ અને નંબર ૨૭ ૩૦ થયેલા નેપોલિયનના પુનરાગમનમાં સક્રિય ભાગ લેનાર. પૂરેપૂરી સાવધાની અને જાપતે રાખવાં.’ એ નોંધ જુદા અક્ષરોમાં હોઈ, તેના કેદ પકડાયા બાદ ઉમેરેલી હતી. કદાચ વિલેફૉર્ટે જ ઉમેરેલી હોવાનો સંભવ વિશેષ હતો. તે સિવાય બીજી કશી નેધ રજિસ્ટરમાં કરેલી નહોતી. ઇસ્પેકટરે તરત તેની નીચે શેરો કર્યો – “કશું કરવાનું રહેતું નથી.” ૧૧ નંબર ૩૪ અને નંબર ૨૭ એક વરસ તીવ્ર ઉત્કંઠાથી રાહ જોવામાં વીતી ગયું. ડાટેના હૃદયમાં ઈન્સ્પેકટરની તપાસ બાદ જે આશા પ્રગટી હતી, તે અસહ્ય બળતરા કરતી કરતી છેવટે બુઝાઈ ગઈ. પછી તો લાંબાં કંટાળાભર્યા વરસો એક પછી એક પસાર થવા લાગ્યાં. પિતાના હાથવેંતમાં આવેલ સુખને વિનાકારણ ભૂંસી નાખનાર પિતાના અજ્ઞાત દુશ્મન ઉપર વેર અને કિન્ને ગોખ્યા કરવા સિવાય બીજાં કામ ડાન્ટેને ન રહ્યું. પિતાના દુશ્મનને એકદમ પ્રાણરહિત કરવાને બદલે તેને લાંબે વખત રિબાવવાના અસંખ્ય પ્રકારો પણ તે કલખ્યા કરતે. કારણ કે મૃત્યુ તે બધી વેદનાઓ કે સજાઓમાંથી સહેલો છુટકારો આપી દે! પરંતુ એ વિચારમાંથી જ તેને પોતાના મૃત્યુને વિચાર આવવા લાગ્યો. આ કેદમાંથી છૂટવાની જો જરાય આશા ન હોય, તે પોતે જ મૃત્યુને આશરો લઈ, આ વેદનાની લાંબી જાળમાંથી ઝટ છટકી જવું એ વધુ સારું નહિ? તેણે મરવાનો નિશ્ચય કરી, ખાવાપીવાનું બંધ કરી દીધું. રાક આવે ત્યારે તેને તે ઊંચા જાળિયામાંથી બહાર ફેંકી દેતે, જેથી બળજબરીથી તેને ખવડાવવાનો પ્રયત્ન કરવામાં ન આવે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આશા અને ધીરજ ધીમે ધીમે તેની જોવાની અને સાંભળવાની શક્તિ લુપ્ત થવા લાગી. જેલરને લાગ્યું કે, આ માણસ ભયંકર બીમારીમાં સપડાયો છે; ડાન્ટને લાગ્યું કે પોતાનું મરણ જલદી નજીક આવી રહ્યું છે. તે શાંતિથી મરવાની રાહ જોવા લાગ્યો. અચાનક એક રાતના નવેક વાગ્યાને આશરે, તે સૂતો હતો તે બાજુની દીવાલ તરફ કંઈક અવાજ તેને સંભળાયો. ત્રણ કલાક સુધી એ અવાજ ચાલુ રહ્યો. પછી કંઈક જાણે ખસી પડયું હોય એવો ધબાકો થયો. પછી પાછું બધું શાંત થઈ ગયું. ડારે એ બધી હિલચાલ ઉપર રસપૂર્વક લક્ષ આપી રહ્યો હતે. વિચાર કરતાં ડાન્ટેને ખાતરી થઈ કે, દરની ખેલીને કોઈ કેદી પિતાની મુક્તિ માટે ભૂગર્ભમાં કઠોર પરિશ્રમપૂર્વક ખોદકામ કરી રહ્યો હતો. તેના એ ધીરજભર્યા કઠોર પરિશ્રમ ઉપર વિચાર કરતાં કરતાં ડાન્ટને પિતાની આપઘાત માટેની કાયરતાની શરમ આવવા લાગી. એ ખેદકામ કરનાર કોણ છે, તથા તેના એ ખેદકામનું છેવટ શું નીપજે છે એ જાણવા મળે, ત્યાં સુધી તે જીવવું જ, એમ માની તેણે ઉત્સાહપૂર્વક ફરીથી ખાવાનું શરૂ કર્યું. પરંતુ પછી તે પોતાની તરફથી પણ કંઈક ખેદકામ આદરીને તે ખોદકામ કરનારની પાસે બને તેટલું નજીક પહોંચવાનો વિચાર ડાન્ટને આવવા લાગ્યો. પરંતુ તેની પાસે ઘસરકો કરાય તેવું પણ કહ્યું સાધન ન હતું. ઘણા વિચાર બાદ તેણે પોતાના પાણીના કુજાને ઊંચેથી પછાડ્યો. તેનાં કઠણ કોચલામાંથી અણીદાર બેએક ટુકડા તેણે સંતાડી રાખ્યા, જેથી જેલરને કશો વહેમ ન જાય. પછી જેલરના આવી ગયા બાદ પોતાના ખાટલો ખસેડીને, ખાટલા પાછળની ભીંત ઉપરના પ્લાસ્ટરના ભાગને તેણે ખેતરવા માંડયો. લુણો ખાઈને તથા કાયમ ભેજને લીધે એ પ્લાસ્ટર ઢીલું જ પડી ગયેલાં હતું. અર્ધા કલાકને અંતે તેણે એક મુઠ્ઠી જેટલું પ્લાસ્ટર ખેતરી કાઢ્યું. Page #49 -------------------------------------------------------------------------- ________________ નંબર ૩૪ અને નબર ૨૭ કોઈ ગણિતી હોય તે હિસાબ ગણી કાઢી શકે કે, આ રીતે બે વર્ષમાં વીસ ફૂટ લાંબો અને બે ફૂટ પહોળો રસ્તો ખેતરી શકાય! પરંતુ કોટડીની મૂળ ભીંત પથ્થરના ઘડેલા અને ન ઘડેલા ટુકડાઓને ચણીને તૈયાર કરેલી હતી તથા ઉપર સળંગ પ્લાસ્ટર હતું. ત્રણ દિવસમાં ડાન્ટેએ ખૂબ સાવધાનીથી પ્લાસ્ટર ખોતરી કાઢીને એક આખે પથ્થર ખુલ્લો કરી નાખ્યો; પરંતુ હવે તેને ચણતરમાંથી ખસેડવો શી રીતે? તેને સરકાવવા તે સળિયા જેવું કઠણ અને ચપટું સાધન જોઈએ. અહીં એ કયાંથી લાવવું? ડાન્ટે પાછો હતાશ થઈ ગયો. પણ થોડા વખત બાદ અચાનક તેને એક વિચાર સલ્ફર્યો. જેલર ડાન્ટને બીમાર ગણી તેને માટે થોડા દિવસથી લાંબા લોખંડના હાથાવાળા ઓઘરાળામાં રાબડી લાવતે હતે. ડાન્ટની માટીની તાંસળીમાં રાબ રેડી દઈને ઘરાળ તે પાછો લઈ જતો. ડન્ટેએ એક યુક્તિ વિચારી કાઢી. જેલર બારણું ઉઘાડે ત્યારે બરાબર તેને પગ પડે એવી જગાએ ડાન્ટેએ પિતાની તાંસળી ઊંધી મૂકી રાખી. સાંજે જેલર આવ્યો ત્યારે તેનો પગ પડતાં જ તે તાંસળી ફૂટી ગઈ. પોતાને પગ પડવાથી તે ફૂટી હોવાથી જેલરે વિશેષ કંઈ કરવાને બદલે ડાન્ટેને માત્ર ઠપકો આપ્યો અને બીજું કાંઈ વાસણ પાસે ન હોવાથી રાબવાળો ઘરાળો જ ત્યાં મૂકીને તે ચાલ્યો ગયો. ડાન્ટેએ જેલર જતાં તરત ઘરાળામાંની રાબ ખાઈ લઈ, તેના હાથા વડે પથ્થર હલાવવા માંડયા. એક કલાકને અંતે પથ્થર ભીંતમાંથી ખસીને બહાર આવ્યો અને દોઢેક ફૂટની બખલ ભીંતમાં પડી. તેની પાછળ તે બધું પૂરણ જ હતું. ડાન્ટેએ આખી રાત એ હાથાનો ઉપયોગ પૂરણ ખોતર્યા કરવામાં જ કર્યો. સવાર થતાં તેણે પથ્થરને તેની જગ્યાએ પાછો ગોઠવી દીધો અને પોતાનો ખાટલો એની આગળ આડો મૂકી દીધો. ખોતરેલી માટીને તેણે એકદમ નજરે ન પડે તેમ આઘી પાછી કરી દીધી. બીજે દિવસે જેલર નવી તાંસળી ન લાવ્યો. તેણે માત્ર એટલું જ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪. આશા અને ધીરજ કહ્યું કે, હવે તેને તાંસળી નહિ મળે. કારણ કે તેની પેઠે બધા કેદીઓને જો નવાં નવાં ઠોબરાં આપવાં પડે, તે સરકારને દેવાળું જ કાઢવું પડે. હવે તો એ ભૂંડા ઓઘરાળાથી જ ડાન્ટેએ પાતાનું તાસક-તાંસળીનું કામ પણ લેવું પડશે ! ડાન્ટેએ હાથ જોડી ઈશ્વરના અંત:કરણપૂર્વક આભાર માન્યો. ડાન્ટેએ બીજી આખી રાત પણ ખાતરવાનું ચાલુ રાખવાને વિચાર કર્યો. પરંતુ ત્રણેક કલાક કામ કર્યા પછી તેને માલૂમ પડયું કે, વચ્ચે પથ્થરના પાટડો આડો આવ્યા હતા. તેની ઉપર લેાખંડની કશી અસર થતી ન હતી. તે પાટડાને પાર કરવા તેણે હવે કાં તો તે પાટડાની ઉપર કે નીચે નવું ખાદકામ કરવું જોઈએ. ડાન્ટે હતાશ થઈ બોલી ઊઠયો : ‘હે ભલા ભગવાન ! તેં શું ધાર્યું છે? મારી આઝાદી તેં લઈ લીધી; મારું મૃત્યુ તે પાછું ઠેલાવ્યું; મને નવી કંઈ આશા આપી. પણ એ બધું શું મને આમ હતાશ કરીને ફરી મારવા માટે જ? આવું જ તારું દીનદયાળપણું ?' · ઈશ્વરને દાષિત ઠરાવવા માટે કોણ તેને યાદ કરી રહ્યું છે?' એક અવાજ જાણે ઊંડાણમાંથી આવતા હોય તેમ સંભળાયા. - તમે જે હા તે ભગવાનને ખાતર ફરી બાલા !' ડાન્ટે કરગરી પડયો. ‘તું કોણ છે?’ 6 એક દુ:ખિયારા કેદી; જેલમાં મારા નંબર ૩૪ છે.’ ‘તું કયા દેશના છે?’ ‘ફ્રાન્સ’ તારું નામ ?' ઍડમંડ ડાન્ટ.' " ‘તારા ધંધા ?' " Page #51 -------------------------------------------------------------------------- ________________ નબર ૩૪ અને નંબર ૨૭ “વહાણવટાનો.' અહીં કયારને આવ્યો છે?' ૨૮ મી ફેબ્રુઆરી ૧૮૧૫ થી.” “કયા ગુનાને લીધે ?” હું નિર્દોષ છું.' ‘પણ તારા ઉપર આરોપ શો છે?' સમ્રાટ નેપોલિયનને ફ્રાંસમાં પાછા લાવવાના કાવતરામાં મદદ કરવાને.” તે શું બાદશાહ ગાદી ઉપર નથી?' તેમણે ૧૮૧૪ માં ગાદીત્યાગ કર્યો ત્યાર પછી તેમને એલ્બા ટાપુ ઉપર મોકલી દેવામાં આવ્યા છે. પણ આ બધું તમે નથી જાણતા, તે તમે ક્યારના અહીં જેલમાં છો?” ૧૮૧૧ માં હું અહીં આવ્યો. હવે તું વધુ ખોદીશ નહિ. માત્ર મને એટલું કહે કે તારું ખોદકામ કેટલી ઊંચાઈએ છે?” ભોંયતળની સમાંતર.’ તેને શી રીતે છુપાવ્યું છે?” “મારા ખાટલાની આડે.” તારી ખેલી કયાં ખૂલે છે?” એક ગલીમાં.’ “અને ગલી?' એક ચોકમાં.' “અરેરે !” નિરાશાનો ભાંગી પડેલો અવાજ આવ્યો. “કેમ, શું થયું?' હું છેતરાયો. મારા નકશામાં એક રેખાની સહેજ ભૂલથી ખરેખર પંદરેક ફૂટની ભૂલ આવી ગઈ લાગે છે. તું જે ભીંત ખોતરી રહ્યો છે, તેને હું કિલ્લાની દીવાલ માનતે હતે.' Page #52 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ પણ તે દીવાલ તે સમુદ્રની સીધી કરાડ ઉપર છે !' . મારે ત્યાં જ નીકળવું હતું.’ અને ધારો કે તમે ત્યાં નીકળ્યા હતા તે?” તે મેં સમુદ્રમાં ભૂસકો માર્યો હોત અને તરીને પાસેના ડીમ કે ટિબુલેંના ટાપુ ઉપર પહોંચી જાત.' “એટલે દૂર તમારાથી તરીને જવાત ?' ભગવાને એટલું બળ આપ્યું હોત. પણ હવે તે ખેલ ખલાસ! તું પણ તારું ખોદકામ બંધ કરી દે.” ડાન્ટે એ શબ્દોને અર્થ સમજ્યો. તેણે તરત પિતાના અવાજમાં ભરાય તેટલી લાગણી અને આજીજી ભરીને કહ્યું, “તમે જેટલું દવાનું બાકી હોય તેટલું ખેદીને કાં તે મારી પાસે આવો અથવા મને તમારી પાસે આવવા દો. આપણે ભેગા મળીને નાસી જવાને નવો પ્રયત્ન કરીશું. અને નહિ નાસી શકીએ, તે માત્ર વાતચીત કરીશું. એટલો આધાર પણ નહિ હોય, તે હું જીવતા રહી શકું તેમ નથી. મેં ખાવાપીવાનું છોડી જ દીધું હતું. માત્ર તમારા મોદકામના અવાજથી જ મેં ફરી જીવવાનું સ્વીકાર્યું છે. હું મારા વૃદ્ધ પિતાના સોગંદ ખાઈને કહું છું કે, હું તમને કશો દગો નહિ દઉં.' “ઠીક, ઠીક; તું આટલું બોલ્યો તે તે ઠીક કર્યું, કારણ કે હું બીજી યોજના જ વિચારતો હતો અને તને મળવાની વાત તો હું પડતી જ મૂકત. ભલે, હું તને મળીશ. મારી રાહ જોજે.” ‘ક્યારે?’ આવતી કાલે.” Page #53 -------------------------------------------------------------------------- ________________ એબ ફેરિયા ડાન્ટને આખો દિવસ ખૂબ આનંદમાં ગયો. રાત પણ આવી અને ગઈ. તે પછીની સવારે તેણે જેલર આવી ગયા બાદ પોતાની પથારી ભીંત આગળથી દૂર ખસેડી. તરત જ તેને ત્રણ ટકોરા સંભળાયા. તે ઘૂંટણિયે પડ્યો અને બોલ્યો : ‘તમે જ છો? હું અહીં છું.” જેલર આવી ગયો?' “હા, હવે સાંજ સુધી તે નહીં આવે. આપણી પાસે પૂરા બાર કલાક છે!” તો હું કામ શરૂ કરું છું.’ થોડી વારમાં ભત પાસે ભોંયતળને એક પથરો હાલવા માંડયો અને તરત અંદર ઊતરી ગયો. ત્યાર બાદ બખોલમાંથી એક માથું બહાર નીકળ્યું, પછી ખભા અને છેવટે એક માણસનું આખું શરીર. એક ઠેકડો મારી તે ઓરડામાં આવ્યો. નંબર ૨૭ તરીકે ઓળખાતે, ખજાનાના ગાંડપણવાળો કહેવાતા, તે પાદરી એબ ફેરિયા હતે. ડારે તરત બાવાજીને જરા ખેંચીને જાળિયા ભણી લઈ ગયો, જેથી ત્યાંના ઝાંખા પ્રકાશમાં પણ તેમનાં બરાબર દર્શન થઈ શકે. બાવાજીના મુખ ઉપર એક ઋષિના જ્ઞાન અને પુરુષાર્થની ભવ્યતા હતી. તેમની ઉંમર ૬૦-૬૫ વર્ષની હશે, પણ તેમની હિલચાલ ચપળતાભરી હતી. | ડારે ગળગળા થઈ, “પિતાજી!” કહી તેમને વળગી પડ્યો. બાવાજીએ પણ વાત્સલ્યથી તેનું માથું સુંધ્યું. Page #54 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ બંને કેદીઓ વચ્ચે અરસપરસનાં સુખદુ:ખની વાત ચાલી. માણસને માણસની સોબતની કેટલી જરૂર હોય છે, તે ડાન્ટને જાણે પહેલી વાર સમજાયું. વાતવાતમાં ડાન્ટેએ તેમને નવી દિશામાં પ્રયત્ન ચાલુ રાખવા આગ્રહ કર્યો, ત્યારે બાવાજીએ કહ્યું, “બેટા, પુરુષાર્થ કરવામાં આપણે મણા ન રાખીએ અને છતાં સફળ ન થવાય, ત્યારે જાણવું કે, આપણે પ્રયત્ન ઈશ્વરને માન્ય નથી.” પરંતુ એક પ્રયત્ન નિષ્ફળ જાય તેથી બીજો વધુ સબળ, વધુ વિચારી કાઢેલો પ્રયત્ન ન કરવું શું? “ભાઈ, તને ખબર નથી કે મારો આ પ્રયત્ન કેવો સબળ હતું તથા કે શાંતિથી અને સમજપૂર્વક વિચારી કાઢેલ હતા. રસ્તા ખેતરવાનાં સાધનો ખાટલાના લોખંડના ખૂણિયા અને ચીપમાંથી બનાવતાં મને ચાર વર્ષ લાગ્યાં હતાં. ત્યાર પછી બે વર્ષ સુધી રસ્તો ખેતરવા મેં જે સતત પ્રયત્ન કર્યો છે, તેની કલ્પના તને આવે તેમ નથી. આખી રાત ઘસ્યા-ખેતર્યા કરું ત્યારે સવાર સુધીમાં કોઈક વાર એકાદ ઇંચ જેટલો જ ભૂકો ખર્યો હોય. પછી ચણતરના મોટા મોટા પથરા ખસેડવામાં શું નહિ વીત્યું હોય? વળી આ બધું એ રીતે કરવાનું કે જેથી કોઈને વહેમ ન જાય. આ પચાસ ફૂટ ખોદકામનો નીકળેલો ગેરો ગમે ત્યાં નંખાય નહીં કે ભેગો કરાય નહીં. સદ્ભાગ્યે મારા ઓરડાની બાજુમાં દાદર હતો. તેનાં પગથિયાં નીચેની પિલી બખલની ભીંત કોચીને આ બધો ભૂકો તેમાં હું ભર્યા કરતે. તે પણ હવે બધી જ ભરાઈ ચૂકી છે. એક મૂઠી ભૂકો પણ તેમાં હવે વધુ સમાય તેમ નથી.' આશ્ચર્યમુગ્ધ થઈને આ ભગીરથ પુરુષાર્થની અદ્ભુત કથા સાંભળી રહ્યો. આ નાનકડા દેખાતા બાવાએ જે ખોદકામ કરવા ધાર્યું હતું, તે બરાબર પૂરું થયું હોત તેપણ કિલ્લાની દીવાલમાં પાડેલા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫ એબ ફેરિયા એ બાકામાંથી ઊંચી કરાડ પસાર કરીને નીચે દરિયામાં પડવું, –માને કે વચ્ચે જ કોઈ ઊપસેલી કે ધસેલી ખડકની ધાર ઉપર શરીર ફાટી-ફૂટી ન ગયું, તોપણ કિલ્લાની રાંગે ભરી બંદૂકે ખડા રહેતા ચોકીદારોની ગોળીઓ તેમ જ તેઓ હોડીમાં બેસી પીછો પકડે તેમાંથી બચીને ત્રણ માઈલ દૂર આવેલા કોઈ ટાપુમાં પહોંચવું, – એ બધું છોકરાના કોઈ ખેલ જેવું નહોતું જ. થોડા વિચાર પછી ડાન્ટેને એકદમ એક યોજના સૂઝી આવી. તેણે કહ્યું, ‘આપણે એવી રીતે આ વખતે ખોદકામ ચલાવીએ, જેથી મારી એરડી બહારની ગલીની વચમાં જઈ પહોંચીએ. પછી ઉપરની બાજુનો એક પથરો સરકાવી બહાર નીકળીએ અને ગલીને છેડે આવેલી પગથિયાં ઉપરની ઓસરીમાં પહેરો ભરતા ચોકીદારને ખતમ કરી નાખી, સીધા બહાર નીકળીને દરિયા તરફ ભાગવા માંડીએ!” બાવાજીએ કહ્યું, “બેટા, બધાં કામો ઈશ્વરની મરજી હોય તે જ સફળ થાય છે; તે પછી ઈશ્વરના ગુનેગાર બની, એક નિર્દોષ માણસની હત્યા કરીને ભાગી છૂટવા જઈએ, તેમાં ઈશ્વર આપણને બરકત શી રીતે આપે? નહિ બેટા, નહિ; ઈશ્વર આપણા ઉપર નારાજ થાય એવું કાંઈ કરવાને આપણે વિચાર સરખે ન કરવો જોઈએ.” ડાને કંઈક મૂંઝવણમાં પડી, પ્રશંસાના ભાવથી ફેરિયા બાવા સામે જોઈ રહ્યો. બાવાજી એક બાળક જેવું નિર્મળ હાસ્ય હસીને બોલ્યા, હું એટલું તો માનું છું કે, આપણે કદી વિચારી પણ ન હોય તેવી તકો કોઈ વાર નસીબજોગે આવી મળે છે. હું ખાતરી રાખજે કે એવી તક આવશે ત્યારે તેને ઝડપી લેવામાં હું તારા કરતાં પાછળ નહિ જ હોઉં.' ડાને ખેદાણને રસ્તે થઈ બાવાજીની કોટડીમાં ગયો. ત્યાં એકદમ કશું જ જાદુ દેખાતું ન હતું. પણ પછી ધીરે ધીરે બાવાજીએ જુદા જુદા પથ્થરો ઉપાડીને નીચે કરેલા ખાડામાં છુપાવેલી જુદી Page #56 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ જુદી ચીજો તેને બતાવી. એક ખાડામાં ચકમકના પથ્થર, કપડાના ડૂચા, ચામડીની ખસ ઉપર ઘસવા માગી રાખેલો ગંધક અને ખોરાકમાંથી બચાવી રાખેલી ચરબી વગેરે દીવો સળગાવવાની સામગ્રી હતી! બીજા ખાડામાં કપડાં, ચાદર વગેરેના ધાગામાંથી વણીવણીને બનાવેલી દોરડાની નાની સરખી નિસરણી હતી! પણ ત્રીજા ખાડામાં તો કપડા ઉપર માછલીના પાતળા હાડકાની સળી વડે, ધુમાડિયામાંથી ખેતરીને પાડેલી મેશને રવિવારે મળતા દારૂમાં ઓગાળીને બનાવેલી શાહીથી લખેલો ઇટાલીને ઇતિહાસ અને તેના એકીકરણની યોજનાનો ગ્રંથ તેમણે બતાવ્યો ! ડાન્ટેએ તેમને પૂછ્યું, “બીજા ગ્રંથની મદદ વિના આવો ગ્રંથ એકલા બેસી તમે શી રીતે લખી શક્યા? બાવાજીએ કહ્યું, “મારા કાર્ડિનલના પુસ્તકાલયમાં પાંચ હજાર ગ્રંથ હતા. તે બધાને અભ્યાસ કરી તેમાંથી મેં દોઢસો ગ્રંથ અભ્યાસના મૂળ જ્ઞાન માટે આવશ્યક ગણી જુદા તારવ્યા હતા. તે દોઢસો ગ્રંથ વારંવાર વાંચી મેં લગભગ મોઢે કરી નાખ્યા હતા. તે યાદ કરેલા ગ્રંથો મારી સાથે જેલમાં આવ્યા છે!” ફેરિયા બાવાને જર્મન, ફેંચ, ઇટાલિયન, ઇંગ્લિશ અને સ્પેનિશ એટલી ભાષા આવડતી હતી; અને પ્રાચીન ગ્રીક ભાષાની મદદથી અર્વાચીન ગ્રીક ભાષાના હજાર શબ્દો તારવી કાઢી, તેમની મદદથી પિતાને કહેવાનો ભાવ આધુનિક ગ્રીક ભાષામાં કેવી રીતે કહી શકાય તેની કસરત તેમણે કર્યા કરી હતી ! Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૩. જેમાં ડારે પોતાની વાત કહે છે રોજની વિવિધ વાતચીત દરમ્યાન બાવાજીની અક્કલ અને ડહાપણથી મુગ્ધ થઈ ડારે એક વાર બેલી ઊઠયો, “જો તમે જેલમાં રહ્યા રહ્યા આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી શકયા છો, તો પછી બહાર હોત તે તે તમારી સિદ્ધિઓનો પાર જ ન રહ્યો હોત!” બાવાજીએ હસીને કહ્યું, “બહાર રહ્યો હેત તે કદાચ કશું થયું ન હોત. રોજની હજારો મૂર્ખાઈમાં જ મારી શક્તિ અને જીવન કદાચ પૂરાં થયાં હોત. દુ:ખ જ માણસની ચાલુ શક્તિઓને કસે છે તથા અંદર ઊંડે ગુપ્ત પડી રહેલી શક્તિઓને પણ બહાર લાવે છે.” એ સાંભળી ડાન્ટેએ ઝટ બાવાજીને હાથ પકડીને કહ્યું, “પિતાજી, તે તમારી એ બધી કસાયેલી અને બહાર આવેલી શક્તિઓની મદદથી તમે મારો કિસ્સો તપાસી આપો. અત્યારે અણસમજમાં હું કેવળ ઈવરને જ મારા દુ:ખનું કારણ માની દોષ દીધા કરું છું, પરંતુ તમે જો મને મારી અવદશાનું ખરું કારણ કહી આપે, તે હું ઘણા દોષ અને શોકમાંથી બચી જાઉં.' તે શું, તારા ઉપર જે ગુનો કર્યાનો આરોપ છે, તે ગુને તે નથી જ કર્યો એવું શું કહેવા માગે છે?' “હા જી, એ બાબતમાં તે હું ગમે તેના પવિત્ર સોગંદ ખાવા તૈયાર છું.” ઠીક ત્યારે, તું તારી આખી કહાણી, જરા પણ ભાગ પડતો મૂક્યા વિના, મને કહી બતાવ.' ડાન્ટેએ પિતાની આખી કહાણી લંબાણથી કહી સંભળાવી. હ૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪ આશા અને ધીરજ બાવાજી તે સાંભળી ઊંડા વિચારમાં પડી ગયા. થોડા વખત બાદ તેમણે કહ્યું, ‘બેટા,તું રાગોન જહાજના કપ્તાન બનવાની તૈયારીમાં હતા; હવે પહેલા વિચાર એ કર કે, વહાણ ઉપરના બધા ખલાસીઓ કે કર્મચારીઓમાં એવા કોઈ હતા, કે જેને હું કપ્તાન ન થાય, તેમાં કંઈ સ્વાર્થ હાઈ શકે? ’ 6 એવું તો કઈ ન હતું; સૌ એકી અવાજે મને જ કપ્તાન ભંડારી તરીકે કામ કરતા ડૅન્ગ્લર્સ સાથે અણબનાવ ચાલ્યા કરતા. ’ ઊલટું ખલાસીઓને પૂછે, તે તે તરીકે પસંદ કરે. પણ હા, વહાણના એવા હતા ખરા કે જેને મારી * ઠીક, હવે આપણે કંઈક રસ્તે આવ્યા. જે તું કપ્તાન બન્યો હોત, તે તે તેને નાકરીએ ચાલુ રાખ્યા હોત ?’ C એ વસ્તુ મારા હાથમાં હોત, તે મેં તેને કાઢી જ મૂકયો હોત. કારણ કે, કેટલીય વાર મને તેના હિસાબામાં ગેાટાળા માલૂમ પડયા હતા.’ " વાહ; હવે તું મને કહે કે કપ્તાન ૉકૉર સાથેની તારી વાતચીત દરમ્યાન કોઈ હાજર હતું ?’ " · ના ! પણ કૅબિનનું બારણું ઉઘાડું હતું; અને હવે મને યાદ આવે છે કે, ગ્રાન્ડ માર્શલને આપવાનું પાકીટ કપ્તાને મને આપ્યું, તે વખતે ડૅન્ગ્લર્સ એ બારણા આગળથી પસાર થયા હતા ખરો.' * । બસ; આપણે સાચી દિશામાં છીએ. ઠીક, હવે ગ્રાન્ડ માર્શલે તારી પાસેનું પાકીટ લીધું અને તને પૅરિસ પહોંચાડવાના કાગળ આપ્યો, ત્યારે તે કાગળ લઈને તે કયાં મૂકયો ?' ડાયરી-બુકમાં મૂકયો અને પછી હું " ફર્યા. પણ મોટો સરકારી ખરીા સમાઈ શકે રહી શકે એવાં ખિસ્સાં ખલાસીનાં કપડાંને હાય છે 6 ‘તે કાગળ મેં મારી નાગોન જહાજ ઉપર પાછા એવી ડાયરી-બુક ખરાં ?' Page #59 -------------------------------------------------------------------------- ________________ જેમાં ડાન્ટ પેાતાની વાત કહે છે ૪૯ ‘ખરી વાત; મારી ડાયરી-બુક તા હું વહાણ ઉપર મૂકીને જ નીચે ઊતર્યા હતા! ‘અર્થાત્ પેલા કાગળ હાથમાં લઈને જ તું વહાણ ઉપર પાછા ફલેા; અને ડૅન્ગ્લર્સ તેમજ સૌ કોઈએ તારા હાથમાં તે જોયેલા!' હા જી!' 6 " હવે હું તારી ધરપકડ વખતની બધી વિગતો પૂરેપૂરી યાદ કરવા પ્રયત્ન કર. તારી સામેના આરોપ કયા શબ્દોમાં મૂકવામાં આવ્યા હતા ?’ ‘તેના એકેએક શબ્દ મને યાદ છે, એમ કહી, ડાન્ટે આખા કાગળ તરત બાલી ગયા. જવાબમાં બાવાજીએ માત્ર આટલું જ કહ્યું કે, તારા જેવા ભલા માણસ જ આ કાવતરું કોનું છે તે કલ્પી ન શકે! એ આખું કાવતરું ડૅન્ગ્લર્સનું છે. ’ " હેં! તમે ખરેખર એમ માને છે?' ડૅન્ગ્લર્સના હસ્તાક્ષર તને યાદ હોય, તો એ કાગળના હસ્તાક્ષર સાથે મનમાં સરખાવી જો.' કાગળના હસ્તાક્ષર તદ્ન જુદી જાતના ઊભા ઊભા જેવા હતા. > એબ ફેરિયાએ થોડોક વિચાર કરી લઈ પેાતાનાં કલમ-ખડિયા હાથમાં લીધાં અને ડાબે હાથે પેલા કાગળનું પ્રથમ વાકય લખવા માંડયું. ડાન્ટે એ જોતાં તરત જ બોલી ઊઠયો, ‘ બરાબર એવા જ અક્ષરના તે કાગળ હતા ! ' એબ ફેરિયાએ હસીને કહ્યું, ‘ડૅન્ગ્યુ ડાબા હાથે એ કાગળ લખ્યા હતા. જમણા હાથે લખેલા અક્ષરો માણસે માણસે જુદા હોય છે; પણ ડાબા હાથનું લખાણ બધા માણસોનું લગભગ સરખું હોય છે. ઠીક, હવે બીજા પ્રશ્ન ઉપર આવીએ. તારું મર્સિડીસ સાથેનું લગ્ન આ૦ – ૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૦. આશા અને ધીરજ અટકાવવામાં જેનો સ્વાર્થ હોઈ શકે, એવો કોઈ માણસ નું કલ્પી શકે છે?” “હા, મર્સિડીસને જાતભાઈ ફર્નાન્ડ નામે એક જુવાનિયો તેને ગાંડાની પેઠે ચાહતો હતો.' તેણે આ કાગળ લખ્યો હોય એમ હું માની શકે છે?' એ તે કેટલા જાતિનો માણસ છે; કલમને બદલે કટારથી કામ લેવાનું જ વધુ પસંદ કરે. ઉપરાંત મારી ઉપરના આરોપમાં લખેલી વિગતેમાંથી કશાની જાણ ફર્નાન્ડને કોઈ રીતે હોવાનો સંભવ નથી.' તે પછી આ કાવતરું ડેલર્સનું છે, એમાં મને શંકા નથી. પણ જરા થોભ; ડેન્ડલર્સ અને ફર્નાન્ડ વચ્ચે કશી ઓળખાણ હતી ?' ના, જરા પણ નહિ, પરંતુ, ખરે જ જુએ, જુઓ, મારા લગ્નના આગલા દિવસે સાંજે મેં તેમને લા-રિઝર્વ હોટેલના બહારના બાંકડા ઉપર ભેગા બેઠેલા જોયા હતા. તે બંને ગંભીરતાથી વાત કરતા હતા અને ફર્નાન્ડ બહુ ઉશ્કેરાયેલો તથા ફીકો પડી ગયેલો દેખાતે હતે.” “તે બે એકલા જ હતા?” ના. કેડો નામનો અમારો પાડોશી પણ તેમની સાથે હતો; પણ તે દારૂ પીને છેક જ ટૅ થઈ ગયેલો હતો. તેણે જ એ બેને ભેગા કરાવી આપ્યા હોય, એવું બનવાને ઘણો સંભવ છે, કારણ કે, એ બંનેને પરિચિત હતો. અને જુઓ, જુઓ, મને બરાબર યાદ આવે છે; તે બધા બેઠા હતા ત્યાં સામે ટેબલ ઉપર કલમ, શાહી અને કાગળ પણ પહેલાં હતાં. બદમાશ, કુત્તાઓ! હવે મને બધું બરાબર સમજાય છે. પોતાની જાતને સહીસલામત રાખવા ડેગ્લસે ડાબા હાથે કાગળ લખેલો અને મર્સિડીસને કારણે મારા ઉપર દાઝે બળતા ફર્નાન્ડને સમજાવી, તેની મારફતે એ કાગળ કોટવાળને પહોંચાડે.” “બરાબર, હું પણ એમ જ માનું છું. તારા એ મિત્રોની Page #61 -------------------------------------------------------------------------- ________________ જેમાં ડાન્ટે પેાતાની વાત કહે છે ૫૧ બદમાશી ઉપરાંત હવે વધુ કાંઈ શેાધી આપવામાં હું તને મદદ કરી શકું તેમ છું? " ‘હા, હા; તમારી નજર ગૂઢમાં ગૂઢ રહસ્યને પણ પ્રત્યક્ષ જોઈ શકે છે. મને એટલું જરૂર કહા કે, મારી બીજી વાર તપાસ કેમ ન થઈ? તથા મારા ઉપર કામ ચલાવ્યા વિના તથા કોઈ પણ સજા ફરમાવ્યા વિના અહીં શા માટે કોણે ધકેલી દીધા ? એ વસ્તુએ જ મને સૌથી વધુ નુકસાન કર્યું છે.' ‘એ જરા જુદી અને ગંભીર બાબત છે. તારે મને દરેક મુદ્દા ઉપર ઝીણામાં ઝીણી માહિતી આપીને મદદ કરવી પડશે. પ્રથમ તો મને એ કહે કે, તારી પ્રાથમિક તપાસ કોણે કરી હતી, અને તેની ઉંમર કેટલી હતી !' નાયબ-કોટવાળે મારી તપાસ કરી હતી અને તેમની ઉંમર ૨૬-૨૭ વર્ષની હશે. ’ , ‘અર્થાત્ મહત્ત્વાકાંક્ષી હાવા માટે પૂરતી ઉંમરને; પણ હ્રદય છેક જ કઠણ થઈ જવા માટે નાની ઉંમરના. ઠીક, તેના તારા પ્રત્યેના વર્તાવ કેવા હતા ?' " ‘ કઠોર નહિ પણ માયાળુ. મે તેને બધી વાત પહેલેથી છેવટ સુધી સાચેસાચ કહી સંભળાવી હતી. 9 ‘તારી તપાસ દરમ્યાન કોઈ જગાએ તેના વર્તાવમાં ચિંતા ફેર પડી ગયા હાય એમ બનેલું ?' ‘ હા, હા; મારી પાસેથી પકડેલા ગ્રાન્ડ માર્શલવાળા કાગળ તેણે વાંચ્યા ત્યારે તે એકદમ ગાભરો બની ગયો હોય એમ મને લાગ્યું હતું. જોકે મને તેણે એવા ખુલાસા કર્યો હતા કે, એ કાગળને કારણે મારે માથે જે ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે, તેના ખ્યાલથી તેને તે ગભરામણ થઈ છે.' Page #62 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ તારા ઉપરના જોખમથી?' “હાસ્તો વળી; તેને ખરેખર મારા દુર્ભાગ્યની બહુ દયા આવી હતી. અને તેણે પોતે એ કાગળ મારા દેખતાં જ પોતાને હાથે બાળી નાખ્યો હતો.' ‘તારી સામેના આક્ષેપ પુરવાર કરે એવી એકમાત્ર સાબિતી કોટવાળ થઈને તે પોતે જ બાળી નાખે? તે તો એ માણસ જ સૌથી મોટો બદમાશ હોવો જોઈએ! ઠીક, પણ એ કાગળ ઉપર સરનામું શું હતું? “શ્રી. નેઇટિયર, નં. ૧૩, ૩ કૉક-હેરોન, પૅરિસ.' “ઠીક, તારા એ નામીચા નાયબ-કોટવાળને એ કાગળ બાળી નાખવામાં કોઈ અંગત લેવાદેવા હોય એવું તું કલ્પી શકે છે?' કંઈક હશે જ, એવું અત્યારે મને સમજાય છે, કારણ કે, તેણે વારંવાર મારી પાસે વચન લેવરાવ્યું હતું કે, હું એ કાગળની વાત કોઈને કદી નહિ કરું; અને એવું વચન લેવું એ મારા હિતમાં છે, એવી પણ તેણે મને વારંવાર ખાતરી આપી હતી. વધારામાં તો તેણે એ કાગળ ઉપર લખેલું નામ કોઈની આગળ ન બોલવાના મારી પાસે ભારે સોગંદ લેવરાવ્યા હતા. એટલું હું કરું કે તરત જ મને છોડી મૂકવાનું પણ તેણે કહ્યું હતું.” નરટિયર !” બાવાજી એકદમ એ નામ વારંવાર બોલવા લાગ્યા. “ઇરટિયર ! અરે હા, ક્રાંતિ દરમ્યાન પ્રજાપક્ષમાં એ નામને માણસ હતો ખરો. તારો નાયબ-કોટવાળ શા નામથી ઓળખાતો?' દ” વિલેફૉર્ટ!” બાવાજી એ સાંભળી એકદમ જોરથી હસી પડયા. “અલ્યા, એ નાઇટિયર તારા નાયબ-કોટવાળને બાપ થાય! એ નાયબ-કોટવાળનું આખું નામ નઇરટિયર દ’ વિલેફૉર્ટ; પરંતુ બાપ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જેમાં ડારે પિતાની વાત કહે છે બળવાખોર પક્ષને, એટલે તેની સાથેને નામને પણ સંબંધ દૂર કરવા તેણે પોતાનું નામ “દ” વિફર્ટ' એટલું જ રાખ્યું હોવું જોઈએ.” ડાન્ટેના ઉપર આકાશમાંથી વીજળી તૂટી પડી હોય, તેમ તે એ શબ્દો સાંભળતાંવેંત ઊભો થઈ ગયો. તેને એકદમ બધું સ્પષ્ટ સમજાઈ ગયું. વિલેફૉર્ટની બધી બદમાશીના આંકડા તેના મનમાં હવે જોડાઈ ગયા. પોતાના પિતાને બચાવી લેવા જ વિલેફોર્ડે ડાન્ટેન તેના વૃદ્ધ પિતાથી આ કારમો વિયોગ કરાવેલો! ગુસ્સાથી ડાન્ટેનું માથું ભમી જવા લાગ્યું. તે સીધે પેલા ખેદેલા રસ્તામાં થઈ પોતાની ખેલીમાં દોડયો. જતાં જતાં તે એટલું જ બોલ્યો, “મારે એકાંતની જરૂર છે; મારાથી આ સહન નથી થતું !' રાતે જેલર ખાવાનું આપવા આવ્યો ત્યારે પણ ડાન્ટ શૂન્યમાં ફાટેલી આંખે તાકી રહ્યો હોય એમ હાલ્યા ચાલ્યા વિના પિતાની પથારીમાં બેઠેલો હતે. એ કલાકો કે જે એને મિનિટ જેટલા જ લાગ્યા હતા, તે દરમ્યાન તેણે એક ભયંકર નિશ્ચય કરી લીધો હતો, અને તે પાર પાડવા આકરામાં આકરા સોગંદ લીધા હતા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માણસ ધારે શું, ઈશ્વર કરે શું ! જેલર આવી ગયા બાદ ફેરિયા બાવા ડાન્ટની ખોલીએ આવ્યા. તેની વિચિત્ર સ્થિતિ જોઈને બાવાએ કહ્યું, મેં તને તારા દુશ્મનને શોધી આપવામાં મદદ કરી એ ખોટું કર્યું, એમ હવે મને લાગે છે. તારું આખું મન ભયંકર વેરના વિચારોથી જ ભરાઈ ગયું છે.’ ડાન્ટેએ આજીજી કરીને કહ્યું, “પિતાજી, મને મારા આ ભયંકર વિચારોની ભૂતાવળમાંથી છોડાવે. નહિ તો હું ગાંડો થઈ જઈશ, એમ મને લાગે છે.” “બેટા, જગતમાં કિનને લેવા માટેના દુશ્મનો જ નથી; પ્રેમ કરવા માટેના બાંધવો પણ છે, એટલું યાદ રાખજે.' “પિતાજી, જ્ઞાનબળવાળો તમારા જેવો પુરુષ ગમે તે પરિસ્થિતિમાં જે આશા અને ધીરજ દાખવી શકે છે, તે મારા જેવા માટે શક્ય ક્યાંથી હોય? માટે મને તમે એ જ્ઞાનબળ જ આપો; અને કશુંક ને કશુંક મને ભણાવવાનું શરૂ કરો.” બાવાજીએ કહ્યું, “તારો વિચાર સારે છે. જ્ઞાન એ એવો દીવો છે કે જે ગમે તેવી અંધારી કોટડીમાં બુઝાતું નથી કે પથ્થરની દીવાલોથી કેદ પુરાતે નથી. જેને માનવજ્ઞાન કહેવામાં આવે છે, તે બધું તે, તારી મરજી હોય તો હું તને એક વર્ષમાં જરૂર શીખવી શકીશ; પણ ફિલસૂફી જુદી વસ્તુ છે. તે શીખવી શિખાતી નથી. બધું જ્ઞાનવિજ્ઞાન હોવા છતાં માણસમાં તે ન પણ પ્રગટે; અને કશું જ્ઞાન ન ૫૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ માણસ ધારે શું, ઈશ્વર કરે શું! ૫૫ હોય તો પણ તે પ્રગટી હોય એમ બને. ફિલસૂફી જ જીવાત્માને પરમાત્મા પ્રત્યે લઈ જનાર સાચું જ્ઞાન છે!” બીજા જ દિવસથી ડાન્ટનું ભણતર શરૂ થઈ ગયું. તેની સમજશક્તિ સારી હતી તથા યાદશક્તિ અસાધારણ હતી; તેથી જ્ઞાનવિજ્ઞાનના સિદ્ધાંત ઉપર પ્રભુત્વ મેળવતાં તેને વાર ન લાગી. તેને ઇટાલિયન ભાષા તો વહાણવટાના સંપર્કને કારણે આવડતી હતી; તથા બીજી તે તરફની બોલીઓથી પણ તે પરિચિત હતો. છ મહિનામાં તો તે સ્પેનિશ, ઇંગ્લિશ અને જર્મન ભાષાએ પણ શીખી ગયો. એક વર્ષ વીતી ગયું. ડારે પિતાની આ જ્ઞાનપ્રાપ્તિ તથા ફેરિયા બાવાની સોબતથી પિતાનું બધું દુ:ખ ધીમે ધીમે ભૂલવા લાગ્યો. પરંતુ ફેરિયા બાવાનું તેમ ન હતું. તે વચ્ચે વચ્ચે બહુ વિચારમાં પડી જતા તથા નીચું જોઈ કેટલાય વખત સુધી આંટા માર્યા કરતા. એક દિવસ તે ઊંડા વિચારમાંથી અચાનક જાગી ઊઠયા હોય તેમ બોલ્યા, “અરે, ગલીવાળી ઓસરીમાં પહેરેગીર ન હોય તે કેવું સારું! “તમે હુકમ કરે છે તે પહેરેગીર એક મિનિટથી વધુ ત્યાં મોજૂદ નહીં રહે!' ડાન્ટેએ ઉસુકપણે જવાબ આપ્યો. , “મેં તને કેટલીય વાર કહ્યું છે કે, મારે લેહી રેડવું નથી. ગલીવાળી ઓસરીમાં બહેરો અને આંધળો પહેરેગીર હોય તો બસ!” હું તેને આંધળો તથા બહેર કરી આપું તો?' ના, એ વાત નું ફરી એ લાવીશ નહિ.' ડાન્ટમાં ફરી એ ચર્ચા ઉપાડવાની હિંમત ન રહી. વધુ ત્રણ માસ વીતી ગયા. એક દિવસ અચાનક ફેરિયા બાવાએ પૂછ્યું, “તારામાં હજુ પૂરતું જોર બાકી રહ્યું છે ખરું?' Page #66 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ - ડાએ જવાબમાં બાવાજીની કોશ લઈને તેને વાળી દઈ ગોળ કુંડાળું બનાવી દીધું અને પછી તેને સીધી પણ કરી આપી. - “અને તું પહેરેગીરને કશી પણ ઈજા જાણીજોઈને ન કરવાનું મને વચન આપે છે?” “હા; માત્ર મારો જીવ બચાવવા જ હાથ ઉપાડવો પડે તે સિવાય તેના વાળને પણ હું વાંકો નહિ થવા દઉં.’ “તો પછી ચાલ, આપણે નવી યોજના હાથ ઉપર ધરીએ.' એમ કહી બાવાજીએ બંનેના એરડાને જોડતી ગલીને નકશો દોર્યો. તે ગલીની નીચેથી ભોંયરું ખોદતાં ખોદતાં, ઉપરની જે ઓસરી સાથે પગથિયાં વડે તે ગલી જોડાતી હતી અને જ્યાં પહેરેગીર સતત આંટા માર્યા કરતો હતો, ત્યાં સુધી જઈ પહોચવું; પછી ચોકીદારનો પગ અવારનવાર પડતો હોય એ જગામાં એક પથ્થર યોગ્ય વખતે નીચેથી અંદર સરકાવી દેવાય તેવી ગોઠવણ કરી રાખવી; પછી એ પથ્થર સાથે જ પહેરેગીરને અંદર ખેંચી લઈ, તેના હાથપગ બાંધી દઈ, તેના મોંમાં ડૂચો મારી દેવો. પછી ઓસરીની એકાદ બારીમાંથી નીકળી, દોરડાની નિસરણી વડે બહારની દીવાલ ઉપરથી નીચે ઊતરી પડવું. ડાની આંખે આનંદથી ચમકવા લાગી. તે જ દિવસથી બંનેએ પિતાનું કામ ભારે ઉત્સાહથી અને પરિશ્રમથી શરૂ કર્યું. નવા ખેદકામનાં ઢેફાંની ખૂબ મહેનતે ઝીણી ભૂકી કરી, બંનેની લીઓનાં જાળિયાંમાંથી પવન ઊપડે ત્યારે થોડી થોડી બહાર ઉરાડી દેવામાં આવતી. પંદર મહિને સુરંગ તૈયાર થઈ. ઉપર ફરતા પહેરેગીરનાં પગલાંના ધબકારા નીચે બરાબર સંભળાતા હતા. હવે નાસી છૂટવા માટે ગાઢ અંધારી રાતની જ રાહ જોવાતી હતી. દરમ્યાન એ પથરો એમ ને એમ નીચે સરકી ન આવે અથવા પહેરેગીરને એ જગાએ Page #67 -------------------------------------------------------------------------- ________________ માણસ ધારે શું, ઈશ્વર કરે શું! ૫૭ પોલ અવાજ ન આવે, તે માટે સાવચેતી લેવાની જરૂર હતી. તેથી ડારે એક વખત પથ્થરની નીચે કંઈક ટેકા જેવું ગોઠવતો હતો, અને ફેરિયા બાવા ડાન્ટની ઓરડીમાં પિતાની દોરડીની નિસરણીને આગળને છેડે આંકડા જેવું કંઈક લગાડાય તેવું સાધન કાઠને તૈયાર કરવાની વેતરણમાં હતા, – તેવામાં અચાનક તેમણે વેદનાની ભયંકર ચીસ પાડીને ડાન્ટેને જલદી જલદી પોતાની પાસે બોલાવ્યો. ડાને તરત હાંફળાફાંફળો દોડી આવ્યો. બાવાજી રડા વચ્ચે કોકડું વળીને અમળાતા હતા. તેમના હાથની મૂઠીએ જોરથી ભિડાયેલી હતી અને તેમના ફીકા મોં ઉપર પરસેવાનાં મોટાં ટીપાં બાઝી ગયાં હતાં. ભલા ભગવાન! શું થયું, શું થયું?' ડાન્ટે બૂમ પાડી ઊઠયો. હું કહું છું તે જલદી સાંભળી લે. મારા ઉપર મારી એક જૂની બીમારીનો હુમલો આવ્યો છે. હું જેલમાં પુરાયો તેને આગલે વર્ષે મને પહેલો હુમલો આવ્યો હતો. એ રોગ ભયંકર તથા જીવલેણ છે. એ રોગને એક જ ઉપાય છે : તું જલદી જલદી મારી ખેલીમાં દોડી જા. ત્યાં મારી પથારીના ખાટલાને પાયો ખેંચી કાઢજે. એ પાયો કોતરીને પિલે કરેલ છે. તેમાં એક શોશી હશે, તે તું ક્લદી લઈ આવ. ના, ના. પણ હું તારી ઓરડીમાં હોઉં એ ઠીક નથી. તું મને ગમે તેમ કરીને મારી ઓરડીમાં ઘસડી જા. આ હુમલો કેટલો વખત પહોંચશે તેનું ઠેકાણું નથી.' ડાન્ટે આ અચાનક આવેલી અડચણથી ડઘાઈ ગયો. પરંતુ ગભરાઈને મૂઢ બની ગયા વિના બાવાજીને તેમની બોલીમાં ખેંચી ગયો. ત્યાં પહોંચતાં જ બાવાજીએ વધુ સમજણ પાડવા માંડી : “આ રોગને હુમલો ટોચે પહોંચશે, ત્યારે હું મરેલાની જેમ નિશ્રેષ્ટ થઈ જઈશ. પણ તે પહેલાં મને ખૂબ તાણ આવશે, એ ફીણ વળશે, તથા મારાથી મોટી મોટી ચીસો પડાઈ જશે. તે વખતે તારે સાવચેતી રાખવી પડશે. એ ચીસે કોઈ પણ રીતે બહાર સંભળાવી ન જોઈએ. નહીં તો મારી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આશા અને ધીરજ આખરી ઘડી આવેલી ગણી તેઓ મને ઇસ્પિતાલમાં કે ઉપરના ઓરડામાં ખસેડી જશે. હું ગૂંગળાઈ ન મરું એટલું હું મારું મોં દબાવી રાખજે. પછી જ્યારે હું મડદા જેવો જડ થઈ જાઉં, ત્યાર પછી જ મારા ભિડાયેલા જડબાને કશાક વડે ઉઘાડી, દશ ટીપાં ગણીને શીશીમાંથી ગળામાં રેડી દેજે. કદાચ હું આ હુમલામાંથી પાછો બેઠો થઈશ.” કદાચ !' ડાન્ટને એ શબ્દ તેના ગળામાં જ ગૂંગળાઈ ગયો. બે કલાકની ધાસ્તીભરી તથા ત્રાસદાયક મથામણથી ડાન્ટ પણ લોથ થઈ ગયો. ત્યાર બાદ અચાનક બાવાજી લગભગ મડદું થઈને ચત્તાપાટ પડી ગયા. ડાન્ટેએ તરત તેમનું મોં ફાડી દવાનાં ટીપાં ગણીને રેડી દીધાં. કલાક બાદ બાવાજીના મોં ઉપર કંઈક જીવતા હોવાનાં લક્ષણ દેખાવા લાગ્યાં. પણ જેલર આવવાનો વખત થયો હોવાથી બાવાજીએ ઇશારાથી ડાન્ટેને તેની બોલીમાં ચાલ્યા જવાનું કહ્યું. જેલર પિતાની ઓરડીમાં પણ આવી ગયો એટલે તરત ડાન્ટ પાછો બાવાજીની પથારીને પડખે આવી ઊભો રહ્યો. બાવાજી પૂરેપૂરા ભાનમાં આવી ગયા હતા, પણ બહુ જ અસ્વસ્થ તથા અશક્ત હાલતમાં પડેલા હતા. તને પાછો જોવાની આશા મને ન હતી. બાવાજીએ ખૂબ ધીમેથી કહ્યું. કેમ? મરી જ જવાશે એવી કલ્પના તમને હતી શું?” “ના એવી કલ્પના તો ન હતી, પરંતુ નાસી છૂટવાની આપણી બધી તૈયારી થઈ ગઈ હોવાથી મેં માન્યું કે તું તેને લાભ લઈ ભાગી ગયો હોઈશ.’ ડાટેના માથા ઉપર જાણે વીજળી તૂટી પડી. તે ડૂસકાં ભરતે Page #69 -------------------------------------------------------------------------- ________________ માણસ ધારે શું, ઈશ્વર કરે શું ! ૫૯ ભરતે બોલ્યો, “પિતાજી, મારે માટે તમે આવું જ ધાર્યું? તમને લીધા વિના હું એકલો નાસી જાઉં એવો આપ-મતલબી છું!” બાવાજીએ ધીરેથી કહ્યું, “બેટા, મારી એ માન્યતા ખોટી પડી તેથી મને આનંદ જ થયા છે. પરંતુ મને સાથે લઈને આ કેદખાનામાંથી છૂટવાની તારી આશા પણ હવે વ્યર્થ છે. પહેલી વાર જ્યારે મને આ રોગનો હુમલો આવ્યો, ત્યારે અર્ધા કલાકમાં જ હું પાછો મારી મેળે ઊભે થયો હતો અને મને તીવ્ર ભૂખની લાગણી થઈ આવી હતી. પરંતુ આ વખતે તે મારો જમણો હાથ તેમ જ પગ બંને નકામા થઈ ગયા લાગે છે. મારા મગજમાંની થોડીક શિરાઓ પણ ફૂટી ગઈ છે. હવે પછીને હુમલે તો કદાચ હું મરણ જ પામીશ અથવા મને હંમેશને માટે પક્ષાઘાત થઈ જશે.' “એવું ન બોલશો પિતાજી! ત્રીજા હુમલા પહેલાં તે આપણે બહાર નીકળી ગયા હોઈશું અને મળી શકે તેવી ઉત્તમ ઔષધિઓથી તમારી સારવાર થવા લાગી હશે.” “બેટા, તને હું છેતરીને અંધારામાં રાખવા માગતા નથી. આ હુમલા પછી હું કદી કેદખાનામાંથી છૂટવાની આશા રાખી શકું તેમ નથી. કારણ કે, પગે જે દોડી શકે, તે જ જેલમાંથી ભાગી શકે, અને બંને હાથ વાપરી શકે, તે જ લાંબો દરિયો તરી શકે. આ રોગ અમારા કુટુંબને વંશપરંપરાને રોગ છે. અને જે વૈધે મને આ નુસખે તૈયાર કરી આપ્યો હતો, તેણે મારે માટે આવો જ અંત ભાખ્યો છે. એટલે હું જ તને રાજીખુશીથી કહું છું કે, મારી ચિંતા મૂકી તું એ ભાગી જા. તું જુવાન છે, અને તારે આ કેદખાનામાં સબડયા કરવાની જરૂર નથી.’ “તે પિતાજી, હવે તમે પણ મારી પ્રતિજ્ઞા સાંભળો. તમારા ચરણ ઉપર હાથ મૂકીને હું કહું છું કે, જ્યાં સુધી તમે જીવતા હશો, ત્યાં સુધી Page #70 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ હું અહીં તમારે પડખે જ રહેવાનું છું. માત્ર મૃત્યુ જ આપણને બેને છૂટા પાડી શકશે.” બેટા, તારા આવા ભલા હૃદય ઉપર ઈશ્વરના આશીર્વાદ ઊતરો ! પણ જો તારો એવો જ નિરધાર હોય, તે પહેરેગીરના ફરવાની જગા નીચેની પોલી જગા તું પાછી પૂરી દે. કારણ કે, તું મને પાછળ મૂકીને એકલો જવાનો ન જ હોય, તો તેને ઉપયોગ કરવાની તરતમાં જરૂર નહીં પડે. પછી કાલે જેલર આવી જાય ત્યાર બાદ તું મારી પાસે જલદી આવજે. મારે તને એક અગત્યની વાત કહેવાની છે.’ ૧૫ ગુપ્ત ધનભંડાર બીજે દિવસે ડાન્ટે જ્યારે બાવાજીની ખોલીએ પાછો આવ્યો, ત્યારે તે પોતાની પથારીમાં બેઠેલા હતા અને તેમના ડાબા હાથમાં (કારણ કે જમણો હાથ હાલતાચાલતું બંધ થઈ ગયો હત) એક ભૂંગળી જેવો ગેળ કાગળ હતો. ડાન્ટને એ કાગળ બતાવી બાવાજીએ કહ્યું, “આ જો.” પરંતુ વારંવાર જોવા છતાં ડાન્ટને કશી સમજ ન પડી. કાગળ એક બાજુએથી અઅર્ધ બળી ગયેલ હતો અને તે જ પ્રમાણે અંદરના લખાણની લીટીઓ પણ. બાવાજીએ કહ્યું, “જો ભાઈ, આ કાગળમાં ગુપ્ત ધનભંડારને પત્તો છે. આજથી માંડીને હું તને મારા એ ભંડારના અઅર્ધ ભાગને હકદાર બનાવું છું.’ Page #71 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત ધનભડાર ૩૧ ડાન્ટે ચોંકી ઊઠયો. તેણે એબ ફેરિયાના આ ધનભંડાર બાબતના ગાંડપણની વાત સાંભળી હતી. અત્યાર સુધી એની કશી વાત બાવાજીએ ઉપાડી ન હોવાથી ડાન્ટને ખાતરી થતી જતી હતી કે બાવાજીનું એ ગાંડપણ કદાચ દૂર થયું છે પણ રોગના હુમલા પછી લકવાની અસર સાથે એ ગાંડપણને પણ પાછું આવેલું જોઈ, ડાન્ટે જરા ગભરાયા જેવા થઈ ગયા. બાવાજીએ હસતાં હસતાં કહ્યું, ‘ બેટા, હું કદી ગાંડે હતા નહિ અને છું પણ નહિ. આ કાગળમાં મેં બળેલા કાગળની લીટીઓના અધૂરો ભાગ રાતદિવસ વિચાર કરી કરીને પૂરો કર્યો છે. તેને પેલા બળેલા કાગળની લીટીઓની સીધમાં મૂકીને વાંચ.’ ડાન્ટેએ બંને ટુકડા સીધમાં મૂકીને વાંચવા માંડયું : “ આજે ૧૪૯૮ના એપ્રિલની ૨૫મી તારીખે પાપ સાહેબ અલેકઝાન્ડર છઠ્ઠાએ મને જમવા બાલાવ્યા છે. મારા પદની કિંમત પેટે મારી પાસેથી પડાવેલી મેટી રકમથી સંતુષ્ટ થવાને બદલે તેમને મારી બાકીની મિલકતના વારસદાર થવું છે. તેથી તેમણે મને કાર્ડિનલ કેપ્રેરા અને બેન્ટીવાગ્લિયાની જેમ ઝેર આપીને મારી નાખવાની યેાજના ઘડીને નિમંત્રણ આપ્યું છે. તેથી હું મારા ભત્રીજા ગીડો સ્પાડાને મારો કુલ વારસદાર ઠરાવું છું. મેં મારો તમામ ખજાને – સાનાની પાટા, રોકડ, જરઝવેરાત – જેની કિંમત ૨૦ લાખ રોમન ક્રાઉન સિક્કા જેટલી થાય, તે મેન્ટે ક્રિસ્ટો નામના નાના ટાપુની ગુફામાં સંતાડયો છે. નાની ખાડીથી પૂર્વમાં વીસમા ખડકને ઊંચા કરતાં જ એ ખજાનો મળશે. આ ગુફામાં બે બાકાં કરવામાં આવ્યાં છે. બીજી ગુફાના દૂરના ખૂણામાં એ ખજાના છે. ૨૫ મી, એપ્રિલ ૧૪૯૮ પણ એટલામાં જેલરનાં પગલાંને બાવાજીને સાંપી ડાન્ટે પાછા પેાતાની સીઝર સ્પાડા ” અવાજ સંભળાતાં કાગળા ખાલીમાં ચાલ્યા ગયા. ત્યાં Page #72 -------------------------------------------------------------------------- ________________ કર આશા અને ધીરજ આવ્યા પછી ડાન્ટને બાવાજીને ફરીથી ખજાનાની વાતનું ગાંડપણ ઊપડેલું જોતાં ઘણું દુઃખ થવા લાગ્યું. બાવાજી એ વાત ભૂલી જાય તે સારું, એમ માનીને આખો દિવસ તે તેમની ખેતીમાં ગયો જ નહિ. છતાં સાંજ પડતાં જ બાવાજી પોતે માહપરાણે ઘસડાતા ઘસડાતા ડાન્ટની ખેલીએ આવ્યા. ડાન્ટેએ ગળગળા થઈ તેમને બાકોરામાંથી ઉપર ખેંચી લીધા. બાવાજીએ ડાન્ટેને તેના અવિશ્વાસ બદલ મીઠો ઠપકો આપ્યો અને પ્રથમ પોતાની વાત શાંતિથી સાંભળી લેવા કહ્યું: - “કાર્ડિનલ સ્પાડાને સેક્રેટરી હત; અને જે કાંઈ સુખશાંતિ મે મારા જીવનમાં અનુભવ્યાં છે, તે બધાં તેમને જ આભારી છે. કાર્ડિનલ પાડા બહુ શ્રીમંત ન હતા, જોકે તેમના જૂના કુટુંબની શ્રીમંતાઈ તે આખા ઇટાલીમાં કહાણીરૂપ હતી. “સ્પાડા જેટલો શ્રીમંત” એમ કહે, એટલે કલ્પનાતીત ધનવાળો એ જ અર્થ થતો. હું તેમના ભત્રીજાને ભણાવતે અને તેમના મહેલમાં જ રહે. તે બધા ભત્રીજાઓ ગુજરી ગયા પછી પણ હું કાર્ડિનલ સ્પાડાના ઉપકારો યાદ કરી, તેમને સેબત આપવા તેમની પાસે જ રહેવા લા “કાર્ડિનલ સ્પાડા બધી રીતે શાણા તથા વિચારવાન પુરુષ હતા; પરંતુ અવારનવાર પોતાના મોટા ગ્રંથાલયમાં જૂની હસ્તલિખિત પોથીએમાં તે કાંઈ ને કાંઈ શોધ્યા કરતા. એક વખત મેં તેમને તે અંગે નમ ઠપકાની ભાષામાં કંઈક કહ્યું, ત્યારે તેમણે મને રોમના ઈતિહાસનું એક પુસ્તક કાઢીને તેમાંથી પોપ એલેકઝાન્ડર છઠ્ઠાના જીવનચરિત્રવાળો ભાગ વાંચવા આપ્યો. એક પ્રકરણમાં તે પપે તથા સીઝર બોજિયાએ મળીને પૈસા મેળવવા જે કાવતરું કર્યું હતું, તેની વાત આ પ્રમાણે આપેલી હતી :- “તેમણે કાર્ડિનલોની બે ગાદીઓ ઊભી કરી અને મોટામાં મોટી કિંમત આપનારને તે વેચવા કાઢી, રોમના Page #73 -------------------------------------------------------------------------- ________________ ગુસ ધનભંડાર બે અતિશય તવંગર માણસે તે પદ ખરીદવા તૈયાર થયા : એક તો જન રોસ્પીગ્લઓસી, જે ધર્મપીઠોની ચાર ઊંચામાં ઊંચી ગાદીઓને ધણી હતો; અને બીજો સીઝર પાડા, જે રોમના ઊંચા ખાનદાનને તથા સૌથી વધુ તવંગર ઉમરાવ હતો. ““તે બે જણાએ ખૂબ પૈસા આપીને કાર્ડિનલની ગાદીઓ ખરીદી. તેઓ કાર્ડિનલ બનતા પહેલાં જે આઠ ગાદીઓ ધારણ કરતા હતા, તે ગાદીએ બીજા આઠ જણને વેચીને પપે પાછા વધુ પૈસા ઉપજાવ્યા. “પરંતુ હજુ પિપના કાવતરાની શરૂઆત જ થઈ હતી! તેણે પ્રથમ તો એ બંને કાર્ડિનલોને ખૂબ માનપાન આપીને, પોતાની બહારની બધી મિલકતો વેચી કાઢી રોમમાં જ આવીને સ્થિર થવા લલચાવ્યા. ત્યાર બાદ પિપે તે બંનેને એક દિવસ જમવા નિમંત્રણ આપ્યું. “રોસ્પીગ્લીસી તો પોતાને મળેલા નિમંત્રણથી ખુશખુશ થઈ ગયો; પણ સ્પાડા વધુ ડહાપણવાળ હતા. તે સમજી ગયો કે એ નિમંત્રણમાંથી પાછા આવતા ઘેર આવવાનું નથી. તેણે તરત પોતાની મિલકતનું વીલ પોતાના ભત્રીજાને નામે બનાવી દીધું અને પોતે પિપના નિવાસસ્થાને પહોંચે તે પહેલાં રસ્તામાં પોતાને ભેગા થવા માટે તાકીદને સંદેશો ભત્રીજાને મોકલ્યો. “પરંતુ ભત્રીજો નોકરને ભેગો થઈ શક્યો નહીં. પેપને ત્યાં પહોંચીને પાડાએ જોયું તો પોતાનો ભત્રીજો પોપના ટેબલે જ બેઠો હતો. સ્પાડા સમજી ગયો કે પોપે બધી પેરવી પહેલેથી જ કરી લીધેલી છે. ““સ્પાડા પિતાના ભત્રીજાને માત્ર એટલું જ પૂછી શક્યો કે, તને મારો સંદેશો મળ્યો હતો કે નહિ? ભત્રીજાએ ના પાડી. પણ સાથે સાથે તે પોતાના કાકાના પ્રશ્નનું રહસ્ય સમજી ગયો. પરંતુ તે વખતે બાજી હાથથી ચાલી ગઈ હતી, કારણ કે, તેણે પિપે આપેલો કીમતી Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ આશા અને ધીરજ દારૂનો પ્યાલો કયારનો પી લીધો હતો. બીજો પ્યાલો સ્પાડા માટે પણ આવ્યો; અને એ સત્કાર બદલ આભાર માની તેને તે પી જવો પડયો. “ એક કલાક પછી બંને મરી ગયા : સ્પાડા પિતાના મહેલના દરવાજાની આગળ, અને ભત્રીજો પોતાના ઘરના બારણા આગળ. તેની જીભ ચોંટી ગઈ હતી અને પોતાની પત્નીને કશુંક સમજાવવા તે ઘણા ઇશારા કરતો હતો. “પોપે પાડાની નાવારસી મિલકત કાયદા પ્રમાણે પિતાને કબજે કરી; પરંતુ સ્પાડાના વીલનો કોઈ કાગળ પોપને હાથ આવ્યો નહિ. એક નાની ચબરકી ઉપર માત્ર આટલા શબ્દો લખેલા મળી આવ્યા – “મારા વહાલા ભત્રીજાને મારી બધી થેલીઓ, ચોપડીઓ અને ખાસ તો સોનેરી ખૂણાઓવાળી મારી નોંધપોથી વારસામાં આપું છું. એ નોંધપોથીને તે તેના વહાલા કાકાની યાદગીરીમાં હંમેશ સાચવી રાખશે એવી મારી વિનંતી છે.” “પપે અને સીઝર બોજિયાએ ઘણી ખળાખોળ કરી, પણ સ્પાડાની અઢળક કહેવાતી દોલતને હિસાબે તેમના હાથમાં ખાસ કાંઈ ન આવ્યું. ભત્રીજો મરતા પહેલાં પોતાની પત્નીને માત્ર એટલું સમજાવી શકયો હતો કે, “મારા કાકાના કાગળો બરાબર તપાસ; તેમાં તેમનું વીલ જરૂર છે.” “પોપે અને બોજિયાએ પણ ખૂબ તપાસ કરી, પણ એ વીલ હાથ ન જ આવ્યું. બે મહેલો અને વાડી એટલી સ્થાવર મિલકત હતી. તેની કશી ખાસ કિંમત તે દિવસોમાં ગણાતી નહિ, એટલે તેટલું સ્પાડાના કુટુંબીઓ માટે જ રહેવા દેવામાં આવ્યું....” ફેરિયા બાવાએ વાત આગળ ચલાવી : “ઇતિહાસના પ્રકરણનો આ ભાગ વંચાવી કાર્ડિનલ સ્પાડા મને એમ સૂચવવા માગતા હતા કે, એ વીલની તપાસ કરતા રહેવાનો હુકમ પેઢીઓ પૂર્વેથી તેમને મળેલો છે, અને તે મુજબ પેઢી-દરપેઢી એ તપાસ ચાલ્યા જ કરે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત ધનભંડાર મેં પોતે એ સોનેરી ખૂણાઓવાળી જૂની નોંધપોથી જોઈ હતી. ઘરમાં તેને સાચવીને રાખવામાં આવતી હતી અને તેનું લગભગ પૂજન જ કરવામાં આવતું હતું. હું કુટુંબને વિશ્વાસુ ભક્ત જેવો હોવાથી એ ઐતિહાસિક નેંધપોથી મને પણ વાંચવા દેવામાં આવી હતી. મને લગભગ ખાતરી થઈ હતી કે જો વીલ ખરેખર હશે, તે એ નોંધપોથીમાં જ હોવું જોઈએ, કારણ કે સીઝર પાડાની છેલ્લી ચબરકીમાં એ નોંધપોથીને જ સાચવી રાખવાને આદેશ હતે. “પણ અમારા સૌના પ્રયત્ન અફળ ગયા. છેવટે મારા આશ્રયદાતા કાર્ડિનલ સ્પાડા નિર્વશ ગુજરી ગયા. તેમણે પોતાના કુટુંબના જૂના બધા કાગળો, ૫૦૦૦ ગ્રંથોનું તેમનું આખું ગ્રંથાલય, તથા પેલી સુપ્રસિદ્ધ નોંધપોથી મને વારસામાં આપ્યાં. ઉપરાંત ૭૦૦૦ ફ્રાંકની કિંમતનું રોકડ રોમન નાણું આપ્યું. તે નાણામાંથી મારે તેમના આત્માની શાંતિ માટે દર વર્ષે પ્રાર્થના કરાવવાની હતી તથા તેમના કુળને આખો સળંગ ઈતિહાસ લખવાને હતે. ઈ. સ. ૧૮૦૭માં હું પકડાયો તેની એક મહિનો અગાઉ, અને કાર્ડિનલ સ્પાડાના મરણ બાદ પંદર દિવસે, તા. ૨૫મી ડિસેમ્બરને રોજ હું બધા જૂના કાગળે ફરી વાંચી જતો હતો અને ગોઠવતો જતો હતો, કારણ કે એ મહેલ વેચી નાખવામાં આવ્યો હતો અને હું બધા કાગળો અને રોકડ મારી સાથે લઈ, રોમ છોડીને ફરન્સમાં રહેવા ચાલ્યો જવાને હતો. તે દિવસે હું ભારે જમણ જમેલો અને સતત પરિશ્રમથી થાકી ગયેલો; એટલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં એ કાગળોની વચ્ચે ખુરશી ઉપર જ બેઠો બેઠો હું ઊંધી ગયો. ઘડિયાળમાં છ વાગતાં જ્યારે હું જાગી ઊઠયો, ત્યારે બધે અંધારું થઈ ગયું હતું. એટલે દીવો સળગાવવા મેં નોકરને બૂમ પાડી. પણ કોઈ આવ્યું નહિ એટલે આ૦- ૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ પાસે પડેલી મીણબત્તીને સગડીમાં સળગતા અંગારાની મદદથી સળગાવવા હું કાગળને એકાદ ટુકડો શોધવા લાગ્યો. અંધારામાં કોઈ જરૂરી કે ઉપયોગી કાગળ ભૂલથી હાથમાં આવી જાય એ ડર લાગતું હોવાથી, ગમે તે કાગળ ઉપાડતાં હું આનાકાની કરતો હતો. એવામાં મને યાદ આવ્યું કે, પેલી સોનેરી ખૂણાઓવાળી નોંધપિથીમાં નિશાની તરીકે મૂકવા એક જૂનો કોરો કાગળ પહેલેથી રાખવામાં આવેલો હતો. પાસે જ પડેલી એ નોંધપોથીમાંથી થોડે બહાર નીકળે તે કાગળ મેં ખેંચી કાઢયો; અને તેની ભૂંગળી વાળીને એને છેડો અંગારાઓ વચ્ચે મેં ધર્યો. “પરંતુ કાગળ જેમ જેમ સળગતે ગયો, તેમ તેમ બળવાની જગાએ જાણે જાદુથી ફૂટી નીકળતા હોય તેમ પીળા રંગના અક્ષરો દેખાવા લાગ્યા. તરત મેં તે કાગળ જલદી જલદી બુઝાવી નાખ્યો અને મીણબત્તીને સીધી અંગારા ઉપર ધરીને સળગાવી લીધી. પછી મેં એ કાગળની ભૂંગળી ઉકેલવા માંડી. મને તરત જ ખાતરી થઈ કે, એ કાગળ ઉપર ગુપ્ત શાહીનું લખાણ હતું; કાગળને અંગારા ઉપર ધરવામાં આવે તે જ એ લખાણ નજરે પડે. એ કાગળમાં સીઝર સ્પાડાનું અત્યાર સુધી કોઈને હાથ ન આવેલું વીલ લખેલું હતું ! કાગળને એક તૃતીયાંશ ભાગ તો બળી ગયો હતો, પણ એ કાગળની લીટીઓનું માપ તથા બાકી રહેલા શબ્દો ઉપરથી મેં બળી ગયેલો ભાગ કલ્પી કાઢયો છે, અને મારી ખાતરી છે કે, એમાં એક શબ્દ પણ ખાટો નથી! “એટલે બેટા, હવે જો આપણે આ કેદખાનામાંથી જીવતા છૂટીએ, તો એ ભંડારમાંથી અર્ધો ભાગ તારો છે; અને જો હું અહીં જ મરણ પામું અને તું એકલો જ બચે, તે આખે ભંડાર તારા એકલા છે!” પણ બાપુજી, એ ભંડાર તમારો જ છે અને તમે જ એના Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ત્રીજો હુમલે એકમાત્ર હકદાર છો. મને તેના ઉપર કશો હક નથી, કારણ કે તમારો હું કોઈ સગાસંબંધી નથી.' બેટા, તું જ મારો પુત્ર છે. પાદરી તરીકે મારે લગ્ન કરવાનું હોય નહીં; એટલે સંસારી રીતે મારે બીજો કોઈ વારસદાર નથી. મારી વૃદ્ધ તથા આખરી અવસ્થામાં તું જ મને ટેકારૂપ થઈ પડ્યો છે; તથા અજ્ઞાન અને બંધનની ઘેરી ભતા તેડવામાં મદદ કરીને હું જ વસ્તુતાએ તારો પિતા બન્યો છું.” ડાને એ સાંભળી, હૃદય ભરાઈ આવતાં, બાવાજીને કંઠે હાથ ભેરવી ડૂસકે ડૂસકે રડી પડ્યો. ત્રીજો હુમલો બાવાજીએ કદી મેન્ટે-ક્રિસ્ટો ટાપુ જો ન હતો, પરંતુ ડોન્ટે પોતાના વહાણવટા દરમ્યાન તેની પાસે થઈને ઘણી વાર આવ્યો ગયો હતો અને એક વાર તેનું વહાણ ત્યાં લાંગર્યું પણ હતું. તે ટાપુ કોર્સિકા અને એલ્બા ટાપુઓની વચ્ચે આવેલ હતું, અને માત્ર જવાળામુખી પર્વત જેવો શંકુ આકારનો એક ઊંચો ડુંગર જ તેમાં પથરાયેલો હતો. ડાન્ટને એ ખજાનાની સચ્ચાઈ વિષે હવે કદી શંકા રહી નહિ, પરંતુ ત્રણસો વરસ દરમિયાન કોઈ ને કઈ તે ટાપુ ઉપર ગયું જ ન હોય, અને તે ખજાને હજુ ત્યાં જ પડી રહ્યો હોય, એ વિશે તેને થોડી શંકા હતી ખરી. એબ ફેરિયાએ ડાન્ટને આખો પત્ર મોઢે કરાવ્યા બાદ, પોતે Page #78 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ઉપજાવેલો અર્ધો ભાગ બાળી નાખ્યો, જેથી બાકીને મૂળ ભાગ કોઈના હાથમાં જાય તો પણ તેને એ ખજાનાની પૂરી વાત ન સમજાય. બાવાજી હવે ડાન્ટને એ ભંડારની તથા ગમે તેવી હતાશભરી પરિસ્થિતિમાં પણ અણધાર્યો આશાને પ્રકાશ કેવી રીતે છુપાયો હોય છે, અને એ તકનો લાભ લેવા ડાહ્યા માણસે કેવી રીતે હંમેશા તત્પર રહેવું જોઈએ, એની વાતો વારંવાર કહેવા લાગ્યા. એક રાતે ડાત્રે અચાનક પોતાની ખેલીમાં ઊંઘમાંથી જાગી ઊડ્યો. તેને એવો ભાસ થયો કે દૂરથી કઈ જાણે તેને બોલાવે છે. અચાનક બાવાજીનો ખ્યાલ આવતાં, તે એક છાની ચીસ પાડી તરત ભોંયરામાં ઊતરી તેમની બેલી તરફ દોડ્યો. એબ ફેરિયા ખાટલાને પકડીને ખૂબ કરાંઝતા હતા તથા જોરથી ધ્રૂજતા હતા. ફેરિયા બાવાએ માત્ર એટલું જ કહ્યું, “બેટા, શું થયું છે તે તું કલ્પી શકશે. હવે મારી આખરઘડી છે. તું ગભરાતો નહિ. ઈશ્વર જે કરે છે તે સારા માટે જ જાણવું. મારા જવાથી તેને કેટલી ભારે ખોટ લાગશે તે હું સમજું છું; પણ કદાચ એમાં જ તારી મુક્તિની પણ કિંઈક શક્યતા છુપાઈ હોય.' ડાટે એકદમ બાવાજીને આગળ બોલતા અટકાવી બોલી ઊઠ્યો. મારે એ વાત સાંભળવી નથી. મને પેલી શીશીની દવા આ વખતે કેમ વાપરવી તે વિષે જ જે કહેવાનું હોય તે કહે.” બેટા, ત્રીજો હુમલો આ રોગમાં છેવટને હોય છે. છતાં તારે પ્રયત્ન કરવો જ હોય, તો આ વખતે દશને બદલે બાર ટીપાં મને પાઈ દેજે. અને છતાં હું ફરી ભાનમાં ન આવું, તે આખી શીશી જ ગળામાં રેડી દેજે.' ડાન્ટેએ બાવાજીને જાળવીને પથારીમાં સુવાડવા, બાવાજી સૂતા સૂતા વચ્ચે વચ્ચે બોલવા લાગ્યા, “બેટા, ભગવાને તને મોકલીને મોડે મોડે મારા જીવનને કેવું ધન્ય બનાવ્યું છે, અને મારા અંતિમ દિવસોમાં હું મને કેવો શાંતિદાયક તથા દુનિયા પ્રત્યેનું વેરઝેર ભૂલવામાં કેવો મદદગાર Page #79 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો હુમલે બન્યો છે, તે હું જ જાણું છું. મારી છેવટની ઘડીએ હું તને મારા અંતરથી આશીર્વાદ આપતા જાઉં છું કે તું સુખી થજે; ઈશ્વર તારું ભલું કરો!” ડાન્ટેએ ઘૂંટણિયે પડી પોતાનું માથું બાવાજીના હાથ આગળ ટેકવી દીધું. બાવાજીએ તેના ઉપર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું: “બેટા, આ આખરી ઘડીએ મારી આંખ આગળનાં પડળ ખૂલી ગયાં છે. મને સ્પાડાનો ભંડાર પ્રત્યક્ષ દેખાય છે. હું જ્યારે છૂટે ત્યારે મારા આ શબ્દો ઉપર વિશ્વાસ રાખી જરૂર મોન્ટેક્રિસ્ટો ટાપુ ઉપર જજે. તું એ ભંડારનો નિઃસંકોચ ઉપયોગ કરજે. તે ઘણું દુ:ખ વેઠયું છે; હવે તારા સુખના દિવસો જ નજીક આવો!” બાવાજીના એ છેલ્લા શબ્દો હતા. ડાન્ટેએ તેમના મેમાં દવાનાં બાર ટીપાં રેડી દીધાં; પણ કંઈ અસર થયેલી ન જણાતાં આખી શીશી જ ઠાલવી દીધી. પણ બાવાજીના આખા શરીરે ભયંકર તાણો શરૂ થઈ, અને તેને અંતે ચીસો. ત્યાર બાદ તે નિશ્રેષ્ટ થયા. પછી બાવાજીના શરીરમાં એક ભયંકર આંચકો આવ્યો, અને તેમની આંખે બીક લાગે તેવી ફાટી ગઈ. ત્યાર બાદ ફરી એકદમ આખું શરીર જડ- નિશ્રેષ્ટ થઈ ગયું. ડાન્ટ શૂનમૂન થઈ, બાવાજીની એ ફાટેલી આંખ સામું જોતા બેસી રહ્યો. છેક સવારે છ વાગ્યા અને પ્રકાશનાં થોડાં કિરણ જાળિયામાંથી અંદર આવ્યાં ત્યારે જ પહેલી વાર ડાન્ટેને ખબર પડી કે, તે કયારનો એક મડદા પાસે જ બેસી રહ્યો હતે. જેલરના આવવાનો વખત થયો હોવાથી ડારે તરત બધું ઠીકઠાક કરી, પિતાની ખેલી તરફ નાઠો. જેલર ડાન્ટને નાસ્તો આપી, એબ ફેરિયાને નાતે આપવા ચાલ્યો. ત્યાં શું થાય છે તે જોવા તરત ડાન્ટ સુરંગમાં થઈને એબ ફેરિયાની ઓરડી તરફ દેડયો. બાવાજીની ખેલીમાંથી જેલર બૂમો પાડીને બહારથી માણસોને બોલાવતો હતો. બીજા માણસો આવ્યા પછી થોડી વારે ખબર મળતાં ગવર્નર પણ આવ્યો. તેના હુકમથી ડાકટરને મરણ-સર્ટિફિકેટ આપવા માટે બેલાવવામાં આવ્યો. Page #80 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ડાકટરે જાહેર કર્યું કે, કેદી પૂરેપૂરો મરી ગયો છે. છતાં ગવર્નરે કાયદા પ્રમાણે છેવટની ખાતરી કરી જોવા માટે લોખંડને લાલચોળ તપાવેલો તાવેથો મંગાવ્યો. ડાકટરે એ તાવેથો મડદાના પગના તળિયામાં જોરથી દબાવી દીધું. ચરરર માંસ બળ્યાનો અવાજ તથા ગંધ ડાન્ટ ઊભા હતા ત્યાં પણ આવ્યા વિના ન રહ્યાં. ત્યાર બાદ એક કોથળો લાવી મડદું તેમાં સીવી લેવામાં આવ્યું. પછી રાતે અગિયાર વાગ્યે અંતિમક્રિયા પૂરી કરવાનો હુકમ બે માણસોને આપીને, ગવર્નરે બારણાને બહાર તાળું મારી દીધું; અને સૌને વીખરાઈ જવા કહ્યું. સૌનાં પગલાં સંભળાતાં બંધ થયાં એટલે ડાન્ટેએ ધીમે રહીને પથરો ઉપાડયો અને અંદર ડોકિયું કર્યું. ૧૭ શેટો દ ઈફનું કબ્રસ્તાન લાંબા કોથળામાં સીવી લીધેલું મડદું પથારી ઉપર ચત્તાપાટ પડ્યું હતું. ડારે ત્યાં બે હાથ જોડી, માથું નીચું કરી ઊભે રહ્યો. એકદમ તે એકલવાયાપણાના આ નવા ભાર હેઠળ ડાન્ટનું હૃદય બેસી જવા લાગ્યું. એટલે બાવાજી જ્યાં ગયા હોય ત્યાં જલદી પહોંચી જવા, તેણે તરત આપઘાત કરવાનો વિચાર કર્યો. પણ દુઃખનું એ તીવ્ર મોજું આવી ગયા બાદ પાછું ધીમે ધીમે બીજું વિરોધી મેજું પણ આવ્યું. પોતે એમ આપઘાત કરે, તે જે દુશમનેએ તેની આ વલે કરી છે, તેમને હિસાબ શી રીતે ચૂકતે કરાશે? Page #81 -------------------------------------------------------------------------- ________________ શેટે દ” ઈફનું કબ્રસ્તાન એટલે ગમે તેમ કરીને કેદમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન જ કરવો, એ નિર્ણય ઉપર તે આવ્યો. પછી એમ કરવા જતાં મોત આવે, તે તેને વાંધો નહીં. આવા વિચારોની ગડભાંજમાં તે ચૂપકીથી મડદા તરફ નજર સ્થિર કરીને ઊભો હતો, તેવામાં કોણ જાણે એક વિચિત્ર વિચાર તેને અચાનક ફુર્યો. તેણે તરત જ કોથળાને બાવાજીની છરી વડે ખેલી નાખ્યો; તેમાંથી મડદું કાઢી, તેને ખભે ઊંચકી લઈ, સુરંગમાં ઊતરી તે પિતાની ખેલીમાં આવ્યો. ત્યાં પોતાના ખાટલા ઉપર મડદાને મૂકી, પોતે રાતે જે કાપલો માથે વીંટતો તે તેના માથા ઉપર બાંધ્યો તથા પિતાની ચાદર તેના ઉપર ઢાંકી દીધી. જેલર ખાવાનું આપવા આવતે ત્યારે ઘણી વાર તેને એમ ઊંઘતો જોઈ, ચુપચાપ ખાવાનું મૂકી ચાલ્યો જ. પછી બાવાજીની ખેલીમાં આવીને છપાવેલી જગાએથી તેણે બાવાજીનાં સોય-દોરો શોધી કાઢયાં અને પછી પોતે કોથળામાં પેસી અંદરથી તેનું મોં પહેલાંની જેમ સીવી કાઢયું. પેલી છરી તેણે પોતાની સાથે અંદર જ રાખી. કબર ખોદનારા અંધારી રાતે બહુ ઊંડું ખોદે નહિ, અને ખડક ઉપર ઊંડી માટી પણ હોય નહિ; એટલે તેઓ પોતાને દાટીને પાછા ફરે કે તરત કોથળો છરીથી કાપીને પિચી માટી દૂર કરી બહાર નીકળી જવું અને દરિયામાં કૂદી પડવું, એ તેને ઇરાદો હતો. ધીમે ધીમે મડદાને ઉપાડી જવાન નક્કી થયેલો વખત પાસે આવત ગયો. ડાન્ટની નસો જોરથી ધબકવા લાગી. બારણું ઊઘડયું. બે જણ અંદર આવ્યા અને ત્રીજો એક જણ મશાલ લઈને બારણા પાસે ઊભો રહ્યો. બંને જણાએ કોથળાને સામસામે છેડેથી ઊંચક્યો અને બહાર લાવી, ગલીનાં પગથિયાં ચડી, પાસે તૈયાર રાખેલી ઠેલણગાડીમાં મૂક્યો. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આશા અને ધીરજ C તેમાંના એક જણ બાલ્યા વિના ન રહ્યો કે, · ડોસા ઘરડા અને પાતળો દેખાતા હતા, છતાં વજનદાર તો ખાસો છે!' બહાર થાડે દૂર ગયા પછી તેઓએ મડદુ ઠેલણગાડીમાંથી ઉતારીને જમીન ઉપર મૂકયું. પછી એક ભારે વજનના લાખંડના ગાળો દારડાથી મડદાને પગે તાણી બાંધ્યા. ડાન્ટને એ બધાના કશા અર્થ સમજાયો નહિ. પછી કોથળો ફરી ઠેલણગાડી ઉપર ચડાવીને તેઓએ આગળ ચાલવા માંડયું. થેાડી વારમાં ખડક સાથે અફળાતાં મેાજાંના નીચેથી આવતા ઘેરા અવાજ ડાર્ટને સંભળાયા. ધારખાદુમાંથી એક જણ બોલ્યો, ‘ આજે દરિયામાં તોફાન છે, એટલે બાવાજીને હીંચકા ખાવાની સારી મજા આવશે. ’ ‘ અધમણિયા પગે બાંધ્યા છે, પછી હીંચકા શાના ખાવાના છે ? જશે સીધા તળિયે !' બીજાએ જવાબ આપ્યા. ડાન્ટને આ વાતનો અર્થ પણ ન સમજાયે. પેલા બે જણાએ પછી કોથળો બે છેડેથી ઊંચકયો અને ખરેખર હીંચકાની પેઠે હીંચાળવા માંડયો. તરત જ ડાન્સેનું હૃદય બેસી જવા લાગ્યું : તે તેને પગે વજન બાંધી ઊચેથી દરિયામાં જ સીધા પધરાવવાના હતા ! શેટા દ' ઈફનું કબ્રસ્તાન જમીન ઉપર નહિ, પણ સમુદ્રને તળિયે હતું ! થોડી વારમાં એક જણ બાલ્યા, એક, બે, ત્રણ !' તરત કોથળા હવામાં અધ્ધર ફેંકાયા. પગે બાંધેલા વજનથી કોથળા જલદી નીચે ઊતરવા લાગ્યા, અને પછી એક ભારે ધબાકા સાથે ડાન્ટના શરીર ઉપર બરફ જેવું ઠંડું પાણી ફરી વળ્યું. પણ તે વખતે તેના મેાંમાંથી એક તીણી ચીસ નીકળી ગયા વિના ન રહી. ડાન્ટને ફેર ચડયા હતા તથા તેને શ્વાસ લગભગ રૂધાઈ ગયો હતો. છતાં તેણે સ્વસ્થતા ગુમાવી નહીં. તેણે છરી પેાતાના જમણા હાથમાં પકડી તરત કોથળા ચીરી નાખ્યા, અને પેાતાના શરીરને છૂટું Page #83 -------------------------------------------------------------------------- ________________ શેટો દ ઈફનું કબ્રસ્તાન ૭૩ કર્યું. પરંતુ પેલા લોખંડના ગોળાનું વજન તેને ઊંડે ને ઊંડે ખેંચતું ગયું. તેણે નીચા વળી પગ ઉપરનું દોરડું જલદી કાપવા માંડ્યું અને છેવટે જ્યારે તેનો શ્વાસ છેક રંધાઈ જવાનો થયો, ત્યારે તે છૂટો થયો અને જોરથી એક કુદકો લગાવી સપાટી ઉપર આવ્યો. થોડી વાર શ્વાસ લેવા થોભીને તેણે તરત પાછી ડૂબકી મારી. કારણ કે, ખડક ઉપર પેલા ઘોરખોદુ હજી કદાચ તપાસ કરતા ઊભા હોય. બીજી વાર જ્યારે તે બહાર નીકળ્યો, ત્યારે પચાસેક કદમ દૂર જ નીકળ્યો. ઉપર ઘનઘોર આકાશ છવાઈ રહ્યું હતું અને થોડે દૂર શેટે દ ઈફનો કાળ-અંધાર ખડક ઘૂઘવતે ઊભો હતો. ડાન્ટેએ ફરી લાંબી ડૂબકી મારી. નજીક જે બે ટાપુઓ હતા, તે વસ્તીવાળા હતા; તેથી તેણે ટિબુના ટાપુ તરફ જ જવાનો વિચાર કર્યો. તે ત્રણ માઈલ દૂર હતો. ડાન્ટેને માત્ર થાક જ સતાવતે ન હતો. શેટ દઈફ તરફથી પીછો પકડવામાં આવે તેને ભય પણ એટલો જ તીવ્ર હતો. તેનાથી છેવટના સમયે પડાઈ ગયેલી ચીસ કોણ જાણે કોણે કોણે સાંભળી હશે ! દરેક મેજા પાછળ તેને ધસી આવતી હોડીની જ કલ્પના આવતી હતી; અને પવનના દરેક સુસવાટામાં હલેસાંના કે માણસના અવાજ તેને કને સંભળાયા જ કરતા. એક કલાકમાં તે તે છેક જ થાકી ગયો. આજુબાજુ કાળાં વાદળ જાણે વધુ કાળાં બની તેની સામે ઊતરવા લાગ્યાં. અચાનક તેના પગે કશું લાગ્યું. તેણે માની લીધું કે, પીછો પકડનારાઓએ મારેલી ગેળી તેને વાગી છે અને હવે થોડા જ વખતમાં બંદૂકને અવાજ સંભળાશે. પણ તેવો કોઈ અવાજ આવ્યો નહિ; એટલે તેણે આગળ વધવા હાથ લંબાવ્યા. ત્યારે તેને કશું સામે અથડાયું. તેણે પગ નીચો કર્યો છે તે જમીનને અડક્યો. તેણે અંધારામાં સામું ઊતરેલું વાદળ માન્યું હતું, તે ખરી રીતે ટિબુલે ને ખડક હતો. Page #84 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ભગવાનને પાડ માની, ખડક ઉપર જરા ઊંચે ચડી તે ચત્તાપાટ સૂઈ ગયો. અને સૂતો તેવો જ ઊંધી ગયો. કલાક પછી ગર્જનાઓના અવાજથી તે જાગ્યો ત્યારે તેને ખબર પડી કે, ચારે તરફ ભયંકર તેફાન ફાટી નીકળ્યું છે અને આખો ખડક જાણે મોજાંના જોરથી હમણો ઊખડયો, હમણાં ઊખડયો, એમ ધણધણવા લાગ્યો છે. થોડી વારમાં વીજળીને મોટો કડાકો થયો. તેના પ્રકાશમાં તેણે જોયું કે દૂર દૂર માછીમારોનું એક જહાજ એ તોફાનમાં સપડાઈને ઊછળવા તથા તણાવા લાગ્યું છે. બીજા ચમકારા વખતે તેણે જોયું તો તે તૂટી ગયું હતું અને ખલાસીઓ લાકડાના પાટડા ઉપર આમતેમ ઘસડાતા હતા. મદદ માટેની તેમની વેદનાભરી બૂમો પણ તેને કાને સંભળાઈ. થેડી વારમાં તે સંભળાતી બંધ થઈ ગઈ: બધા જ ડૂબી ગયા હતા. પરોઢ થતાં સુધીમાં વાદળો ઘસડાઈ ગયાં અને આકાશમાં ક્યાંક ક્યાંક તારા ચમકવા લાવ્યા. પછી તે સવાર થયું અને કેટલાંય વર્ષે સૂર્યોદયને ભવ્ય દેખાવ ડાન્ટેએ ફરી વાર નજરે નિહાળ્યો. તેણે કૃતજ્ઞ હૃદયે ભગવાનને અંજલિ અર્પણ કરી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મેન્ટ-ક્રિસ્ટો ટાપુ ઉપર સવારના પાંચ વાગ્યા હતા. ડાન્ચે કલ્પના કરવા લાગ્યો કે બે યા ત્રણ કલાકમાં જેલર મારી ખેલીમાં જશે અને દિવસના અજવાળામાં મડદાની ફાટેલી આંખો જોઈ તરત ભયને પોકાર કરશે. પેલી સુરંગને રસ્તો પણ પકડાઈ જશે અને પેલા ઘરદુઓને સવાલ-જવાબ માટે ઝટ બોલાવવામાં આવશે. પછી તરત જ સશસ્ત્ર સૈનિકોવાળી હેડીઓને ચોતરફ પીછો કરવા દોડાવવામાં આવશે અને દૂર દૂર ચેતવણી પહોંચાડવા તેપોના ધડાકા કરવામાં આવશે. ડાન્ટ ઈશ્વરને યાદ કરી, આતુર હૃદયે પ્રાર્થના કરવા લાગ્યો. તેણે શેટો દ ઈફ તરફ નજર કરી, તો એક જહાજને માર્સેલ્સ બંદરેથી નીકળી દરિયા તરફ વેગથી આવતું જોયું. અનુભવી ખલાસી તરીકે વહાણને દેખાવ જોઈને જ એ જાણી ગયો કે, તે વહાણ ખાનગી માલિકીનું છે તથા ઘણુંખરું દાણચોરી કરનારાઓનું છે. ચારે બાજુ જેલમાંથી કેદી નાસી છૂટવાની વાત જાહેર થાય તે પહેલાં આ જહાજની સામા જઈ પહોંચવાનો વિચાર કરીને તે નીચે ઊતર્યો. કિનારા ઉપર ગઈ રાતે ડૂબેલી હોડીના ખલાસીમાંના એકની લાલ ટોપી ઘસડાઈને તણાઈ આવી હતી. હોડીને એક પાટડો પણ પાસે જ પડ્યો હતો. બંને ચીજો મળવા બદલ ઈશ્વરને આભાર માની, તેણે કંઈક હળવા અને સમુદ્રમાં ઝંપલાવ્યું. જહાજવાળાઓના ધ્યાન ઉપર તેની બૂમો અને નિશાની આવતાં જ તેને બચાવવા બે ખલાસીઓ સાથે એક હોડી નીચે ઉતાર ૭૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ * . આશા અને ધીરજ વામાં આવી. તેમાંના એક ખલાસીએ ડાન્ટને માથાના વાળ પકડી બહાર કાઢયો, ત્યારે થાકથી તે ડૂબવા જ લાગ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. તે ભાનમાં આવ્યો ત્યારે જહાજ ઉપર પડેલો હતો. તેને બચાવનાર કોપ નામના ખલાસીએ તરત તેના મેં સામે પોતાની દારૂ ભરેલી મશક ધરી. જહાજના કપ્તાને પછી તેની બારીક પૂછપરછ શરૂ કરી. આગલી રાતે ડૂબેલી હેડીને હું ખલાસી છું એવી વાત ડાન્ટેએ કહી; તથા પોતાના લાંબા વાળ તથા દાઢી બાબત એવો ખુલાસો કર્યો કે, મારે માથે દશ વર્ષમાં જળની ઘાત આવવાની હતી તેથી મેં બાધા રાખી હતી. આજે તે ઘાતમાંથી હું પાર ઉતર્યો, એટલે હવે મારી વાળ વધારવાની બાધા પૂરી થાય છે. આ જહાજ દાણચોરોનું જ હતું, અને અજાણ્યા માણસને એ જહાજ ઉપર વધુ રાખવો એ જોખમભરેલું ગણાય. ઘણાં બંદરી રાજ્યના જકાતી અમલદારો અધવચ ડૂબતા ખલાસીઓને વેશે આવાં વહાણોની તપાસ કરવા પ્રયત્ન કરતા હોય છે. વધુ પૂછપરછથી કપ્તાનને એટલી ખાતરી તે થઈ કે, માણસ સારો ખલાસી છે અને ભૂમધ્ય સમુદ્રનાં ઘણાંખરાં બંદરોની તેને પૂરી માહિતી છે. જેકપોએ તે કપ્તાનને આગ્રહ પણ કર્યો કે, આવા માણસને આપણા વહાણ ઉપર જ રાખી લેવો જોઈએ. ડાન્ટેએ હવે કપ્તાનને પૂછયું: “તમારે કયે બંદરે જવું છે?' લંઘન બંદરે” તે પછી તમે આ લાંબો રસ્તો શા માટે લો છો?' બીજો ટૂંકો રસ્તો વળી કયો છે ? વચ્ચે રિયો ટાપુનો ખડક પડે છે.” “મારા કહેવા પ્રમાણે વહાણ ચલાવી જુઓ; તમે એ ખડકથી ખાસા દૂર રહીને જઈ શકશો.' Page #87 -------------------------------------------------------------------------- ________________ મેનેક્રિસ્ટે ટાપુ ઉપર ૭૭ કપ્તાને ડાન્ટેને સુકાન સોંપ્યું. તેણે અનુભવી ખલાસીની રીતે હુકમો છોડવા માંડયા. થોડી વારમાં રિય ટાપુથી સહીસલામત દૂર રહીને જહાજ આગળ વધવા માંડયું. સૌ ખલાસીઓએ આનંદને પોકાર કર્યો. કપ્તાન પોતે પણ ડાન્ટને શાબાશી આપવા લાગી ગયો. લેંઘોર્ન બંદરે જઈ ડાન્ટેએ પોતાની દાઢીના વાળ સમૂળગા સાફ કરાવ્યા અને માથાના વાળ ટૂંકા કરાવ્યા. ત્યાર બાદ, પહેલી વાર તેણે ચાટલામાં પોતાનું મેં જેવા પ્રયત્ન કર્યો, તે પોતે પોતાને જ ન ઓળખી શકયો! તે જેલમાં પુરાયો ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષની હતી; હવે તેની ઉંમર ૩૩ વર્ષની થઈ હતી. જે દિવસે જેકોએ તેને દરિયામાંથી ડૂબતા બચાવ્યો હતો, તે દિવસે પણ બરાબર ફેબ્રુઆરીની ૨૮મી તારીખ જ હતી; અર્થાત્ જેલમાં તેણે પૂરાં ૧૪ વર્ષ ગાળ્યાં હતાં. જહાજના કપ્તાને ડાન્ટને પોતાના વહાણમાં જ જોડાઈ જવા આગ્રહ કર્યો. ડાન્ટેએ પણ વિચાર્યું કે, હમણાં બધાં બંદરોએ તેની તપાસ ચાલતી હોય તેવે વખતે વસ્તીના સંપર્કથી દૂર રહેનારું આવું દાણચરોનું વહાણ જ વધુ સહીસલામત ગણાય. ઉપરાંત મોન્ટેક્રિસ્ટો ટાપુ ઉપર તેને જવું હોય તે પણ વગર પૈસે તો એકદમ જવાનું બને જ નહિ. એટલે તેણે ત્રણ મહિના તેઓની સાથે વધુ રહેવાનો કરાર કર્યો. કપ્તાન બધા ખલાસીઓને જહાજના ફેરા દીઠ નફામાંથી અમુક ભાગ આપતો. એક બંદર ઉપર જકાતખાતાની ચોકિયાત ટુકડી જોડે આ જહાજવાળાને અથડામણમાં આવવું પડ્યું. તેમાં ડારે ઘાયલ થયો. જેકોપિએ તે વખતે પણ ડાન્ટની સારવાર ખૂબ દિલ દઈને કરી. જેકોપીએ જ્યારથી ડાન્ટને બચાવ્યો હતો, ત્યારથી તેને ડાન્ટ તરફ ખેંચાણ રહ્યા કરતું હતું; અને તેમાંય ડાન્ટની કુશળતા અને બહાદુરીનો પ્રત્યક્ષ અનુભવ થયા બાદ તે એમ જ માનતે થયો હતો કે, ડારે જ બધાનો નાયક થવાને લાયક છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ઘાની પીડામાંથી સાજા થઈને ઊડ્યા બાદ ડાન્ટેએ જેને ખલાસી-વિદ્યા મન દઈને શીખવવા માંડી. આકાશના તારાઓ, હવાની દિશાઓ, જુદા જુદા કિનારાઓ, પાણીનાં વહેણ વગેરેથી જેકોને માહિતગાર કરવામાં તેણે ખૂબ રસ લેવા માંડ્યો. જેકપ કોઈ કોઈ વાર હસતાં હસતાં કહે : “ભાઈ, આ બધું મારા જેવા સામાન્ય ખલાસીને શીખવવાની શી જરૂર?' કોણ જાણે, તું પણ કોઈ વખત એક વહાણને કપ્તાન થાય! કોર્સિકાને તારો દેશભાઈ નેપોલિયન, જો ને, મોટો બાદશાહ થયો હતે ને?” બીજા અઢી મહિના પસાર થઈ ગયા. તે દરમ્યાન મન્ટેક્રિસ્ટો ટાપુ આગળ થઈને ડાત્રે વીસેક વખત પસાર થયો હશે, પણ એકે વખત ત્યાં ઊતરવાનો જોગ બન્યો નહિ. આ દરમ્યાન જહાજના કપ્તાને દાણચોરીને વેપાર કરનારી બે-ચાર જુદી જુદી મંડળીઓ સાથે મોટા પ્રમાણમાં માલ લાવી આપવાનો સોદો ગોઠવ્યો. તે કામ અંગે ભૂમધ્ય સમુદ્રમાં વચ્ચે જ કયાંક નિર્જન અને સહીસલામત જગાએ માલ આપવા-લેવાનું ગોઠવવું પડે તેમ હતું. બધાએ મને ક્રિસ્ટો ટાપુ જ પસંદ કર્યો. એટલે માલ ભરી લીધા બાદ વહાણ તરત મોન્ટેક્રિસ્ટો તરફ જવા ઊપડયું. રાતના દશ વાગ્યે વહાણ ટાપુ ઉપર લાંગર્યું. સૌથી પહેલો ડારે જ કિનારા ઉપર કૂદી પડ્યો. પાછલી રાતે આ જહાજને માલ લેવા જે હોડી આવવાની હતી, તે આવી. માલ ઉતારવા-ચડાવવાનું શરૂ થયું. કામ પૂરું થયું એટલે બીજે દિવસે સાંજના પાછા ઊપડવાનું નક્કી કરવામાં આવ્યું. બપોરે ખાલી વખત મળ્યો એટલે ડાન્સે શિકાર શોધવાને બહાને બંદૂક લઈને એકલો ટાપુ ઉપર ફરવા નીકળી પડયો. વિલના કાગળમાં લખેલી નાની ખાડી તેણે શોધી કાઢી. ત્યાંથી માંડીને આગળ આગળ કંઈક નિશાનીઓ જેવું કોતરેલું પણ તેને જણાવ્યું. Page #89 -------------------------------------------------------------------------- ________________ મેરે-ક્રિસ્ટે ટાપુ ઉપર ૭૯ તે પ્રમાણે આગળ ચાલતાં તેણે જોયું કે, બધી નિશાનીઓ એક ગળમટોળ ખડક આગળ પૂરી થતી હતી. તેની પછી ઊંચી કરાડ જ શરૂ થતી હતી. એ ખડકની નીચે કે પાછળ કંઈક અંદર પેસવાની ગોઠવણ હશે એવું તેને લાગ્યું. પણ તેને માટે વધુ નિરાંતે તપાસ કરવી જોઈએ. વધુ મોડું થાય તો તેને ભૂલો પડેલો માની તેના સાથીદારો કે જેકોપ જ તેને શોધવા ત્યાં આવી પહોંચે. તેથી તે તરત પાછો ફર્યો. જરા ઊંચી કરાડ ઉપરથી જોયું તો તેના સાથીદારો તાપણાં કરી ખાવાની તૈયારીઓ કરતા હતા. ડાન્ટેએ આનંદનો અવાજ કરી જરા જોરથી નીચે ઊતરવા માંડ્યું. તેના સાથીદારો અને ખાસ કરીને જેકપોએ તેને સંભાળીને ઊતરવા કહ્યું. પણ એટલામાં તો તેમને બીક હતી તે જ થયું: ડાન્ટને પગ લપસ્યો, અને એક ભારે ચીસ પાડી, ઢગલો થઈને તે નીચે પડયો. બધા તેની પાસે દોડી ગયા. તેને ઉપાડવા જતાં જ ભયંકર વેદનાથી તે બૂમાબૂમ પાડવા લાગ્યો. બધાને ખાતરી થઈ કે તેની પાંસળીઓ ભાંગી ગઈ છે. કપ્તાને લાચારીથી ડાન્ટના કહ્યા મુજબ તેને માટે થોડું ખાવાપીવાનું તથા દારૂ સાથે બંદૂક વગેરે સાધન પાછળ મૂક્યાં અને છ દિવસ બાદ પાછા ફરતાં તેને વહાણ ઉપર લેતા જવાનું ગોઠવ્યું. જેકોએ પોતાના ભાગને નફે ગુમાવીને પણ ડાન્ટની સારવાર માટે તેની સાથે જ રહેવા આગ્રહ કર્યો, પણ ડાન્ટેએ તેને સમજાવ્યો કે, એક વધુ ખલાસી ઓછો કરવો એ કપ્તાનને આવા ભારે કામકાજના વખતમાં મુશ્કેલીમાં મૂકવા જેવું થાય. જેકપો ખિન્ન મને વિદાય થયો; પણ ડાન્ટની આંખમાંથી એ ભલા માણસને સદ્ભાવ જોઈને બે આંસુ નીકળી પડ્યાં. વહાણ દૃષ્ટિમર્યાદામાંથી દૂર થયું, એટલે તરત ડાન્ટ હસતે હસતે કપડાં ખંખેરીને ઊભો થયો તથા પોતે રખાવેલાં બંદૂક-દારૂ વગેરે સાધનો લઈને પેલા ગોળ ખડક આગળ જઈ પહોંચ્યો. Page #90 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ડાન્ટેએ બંદૂકનો દારૂ એક જગાએ ખાડો ખોદીને ભર્યો અને પલી મૂકી તેને સળગાવ્યો. તરત ધડાકા સાથે આખી શિલા ધણધણી ઊઠી અને ડાન્ટેએ તેને એક બાજુથી સહેજ ધક્કો આપ્યો કે ગબડતી ગબડતી તે દરિયાના પાણીમાં જઈને પડી. એ શિલાની જગાએ એક ચોરસ પથ્થર લોખંડના કડા સાથે દેખાયો. કડામાં લાકડું ભરવીને ઉચ્ચાલન કરતાં જ પથ્થર ઊંચો થયો અને અંદર એક બખોલ તથા પગથિયાં જેવું દેખાયું. આસપાસ કે દૂર દરિયામાં પણ વહાણ જેવું કંઈ છે કે નહિ એની ખાતરી કરી આવ્યા બાદ ડાન્ટ તેમાં ઊતર્યો. | ગુફા ખાલી હતી અને તેમાંથી આગળ જવાનું કઈ બારણું ન હતું. પરંતુ ડાન્ટને યાદ આવ્યું કે, કાગળમાં જણાવ્યા પ્રમાણે ગુફાઓમાં બે બાકોરાં કરેલાં છે. તેમાંના એક મારફતે તો તે અંદર પેઠો, એટલે બીજું બાકું કયાંક હોવું જોઈએ. તેણે પોતાની કોશ ચારે બાજુ ઠોકવા માંડી. અચાનક એક જગાએ કોશ પડતાં જ એક પોપડો ઊખડી પડયો. ત્યાં જ થોડા ઘા કરતાં અંદર પેસાય તેવી ખુલ્લી જગા થઈ ગઈ. એટલો ભાગ પોચા ચૂનાથી જ સીડી લીધેલો હતો. અંદરની બીજી ગુફા પણ તદ્દન ખાલી હતી! પણ ડાન્ટને કાગળના શબ્દો યાદ આવ્યા : “બીજી ગુફાના દૂરના ખૂણામાં.' ત્યાં ખોદતાં જ અંદરથી લોખંડના પટ્ટાઓવાળી લાકડાની મોટી મજૂસ તેને મળી. Page #91 -------------------------------------------------------------------------- ________________ માર્સેલ્સમાં ખજાનામાંથી છેડા હીરા ભરી લઈ, ડાન્ટેએ પાછું બધું બરાબર બંધ કરવા માંડયું. પોતાની પાછળ બીજો માણસ અંદર પેસે તે તેને કશી જ નિશાની ન મળે એવું કરતો કરતો તે છેક બહાર આવ્યો. કડાવાળા પથ્થરને બરાબર ગોઠવી લઈ, તેણે તેના ઉપર માટી વાળી દીધી તથા જલદી ઊગતા વેલા લાવી તેના ઉપર વાવી દીધા. છઠ્ઠ દિવસે જહાજ તેને લઈ જવા ત્યાં આવ્યું. ડારે તેમાં બેસી લૉઘન બંદરે ઊતરી ગયો. તેને ત્રણ મહિનાને કરાર હવે પૂરો થત હત. બંદરે ઊતરીને તે હીરામોતીને વેપાર કરતા એક યહૂદી ઝવેરીને ત્યાં ગયો. ત્યાં તેણે ચાર નાના હીરા પાંચ પાંચ હજાર ક્રાંકે વેચી દીધા. લુચ્ચા યહૂદીએ કશા અણગમતા સવાલ-જવાબ ન કર્યા; કારણ કે તેને દરેક હીરે એક હજાર ફ્રાંકને નફો મળતું હતું. ડાન્ટેએ હવે એક નવું જહાજ ખરીદ્ય અને તેને જોઈતી સાધનસામગ્રીથી સુસજજ કર્યું. ત્યાર બાદ, જોઈતા ખલાસી-નોકર વગેરે રાખવા માટે પૂરતી રકમ સાથે, તેણે તે આખું જહાજ જેકને ભેટ આપી દીધું. ડાન્ટેએ એવી વાત ઉપજાવી કાઢી કે, પોતે સુખી ઘરનું સંતાન હતું, પણ ઘરવાળાઓ સાથે લડી-ઝઘડીને નાસી છૂટયો હતો. હમણાં ૉર્ન બંદરે આવતાં તેને ખબર મળી કે તેના અહીં રહેતા એક પૈસાદાર પરંતુ નાવારસ કાકા ગુજરી ગયા હતા અને તેને એકમાત્ર વારસદાર બનાવતા ગયા હતા ! આ૦ - ૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ જેકોપ રાજી રાજી થઈ ગયો; પિતાને આખું જહાજ બક્ષિસ મળ્યું તે માટે નહિ, પરંતુ પોતાના પ્રિય મિત્રને તેને લાયક મોટો વારસો અને પ્રતિષ્ઠા મળ્યાં તે માટે! ડાન્ટેએ કોપને એક કામ કરી આવવાનું સોંપ્યું, અને તે એ કે, માર્સેલ્સ જઈ તેણે અમુક ઠેકાણે રહેતા લૂઈ ડાન્ટ નામના ડેસાની અને કેટલના લોકોના વાસમાં રહેતી મર્સિડીસ નામની જુવાન સ્ત્રીની ભાળ કાઢી આવવી. એ ભાળ કાઢીને તેણે ડાન્ટેને અમુક દિવસ બાદ મોટેક્રિસ્ટો ટાપુ ઉપર ભેગા થવાનું હતું. જેકોને વિદાય કર્યા બાદ, ડાન્ટેએ તપાસ કરીને લેંઘોર્નના એક ઉત્તમ જહાજ બાંધનારા પાસેથી, કોઈ અંગ્રેજ વહાણવટી માટે તેણે ખાસ ઑર્ડરથી બનાવેલી ઝડપી વેગવાળી ચાટ-નકા ખરીદી લીધી. અંગ્રેજે તેના ૪૦ હજાર ક્રાંક ઠરાવેલા હતા; ડાન્ટેએ તેના સાઠ હજાર ફ્રાંક રોકડા આપી દીધા. ડાન્ટેએ એ બાંધનાર પાસે પોતાની કેબિનની નીચે અમુક માપનો એક છૂપે સંચ કરાવડાવ્યો. તેવો સંગ ત્યાં હોવાની બીજા કોઈને ઝટ કલ્પના પણ ન જાય. એ યાટ-નૌકા બીજા ખલાસીઓ વિના ડાન્ટ એકલો જ હંકારવાને હતે. બીજા દિવસને અંતે ડારે મોટે-ક્રિસ્ટો ટાપુ ઉપર આવી ગયો અને પિતાની યાટ-નૌકાને સીધો નાની ખાડીમાં લઈ ગયો. ટાપુ ઉપર કોઈ ન હતું. પછીને દિવસે સવારના તેણે ગુફામાને આ ખજાને પિતાની નૌકાના ગુપ્ત સંચમાં લાવવાનું શરૂ કર્યું અને સાંજ પડતા પહેલાં તે તે કામ પૂરું કર્યું. એક અઠવાડિયું તેણે એ યાટ-નૌકાને હંકારવાની અને ખેલાવવાની તરકીબો હાંસલ કરવામાં ગાળ્યું. આઠમે દિવસે જેકોપનું વહાણ મોન્ટેક્રિસ્ટો ટાપુ તરફ આવતું દેખાયું. Page #93 -------------------------------------------------------------------------- ________________ માસે સમાં જેકોપા બહુ નિરાશાજનક સમાચાર લાવ્યા હતા. લૂઈ ડાન્ટે ડોસા ભૂખમરામાં અને કોઈ ભારે આઘાતમાં મરણ પામ્યો હતા; તથા મર્સિડીસ અલાપ થઈ ગઈ હતી. આ બાબતેા અંગે વધુ તપાસ કરવા ડાન્ટેએ જાતે જ જવું પડે. તેને પોતાના ચહેરો તથા અવાજ બદલાઈ ગયાની ખાતરી થઈ ગઈ હતી. એટલે પોતાની યાટ-નૌકા લઈ, જેકોપાના જહાજ સાથે તે સીધા માસે લ્સ બંદરે આવ્યા. લેંઘાર્ન બંદરેથી તેણે પેાતાને માટે લૉર્ડ વિલ્ભારના નામના પાસપોર્ટ કઢાવી રાખ્યા હતા. ફ્રાન્સનાં બંદરોમાં તે વખતે અંગ્રેજ પાસપાર્ટવાળાઓ તરફ બહુ આદરભાવથી વર્તવામાં આવતું; એટલે ડાન્ટને માર્સેલ્સ બંદરે દાખલ થવામાં કશી મુશ્કેલી નડી નહિ. પોતાના પિતા જે મકાનમાં રહેતા હતા, તે આખું મકાન તેણે ૨૫,૦૦૦ ફ઼ાકમાં (એટલે કે ખરી કિંમત કરતાં ૧૦,૦૦૦ ફ઼ાંક વધુ આપીને) ખરીદી લીધું. પછી કેટલન લોકોના વાસમાં જઈ, એક ગરીબ બુઢ્ઢા માછીમાર સાથે એક કલાક ઉપરાંત પૂછપરછ કરી અને પોતાને જોઈતી બધી માહિતી મેળવી લીધી. બુઢ્ઢા માછીમારને બીજે દિવસે માછલાં પકડવા માટેની એક નવી હાડી, તદ્દન નવી જાળા સાથે ભેટમાં મળી ! તે જ દિવસે ડાન્ટે એક ઘોડા ઉપર બેસી માર્સેલ્સ છેાડી ગયા, Page #94 -------------------------------------------------------------------------- ________________ કેડરો ભૂતકાળ ઉખેળે છે ફ્રાંસના દક્ષિણ ભાગમાં બુકેર શહેર અને બેલિગાઈ ગામડાની વચ્ચે રસ્તા ઉપર એક વીશી આવેલી હતી. છેલ્લાં આઠેક વર્ષથી એક પતિ પત્ની આ વીશી ચલાવતાં હતાં. વીશી સારી ચાલતી હતી અને વીશીવાળો તથા તેની પત્ની સુખે દહાડા ગુજારતાં હતાં. પરંતુ બુકેર શહેરને જોડતી નહેર બંધાયા બાદ, માલ તથા મુસાફરોને અવરજવર એ જળમાર્ગે જ વળી ગયો; અને આ વીશી પડતી દશામાં આવી ગઈ. વીશીને માલિક ૪૦-૪૫ વર્ષની ઉંમરનો હતો. તે બીજો કોઈ નહિ, પણ આપણો જાણીતે કૅડર દરજી જ હતું. તેની પરણેતર સુંદર ઘાટની અને મજબૂત બાંધાની હતી, પણ આ તરફનું પાણી તેને લાગવાથી તથા વીશીની જાહોજહાલી ઓસરી જવાથી તે કાયમની બીમાર બની ગઈ હતી. જ્યારે ને ત્યારે તે તાવની ટાઢથી દાંત કકડાવ્યા કરતી અને ઓરડામાં હંમેશ સઘડી પાસે તાપતી જ બેસી રહેતી. ઈ. સ. ૧૮૨૯ ની ત્રીજી જૂનના દિવસે, કેડો પોતાની રોજની રીત પ્રમાણે, ઘરાકની નિષ્ફળ રાહ જોતો દરવાજામાં ઊભો હતો. તેવામાં તેણે એક ઘોડેસવારને બળતા તાપમાં પોતાની વીશી તરફ આવતે જોયો. કૅડરોએ લળીલળીને મહેમાનને આવકાર આપ્યો: “પધારો, પધારો સાહેબ !' પરંતુ પછી આવનાર ઘોડેસવારનો ધર્મગુરુ-પાદરીને જ જોઈ, કેડરોએ પોતાની ભૂલ સુધારી અને યથાયોગ્ય નમસ્કાર વગેરે અભિવાદન કર્યા. Page #95 -------------------------------------------------------------------------- ________________ કૅડરો ભૂતકાળ ઉખેળે છે બાવાજીએ કંડેરોની સામે લાંબી તીક્ષ્ણ નજર નાખીને પૂછ્યું: તારું નામ જ કેડરો, નહિ?' હા જી, આપનું ધારવું તદ્દન સાચું છે.' તું માર્સેલ્સમાં ...મહોલ્લામાં રહેતું હતું, નહિ?” “હા જી, તદ્દન સાચું, પરંતુ આપ પહેલાં અંદર તો પધારે. એક ગરીબ પ્રમાણિક માણસ સાચા દિલથી આપની જે કાંઈ ખાતર-બરદાસ કરી શકે તેટલી જરૂર કરશે. બાકી, આજકાલ તે આપ જાણો જ છો ને, કે પ્રમાણિક માણસને ધંધામાં સાંસા રહે છે, અને અપ્રમાણિક માણસો લીલાલહેર કરે છે.’ જો તું કહે છે તેમ જ હશે, તે મોડું વહેલું તને સાચ અને પ્રમાણિકતાનું ફળ મળ્યા વિના નહિ રહે જેમ દગા-ફટકો અને બદમાશીની સજા પણ મળ્યા વિના નહિ રહે.’ બાવાજીએ કંઈક મર્મમાં જવાબ આપ્યો. ઠીક છે, બાપજી; આપ તે ધર્મગુરુ રહ્યા એટલે આપને મોંએ તો એ જ શબ્દો આવે; પણ અમારા જેવાને તો વ્યવહારમાં એથી ઊલટી જ વાત નજરે જોવા મળે છે : “ધર્મીને ઘેર ધાડ, અને અધર્મીને લીલાલહેર !” તારી વાત ખોટી છે, એની સાબિતી હું પોતે જ છું.” એટલે?” કેડરો નવાઈ પામી બાવાજી સામે જોઈ રહ્યો. પરંતુ સૌથી પ્રથમ તો મને ખાતરી થવી જોઈએ કે, હું જે કંડરોને શોધી રહ્યો છું, તે માણસ નું પોતે જ છે.' આપને કેવી સાબિતી જોઈએ? “૧૮૧૪ કે ૧૮૧૫ ના અરસામાં એડમંડ ડાન્ટ નામના કોઈ જુવાન ખલાસીને તું ઓળખતા હતા?' Page #96 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ • લા,હું ઍડમંડ ડાન્ટને ઓળખતા હતા ? અરે પ્રભુ, હું અને તે તા દિલાજાન દાસ્તા હતા, દાસ્તા ! પરંતુ બાપજી, આપને ખબર હાય તા કહા તે ખરા કે તે બિચારાની શી ખબર છે?' es 66 • તે ત કયારનેય ખરાબમાં ખરાબ કમેાતે મરી ગયા !' કૅડરોના માં ઉપર માત જેવી પીળી છાયા ફરી વળી, અને તે આડું જોઈ ગયા. પછી બાવાજી તરફ ફરીને તેણે કહ્યું, ‘જુઓ બાપજી, હું કહું છું તેને જ આ પુરાવા! દુનિયામાં કોઈ ભલા માણસ મેં જોયા હાય, તે એ ડાન્ટે જ હતા. તે તે આપ કહેા છે તેમ કમેાતે મર્યા; પરંતુ જે બદમાશે। તેના મેાત માટે જવાબદાર હતા, તે બધા અત્યારે લીલાલહેર કરે છે. પણ બાપજી, આપ ડાર્ટને કયાં ભેગા થયા હતા ?” તે જ્યારે કેદખાનાના અંધારા ભેયરામાં મરણપથારીએ પડયો હતા, ત્યારે નિયમ મુજબ તેને છેવટને પ્રાર્થના-વિધિ કરાવવા મને જેલવાળાએ બોલાવ્યા હતા. પેાતાને વિના કારણ મળેલી કેદથી તે બહુ હતાશ થઈ ગયા હતા; અને તપાસ કરીને એ ખાટું કલંક બને તા ધાઈ કાઢવાના પ્રયત્ન કરવાની તેણે મને પિનંતી કરી હતી. પણ તે તે જ્યારે થાય ત્યારે થાય; અત્યારે તે હું તેણે સાંપે એક સંપેતરું પહોંચાડવા આ તરફ આવ્યું છું. વાત એમ છે કે, તેની સાથે જેલમાં એક તવંગર અંગ્રેજ કેદી હતા. બીજી વખત લૂઈ રાજા ગાદીએ આવ્યા, ત્યારે તેને છેાડી મૂકવામાં આવ્યો. તે અંગ્રેજ પાસે ભારે કિંમતના એક હીરા છુપાવેલા હતા. જેલમાં તે અંગ્રેજ એક વખત જીવલેણ બીમારીના પંજામાં સપડાયા હતા, ત્યારે ડાન્ટેએ દિલ દઈને તેની સારવાર કરી હતી. પેલા અંગ્રેજ જ્યારે છૂટયો, ત્યારે તે હીરો ડાન્ટને આપતા ગયા. ડાન્ટેએ તે હીરો મને આપ્યા અને કહ્યું કે, જગતમાં દુ:ખી થાય તેવાં ચાર માણસા છે, તથા તે ઉપરાંત જેની જોડે મારો વિવાહ થયો હતો તે યુવતી. આ હીરા પચાસ હજાર ફ઼ાંકથી પણ વધુ કિંમતને છે; તેને વેચીને તમે એ પાંચેને દશ દશ હજાર ફ઼ાંક વહે ચી આપજો. ” ‘મારે માટે ખરેખર આ Page #97 -------------------------------------------------------------------------- ________________ કૅડરે ભૂતકાળ ઉખેળે છે પચાસ હજાર ફ્રાંકને હીરો !' કૅડરોની આંખો ચમકી ઊઠી. બાવાજીએ તરત પોતાના જન્મામાંથી એક વાટવો કાઢી તેમાંથી એ હીરો પોતાની હથેળીમાં મૂકીને બતાવ્યો. તેને ઝગમગાટ જોઈ, ચાલાક કેડર સમજી ગયો કે એ હીરાની કિંમત તેથી વધુ હશે પણ ઓછી નહિ. બાવાજીએ હવે આગળ ચલાવ્યું: “એ પાંચમાંથી એકનું નામ કેડરો છે. કદાચ તું પોતે જ તે હોય. જોકે, તારે હજુ મને એ વાતની ખાતરી કરાવી આપવાની છે. બીજાનું નામ છે ડેગ્લ; ત્રીજો છે ફર્નાન્ડ; ચેથી મર્સિડીસ પોતે; અને પાંચમો હો ડાન્ટનો પિતા. પરંતુ માર્સેલ્સમાં જ મને ખબર મળ્યા કે તેના પિતા તે ગુજરી ગયો છે. જોકે તે શી રીતે ગુજરી ગયો તેની કશી વિગત મને મળી નથી તું જાણતા હોય તો મને કહે, કારણ કે એ ડોસે ખરેખર મરી ગયો હોય, તો તેના ભાગના દશ હજાર ફૂાંક મારે બાકીના ચારને જ વહેંચી દેવા પડશે.' હા, હા. તે ડોસો શી રીતે મરી ગયો તે હું બરાબર જાણું છું. હું પોતે તેની આખરઘડી સુધી તે જ મકાનમાં તેની બરોબર નીચેના ઓરડામાં રહેતો હતો. તે ભૂખે ટાંટિયા ઘસતે મરી ગયો છે.” “ભૂખે? અરે લેકે કૂતરાને પણ ભૂખે મરી જવા નથી દેતા.' બાવાજી વચમાં જ તડૂકી ઊઠયા. અલબત્ત, મર્સિડીઝ અને શ્રી. મૉરેલ ડોસાની બરાબર સંભાળ રાખવા પ્રયત્ન કરતાં હતાં. તે બંનેએ ડોસાને પિતાને ત્યાં લઈ જવા પણ બહુ સમજાવ્યો હતો. પરંતુ ડોસો એમ જ કહ્યા કરતો કે, “મારો ડારે કોઈ વખત જેલમાંથી છૂટે કે નાસી છૂટે, તે મને મળવા તે પહેલવહેલે અહીં જ આવે તે વખતે હું અહીં ન હોઉં તો તેને કેવું લાગે!” બાવાજી એ સાંભળી સહેજ કંપી ઊઠયા. કેડરોએ આગળ ચલાવ્યું, ડે કાયમ ડાટેના શોકમાં મગ્ન રહેતો હતો. પછી મેં જોયું કે, સાએ ધીમે ધીમે પિતાની નાની મોટી ચીજો વેચી નાખવા માંડી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આશા અને ધીરજ છેવટે વેચી ખાવા જેવી કશી વસ્તુ તેની પાસે બાકી ન રહીં; અને ત્રણ હપતાનું ભાડું ચડી જવાથી મકાનમાલિકે તેને ઘર ખાલી કરવાની ધમકી આપી. ડોસાએ સાત દિવસની મહેતલ માગી. ત્યાર પછી ચાર દિવસ તો તેનાં પગલાં મને માથા ઉપર સંભળાતાં રહ્યાં. પરંતુ પછી અચાનક તેને કશો સંચાર મને ન જણાતાં, મેં ઉપર જઈ બારણાના કાણામાંથી જોયું, તે ડોસો ઢગલો થઈને એક બાજુએ પડયો હતો. હું તરત દોડીને શ્રી. મૉરેલને તથા મર્સિડીસને ખબર આપી આવ્યો. શ્રી. મોરેલ ડાકટરને લઈને તરત દોડી આવ્યા. ડાકટરે ડોસાને કહ્યું કે, પેટમાં ચાંદા પડી ગયાં છે; માટે દવા લો અને ખાવાનું બહુ ઓછું કરી નાખે ! તે સાંભળીને ડોસો જે ફીક હાસ્ય હસ્યો હતો, તે મને હજી યાદ છે. ડોસાની સ્થિતિ છેક બગડી ગયેલી જોઈને મસિડીસે તેને પોતાને ઘેર લઈ જવાની ભારે જક પકડી. પરંતુ ડોસાએ એવી કરુણ ચીસો નાખીને રડવા માંડ્યું કે, શ્રી. મૉરેલ અને મર્સિડીસ બંને ગભરાઈ ગયાં. છેવટે મર્સિડીસ ડોસા પાસે જ રહી; અને શ્રી. મોરેલ પોતાની રાતા રંગની પૈસાની થેલી છાનામાના ચૂલા ઉપરના તાકામાં મૂકી, મર્સિડીસને ઇશારાથી બતાવીને ચાલ્યા ગયા. નવ દિવસે ડોસાએ પ્રાણ મૂક્યા. મરતી વખતે તેણે પોતાના પુત્ર ઉપર વિના કારણ આફત લાવનારાઓને શાપ આપ્યા અને મર્સિડીસને કહ્યું, બેટા, જો તું ફરી કદી એડમંડને મળે, તે તેને કહેજે કે, હું તેને નિર્દોષ જ માનું છું અને અંતરના આશીર્વાદ આપતો આપતે મરું છું.” અચાનક બાવાજી ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને ભીંત ભણી આડું જોતા જોતા ફરવા લાગ્યા. પછી કૅડરો તરફ જોઈ તેમણે ઘરે અવાજે કહ્યું: “આ તો બહુ કારમો કિસ્સો છે.” “અને તે આ બનાવ માણસે જ બદમાશીથી ઊભો કરેલો હોવાથી વધ કારમો છે. અને તે માણસો પણ પાછા એવા કે જેમને બિચારો ડાને પોતાના હિતૈષી માનીને દશ દશ હજાર ક્રાંકની ભેટ મરતી વખતે આપતે ગયો છે.” કેડરો કંઈક ડંખ સાથે બે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૯ કૅડરે ભૂતકાળ ઉખેળે છે “એમ? તો પછી તું મને બધી વાત સીધી જ કહી દે. જેમ ડાન્ટના મૃત્યુ પામેલા બાપની રકમ મારે બાકી રહેલા ચારને જ વહેંચી દેવાની છે, તેમ બાકીના ચારમાંથી જેઓ ડાટે અને તેના પિતાની કારમાં મૃત્યુ માટે જવાબદાર હશે, તેમની રકમ પણ તેમને આપવા હ બંધાયેલો નથી. પણ મને તારે ખાતરી કરાવી આપવી જોઈશે.” ડરોએ પછી લારિઝર્વ હોટેલમાં બેઠાં બેઠાં ડેગ્લસેં અને ફર્નાન્ડે કેવું કાવતરું રહ્યું હતું, તથા પોતે તે વખતે દારૂ પીને ટે થઈ ગયો હોવા છતાં અમુક અમુક વખતે કેવો જાગી ગયો હતો, તે આખી વાત વિગતવાર કહી સંભળાવી. થોડી વાર વિચારમાં પડી ગયા હોય તેમ ચુપ રહ્યા પછી બાવાજીએ અચાનક તેને પૂછયું, “તેં આખી વાતમાં શ્રી. મૉરેલનું નામ બેત્રણ વખત દીધું; તે તે કોણ છે વારુ?’ “કાગોન' જહાજને માલિક અને ડાન્ટનો શેઠ.” અને આ આખા નાટકમાં તેમણે શો ભાગ ભજવ્યો છે?' એક પ્રમાણિક, હિંમતવાન અને સાચા સજજનને. રાજદરબારમાં પોતાને માથે ડાન્ટેના મળતિયા હોવાને વહેમ આવે તેટલી હદ સુધી જઈને તેમણે ડાન્ટના છુટકારા માટે દોડાદોડ કરી હતી. અને નેપોલિયન બાદશાહ સો દિવસ પાછા ફર્યા ત્યારે તો તેમણે જોર કરીને દ” વિલેફૉર્ટ ઉપર દબાણ કર્યું હતું. તેથી રાજા લૂઈ ફરી ગાદીએ આવ્યો ત્યારે શ્રી. મૉરેલને નેપોલિયન પક્ષી ગણીને તેમની સારી પેઠે પજવણી થઈ હતી. ડાન્ટેના બાપને પોતાને ત્યાં લઈ જવા પણ તે અનેક વાર આગ્રહ કરી ગયા હતા; અને ડોસાના મૃત્યુ પહેલાં પોતાની પૈસાની ભરેલી રાતા રંગની થેલી તેની સારવાર માટે ચૂલા ઉપરના તાકામાં મૂકી ગયા હતા. એ પૈસામાંથી જ ડાન્ટેના બાપનું બધું દેવું ચૂકવાયું અને તેની દફનક્રિયા પણ સારી રીતે કરવામાં આવી. એ ખાલી થેલી હજુ મેં મારી પાસે સંઘરી રાખી છે!” Page #100 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ હજુ શ્રી. મોરે જીવે છે?' હા.' અને પહેલાંની જેમ સુખ-સમૃદ્ધ છે?” “ના રે ના, છેક જ પાયમાલ થઈ ગયા છે અને કદાચ દેવાળું કાઢવું પડે એવી સ્થિતિમાં છે.” એમ કેમ?” “હમણાંનું કોણ જાણે કમનસીબ જ તેમને ઘેરી વળ્યું છે. તેમનાં પાંચ પાંચ વહાણ ડૂબી ગયાં; ત્રણ મોટી પેઢીઓ કે જેમાં તેમનાં નાણાં રોકાયેલાં હતાં, તે કાચી પડી ગઈ; અને હવે તેમનું જૂનું જહાજ “જાગોન” હિંદમાંથી ગળી અને રંગ ભરીને આવવાનું છે, તેના ઉપર જ તેમની છેલ્લી આશા લટકી રહેલી છે. તે વહાણને જો કંઈ થયું, તો શ્રી. મૉરેલની પાયમાલી નક્કી જ સમજવી ” “તેમને બૈરી-છોકરાં છે?' હા, દેવતા જેવી સ્ત્રી છે, જેણે તેમને અત્યાર સુધી ટકાવી રાખ્યા છે. એક દીકરી છે, જેનું લગ્ન તેના પ્રેમપાત્ર સાથે થવાનું હતું, પણ શ્રી. મૉરેલની અત્યારની અવદશાને કારણે શેકાઈ ગયું છે. ઉપરાંત તેમને એક છોકરો છે, જે લશ્કરમાં લેફટનંટના હોદ્દા ઉપર છે. એ બધાં ઉપરની મમતાને કારણે જ શ્રી. મોરેલ જીવતા રહ્યા છે; નહિ તે કયારનુંય પિસ્તોલથી પોતાનું માથું તેમણે ઉડાવી દીધું હતું. તેમના જેવો માણસ આ સ્થિતિમાં જીવતા રહેવાનું પસંદ જ ન કરે.' “ખરેખર, ભયંકર!' હા બાપજી, ભગવાન સગુણીને આવો જ બદલો આપે છે. જુઓને, હું લગભગ ભૂખે મરતે થવાની તૈયારીમાં છું, ત્યારે ડેબ્સર્સ અને ફર્નાન્ડ તે ધનમાં આળોટે છે !' “એટલે?” Page #101 -------------------------------------------------------------------------- ________________ કૅડરા ભૂતકાળ ઉખેળે છે ૧ ડેન્જર્સની વાત જ લે; શ્રી. મૉરેલની ભલામણથી સ્પેનની એક બૅંકમાં તે કેશિયર તરીકે જોડાયા હતા. ત્યાર પછી સ્પેન સાથે ફ્રાંસને લડાઈ થઈ, ત્યારે ફ્રેંચ લશ્કરના ભંડારી તરાકે લાખા ફ઼ાંક તેણે બનાવ્યા. ત્યાર બાદ સટ્ટામાં તે ડ્રાંકને તેણે ત્રણગણા અને ચારગણા બનાવી દીધા. પછી તે પેાતાના બૅંકરની દીકરીને જ પરણ્યા; અને તે મરી ગઈ એટલે રાજાના હજૂર-મંત્રીની પુત્રીને પરણ્યો છે. અત્યારે તે તે બૅરન બન્યા છે અને પૅરિસમાં માટા મહેલમાં રહે છે. તેના તબેલામાં દશ ઘોડા છે અને તેના દીવાનખાનામાં છ હજૂરિયા તહેનાત ભરે છે.’ ‘ અને ફર્નાન્ડનું શું છે?’ ‘એની વાત કંઈક ભેદવાળી છે. નેપોલિયન પાછા ફર્યા ત્યારે લશ્કરમાં તેને ફરજિયાત ભરતી થવું પડયું હતું. હું પણ ભરતી થયા હતા, પણ હું તેના કરતાં ઉંમરે મેટો એટલે મને કિનારા ઉપર મેકલવામાં આવ્યા હતા, ત્યારે ફર્નાન્ડને સીધા મેારચા ઉપર. વૉટલૂના યુદ્ધની આગલી રાતે તે એક સેનાપતિના તંબૂને દરવાજે પહેરા ઉપર હતા. એ સેનાપતિ દુશ્મન સાથે છૂપો પત્રવ્યવહાર ચલાવી રહ્યો હતા. તે જ રાતે સેનાપતિ અંગ્રેજોના પક્ષમાં ચાલ્યા ગયા અને તેની સાથે ફર્નાન્ડ પણ. નેપોલિયન ગાદીએ કાયમ રહ્યા હોત, તો તે બંને દગાબાજોને મોતની સજા થાત; પરંતુ રાજા લૂઈ પાછા ગાદીએ આવ્યો એટલે તે બંને રાજભક્તો ગણાયા અને સારે હાદ્ફ્રેંચ લશ્કરમાં પાછા આવ્યા. પછી સ્પેન સાથેના યુદ્ધમાં ફર્નાન્ડને નાયક બનાવવામાં આવ્યો. તે પોતે મૂળે સ્પેનના વતની; એટલે તેણે તથા ડૅન્ગ્લસે મળી સ્પેનની રાજધાનીમાં રહેલા રાજભક્તો સાથે કાવતરું રચી દગાબાજીથી ફ્રેંચ લશ્કરને વિજય અપાવ્યો. પરિણામે ફર્નાન્ડને કાઉંટનું પદ અને કર્નલના હોદ્દો બક્ષવામાં આવ્યાં. પછી ગ્રીસે જ્યારે સ્વતંત્ર થવા તુર્કીની સામે યુદ્ધ આદર્યું, ત્યારે કાઉંટ મૉર્સર્ફ (ફર્નાન્ડનું હવેનું નામ) અલી પાશાની નેકરીમાં લશ્કરના તાલીમબાજ તરીકે જોડાયો. અલી પાશા તે માર્યા ગયા, પણ મરતા પહેલાં તેણે ફર્નાન્ડની સેવા બદલ * Page #102 -------------------------------------------------------------------------- ________________ ર આશા અને ધીરજ તેને ખૂબ પૈસા બક્ષિસ આપ્યા હતા એમ કહેવાય છે. અને હવે તે તે પણ પૅરિસના એક આલીશાન મહેલમાં રહે છે ‘અને મર્સિડીસ, – એનું શું થયું? મેં તે અને મજા કરે છે.' સાંભળ્યું છે કે તે › કયાંક અલાપ થઈ ગઈ છે. અલાપ શાની થવાની હતી? પહેલાં તે ડાન્ટેના પકડાવાથી અને ફર્નાન્ડના લશ્કરમાં ચાલ્યા જવાથી તે એકલી પડી ગઈ. પરંતુ બાર માસ બાદ ફર્નાન્ડ સારી જગાએ નિમાઈને પાછા ફર્યા, ત્યારે તેણે મર્સિડીસ પાસે લગ્નની માગણી ફરી રજૂ કરી. મર્સિડીસે છ મહિના વધુ ડાન્ટની રાહ જોવા કહ્યું ત્યાર બાદ તે ફર્નાન્ડ સાથે પરણી ગઈ. અત્યારે તેને આલ્બર્ટ નામના છેકરો પણ છે, મર્સિડીસે કેટલીય લલિતકળાઓના અભ્યાસ કર્યો છે, અને તેના માથા ઉપર રાજમુગટ મૂકે, તા ટ્રાંસના કોઈ બચ્ચા તેને રાણી તરીકે સલામ ભર્યા વિના ન રહે, એટલું તેનું રૂપ અને ગૌરવ ખીલી નીકળ્યાં છે. ' બાવાજીએ હવે ધીમે પણ મક્કમ સ્વરે કહ્યું, ‘ ભાઈ, ઈશ્વર કોઈ વખત, કોઈ કારણે, ન્યાય ચૂકવવામાં મોડું કરે છે; પરંતુ તે કદી ભૂલી જતા તે નથી જ. તેની સાબિતી તરીકે લે, આ હીરો હવે તને એકલાને જ હું આપી દઉં છું. કારણ કે, ડાન્દેએ ગણાવેલા પાંચમાંથી એક તે મરી ગયો છે અને બાકીનાઓએ તેને દગા દીધા છે. તું એકલા જ એ બધાંમાં આ હીરા માટે સૌથી વધુ હકદાર છે.' કંડરોના આનંદના પાર ન રહ્યો. તે હજાર હજાર ધન્યવાદ બાવાજીને આપવા લાગ્યા; પરંતુ બાવાજીએ તેને વચમાં જ રેકીને કહ્યું, ‘ પણ ભાઈ, બદલામાં તારે મને શ્રી. મૉલની તારી પાસે રહેલી રાતા રંગની થેલી આપી દેવી પડશે!' 6 Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જેલનું રજિસ્ટર ગયા પ્રકરણમાં વર્ણવેલી વાતને બીજે દિવસે ૩૦-૩૨ વર્ષને એક અંગ્રેજ જુવાનિયો, પોતાના દેશના લોકોની ખાસિયત પ્રમાણે, અક્કડતાથી ધીમે પગલે ચાલતે માર્સેલ્સના મેયરને ત્યાં આવ્યો. તેણે રેમની થૉમસન એન્ડ ફ્રેન્ચ કંપનીના મુનીમ તરીકે પોતાની ઓળખ આપીને જણાવ્યું કે, “અમારી કંપની પાસે માર્સેલ્સની મૉરેલ એન્ડ સન કંપનીની એક લાખ ફ્રાંકની હૂંડીઓ છે. તાજેતરમાં અમારી જાણમાં એમ આવ્યું છે કે, એ કંપની દેવાનું કાઢવાની અણી ઉપર છે. હું રોમથી ખાસ એ બાબતમાં સાચી માહિતી આપની મારફતે મેળવવા આવ્યો છું ? મેયરે જવાબ આપ્યો કે, “છેલ્લાં ચાર પાંચ વર્ષથી કમનસીબ શ્રી. મોરેલનો પીછો કરી રહ્યું છે, એ હું પણ જાણું છું. મારા પોતાના દશેક હજાર ફૂાંક તેમની પાસે લેણા છે. પરંતુ તેમની નાણાંકીય સધ્ધરતા વિષે હું વિશેષ કાંઈ કહી શકું તેમ નથી. તે માણસને પોતાને વિશે પૂછો, તે હું જરૂર કહ્યું કે, તે પ્રમાણિક તથા ભરોસાપાત્ર માણસ છે. પરંતુ તમારે તેમની નાણાંકીય સ્થિતિ વિશે વધુ જાણવું હોય, તો તમે જેલોના ઈન્સ્પેકટર શ્રી. દર બોવિલે પાસે જાઓ. શ્રી. મૉરેલ પાસે તેમના બેએક લાખ ફ્રાંક લેણા છે.' પેલો અંગ્રેજ મેયર સાહેબનો આભાર માની, તેમણે બતાવેલે સરનામે દર બોવિલે પાસે જઈ પહોંચ્યો. Page #104 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ દબેવિલે પાસે જઈ પેલા અંગ્રેજ મુનીમે મેયરના જેવો જ પ્રશ્ન પૂછયો. દબેવિલે પોતે તે વખતે એ જ ચિંતામાં પડેલા હતા. પોતાની પુત્રીનું લગ્ન થાય તે વખતે તેને દાયજામાં આપવા માટે બે લાખ કાંક તેમણે મૉરેલની કંપનીમાં વ્યાજે મૂકી રાખ્યા હતા. દીકરીનું લગ્ન હવે એકાદ પખવાડિયામાં જ લેવાનું હતું. અર્ધી રકમ આ મહિનાની પંદરમી તારીખે અને બાકીની અર્ધા બીજા મહિનાની પંદરમીએ પાકતી હતી. પરંતુ શ્રી મૉરેલ અર્ધા કલાક અગાઉ જ આવીને કહી ગયા હતા કે, તેમનું જન જહાજ જો પંદરમી તારીખે આવી નહિ પહોંચે. તે તે પહેલી અર્ધી રકમ ચૂકવવાની સ્થિતિમાં પણ નહીં હોય! પેલા અંગ્રેજે બધી વાત સાંભળીને કહ્યું, “સાહેબ, આપ ઇચ્છો તે આપની એ બંને ચિઠ્ઠીએ, અમારી કંપની આપની પાસેથી ખરીદી લેવા તૈયાર છે !' ‘અર્થાત્ બહુ ઓછા ભાવે.' “ના જી; પૂરી રકમ રોકડી આપીને !” પણ સાહેબ, મેં આપને ખરી પરિસ્થિતિ જણાવી દીધી છે. એ રકમમાંથી સોળ ભાગ પણ વસૂલ થવાની આશા નથી.’ હા જી આપની વાત બરાબર છે, પરંતુ હું તો મારી કંપનીને ચાકર છું કદાચ મારી કંપનીવાળા આવી બધી ચિઠ્ઠા ખરીદી લઈ, શ્રી. મૉરેલ જેવા પોતાના હરીફને જલદી ખતમ કરી દેવા પણ માગતા હોય! પરંતુ મને એ બાબતની કશી ચોક્કસ ખબર નથી. હું તો આપ આપની ચિઠ્ઠીઓ ભરપાઈ કરી આપે, એટલે આપની રકમ આપને ચૂકવી દેવા તૈયાર છું. માત્ર મને થોડી દલાલી મળવી જોઈએ.' ચક્કસ, ચોક્કસ; સામાન્ય રીતે દોઢ ટકો દલાલી ગણાય છે; પરંતુ હું તો આપ કહો તેટલી -બે- ત્રણ– પાંચ અને તેથી પણ વધુ ટકા દલાલી આપવા તૈયાર છું.’ પેલા અંગ્રેજે હસતાં હસતાં કહ્યું, ‘નહિ, નહિ, સાહેબ, હું પણ મારી કંપનીની પેઠે એવા કશામાં હાથ નથી ઘાલતે. મારે તો આપની Page #105 -------------------------------------------------------------------------- ________________ જેલનું રજિસ્ટર ૯૫ પાસે જેલોનું રજિસ્ટર હેય, તે તેમાં રોમના એક પાદરી બાવા, કે જેમની પાસે હું શેમમાં હતો ત્યારે તાલીમ લેતે હતા, તેમની કેટલીક ખબર જાણવી છે. તે અચાનક અલોપ થઈ ગયા હતા, ત્યાર પછી મને ખબર મળી છે કે, તેમને શેટો દ ઈફમાં કેદ પૂરવામાં આવ્યા હતા. મારે તેમના મૃત્યુને લગતી વિગતે જાણવી છે.' મારી પાસે છેલ્લાં ચૌદ વર્ષનું રજિસ્ટર મેજૂદ છે. એ બાવાજીનું નામ શું હતું?' “એબ ફેરિયા.' “ઓહો, એ વ્યક્તિને હું બરાબર ઓળખું છું. પોતે એક મોટા ગુપ્ત ખજાનાને ભેદ જાણો હોવાની ઘેલછા તેને હતી. ગયા ફેબ્રુઆરીમાં – પાંચ છ મહિના પહેલાં જ તે ગુજરી ગયો.” વાહ સાહેબ, આપને તારીખ વાર બહુ સારી રીતે યાદ રહેતાં લાગે છે.” મને એ માણસ અંગેની માહિતી ખાસ યાદ હોવાનું કારણ એ છે કે, તેના મૃત્યુ સાથે એક વિચિત્ર હકીકત સંકળાયેલી છે. એ બાવાજીના ભોંયરાથી ૪૦-૫૦ ફૂટ દૂર નેપોલિયનના એક પક્ષકારને પણ પૂરવામાં આવ્યો હતો. તે બહુ જલદ અને ભયંકર કેદી ગણાતો હતું. તેણે બાવાજીની ખોલી સુધી અને તેથી પણ આગળ સુધી ભૂગર્ભમાં એક રસ્તો ખોતરી કાઢયો હતો. તે બન્ને નાસી પણ છૂટયા હેત; પરંતુ બાવાજીને અચાનક લકવાનો હુમલો આવ્યો અને તે મરી ગયા.' એટલે પછી એ કેદીઓની નાસી છૂટવાની યોજના પડતી જ મુકાઈ હશે?' ‘પેલા મરી ગયેલા બાવાજીની બાબતમાં તો હા; પણ પેલા ડાન્ટેએ તે બાવાજીના મૃત્યુને જ લાભ લઈ નાસી છૂટવાનો એક વિચિત્ર બેત રચ્યો. તે એમ માનતો હશે કે શેટ દ' ઈફમાં મડદાને દાટવામાં આવતાં હશે, એટલે તે બાવાજીના શબને તેમના કફનના Page #106 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ કોથળામાંથી કાઢી પોતાની ઓરડીએ લઈ આવ્યો અને પોતે એ કફનમાં પેસી ગયો!' બહુ ભારે હિંમત કરી કહેવાય !” હાસ્ત; એ બહુ ભયંકર માણસ હતે એ પહેલેથી જ કહ્યું છે ! પણ પછી જ્યારે તેને પગે ૩૬ રતલને ગોળો બાંધીને દરિયામાં ફેંકવામાં આવ્યો, ત્યારે તેનું મોં ખરેખર જોવા જેવું થયું હશે! કારણ કે શેટો દ ઈફમાં મડદાને દાટવામાં નથી આવતાં પણ તેમને જળશધ્યા જ કરાવવામાં આવે છે.’ આટલું કહી ઇન્સ્પેકટર સાહેબ ખરેખર જોરથી હસી પડ્યા. અર્થાત્ એ કદી ડૂબી મૂઓ, એમ જ ને?' પેલા અંગ્રેજે પૂછયું. ચોક્સ; અને પૂરતી ખાતરી કર્યા પછી એના મૃત્યુને લગતાં કાગળિયાં પણ પાકાં થઈ ગયાં છે. તે ઠીક, આપને એબ ફેરિયાને લગતી વિગતે જેલના રજિસ્ટરમાંથી જોવી છે, એમ ને? તો આપ જરા મારા પુસ્તકાલયના એરડામાં આવશે. ત્યાં ટેબલ ઉપર બેસી આ૫ નિરાંતે તે વર્ષનું રજિસ્ટર જોઈ શકશો.' પેલો અંગ્રેજ એબ ફેરિયાનું પાનું શોધવાને બદલે કોણ જાણે શાથી એડમંડ ડાટેનું નામ કાઢીને તે ભાગ જ વાંચવા લાગ્યો. તેમાં સૌથી ઉપર ડેગ્લસેં ડાબે હાથે લખેલો કાગળ જુદો વળગાડેલો હતો, તે તેણે શાંતિથી કાઢી લીધો અને ખીસામાં મૂક્યો. પછી ડાન્ટ ઉપરના આક્ષેપોની તપાસને ભાગ વાંચતાં તેને માલુમ પડયું કે તેમાં નાઇરટિયરનું નામ સરખું આવતું નહોતું. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પાંચમી સપ્ટેમ્બર મોરેલ કંપનીમાં જ્યાં પહેલાં જાહોજલાલીને અને કામકાજની ધમાલને ઘોંઘાટ ગાજતે રહેતે, ત્યાં હવે કાગડા ઊડતા હતા. માત્ર ઇમેન્યુએલ નામના ચોવીસેક વર્ષને જુવાનિયો અને કોકલ્સ નામને એક આંખવાળો બુઠ્ઠો કોશિયર, એ બે જણા જ વફાદારીથી શ્રી. મોરેલને હજુ વળગી રહ્યા હતા. ઇમેન્યુએલ શ્રી મૉરેલની પુત્રીના પ્રેમમાં હતો, અને ઘણાના સમજાવ્યા છતાં પોતાની પ્રિયતમાના કુટુંબને દુઃખના દિવસમાં પડતું મૂકવા રાજી ન હતો. Rાગોન જહાજ સફરેથી પાછું આવે, તેના ઉપર જ આ મહિનામાં ચૂકવવાની રકમની જોગવાઈને આધાર હતો. પરંતુ તે આશા હવે આશંકામાં બદલાતી જતી હતી; કારણ કે મોન સાથે જ ઊપડેલું બીજી કંપનીનું જહાજ એક પખવાડિયું થયાં આવી ગયું હતું, ત્યારે રાગોન ના કશા જ સમાચાર ન હતા! એ પરિસ્થિતિમાં જ રોમની થૉમસન ઍન્ડ ફ્રેન્ચ કંપનીનો અંગ્રેજ મિનીમ શ્રી. મૉલને મકાને આવીને હાજર થયો. ઑફિસનાં તથા ઘરનાં સૌને જીવ એકી સાથે ઊંચો થઈ ગયો. પેલા અંગ્રેજે શ્રી. મૉરેલને જણાવ્યું, “થોમસન એન્ડ ટ્રેન્ય કંપનીને ફ્રાન્સમાં ત્રણથી ચારેક લાખ ફૂાંકની રકમ આ મહિને ચૂકવવવાની છે. આપનું નામ અને પ્રતિષ્ઠા સાંભળીને તેમણે આપની સહીવળી બને તેટલી ચિઠ્ઠીઓ ખરીદી લીધી છે. તે ચિઠ્ઠીઓ જેમ જેમ પાકતી જાય, તેમ તેમ આપની સમક્ષ રજૂ કરી, મળેલા પૈસાનું બીજી આ - ૭ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આશા અને ધીરજ રીતે રોકાણ કરવાની સૂચના અને સત્તા સાથે મને અહીં મોકલવામાં આવ્યો છે.” આપની પાસે કેટલી રકમની મારી ચિઠ્ઠીઓ ભેગી થઈ છે?” એક તે દ’ બૉવિલેની બેએક લાખ ફ્રાંકની ચિઠ્ઠીઓ છે. તે ચિઠ્ઠીએ તે આ મહિનાની પંદરમી અને આવતા મહિનાની પંદરમી તારીખે પાકે છે, ઉપરાંત ૩૨,૫૦૦ ફ્રાંકની તરતમાં ચૂકવવાની ચિઠ્ઠી પણ છે. વળી આ મહિનાના અંતે પાકતી માર્સેલ્સની પાસ્કલની અને વાઇલ્ડ ઍન્ડ ટર્નર કંપનીની ૫૫,૦૦૦ ફ્રાંકની ચિઠ્ઠી છે. આમ બધી મળી ૨,૮૭,૫૦૦ ફ્રાંકની ચિઠ્ઠીઓ છે.' આ આખી ગણતરી દરમ્યાન શ્રી. મૉરેલ જે ઊંડી વેદના અનુભવી રહ્યા હતા, તેનું વર્ણન કરવું અશકય છે. થોડી વાર ચૂપ રહ્યા બાદ પેલો અંગ્રેજ કંઈક અચકાતા અવાજે બોલ્યો, “પણ અહીં આવ્યા પછી મને સાંભળવા મળ્યું છે કે, આપનો હાથ હાલમાં કંઈક ભીડમાં છે. તે આપ મને સ્પષ્ટતાથી જણાવો કે અમારા પૈસા વાયદા પ્રમાણે ચૂકવાશે કે કેમ?” આ પ્રશ્ન સાંભળી શ્રી. મોરેલનું મેં મડદા જેવું ફીકું પડી ગયું. તે ધીમેથી બોલ્યા, ‘૨૫ વર્ષથી આ ધંધે મારા હાથમાં છે, અને પહેલાં મારા બાપુ દશ વર્ષથી એ ધંધો ચલાવતા આવ્યા હતા, પરંતુ એક વાર અમારી ચિઠ્ઠી જુઠી પડી નથી. પરંતુ તમે જે સીધે પ્રશ્ન પૂછ્યો છે, તેનો સીધો જવાબ મારે પણ આપવો જોઈએ. જો મારું વહાણ Rબેન સહીસલામત પાછું આવશે, તે તો મારી શાખ પાછી ફરી ચાલુ થશે, છેલ્લા થોડા વખતથી એક પછી એક એવા કમનસીબ અક સ્માત બનતા આવ્યા છે કે, મને બજારમાં અત્યારે કોઈ નાણાં ધીરે તેમ નથી. એટલે મારે બધો આધાર ન પાછું આવે તે ઉપર છે; તે જો પાછું ન આવ્યું, તો પછી –' Page #109 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સપ્ટેમ્બર આટલું બોલવા જતાં તે ભલા માણસની આંખો આંસુથી ભરાઈ ગઈ. આ વાત ચાલતી જ હતી તેવામાં દાદર ઉપર એકસામટાં ઘણાં માણસો ચડતાં હોય એ ઘંઘાટ સંભળાયો. અને થોડી વારમાં તો શ્રી. મોરેલની પુત્રી જલી બારણું ઉઘાડી આંખમાં આંસુ સાથે અંદર ધસી આવી. શ્રી. મૉરેલની આ ખાનગી ઓરડીનું બારણું અંદરથી બંધ કર્યું હોત તે પણ બહારથી ઉઘાડવાની ચાવી જુલી અને કેકલ્સ પાસે રહેતી. “બાપુજી, બાપુજી, બહુ માઠા સમાચાર લાવવા બદલ તમારી આ દુષ્ટ પુત્રીને ક્ષમા આપશો. રામન ડૂબી ગયું છે અને તેના ખલાસીઓને બીજા વહાણે બચાવી લીધા છે; તેઓ છેક કંગાળ હાલતમાં આપને મળવા અહીં આવી પહોંચ્યા છે.” શ્રી. મૉરેલ રૂંધાયેલે અવાજે માત્ર એટલું જ બોલી શક્યા કે, રાગોન ડૂબી ગયું છે!” તરત જ શ્રીમતી મોરેલ અંદર દાખલ થયાં અને પતિને ખભે હાથ મૂકી. તેમને ટેકો આપતાં ઊભાં રહ્યાં. સાત કે આઠ ખલાસી પણ એક પછી એક નીચે માંએ અંદર દાખલ થયા. તેમાંનો એક પેનેલોન નામને ખલાસી આગળ આવી શ્રી. મોરેલ સમક્ષ અદબ વાળી ઊભો રહ્યો. શ્રી. મૉરેલે તેને શું બન્યું તેના સમાચાર પૂછયા. દરિયા વચ્ચે નડેલા તેફાનના અને ખલાસીએએ કપ્તાન ગૌમાર્ડની દોરવણી હેઠળ વહાણને બચાવવા કરેલા હાડકૂટ પ્રયત્નની કહાણી પેનલને કહી સંભળાવી. કપ્તાન ગાંમાર્ડ ડૂબતા વહાણ ઉપરથી છેવટ સુધી નીચે ઊતરવા માગતા ન હતા, તેમને પોતે ધક્કો મારીને હોડીમાં કેવી રીતે નાખ્યા તેની વાત પણ તેણે કહી. કપ્તાન બીમાર પડી ગયા હોવાથી અત્યારે સૌની સાથે અહીં આવી શકયા નહોતા. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આશા અને ધીરજ શ્રી. મૉરેલ ઊભા થઈને માત્ર આટલું જ બોલ્યા, “ચાલો, ભગવાને એટલું સારું કર્યું કે મારા સિવાય બીજા કોઈને કશી આંચ આવવા ન દીધી.” શ્રી. મૉલે કોકલ્સને હુકમ કર્યો કે, આ બધા ખલાસીઓને તેમના ત્રણ મહિનાના ચડેલા પગારના બસો-બસે કૂક ચકવી દે. પેનેન ઝટ દઈને બોલી ઊઠ્યો, સાહેબ, “પૈસાની વાત હમણાં નથી કરવાની !” નહિ, નહિ, સારા દિવસો હોત તો તમને તમારા પગાર ઉપરાંત તેટલી જ રકમ તમારી બહાદુરી બદલ બક્ષિસની મળવી જોઈતી હતી.' પરંતુ, પરંતુ, સાહેબ, હમણાં જણ દીઠ પચાસ જ ફ્રાંક અમને આપો. બાકીના પૈસા જ્યારે ઠીક લાગે ત્યારે –' “નહિ, નહિ, અત્યારે જ બધો હિસાબ ચૂકતે કરી લે. મૉરેલ કંપનીને વહાણવટાના ધાંધિ હવે બંધ થાય છે; કારણ કે, એક પણ વહાણ હવે મારી પાસે બાકી રહેતું નથી. તમે સૌ ખુશીથી બીજે કયાંક સારી નોકરીએ લાગી જશે.' “પરંતુ સાહેબ, અમારે બીજી બેકરીની ઉતાવળ નથી; અમે તે જ્યારે ત્યારે આપના વહાણમાં જ કામ કરવાના.” ના, ભાઈ ના; એવી ખોટી આશામાં તમારા જેવા ભલા લોકોને હું ભરમાવવા માગતો નથી. જોકે મારા પ્રત્યેના તમારા સદ્ભાવ બદલ તમો સૌને હું આભારી છું.’ | આટલું કહી, શ્રી. મૉરેલે કોકલ્સને નિશાની કરી સૌને બહાર લઈ જવા સૂચવ્યું. તે બધા જતાં તેમણે પોતાની પત્ની અને પુત્રીને પણ કહ્યું, “તમે પણ જાઓ; મારે એકલા આ ભાઈ સાથે કંઈક અગત્યની વાત કરવાની છે.” જુલીએ જતાં જતાં આ અજાણ્યા ગૃહસ્ય સામે આજીજીભરી નજરે જોયું; જાણે તે કહેતી હોય, “સાહેબ, મારા ભલા પિતાની ઈજજત અને જીવન હવે આપના હાથમાં છે.' Page #111 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સપ્ટેબર ૧૦૧ એ અંગ્રેજ ગૃહસ્થે પણ તેના જવાબમાં તેને જ દેખાય એવું આશ્વાસન અને મમતાભર્યું હાસ્ય કર્યું; જેનો અર્થ કદાચ એવા થાય કે, ‘બાનુ એમની ઇજજત અને જિંદગી એ મારે માટે પણ એટલી જ મમતાની અમૂલ્ય વસ્તુઓ છે. ' બધાં વિદાય થતાં શ્રી. મૉરેલે પેલા અંગ્રેજ તરફ ફરીને કહ્યું, ‘તમે બધું જાતે સાંભળ્યું છે; હવે મારે તમને વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. ' 6 હું જોઉં છું કે એક વધુ કમનસીબ આપને અત્યારે નડયું છે; પરંતુ સાહેબ, એ સાંભળીને તા આપને કાંઈ મદદરૂપ થવાની મારી ઇચ્છા વધુ તીવ્ર બની છે. ’ * હું ? એટલે?’ ' જુઓ સાહેબ; આપના સૌથી મોટો લેણદાર હું જ છું. આપને હું વધુ મુદત આપું તે ? ’ તા તો કદાચ મારી ઇજજત, અને પરિણામે મારું જીવન પણ બચી જાય !' ‘આપને કેટલી મુદત જેઈએ ?’ શ્રી. મૉરેલે વિચાર કરીને કહ્યું, ‘બે મહિના.’ 'હું ત્રણ મહિના આપું છું. " `તુ તમારી કંપની એ વાત કબૂલ રાખશે ?’ ‘ એ બધું મારે માથે. જુઓ, આજે જૂન મહિનાની ૫ મી તારીખ થઈ છે અને અગિયાર વાગ્યા છે. હું પાંચમી સપ્ટેંબર સુધીની મુદત વધારી આપું છું. પાંચમી સપ્ટેંબરે બરાબર બારના અગિયાર વાગ્યે હું આવીશ અને પૈસા લઈ જઈશ.' ‘હું પણ બરાબર તે જ સમયે તમારી રાહ જોઈશ અને પૈસા તૈયાર રાખીશ. સિવાય કે, હું જીવતા ન હોઉં.’ શ્રી. મૉરેલે અંત:કરણપૂર્વક અંગ્રેજ મુનીમના આભાર માન્યો અને તેને દાદર સુધી જઈને વિદાય આપી. Page #112 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ દાદરની અધવચ જુલી તેને ભેગી થઈ. શું થયું તે જાણવા ચિંતાતુર વદને તે સંકોચ સાથે ધીરે ધીરે દાદર ઊતરી રહી હતી. તેની આંખામાં આજીજીભર્યો પ્રશ્નાર્થ જોઈને અંગ્રેજ મુનીમ જવાબમાં બાલ્યો, “બાનુ, એક દિવસ તમને એક કાગળ મળશે. તેની નીચે ‘ સિંદબાદ, ખલાસી’એવી સહી હશે. તે કાગળમાં જે લખ્યું હોય તે પ્રમાણે બરાબર અમલ કરવાનું મને વચન આપેા ! ” " વારુ સાહેબ; હું વચન આપું છું.' જુલીએ આ અજાણ્યાના માં ઉપર છવાઈ રહેલા મમતા અને કરુણાના ભાવથી પ્રભાવિત થઈ જઈને કહ્યું. · ઠીક બાનુ; હું રજા લઉં છું. અત્યારે જેવાં છે તેવાં નિર્દોષ અને સદ્ગુણી હમેશ રહેજો. મને ખાતરી છે કે, ભગવાન તમારી બધી ઈચ્છાઓ પાર પાડીને તમને સારા બદલેા આપશે.' ૧૦૨ એ સાંભળી જુલી ગબડી પડતાં પડતાં કઠેરા પકડીને માંડ માંડ બચી ગઈ. ઘરની બહાર આંગણામાં ભલા પેનેલેન પોતાના બે હાથમાં પકડેલા પગારના પૈસા પાછા ઘરમાં નાખવા કે લઈ જવા, તેની દુવિધામાં પડેલા ઊભા હતા. પેલા અંગ્રેજ મુનીમે તેને કહ્યું, ‘દોસ્ત. જરા મારી સાથે ચાલ; મારે તને કંઈક વાત કરવી છે.' Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સિંદબાદ, ખલાસી શ્રી. મોરેલે પોતાને મળેલી મુદત દરમ્યાન પૈસા ઊભા કરવા આકાશ-પાતાળ એક કરી નાખ્યાં, પરંતુ કોઈ તેમને પૈસા ધીરવા તૈયાર ન થયું. છેવટે શ્રી. મૉરેલે જીવ ઉપર આવી છેલ્લે પાસે ફેંકી જોયો: પૅરિસ જઈ તેમણે ડેગ્લર્સ પાસે પૈસા માગ્યા. ડેગ્યુર્સ મૂળે તેમને જ નેકર હતો, તથા તેમની ભલામણચિઠ્ઠીથી જ સ્પેનના બેન્કરની નોકરીએ જોડાઈ શક્યો હતો. ત્યાંથી જ તેની સમૃદ્ધિની શરૂઆત થઈ હતી. હેન્ડલર્સ તે વખતે ૫૦ લાખથી ૭૫ લાખ ફાંકનો આસામી ગણાતો હતો, અને તેને ગમે તેટલી રકમ ઉધાર મળી શકે એવી તેની શાખ હતી. એટલે તે જો ધારે તો પોતાના ખીસામાંથી એક ફ્રોક પણ કાઢયા વિના જ શ્રી. મૉલને જોઈતી રકમ ઉધાર અપાવી તેમને બચાવી લઈ શકે તેમ હતું. પરંતુ ડેગ્યુર્સે કશી પણ મદદ કરવાની ઘસીને ના પાડી દીધી. શ્રી. મૉરેલ પેરિસથી નિરાશ થઈ પહેલી સપ્ટેબરને રોજ પાછા આવ્યા. ત્યાર પછી ઘરનું સૌ કોઈ સમજી ગયું કે હવે તે જીવ ઉપર આવશે. જુલીએ તરત પોતાના ભાઈ મેકિસમિલિયનને પત્ર લખી દીધો કે, કાગળ મળતાં તરત જ દોડી આવ. તેની ઉંમર બાવીસેક વર્ષની જ હતી, પરંતુ તેના મરદાનગીભર્યા સદ્ગુણો અને તેના નિર્મળ હદયને કારણે તેના લશ્કરી સાથીઓમાં પણ તેને સારો પ્રભાવ પડતો હતો. શ્રી. મૉરેલ પણ તેની કોઈ વાત કદી ઉથામતા નહિ, Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આશા અને ધીરજ સાંજે શ્રી. મોરેલ રોજના નિયમ મુજબ કુટુંબ સાથે બેસવા આવવાને બદલે ગુપચુપ પોતાની ઓરડીમાં પેસી ગયા. મોડી રાતે મા-દીકરીએ કુંચીના કાણામાંથી જોયું, તે તે કંઈક લખતા હતા. અચાનક શ્રીમતી મોરેલને દેખાયું કે એ કાગળ સ્ટેપવાળો હતો –અર્થાત શ્રી. મૉરેલ પિતાનું વીલ લખતા હતા! બીજે દિવસે શ્રી. મોરે જમ્યા બાદ પોતાની પુત્રીને પાસે બેસાડી; અને તેનું માથું પિતાના હાથમાં લઈ, પિતાની છાતીએ લાંબો વખત દબાવી રાખ્યું. બીજા બે વધુ દિવસ ચાલ્યા ગયા. ૪ થી સપ્ટેમ્બરની રાતે શ્રી. મૉરેલે પોતાની પુત્રી પાસેથી પોતાની ઓરડીની કૂંચી પાછી માગી. એ છેક અણધાર્યો બનાવ હતા, કારણ કે તેમની ઓરડી અંદરથી બંધ કરી હોય તો પણ તેને બહારથી ખેલવાની સત્તા અને ચાવી શ્રી. મૉલે પોતાની સમજણી પુત્રી અને વફાદાર ખજાનચી કેકલ્સને આપી રાખ્યાં હતાં. જુલી કશો જવાબ આપ્યા વિના રડી પડી. તેણે ખીસામાં શોધવાને ઢગ કર્યો, અને પછી પોતાની ઓરડીમાં રહી ગઈ હશે એવું બહાનું કાઢી, તે સીધી ઈમેન્યુએલ પાસે દોડી ગઈ. ઈમેન્યુએલે કહ્યું, એ ચાવી કોઈ પણ સંજોગોમાં શ્રી. મૉરેલને આપી ન દેવી; તથા કાલ સવારથી એક પણ મિનિટ તેમને એકલા ન મૂકવા.” તે રાતે ત્રણ વાગ્યા સુધી શ્રી. મોરેલ પિતાની ઓરડીમાં ટહેલતા જ રહ્યા. ત્રણ વાગ્યે જ્યારે તે પિતાની પથારીમાં પડ્યા, ત્યારે જ મા-દીકરી પણ બહારથી ખસ્યાં અને પોતાની ઓરડીમાં જઈ સૂઈ ગયાં. સવારમાં શ્રી. મૉરેલ આવીને પોતાની પુત્રી તથા પત્ની સાથે રોજ કરતાં વધુ મમતાથી અને વધુ ધીમાશથી વાત કરી ગયા. પછી Page #115 -------------------------------------------------------------------------- ________________ સિંદબાદ, ખલાસી” ૧૦૫ તે પિતાની ઓરડીએ જવા લાગ્યા ત્યારે જુલી તેમની સાથે થઈ. શ્રી. મોરેલે કંઈક કડક શબ્દોમાં તેને પોતાની પાછળ પાછળ ન આવવા કહ્યું. જુલી ત્યાં ને ત્યાં જ લાકડું થઈને ઊભી રહી. અચાનક પાછળથી કોઈ આવ્યું અને જુલીની આસપાસ બે વહાલભર્યા હાથ વીંટાયા. તે ઍકિસમિલિયન હતે. જુલી રાજી થઈને બોલી ઊઠી, “ભાઈ ! તમે આવ્યા ખરા!” શ્રીમતી મોરેલે, જુલીને, મેકિસમિલિયન આવ્યાની ખબર તેના પિતાને આપવા મોકલી. જુલી જવા લાગી ત્યારે દાદર પાસે એક માણસ હાથમાં કાગળ લઈ ઊભે હતો. ‘આપનું નામ કુમારી જુવી મૉરેલ?” “હા સાહેબ, આપને શું કામ છે? હું આપને ઓળખતી હોઉં એમ મને લાગતું નથી.’ ‘આ કાગળ વાંચો.’ જુલીએ જલદીથી કાગળ ઉઘાડ્યો અને વાંચ્યો આ ક્ષણે જ –મહોલ્લામાં નં. ૧૫ વાળા મકાનમાં જાઓ ત્યાંના પહેરેગીર પાસે પાંચમા માળ ઉપરની ઓરડીની ચાવી માંગે; તેમાં ખૂણા આગળ ભઠ્ઠી ઉપરના તાકામાં લાલ રંગની થેલી હશે. તે તરત લઈને તમારા બાપુને આપો. અગિયાર વાગ્યા પહેલાં તે થેલી તમારા બાપુના હાથમાં પહોંચવી જોઈએ; નહિ તો કોઈ કારમો બનાવ બની જશે. તમે આપેલું વચન યાદ કરી, આ હુકમનું અક્ષરશ: પાલન કરો.” -સિંદબાદ, ખલાસી જુલીએ આનંદની ચીસ પાડી આંખ ઊંચી કરીને જોયું, તે ચિઠ્ઠી લાવનારો કયારને વિદાય થઈ ગયો હતો. તેણે ચિઠ્ઠી ફરી વાર વાંચવા માંડી. નીચે તા.ક. કરીને ઉમેરેલું હતું - આ કામ તમારે, જાતે જ જઈને કરવાનું છે. તમારે બદલે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આશા અને ધીરજ બીજું કોઈ જશે અથવા તમારી સાથે બીજું કોઈ આવ્યું હશે, તે પહેરેગીર તમને ચાવી નહિ આપે.' ' જુલી એ તા.ક. વાંચી કંઈક શંકામાં પડી ગઈ. તેણે ઈમેન્યુએલની સલાહ લીધી. તેણે તરત જ કહ્યું, ‘તમારે જવું જ જોઈએ. હું બહાર નાકા આગળ ઊભા રહીશ.' બંને જણ તાબડતોબ ચાલી નીકળ્યાં. દરમ્યાન શ્રીમતી મૉરેલે મૅકિસમિલિયનને બધી વાત કહી સંભળાવી તથા શ્રી. મૉરેલ કોઈ પણ કારણે આત્મહત્યા ન કરી બેસે, એવું તેમને સમજાવવા વિનંતી કરી. મૅકિસમિલિયન તરત જ પિતા પાસે દોડયો. શ્રી. મૉરેલ પેાતાની સૂવાની ઓરડીમાંથી નીકળી પોતાની ઓરડીમાં પેસવા જતા હતા. મૅકિસમિલિયનને જોઈ તે એકદમ અચંબાની ઝીણી ચીસ પાડી ચૂપ ઊભા રહ્યા, તથા પેાતાના કોટના અંદરના ખીસામાંની કોઈ ચીજ સંતાડવા લાગ્યા. મૅકિસમિલિયન એકદમ ઊછળીને પિતાને કંઠે વળગી પડયો; પરંતુ તેમની છાતી આગળની કઠણ વસ્તુને હાથ વડે દબાવતા એકદમ છળીને પાછા ખસી ગયા – ‘બાપુજી, પિસ્તાલની જોડીને કોટની અંદર રાખીને તમે શું કરવા માર્ગેા છે?’ મને આ જ બીક હતી. ' મૉરેલ ગણગણ્યા. ‘બાપુજી, બાપુજી, ભગવાનને ખાતર મને કહેા, આ ભયંકર હથિયારો શા માટે છે?' * મૅકિસમિલિયન !' શ્રી મૉરેલ જરા સ્થિર નજરે પુત્ર સામે જોઈને કડક સ્વરે બાલ્યા, ‘તું માણસ છે, તથા માણસ માટે ઇજજત શી ચીજ છે, તે સમજે છે. ચાલ, હું તને બધી વાત કરું.' એમ કહી શ્રી. મૉરેલ સ્થિર પગલે પુત્રને પોતાની ઓરડીમ' Page #117 -------------------------------------------------------------------------- ________________ સિંદબાદ, ખલાસી” લઈ ગયા, અને પછી અંદરથી તેમણે બારણું બંધ કર્યું. ત્યાર બાદ પિતાની પિસ્તોલ ટેબલ ઉપર ગોઠવીને તેમણે પોતાને ચેપડો ઉઘાડયો અને આંગળી મૂકીને અમુક ભાગ મેકિસમિલિયનને બતાવ્યો. શ્રી. મૉરેલને અડધા કલાકમાં જ ૨,૮૭,૫૦૦ ફ્રાંકની રકમ ચૂકવવાની હતી, તેમની પાસે માત્ર ૧૫,૨૫૭ ફ્રાંકની જોગવાઈ હતી. ઍકિસમિલિયન એ વાંચીને માત્ર એટલું જ બોલ્યો, “અર્ધા ક્લાકમાં આપણા નામની હંમેશ માટે બદનામી થશે, એમ જ ને?” લોહીથી બદનામી ધોઈ નાખી શકાય છે.” ખરી વાત, બાપુજી, હું તમારી વાત સમજયો.' , પછી પિસ્તોલ તરફ ફરીને ઍકિસમિલિયન બોલે, “એક તમારે માટે, અને બીજી મારે માટે. તમે બેની જોગવાઈ કરી રાખી તે માટે આભાર.” તારી વહાલી માતા અને તેથી પણ વહાલી તારી બહેન, તેમનું ભરણપોષણ કોણ કરશે?” “બાપુજી, તમે મને જીવતા રહેવાની સજા કરવા માગો છો?' “હા, મારી તને આજ્ઞા છે; એ તારી ફરજ છે. બેટા, તું સામાન્ય જુવાનિયો નથી; હું તારા ઉપર કશી બળજબરી કરવા નથી માગતો; પણ તારી જાતને મારી સ્થિતિમાં મૂકી જો, અને પછી હું જ કહે.” ઍકિસમિલિયને થોડી વાર વિચાર કર્યો, પછી તેના ચહેરા ઉપર સ્વાર્પણને દિવ્ય ભાવ ફેલાઈ રહ્યો. તે ધીમેથી પણ મક્કમતાથી બોલ્યો, “ભલે બાપુજી; તમારી ઈચ્છા. તમે શાંતિથી મૃત્યુ પામે, હું જીવતો રહીશ.” શ્રી. મૉરેલ પુત્રના આ ભવ્ય સ્વાર્પણ તરફ પ્રશંસા અને ભક્તિના ભાવથી ગદ્ગદિત થઈ જોઈ રહ્યા. થોડી વાર બાદ તે બોલ્યા, Page #118 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ “બેટા, આ બધામાં મારી કશી ગફલત કે દેષ કારણભૂત નથી, એટલું તે તું માને છે ને?' - “હું જાણું છું, બાપુજી! મારી જાણમાં આવેલા એમાં તમે સૌથી વધુ ઈજજતદાર માણસ છો.’ શ્રી. મોરેલે તેનું માથું બે હાથમાં લીધું, તેને પોતાની તરફ ખેંચ્યો, અને પછી તેના કપાળે બે-ત્રણ વાર ચુંબન કરીને કહ્યું, બેટા, હું મારા પિતાના નામથી, અને ત્રણ ત્રણ પેઢીથી દોષરહિત રહેલા પૂર્વજોના નામથી તને આશિષ આપું છું. હું જીવતે રહું તે કાળે મોં લઈને જ જીવતે રહી શકે; પણ હું મરીશ, તે તું જિંદગીભર તારું માથું ઊંચું રાખી શકીશ, અને કહી શકીશ કે, જેણે પોતાનો બોલ પાછો ન પડે તે માટે પ્રાણ આપ્યા એવા માણસને હું પુત્ર છું.’ ઍકિસમિલિયનની છાતી ડૂસકાંથી ફાટી જતી હતી, પણ તે ચૂપ નિશ્ચષ્ટ રહ્યો. હવે તું જા અને તારી માતા તથા બહેનને દૂર રાખવા કોશિશ કર.” “બાપુજી, મને છેવટની કાંઈ આજ્ઞા છે?' હા, એક પવિત્ર આદેશ આપતા જાઉં છું. એકલી થોમસન ઍન્ડ ફેન્ટ કંપનીએ મારા પ્રત્યે દયા અને માનવતા દાખવી છે. તેમને મુનીમ દશ મિનિટમાં અહીં ૨,૮૭,૫૦૦ ક્રાંકની રકમ લેવા આવશે. તેણે મને ત્રણ માસની મુદત વગર માગ્યે સામેથી આપી હતી. એ કંપનીની રકમ સૌથી પહેલી ચૂકવવા પ્રયત્ન કરજે અને તેમના મુનીમને જીવનભર આદર કરજે.’ મેકિસમિલિયન ફરીથી ઝટઝટ પિતાના પરમ પ્રિય પિતાને ભેટી લઈ, આંખ લૂછતે લૂછતે ઓરડીની બહાર નીકળી ગયો. શ્રી. મોરે ત્યાર બાદ ઘંટ વગાડીને કોકલ્સને બેલાવ્યો. તેને ધીમે અવાજે તેમણે કહ્યું, “ભલા કકલ્સ, તું આ એરડીના બારણા Page #119 -------------------------------------------------------------------------- ________________ સિંદબાદ, ખલાસી આગળની ઓસરીમાં જ ઊભો રહે. થૉમસન એન્ડ ફ્રેન્ચ કંપનીને જે મુનીમ ત્રણ માસ અગાઉ અહીં આવ્યો હતો, તે અહીં આવે કે તરત અંદર દોડી આવી મને ખબર આપજે.' કોકલ્સ માથું નીચું કરી, બહાર જઈ બેઠો. તેના વહાલા શેઠની એ છેવટની ઘડીઓ હતી, તે એ બરાબર સમજતો હતે. શ્રી. મૉરેલ હવે ખુરસી ઉપર બેઠા અને ઘડિયાળના કાંટા તરફ જોઈ રહ્યા. પોતાનાં સૌ વહાલાને તજીને જેને ઘડી-બે-ઘડીમાં વિદાય થવાનું છે, તેની આખરી ક્ષણે એ હતી, અને તે એકેએક ક્ષણ તેમને મન અતિ કીમતી હતી. કાંટો ખસતે ચાલ્યા. શ્રી મોરેલે ધીમેથી પિસ્તોલ ઉપાડી અને ઘેડા ચડાવ્યા. તે જ ઘડીએ તેમને અચાનક યાદ આવ્યું કે, પિતાની પ્રિય પુત્રીને તેમણે છેવટની વિદાય આપી નથી. તરત તેમણે પિસ્તોલ નીચે મૂકીને કલમ ઉપાડી અને પુત્રીને સંબોધી બે લીટીઓ ઉતાવળે લખવા માંડી. લખવાનું પૂરું થયું ત્યાં તે ઘડિયાળમાં અગિયારના ટકોરા પડવાની કળ ખરરર કરતી સરકવા માંડી. શ્રી. મૉરેલે પિસ્તોલની અણી પોતાના દાંત વચ્ચે ગોઠવી અને પ્રત્યેક પળે કેકલ્સને અવાજ સાંભળવાની તે રાહ જોઈ રહ્યા. અચાનક બારણું જોરથી ઊઘડ્યું અને તેમની પ્રિય પુત્રીની ચીસ સંભળાઈ. તેમણે તરત પોતાનું માં જુલી તરફ ફેરવ્યું, પણ તે ઘડીએ પિસ્તોલ તેમના હાથમાંથી પડી ગઈ. “બાપુ, બાપુ!” જુલી હાંફતાં હાંફતાં માંડ બેલી શકી, “બાપુ, તમે બચી ગયા, બચી ગયા !” તરત જ તેણે પિતાની છાતી ઉપર પડતું નાખ્યું અને એક હાથમાં લાલ રંગની થેલી ધરી. “શું કહે છે બેટા? હું બચી ગયો એટલે?' “હા, બાપુ, ખરેખર બચી ગયા; જુઓ આ થેલી !' Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આશા અને ધીરજ શ્રી. મોરેલે થેલી હાથમાં લીધી. તેને જોતાં જ તે ચકળ્યા. તેમને એ થેલીની કંઈક ઝાંખી યાદ આવી હોય એમ લાગ્યું. તે થેલીમાં નાડાને છેડે બે લાખ સત્યાશી હજાર અને પાંચસો ફૂાંક ચૂકતે થવાની પહોંચ લખેલી હતી અને નાડાને બીજે છેડે એક મોટો પાણીદાર હીરો બાંધેલ હતું. તેની સાથેની ચબરકી ઉપર લખ્યું હતું : “જુલીને દાયજો.” શ્રી. મૉરેલ જાણે સ્વપ્ન જોતા હોય તેમ અવાક થઈ ગયા. થોડી વાર પછી તે બોલ્યા, “બેટા, આ થેલી તને ક્યાંથી મળી?' – મહોલ્લામાં ૧૫ નંબરના મકાનમાં પાંચમે માળે એક નાની એરડીના ખૂણામાં ભઠ્ઠી ઉપરના તાકામાં.” ડાન્ટને બાપ ગુજરી ગયો હતો તે એરડી! જુલીએ હવે પોતાને સવારે મળેલો કાગળ શ્રી. મોરેલને બતાવ્યો. તે વાંચી તેમણે જુલીને પૂછ્યું, “તું ત્યાં એકલી ગઈ હતી?” ના, ઈમેન્યુએલ મારી સાથે આવ્યા હતા, પણ નવાઈની વાત એ છે કે, હું પાછી ફરી ત્યારે તે નાકા આગળ ઊભા ન હતા! એટલામાં તે કોઈ દોડનું બબ્બે ત્રણ ત્રણ પગથિયાં ચડતું હોય તેવો અવાજ સંભળાયો અને પછી તે ઇમેજુએલ ગાંડાની પેઠે અંદર દાખલ થઈ બોલ્યા, “રામોન, પરાગોન ! મોરેલ મહાશય, Rામોન બંદરમાં દાખલ થયું છે !' ગાંડા, રાગોન તે ક્યારનું ડૂબી ગયું. તેના પેનેલોન વગેરે ખલાસીઓ અહીં આવી ગયા તે પણ ભૂલી ગયો?' “અરે સાહેબ, અત્યારે બંદર ઉપર હજારો માણસ ભેગું થયું છે અને સૌ કોઈ રાગોનને બંદરમાં ધીમેથી પ્રવેશતું જોઈ હર્ષના પોકાર કરી રહ્યું છે. હું પણ તેને મારી નજરે જોઈ, ઉતાવળે દેડી આવ્યો છું.’ Page #121 -------------------------------------------------------------------------- ________________ સિંદબાદ, ખલાસી ૧૧૧ શ્રી. મૉરેલ એકદમ તે ખુરશી ઉપર ફસડાઈ પડયા. પણ પછી આખું કુટુંબ એ ચમત્કારને નજરે જોવા વેગથી બંદર તરફ દોડી ગયું. અને લો! નજીક આવી પહોંચેલા જહાજ ઉપર “Rામોન, મોરેલ ઍન્ડ સન, માર્સેલસ” એ શબ્દો દેખા દેખાતા હતા. તેને આકાર બરાબર રાયોન જેવો જ હતો અને તે રંગ અને ગળીથી લદાયેલું હતું. પણ સૌથી વ નવાઈની વાત તો એ હતી કે, કપ્તાન ગૌમાર્ય તૂતક ઉપર ઊભો રહી લાંગરવાના હુકમો આપી રહ્યો હતો, અને પનેલોનની નજર શ્રી. મોરેલ ઉપર પડતાં જ તે તેમને હાથ હલાવી નિશાનીઓ કરવા લાગ્યો ! આ પ્રત્યક્ષ વસ્તુને નકારવી એ અશકય હતું. એટલે રાગોન ડૂળ્યાની જે વાત હતી તેને જ સ્વપ્ન કે ભ્રમ ગણી કાઢવી જોઈએ ! બંદર ઉપર દશ હજાર માણસો આ પ્રત્યક્ષ વાતની શાખ પૂરતાં હતાં. બંદર ઉપર શ્રી. મૉરેલ અને તેમને પુત્ર આનંદમાં આવી એકબીજાને ભેટતા હતા અને પરમાત્માનો ઊંડા અંતરથી આભાર માનતા હતા, તથા વીસ હજાર હાથ એ દૃશ્ય ઉપર આનંદની તાળી બજાવી રહ્યા હતા, ત્યારે એક માણસ ત્યાં પહેરેગીરની કૅબિન પાછળ છુપાઈને એ બધું હર્ષથી ઊભરાતા હૃદયે નિહાળી રહ્યો હતો. થોડી વાર પછી તે ત્યાંથી ધીમે રહીને સરક્યો અને બોલ્યો – ‘સુખી થા, ભલા પુરુષ! અત્યાર સુધી તે જે ભલમનસાઈનાં કામ કર્યા છે અને હજુ પણ તું જે બધાં સારાં કૃત્યો કરશે, તે બધાંના આશીર્વાદ તારા નિર્મળ હૃદય ઉપર ઊતરો !' આટલું કહી, તે થોડે દૂર ઓવારાનાં પગથિયાં ઊતરી પાણી નજીક ગયો અને ત્યાં તેણે અમુક દિશામાં ત્રણ વાર બૂમ પાડી : “જેકોપ, જેકપ, જેકોપ !' તરત જ એક તીર જેવી હોડી વારે આવી. પેલો માણસ તેમાં બેસી ગયો. થોડે દૂર એક યાટ-નૈકા સુસજજ થઈને ઊભી હતી. તેમાં Page #122 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ચડયા પછી પેલે માણસ શ્રી. મોરેલ તરફ જોઈ રહ્યો. શ્રી. મૉરેલ તે વખતે અભિનંદન માટે આસપાસ ફરી વળેલા હજારો હાથ સાથે હાથ મિલાવી અંતરને આનંદ તથા આભાર વ્યક્ત કરતા હતા. યાટ-નૌકામાંથી પેલો માણસ તે જોઈ બોલી ઊઠ્યો : “વિદાય! દયા, માનવતા અને કૃતજ્ઞતાને! હૃદયને વિકસાવતી બધી ભલી લાગણીએને વિદાય! હવે હું પાપીઓને તેમના પાપની સજા કરવા માટે કઠોર ઈશ્વરી દંડ બનવા જાઉં છું– તેટલો જ અચૂક, તેટલો જ કારમે!” કેડરે હીરે વેચે છે બાવાજી હીરો આપીને વિદાય થયા કે તરત દાદર ઉપરથી કેડરોની માંદી સ્ત્રી નીચે ઊતરી. ડેગ્લર્સ અને કાઉંટ મેર્સ જેવા વગદાર મોટા લોકો વિશે ગમે તેવા અજાણ્યાને મોઢે આવી વાત કરવા બદલ તેણે કેડરને ફિટકાર આપે. કેડરોએ કહ્યું, “મૂરખ, એ બધી વાત તેને ન કરી હોત, તે પછી હીરાના પૈસા એ સૌને પણ વહેંચાઈ જાત તેનું શું? હવે આ હીરો આપણને મળ્યો!' કેડરોની સ્ત્રીએ હોઠ મચકોડીને કહ્યું, ‘બબૂચક ભાઈ, એ હીરો છે કે બે કોડીને કાચ છે, તેની તમને પરખ ખરીને!' કેડરો એ છેલ્લી વાત સાંભળીને જરા ચમક્યો તેણે તરત ટોપ પહેરી લીધો અને કહ્યું, “આજે પાસે જ બુકેરમાં મળે છે ત્યાં પેરિસથી કેટલાય ઝવેરીઓ આવે છે. તેમાંના એકને બતાવીને હું હમણાં જ ખાતરી કરી લઉં છું.' Page #123 -------------------------------------------------------------------------- ________________ કંડર હીરે વેચે છે ૧૧૩ કેડરો બ્યુકેર તરફ જતે હવે, તે જ વખતે દાણચોરીને દૂધ કરનાર બટુંકિયો પાસેની નહેરમાં જાતખાતાના અમલદારો વડે ઘેરાઈ જતાં, પોતાના વહાણના ભંડકમાંનું ગુપ્ત બાકુ ઉધાડી, પાણીમાં ડૂબકી મારીને તરતો તરતો બહાર નીકળ્યો અને લપાતો-છપાત કેડરોના ઘર તરફ આવવા લાગ્યો. કૅડરોની મુખ્ય કમાણી આવા દાણચરો અને ચાંચિયાઓની ખાતર-બરદાસ્તમાંથી જ નીકળતી હતી. બટુંોિને ઈરાદો કૅડરોને ત્યાં ખાવા-પીવાનું પરવારી, આકાશમાં ચડી આવેલા ભારે તોફાનનો લાભ લઈ, મોડી રાતે પોતાના વહાણ તરફ પાછા ફરવાનો હતો. કૅરોની વીશીની પછીતે એકઢાળિયું હતું તે આવા લોકોને માટે જ હતું. પાછલા વાડાની ભત કુદી બટુંકિયો તેમાં પેઠો. મુખ્ય મકાન અને ઢાળિયા વચ્ચે પહેલાં જ્યાં બારણાનું કહ્યું હતું, ત્યાં હવે પાટિયાંની એક પડદી ભરી દીધેલી હતી. વીશીમાં બહારનું કોઈ મહેમાન છે કે નહિ તે જોવા બટુંકિયોએ પેલી પડદીની ફાટોમાંથી વીશીમાં નજર કરી. તે જ વખતે કેડરો પિતાની સાથે એક ઝવેરીને લઈને વીશીમાં પેઠો. કેડરોએ નીચેથી બૂમ પાડીને પોતાની પત્નીને ઉપરને માળથી નીચે બોલાવી. જો પેલા બાવાજીએ આપણને છેતર્યા નથી; આ હીરો સાચો “શું કહો છો?' કહેતી આનંદથી અને નવાઈથી ઉશ્કેરાયેલી તે માંદલી સ્ત્રી ધડધડાટ દાદરો ઊતરીને નીચે આવી. પેલા ઝવેરીએ કૅડરો પાસે આ હીરો કેવી રીતે આવ્યું તેની ખાતરી કરવા કૅડરોની સ્ત્રીને બધી વાત ફરી પૂછી જોઈ. ઇટાલી તરફનો એબ બુસોની નામનો પાદરી એડમંડ ડાન્ટ નામના કેદી પાસેથી મળેલો આ૦ – ૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આશા અને ધીરજ હીરો લઈને આપવા આવ્યો હતો, વગેરે વાત મળતી આવતાં, ઝવેરીએ કિંમતની બાબતમાં વાટાઘાટ કરવા માંડી. કેડરો ૫૦ હજાર ક્રાંક માગત હતો, ત્યારે ઝવેરી તેના ૪૦ હજાર આપવા માગતો હતો. તેની દલીલ એ હતી કે, બીજા ઝવેરી ૫૫ હજાર ક્રાંક આપવા તૈયાર થશે, પણ બીજી બાજુથી પોલીસ સાથે મળી જઈ, તને ચેરીનો માલ રાખનાર ઠરાવી જેલમાં બેસાડી દેવરાવશે. પછી એબ બુસેની આવે અને પોતે હીરો આપ્યાની વાત કહીંને તને છોડાવે, ત્યાર પહેલાં તે એ હીરાને બદલે તેને મળતે કાચ પોલીસવાળા મૂકી દેશે અને તું છુટીશ ત્યારે તને આપશે ! કેડરોની સ્ત્રી તરત જ બોલી ઊઠી, “ભલે આ ઝવેરીને જ હીરો ૪૫ હજારમાં આપી દો. અહીંથી તે હીરો લીધા વિના જશે, તે શહેરમાં જઈને પોલીસને ખબર આપી દેશે !' ઝવેરીએ તરત થોડી નોટો અને થોડી સેનામહોરોમાં નાણાં ચકવી દીધાં. દરમ્યાન, બહાર વંટેળ અને વરસાદનું તોફાન વધતું ચાલ્યું. કેડરોએ ઝવેરીને આવી તોફાની રાતે પાછા જવાને બદલે પિતાની વીશીમાં સવાર સુધી સૂઈ રહેવાની સલાહ આપી. અંધારી રાતે રસ્તા ઉપર લૂંટારાઓને પણ ડર ! ઝવેરીએ પોતાના ખીસામાં બે ભરેલી પિસ્તોલ બતાવીને કહ્યું, આજે રાતે ગમે તેમ કરી મારે પોતાને ઉતારે પહોંચવું પડે તેમ છે.” ઝવેરી ચાલ્યો ગયો એટલે બારણું અંદરથી બંધ કરીને કેડરોની સ્ત્રીએ તેને મર્મમાં પૂછયું, “તમે સાચે જ તેની દયા ખાઈને રાતે અહીં સૂઈ રહેવાનું કહ્યું હતું?” હાસ્તો.’ મેં તો જાણ્યું કે, કંઈક બીજું કારણ હશે !' ફટ ભૂંડી! તને એ વિચાર શા માટે આવે છે?” “તમારામાં કશું પાણી નથી; નહિ તે એ માણસ હીરા સાથે આ ઘરમાંથી જીવતો બહાર નીકળી શક્યો ન હત!' Page #125 -------------------------------------------------------------------------- ________________ કંડરા હીરા વેચે છે ૧૧૫ પરંતુ એટલામાં તે વીજળીના એક ભયંકર કડાકા થયા અને તે સાથે બારણા ઉપર ઘેરથી ટકોરા પડયા. કૅડરોએ પૈસા ટેબલ ઉપરથી સમેટતાં સમેટતાં જરા ગભરાઈને બૂમ પાડી, ‘ કોણ ?’ ' પેલા ઝવેરી જ બહારના તોફાનમાં જવું અશકય માની, પાછા ફર્યો હતો. કેડરોની સ્ત્રીના માં ઉપર થઈને એક ભયંકર હાસ્ય પસાર થઈ ગયું. મેડી રાતે જ્યારે બધાં જંપી ગયાં, ત્યારે ઢાળિયામાં જ થાકીને ઘસઘસાટ ઊંઘી ગયેલા બુકિયા ઉપલે માળ એક પિસ્તોલના અવાજ સાંભળી જાગી ગયા. તરત તેણે બાકામાંથી વીશીની અંદર નજર કરી. કૅડરો ઉતાવળે ઉતાવળા દાથી નીચે ઊતર્યો! તેણે હીરાની દાબડી ગજવામાં સાચવીને મૂકી અને કબાટમાંથી ૪૫ હજાર ફ઼ાંકની પાટલી પણ કાઢીને કપડાંમાં છુપાવી દીધી. પછી બારણું ઉઘાડી તે બહાર અંધારામાં અલાપ થઈ ગયા. બટુકિયાને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ. તેને ઉપર કોઈના ઊંહકારા સંભળાતા હતા. કોઈની કંઈ સારવાર થઈ શકે તેમ હોય તે તે કરવા ઉતાવળથી તે ઘરની અંદર પેઠા. દાદર ચડતાં જ કેડરોની સ્ત્રીનું શબ તેના પગમાં અથડાયું. તેના ગળામાંથી ગેાળી પસાર થઈ ગઈ હતી અને તે કયારની મરી ગઈ હતી. પછી તે ઝવેરીની પથારીવાળી ઓરડીમાં દોડયો. ત્યાં ચારે તરફ બધું રમણભમણ પડેલું હતું અને પથારીની બહાર ઝવેરી ઢગલા થઈને પડયો હતા. તેને છાતીમાં ઊંડા ઘા પડેલા હતા અને લેહી ધડધડાટ નીકળતું હતું. બકિયા ઝવેરી માં જીવ છે કે નહિ તે તપાસતા હતા, તેટલામાં જ નીચે સૈનિકોની દે।ડધામ સંભળાઈ. થે।ડી વારમાં જ જકાતખાતાના અમલદારો થેડાક સૈનિકો સાથે ઉપર ચડી આવ્યા અને તેમણે બકિયાને ગિરફતાર કર્યો. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આશા અને ધરજ વાત એમ બની હતી કે, વહાણ આગળથી જ જકાતખાતાના એક જાસૂસે છૂપી રીતે બટુંકિયોને પીછો પકડયો હતે. બટુકિને કેડરોના ઢાળિયામાં સંતાતો જોઈ, તે હવે તોફાનની રાતે ત્યાં જ રહેશે એમ માની, તે બીજા સૈનિકો અને અમલદારોને બોલાવી લાવ્યો હતો. બબે જણનાં ખૂન કરનાર તરીકે બટુંકિયોને મોતની સજા થઈ. પરંતુ વીશીનો માલિક કૅડરો લાપત્તા હતા; એટલે તે પકડાય નહિ ત્યાં સુધી, અથવા એબ બુસેની આવી કેડરોને હીરો આપ્યાની વાતની ખાતરી કરાવી ન આપે ત્યાં સુધી, શકનો લાભ આપી પોતાને જીવતો કેદમાં જ પૂરી રાખવા બટુંકિયોએ ભારે આજીજી કરી. ન્યાયાધીશ ધાર્યા કરતાં વધુ ભલો માણસ નીકળ્યું અને તેણે તેની આજીજી મંજૂર રાખી. નસીબજોગે ત્રણ મહિના અને પાંચ દિવસ બાદ, એટલે કે આઠમી સપ્ટેબરે એબ બુસોની ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા. હીરાની તથા ખૂનની વાત સાંભળી તેમણે કેદખાનામાં આવી બટુંકિયોની મુલાકાત લીધી. બર્ટકિયોએ બનેલી બધી વાત તેમને સોગંદપૂર્વક કહી સંભળાવી. તેણે કહેલી વાતની સચ્ચાઈ ઉપર એબ બનીને ભરોસે બેઠે, અને બની શકે તે તેને છોડાવવાનો પ્રયત્ન કરવાનો પોતાનો નિશ્ચય તેમણે તેને જણાવ્યો. એબ બસોનીનું માયાળુ અને પ્રભાવશાળી વર્તન જોઈ, બટુંકિયોએ તેમને કહ્યું, “બાપજી, કેડર જીવતે ન પકડાય ત્યાં સુધી આ આરોપમાંથી મારો છુટકારો કદાચ ન પણ થાય; અને છેવટે મારે ફાંસીને લાકડે લટકવું જ પડે. એટલે મેં કરેલા એક ખરા ખૂનની કબૂલાત તો આપની આગળ હું મરતા પહેલાં કરી જવા ઇચ્છું છું. પ્રભુ, પાસે આપ મારા એ પાપની માફી માટે પ્રાર્થના કરજો.” એટલું કહી તેણે નીચેની લાંબી કહાણી બાવાજીને કહી સંભળાવી. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૫ બટુંકિયાની કબૂલાત બટુંકિયો પાંચ વર્ષની ઉંમરનો હતો ત્યારથી જ, માતાપિતા મરી જતાં, તેના ૧૮ વર્ષના મોટા ભાઈએ તેને ઉછેર્યો હતો. નેપોલિયન જ્યારે એલ્બાથી ૧૮૧૫માં ફ્રાંસ પાછો ફર્યો, ત્યારે તેનો મોટો ભાઈ લશ્કરમાં ભરતી થઈ ગયો. વૉટલૅના યુદ્ધની આગલી રાતે લડાઈમાં ઘાયલ થતાં, તેને મોરચા ઉપરથી ખસેડી લેવામાં આવ્યો. પછી તે નેપોલિયન હારીને દેશનિકાલ થયો તથા રાજા લૂઈ ફરી ક્રાંસની ગાદીએ આવ્યો, એટલે નેપોલિયનના લશ્કરની ટુકડીઓને વિખેરી નાખવામાં આવી. બર્ટુકિયોને એક દવસ તેના ભાઈને કાગળ મળ્યો કે, તે હવે પિતાને ગામ પાછો ફરવા માગે છે, પણ હજુ પોતે અશકત હોવાથી મુસાફરીના ખર્ચ માટે તેને થોડા પૈસાની જરૂર છે. બર્ટુકિયો બધું વેચીસાટી પિતાની ભાભી માટે પાંચસે કૂક રાખી, બીજા પાંચસો ફ્રાંક પોતાની સાથે લઈ, ભાઈને તેડી લાવવા નીકળ્યો. દરમ્યાન દક્ષિણ તરફ નેપોલિયનના પક્ષકારોની કતલ શરૂ થઈ હતી. રાજસત્તાની આંખમીંચામણી હેઠળ જ બે કે ત્રણ ગુંડાટેળીઓએ એ કામ હોંશભેર હાથમાં લીધું હતું. બટુકિયોના ભાઈની પણ એક ગામમાં આગલી રાતે જ કતલ થઈ ગઈ. બટુંકિયોએ ત્યાં આવીને પોતાના ભાઈના ખૂનીઓને પત્તો મેળવવા ભારે પ્રયત્ન કર્યો, પરંતુ ધાકના માર્યા, કોઈ તેમનું નામ કહેવા પણ તૈયાર ન હતું. છેવટે તેણે દરોગા પાસે જઈ ફરિયાદ દાખલ કરી. ૧૧૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આશા અને ધીરજ દારોના વિલેફોર્ટ બહુ કટ્ટર રાજભકત હતા. તેણે નેપેલિયન હેઠળ નોકરી કરનારાઓને ફ્રેન્ચ સૈનિક જ ગણવાની ના પાડી અને એ બદમાશ રાજકેદીઓને યોગ્ય ફળ મળ્યું છે એમ જણાવ્યું ! બટુંકિયોએ ઘણીય દલીલો કરી કે તેના ભાઈને કોઈ પક્ષ સાથે કશી લેવાદેવા જ ન હતી, અને તે તે સરકારી નોકરી સમજીને લશ્કરમાં જોડાયા હતા. પરંતુ વિલેફૉર્ટે તે તેને લાયક સજા મળી છે એમ જ કહેવાનું ચાલુ રાખ્યું. છેવટે બટુંકિયોએ પોતાના ભાઈની નિરાધાર બનેલી વિધવાને સામાન્ય સૈનિકના વિધવાને મળે છે તેનું પેન્શન બાંધી આપવાની માગણી કરી, પરંતુ તે માગણી પણ વધુ હસીને ઉડાવી દેવામાં આવી. બટુંકિયોએ હવે ગુસ્સે થઈને વિલેફોર્ટને કહ્યું, “તું રાજાના પક્ષને છે એટલે જ મારા ભાઈની અન્યાયી કતલને યોગ્ય માને છે, તે હું મારા ભાઈના પક્ષની રીતે નેપોલિયનના પક્ષનો ગણાઉં; એટલે હું પણ તને દેશદ્રોહી ગણી મોતની સજાને પાત્ર જાહેર કરું છું. માટે આજથી ચેતતો રહેજે!” વિલેફૉર્ટ બટુંકિયોને કશું કરી કે કરાવી શકે, તે પહેલાં તો તે તેની સામેથી છટકી ગયો. પછી બટુંકિએ વિલેફૉર્ટનો પીછો પકડ્યો. વિલેૉર્ટને મારી નાખવો એ તો સહેલી વાત હતી; પણ બટુંકિયોને તે પિતાના ભાઈના ખૂનના બદલામાં જ તેનું ખૂન કરવું હતું – પોતે પકડાઈ જાય અને મોતની સજા પામે, તે વિલેફૉર્ટ જેવા એક કુત્તાના જીવના બદલામાં બે ભાઈઓના જીવ ગયા કહેવાય ! પરંતુ વિલેફૉર્ટ પણ સાવચેત થઈ ગયો હતો. ત્રણ મહિના સખત પીછો પકડયા પછી બટુંકિયોને અચાનક ખબર પડી કે, વિલેફર્ટ અવારનવાર પેરિસ પાસેના ઉપનગર ઍટીલમાં જાય છે–આવે છે. ત્યાં તેના સસરા માર્થિવસ સેન્ટમેરાનનું એક અવાવરું પડી રહેલું મકાન હતું; તે થોડો વખત થયાં એક જુવાન વિધવાને ભાડે અપાયું હતું. Page #129 -------------------------------------------------------------------------- ________________ બટુંકિની કબૂલાત ૧૧૯ તે મકાનની આસપાસની બગીચાની ભીંત ઉપરથી જોતાં બટુંકિયોને જણાવ્યું કે, તે બાઈ ૧૮ થી ૧૯ વર્ષની હતી અને તે તથા વિલેફોર્ટ એકબીજાના ગુપ્ત પ્રેમમાં હતાં. બટુંકિયાએ તરત જ એ બગીચાની એક બાજુની ભીંત તરફની શેરીમાં મકાન ભાડે રાખ. વિવેફર્ટ ગુપ્ત રીતે એકલે પોતાની પ્રિયતમાને મળવા આવે, ત્યારે તેને મારી નાખવાનું સહેલું તથા સહીસલામત કહેવાય. ત્રણ દિવસ બાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં અચાનક એક માણસ તે મકાનમાંથી નીકળી, મારતે ઘોડે વર્સેલ્સ તરફ રવાના થયો. બટુંકિય સમજી ગયો કે કઈક મુશ્કેલી આવી હોવાથી વિલેફૉર્ટને તેડવા જ તેને દોડાવવામાં આવ્યા છે. ત્રણ કલાક બાદ તે માણસ ધૂળ ભરેલે શરીરે પાછો ફર્યો; અને દશ મિનિટ બાદ એક માણસ મોટો જબ્બો ઓઢી, પાછલે બારણે અંદર દાખલ થયા. તે વિલેફૉર્ટ હતે. બર્ટુકિયો તરત વાડામાં દાખલ થયો અને પેલા પાછલા બારણા પાસે ઝાડ-ઝાડવાંની એથે છુપાઈ ગયો. થોડી વારમાં મકાનમાંથી એક સ્ત્રીના વેદનાભર્યા ઊંહકારા સંભળાવા લાગ્યા. બે કલાક પસાર થઈ ગયા. મધરાતના ડંકા પડયા. ત્યાર બાદ મકાનની બાજુનું બારણું ઊઘડ્યું. તેમાંથી વિલેફૉર્ટ બહાર નીકળ્યો. તેણે બટુંકિયો સંતાયો હતો તે ઝાડીની બાજુમાં જ અંધારામાં એક ખાડો ખોદવા માંડ્યો. પછી પોતાની સાથે આણેલી એક પેટી તેણે પેલા ખાડામાં દાટી દીધી. પેટી બે ફૂટ લાંબી તથા છથી આઠ ઇંચ ઊંચી હતી. વિલેફૉર્ટ જમીન સરખી કરીને ઊંચો થવા જાય, તેવામાં જ બટુંકિયાએ પોતાની છરી તેના પડખામાં આરપાર ખસી દીધી. વિલેફોર્ટ એક પણ ચીસ પાડયા વિના ઢગલો થઈને જમીન ઉપર તૂટી પડ્યો. પછી વિલેફોર્ટે દાટેલી પેટી ખોતરી કાઢીને બટુંકિયો ત્યાંથી નાઠો. તેનાં કપડાં વિલેફૉર્ટના લોહીથી છંટાઈ ગયાં હતાં. નદી ઉપર Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આશા અને ધીરજ જઈ તેણે પ્રથમ પેલી પેટીનું ઢાંકણું છરી વતી ઉઘાડી નાખ્યું. તેમાં તાજું જન્મેલું બાળક હતું ! બકિયા તેને નદીમાં પધરાવી દેવા જ જતા હતા, તેવામાં તેને લાગ્યું કે બાળકનું શરીર કંઈક ઊભું હતું. થોડી માથાકૂટ પછી બકિયાએ તેને શ્વાસ લેતું કરી દીધું. એક જીવ લીધા તેના બદલામાં એક જીવ બચાવવા મળ્યા, એ કારણે તે પરમાત્માનેા આભાર માનવા લાગ્યા. આવાં તજી દેવાયેલાં અનાથ બાળકોને ઉછેરનારી ઇસ્પિતાલની જાણ બકિયાને હતી. રાતે રાત બટુકિયા છાનામાના તે બાળકને ત્યાં મૂકી આવ્યા. તે બાળકને જે કપડું વીંટેલું હતું તેના ઉપર અમીરઉમરાવા રાખે છે તેવી મુદ્રા તથા H અને N એ બે અક્ષરો ભરેલા હતા. ભવિષ્યમાં તે બાળકને ઓળખવા કામ આવે એમ માની, તેણે તે કપડામાંથી એક અક્ષર પેાતાની પાસે આવે અને બીજો બાળક પાસે રહે તે રીતે અર્ધો ટુકડો ફાડી લીધા. એકાદ પખવાડિયા પછી બટુકિયા જ્યારે તેની ભાભીને મળ્યો, ત્યારે તેણે ભાઈનું ખૂન થયાની તથા પાતે તેનું વેર વસૂલ કર્યાની બધી વાત કરી. પેલા બાળકની વાત જ્યારે દુખિયારી ભાભીએ સાંભળી, ત્યારે તે તરત બાલી ઊઠી કે, ‘ તમે તે છાકરાને અહીં લાવ્યા હોત, તો હું તેને ઉછેરત; મને થોડું સુવાણ થાત. " બટું કિયાએ જવાબમાં પેલા અર્ધો ફાડી લીધેલા ટુકડો ભાભીને સાંપ્યા તથા કહ્યું કે, આપણે પૈસાવાળાં થઈએ. ત્યારે તે બાળકને ઓળખીને લઈ આવી શકીએ, તે માટે જ આ નિશાની મેં ફાડી લીધી છે.’ વિલેૉર્ટ જેવા સરકારી અમલદારના ખૂનની તપાસ બરાબર ચાલે જ; એટલે જ્યારે ત્યારે પાતાના જાનનું જોખમ છે એમ માની, બકિયા દૂર દરિયા તરફ જ વધુ વખત રહેવા લાગ્યા; તેમ જ મરતા પહેલાં ભાભીના ગુજરાન જો] ઝટ કમાઈ લેવા માટે તેણે દાણચારીનાં ભારે સાહસેા ખેડવા માંડયાં. Page #131 -------------------------------------------------------------------------- ________________ બહુકિયાની કબૂલાત ૧૩૧ ધીમે ધીમે તેણે પેાતાની ભાભીને સારી સરખી રકમ ભેગી કરી આપી. એક દિવસ બટુકિયાની ગેરહાજરી દરમ્યાન ભાભી જઈને પેલા નિશાનીવાળા કકડાને આધારે તથા તારીખ વગેરેની માહિતી બરાબર આપીને પેલા બાળકને ઇસ્પિતાલમાંથી લઈ આવી. તે બાળક બટુકિયો અને તેની ભાભીના લાડમાં ઊછરતા ગયા. નાનપણથી જ તે ઉદ્ધત, મનસ્વી, આરામી પ્રકૃતિના, અને ખરચાળ હોઈ ચાર બન્યા. બકિયા તેને ધમકાવતો, શિખામણ આપતા તથા કંઈક કામ-ધંધે લગાડવા ઇચ્છતા; પરંતુ તે બાળક – બેનેડીટો – કશું ગણકારતા નહિ, બટુકિયાની ભાભી પાસેથી તે તે મારી ધમકાવીને પૈસા પડાવતા; ઉપરાંત કોઈ પણ પ્રકારે જ્યારે તેને ખબર પડી કે, આ બે જણ તેનાં ખરાં માતા-પિતા નથી, ત્યારથી તેા તેની વર્તણૂક વધુ બેજવાબદાર બનતી ગઈ. આ અરસામાં જ બકિયા પેાતાનું વહાણ લઈ ફ્રાન્સ તરફ આવ્યા હતા; તેવામાં બ્યુકેર પાસે તેનું વહાણ ઘેરાઈ ગયું, અને કૅડરેશને ત્યાં ખૂનના આરોપસર તે પકડાઈ ગયો. ૧૮૨૯ ના જૂન માસની ત્રીજી તારીખની રાતે બનેલી એ બધી વાત આપણે જોઈ આવ્યા છીએ. એબ બુસાનીએ બકિયાની બધી વાત સાંભળીને તેના છુટકારા માટે ભારે પ્રયત્ન આદર્યો. અને ઈશ્વરનું કરવું તે થેાડા વખતમાં જ કૅડરો પકડાઈ ગયા. દૂર પરદેશમાંથી તેને પકડીને ફ્રાંસમાં લાવવામાં આવ્યા. તેણે એવા બચાવ રજૂ કર્યો કે, ઝવેરીનું ખૂન કરવાના વિચાર અને પ્રયત્ન મૂળે તેની સ્ત્રીએ જ કર્યો હતા; પછી તો ઝવેરીના હાથમાંથી પેાતાની સ્ત્રીને અને પેાતાની જાતને બચાવવા ખાતર જ તેને એમાં ભળવું પડયું હતું. કૅડરોને મરણ પર્યંત લશ્કરી વહાણ ઉપર ગુલામ તરીકે કેદની સજા થઈ અને બકિયાને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો. એબ બુસાનીએ બહુ કિયા ઉપર દયા લાવી, તેને દાણચારીના Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આશા અને ધીરજ કામમાંથી છોડાવવા અને સારે ઠેકાણે નોકરીએ રખાવવવા માટે પોતાના તવંગર મિત્ર કાઉંટ મોન્ટેનક્રસ્ટો ઉપર ભલામણ-ચિઠ્ઠી લખી આપી. એબ બુસેની પાસેથી ચિઠ્ઠી લઈને બટુંકિયે પ્રથમ તે પિતાની ભાભીની ખબર કાઢવા પોતાના વતન તરફ દોડયો. ત્યાં બહુ કારમાં સમાચાર તેની રાહ જોઈ રહ્યા હતા. બટુંકિયોની ગેરહાજરીમાં તેની ભાભી પાસે બેનેડીટોએ હંમેશની જેમ પૈસા માટે તગાદો શરૂ કર્યો હતે. બર્ટોકિયોની સલાહથી આ વખતે તેની ભાભીએ પૈસા બેનેડીટોના હાથમાં આવે તેમ પોતાની પાસે ન રાખતાં, બહાર ક્યાંક સુરક્ષિત રાખ્યા હતા. બેનેડીટ એ ખૂબ ધમપછ ડા કરવા છતાં જ્યારે તેને પૈસા ન મળ્યા, ત્યારે તેણે એક ભયંકર ઉપાય અજમાવ્યો. મોડી રાતે પોતાના બે-ત્રણ લફંગા મિત્રોને લઈને તે ઘરમાં આવ્યો અને બારીબારણાં બંધ કરી, બટુંકિયોની ભાભીને પકડી તેના પગનાં તળિયાં નીચે બળતી સગડી મૂકી; તથા પૈસા કયાં છુપાવ્યા છે તે બતાવી દેવા જણાવ્યું. પેલી બિચારી બેનેડીટોની આ નાલાયકી જોઈ ડઘાઈ ગઈ અને વેદનાની મારી બદમાશોના હાથમાંથી છૂટવા તરફડિયાં મારવા લાગી. એટલામાં તેના પગ તરફના કપડાની ફડક એકદમ સળગી ઊઠી. એટલે પોતે સળગી મરવાની બીકથી પેલા બદમાશોએ તેને હાથમાંથી છોડી દીધી. પેલી બિચારી ચીસો પાડતી બહાર ભાગવા ગઈ, પણ બધાં બારીબારણાં બંધ કરી દીધેલાં હતાં એટલે થોડી વારમાં તે બફાઈને ભડથું થઈ ગઈ. બીજે દિવસે પડોશીઓએ બારણાં તેડીને ઉઘાડ્યાં, ત્યારે બટુંકિયોની ભાભીમાં નામમાત્રને જીવ બાકી રહ્યો હતો. ઘરમાં બધું તોડીફોડીને રફેદફે કરવામાં આવ્યું હતું તથા વેચી ખવાય તેવી બધી ચીજો ઊપડી ગયેલી હતી. તે દિવસથી બેનેડીટોને કયાંય પત્તો ન હતે. બટુંકિયો ખૂબ ખિન્ન થઈને ત્યાંથી પાછો ફર્યો અને એબ બુસેનીવાળી ચિઠ્ઠી લઇને કાઉન્ટ મોન્ટેક્રિસ્ટો પાસે ગયો. કાઉન્ટ એબ બુસોનીની ચિઠ્ઠી વાંચીને તેને થોડાઘણા પ્રશ્નોત્તર કર્યા. બકિયાએ લાગણીવશ થઈને જણાવ્યું: “નામદાર, હું મૂળે કોર્સિકાનો ક્ષત્રિય છું; Page #133 -------------------------------------------------------------------------- ________________ બટુંકિની કબૂલાત ૧૩ મેં કરેલા એક ખૂનના કારણે મારે છુપાવું પડે તેમ હોવાથી જ હું દાણચેરીના ધંધામાં પડ્યો હતો. જેલમાંથી છૂટયો હોવાથી મને કોઈ નોકરીએ રાખે નહિ એ હું સમજું છું. પરંતુ બાવાજી આગળ મેં મારી બધી કબૂલાત કરી છે; અને આપ જો મને આપની નોકરીમાં રાખશો, તો હું આપને ખરીદેલો ગુલામ થઈને રહીશ, અને આપ નામદારનો ઉપકાર કોઈ દિવસ નહિ ભૂલું.’ કાઉન્ટ તરત જ બટુંકિયોને પોતાના ભંડારીની જગ્યાએ નીમી દીધો. બટ્ટુકિયો પોતાનામાં મુકાયેલા આ વિશ્વાસથી અર્ધા અર્ધા થઈ ગયો. અને જીવજાનથી કાઉન્ટની સેવા કરવાની કોશિશ કરવા લાગ્યો. એબ બની અને કાઉન્ટ મેન્ટેક્રિસ્ટો ખરી રીતે એક જ વ્યક્તિનાં બે રૂપ હતાં: એડમંડ ડાન્ટનાં. ડાન્ટેએ મોન્ટેક્રિસ્ટો ટાપુ ટસ્કનીની સરકાર પાસેથી ખરીદી લીધો હતો અને તે સરકારે તેને તે ટાપુના કાઉન્ટનું પદ આપ્યું હતું. Page #134 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ જે વસુલાત Page #135 --------------------------------------------------------------------------  Page #136 -------------------------------------------------------------------------- ________________ પિરિસમાં આગમન કાઉન્ટ મોન્ટેક્રિસ્ટોએ ૨૧મી મે ૧૮૩૮ને રોજ પાછો પૅરિસમાં પગ મૂક્યો. ૫ મી સપ્ટેમ્બર ૧૮૨૯ના રોજ મૉરેલની હૂંડી ચૂકવીને તે ફ્રાંસમાંથી વિદાય થયો હતો. આ મોટો વચગાળો તેણે ક્યાં ગાળ્યો હતો તથા તે દરમ્યાન તેણે શું કર્યું હતું? આ વચગાળા દરમ્યાન ખાસ તે તેણે ધીરજપૂર્વક બારીક તપાસ કરીને પોતાના દુશ્મનની બધી કારવાઈઓને સંપૂર્ણ પો લગાવ્યો હતો. તેમને હાથે અન્યાય-અત્યાચાર પામેલી વ્યક્તિઓની દૂરદૂરથી પણ તેણે ભાળ મેળવી હતી; અને બને તેટલી મદદ કરી તેમને દુ:ખમુક્ત કરવા પ્રયત્ન કર્યો હતે. તેમાંની એક તે ગ્રીસના અલી પાશાની કુંવરી હેદી હતી. ફર્નાન્ડ અથવા કાઉન્ટ મૉર્સર્ફ હદીના પિતાની નોકરીમાં રહ્યો હતો તે વેળા, પૈસાને લેભે વિશ્વાસઘાત કરી, મૉર્સર્સે તેની કતલ કરાવી હતી. હેદીની માતા અને હૈદીને પણ તેણે ગુલામોના વેપારીને વેચી દીધાં હતાં. હેદીની માતા દુ:ખશોકના ભારથી હૃદય ભાંગી જતાં તરત મરણ પામી. પછી હેદીને પેલા વેપારીએ ખૂબ ખર્ચ કરીને સંગીત-નૃત્ય વગેરેમાં પાવરધી કરી તથા છેવટે સુલતાન મહમુદને વેચી દીધી. મોન્ટેક્રિસ્ટોએ પોતાની પાસેનું એક અમૂલ્ય રત્ન સુલતાનને આપી દઈ, તેની પાસેથી હૈદીને ખરીદી લીધી હતી. છેવટે જ્યારે દુશ્મનોને સજા કરવા માટેની બધી તૈયારીઓ પૂરી થયેલી માનીને કાઉન્ટ મેન્ટ-ક્રિસ્ટોએ પેરિસમાં પગ મૂક્યો, ત્યારે ૧૨૬ Page #137 -------------------------------------------------------------------------- ________________ પૅરિસમાં આગમન ૧૧૭ પણ ફર્નાન્ડ અથવા કાઉન્ટ મૉર્સર્ફ અને મર્સિડીસના એકના એક વહાલા પુત્ર આલ્બર્ટના આગ્રહભર્યા નિમંત્રણથી જ મૂકયો હતા! આલ્બર્ટા ભેટો તેને રોમના વિશ્વવિખ્યાત કાર્નિવલ ઉત્સવ દરમ્યાન થયા હતા. આલ્બર્ટ પોતાના મિત્ર ટ્રાન્ઝદ' એપિને સાથે એ ઉત્સવના આનંદ-પ્રમોદમાં ભાગ લેવા રોમ આવ્યા હતા. તે ઉત્સવ દરમ્યાન કોઈ રોમન સુંદરી સાથે પ્રેમ-પ્રકરણ ઊભું કરવાના તેને વિચાર હતા. વાન્ગા નામના પ્રખ્યાત રોમન લૂંટારુની પત્ની તે ઉત્સવમાં ભાગ લેવા આવી હતી. આલ્બર્ટ અજાણમાં તેની સાથે પ્રેમ કરવા ગયા. વાન્ગાએ તે વખતે તેને સિફતથી ઉપાડયો અને રોમથી થાડે દૂર સંતાનાં કૉફિન માટેની સેંટ સેબાસ્ટિયનની જૂની ભૂગર્ભ-ગુફાઓમાં આવેલા પોતાના અડ્ડામાં કેદ કર્યો. પછી આલ્બર્ટના છુટકારા માટે વાન્ગાએ મેાટી રકમની માગણી આલ્બર્ટના મિત્ર એપિને ઉપર લખી માકલી. એપિને પાસે તેટલી રકમ હાજર ન હતી. એટલે પેાતાની પેઠે ઉત્સવ જોવા માટે એ જ હોટેલમાં આવીને ઊતરેલા કાઉન્ટ મેાન્ટ-ક્રિસ્ટો પાસે તેટલી રકમ ઉછીની માગવા તે ગયા. પરંતુ વાન્ગા ઘણી વાર કાઉન્ટના ઉપકાર નીચે આવી ગયેલા હોવાથી, કાઉન્ટે તરત જ જાતે જઈને, આલ્બર્ટને તેની કેદમાંથી છેડાવી દીધા. આલ્બર્ટે રોમમાંથી પાછા ફરતી વખતે કાઉન્ટને પૅરિસ પાતાને ત્યાં પધારવા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. કાઉન્ટ પણ તે નિમંત્રણમાં ઈશ્વરના આદેશ જોઈ, ત્રણ મહિના બાદ ૧૮૩૮ના મે મહિનાની ૨૧મી તારીખે જ્યારે પૅરિસ આવ્યા, ત્યારે આલ્બર્ટને આપેલું વચન યાદ કરીને, મુસાફરીના વાહનમાં તે સીધા આલ્બર્ટને ઘેર જ પ્રથમ આવ્યા. જોકે, દરમ્યાન મેાન્ટ-ક્રિસ્ટો માટે પૅરિસમાં પહેલેથી જ ઑટીલ તરફ જવાના માર્ગ ઉપર શેપ્સ એલીસી વિસ્તારમાં એક સુંદર મકાન Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આશા અને ધીરજ ખરીદી લેવામાં આવ્યું હતું. આ કામ તેના વિશ્વાસુ ગુલામ અલીએ પાર પાડયું હતું. અલી ટયૂનિસિયાના વતની હતા અને ટયૂનિસના બેગની નોકરીમાં હતા. એક વખત બેગે તેને પેાતાના જનાનખાનાની નજીક ફરતા જોયા, એટલે વહેમાઈને તરત કેદ પકડાવી દીધા. પહેલે દિવસે તેની જીભ કાપી નાખવાની, બીજે દિવસે તેના હાથ કાપી નાખવાની અને ત્રીજે દિવસે તેનું માથું કાપી નાખવાની સજા ફરમાવવામાં આવી. નસીબજોગે કાઉન્ટ મોન્ટેક્રિસ્ટો તે દિવસેામાં ત્યાં જ હતા. પહેલે દિવસે અલીની જીભ કપાઈ ગયા પછી, તે તરત બેગને મળ્યો અને ભારે કીમતી ભેટો આપીને અલીની બાકીની સજા તેણે માફ કરાવી. અને ફરી ટયૂનિસમાં પગ ન મૂકે એ શરતે અલીને બેગે કાઉન્ટને સોંપી દીધા. ત્યારથી અલી કાઉન્ટના વફાદાર સેવક બની રહ્યો હતો. કાઉન્ટને હુકમ પણ કરવા ન પડે તે રીતે તેની બધી સેવા બજાવવી, એ જ તેના જીવનનું એકમાત્ર ધ્યેય હતું. આલ્બર્ટને ત્યાં જઈ, ઘણે વર્ષે તેનાં માત-પિતા – (ફર્નાન્ડ) કાઉન્ટ મૉર્સર્ફ અને મર્સિડીસ — ને મેન્ટે-ક્રિસ્ટોએ જોયાં. કાઉન્ટ મૉર્સક્ તો તેને ન ઓળખી શકયો, પણ મર્સિડીસ પહેલી જ મુલાકાતે કંઈક વહેમાઈ. આ પહેલી મુલાકાત તો પેાતાના પુત્રના જાન ખૂની-લૂંટારાના હાથમાંથી બચાવનાર પ્રત્યે આભાર-અભિનંદન વ્યકત કરવામાં જ પૂરી થઈ. કાઉન્ટ મૉર્સર્ફે હવે લશ્કરી નાકરી છોડી દીધી હતી; અને રાજકારણ તથા ઉદ્યોગ-ધંધામાં ઝંપલાવ્યું હતું. કાઉન્ટ મેન્ટ-ક્રિસ્ટો જ્યારે ચાર કલાક બાદ તેમને ત્યાંથી પેાતાને ઘેર જવા નીકળ્યા, ત્યારે બટું કિયાએ, તે દરમ્યાન, કાઉન્ટે મુસાફરી માટે ભાડે લીધેલી ગાડીને વિદાય કરી દીધી હતી અને એક રળિયામણી સુંદર ગાડી સારામાં સારા ઘેાડા સાથે ભારે કિંમતે ખરીદીને બારણા પાસે તૈયાર રાખી હતી. એના ઘેાડા તેમના માલિકે આગલે દિવસે ૭૦૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ પેરિસમાં આગમન ગીનીની કિંમતે પણ વેચવા ના પાડી હતી. આજે બટુંકિયોએ એક એક ઘોડાના ૨૦ હજાર ફાંક આપીને કાઉન્ટ માટે તે વેચાતા લઈ લીધા હતા. શંખ એલીસી વિસ્તારમાં આવેલા પોતાના મકાને કાઉન્ટ મોન્ટેક્રિસ્ટ પહોંચ્યો, ત્યારે જમીન-જાગીર-મકાન વગેરે વેચાતાં મેળવી આપનાર એક દલાલ ત્યાં તૈયાર ઊભો હતે. ધનવાની રીત પ્રમાણે, પૅરિસ બહાર પાસેના ઉપનગરમાં પણ એક મકાન હોવું જોઈએ એટલા માટે કાઉન્ટ, પેપરમાં આવેલી જાહેરખબર જોઈને કદાચ, ઑટીલ ઉપનગરમાં આવેલું એક મકાન ખરીદી લઈ, તેને દસ્તાવેજ તૈયાર કરી લાવવા તેને સૂચના આપેલી હતી. દલાલે જ્યારે ઓટીલમાં રુ દ લા ફેન્ટેન, નં. ૨૮ તરીકે ઓળખાતા એ મકાનનું નામ-ઠામ જણાવ્યું, ત્યારે પાસે ઊભેલો બર્ટકિયો એકદમ પીળો પડી ગયો. એ મકાનમાં જ તેણે વિવેકૉર્ટ ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો હતે. કાઉન્ટ દલાલને ૫૫ હજાર ફૂાંક તરત ચૂકવી દીધા. દલાલ બોલી ઊઠ્યો: “સાહેબ, મારે ૫૦ હજાર ફ્રાંક જ લેવાના છે; મારી દલાલી, દસ્તાવેજ-ખર્ચ વગેરે બધું એમાં આવી જાય છે.’ કાઉન્ટે કહ્યું: “તમે એક ઑટીલથી બધું તૈયાર લઈને અહીં મારે ત્યાં આવ્યા, એ તમારી મહેનતને પણ મારે વિચાર કરવો જોઈએ ને?' આ૦-૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જેમાં મનાવા રૂપ પકડે છે બીજે દિવસે બેએક વાગ્યાના સુમારે બે ભવ્ય અંગ્રેજ જોડેલી એક ગાડીમાં બેસી બેરન ડેંગ્લૂર્સ કાઉન્ટના મકાન આગળ આવ્યો. ઘોડા દરવાજા આગળ જ તેને કહેવામાં આવ્યું કે, કાઉન્ટ આજે કોઈને મુલાકાત આપવાના નથી. ' બૅરન ડૅન્ગ્લર્સે પોતાનું નામઠામ જણાવીને દરવાનને અંદર જઈ ખબર આપવા કહ્યું, ત્યારે તેને જવાબ મળ્યો, ‘અંદર ખબર આપવા જવાના અધિકાર હજૂર-ખાનસામાના જ છે.' ડેન્જર્સ આ શાહી રુઆબ જોઈને જરા ભેઠા પડી ચાલતા થયા; પણ કાઉન્ટની તીક્ષ્ણ આંખા એક બારીના પડદાની ઓથ પાછળથી તેનું બરાબર નિરીક્ષણ કરી રહી હતી. ડૅન્ગ્લર્સ જતાં જ તરત કાઉન્ટે બટુકિયાને બોલાવ્યા. ‘ હમણાં જે ગાડી આપણા દરવાજા આગળ ઊભી હતી, તેના ઘેાડા તેં જોયા ?’ હા જી; ઘેાડા ખરેખર સુંદર હતા. " ‘ તો પછી મે` તને હુકમ કર્યાં હતા કે, તારે પૅરિસમાંથી સુંદરમાં સુંદર ઘેાડા મારે માટે ખરીદવા, તેનું શું ? “ પરંતુ નામવર, એ ઘેાડા વેચવાના જ નથી, એમ મને કહેવામાં આવ્યું હતું.’ ‘કિંમત આપનારને કોઈ પણ ચીજ વેચાતી મળી શકે, એ પાઠ હજુ તારે શીખવાના બાકી રહ્યો લાગે છે.' ૧૩૦ Page #141 -------------------------------------------------------------------------- ________________ જેમાં બનાવો રૂપ પકડે છે ૧૩૧ નામદાર, એ ઘેડાના ડેલર્સ સાહેબે ૧૬,૦૦૦ ફૂાંક આપ્યા હતા.' તે પછી તેનાથી બમણી કિંમત આપી દે, કોઈ બેંકર પિતાની મૂડીને બમણી કરવાની તક જતી ન કરે.” આપ નામવરને ખરેખર એ જ ઘોડા જોઈએ છે?' કાઉન્ટ આ પ્રશ્નના જવાબમાં માત્ર એટલું જ કહ્યું, “આજે સાંજે પાંચ વાગ્યે મારે એ જ માણસની મુલાકાતે જવું છે. તે વખતે એ જ ઘડા નવા જીન સાથે મારી ગાડીએ જોડેલા હોવા જોઈએ.” સાંજના પાંચ વાગ્યે કાઉન્ટ એ ઘોડા જોડેલી ગાડીમાં બેસી બૅન ડેગ્લર્સને મકાને આવી હાજર થયો. બૅરન ડગ્લર્સે પોતાના રુઆબથી કાઉન્ટને આંજી નાખવાને પ્રયત્ન આદર્યો. તેણે જરા ઠપકાની રીતે કહ્યું, ‘મના શરાફો થૉમસન એન્ડ ફ્રેન્ચ તરફથી આપને માટે શાખ ખોલવાની ચિઠ્ઠી મને મળી છે, અને તે માટે જાતે મળવા હું આજે આપને ત્યાં આવ્યો હતો, પણ કમનસીબે આજ આપની મુલાકાતો બંધ હતી.” કાઉન્ટ સહજભાવે શાંતિથી જવાબ આપ્યો, “ચાલો, તમને તેમની ચિઠ્ઠી મળી ગઈ એ ઠીક થયું; હવે પૈસા માટે તમારે ત્યાં મારે જાતે ધક્કા ખાવા નહીં પડે. હું ચેક મોકલીશ, તમે પૈસા ચૂકવી દેજો.” “પણ એ બાબતમાં થોડી મુશ્કેલી છે; એ ચિઠ્ઠીની એક વિગત મને જરા સમજાતી નથી: ચિઠ્ઠીમાં આપને કશી મર્યાદા વિના માગો તેટલા પૈસા માટે શાખ આપવાની સૂચના છે.’ તો શું એ શબ્દ ફ્રેન્ચ ભાષાના નથી? કદાચ તે લોકો અંગ્રેજજર્મન છે, એટલે સમજાય તેવી ફ્રેન્ચ ભાષા નહીં વાપરી શક્યા હોય !' “ના, ના, સાહેબ, ભાષાનો તે કંઈ વાંધો નથી. પણ એ લખાણના ખરાપણા વિશે મને શંકા જરૂર છે.' - “હે! ખરી વાત? શું થૉમસન એન્ડ કૂચની કંપની સધ્ધર Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આશા અને ધીરજ નથી ગણાતી? મને મહેરબાની કરીને સાચેસાચું કહી દે; કારણ કે તેમના હાથમાં મારી સારી સરખી મિલકત છે.' ના, સાહેબ, ના; થોમસન એન્ડ ફ્રેન્ચ સધ્ધર લોકો છે. પરત મર્યાદા વિના' એ શબ્દ જરા અસ્પષ્ટ છે અને જે અસ્પષ્ટ હોય તે શંકાભર્યું કહેવાય; અને જ્યાં શંકા પડે ત્યાં જોખમ હોય જ!' અર્થાત, થોમસન એન્ડ ફ્રેન્ચ ભલે ગમે તેમ અવિચારીપણે લખી નાખે, પણ બેરન ડે ગ્લર્સ તેમને પગલે ચાલવા તૈયાર નથી, એમ ને?” આપના કહેવાની મતલબ?” મતલબ એટલી જ કે, થોમસનની પેઢી પોતાના વ્યવહારો ઉપર મર્યાદા ભલે ન મૂકે, પણ બેરન ડેન્ડલર્સની પેઢીને મર્યાદા છે!” મારી મૂડી તથા મારા વ્યવહારો બાબત કોઈએ હજી શંકા કરી નથી.” “અર્થાત એમ કરવાની ફરજ મારે માટે જ આજ સુધી અનામત રખાઈ લાગે છે!” એમ આપ કયા અધિકારથી કહી શકો છો?' તમે જ ઊભા કરેલા પ્રશ્નોના અધિકારથી વળી !' ડેન્ડલર્સે હવે મગરૂબીથી તથા અકડાઈથી પૂછ્યું, “બોલો, આપને કેટલો ઉપાડ કરવાનું છે?” “મારે કેટલો ઉપાડ કરવો પડશે તેની ખબર મને હોત, તો આવી મર્યાદા વિનાની રકમની શાખ હું ખેલાવત જ નહીં !' પણ આપ નામદારે જરાય સંકોચ કરવાનું કારણ નથી; આપ સાહેબ દશ લાખ ફ્રોક માંગે, તોપણ –' “માફ કરો, તમે કઈ રકમ બોલ્યા?” કાઉન્ટ વચમાં જ પૂછયું. મેં આપ નામદારને એમ કહ્યું કે, આપને અચાનક જરૂર પડે અને એકીસાથે દશ લાખ કૂક જેવડી રકમ આપ માગી બેસો, તોપણ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ જેમાં બનાવે રૂપ પકડે છે ૧૩૩ દશ લાખ જેટલી તુચ્છ રકમ માટે હું શાખ શેધવા એક ફ્રેન્ચ શરાફને ત્યાં જોઉં? સાહેબ, આ જુઓ, એટલી રકમ તે હું મારા ખીસામાં જ લઈને ફરું છું અથવા મારા ટેબલના ખાનામાં પડેલી હોય છે!” આમ કહેતાંકને કાઉન્સે પોતાના ખીસામાં હાથ નાખીને બે ચિઠ્ઠીઓ કાઢી જેમાં દરેકમાં દેખાડતાં વેંત પાંચ પાંચ લાખ ફ્રાંક ચૂકવવાને સરકારી ખજાના ઉપર હુકમ હતો. કાઉન્ટ હવે મનાવતે હેય તેમ ધીમેથી કહ્યું, “તે પછી, મારા સાહેબ, તમે કબૂલ જ કરી દો કે, તમને થૉમસન એન્ડ ફ્રેન્ચ કંપનીની આવી અમર્યાદ રકમ માટે ચિઠ્ઠી લખી આપવાની સધ્ધરતા વિષે જ શંકા છે. એવું કંઈક ડર મને પણ હેવાથી મેં રૉક્સચ ઈલ્ડ અને લેફાઈટ એ બે પેઢી ઉપર આવી જ ચિઠ્ઠીઓ લખાવી રાખી છે.” આમ કહી, કાઉન્ટ બીજા ખીસ્સામાંથી બીજી બે ચિઠ્ઠીઓ ખેંચી કાઢી અને ડેલર્સને બતાવી કૅલર્સે શંકાશીલ વૃત્તિથી અને ચિઠ્ઠીઓ ધારધારીને જોઈ, પરંતુ તે બંને ખરી હોવાની ખાતરી થતા તેનું મોં ફીકું પડી ગયું. પછી તેણે જરા ખચકાતાં ખચકાતાં કહ્યું “સાહેબ, આપની આ શાખ-ચિઠ્ઠીઓ જોતાં આપની કુલ મિલકત બાબત કશી કલ્પના પણ કરી શકાય તેમ નથી. સાહેબ, મેં બતાવેલી આનાકાની માટે હું આપની માફી માગું છું. આપને હાલ તુરત કેટલી રકમ જોઈશે?” | ‘હમણાં એકાદ વરસ જ ફ્રાંસમાં રહેવાની ધારણાથી આવ્યો છું. એટલે એક વરસના ખર્ચની રકમ જેટલી રકમ જ હાલ તુરત વિચારીએ તે આવની કાલે મને સાઠેક લાખ ફ્રાંક મોકલી આપશો તો બસ થશે.' એક વરસના ખર્ચ માટે જ સાઠ લાખ ફૂક! વાહ સાહેબ, જેવી આપની મરજી પરંતુ એ રકમ ઉપરથી આપને ત્યાં જે ઉજાણી, મહત્ત્વો અને મિજબાનીઓને રંગરાગ થશે, તેની કલ્પના કરતાં જ આપને વિનંતી કર્યા વિના રહેવાતું નથી કે, આપના એ બધા આમોદપ્રમોદમાં મને તથા મારી પત્નીને યાદ કરવા મહેરબાની કરશે. અમે Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આશા અને ધીરજ પણ અમારા નાના સરખા સમારંભમાં આપને યાદ કરીશું. હું અત્યારે જ મારાં મહેરદાર મૅડમડેગ્લર્સ સાથે આપની મુલાકાત કરાવવા ઈચ્છું છું.” આપની ઘણી જ મહેરબાની ! હું ફ્રાંસમાં તદ્દન અજાણ્યો જ માણસ છું, અને મને આ બધી બાબતમાં કોઈ માયાળુ સલાહકાર કે માર્ગદર્શક મળે, તે તેને હું મારાં ધન્યભાગ્ય માનીશ !' | મૅડમ ડેલર્સને તેના પતિએ કાઉન્ટનું, તેમની મિલકતનું અને એક વર્ષમાં સાઠ લાખ ફૂાંક ખર્ચવાના તેમના નિરધારનું રસપૂર્વક વર્ણન કરી બતાવ્યું. મૅડમ ડેન્ડલર્સને પોતાના ગણતરીબાજ હિસાબી પતિ પ્રત્યે કશો આદરભાવ હતું જ નહિ, તથા ડેન્ડલર્સની પત્ની તરીકે જે માન અને પૈસા મળે તેટલાની જ તે સગી હતી. તેને પોતાના આગવા મિત્રો હતા, અને ડેવ્લર્સને તો આવી બહારની મુલાકાતના કારણ સિવાય તેના ઓરડામાં પણ આવવાનો અધિકાર ન હતો. મૅડમ ડેગ્યુર્સ કાઉન્ટ જેવો ધનવાન તથા પૈસા ખર્ચવાની બાબતમાં હિસાબ વિનાને માણસ મળતાં જ રાજીરાજી થઈ ગઈ, તથા ઘોડદોડની શરતો અને તેના આનંદની વાતોમાં પડી ગઈ. કાઉન્ટ પણ તેને ઊંચી ચગાવવામાં કસર ન રાખી. એટલામાં મૅડમ ડેગ્લર્સની એક પરિચારિકા આવીને કાનમાં મૅડમને કંઈક કહી ગઈ. તે સાંભળતાં મૅડમ ડેગ્યુર્સ એકદમ તો ફીકી પડી ગઈ અને પછી વાઘણની પેઠે ઘૂરકી ઊઠી : “એમ હોય જ નહિ!” શું હોય નહિ?' ડેલર્સને શંકા જતાં તેને બીતાં બીતાં પૂછ્યું. “મારા બે ઘડા, જે આખા પૅરિસમાં જાણીતા છે, તે અત્યારે તબેલામાં નથી! મારી બહેનપણી મૅડમ વિલેફૉર્ટને કાલે બુલ જવું. હતું તેથી તેણે મારી ગાડી માગી હતી. મારો કોચમેન અત્યારે ઘોડા લેવા ગયો, તે તે ત્યાં ન મળે! જરૂર આ મખ્ખીચૂસ પાજી માણસે Page #145 -------------------------------------------------------------------------- ________________ જેમાં બનાવે રૂપ પકડે છે ૧૩૫ તે વેચી ખાધા હશે. પરંતુ જો મારા ઘોડા સાથે તે કશી તેની મેલી રમત રમ્યો હશે, તો તેની આજે કશી ખેર નથી, એ હું સૌની સમક્ષ કહી રાખું છું.” ડેગ્યુર્સ તેને ટાઢી પાડવા ગયો તેમ તેમ તે વધુ ને વધુ છંછેડાતી ગઈ. ડેપ્લર્સે છેવટે વીલે મેઢે કાઉન્ટને કહ્યું, “આ ઘેડા બહુ તોફાની હતા, એટલે મેં મારી પત્નીની સુરક્ષિતતા ખાતર જ આજે નહીં જેવી કિંમતે વેચી દીધા છે, એમ કહે કે કાઢી નાખ્યા છે! આમ તે ઘોડા બહુ સારા હતા; પણ તે આપના જેવા જુવાન મજબૂત માણસને છાજે તેવા હતા. સાચું કહું તે, સહેજ વહેલો મારો ભેટો આપની સાથે થયો હોત, તે હું તે આપને જ ભેટ આપી દેત! પરંતુ મારી પત્ની મારી કોઈ સારી બાબત ઉપર પણ ખોટી શંકા કર્યા વિના રહેતી જ નથી” કાઉંટે ડેગ્લર્સને આભાર માનીને કહ્યું, “આપની ભલી લાગણી માટે આભારી છું; પરંતુ મેં આજે સવારે જ ઘડાની એક જોડ ખરીદી છે. મેં કંઈ બહુ પૈસા નથી આપી દીધા, પણ જરા તમે સૌ જોઈને કહો તો ખરા કે ઘોડા કેવા છે.' બારીએથી કાઉંટની ગાડી તરફ નજર કરતાં જ મૅડમ ડેલર્સ તડૂકી ઊઠી, “અરે, એ જ મારા ઘોડા ! સાચું કહો, કાઉટ, આ માણસે તમારી પાસેથી એ ઘોડાના કેટલા પૈસા પડાવ્યા છે?” “મને પૂરી ખબર નથી પણ મારો બજાર-કારકુન ત્રીસેક હજાર ફ્રાંકની વાત કરતો હતો ખરો.” મૅડમ ડેગ્લર્સ ગુસ્સાની હવે સીમા ન રહી. પોતાની પત્નીની પ્રિય ચીજ પણ નફો મળતું હોય તે વેચી ખાનાર પતિને જે વિણ તેણે સંભળાવવા માંડયાં, તે જોતાં જ, કાઉંટ પોતે ધારેલો ફટકો બરાબર વાગે તેની જલદી જલદી પેરવી કરવા તરત ત્યાંથી ચાલતો થયો. બે કલાક બાદ જ મૅડમ ડેન્ટલર્સને કાઉંટ તરફથી એક આજીજીભર્યો પત્ર મળ્યો. તેમાં તેણે મેડમને તેમના ઘોડા એક તરંગી મિત્ર” Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આશા અને ધીરજ તરફથી ભેટ તરીકે પાછા સ્વીકારવા બહુ બહુ વિનંતી કરી હતી. જો મેડમ તે નમ્ર ભેટ નહિ સ્વીકારે, તો ફ્રાંસમાં પોતાના આગમનની શરૂઆત આવી સ્નેહાળ બાનનું દિલ દુખવવાથી જ થઈ એમ માની, પોતાના દુ:ખને પાર નહિ રહે, એમ પણ કાઉંટે જણાવ્યું હતું. તે ઘોડાઓ મૂળ સામાન સાથે જે પાછા મોકલ્યા હતા; ફેર માત્ર એટલો જ હતું કે, બંને ઘડાના કપાળ વચ્ચે એક એક મોટો હીરો સુંદર સેર વડે લટકાવેલ હતું. અલીને ગાળિયે તે જ દિવસે સાંજે કાઉંટ અલીને લઈને ઑટીલવાળા પોતાના બીજા મકાને ચાલ્યો ગયો. બીજે દિવસે બપોરના ત્રણ વાગતાં કાઉન્ટ અલીને બોલાવીને કહ્યું, “તને દેરડાનો ગાળિયો નાખતાં બહુ સરસ આવડે છે તે વાત ખરી છે?” અલીએ ઉપરાછાપરી નિશાનીઓ કરી કાઉટને સમજાવી દીધું કે, એક વાર હુકમ કરી જુઓ; ગમે તેને ગાળિયા વડે બાંધી કે ગબડાવી શકું છું કે નહિ ! તું તેફાને ચડેલા આખલાને ગાળિયો નાખી રોકી શકે?' અલીએ નિશાનીઓ કરીને હા કહી. . “વાઘને?” અલીએ તે જ પ્રમાણે “હા”માં જવાબ આપ્યો. અને સિંહને ?' અલીએ કુદકા મારીને તથા હાથ વીંઝીને સમજાવી દીધું કે, તેણે ગાળિયો નાખી કેટલાય સિંહોને શિકાર કર્યો છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ અલીને ગાળિયે ૧૩૭ “પણ તું વેગથી ગાંડાની પેઠે દોડયે જતા બે ઘોડાઓને ગાળિયો નાખી અટકાવી શકે ખરો ? ” અલીએ સહેજ હસીને જણાવી દીધું, રમતમાત્રમાં ! કાઉંટે હવે તેને ધ્યાન દઈને સાંભળવા કહ્યું, “થોડી વારમાં અહીં થઈને એક ઘોડાગાડી મારમાર કરતી પસાર થશે. ગઈ કાલે આપણે ખરીદ્યા હતા તે ઘોડા તેને જોડેલા હશે. તારો જાન જાય તે પણ એ ઘોડાઓને આપણા ઘરના બારણા પાસે તારે થોભાવવાના છે.” અલી તરત જ સલામ કરી શાંતિથી બહાર ચાલ્યો ગયો. થોડે દૂર એક મોટો પથ્થર પડેલો હતો તેના ઉપર બેસી નિરાંતે પોતાની લાંબી ચુંગી પકડી તે ધુમાડાના ગોટેગોટા કાઢવા લાગ્યો. કાઉટ બારીના પડદા પાછળ ઊભા રહી, કંઈક અધીરાઈ સાથે શું બને છે તે જોઈ રહ્યો. પાંચેક વાગ્યાના અરસામાં દૂરથી વેગે દોડતી આવતી ગાડીનાં પૈડાનો ખડખડાટ સંભળાયો. બે ગાંડીતુર બનેલા ઘોડા, જાણે ભૂત વળગ્યું હોય તેમ, ફાટેલી આંખોએ અને મેએ બેફામ દોડતા હતા અને પાછળ ઘસડાતી ગાડીમાં એક સ્ત્રીની ચીસો ઉપર ચીસો સંભળાતી હતી. તેના ખોળામાં તેને આઠેક વર્ષનો પુત્ર છળી મરવાથી લગભગ બેભાન અવસ્થામાં ઊંધે મેંએ પડેલો હતો. કોચમેન લાચાર બની, કશા સાથે અફળાઈ બધાંના ભૂકા ક્યારે ઊડી જાય છે, તેની જ અસહાયપણે રાહ જેતે વલોપાત કરતા હતા. યોગ્ય ઘડી આવતાં જ અલી પોતાની રાંગી વેગળી મૂકીને ઊભો થયો. ખિસ્સામાંથી તેણે પોતાનો ગાળિયો કાઢયો અને એવી સિફતથી નજીકના ઘડાના આગલા પગમાં નાખી દીધો કે થોડાં પગલાં ખેંચાયા બાદ તરત તે જમીન ઉપર ફસડાઈ પડ્યો. અલીએ તરત જીવ ઉપર આવી, બીજા ઘોડાનાં નસકોરાં પકડીને એવાં તો જોરથી ખેંચ્યાં કે તે વીફરેલો ઘોડો પણ માત્ર દુ:ખને માર્યો તેના સાથીની સાથે જ ગબડી પડ્યો. આ બધું આંખ મીંચતાંમાં જ બની ગયું; પણ તેટલી વારમાં તે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આશા અને ધીરજ કાઉંટ તેના નોકર સાથે તે જગ્યાએ ધસી ગયો અને કોચમેને બારણું ઉઘાડતાં જ અંદરનાં બંને મુસાફરોને જાળવીને સંભાળપૂર્વક પિતાના દીવાનખાનામાં લઈ આવ્યો. પેલી મહિલા થોડી શાંત થતાં જ પોતાના બેહોશ પુત્ર માટે વલોપાત કરવા લાગી અને પિતાના સર્વસ્વને ભોગે પણ તેને માટે જોઈતી વૈદકીય સારવાર મેળવી આપવા આજીજી કરવા લાગી. કાઉટે શાંતિથી પાસેની સંદૂકમાંથી એક શીશી કાઢી અને અંદરથી લોહીના રંગના પ્રવાહીનું એક ટીપું બાળકના હોઠ ઉપર પાડ્યું. એ ટીપું તેના હોઠે પહોંચ્યું ના પહોંરયું તેટલામાં તે બાળકે તરત પિતાની આંખો ઉઘાડી. છોકરો હાશમાં આવતાં જ મા થોડીક સ્વસ્થ થઈ; અને પોતે કક્યાં છે તથા પોતાને આવા પ્રાણઘાતક અકસ્માતમાંથી બચાવનાર મહાનુભાવ કોણ છે, તેની પૂછપરછ કરવા લાગી. કાઉંટે મૅડમની યત્કિંચિત સેવા કરવા ભાગ્યશાળી થનાર તરીકે પોતાની તથા પોતાના ગુલામ અલીની ઓળખ આપી. મૅડમ વિલેફૉર્ટે પોતાના પુત્રને શું થયું હતું અને તેને કઈ જાદુઈ દવાથી કાઉંટે સજીવન કર્યો, તેની વાત પૂછી. કાઉંટે જણાવ્યું કે, તેને ખાસ કાંઈ વાગ્યું ન હતું; માત્ર ગભરાટને લીધે તે હિસ્ટીરિયા જેવી મૂછોમાં ખેંચાઈ ગયો હતે. પોતાની પાસેની દવા એવી મૂર્છાઓમાં માત્ર હેઠને અડતાં જ અસર કરે છે; - વધુ દવા મોંમાં જાય તો મોત પણ નિપજાવે!– એવુંય કાઉન્ટે જણાવ્યું. આવા બધા ઔષધપ્રયોગનું જ્ઞાન કાઉન્ટ શી રીતે ક્યાંથી મેળવ્યું તેની વાત મૅડમે રસપૂર્વક પૂછી. કાઉન્ટ, પોતે કરેલા પૂર્વના દેશોના દૂરદૂરના પ્રવાસની વાતો તેને કહી. પાછા ફરતાં કાઉન્ટ એ જ ઘોડા પોતાની ગાડીએ જોડાવી, અલીને હાંકવા બેસાડી, મેડમને તેને ઘેર પાછી મોકલી. અલીના હાથમાં તે ઘોડા બિલાડી જેવા બની ગયા હતા ! Page #149 -------------------------------------------------------------------------- ________________ હૃદયે, આભારનાં ભરેલાં ! કાઉન્ટ પૅરિસ આવ્યા બાદ તરત જ રાજકુમારી હેદી માટે પણ પરિચારિકાઓ વગેરેની વ્યવસ્થા કરી દીધી. બધી તૈયારીઓ પૂરી થતાં રાજકુમારી હેદી થોડા સમયમાં જ કાઉન્ટના નિવાસસ્થાને તેને માટેના ઓરડામાં ગોઠવાઈ ગઈ. કાઉન્ટની તે ખરીદેલી ગુલામ હતી, પરંતુ કાઉન્ટ તેને રાજાની કુંવરીની જેમ તથા પિતાના વાત્સલ્યથી સંભાળતો હતે. કાઉન્ટ હવે હેદી પાસે જઈને તેને જણાવ્યું કે, ફ્રાંસના કાયદા મુજબ અહીં કોઈ કોઈને ગુલામ તરીકે રાખી શકતું નથી. તેથી ફ્રાંસમાં પગ મૂકતાંની સાથે જ નું સ્વતંત્ર વ્યક્તિ બની ગઈ છે; હવે તું પોતાની મરજી પ્રમાણે જવા તથા વર્તવા છૂટી છે. હું તારા મોભા અનુસાર તારે માટે પૈસાની જોગવાઈ કરી આપવા તૈયાર છે. - જવાબમાં હેદીએ જણાવી દીધું કે, પોતે કાઉન્ટને પોતાના હંમેશના માલિક માનવાની જ સ્વતંત્રતા ભોગવવા ઇચ્છે છે, અને કાઉન્ટ તેની તે સ્વતંત્રતાની આડે ન આવવું! કાઉન્ટે તેના હૃદયને એકનિષ્ઠ ભાવ જોઈ, તેને ખાતરી આપી કે, સંતાન પોતાની મેળે છૂટું ન પડે ત્યાં સુધી સ્નેહાળ પિતા તેને જેમ છૂટું કરતો નથી, તેમ પોતે પણ હદી આપમેળે છૂટી નહિ થાય ત્યાં સુધી તેને વીલી નહિ મૂકે. - હેદીએ વચ્ચેથી જ કાઉન્ટને બોલતા અટકાવીને કહ્યું. “માલિક! હું તમને છેતરવા માગતી નથી. મારો તમારા ઉપરનો ભાવ મારા પિતા ઉપરના ભાવથી જુદો છે; પિતાના મૃત્યુ પછી હું જીવતી રહી ૧૩૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આશા અને ધીરજ શકી; પરંતુ તમારા માથા ઉપર કંઈ અનિષ્ટ આવી પડે, તે જે ક્ષણે મારા સાંભળવામાં તે આવે, તે મારા જીવનની છેલ્લી જ ક્ષણ હશે !' કાઉન્ટ હંદીના કૃતજ્ઞભાવ જોઈ, વિચારમાં પડતા પડતા, મૉરેલ કુટુંબની મુલાકાતે ગયા. ત્યાં તેને માટે માનવહૃદયના પ્રેમ અને કૃતજ્ઞતાના ભાવાનું એવું જ દર્શન તૈયાર હતું. શ્રી. મૉરેલ ત। કયારના ગુજરી ગયા હતા પેાતાના પાંચ લાખના વારસાને તેમણે મૅકિસમિલિયન અને જુલી વચ્ચે સરખે ભાગે વહેંચી આપ્યા હતા. જુલીનું લગ્ન તેની ઈચ્છા મુજબ ઇમેન્યુએલ સાથે થયું હતું. પરંતુ ઇમેન્યુએલ પાસે કશા વારસા ન હોવાથી, છ વરસ તેણે ખૂબ મહેનત કરીને જુલીના વારસા જેટલા અઢી લાખ ફ્રાંક એકઠા કર્યા. તેટલા ફ્રાંક એકઠા થતાંની સાથે જ તે જુલી પાસે આવ્યા અને કહેવા લાગ્યો, · જુલી, આપણે કમાણીની જે હ્રદ આંકી હતી, તે આજે પૂરી થઈ છે; હવે આપણે આપણી બંનેની ભેગી મિલકતથી જ સંતોષ માનીને મૉરેલ કંપનીનું કામકાજ બધું કરીએ તે કેમ ?’ ' જુલીએ તરત જ જવાબ આપ્યા, ' મૉરેલ કંપનીના વહીવટ મૉરેલ કુટુંબના છેાકરો જ ચલાવી શકે. બાપુજીનું ઊજળું નામ ભવિષ્યની કઈ કમનસીબ આપત્તિથી કાંકિત થાય, તે કરતાં આપણે આટલાથી જ સંતોષ માનીને કંપનીનું કામ સમેટી લઈએ તો બહુ સારું. ’ તરત જ મૉરેલ કંપનીનું કામકાજ સમેટી લેવામાં આવ્યું, અને તેને પંદર મિનિટ પણ નહિ થઈ હોય અને પંદર હજાર ફ઼્રાંકના નફો થાય એવું એક કામ આપવા માટે એક ગ્રાહક આવ્યો. તરત જ ઇમેન્યુએલે જવાબ આપ્યા, ‘સાહેબ, અમે અમારો ધંધા ...... .ને વેચી દીધા છે; આપ તેમની પાસે જાઓ.' મકાનના ઉપલા માળૉકિસમિલિયન માટે અનામત રાખવામાં આવ્યા હતા. કાણા કોકલ્સ હજુ આ લેટુંબમાં જ તેનાથી થાય તેવી Page #151 -------------------------------------------------------------------------- ________________ હૃદયે, આભારનાં ભરેલાં ! ૧૪૧ ઘર-તથા-બજાર-કારકુનની નાકરી કર્યા કરતા હતા; અને ભલા પેનેલાન આ કુટુંબમાં જ માળી તરીકે જોડાઈ ગયા હતા. મેકિસમિલિયન કાઉન્ટ મૉર્કાર્ફના પુત્ર આલ્બર્ટના મિત્ર બન્યા હતા; એટલે કાઉન્ટ પહેલવહેલા જ્યારે પૅરિસમાં આલ્બર્ટને ઘેર આવ્યા, ત્યારે મૅકિસમિલિયન ત્યાં હાજર હતા. તે પહેલી મુલાકાતથી જ કાઉંટ અને મૅકિસમિલિયન એકબીજા પ્રત્યે આકર્ષાયા હતા. મૅકિસમિલિયનને કાઉંટની આંખામાં કોણ જાણે શાથી પાતાના વહાલા પિતાના જેવા જ વાત્સલ્યભાવ દેખાતા હતા. મૅકિસમિલિયન તે દિવસે જ કાઉંટને પેાતાને ત્યાં આવવાનું આગ્રહભર્યું આમંત્રણ આપી બેઠા હતા; અને કાઉંટે તે સ્વીકાર્યું પણ હતું. પેાતાના એ ઘેલા આમંત્રણને માથે ચડાવી કાઉંટને પેાતાને ઘેર આવેલા જોઈ, મૅકિસમિલિયન અર્ધો અર્ધો થઈ ગયો. જલદી જલદી દોડી જઈ તે જુલી અને ઇમેન્યુએલને બાલાવી લાવ્યો. જુલી, ઇમેન્યુએલ, કોકલ્સ, પેનેલેાન વગેરેના પ્રમાણિક નિર્મળ ચહેરા જોઈ જોઈ કાઉંટ એક પ્રકારની કૃતકૃત્યતા અનુભવવા લાગ્યો. તેણે જુલીને કહી પણ બતાવ્યું કે, ‘બાનુ, આવું પ્રેમ-સંતોષનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય એવું સ્થાન જોવાનું સદ્ભાગ્ય મને ઘણે વખતે પ્રાપ્ત થયું હોવાથી, તમેા સૌના સુખી સંતાષી ચહેરા જોતાં મારું હૃદય ભરાઈ આવે છે.’ જુલીએ જવાબ આપ્યો, સાહેબ અમે અત્યારે સુખી છીએ એની હું ના નહિ પાડું; પરંતુ અમે એક વખત દુ:ખનું કપરું દર્શન કર્યું છે. પરંતુ તે દુ:ખ પણ સદ્ભાગ્યે અમને ઈશ્વરના એક મહાન દૂતનું દર્શન કરાવીને કૃતાર્થ કરી ગયું છે. દુ:ખના કારમા ઘા ઉપર એના હાથે થયેલા અમૃતસિંચનને અમે કદી ભૂલી શકતાં નથી.' કાઉંટ એકદમ કશાક બહાનાથી ઊભા થઈ ગયા તથા ઓરડામાં આડીઅવળી નજર કરતા ફરવા લાગ્યા. Page #152 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ જુલી પણ એકદમ ઊભી થઈ ગઈ; તથા કાઉ ટ કાચના એક ઘૂમટ હેઠળ ઢાંકેલી લાલ રંગની થેલી તરફ જોતા હતા ત્યાં પહોંચી ગઈ. તે થેલીને એક છેડે એક હીરો બાંધેલા હતા. ૧૪૨ જુલીએ કાઉંટને કહ્યું, ‘સાહેબ, મેં જે દેવદૂતના ઉલ્લેખ હમણાં કર્યા, તેમની જ આ પ્રસાદી છે; અને તે થેલીએ જ મારા પિતાના પ્રાણ, અને પ્રાણ કરતાં પણ વધુ વહાલું તેમનું નામ, બચાવ્યાં હતાં.' કાઉટે એ આખી વાત સાંભળવા માગણી કરતાં જુલીએ રસપૂર્વક એ આખા પ્રસંગ કહી બતાવ્યો અને જરા ડૂસકું દબાવીને અંતે ઉમેર્યું, ‘એ પવિત્ર હાથ હાથમાં પકડી અમારા માથા ઉપર તથા અમારા માં ઉપર દબાવવાનો લાભ ફરી કદી નથી મળ્યો, એટલું જ દુ:ખ અમને સૌને કાયમ રહી ગયું છે. તેથી જ આ થેલીને વારંવાર હાથમાં લઈ હું મારા કપાળ ઉપર અને આંખા ઉપર દબાવ્યા કરું છું. ઈશ્વર કદીક તા એ હાથ અમને મેળવી આપશે.' મૅકિસમિલિયને પોતાની બહેનને ખભેથી દબાવીને કહ્યું, ‘ બહેન, એ ભલા હાથ ફરી આપણા હાથમાં દબાવવાની આંશા રાખવી નકામી છે. મરણકાળે કોઈ કોઈ વાર જીવાત્માના અંતરમાં અલૌકિક પ્રકાશ ઊતરી આવે છે; તે વખતે ઘણી ગૂઢ વસ્તુએ તેને દેખાઈ જાય છે. આપણા પિતાજીની આખરઘડી હતી, ત્યારે તેમને અચાનક એ રહસ્ય દેખાઈ ગયું હતું. તે બાર્લી ઊઠયા હતા, ‘બેટા, એ માણસ અલૌકિક હતા અને ઈશ્વરે કબરમાંથી ઉઠાડીને આપણે માટે માકલ્યા હતા. મને અત્યારે બધું બરાબર દેખાય છે : એ જરૂર ઍડમંડ ડાન્ટે હતા !' આ શબ્દો સાંભળતાં કાઉંટથી વધુ વખત ત્યાં હાજર રહેવું અશકય થઈ ગયું. ફાવે તેમ માફી માગતા માગતા, તે ત્યાંથી વિદાય થઈ ગયા. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ હૃદયે, ઝેરનાં ભરેલાં સૌ દિમૂઢ થઈ ગયાં. ઍકિસમિલિયન બોલી ઊઠ્યો, “કાઉન્ટની આંખોમાં મને કોણ જાણે શાથી, આપણા પિતાજીની મમતાભરી આંખો જ દેખાય છે!' જુલી વિચારમાં ડૂબી ગઈ હોય તેમ બોલી, “ભાઈ, મને અત્યારે બે કે ત્રણ વાર એમ થઈ આવ્યું કે, કાઉન્ટનો અવાજ પહેલાં મેં જરૂર આપણા ઘરમાં સાંભળ્યો છે.' હૃદયે, ઝેરનાં ભરેલાં મૅડમ વિલેફૉટે ઘેર જઈને બે કામ કયાં: ઘોડાના અકસ્માતનો આખો પ્રસંગ મૅડમ ડેલર્સને વિગતવાર લખી જણાવ્યો; અને પોતાના પતિને આગ્રહ કરીને કાઉન્ટને ઘેર આભાર વ્યકત કરવા મેકલ્યો, જેથી કદાચ કાઉન્ટ સામી મુલાકાતે પોતાને ત્યાં આવે! કાઉન્ટ તે પ્રમાણે મેડમની મુલાકાતે આવ્યો. વિલેફોર્ટને બીજે કયાંક જમવાનું આમંત્રણ હોવાથી તે બહાર ગયો હતો; મેડમે કાઉન્ટનો ભાવભર્યો સત્કાર કર્યો. મૅડમનો સુપુત્ર એડવર્ડ પાસે જ રમતો હતો તથા પાંજરામાંના પંખીનાં પીંછાં તથા ચિત્રપોથીમાંથી મેંઘાં ચિત્રો મનની મોજ પ્રમાણે ખેંચી કાઢીને પંખીના તથા માતાના ચિત્કારોને હસી કાઢતો હતો. | મૅડમે શિષ્ટાચાર પ્રમાણે પોતાના પતિની પહેલી વારની પત્ની રેનીની એકમાત્ર પુત્રી વેલેન્ટાઇનને પણ બોલાવી મંગાવી તથા કાઉન્ટને તેનું ઓળખાણ કરાવ્યું. વેલેન્ટાઈન તે વખતે બંગલાના મોટા બગીચાની આસપાસની મોટી દીવાલમાંના એક ઝાંપા બહાર ઊભેલા પોતાના Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આશા અને ધીરજ પ્રેમી ઍસિમિલિયન મૉરેલ સાથે વાત કરતી હતી. મૅકિસમિલિયન અને વેલેન્ટાઇનનાં યુવાન પ્રેમી હૃદયા ઈશ્વરની કોઈ અજ્ઞાત યોજના હેઠળ આ વિશાળ જગતમાં એકબીજાને શોધી કાઢી દોઢેક વર્ષથી પ્રેમની ગાંઠે બંધાયાં હતાં. વેલેન્ટાઇનને જોતાં જ કાઉન્ટ મૅડમને યાદ કરાવ્યું કે થોડાં વર્ષ અગાઉ તમે બધાં મને ઈટાલીમાં કયાંક ભેગાં થયાં હતાં ! મૅડમને થેાડા પ્રયત્ન બાદ યાદ આવ્યું કે, વેલેન્ટાઇનને બે વર્ષ પહેલાં ફેફસાંની બીમારી અંગે હવાફેર કરાવવા નેપલ્સ લઈ જવી પડી હતી, તે વખતે એક જગાએ તેને એક હકીમ જેવા જાણીતા માણસ સાથે મુલાકાત થઈ હતી. કાઉન્ટે જણાવ્યું કે, ‘એ હકીમ હું જ હતો ! ત્યાં હોટેલમાં હુ રહેતા હતા તે દરમ્યાન હોટેલના એક-બે જણની બીમારીના ઉપચાર મેં કર્યા હાવાથી, હાટેલવાળાએ મને હકીમ ઠરાવી દીધા હતા ! અલબત્ત, પૂર્વના દેશામાં મારે ઘણા વખત રહેવું પડયું હોવાથી, મને ત્યાંની કેટલીક અદ્ભુત ઉપચાર-પદ્ધતિઓનું ઠીક ઠીક જ્ઞાન છે ખરું. તથા કેટલીક રામબાણ દવા પણ હું મારી પાસે રાખું છું. જેમ કે, એક દવા વડે મેં તમારા આ પ્રિય પુત્રને હાશમાં આણ્યા હતા. અલબત્ત, એ દવા એક કારમુ ઝેર છે, તેથી તેના ઉપયોગ બહુ સાચવીને કરવા પડે છે. કેટલાંય ઝેરી એ રીતે યોગ્ય માત્રામાં વાપરવામાં આવે, તેા કેટલાક અસાધ્ય રોગો ઉપર રામબાણ ઔષધનું કામ દે છે.' મૅડમે એ દવાના ઉપયોગની બાબતમાં રસ દેખાડવા જેવું કરી, ખરી રીતે એ ઝેરોની ખાસિયત અને તાકાત વિષે જ કાઉન્ટને પૂછવા માંડયું. દરમ્યાન તેણે પેાતાના પુત્રને તથા વેલેન્ટાઇનને જુદે જુદે બહાને ઓરડાની બહાર કાઢયાં. કાઉન્ટને તેના મનની વાત સમજી જતાં વાર ન લાગી. તેણે પણ વિગતથી વર્ણન કરતાં જણાવ્યું કે, ‘ પૂર્વના દેશામાં રાજમહેલામાં તથા ધિનકોનાં ઘરોમાં રાજખટપટ તથા ઘરખટપટ બહુ ચાલતી હોય છે, અને Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હૃદયે, ઝેરનાં ભરેલાં! ૧૪૫ તેને કારણે ત્યાં આ બધા વિષ-પ્રયોગો વિષે લોકોને વિચિત્ર માહિતી હોય છે. “સામાન્ય ઝેરને જુદી જુદી વનસ્પતિઓમાં દાખલ કરી, પછી એ વનસ્પતિ જુદાં જુદાં પ્રાણીઓને ખવરાવી, એ પ્રાણીઓનું માંસ બીજાં પ્રાણીઓને ખવરાવી, છેવટે એ ઝેરને એવે સ્વરૂપે તેઓએ તૈયાર કર્યું હોય છે કે, તે ઝેરથી મરેલા માણસના શરીરને આપણા દાકતરે ગમે તેટલું તપાસે, પણ ઝેરનો કોઈ અંશ કે કશું લક્ષણ તેમના જોવામાં ન આવે! એ ઝેર સામે બીજો કશો બચાવ જ નથી; સિવાય કે, એ ઝેર થોડા થોડા પ્રમાણમાં રોજ ખાઈને શરીરને તૈયાર કરી દેવામાં આવે. પછી શરીર ઉપર તે ઝેરની કશી મારક અસર થતી નથી. “મારા ઉપર ત્યાં કેટલાય વિષપ્રયોગ થયા હતા; એટલે પહેલેથી મારે મારા શરીરને એ રીતે કેટલાંય ઝેરો ખાઈને સુરક્ષિત કરવું પડયું હતું. અત્યારે હું એ ઝેર ભૂલથી પી લઉં, પણ મને કશી ખાસ અસર ન થાય; પરંતુ બીજું કોઈ મારો પીધેલો એ ખાલી પ્યાલો ધોયા વિના તેમાં પાણી ભરીને પીએ, તોપણ તરત મરી જાય ! અને એ ઝેરોની ખૂબી પાછી એવી છે કે, કોઈ પણ ચાલુ પીણાના પ્યાલામાં તેને ભેળવ્યું હોય, તો પણ સ્વાદમાં કે ગંધમાં કશો ફરક ન પડે.' મૅડમ અતિ રસપૂર્વક આ બધી વાતો સાંભળી રહી. પછી પોતાના દીકરાને તથા પિતાને વારંવાર બેહોશી, તાણ વગેરેની પીડા થઈ આવતી હોવાથી, પોતાને એ “દવા” થોડીક આપવા તેણે આગ્રહ કર્યો. કાઉન્ટ ઘણી ખુશીથી મૅડમને એ “હુકમ’ માથે ચડાવ્યો. પણ તાકીદ આપી કે, એ ઝેરનું એક ટીપું માણસને ગમે તેવી બેહશીમાંથી ભાનમાં આણે; પરંતુ પાંચ કે છ ટીપાં તે ગમે તેવા પહાડ જેવા માણસને પણ પાડી નાખે. માટે એ ઝેરને બહુ સાચવીને વાપરવું. આ૦ – ૧૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આશા અને ધીરજ મેડમની ખુશીને પાર ન રહ્યો. પરંતુ કાઉન્ટ જ્યારે મુલાકાતને અંતે બહાર નીકળ્યો, ત્યારે તેને લાગ્યું ખરું કે ઝેરી સાપણ જેવી મૅડમના હાથમાં ગયેલી એ ઝેરની શીશી ભારે ઉત્પાત મચાવવાની છે. વાત એમ હતી કે, વેલેન્ટાઇનને દર વર્ષે ૫૦,૦૦૦ ફાંકની આવક જેટલો વારસે તેની મૃત માતા રેની તરફથી મળ્યો હતો. વળી રેનીના પિતા માવિસ સેન્ટ-મેરાન અને તેમનાં પત્નીને રેની ઉપરાંત બીજું કાંઈ સંતાન ન હોવાથી, તેટલી બીજી મિલકત વેલેન્ટાઇનને તેમની પાછળ ચોક્કસ મળવાની હતી. વધારામાં વિલેૉર્ટના પિતા નો ઇરટિયર પણ પોતાની બધી મિલકત વેલેન્ટાઈનને જ આપવા ઇચ્છતા હતા; કારણ તેમને પોતાના પુત્ર વિલેફૉર્ટની નવી પત્ની તથા તેના પુત્ર એડવર્ડ તરફ જરા પણ ભાવ ન હતો. લક્વાર્થ તેમનું આખું અંગ નિશ્ચષ્ટ થઈ ગયું હતું; માત્ર આંખ મીંચી-ઉઘાડીને તે હા અથવા ના એટલું સમજાવી શકતા. વેલેન્ટાઈન અને નાઇટિયરનો જૂનો નકર બેરોઇસ, એ બે જણ જ તે અપંગ ડોસાની મન દઈને ચાકરી કરતાં હતાં. ડોસાની આંખમાં પ્રગટ થતા બધા ભાવો તે બે તથા વિલેફૉર્ટ એટલાં જ સમજી શકતાં. વિશેષ કંઈ સમજાવવું હોય, ત્યારે ડોસ ડિક્ષનરી મંગાવતો અને તેમાંના શબ્દો ઉપર કોઈ આંગળી ફેરવે એટલે આંખ વડે હા કે ના કહી, પિતાને કહેવાના શબ્દો બતાવતે. વેલેન્ટાઇન એ રીતે શબ્દો શોધી કાઢવામાં પણ બહુ પાવરધી બની ગઈ હતી. વેલેન્ટાઇન પોતે મૂળે અનાસક્ત પ્રકૃતિની યુવતી હતી. તેને પૈસાની કે સાંસારિક સુખ-પ્રતિષ્ઠાની કશી પડી ન હતી. એકાદ વર્ષ પહેલાં તો તે પોતાની સાવકી માની પ્રેરણાથી સંન્યાસિનીના મઠમાં જ જોડાઈ જવાની હતી. પરંતુ નો ઇરટિયર ડોસાની આંખમાં પ્રગટી આવેલાં અપાર વેદના, દુઃખ અને હતાશા જોઈને તેને પોતાનો વિચાર પડતો મૂકવો પડયો હતો. અલબત્ત, મૅડમ વિશેફર્ટને એ વાત ગમતી ન આવી; કારણ કે વેલેન્ટાઇન સાધ્વી થઈ જાય, તે જ કાયદા પ્રમાણે તેની બધી મિલકતનો હકદાર તેનો Page #157 -------------------------------------------------------------------------- ________________ હૃદયા, ઝેરનાં ભરેલાં ૧૪૭ પિતા વિલેફૉર્ટ થાય, અને તેા જ એ બધી મિલકત અંતે પેતાના પુત્ર એડવર્ડને મળે ! મૉડમની પેાતાની તા કશી મિલકત હતી જ નહિ. વિલેૉર્ટના વિચાર, અલબત્ત, વેલેન્ટાઇનને સારે ઠેકાણે પરણાવી ઠેકાણે પાડવાના હતા. અને તેણે ટ્રાન્ઝ દ' એપિને* નામના સારી સ્થિતિના જુવાનિયા વેલેન્ટાઇન માટે પસંદ કર્યો હતા. તેના પિતા જનરલ દ’ કિવસ્તેલ રાજા-પક્ષના હતા. તેણે નેપોલિયન-પક્ષી ક્રાંતિકારીઓની સાથે બહારથી મળી જવાના દેખાવ કરી, તેમને પકડાવી દેવાનું કાવતરું રચ્યું હતું. પરંતુ ૧૮૧૫ના ફેબ્રુઆરીની ૫મી તારીખે ક્રાંતિકારીઓની છૂપે મથકે મળેલી સભામાં હાજરી આપ્યા પછી પાછા ફરતાં, ક્રાંતિકારીઓના આગેવાને તેને પકડી પાડીને પડકાર કરતાં, જનરલ કિવસ્તેલ તેના ઉપર તૂટી પડયો હતો, અને યુદ્ધમાં માર્યા ગયા હતા. વિલેૉર્ટને ખબર હતી કે તે વખતે પોતાનો પિતા નેાઇરટિયર ક્રાંતિકારીઓના પક્ષમાં હતા. એક રીતે પિતાને દૂભવવા જ, અને રાજા-પક્ષ સાથે પોતાની સહાનુભૂતિ પ્રદર્શિત કરવા જ, તેણે વેલેન્ટાઇનને કિવસ્તેલના પુત્ર એપિને સાથે પરણાવવાના વિચાર રાખ્યા હતા. નેઇરટિયરના જાણવામાં આ વાત આવતાં તેણે તે લગ્ન રોકવા પ્રયત્ન કર્યો. પણ વિલેૉર્ટે ન માન્યું, એટલે તેણે વીલ લખાવ્યું અને તેમાં જણાવ્યું કે, મારી કુલ મિલકત નવ લાખ ફ્રાંકની છે અને તેનું મેં એવી રીતે રોકાણ કર્યું છે કે તેનું વ્યાજ જ દર વર્ષે ૪૦,૦૦૦ ફ઼ાંક આવે છે. જો વેલેન્ટાઇનનું લગ્ન મારી મરજી વિરુદ્ધ ટ્રાન્ઝ દ' એપિને સાથે કરવામાં આવે, તો તેને હું મારા વારસાના હકમાંથી રદબાતલ ઠરાવું છું; અને મારી મિલકત ગરીબાને ધર્માદા આપી દઉં છું. પણ વલેફાંટે તે। તેમ છતાં ટ્રાન્ઝ દ' એપિને સાથે વેલેન્ટાઇનનું લગ્ન કરવાનું કાયમ જ રાખ્યું. *રામના કાર્નિવલ-ઉત્સવ દરમ્યાન આલ્બટ માફના સાથીદાર તરીકે તેણે જ લૂંટારુ વાન્ગાના હાથમાંથી તેને છેાડાવવા માટે કાઉંટ મેાન્ટે ક્રિસ્ટોની મદદ માગી હતી, એ આપણે અગાઉ (પા. ૧૨૮) જોઈ આવ્યા છીએ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આશા અને ધીરજ વેલેન્ટાઈન ઍકિસમિલિયનને આ બધી હકીકત કહી સંભળાવતી હતી, અને હવે શું કરવું એ પૂછતી હતી, તે વખતે જ મૅડમે કાઉન્ટને મળવા તેને બોલાવી હતી. ૩૧ ટીલમાં મિજબાની બૅન ડેગ્લર્સની પત્ની મૅડમ ડેલર્સના ખેલ ન્યારા જ હતા. જુવાની દરમ્યાન તેને પ્રથમ પતિ જીવતે હતો ત્યારે જ વિલેફૉર્ટ સાથે તેને ગુપ્ત પ્રેમપ્રસંગ ચાલુ હતો. એક વખત તેના પતિને નવ મહિના બહારગામ જવાનું થયું. જ્યારે તે પાછો આવ્યો, ત્યારે મૅડમને છ મહિના ચડ્યા હતા. પતિને મૅડમનાં છાનાં ચરિતર સમજાઈ ગયાં, પરંતુ વિલેફૉર્ટ જેવા સત્તાધારી માણસ સામે બીજું કંઈ થઈ શકે તેમ ન હોવાથી, તેણે આપઘાત કર્યો. વિલેફોર્ડે તરત તે ઑટીલમાંના પોતાના સસરાના મકાનને બીજે નામે ભાડે રાખી, મૅડમને ત્યાં રાખી. યથાકાળે જ્યારે તેને પ્રસવ થયો, ત્યારે પિતાના વ્યભિચારના એ જીવતા પુરાવામાંથી મુકત થવા વિલેફૉર્ટ મૅડમને એમ જણાવ્યું કે, “બાળક મરેલું જ અવતર્યું છે.' પછી તે બાળકને એક પેટીમાં મૂકી તેણે જીવતું જ બગીચામાં દાટી દીધું. પરંતુ ફાવે તેવી ચાલાકીથી ગુપ્ત રાખવા ધારેલાં પાપ, છેવટે પ્રગટ થયા વિના રહેતાં નથી, એ પાઠ વિલેફૉર્ટને હજુ હવે શીખવો પડવાને હતે. વિલેફૉર્ટ બાળકને દાટતે હતો, તે દરમ્યાન તેના ઉપર બટુંકિએ કરેલા પ્રાણઘાતક હુમલામાંથી તે બચી ગયો અને થોડી વારે Page #159 -------------------------------------------------------------------------- ________________ ટીલમાં મિજબાની ૧૪૨૯ હોશમાં આવતાં, ઘસડાતા ઘસડાતા પાછલા દાદરાના બારણા પાસે પહોંચ્યો. મૅડમ પોતે તે વખતે તરતના પ્રસવની વેદનામાં હતી; છતાં વિલેફૉર્ટની દશા જોઈ, તે દૃઢતાથી નીચે ઊતરી અને તેને ઉપર લઈ ગઈ. ત્રણ મહિના વિલેફૉર્ટે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાધાં. પછી થોડોક સાજો થતાં, દાકતરે તેને છ મહિના દક્ષિણ તરફ હવાફેર કરવા માકલી દીધા. મૅડમ હવે બધી રીતે છૂટી થઈ. વિલેફૉર્ટ સાથે કંઈ વધુ સંબંધ ચાલુ રહે તેમ તે હતું નહિ; તે જીવતા રહેશે અથવા ફરી તેના ઉપર તેના વેરીને હુમલા નહિ થાય, તેની શી ખાતરી ? એટલે તેણે ધનવાન ડૅન્ગ્લર્સ સાથે સંબંધ ઊભા કરવા માંડયો. ડૅન્ગ્લર્સને મૅડમના વિલેફૉર્ટ સાથેના ગુપ્ત સાંબંધની કંઈક ખબર હતી પરંતુ આવી યુવાન, સુંદર તથા જાણીતી સ્ત્રી, પેાતાના જેવા હલકા કુળના માણસને મળે એવી આશા જ ન હોવાથી, તેણે તેની સાથે લગ્ન કર્યું. લગ્ન બાદ તેને યુજેની નામની પુત્રી થઈ. જ. પરંતુ ડૅન્ગ્લર્સના ધન સિવાય તથા શરાફ તરીકેની તેની પ્રતિષ્ઠા સિવાય, મૅડમને તેના તરફ બીજું કંઈ આકર્ષણ હતું જ નહિ; એટલે લગ્ન પછી મેડમે પાછું પાતાને જૂને રસ્તે ચાલવા માંડયું. એક પ્રખ્યાત સંગીતકાર સાથે તેને પ્રેમ-પ્રસંગ શરૂ થયા. પછી વળી ગૃહખાતાના પ્રધાનના સેક્રેટરી ડિબ્રેને તેણે અપનાવ્યો. ડૅન્ગ્લર્સ એ બધું જાણતા હતા, પરંતુ મૅડમના આ નવા સંબંધમાં ડૅન્ગ્લર્સને એક જુદો જ લાભ દેખાયો. તે વખતે નવા ઊભા કરવામાં આવેલા ટેલિફોનના થાંભલાઓ મારફતે જુદા જુદા દેશના પલટાતા રાજકારણની ખાનગી ખબરો સરકાર પાસે આવતી. ડિબ્રેને ગૃહખાતા સાથેના તેના સંબંધને કારણે તે વાત સૌથી વહેલી જાણવા મળતી. પછી મૅડમ તે ખબરોને આધારે જુદ: જુદા રૉરો કે બૉન્ડાના ભાવતાલમાં થનારી ઊથલપાથલ કલ્પી લઈ, ડૅન્ગ્લર્સ પાસે સાદા કરાવતી. એમાંથી ધૂમ નફો થતા. એ નફામાંથી ડેન્ગ્યુર્સ મૅડમને ચોથો ભાગ આપતા અને મૅડમ પેાતાના Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આશા અને ધીરજ હિસ્સામાંથી અર્ધાઅર્ધ ભાગ ડિબેને આપતી. છ મહિનામાં તે તે બંનેના સહિયારા નફાની રકમ જ ૨૪ લાખ ફ્રાંક થઈ ગઈ! વાત એમ હતી કે, તે વખતે વીજળીથી ટેલિફોન-સંદેશા મોકલવાની અત્યારની શોધ થયેલી ન હતી. એટલે જુદી જુદી ટેકરીઓ ઉપર ખુલી નજરે દેખાઈ શકે તેવા થાંભલા ઉપર સિગ્નલ જેવા પાંચ છ હાથા મથાળે કલગીની પેઠે ફેલાયેલા રાખવામાં આવતા. તે જુદા જુદા હાથ નીચેથી દોરી વડે ખેંચીને કે ઊંચા કરીને નિશાનીઓ વડે ત્યારે માણસ આગળના થાંભલાવાળાને સંદેશો પહોંચાડત. તે થાંભલાવાળા આગળના થાંભલાવાળાને એ પ્રમાણે નિશાનીઓ કરતો – એમ એ સંદેશા પેરિસ પહોંચતા. રાજ્ય સરકારને પરદેશની અગત્યની રાજકીય માહિતી મળે, એ માટે મોટા ખર્ચે ગુપ્ત નિશાનીઓની આ વ્યવસ્થા ચાલતી. ડેન્ડલર્સ દંપતીને ઘરસંસાર આ પ્રમાણે અરસપરસ લાભને હિસાબે બાંને પક્ષની સમજૂતીથી ગોઠવાયો હતો. યુજેની જેમ જેમ મોટી થતી ગઈ, તેમ તેમ પોતાની માતાને આ બધો વ્યભિચાર સમજતી થઈ. તેને વિવાહ ડેપ્લર્સે પોતાના મિત્રા કાઉંટ મૉર્સના પુત્રો આલ્બર્ટ સાથે ગોઠવ્યો હતો, પરંતુ યુજેનીએ પોતે પોતાની આસપાસ જોવા મળતા ભ્રષ્ટ, સંસારી લગ્નસંબંધમાં જોડાવાને બદલે, કુંવારી રહી, સંગીતકળાને જ જીવન અર્પણ કરવાનો નિશ્ચય કર્યો હતો. તેને સંગીત-શિક્ષિકા તરીકે જે જવાન બાઈ મળી હતી, તે પણ એ જ સિદ્ધાંતની હતી. અને તે બે વચ્ચે નિકટને સખીસંબંધ જોડાયો હતો. આલ્બર્ટ અને તેની માતા કાઉન્ટેસ મૉર્સને ડેલર્સના કુટુંબ સાથેનો આ લગ્નસંબંધ પસંદ ન હતો. આલબર્ટ તો લહેરી તથા નફિકરા સ્વભાવનો જુવાનિયો હોઈ, તેને યુજેની જેવી ગંભીર પ્રકૃતિની કળાકાર પની સાથે આખું જીવન ગાળવાનું થાય, એ વસ્તુ જ કાયમી સજારૂપ લાગતી, ત્યારે કાઉન્ટેસને પહેલેથી જ ડેલર્સ તરફ તથા તેના કુટુંબ તરફ એક પ્રકારનો તીવ્ર અણગમો જ હતો. તેનું સાચું કારણ બીજું Page #161 -------------------------------------------------------------------------- ________________ ટીલમાં મિજબાની ૧૫૧ કોઈ જાણતું ન હતું; પણ એડમંડ ડાન્ટને અકાળે દૂર કરવામાં પોતાના પતિને સાથ તથા શિખામણ આપનાર આ ડેગ્લર્સ જ હતું, એવી મર્સિડીસને ખાતરી હતી. મેક્રિસ્ટોએ ડેબ્સર્સ ઉપરનો હુમલો બરાબર ગોડપી લીધો હતો. ગ્લર્સ સાથે બીજા દેશોની કેટલીક સધ્ધર ગણાતી શરાફી પેઢીઓને આંટ-હૂંડીનો સંબંધ તેણે બંધાવરાવ્યો હતો. ડેગ્યુર્સ પોતાનો વેપારસંબંધ વધતો જોઈ તથા તેમાં સારી પેઠે નફો થતો જોઈ રાજી રાજી થઈ ગયો; અને તેણે પેલી પેઢીઓની મોટી રકમની આંટ સ્વીકારવા માંડી. જેમ જેમ મોટી મોટી રકમોની આંટમાં ડેપ્લર્સ સંડોવાતો ગયો, તેમ તેમ કોઈ અદ્ભુત રીતે તે પેઢીઓ એક પછી એક ડૂબવા માંડી ! ડેગ્લર્સ આ અણધારી આપત્તિથી હડકાયા કૂતરા જેવો થઈ ગયો. આ જ અરસામાં એક દિવસ મૅડમ ડેગ્લર્સને પોતાના પ્રિયતમ | ડિલ્વે મારફત ટેલિફોનનો એક વિચિત્ર સંદેશ મળ્યો. એ સંદેશ સ્પેનની રાજક્રાંતિને લગતે હતો. એટલે ઝટપટ તેણે ડેગ્લર્સ પાસેના સ્પેનના બધા બૉન્ડવેચી કઢાવ્યા. એ બૉન્ડ થોડા મહિના પહેલાં ડેશ્વર પાસે તેને જ ખરીદાવ્યા હતા અને તેમાં છ લાખ ફ્રાંકનો નફો થયો હતો. હવે આ નવી ખબર પ્રમાણે ડેગ્યુર્સે એ બૉન્ડ વેચી કાઢવા માંડયા, એટલે તરત તેમને ભાવ વળી વધુ બેસી ગયો. છેવટના કેટલાક બોન્ડ તે ડેલર્સને મફત જેવા ભાવે જ કાઢી નાખવા પડ્યા. પરંતુ બીજે જ દિવસે છાપામાં ખબર આવી કે, “ટેલિફોનને સંદેશો સમજવામાં કે મોકલવામાં ભૂલ થઈ હોવાથી, સ્પેનની રાજ્યક્રાંતિ અંગે ખોટા સમાચારો મળ્યા હતા અને તેથી બજારમાં સ્પેનના બૉન્ડના ભાવોમાં ખોટી જ ઊથલપાથલ મચી ગઈ હતી, પરંતુ હવે એ સંદેશ ટો હોવાના સમાચાર આવ્યા છે, એટલે એ બૉન્ડનો ભાવ પાછો પહેલાં કરતાં પણ વધી ગયો છે ! ટેલિફોનને સંદેશો જે ઠેકાણેથી ખોટો મેકલાવા લાગે છે, તે ઠેકાણાનો ટેલિફોનવાળે માણસ ગઈ કાલથી લાપત્તા છે ! કહેવાની જરૂર નથી કે, એ ખેટા સંદેશા મોકલવા દેનાર ટેલિફોનના Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આશા અને ધીરજ થાંભલાવાળા કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટો પાસેથી ૨૫ હજાર ફૂાંક રોકડા લઈને પોતાને વતન ચાલ્યો ગયો હતો. ડેગ્લને આ કિસ્સાથી ચોખા સાત લાખ ફ્રાંકની ખાધ ગઈ. તેનું હડકાયાપણું વળી વધી ગયું. કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટોને ત્યાં થોડા દિવસ પહેલાં ઇટાલીને એક માણસ એબ બુસોની પાસેથી ચિઠ્ઠી લઈને આવ્યો. એબ બુસોનીએ તેને એમ જણાવ્યું હતું કે, “તારે ઘડપણમાં દુ:ખી થવું ન હોય, તે તું પૅરિસમાં જઈને ભેંસ એલીસીમાં આવેલા મકાનમાં કાઉન્ટ ઑફ મેન્ટ-ક્રિસ્ટોને તા. ૨૬ મી મેને દિવસે સાંજના સાત વાગ્યે મળ. તું તારી જાતને મેજર કેવકેન્ટી તરીકે ઓળખાવજે. કાઉન્ટ તારે મેળાપ નાનપણમાં હરણ કરાઈ ગયેલા તારા પુત્ર એડ્યિા કે લકેન્ટી સાથે કરાવશે. તેને તું તારા ખોવાયેલા પુત્ર તરીકે ઓળખી બતાવજે. થોડા દિવસ ત્યાં રહી તું તારે ઠેકાણે પાછા ફરજે. પણ એટલું કામ કર્યા બદલ તને ચોખા પચાસ હજાર ફૂાંક મળશે. તેમાંથી બે હજાર ફાંક રોકડા તથા કાઉન્ટ ઉપરની તારી ઓળખ-ચિઠ્ઠી તને અત્યારે જ મળશે; બાકીના ૪૮ હજાર ફ્રાંક માટે હું કાઉન્ટ પાસે જ આંટ ખેલાવી રાખીશ. હું ત્યાંથી પાછા ફરીશ, ત્યારે તને તે ૪૮ હજાર ફાંક રોકડા આપી દેશે.' એ જ દિવસે લૉર્ડ વિભોરે સિંદબાદ ખલાસીને નામે પત્રો લખી એક જુવાનિયાને કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટોને ત્યાં મોકલ્યો. તેને પણ એમ જણાવવામાં આવ્યું હતું કે, “તારી સ્થિતિ તદ્દન ખરાબ છે તથા ભવિષ્યમાં કોઈ પ્રકારે તે સુધરે તેમ નથી. પરંતુ તારે જો સ્વતંત્ર તથા પૈસાદાર અને સુખી થવું હોય, તો તું કાઉન્ટ ઑફ મેન્ટ-ક્રિસ્ટોને પેરિસમાં તેના શેપ્સ એલીસીમાં આવેલા મકાને જઈને તા. ૨૬ મેને દિવસે સાંજના સાત વાગ્યે મળ. તે તારા પિતા મેજર બર્ટોલોમિયો કેવલ કેન્ટી સાથે તારો મેળાપ કરાવશે. બહુ નાનપણમાં તેમના પુત્રનું અપહરણ થઈ ગયું હતું. તે પુત્ર તું છે, એવી તારા જન્મ વગેરેની બધી સાબિતીના કાગળે ત્યાં તને તારા પિતા આપશે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ટીવમાં મિજબાની ૧૫૩ “તારે પછી પૅરિસના સમાજમાં મેજર કેવલકેન્ટીના પુત્ર એડ્યિા કેવલકેન્ટી તરીકે મોજશોખ કરતા રહેવાનું છે. તને તે માટે દર વર્ષે ૫૦ હજાર ક્રાંક આપવામાં આવશે. અત્યારે તને પાંચ હજાર ફૂાંક રડા તથા કાઉન્ટ ઉપર ઓળખપત્રા વગેરે આપું છું.’ આ બંને જણા કાઉન્ટને ત્યાં વખતસર આવી પહોંચ્યા. કાઉન્ટ તે બંનેને મેળાપ' કરાવી આપ્યો. આપણે જાણીએ છીએ કે, એબ બસોની અને લૉર્ડ વિભોર અર્થાત્ “સિંદબાદ ખલાસી’ એ બધાં એડમંડ ડાટેનાં એટલે કે કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટોનાં જ સ્વરૂપ હતાં. અને પોતાની એક ખાસ યોજના મુજબ તેણે આ બે રખડતા મુફલિસોને પૈસા આપી મોટા રાજવંશી નબીરાઓ તરીકે પેરિસમાં રજૂ કર્યા હતા. તેમની સૌથી પહેલી રજૂઆત કાઉન્ટના ટીલના મકાનમાં કાઉન્ટ આપેલી મિજબાની વખતે જ સૌ પરિચિત સમક્ષ કરવામાં આવી. આલ્બર્ટ અને તેની માતા કાઉન્ટસ હવાફેર કરવા બહારગામ જવાનાં હોવાથી, એ કુટુંબ બાદ કરતાં, આપણી વાર્તાનાં લગભગ સૌ પરિચિત પાત્ર ત્યાં હાજર હતાં. જયારે કાઉન્ટ નવા ખરીદેલા ઑટીલના એ મકાનને સુસજજ કરવાનું બટુંોિને પહેલવહેલું કહ્યું, ત્યારે તે ગભરાઈ ગયો હતો અને તેણે એ મકાનમાં પોતે વિલેફૉર્ટના કરેલા ખૂનની બધી વાત કાઉન્ટ આગળ કબુલ કરી દીધી હતી. આજે બકિયો જમવાનું ટેબલ તૈયાર કરવાં જોડેના ઓરડામાં ઊભા રહી માણસો ગણવા લાગ્યો, ત્યારે એ બધામાંથી કેટલાંકને જોઈને તે લગભગ ચીસ પાડી ઊઠયો. કાઉંટ તરત તેની પાસે પહોંચી ગયો. બટુંકિયાએ એક સ્ત્રી તરફ આંગળી કરીને પૂજતાં જતાં કહ્યું, “એ જ પેલી!” કઈ ? મૅડમ ડેગ્લર્સ? તેનું શું છે?' તે જ આ મકાનમાં પ્રસવ કરનારી બાઈ, જેને મળવા વિલેફર્ટ ગુપ્ત રીતે આવતો હતો. પરંતુ, અરે, અરે, એ પણ પેલો રહ્યો!” “કોણ?' Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આશા અને ધીરજ વિલેફૉર્ટ ! તે શું વિલેફેર્ટ ઉપરને મારો ઘા નિષ્ફળ ગયો હતો? અને મારા ભાઈને ખૂની એ દુશ્મન હજુ જીવતો છે?' કદાચ તારો ઘા તારા કોર્સિકાના લોકોની રીત પ્રમાણે ડાબી બાજ છઠ્ઠી અને સાતમી પાંસળી વચ્ચે જવાને બદલે સહેજ નીચે કે ઉપર ગયો હશે. પણ હવે એ બધી પંચાત પડતી મુકી જમનારા માણસોને ગણવા માંડ. જે, શ્રી. વિલેફૉર્ટ અને મૅડમ વિલેફૉર્ટ, એ બે; શ્રી. ડેગ્લર્સ અને મૅડમ ઑલર્સ, ચાર; શ્રી. ડિઘે અને શ્રી. મૉરેલ, છે; મેજર કેવાકેન્ટી અને તેમને સુપુત્ર એન્ડ્રિયા કેવલકેટી, આઠ...” પણ એડ્યિા ઉપર કાઉન્ટની આંગળી વળતાં, બટુંકિયો ફરી ચીસ પાડવા ગયો. કાઉન્ટે તે આંગળી વડે જ બટુકોને ધમકાવીને એવી નજર કરી કે, તે માત્ર એટલું જ ગણગણી શકયો, ‘ એ જ બેનેડીટ, મારી ભાભીને જીવતી સળગાવી મૂકનાર; તે અહીં ક્યાંથી?' બકિયો હવે લથડિયાં ખાતે ખાતો રસોડા તરફ વળ્યો. પાંચ મિનિટ બાદ તેણે સૌને જમવા પધારવા વિનંતી કરતાં જ કાઉટ બધાંને જમવાના ઓરડા તરફ લઈ ચાલ્યો. જમવાના ટેબલ ઉપર પૃથ્વીના ચારે ખૂણેથી સ્થળ સ્થળની પ્રસિદ્ધ વસ્તુઓ અને વાની ચીનજાપાનનાં ઉત્તમ પાત્રોમાં પીરસવામાં આવી હતી. આખા ઓરડાનો દેખાવ પરીકથાઓમાં આવતા પરીઓના મહેલ જેવો કરી મૂકવામાં આવ્યો હતો. આવી કીમતી વસ્તુઓ એકઠી કરવી અને એક ઉપનગરના નિવાસસ્થાને મહેમાનો માટેની સામાન્ય મિજબાનીને પ્રસંગે રજૂ કરવી, એ કાઉંટ જેવી અતિ ધનવાન અને અતિ મનસ્વી વ્યક્તિ માટે જ શકય કહેવાય. તથા એ માટે કાઉંટની પ્રશંસાના ધ્વનિ ચોમેર ઊઠ્યા, એ કહેવાની જરૂર નથી. જમ્યા પછી થોડી ગપસપ કર્યા બાદ મહેમાન બીજા ઓરડાની સજાવટ જોવા માટે ઊઠયા. વિલેફૉર્ટ અને મૅડમ ડેગ્યુર્સ આ આખા વખત દરમ્યાન કોઈ વિચિત્ર ગભરાટ દાખવતાં હતાં. કાઉંટ તીરછી નજરે તે જોઈ રહ્યો હતો. પાંચ-છ દિવસ જેટલા ટૂંકા સમયમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ટીલમાં મિજબાની ૧૫૫ જ એ મકાનના બધા ઓરડાઓની કરવામાં આવેલી સજાવટ જોઈ મહેમાને મુગ્ધ થઈ ગયા. પરંતુ આખા મકાનમાં એક ઓરડે વરસો પહેલાં જેવો હશે તેવો જ રહેવા દેવામાં આવ્યો હતો. તે જોઈ, મહેમાનોએ આશ્ચર્ય પ્રગટ કર્યું, ત્યારે કાઉંટે જણાવ્યું, “કોણ જાણે આ ઓરડામાં પહેલી વાર પેસતાં જ મને એવો ભાસ થયો હતો કે, જાણે આ ઓરડામાં કોઈ ગંભીર ગુનાઓ થયેલા છે. બીજા કોઈને પણ એવું લાગે છે કે નહિ, એની ખાતરી કરવા જ મેં એ ઓરડો એવો જ રાખ્યો છે.” કાઉંટને મોંએ એ શબ્દો સાંભળીને તથા એ ઓરડાને ભેજ, અંધારું તથા ગોબરાપણું જોઈને સૌ મહેમાનોના દિલ ઉપર એવી જ કંઈક ઘેરી અસર થઈ. ખાસ કરીને વિલેફૉર્ટ અને મેડમ ડેગ્યુર્સ ઉપર! કાઉન્ટ ત્યાર બાદ સૌને તે ઓરડાના એક નાના સાંકડા દાદર ઉપર થઈને નીચે ખુલ્લા બાગમાં લઈ ગયો. આખો બાગ પણ સંપૂર્ણ પણે શોભાયમાન કરવામાં આવ્યો હતો. પરંતુ નવાઈની વાત એ હતી કે, ત્યાં પણ એક બાજુના ખૂણાને કશી નવી સજાવટ વિના મૂળ સ્થિતિમાં જ રાખવામાં આવ્યો હતો. તેનું કારણ કાઉન્ટને પૂછવામાં આવતાં કાઉંટે કહ્યું, “ઝાડનાં મૂળમાં ખાતર પૂરવા હું ખોદકામ કરાવતો હતો, ત્યારે અહીંથી મને લાકડાની નાની પેટી મળી આવી હતી. તેને ઉઘાડીને મેં જોયું, તો તેમાં એક નવા જન્મેલા બાળકના જેવું હાડપિંજર હતું.” નવા જન્મેલા બાળકનું હાડપિંજર !” સૌ કોઈના મોંમાંથી અરેરાટીભર્યા શબ્દો નીકળી પડયા. ‘તો તો આ ઘર ઘણી ઘણી જાતના ગુનાએનું સાક્ષી બન્યું હોય એમ લાગે છે,’ ડિબેએ ઉમેર્યું. અને આ દેશમાં નાના બાળકની હત્યાની સજા શી હોય છે?' મેજર કેવલર્કેટીએ પૂછયું. “બીજી શી વળી, તે ગુનો કરનારનું ડોકું ઉડાવી દેવામાં આવે છે,’ ડેગ્લસેં જવાબ આપ્યો એમ જ કરવામાં આવે છે, ખરું ને, વિલેફૉર્ટ સાહેબ?' કાઉંટે પૂછ્યું. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આશા અને ધીરજ “હા.” ભાગ્યે જ જીવતા માણસને કહી શકાય તે અવાજ વિલેફૉર્ટના ગળામાંથી પરાણે નીકળ્યો. જે બે જણ માટે આ આખો પ્રસંગ રચવામાં આવ્યો હતો, તેઓની સહનશક્તિની હવે હદ આવી ગઈ છે એમ જોઈ, કાઉંટ તરત વાત બદલી નાખી; અને બગીચામાં ઘાસની લીલીછમ ચાદર ઉપર ગોઠવેલ સુંદર ટેબલ તરફ કેફી પીવા સને લીધાં. વિલેફૉર્ટે દરમ્યાન ધીમેથી મૅડમ ડેગ્લર્સના કાનમાં કહી દીધું, કાલે ગમે તેમ કરીને મારી કચેરીના ઓરડામાં મને મળી જજે.” જરૂર.” મેડમે ધીમેથી જવાબ આપ્યો. ૩૨. મુલાકાતે ગમતી અને અણગમતી ઑટીલની મિજબાનીમાંથી એન્ડ્રિયા કેવકેન્ટી પેરિસ પાછો ફરવા પોતાની નાનીશી સુંદર ડમણીમાં બેસવા જતો હતો, તેવામાં જ એક ભૂત જેવા માણસે તેને રોક્યો. “કોનું કામ છે? શું કામ છે?' એન્ડ્રિયાએ એકાએક રોકીને પૂછ્યું. “કંઈ નહિ; મારે પૅરિસ ચાલતા જવું ન પડે તે માટે ભાઈબંધની ગાડીનો લાભ લેવા હું આવ્યો છું.” “ભાઈબંધ !' કંઈક ઓળખાણ પડતાં એન્ડ્રિયા જરા ભીલો પડીને બોલ્યો. કેમ, ભૂલી ગયો કે શું? વહાણમાં કેદી તરીકે આપણે બેઉ સાથે રહેતા હતા, ત્યારે નાના બેનેડીટોની સંભાળ કોણ રાખતું હતું Page #167 -------------------------------------------------------------------------- ________________ મુલાકાતા : ગમતી અને અણગમતી ૧૫૭ વારુ? તે વખતે તે કેડરોકાકા, કૅડરોકાકા કહેતાં તારું માં થાકતું ન હતું ! તેમ છતાં હું તે અત્યારે ભાઈબંધીના સામાન્ય દાવા જ રજૂ કરું છું, ત્યારે હું તે ચોંકી ઊઠવાના ઢોંગ કરે છે!' એન્ડ્રિયાએ તરત આજુબાજુ જોઈ કૅડરોને ચૂપ રહેવા તથા પેાતાનું બેનેડીટો નામ મેટેથી ન બોલવા સૂચવ્યું. પછી તેને ગાડીમાં બેસાડી, પાતાના ઘેાડાવાળાને ચાલતા આવવાનું કહી, પોતે જ ગાડી હાંકવા બેસી ગયો. ગામમાંથી બહાર નીકળ્યા પછી તરત તેણે ઘેાડા ઊભા રાખ્યા અને ફૅડરો તરફ ફરીને પૂછ્યું, ‘તું પાછા અહીં શા માટે આવ્યો છે? વહાણ ઉપર ભલે તું મારી સાથે હતા, અને મારી સંભાળ રાખતા હતા; પણ હવે હું મારે રસ્તે છું ને તું તારે રસ્તે છે.' ‘વાહ, એમ પુત્ર કપુત્ર થાય, પણ માવતર કમાવતર થાય? હું ભલે મને ભૂલવા ઇચ્છે, પણ તારા ઉપર દીકરા જેવા ભાવ રાખ્યા પછી હું તને શી રીતે ભૂલી શકું?” ‘એ બધી વાત જવા દે. અહીં મારા હિતૈષી લાકોએ હવે મને મારો બાપ શેાધી આપ્યા છે; અને તેના પુત્ર તરીકે સારી રીતે વર્તવા અને રહેવા બદલ મને મેાટી રકમ મળે છે.' વાહ! તારો ખરો બાપ તને મળી આવ્યા ?' ‘ખરો-ખાટા તેની મારે શી પંચાત ? તેને પુત્ર છું એવું કબૂલ રાખવા બદલ મને પૈસા મળે છે, એટલે બસ !' હું " ‘ તો તારા હિતૈષી લાકોને કહે કે મને તારો દાદા ઠરાવે; હું બહુ થોડા પૈસામાં એ પદ સંભાળવા તૈયાર છું. જોકે એમાં ખાસ જૂઠાણું પણ નથી; કારણ કે સાચેસાચ હું તારા ઉપર તારા દાદા જેટલા ભાવ રાખું છું. આપણે બંને વહાણ ઉપરની સરકારી ઓથ છેાડી વગર પરવાનગીએ ચાલ્યા આવ્યા છીએ, એટલે આપણે બંનેએ એકબીજાની ઓથમાં રહેવું જ ઘટે ! ' ‘એટલે, હું નાસી છૂટેલા કેદી છું એ વાત તું બહાર ન પાડે Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આશા અને ધીરજ તે માટે મારી પાસે તું પૈસા પડાવવા માગે છે, એમ જ ને? પણ એમ તે તું પણ નાસી છૂટેલો કેદી છે, એ વાત હું પણ જાણું છું!' “પરંતુ મને તે બહાર પણ રહેવાની કશી ખાસ સગવડ નથી; એટલે સરકારી ઉતારે પાછા ફરવામાં મને કશો વાંધો નથી. પણ તને તે આ બધી મજા છોડી વહાણ ઉપર પાછા આવવાનું નહિ જ ગમે! જોકે, ત્યાં તારા કૅડરોકાકા તારા જેવા નગુણાની સંભાળ રાખવા ફરી પણ તૈયાર થશે!” આ વાતચીત ચાલતી હતી તે દરમ્યાન એડ્યિાએ પોતાના ખીસા તરફ હાથ ચૂપકીથી લઈ જઈ એકદમ પિસ્તોલ અંદરથી બહાર ખેંચી. પણ તે પહેલાં તે કેડરોએ પોતાના ખમીસ નીચેથી એક ખુલી કટાર બહાર કાઢી. બંને જણ હસી પડ્યા. બંનેએ પોતપોતાના હાથ પાછા હતા તેવા કરી દીધા. થોડી રક્ઝક પછી બંને દગાબાજો વચ્ચે એમ નક્કી થયું કે, એડ્યિાએ દર મહિને કૅડરોને ૨૦૦ ફૂાંક આપવા; અને તે પૅરિસમાં જ ઘર ભાડે રાખી, નિવૃત્ત થયેલા ભઠિયારા તરીકે આરામમાં રહે. બીજે દિવસે ડમ ડેગ્યુર્સ વાયદા પ્રમાણે વિલેફૉર્ટની કચેરીએ જઈ પહોંચી. વિલેફૉર્ટે તરત પોતાના એરડાનું બારણું બંધ કરી, મૅડમના હાથ પકડીને કહ્યું, “હરમાઇન! આપણો કોઈ ભયંકર દુશ્મન જાગ્યો છે, તે આપણો ભૂતકાળ ઉખેડી, કોણ જાણે શો બદલો લેવા માગે છે, તે સમજાતું નથી. એટલા માટે જ તને મેં અહીં બોલાવી છે.' પોતાના પહેલાંના પ્રિયતમને મુખે પોતાની કુંવારી અવસ્થાનું નામ સાંભળી મૅડમને રોમાંચ થઈ આવ્યાં. તે બોલી, “પણ મોન્ટેક્રિસ્ટોને ત્યાં જે બધું થયું, તે તો મને એક અકસ્માત જેવું જ લાગે છે. તેમાં આપણને કોઈ નુકસાન કરવા માગતું હોય એવું શું દેખાય છે?' Page #169 -------------------------------------------------------------------------- ________________ મુલાકાતે: ગમતી અને અણગમતી ૧૫૯ જો સાંભળ, કાઉંટ ઑફ મોન્ટેક્રિસ્ટોએ એ જ મકાન ભાડે રાખ્યું, ત્યાં એ જ ઓરડો બદલ્યા વિનાનો રાખ્યો; આપણને બધાને એ જ પાછલા દાદરે થઈને તે બગીચામાં લઈ ગયો; ત્યાં બગીચાનો એ જ ખૂણો આપણને બતાવ્યો, – એટલે સુધીની વાતને હું અકસ્માત જેવી માનવા તૈયાર પણ થાઉં. પરંતુ એણે જે બાળકની લાશ મળ્યાની વાત કરી, તે તદ્દન ખોટી છે; અને કંઈક હેતુથી ઉપજાવી કાઢી છે. એટલે જ આપણે ચેતવા જેવું છે.' તમે શું કહેવા માગો છો ?' એ બાળકની લાશ તેને મળી જ નથી, કારણ કે ત્યાં તે હતી જ નહિ.' “એટલે?” એટલે કે દાકતરે કહ્યા પ્રમાણે છ મહિના દક્ષિણ તરફ હવા ખાઈ આવીને હું પૅરિસ પાછો આવ્યો, ત્યારે મને ખબર પડી કે તું ડેંગ્લર્સ સાથે પરણી ગઈ છે અને ઓટીલવાળું ઘર તારા ગયા પછી ખાલી જ પડી રહ્યું છે. મારી અશક્તિના છ મહિના દરમ્યાન મને પડયા પડ્યા વારંવાર વિચાર આવતો હતો કે, પેલા કોર્સિકાવાસીએ મને ઘા કર્યો ત્યારે તેણે મને આપણા બાળકને દાટતો જોયો હતો. પછી તેણે તને પણ કદાચ ઓળખી લીધી હોય, તો તે એ ભેદ ખુલ્લો કરવાની ધમકી આપ્યા કરી તારી પાસે મોટી રકમ પડાવે કે નહિ? ઉપરાંત, મને તે જીવતે પાછો ઘેર આવેલ જુએ કે જાણે, તે એ ભેદ વડે તે મારા ઉપર બીજી વાર કારમું વેર લઈ શકે કે નહિ? એટલે મેં પેરિસ આવી એ પુરાવો જેમ બને તેમ જલદી ત્યાંથી કાઢી લેવાનો વિચાર કર્યો. તેથી સાંજ પડતાં જ હું આપણા ઑટીલવાળા મકાને ગુપચુપ પહોંચ્યો, અને અંધારું જામ્યા બાદ બાગમાં ગયો. મારું હૃદય અનેક પ્રકારના ઘેર ભયોથી ફાટફાટ થતું હતું; છતાં આપણા ગુમ પ્રેમજીવનના ભેદને દુરુપયોગ થાય તેવો પુરાવો નષ્ટ કરવાના એકમારા ખ્યાલથી મેં દૃઢતાથી ખોદકામ શરૂ કર્યું. મોડી રાત સુધી Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આશા અને ધીરજ ઊંડે સુધી તથા આજુબાજુ ખદખદ કરવા છતાં મને એ પેટી ત્યાં ન જ મળી.’ “ત્યાં ન મળી? તે પછી જરૂર પેલો તેને ખોદી ગયો હશે.” મેં પણ એમ જ માન્યું. તેણે ધાર્યું હશે કે તેમાં કંઈક ખજાનો છે એટલે તેણે તેને ખોદી તે કાઢી હશે. પરંતુ પછી પોતાની ભૂલ માલૂમ પડતાં તેણે આસપાસ ક્યાંક ખાડો ખોદી તેને પાછી દાટી દીધી હશે. એટલે મેં ચોતરફ ખેદાદ કરી મૂકી; પરંતુ મને ક્યાંય કશું જ ન મળ્યું. મને પ્રશ્ન થયો કે, એ માણસ એ મડદું પિતાની સાથે શા માટે લઈ જાય?” કેમ, આપણા ભેદના પુરાવા તરીકે વળી !' ના, ના, એ મડદું તે આખું વરસ પિતાની પાસે રાખી મૂકી ન શકે. તરત જ કોઈ મૅજિસ્ટ્રેટને બતાવીને તેણે ગુનો તો દાખલ કરાવી દેવો જ જોઈએ. પરંતુ એણે એમ કયાંય કર્યું ન હતું એ તો નક્કી; તે પછી એક જ ભયંકર શક્યતા બાકી રહી : એ બાળક પેટીમાં જીવતું હોય અને પેલા કોર્સિકને તેને બચાવી લીધું હોય !' મૅડમ ડેન્ટલર્સે તરત જ ચીસ પાડીને વિલેફૉર્ટના હાથ પકડયા : જરૂર, મારું બાળક જીવતું જ હતું! તમે મારા બાળકને જાણી જોઈને જીવતું દાટી દીધું હતું. મેં તમને મારું બાળક બતાવવા તે વખતે કેટલી બધી આજીજી કરી હતી! પણ તમે તો બારોબાર જ તેને લઈ ગયા હતા!” વિલેફૉર્ટે હવે વિચાર્યું કે, મેડમના માતૃત્વના ઉછાળાને ભય વડે ડામીને કંઈક શાંત પાડવો જોઈએ; એટલે તેણે તેને કહ્યું, “પણ તે બાળક જો જીવતું હોય અને કોઈ તે ભેદ જાણતું હોય, તો આપણા બંનેનું શું થાય? હવે કાઉન્ટ મોન્ટેક્રિસ્ટો જે જગ્યાએથી એ હાડપિંજર મળ્યાની વાત કરે છે, તે જગાએ એ હાડપિંજર હતું જ નહિ; તો પછી જરૂર તે કંઈક ઇરાદાથી જ એમ કરતો હોવો જોઈએ. પણ તેની જાણમાં આ વાત શી રીતે આવી હોય, એ પ્રથમ તપાસવું જોઈએ. Page #171 -------------------------------------------------------------------------- ________________ મુલાકાતે ગમતી અને અણગમતી ૧૧ મેં તને આજે એ પૂછવા જ બોલાવી છે કે, તે ભૂલથી પણ આપણા ભેદની વાત કદી કોઈને પણ કરી છે કે કેમ?' ‘ના; કદી પણ કોઈનેય નહિ!' “તે પછી હવે મારે શોધવું પડશે કે, આ કાઉંટ મેન્ટેક્રિસ્ટો ખરી રીતે કોણ છે, તથા પિતાના બગીચામાં દાટેલાં બાળકોની ખોટી વાતે આપણને સંભળાવવાનું તેને શું કારણ છે.’ આટલું કહી, તેણે ચિંતાતુર વદને મેડમ ડેશ્વસને વિદાય આપી. દરમ્યાન, બીજી બાજુ, મૅડમને પતિ બેરન ડેલર્સ કાઉંટ મોન્ટકિસ્ટની જ મુલાકાતે આવ્યો હતો. ડેલર્સે કાઉંટ મેન્ટેક્રિસ્ટને પિતાના છેલ્લા માઠા સમાચાર સંભળાવતાં કહ્યું: “આજે પાછા ત્રિએટની જેકપો મેનડીની પેઢી કાચી પડયાના સમાચાર આવ્યા છે, અને મેં તેમની ચિઠ્ઠી ઉપર ચૂકવેલા દશ લાખ ફાક ડૂબ્યા છે. હમણાં હમણાંની મારે માથે આવી આફતે જ તૂટી પડવા લાગી છે; અને છેલી સ્પેનના બૉન્ડની આફત ઉમેરીએ, તો આ મહિને મારે માટે બહુ ભારે ગયો ગણાય.” સ્પેનના બૉન્ડના કિસ્સામાં ખરેખર તમને કઈ નુકસાન થયું હતું?” વાહ, પૂરેપૂરા સાત લાખ ફ્રાંકનું નુકસાન ! પણ આવી ધંધાદારી બાબતે તમારા જેવા અબજપતિ આગળ બહુ કરવી ન ઘટે. પણ હું તે એમ પૂછવા આવ્યો છું કે, પૈસાની લેવડદેવડ માટે શ્રી. કેવલકેન્ટી કેવા માણસ ગણાય?' કેમ વળી, તમને એમની આંટ સધ્ધર લાગતી હોય, તો તેમને પૈસા આપ.” મને તો એમની આંટ સધ્ધર લાગે છે આજે સવારે તે મને આ૦- ૧૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ મળવા આવ્યા હતા અને મેં તેમને ૪૦ હજાર ફાંક ચૂકવ્યા છે. તેમણે પિતાના પુત્ર માટે પણ મહિને પાંચ હજાર ફ્રાંકનું ખાતું ખોલાવ્યું છે.' વરસ દહાડે ફકત સાઠ હજાર ફૂાંક ! મહિને પાંચ હજાર કચુકાથી એક જુવાન માણસ શી રીતે જીવી શકે વારુ?” અલબત્ત, તેને થોડાક વધુ જોઈતા હશે તે જરૂર હું ધીરીશ જ...” નહિ, વધુ એક ક્રાંક પણ ન આપતા; તેને બાપ તમને કદી પાછા નહીં વાળે. એ ઇટાલિયન લખપતિએને તમે ઓળખતા નથી; તેઓ ખરેખર કંજૂસના સરદાર હોય છે.” “તે શું તમને આ કેવલશ્કેન્ટીને વિશ્વાસ નથી !' અલબત્ત, મને પૂરો વિશ્વાસ છે. હું માત્ર તેની સહી ઉપર જ એક કરોડ ફ઼ાંક આપી દઉં. તેની મિલકત બાબત કદી શંકા જ નથી. પણ પૈસા ખર્ચવાની બાબતમાં તે લોકો ઍડ હોય છે!' - “ઠીક તો આ ઇટાલિયન કરોડપતિઓ પોતાનાં છોકરા-છોકરીને અંદર અંદર જ પરણાવતા હશે, નહિ વારુ? જેથી તેમની મિલકતો એકઠી થાય!' હા, સામાન્ય રીતે એમ ખરું; પણ કેવાકેન્ટી બહુ જુદો જ માણસ છે. મને તે ખાતરી જ છે કે, તે પિતાના પુત્રને ફ્રાન્સમાં પરણાવવા માટે જ લાવ્યો છે.” “ખરેખર?” “હા, હા, એબ બસોનીએ તે મને એમ પણ કહ્યું હતું કે, કેવલશ્કેન્ટીને પોતાના પૈસા ઇટાલીમાં નકામા પડયા રહે એ પસંદ નથી. ઈટાલી એ રીતે બહુ કંગાલ દેશ છે. તેથી તે પિતાના પૈસા ફ્રાંસ કે ઇલૅન્ડમાં રોકવા માગે છે. પિતાને પુત્રી પરણશે ત્યારે તે તેને વીસત્રીસ લાખ ફૂાંક આપશે, અને જો તે કોઈ ઉદ્યોગપતિની પુત્રીને પરણશે, તે પોતાના પુત્રના સસરાના ધંધામાં જ તે પોતાના બધા પૈસા નાખવાને.” Page #173 -------------------------------------------------------------------------- ________________ મુલાકાતે ગમતી અને અણગમતી ૧૬૩ પરંતુ તે પોતાના મોભા પ્રમાણે કોઈ રાજવંશી સાથે જ લગ્નસંબંધ ગોઠવવા ઈચ્છશે, નહિ વારુ?' કંઈ નહિ; ઇટાલીના ઘણા ઉમરાવો સામાન્ય છોકરીઓ સાથે પરણે છે. પણ તમે આ બધા પ્રશ્ન શા માટે પૂછો છો? તમારા મનમાં એડ્યિા માટે કોઈ છોકરી છે કે શું?” સાચું કહું તો હું મારી પોતાની દીકરીને જ વિચાર કરું છું.’ પણ તેને વિવાહ તો આલ્બર્ટ મૉર્સર્ફ સાથે કરેલ છે ને” મેં અને શ્રી. મૉર્સર્સે આ વિવાહની ચર્ચા ઘણી વાર કરેલી છે, એ સાચું; પણ...” તે પછી આલ્બર્ટ શું ખોટ છે? તે તમારી દીકરી જેટલો તવંગર નહિ હોય, પણ તે મોટા ઉમરાવ કુટુંબને તે છે જ!” ‘ઉમરાવ કુટુંબનો? અને તે પણ મોટા ? જવા દો એ વાત. જુઓ કાઉટ, મને મારા કુળની વાત છુપાવવાની ટેવ નથી, હું મૂળ એક સામાન્ય કારકુન હતું, પરંતુ પછીથી મેં મારા ધનથી અને પુરુષાર્થથી બૅરનને ઇલકાબ રાજ્ય પાસેથી મેળવ્યો છે. ત્યારે મોર્ચર્ફ પિતાને કાઉંટ કહેવરાવે છે, પણ તે રાજ્ય તરફથી મળેલા ઇલકાબની રૂએ નહિ, પણ પિતાની મેળે જ; ખરી રીતે તે કાઉંટ છે જ નહિ! “અશકય !' સાંભળો મહેરબાન; હું તેને ૩૦ વર્ષથી ઓળખું છું. હું જ્યારે સામાન્ય કારકુન હતો, ત્યારે તે એક માછીમાર હતો.” તે વખતે તેનું નામ શું હતું?' ફર્નાન્ડ મોન્ટેગો.' તમને બરાબર ખાતરી છે?” અરે, તેની પાસેથી મેં સારી પેઠે માછલાં ખરીદ્યાં છે, એટલે હું જાણું ને !” “તે પછી તમે તમારી દીકરી એ માછીમારને પરણાવવા શા માટે કબૂલ થયા હતા? Page #174 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ‘એનું કારણ એટલું જ કે, અમે બંને હલકા કુળના માણસા હાઈ, પછીથી તવંગર તથા પ્રતિષ્ઠાવાળા બન્યા છીએ; એટલે બંને સરખા જ કહેવાઈએ. સિવાય કે, એને વિષે કેટલીક વાતો એવી કહેવાય છે, જેવી મારે વિષે નથી કહેવાતી.’ ૧૩૪ ‘ એટલે ?’ • તે ગ્રીસમાં અલી પાશાની નેકરી કરતા હતા, ત્યાર પછી તેણે આ બધી સંપત્તિ અચાનક મેળવી છે. પણ એ સંપત્તિ તેણે કેવી રીતે મેળવી છે, એ વિષે કેટલીક ગપસપ ચાલે છે. પરંતુ આટલે સમયે આટલે દૂરથી હવે તે વિષે ખાતરી શી રીતે કરાય ?’ તો હશે જ ને?' કેમ, તમારે ગ્રીસ તરફ પણ આતિયા ‘અલબત્ત. ’ ‘અને યાનીનામાં પણ? ’ સૌ સ્થળે મારા આડતિયા છે.' " તો પછી તમે તમારા યાનીનાવાળા આતિયાને પુછાવાને કે અલી પાશાવાળા કિસ્સામાં ફર્નાન્ડ મેન્ડેગા નામના ફ્રેન્ચ માણસે શે અને કેવા ભાગ ભજવ્યા હતા.' " , ખરી વાત; હું આજે જ લખી દઉં છું. · પણ કંઈક ખરાબ સમાચાર મળે, તો મને તેની વાત પછી કરશે! ખરા ને?’ " જરૂર, કરીશ.’ આટલું કહી ડૅન્ગ્લર્સ જલદી જલદી કાઉંટ પાસેથી નીકળી પેાતાની ગાડીમાં બેસી ચાલતા થયા. Page #175 -------------------------------------------------------------------------- ________________ કુટુંબદાક્તર દ એવરીની વિફર્ટે પિતાનું વચન બરાબર પાળ્યું હતું. તેના માણસોએ ખબર મેળવી હતી કે, કાઉંટ પહેલાં કદી ફ્રાંસમાં આવ્યો ન હતો; તે પાંચ-છ મહિનાથી જ ફ્રાંસમાં આવ્યો હતો. ઑટીલમાં ઘર રાખવાના તેના હેતુ વિષે કાઉંટના મિત્ર એબ બુસેની પાસેથી એમ જાણવા મળ્યું કે, તે ત્યાં ગાંડાઓની ધર્માદા ઈસ્પિતાલ ખોલવા માગે છે, ત્યારે કાઉંટના એક અંગ્રેજ દુશ્મન લૉર્ડ વિભેરના જણાવ્યા પ્રમાણે સટ્ટાખોર કાઉટ એક નવો સટ્ટો ખેલવા માગતો હતો : તેને ખબર મળી હતી કે તે મકાનની આસપાસ જમીનમાં ક્યાંક એવા પાણીનું વહેણ છે, કે જે પાણી ઘણા રોગો ઉપર દવાનું કામ દઈ શકે તેમ છે; એટલે એ મહાશય એ ઝરો શોધી કાઢી, એ મકાનનો દરદીઓની હોટેલ તરીકે ઉપયોગ કરી ધૂમ કમાણી કરવા માગતા હતા ! વિફર્ટે પિતાના ઓરડામાં બેસી આ બધી માહિતી વાગોળતે હતો. તેની પત્ની તથા પુત્રી વગેરે કાઉંટ મોર્સફેને ત્યાંના નૃત્યસમારંભમાં ગયાં હતાં. મળેલા સમાચારથી તેને એટલી તો નિરાંત થઈ કે, કાઉંટ પહેલાં કદી ફ્રાન્સમાં આવ્યો ન હતો; એટલે જીવનમાં તેની સાથે વેર બંધાવાનું કોઈ કારણ તેને પોતાને મળ્યું હોવાનો સંભવ નહોતે. કદાચ પેલા કોર્સિાવાસીએ કોઈ પાદરી આગળ પિતાના ગુનાની કબૂલાત કરી હોય, અને તે પાદરી પાસેથી એ વાત વધીને કે બદલાઈને કાઉંટ પાસે આવી હોય, પરંતુ તોય, કાઉંટને એ વીસ વર્ષ જેટલી જૂની વાત સૌની હાજરીમાં આ રીતે આજે ઉખેળવાથી શે લાભ કે શું પ્રયોજન? ૧૬૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ તે આ જાતની ગડભાંજમાં પડેલા હતા તેવામાં જ તેની ઓરડીનું બારણું તેના હજૂરિયાએ જોરથી થપથપાવ્યું અને તે કશા જવાબ આપે ત્યાર પહેલાં તે તેની પ્રથમ પત્ની રેનીની માતા મૅડમ સેન્ટ-મેરાન ડૂસકાં નાખતી અને લથડિયાં ખાતી અંદર દાખલ થઈ. ૧૩૩ પેાતાનાં ઘરડાં સાસુને આ સ્થિતિમાં એકલાં જ આવેલાં દેખી, વિલેફૉર્ટ બેબાકળા થઈ, ‘શું થયું, શું થયું? તમે એકલાં કેમ ? માકિર્બસ સેન્ટ-મેરાન કર્યાં ?’ વગેરે સવાલા ઉપરાઉપરી પૂછવા લાગ્યો. ‘ સેન્ટ-મેરાન ગુજરી ગયા ! પ્રભુ, આ તે શે કેર ?’ આટલું બાતાંમાં તો ડોસી પોતે જ લથડિયું ખાઈને ખુરશીમાં ગબડી પડી. · શ્રીમાન સેન્ટ-મેરાન ગુજરી ગયા ? આમ અચાનક ? તેમને કાંઈ થયું હતું ?” * ઘેાડાક દિવસથી તેમની તબિયત આમ તો બગડયા જેવી જ હતી; અને તેથી કેટલીક દવા તેમણે અહીંથી મંગાવી હતી. તે દવા દીકરી વેલેન્ટાઇને કાળજીથી મેાકલી આપી હતી, તેનાં વખાણ કરતાં તે થાકતા ન હતા. તેવામાં અચાનક તેમને થઈ આવ્યું કે, બસ, વેલેન્ટાઇનને મળવા જવું છે. એટલે અમે બંને ગાડી જોડાવી માર્સેલ્સથી ૉરિશ આવવા નીકળ્યાં. પંદરેક માઈલ આવ્યાં હોઈશું, ત્યારે તેમણે તેમની રોજની ટીકડી લીધી. અને એ ખાધા પછી તે એકદમ જાણે ભર ઊંઘમાં પડી ગયા. પણ તેમનું માં લાલલાલ થઈ ગયું અને તેમના લમણાની નસો જાણે ફાટી જશે એમ ઊછળવા લાગી. અચાનક તે એક ચીસ પાડી ઊઠયા, અને પછી તરત તેમનું માથું પીઠ તરફ ઢળી પડયું. બસ, ત્યારથી એઇકસ સુધીની મુસાફરી મે... મડદા સાથે જ પૂરી કરી. એઇકસ પહેાંચી મેં ઝટપટ દાક્તરને બાલાવ્યા; તે તેણે જોઈને તરત કહી દીધું કે, મગજની નસ ફાટી જવાથી તે કયારનાય મૃત્યુ પામ્યા છે. ’ " પછી તમે શું કર્યું?' Page #177 -------------------------------------------------------------------------- ________________ કુટુંબદાક્તર દ એવરીની ૧૬૭ સેન્ટમેરાને હમેશાં એમ ઇચ્છા દર્શાવી હતી કે, તેમનું મૃત્યુ પૅરિસથી દૂર થાય તે પણ તેમના મડદાને પૅરિસ લાવી કુટુંબના જૂના ભોંયરામાં જ મૂકવું. એટલે મેં સીસાના કૉફિનમાં મડદું બંધ કરાવી બીજી ગાડીમાં ચડાવ્યું છે. તે ગાડી મારાથી થોડે અંતરે પાછળ ધીમે ધીમે આવે છે.' પરંતુ આટલું પરાણે બોલી રહ્યા પછી, મૅડમ સેન્ટમેરાને ઝટપટ વેલેન્ટાઈનને મળવાની ઇચ્છા દર્શાવી. વિલેફૉર્ટ ડોસીને તેના ઓરડામાં સુવડાવી જાતે જ ઘોડાગાડીમાં બેસી કાઉંટ મૉર્સને ત્યાં પહોંચી ગયો. વેલેન્ટાઇન અને તેની સાવકી મા મૅડમ વિલેફૉર્ટ ખબર સાંભળી તરત દોડી આવ્યાં. વેલેન્ટાઈનને પોતાની બાથમાં લઈ, ડોસી પિતાની મૃત પુત્રી રેનીને યાદ કરી ખૂબ રડી; પછી પોતાના દિવસ પણ હવે ભરાઈ ચૂક્યા છે, માટે વેલેન્ટાઈનને દાદાને શેક પાળવા દીધા વિના તરત પરણાવી દેવાની તૈયારીઓ કરવાનું કહી, તે થાકીને સૂઈ ગઈ. તેમની પથારી પાસે તેમને ગમતા નારંગીના રસની શીશી, પાણીને કુંજો, પ્યાલો વગેરે મૂકી વેલેન્ટાઇન ત્યાંથી ધીમે ધીમે બહાર નીકળી ગઈ. બીજે દિવસે વેલેન્ટાઇન વહેલી ઊઠીને ડોસીની ખબર કાઢવા ગઈ તે ડોસીની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ હતી. તેણે વેલેન્ટાઈનને કહ્યું કે, રાત્રો જાણે ડોસા મને તેડવા માટે જ આ એરડામાં આવ્યા હતા. મારા ટેબલ ઉપર પ્યાલો ખખડ્યો હતો તે પણ મેં સાંભળ્યો હતો. માટે હવે હું થોભી શકે તેમ નથી. જલદી તારા બાપુને બોલાવ. તારો વિવાહ જેની સાથે થયો છે તે મુરતિયાને પણ જલદી તેડા. તારે હસ્તમેળાપ મારે હાથે કરાવીને હું જાઉં.' વિલેફૉર્ટ આવ્યો ત્યારે તે ડોસીની સ્થિતિ વધુ બગડી ગઈ હતી. ડોસીએ તેને પણ મુરતિયાને જલદી બોલાવવાની વાત કરી. પણ થોડી વારમાં તે દરદનો ભયંકર હુમલો થતાં તે બોલી ઊઠી, “અરે, વીલ લખનારને બોલાવે; હું તો ચાલી !' Page #178 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ વિલેફૉટે દાક્તરને તથા વીલ લખનારને તેડવા માણસ દોડાવ્યા. દાક્તર દર એવરીની આવ્યા ત્યારે વેલેન્ટાઈને મૅડમને થતી વેદનાની તથા રાત્રે ઊંઘમાં પિતાના ઓરડામાં સેન્ટમેરાનને ઓળો તેમને દેખાયાની વાત કહી. દાક્તર આ કુટુંબના ખાસ દાક્તર હતા, તથા વેલેન્ટાઇનના જન્મ વખતે પ્રસૂતિની સારવાર તેમણે જ કરી હોવાથી વેલેન્ટાઇન ઉપર પુત્રી જેવો ભાવ રાખતા હતા. દાક્તર મૅડમને બારીકાઈથી કંઈક ચિંતાતુર થઈને તપાસતા હતા અને વિલેફૉર્ટ વીલ લખનારના આવવાની રાહ જોતે બહાર ઊભો હતે. તેવામાં વેલેન્ટાઈન, અચાનક જ, પોતાને પ્રેમી ઍકિસમિલિયન બગીચાને જે ઝાંપે મળતો તે તરફ વળી. તે વખતે તેના આવવાને સમય તો ન હતો, પરંતુ પોતાનાં દાદીએ એપિને સાથે પિતાના લગ્નની કરવા માંડેલી ઉતાવળથી તેનું મન મૂંઝાઈ ગયું હતું. પણ લો, ઍકિસમિલિયન પણ તેવી જ ચિંતામાં મૂરઝાતો ત્યાં જ ભટકતો હતો! વેલેન્ટાઈને રડતાં રડતાં પિતાનાં દાદા-દાદીની વાત તેને કહી. ઍકિસમિલિયન સાથે લગ્ન કરાવવામાં એ દાદીની જ મદદની પિતાને આશા હતી, એમ પણ તેણે જણાવ્યું. તેને બદલે દાદી તે દાદાના મરણના ફટકાથી તથા પિતાની બગડેલી તબિયતથી તેને એપિને સાથે જ તરત પરણાવી દેવા ઉતાવળાં થઈ ગયાં હતાં. માત્ર એપિને બહારગામ હોવાથી તે પૅરિસ ટપટ પાછો ફરે તેની જ વાર હતી. તે સાંભળી મેકેમિલિયનને માથે જાણે વીજળી તૂટી પડી. કારણ હમણાં જ તે મિત્રો પાસેથી જાણીને આવ્યો હતો કે, એપિને બીજે દિવસે જ પેરિસમાં પાછો ફરવાનું હતું! વેલેન્ટાઈન પણ એ સાંભળી બેબાકળી થઈ ગઈ. પ્રેમની અતૂટ ગાંઠથી બંધાયેલાં એ બે હદ નસીબની આ અવળચંડાઈથી ગાભરી બની ગયાં. છેવટે, જો કંઈ પણ ઉપાય ન ચાલે, તે વેલેન્ટાઈને મેકિસમિલિયનને ખબર મોકલવી; અને ઍકિસમિલિયન બગીચાના ઝાંપા Page #179 -------------------------------------------------------------------------- ________________ કુટુંબદાક્તર દ એવરીની આગળ, રાતે નવ વાગ્યે, બંને જણ નાસી જઈ શકે તેવી બધી તૈયારી કરી રાખીને ઊભો રહે, એવું નક્કી થયું. પછી ધબકતે હૃદયે તેઓ છૂટાં પડ્યાં. બીજો આખો દિવસ મૅકિસમિલિયને ચિઠ્ઠીની રાહ જોવામાં ગાળ્યો. ત્રીજા દિવસે સવારે તેને નીચેની ચિઠ્ઠી મળી: “આંસ, આજીજી અને પ્રાર્થના નફામાં નીવડયાં છે. આજ રાતે નવ વાગ્યે લગ્નના કરાર ઉપર સહીઓ કરવાનું નક્કી થયું છે. હું પોણા નવ વાગ્યે ઝાંપા આગળ તમારી રાહ જોઈશ. રખે ચૂકતા.” વેલેન્ટાઈન કલ્પી શકાય તેટલી બધી તૈયારીઓ સાથે, ઍકિસમિલિયન, ઝાંપા આગળ ગુપચુપ વેલેન્ટાઇનના નાસી આવવાની રાહ જોતા, આઠ વાગ્યાને તૈયાર ઊભો રહ્યો. ધીમે ધીમે વખત જતાં સાડા નવના ટકોરા પણ પડયા, છતાં વેલેન્ટાઇનના આવવાનાં કંઈ એધાણ જણાયાં નહિ. પછી તે ધડાક દઈને દશ ટકોરો પણ પડ્યો. એટલે મેંકિસમિલિયનનું મગજ અનેક આશંકા-કુશંકાઓથી ઘેરાઈ ગયું; અને તે મરણિયો થઈ, ઝાંપો કૂદી, વિલેફૉર્ટના મકાનમાં જવા બાગમાં દાખલ થયો. થોડે દૂર આગળ વધતાં તેણે બે અવાજ પોતાની સામે આવતા સાંભળ્યા. મેંકિસમિલિયન એક બાજુ અંધારામાં છુપાઈ ગયો. પેલા બેમાંથી એક જણ ભારપૂર્વક પરંતુ કંઈક દયામણે અવાજે બોલ્યો, ના, ના, દાક્તર, એવું ન હોઈ શકે!' એ અવાજ વિલેફૉર્ટને હતે. * ' “જુઓ સાહેબ,” દાક્તરે જવાબ આપ્યો, “મને ખાતરી છે કે મૅડમ સેન્ટમેરાનને ધતૂરાનું ઝેર આપવામાં આવ્યું છે. એ ઝરથી થતા મૃત્યુનાં ચિહને મગજની નસ ફાટવાથી થતા મૃત્યુનાં ચિહે જેવાં જ હોય છે.' પણ એવું બને જ નહિ; મારા ઘરમાં એવું કારમું કૃત્ય કોણ કરે? શા માટે કરે?' Page #180 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ " જેને મૅડમ સેન્ટ-મેરાનના મૃત્યુથી તરત લાભ થવાના હોય તે. તે કોણ હાઈ શકે, એ વિચારવાનું કામ તમારું છે!’ ૧૭૦ ‘પણ એમની મિલકતના કુલ વારસદાર એકલી વેલેન્ટાઇન જ છે; અને એ પેાતાની દાદીને ઝેર દે, એવું માનતા પહેલાં તો હું જાતે જ ગાળી ખાઈને મરી જાઉં!' ‘પણ તે પછી ભૂલથી એ ઝેર તેમને અપાયું હોય, એ શકયતા વિચારો. તમારા પિતાશ્રીને તેમના લકવાના હઠીલા રોગ ઉપર હું ધંતૂરાના ઝરના જ પ્રયાગ થોડી થોડી માત્રામાં કરતો આવ્યો છું. એ ઝેર કોઈ સાજો માણસ થોડું પણ પીએ, તો તરત આવાં જ લક્ષાથી મરી જાય. " “ પણ પિતાશ્રીને દવા પાવાનું કામ એકલા તેમના જૂનો વફાદાર નાકર બેરોઇસ કરે છે. અને તેમની દવા મૅડમ સેન્ટ-મેરાન પાસે ભૂલથી પણ પહોંચી જાય એવા સંભવ ઓછા છે. બંને રડા બહુ દૂર છે. એટલે જ હું કહું છું કે, મારાં સાસુને ઝેર દેવામાં આવ્યું હાય, એ વાત ન માની શકાય તેવી છે. ' તો તમે એ પણ સાંભળી લેા કે, મેડમ સેન્ટ-મેરાન પાસે હું છેલ્લા ત્રણ કલાકથી બેસી તેમનાં બધાં લક્ષણા બારીકાઈથી જોઈ રહ્યો હતો. અને હું ખાતરીથી કહેવા માગું છું કે, મૅડમનું મૃત્યુ ધંતુરાના ઝોરથી થયું છે.’ “ પણ દાક્તર, આવી શંકા પડતી વાત બહાર પાડીને મારા ઘર ઉપર તમે નાહક શંકા અને કલંકનાં ઘેરાં વાદળ નહિ જ ઉતારો, એટલા અમારા હિતૈષી તમે છે જ.' " વારુ; હું મારી શંકા ન્યાયાધીશ તરીકે નહિ તો કુટુંબના મુખ્ય વધુ સાવચેત રહેવું ઘટે છે. ખૂની કદાચ એટલે હજુ જે જીવતા છે તેમની કાળજી લેવાનું તમે વચન આપે, મારા દિલમાં જ પૂરી રાખીશ. પરંતુ માણસ તરીકે પણ તમારે આટલેથી જ અટકશે નહિ. Page #181 -------------------------------------------------------------------------- ________________ કબદાક્તર દર એવરીની ૧૭૧ તે મરેલા માણસના ખૂનીને સજા કરવાની વાત આ વખત પૂરતી હું પડતી મૂકું. જોકે દાક્તર તરીકે મારે એમ ન કરવું જોઈએ.’ “હા હા; દાક્તર, હું જરૂર સાવચેતી રાખીશ, અને તમારો ઉપકાર હું કદી નહીં ભૂલું.” આટલી વાત પૂરી થતાં વિલેફૉર્ટ દાક્તરને હાથ પકડી તેમને પિતાના ઘરમાં લઈ ગયો. મેકિસમિલિયનને એટલી ખાતરી તે થઈ ગઈ કે, મેડમનું મૃત્યુ થવાથી લગ્નની વાત આજ પૂરતી તે બંધ રહી જ હેવી જોઈએ; એટલે હવે ત્યાં વધુ થોભવાની જરૂર નથી. પરંતુ વેલેન્ટાઇનનાં દાદાદાદીનાં ઉપરાઉપરી થયેલાં મરણ તથા દાક્તરે હમણાં કરેલી વાત પ્રમાણે વેલેન્ટાઇન અને બેરોઇસ ઉપર ઝેર દીધાની જતી શંકા, એ બધી બાબતો તેના મગજમાં એવી અટવાઈ રહી છે, મકાનની એક ખુલ્લી બારીમાં દીવાના પ્રકાશ આગળ વેલેન્ટાઈનને પસાર થતી જોતાંવેંત જ તે ઘર તરફ સીધો દોડ્યો અને દાદર ચડી ગયા. સદભાગ્યે દાકાર સાથે તે વખતે વિલેફૉર્ટ પોતાના ઓરડામાં બંધબારણે વાત કરતો હતો, એટલે ઍકિસમિલિયન સીધો આગળ વધ્યો અને વેલેન્ટાઇનને જે ઓરડામાં જોઈ હતી તે તરફ અંદાજે જઈ પહોંચ્યો. બારણું ધકેલતાં જ ઊઘડી ગયું. અંદર એક પથારી ઉપર મૅડમનું શબ ઢાંકેલું પડયું હતું, અને પાસે વેલેન્ટાઇન ઘૂંટણિયે પડી એકાદ પ્રાર્થના બોલવાની શરૂઆત કરતી હતી. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લગ્ન કેક થયું ! ઍકિસમિલિયનને દેખી વેલેન્ટાઇન એકદમ ચીસ જ પાડતી હતી, તેવામાં મૅકિસમિલિયને ઝટ પાસે જઈ તેને શાંત રહેવા નિશાની કરી; તથા દશ વાગી ગયા છતાં તે ન આવી એટલે ચિંતામાં પોતે કેવી રીતે અંદર આવ્યો, તેટલી વાત તેને કહી દીધી. વેલેન્ટાઇન ગભરાઈ ઊઠી; કારણ કે તરત જ તેના પિતાના ઓરડાનું બારણું ઊઘડવાનો અવાજ આવ્યો; અને વિલેફૉર્ટ દાક્તરને વિદાય કરવા દાદરના નીચેના બારણા સુધી ગયો. પછી ત્યાંનું મુખ્ય બારણું રાત પૂરતું ચાવીથી બંધ કરી, તે બગીચા તરફના બારણા પાસે ગયો. તેને પણ ચાવી દઈ, તે પાછો ફર્યો. વેલેન્ટાઇને ઍકિસમિલિયનને કહ્યું, “હવે તમે આ તરફના એકે બારણેથી મકાનમાંથી બહાર નહિ નીકળી શકો. હવે મારા દાદાના ઓરડામાંનું પાછલે બારણું જ તમારે બહાર નીકળવા માટે બાકી રહ્યું. તમે જલદી ત્યાં જ ચાલો.’ પરંતુ ત્યાં આવવું પણ સલામત છે ખરું?” હા, તે તરફ અત્યારે કોઈ નહીં આવે; ઉપરાંત મારા દાદાને વફાદાર નોકર બેરોઈસ મારા દાદાની પરવાનગી વગર કોઈને અંદર આવવું રોકી પણ શકે છે. ઉપરાંત મારા દાદાની સાથે એક વાર આમેય મારે તમને ભેગા કરવા જ હતા, કારણ કે, હવે મારા ઉપરની લાગણીથી મને મદદ કરવા ઇચ્છે એવા એ એક જ બાકી રહ્યા છે.' બંને જણ ઝટપટ એ ઓરડામાં દાખલ થયાં. ડોસા ઍકિસ Page #183 -------------------------------------------------------------------------- ________________ લગન કેક થયું ! ૧૭૩ મિલિયન તરફ નવાઈ પામી જોઈ રહ્યા. વેલેન્ટાઇને સમજાવીને બધી વાત દાદાને કહી. ડોસા મેકિસમિલિયનના બાપને નામથી ઓળખતા હતા. પછી મેકિસમિલિયનને ડસા પાસે મુકી, વેલેન્ટાઈન ઝટપટ બહાર આવી તથા મેડમના શબવાળા ઓરડામાં પાછી ફરી. ડોસા સાથે વાત કરવાની રીત વેલેન્ટાઇને ઘણી વાર વાતમાં મેકિસમિલિયનને વર્ણવી બતાવી હતી. એટલે થોડી વારમાં જ તેણે વેલેન્ટાઈન સાથેના પિતાના પ્રેમની, તથા એપિને સાથે તેના લગ્નના કરાર ઉપર તે રાતે નવ વાગ્યે સહી થવાની હોવાથી, બંનેએ નાસી જવા કરેલા નિશ્ચયની વાત કરી દીધી.ડસા થોડા ચિંતામાં પડયા; પણ પછી તેમણે સાનથી એટલું સમજાવ્યું કે એવું કોઈ પગલું હાલ ભરવાની જરૂર નથી; અને એપિને સાથે લગ્ન તે તે પોતે જ રોકાવી શકે તેમ છે. બીજું કંઈ વિશેષ તેમણે ન જણાવ્યું પણ મૅકિસમિલિયન વિદાય થાય તે પહેલાં તેમણે તેની પાસે વચન લઈ લીધું કે, તે તથા વેલેન્ટાઈન બીજું કોઈ સાહસી પગલું નહિ ભરે. આવા નિષ્ટ, મૂંગા ડોસા, જે માત્ર આંખ મીંચી-ઉઘાડીને જ પિતાને હા-ના જેટલો ભાવ પ્રગટ કરી શકે છે, તે વિલેફૉર્ટ જેવા માણસ પાસે એપિને સાથેના લગ્નની આખરે પહોંચેલી વાત કેવી રીતે રોકાવી શકશે, એ બાબત ચિંતા કરતો ઍકિસમિલિયન ત્યાંથી વિદાય થયો. બે દિવસ બાદ, વિલેફૉર્ટના સસરા તથા સાસુનાં કૉફિન કુટુંબના ખાસ ભોંયરામાં મૂકવાને વિધિ પતાવવામાં આવ્યો. સૌ આગંતુકો વિદાય થયા બાદ એપિને પણ વિલેફૉર્ટની રજા લેવા આવ્યો, ત્યારે વિલેફૉર્ટે તેને જણાવ્યું કે, તમે જો મારી સાથે અત્યારે આવી શકો, તો વેલેન્ટાઈનના તમારી સાથેના લગ્નના કરારનાં કાગળિયાં તૈયાર છે, તેના ઉપર સહીઓ કરવાનો વિધિ પતાવી નાખીએ. એપિનેએ આવા શોકને વખતે એવી ઉતાવળ કરવાની જરૂર શી છે, એમ પૂછ્યું, ત્યારે વિલેફોર્ટે જણાવ્યું કે, મૅડમને વેલેન્ટાઇનનું Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આશા અને ધીરજ લગ્ન તરત જ પેાતાને હાથે પતાવવાની ઘણી ઇચ્છા હતી; પણ છેવટે જ્યારે તેમને પેાતાનું મરણ નજીક આવી ગયેલું લાગ્યું, ત્યારે તેમણે તેમના મરણ પછી પણ એ કામ તરત જ પતાવવાનું મને ફરમાવ્યું છે. એટલે વિચાર એવા છે કે, આજે કરાર ઉપર સહી કરવાના વિધિ પતાવી દઈએ; પછી મૅડમે વારસામાં આપેલી જાગીર ઉપર વેલેન્ટાઇન ત્રણ માસ રહેવા ચાલી જાય, ત્યારે આજથી સાતમે દિવસે ત્યાં જઈને આપણે બધા બહુ સાદાઈથી લગ્ન-વિધિ પતાવી દઈશું. પછી તમે પૅરિસ પાછા આવજો, પણ વેલેન્ટાઇન તેની સાવકી મા · સાથે ત્યાં ત્રણ મહિના રોકાશે. આમ કરવાથી શાકના વિધિ પણ સચવાશે અને મૅડમની અંતિમ ઇચ્છા પણ પૂરી થશે. ’ એપિનેએ, ‘ જેવી તમારી ઇચ્છા' એમ કહી પાતાની સંમતિ દર્શાવી; તથા કરારમાં સહી વખતે પેાતાના સાક્ષી તરીકે આલ્બર્ટ મૉર્સર્ફ તથા બીજા એક મિત્રને હાજર રાખવાની મરજી બતાવી. વિલેફૉર્ટે તે વાત ખુશીથી કબૂલ રાખી એટલે તરત તે એ બેને બાલાવી લાવવા ઊપડી ગયા. એ બધા આવી પહોંચે તે પહેલાં વિલેફૉર્ટે ઘેર આવી વેલેન્ટાઇન વગેરેને પેાતાના દીવાનખાનાના ઓરડામાં ભેગાં કર્યાં તથા લગ્નના કરાર ઉપર તરત જ સહી કરવાની છે, એ વાત જણાવી. વેલેન્ટાઇનના માથા ઉપર જાણે વીજળી તૂટી પડી; પણ હવે તેનાથી જરાય ચસી શકાય તેમ ન હતું, એટલે તે મનમાં ને મનમાં સમસમી રહી. એટલામાં તે દસ્તાવેજ લખનારો તથા એપિને અને તેના મિત્રા ત્યાં આવી પહોંચ્યા. દસ્તાવેજ લખનારાએ વિલેફૉર્ટના કહ્યાથી એપિનેને જણાવ્યું કે, વેલેન્ટાઇનના દાદા નાઇરટિયરે એપિને સાથે વેલેન્ટાઇનનું લગ્ન થાય તે તેને પેાતાના કુલ વારસામાંથી રદબાતલ કરવી એવું વીલ કરાવેલું છે; તેની જાણ સહી થતા પહેલાં તમને કરવી જોઈએ. Page #185 -------------------------------------------------------------------------- ________________ લગ્ન કેક થયું ! ૧૭૫ એપિનેએ શાંતિથી કહ્યું કે, “તેઓશ્રીને મારા પ્રત્યે અણગમો થવાનું શું કારણ છે, તે હું નથી જાણતો; પરંતુ વેલેન્ટાઇન સાથેના લગ્નમાં પૈસા તરફ મારી દૃષ્ટિ જ નથી. અલબત્ત, તે વારસે બાદ કરતાં પણ તેમને મારા પિતાના વાસા કરતાંય વધુ મોટા એવા બે વારસા તેમની માતા તથા દાદા-દાદી તરફથી મળ્યા છે, એ હું જાણું છું; પરંતુ આ લગ્નમાં મારી ઇચ્છા તો કેવળ વેલેન્ટાઈન જેવી સુશીલ અને સુંદર પત્ની મેળવવાની જ છે.' વિલેફૉર્ટે ઝટપટ ઉમેર્યું કે, મારા પિતાશ્રી લકવાથી છેક જ અપંગ તથા જડ બની ગયા છે. વેલેન્ટાઇન તમારી સાથે શું, ગમે તે કોઈ સાથે પરણે તે પણ તે આવું જ કરત; એટલે તમારે પોતાને કશું દુ:ખ લગાડવાનું કારણ નથી. મને તો એટલી ખાતરી છે કે, વેલેન્ટાઇનનું લગ્ન જેની સાથે થવાનું છે તેનું નામ પણ હવે તેમને યાદ નહિ હોય.' એટલામાં બારણું ઊઘડયું અને નેઇરટિયરના વફાદાર નેકર બેરોઈસે અંદર આવીને જણાવ્યું, “શ્રી. નાઇટિયર શ્રીમાન એપિનેને એકદમ મળવા બોલાવે છે.' - વિલેકૉર્ટે ચેંકી ઊઠીને જવાબ આપ્યો, “હમણાં શ્રી. એપિને અગત્યના કામે રોકાયેલા છે; એટલે નહિ આવી શકે.' “તો પછી શ્રીમાન નેઇરટિયરે જણાવ્યું છે કે, તે પિને ઠેલણખુરશીમાં બેસી તરત જ અહીં આવવા માગે છે.’ વિલેફોર્ટે અકળાઈને વેલેન્ટાઈનને તેના દાદા પાસે જઈ આવવા જણાવ્યું, પરંતુ પછી તે પોતે જ ડોસાને મળવા ચાલ્યો. તે વખતે એપિનેએ આગ્રહ કર્યો કે, “મારે પિતાને તેમને મળવું જ છે; અને તેમણે પણ ખાસ તે મને જ બોલાવ્યો છે, એટલે હું પણ તેમની પાસે આવીશ.” છેવટે તે ત્રણે ડસાના ઓરડામાં જઈ પહોંચ્યાં. વિલેફૉટે ડોસાને જણાવ્યું: “આ શ્રી. એપિને છે; વેલેન્ટાઇનનું લગ્ન તેમની સાથે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આશા અને ધીરજ કરવાનું નિરધાર્યું હોવાથી તેમને એક વાર તમારી સાથે ભેગા કરવાની મારી ઇચ્છા હતી જ, જેથી તમે જોઈ શકો કે, તેમની સામેને તમારો વિરોધ કેવો નાપાયાદાર હતો. ડોસાએ જવાબમાં માત્ર પિતાની આંખ ગુસ્સાથી પહોળી કરી; પછી અનેક નિશાનીઓ દ્વારા વેલેન્ટાઇન પાસે એક ટેબલના ખાનાની અંદરનું ગુપ્ત કળ-ખાનું તેમણે ઉઘડાવ્યું અને તેમાંથી એક કાગળને બીડ કઢાવી એપિનેને વાંચી જોવા અપાવ્યો. નવાઈ પામી એપિને તે કાગળ મોટેથી વાંચવા લાગ્યો. તેમાં તેના પિતા જનરલ દકિવન્મેલે ક્રાંતિકારીઓ સાથે મળી ગયાનો દેખાવ કરી, કેવી રીતે તેમની ગુપ્ત સભાઓમાં હાજર રહેવાનો અધિકાર મેળવ્યો, અને પછી તેમને પકડાવી દેવાને પોતાનો નિશ્ચય અમલમાં મુકવા જતાં છેવટે ક્રાંતિકારીઓના પ્રમુખ સાથે કંધયુદ્ધ લડતાં કેવી રીતે તેમના પ્રાણ ગયા, તેનું ત્રણ જણની સાક્ષીએ લખેલું બયાન હતું. એપિને પોતાના પિતાના મૃત્યુનું બધું તાદૃશ વર્ણન વાંચતાં વાંચતાં આભો થઈ ગયો. અત્યાર સુધી એમ જ મનાતું હતું કે, ક્રાંતિકારીઓએ દગાબાજીથી કિવન્મેલનું ખૂન કર્યું છે. પરંતુ આ દસ્તાવેજથી તે ઊલટું જ પુરવાર થતું હતું. દગાર તે કિવન્મેલ હતા અને સીધા વંદયુદ્ધમાં ક્રાંતિકારીઓના પ્રમુખને હાથે માર્યા ગયા હતા. એપિને નોઇરટિયર પાસે નીચે નમી એટલું જ બોલ્યો: “મારા પિતાને વધ કરનાર એ પ્રમુખનું નામ આ બયાનમાં આવતું નથી; પણ તમે જાણતા હે તે અવશ્ય મને કહો.” નોઇટિયરે એમ કરવા ખુશી દર્શાવી તથા વેલેન્ટાઇન પાસે ડિક્ષનરી મંગાવી. તેમાં આંગળી ફેરવતાં ફેરવતાં છેવટે અંગ્રેજી શબ્દ “Myself' (હું પોતે) આગળ તે આવી, ત્યારે ઝટ તેમણે તેને આંખ વડે નિશાની કરીને થોભાવરાવી. Page #187 -------------------------------------------------------------------------- ________________ કરુણુ કેજ: ઘણી બાબતાને ૧૭૭ ‘તમે પોતે ? મારા પિતાના ખૂની ? ' એટલું બોલતાંમાં તે એપિને જાણે બેભાન બની ખુરશીમાં બેસી પડયો. વિલેફૉર્ટ બારણું ઉઘાડી, મૂઠી વાળી બહાર નાઠો. તેને ડોસાની ડોક મરડી નાખવાનું મન થઈ આવ્યું હતું. ૩૫ કરુણ ફેજ : ઘણી ખમતાને મૅકિસમિલિયને કોફિનાને ભાંયરામાં પધરાવવાના વિધિ બાદ, એપિને તથા વિલેૉર્ટને ગંભીરપણે વાત કરતા સાથે જતા જોયા, ત્યારથી જ તેને ખાતરી થઈ ગઈ કે, કંઈ અવનવું બનવાનું જ છે. એટલે તે પેાતાના વાડા અને વિલેફૉર્ટના બગીચા વચ્ચેના ઝાંપા આગળ તૈયાર થઈને ઊભા રહ્યો, જેથી વેલેન્ટાઇન દોડી આવે, તો જલદીથી પગલાં ભરી શકાય. થોડી વારે તેણે વેલેન્ટાઇનને ઉતાવળે પગલે એ તરફ આવતી જોઈ. તેના દેખાવ ઉપરથી જ મૅકિસમિલિયનને લાગ્યું કે, તે કંઈ ખુશી-સમાચાર કહેવા દોડી આવતી લાગે છે. " આપણે બચી ગયાં !' વેલેન્ટાઇને ઊભરાતા હ્રદયે કહ્યું. " બચી ગયાં ? કોણે આપણને બચાવ્યાં?’ ' મારા દાદાએ: તમારે ખરેખર તેમના પ્રત્યે આદરભાવ રાખવા જોઈએ.’ : મૅકિસમિલિયને તરત પેાતાના દિલેાજાનથી તેમના પ્રત્યે આદરભાવ રાખવાના કસમ ખાધા ! અત્યારે તે તેમને પેાતાના ઉદ્ધાર કરનાર દેવતુલ્ય માનવા પણ તૈયાર હતા. આ૦ – ૧૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ પછી બધી વાત વિગતે કહેવા-સાંભળવાનું પૂરું થતાં બીજે દિવસે ઝાંપા આગળ મળવાનો વાયદો કરી, તે બંને હાલ તુરત તે છૂટાં પડયાં. ૧૭૮ બીજે દિવસે ઇરટિયરે વીલ લખનારને બાલાવીને જૂનું વીલ ફાડી નંખાવ્યું, તથા વેલેન્ટાઇનને જ પેાતાની કુલ વારસદાર ઠરાવી. શરત એટલી કે, તેને તેમનાથી કદી છૂટી પાડવામાં ન આવે. વેલેન્ટાઇન હવે દર વર્ષે કુલ ૩ લાખ ફ઼ાંકની આવકની હકદાર થઈ. ૨ વેલેન્ટાઇનના લગ્નનું કોકડું આમ ગૂંચવાઈને તૂટી ગયું હતું, તે અરસામાં એક દિવસ કાઉંટ મૉર્સર્ફ પેાતાના સારામાં સારો પેાશાક પહેરી, સારામાં સારા ઘેાડા જોડાવી, બરન ડૅન્ગ્લર્સના ઘર તરફ જવા નીકળ્યા. પોતાના જૂના મિત્રના આવવાના હેતુ સમજી જઈ, ડેંગ્લર્સ જરા અણગમાવાળું માં કરીને તેની સાથે વાતો કરવા બેઠો. મૉર્સર્ફ એ જોઈ જરા નવાઈ પામી, પે!તાના શબ્દોમાં લવાય તેટલી મધુરતા લાવીને બાલ્યા : ‘ આપણે ઘણા દિવસ પહેલેથી વિચારેલી યોજના હવે અમલમાં મૂકવાનું કરીએ તે કેમ ?’ " કઈ યોજના ? મને કશું યાદ નથી !' ડૅન્ગ્લસે નફટાઈથી જવાબ આપ્યા. મૉર્સર્ફ ઘૂંટડા ગળી જઈ, તેને યાદ કરાવતા હોય તે રીતે ધીમેથી જણાવ્યું : ‘ યુજેનીનાં લગ્ન આલ્બર્ટ સાથે કરવનું આપણે ઘણા દિવસથી નક્કી કરેલું છે, તે હવે પતવી દઈએ તે ?’ ‘મારે હજી એ બાબત ઉપર વિચાર કરવો જોઈશે.' ' આઠ આઠ વર્ષ જે વાતને થઈ ગયાં, તથા જે વાત નક્કી છે અને જુએ છે, તે વિષે હજુ વિચાર કરવાને સમજાવવા માગેા છે, દાસ્ત !' કાઉંટ, રોજ રોજ નવી બાબતો બનતી જાય, એટલે જૂના એમ જ સૌ કોઈ જાણે છે બાકી છે, એમ તમે મને Page #189 -------------------------------------------------------------------------- ________________ કરુણ ફેજ ઘણી બાબતને ૧૭: નિર્ણય ઉપર ફરી વિચાર કરવાનેય થાય, એમાં નવાઈ પામવા જેવું શું છે?' ‘હું તમારું કહેવું ન સમજ્યો.” તાજેતરમાં કેટલાક નવા સંજોગો એવા ઊભા થયા છે કે..” એ બધા પોકળ શબ્દો વાપરી, બીજા કોઈને સમજાવજો! મારા જેવા આગળ તો આપેલું વચન પાછું ખેંચવા માટે સંતોષકારક એવાં કારણો દર્શાવવાં પડશે!' હા, હા; કારણો છે જ, પરંતુ અત્યારે તમને તે કહી બતાવવાં એ મારે માટે મુશ્કેલ છે.’ “પરંતુ સીધી ભાષામાં એનો અર્થ એટલો જ ને કે, તમે તમારી દીકરીનું લગ્ન મારા પુત્ર સાથે કરવા નથી માગતા ?' ના, હું માત્ર મારો નિર્ણય મુલતવી રાખવા માગું છું.' પણ તમે મગજમાં એ પવન તે નહીં જ રાખતા હો કે, હું તમારા મનસ્વી તરંગને માથે ચડાવ્યા કરું અને તમારી કૃપા ફરી મારા પ્રત્યે થાય તેની નમ્રપણે રાહ જોયા કરું !' જે તમારાથી રાહ ન જોવાય તેમ હોય, તે એ વિવાહ ફેક થયેલો ગણી શકો છો.' પણ તે માટે મને તમારે સંતોષકારક ખુલાસો કરવો પડશે; કારણ કે, આ તે મારું અપમાન કરવા બરાબર છે.' “હું એ કારણે તમને ન દર્શાવવા જેટલી મહેરબાની તમારી ઉપર કરું છું, એમ જ માનજો.” ડેગ્લસેં ખંધાઈથી કહ્યું. મૉર્સર્ફ ક્રોધથી દૂવાંવૂવાં થતો, પગ પછાડ, ત્યાંથી થોડી વાર બાદ ચાલી નીકળ્યો. પણ બીજી બાજુ, બીજો એક જણ તેથી ઊલટા જ કારણે, જાણે હવામાં ઊડતો હોય તેમ પગ જલદી ઉપાડતે ચાલી નીકળ્યો હતો. ઍકિસમિલિયનને ઇરટિયર ડેસાએ પોતાના બુઢ્ઢા નેકર બેરોઇસ Page #190 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ મારફતે જલદી મળવા આવવા કહેવરાવ્યું હતું. એનું કારણ જાણવાની ઇંતેજારીથી ઘોડાગાડી કે બીજું કાંઈ વાહન મળે તેની રાહ જોયા વિના, પગે ચાલવાથી જ જલદી પહોંચાશે એમ માની, તે વેગથી ચાલતે નીકળ્યો હતો. બિચારો બુઢો બેરોઇસ મૉકેસમિલિયનના પગની તાકાત તથા પિતાના માલિકના સંદેશાએ તેના હૃદયમાં પ્રગટાવેલો ઉમંગ જોઈ હસતે હસતો તેની પાછળ પિતાનાથી થાય તેટલું જોર કરતો ઘસડાતે હતો ! મેકિસમિલિયન આવી પહોંચતાં જ ડોસાએ તેને બધું કહી બતાવવા વેલેન્ટાઇનને નિશાની કરી. - વેલેન્ટાઇને જણાવ્યું કે, “મારા દાદા આ ઘરમાંથી નીકળી બીજે જુદા રહેવા જવા માગે છે. બેરોઇસ તેમને માટે સગવડભર્યું મકાન શોધે છે. હવે જો મારા બાપુજી મને તેમની સાથે રહેવા જવા રાજીખુશીથી પરવાનગી આપશે, તો હું પણ તેમની સાથે જ અહીથી નીકળીશ; પણ જો તે ના પાડશે, તો અઢાર મહિના બાદ હું પુખ્ત ઉમ્મરની થઈશ ત્યારે સ્વતંત્ર બન્યા પછી............” “પછી શું?’ મેંકિસમિલિયને ઉતાવળથી બાકીનું જાણવા પૂછયું. “પછી, મારા દાદાની અનુમતિથી હું તમને આપેલા વચનમેં પાલન કરીશ .” એટલું બોલતાંમાં તો વેલેન્ટાઇનના કાનનાં ટેરવાં સુધ્ધાં લાલ થઈ ગયાં અને તેની આંખો શરમથી ઊભરાતી નીચે ઝુકી ગઈ. ઍકિસમિલિયન એ સાંભળી, તરત ડોસા આગળ આભારભર્યા હદયે ઘૂંટણિયે પડયો અને થોડી વાર પછી ઊંચી નજર કરી એટલું જ બોલ્યો : “ભલા ભગવાન, શા પુણ્ય હું મારા જીવનમાં આ દિવસ જોવાને ભાગ્યશાળી થયો છે!” નોઇરટિયર ડોસા એ જુવાન પ્રેમી તરફ વાત્સલ્યભરી આંખે જોઈ રહ્યા. બુઢ્ઢો બેઇસ પણ કપાળ ઉપરનો પરસેવો લૂછતો લૂછતો હસી રહ્યો. અરે! બિચારા બુઢ્ઢા બેરાઈસને કેટલો બધો ઘામ લાગે છે!” વેલેન્ટાઇને કહ્યું. Page #191 -------------------------------------------------------------------------- ________________ કરુણ ફેજ : ઘણી બાબતાનો ૧૯૧ ‘કારણ કે, મને ખબર ન હતી કે મારે શ્રીમાન મૉરેલના પગ સાથે હરીફાઈ કરવી પડવાની હશે! પગ તે ભગવાને મન દઈને તેમને દીધા છે, એમ મારે કબૂલ કરવું જોઈએ !' બેરોઇસ હસતા હસતા પણ કંઈક હાંફતા હોય એમ બાલ્યા. નાઈરટિયરે પોતાની નજર એક તાસકમાં મૂકેલા લેમાનેડના પાત્ર તરફ ફેરવી. તેમાંથી હમણાં જ તેમણે એક પ્યાલેલા પીધા હતા. વેલેન્ટાઇને તેમની મરજી સમજી લઈ, બુઢ્ઢા બેરાઇસને એક પ્યાલા પોતાને હાથે ભરી આપ્યો તથા કહ્યું, ‘ આખી તાસક બહાર લઈ જા, અને વધુ જોઈએ તે વધુ પીને પછી નિરાંતે આવજે.' બેરોઇસને તરસ ખૂબ લાગી હતી એટલે, ‘બહેનનું ભલું થો' એમ કહી, આખી તાસક સાથે તે બહાર નીકળ્યા. બહાર નીકળતાં જ વેલેન્ટાઇને ભરેલા પ્યાલા તે તે એકે શ્વાસે ગટગટાવી ગયા. થોડી વાર બાદ વેલેન્ટાઇન અને મૅકિસમિલિયન એકબીજાની વિદાય લેતાં હતાં તેવામાં વિલેૉર્ટના દાદરા ઉપરના ઘાંટ વાગ્યા. શનિવારે બપારે દાક્તરના આવવાના વખત હતા, એટલે વેલેન્ટાઇને બેરોઇસને બાલાવ્યા. દૂરથી આવતા હોય તેવા બેરાઇસના અવાજ સંભળાયા, ‘આવું છું, મોટીબહેન !' ‘ દાંટ કોણે વગાડયો ? ’ દાક્તર દ' એવરીની આવ્યા છે.' બેરોઇસ લથડિયું ખાતા બાલ્યા. ‘ભલા ભગવાન, તને શું થાય છે, બેરોઇસ ? ’ બેરોઇસ કંઈ જવાબ આપવાને બદલે પોતાના માલિક તરફ ત્રાસભરી આંખાએ જોઈ રહ્યો, તથા કશાકના ટેકો લેવા તેણે હાથ લાંબા કર્યા. અરે, એ ગબડી પડવાના થયા છે કે શું?' મૅકિસમિલિયને બૂમ પાડી. બેરોઇસ હવે એકદમ ધ્રૂજવા લાગ્યા, અને ‘મને આ શું Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આશા અને ધીરજ થાય છે ? મારી આંખા નીકળી પડે છે! મને કોઈ અડશે। નહિ !' એટલું બેલતાં બોલતાંમાં તે બેભાન બનીને ગબડી જ પડયો. ‘દાક્તર ! દાકતર દ' એવરીની ! જલદી દાડા, જલદી દાડો !’ વેલેન્ટાઇને ચીસ પાડી. વેલેન્ટાઇનની બૂમે સાંભળી વિલેફૉર્ટ એકદમ રડ'માં ધસી આવ્યા. મૅકિસમિલિયન એક પડદા પાછળ છુપાઈ ગયા. બેરોઇસ માં વિચિત્ર રીતે મરડાનું હતું. તેનું માં લાલચાળ થઈ ગયું હતું. તેના કપાળ ઉપરની નસા ફાટી જતી હોય તેમ ધબકતી હતી, અને તેના હાઠ ઉપર ફીણની ટસો જામી હતી. મૅડમ વિલેૉર્ટ દાક્તરને બારોબાર પોતાના પુત્ર એડવર્ડને તપાસવા માટે બાલાવી ગઈ હતી. બૂમાબૂમ સાંભળી તે થાડી વારે એકલી આ તરફ આવી. તેણે નાઇરટિયર તરફ જરા તીવ્ર નજર કરી લીધી; પછી મરવા પડેલા બેરોઇસ તરફ જોયું. ' મૅડમના કહ્યાથી દાક્તર કયાં છે તે જાણી, વિલેફૉર્ટ તેમને જલદી તેડી લાવવા પેાતાના પુત્રના ઓરડા તરફ દોડયો. મૅડમ ણ પાછળ પાછળ ગઈ. વેલેન્ટાઇને તે અવસર જોઈ મૅકિસમિલિયનને પડદા પાછળથી બહાર કાઢી વિદાય કરી દીધા. દાક્તરે આવીને પહેલાં વિલેફૉર્ટ સિવાય સૌ કોઈને બહાર કાઢયા તથા કંઈક ભાનમાં આવેલા બેરાઇસને તપાસતાં તપાસતાં સવાલા પૂછવા માંડયા. તેણે આજે શું શું ખાધું-પીધું હતું તે પૂછતાં જણાયું કે, આજ સવારથી તેણે કાંઈ જ ખાધું ન હતું; માત્ર હમણાં બહારથી આવીને તેણે પેાતાના માલિકના લેમાનેડમાંથી એક પ્યાલા પીધેા હતે. દાક્તરે પૂછયું, ‘બાકીના લેમેનેડ કયાં છે? ‘નીચે, રસાડામાં. ’ તે સાંભળી દાક્તર પાતે જ એકદમ કૂદકો મારી રસેડા તરફના દાદર તરફ દોડયા. મૅડમ વિલેફૉર્ટ પણ તે વખતે દાદરો ઊતરી રસેાડા તરફ જતી હતી. દાક્તર ગાંડાની પેઠે ચાર પગથિયાં કૂદીને મૅડમને Page #193 -------------------------------------------------------------------------- ________________ કરુણ ફેજ ઘણુ બાબતેને ૮૩ ઘસાઈને તેની પહેલાં રસોડામાં પહોંચી ગયા અને લેમનેડનું પાત્ર લઈ નાઇટિયરની ઓરડીમાં પાછા આવ્યા. ત્યાં આવી તેમણે બેરોઈસને લેમોનેડનું પાત્ર બતાવ્યું તથા પૂછીને ખાતરી કરી લીધી કે, તેણે તેમાંથી જ પ્યાલો પીધો હતો. પછી તેમણે તેમાંથી થોડું લેમોનેડ હથેળીમાં લઈ સાચવીને ચાખી જોયું, અને તરત ઘૂંકી નાખ્યું. દાક્તરે પછી નેહરટિયરને પૂછયું: “આજનું લેનેડ તમને સહેજ કડવાશ પડતું લાગ્યું હતું? ડોસાએ ‘હા’ની નિશાની કરી. એટલામાં તે બેરોઇસ પાછો પછાડ ખાવા લાગ્યો. દાક્તરે જલદી જલદી તેને પૂછયું, “તને આ લેમોનેડ પીવા કોણે આપ્યું હતું? વેલેન્ટાઇનબહેને જાતે પ્યાલો ભરી આપ્યો હતે !' આજનું લેમોનેડ બનાવ્યું કોણે હતું?” “મેં પોતે.” પછી તું તે તરત અહીં લાવ્યો હતો? ના જી; મેં તેને રસોડાના ભંડારિયામાં તૈયાર કરીને મૂક્યું હતું, કારણ કે મને અધવચ બોલાવવામાં આવ્યો હતો.' તે પછી તેને અહીં કોણ લાવ્યું?' વેલેન્ટાઇનબહેન પોતે ! પણ દાક્તર સાહેબ, મને તમે કંઈક કરો, મારાથી નથી રહેવાતું, ઓ બાપરે ...” એટલું બોલતાંમાં તો તે નીચે ગબડી પડ્યો અને તેના પ્રાણ ચાલ્યા ગયા. દાક્તરે વિલેફૉર્ટ તરફ ફરીને કહ્યું, “ખલાસ!” એટલી વારમાં જ?' વિલેફૉટૅ ફાટી ગયેલી આંખે પૂછયું : ‘કશો ઉપચાર પણ ન થઈ શક્યો!' હા સાહેબ! આપના ઘરમાં લોકો ઝટ ઝટ જ મરી જાય છે. તેમને ઉપચાર થઈ શકે તેમ હોતું જ નથી! પહેલાં સેન્ટમેરાન, પછી Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આશા અને ધીરજ શ્રીમતી સેન્ટમેરાન, અને હવે આ બેરોઇસ ડોસો ! હજુ કોને વારો આવવાનો છે, તે ભગવાન જાણે !” હજુ દાક્તર, તમે પેલી વાત ભૂલતા નથી?’ હા, હા, અને આ વખતે તે તમને પોતાને જ હું ખાતરી કાવું છું જાઓ, તમે રસોડામાંથી બીજે નવું લેમનેડ તમારે હાથે તૈયાર કરીને લઈ આવો.” વિલેફૉર્ટ લેમોનેડ લઈને તરત પાછો આવ્યો. દાક્તરે પછી બે જુદાં જુદાં વાસણમાં નવું લેમનેડ અને બેરોઇસવળું લેનેડ ભર્યા. પછી વિલેફૉર્ટને કહ્યું, જુઓ, આ દવા હું બંનેમાં નાખું છું; જેમાં ધતૂરાનું ઝેર હશે, તે લેમનેડને રંગ લીલો થઈ જશે. એ ઝેર કર્યું છે તેની મને ખાતરી હોવાથી જ હું રંગની બાબતમાં ખાતરીથી કહી શકું છું.' થોડી વારમાં એ પ્રયોગ પૂરો થતાં વિલેફોર્ટને ખાતરી થઈ ગઈ કે કયું લેનેડ ધતૂરાના ઝેરવાળું હતું ! | વિલેફૉર્ટ બેહોશ બની ખુરશીમાં ઢળી પડયો. થોડા પ્રયત્ન દાક્તરે તેને હોશમાં આપ્યો. તે નિસાસો નાખીને બોલ્યો : મત મારા ઘરમાં ભમે છે.' ના જી, ખૂની તમારા ઘરમાં ઘૂમે છે!' દાકારે ભારપૂર્વક કહ્યું: “તમે શું એમ માને છે કે, એ ઝર બિચારા બેરોઇસને આપવામાં આવ્યું હતું? ના જી; તેણે તે એ ઝેર ભૂલથી જ પીધું હતું. તે ઝોર તે તમારા પિતાશ્રી માટે તૈયાર કરવામાં આવ્યું હતું!' “તો પછી તેમને કેમ કંઈ ન થયું?” કારણ, ખૂનીને ખબર નથી કે હું તમારા પિતાના રોગ ઉપર એ ઝરનું મિશ્રણ થોડું થોડું ઘણા વખતથી આપું છું. હવે ખૂનીનો કાર્યક્રમ જુઓ: પહેલાં તે સેન્ટમેરાનને દવા પિતાને હાથે મોકલીને મારી નાખે છે; પછી મૅડમ સેન્ટમેરાન માટે પીવાનું વાસણ જાતે તૈયાર કરીને તેમની પથારી પાસે રાતે મૂકે છે – બેઉનો વારસો હાથ કરવા માટે. Page #195 -------------------------------------------------------------------------- ________________ કરુણ કેજ: ઘણી બાબતને શ્રી. નેઇરટિયરે પોતાની મિલકત ગરીબોને આપી દેવાનું વીલ કર્યું હતું, એટલે તેમને પ્રથમ પડતા મૂકવામાં આવ્યા હતા, પણ તેમણે પિતાનું વીલ પાછું ફેરવ્યું કે તરત તેમને ઝેર આપવામાં આવ્યું. નવું વીલ પરમ દિવસે જ તૈયાર થયું, ખરું ને ? એટલે જરાય વખત નકામો જવા નથી દીધો !' ‘દાક્તર ! તમે આ બધું શું કહો છો? મારી દીકરી ઉપર દયા રાખે !” તમે પોતે જ ખૂનીનું નામ પિતાને મોંએ દીધું છે!” અરે દાક્તર, શી વાત કરો છો? એ વસ્તુ અશકય છે. અત્યારે તમે ઘમંડ કરીને મારી દીકરીને મારે હાથે ફાંસીને માંચડે ચડાવવા માગો છો; પરંતુ મોડેથી તમારી માન્યતા ખોટી પુરવાર થશે – જેની મને ખાતરી છે – ત્યારે હું આવીને તમારું ગળું પકડીશ, અને કહીશ, ખૂની! મારી દીકરીને જીવ પાછો લાવ!' ઠીક; સાહેબ ! હું અત્યારે કશું કહેતે નથી; તથા કશું કરવા પણ માગતું નથી. પણ આજથી હવે હું તમારા ઘરમાં બોલાવશો તો પણ પગ નહીં મૂકે; કારણ, તમારા ઘરમાં એક પછી એક ગુના વધતા જવાના છે; પરંતુ તે બધું ગુપ્ત રાખીને મારા દિલ ઉપર પશ્ચાત્તાપ અને શોકનો ભાર વધતો જાય એમ હું ઇચ્છતા નથી ! સાહેબજી, સલામ!' Page #196 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દગા કિસીકા સગા નહિં! મેાડી રાતે એન્ડ્રિયા જ્યારે પેાતાના રજવાડી નિવાસસ્થાને પાછ ફર્યો, ત્યારે તેના હજૂરિયાએ તેને એક ચિઠ્ઠી આપી – 6 કાલે મારું ત્યાં સવારે નવ વાગ્યે જરૂર આવજો; મારું સરનામું તમને ખબર છે.' હજૂરિયાએ ઉપરાંતમાં જણાવ્યું કે, જે માણસને કુંવરસાહેબ દર મહિને ૨૦૦ ફ઼ાંક આપે છે, તે માણસ જ આ ચિઠ્ઠી આપી ગયા છે. આપે આ મહિના માટે આપેલા ૨૦૦ ફ઼ાંક પણ તેણે લીધા નથી. એ ચિઠ્ઠી ફૅડરોની હતી, એ એન્ડ્રિયા તરત સમજી ગયા. બીજેદિવસે ગુસ્સે થત થતા તે પેાતાના નોકરનાં લૂગડાં પહેરી, છૂપા વેશે કૅટરોને ત્યાં ગયા. કૅડરોએ તેને મીઠો આવકાર આપ્યા; અને તેને નાસ્તા કરવા આગ્રહ કરીને બેસાડયો. < પણ મને તે નાસ્તા કરવા જ અહીં બાલાવ્યા હાય, એમ હું માનતા નથી.’ ‘વાહ, તને મહિને દહાડે પણ મળવાનું મન મને ન થાય ? એ સિવાય હું શું કામ અહીં આવા ઘેલકામાં કંગાળ જીવન ગાળતા પડી રહું? બાકી, મારે પણ જોઈતું હોય તે તારી પેઠે નાકર, ઘોડાગાડી, અને સારાં કપડાં વગેરે ન મળે? પણ હું મારા પ્રિય મિત્ર બેનેડીટોને નકામાં તકલીફમાં મૂકવા માગતો નથી. નહિ તો તું જ કહે કે, એ બધું હું માગું નેો મને મળે એમ છે કે નહિ?' ૧૮૬ Page #197 -------------------------------------------------------------------------- ________________ દગા કિસીકા સગા નહિ. ૧૮૭ બેનેડીટોએ હવે જવાબ આપ્યા વિના નાસ્તા ઉપર હાથ ચલાવવા માંડયો. “પણ મને મારા મિત્રના ખર્ચે આમ પડી રહેવાનું હવે ગમનું નથી. મારી આજીવિકા જાતે કમાઈ લેવાની જ મને ટેવ છે. મહિને પૂરો થાય ત્યારે કોઈના બારણે બસો ફ્રાંક લેવા જેઈને ઊભા રહેવું, અને નોકરને હાથે એ પૈસા લેવા, એ બધું કોને પસંદ આવે વારુ? મારી જગાએ તું હેય, તે, “મારે વાડી ખરીદવી છે” એમ કહી, છએક મહિનાના પૈસા ભેગા માગી લઈ, ક્યારને રવાના થઈ જાય!” તે પછી હું તેમ કરતો કેમ નથી? લે, હું તને એક વર્ષના પૈસા સામટા આપી દઉં; એ લઈને તું બ્રસેલ્સ ચાલ્યો જા, અને કંઈક વાડીબાડી ખરીદીને સ્વતંત્રપણે રહે!' વાહ, એવા ૧૨૦૦-૨૪૦૦ કૂક વડે આખી જિંદગી શી રીતે નીકળે? ના, ના, હું પોતે તો પંદર હજાર ફૂાંક સામટા મળે, અરે થોભ- ત્રીસ હજાર ફ્રાંક વગર હું પ્રમાણિક જીવન જીવી શકે નહિ” મારાથી એટલી મોટી રકમ તને આપી શકાય તેમ નથી.’ “પણ હું તારી જ પાસેથી ક્યાં માગું છું? તું મને એટલા ફૂાંક મેળવવામાં મદદ કરે તો પણ બસ.' ચોરી કરવા સિવાય કે લકો મારવા સિવાય એટલા પૈસા એકદમ શી રીતે હાથ આવે? અને એમ કરીને મારે ફરી જેલભેગા નથી થવું અત્યારે છે તે સ્થિતિમાં જ મને સંતોષ છે !' પણ એવું કરવાનું પણ હું તને ક્યાં કહું છું? તારે માથે કશું ન આવે એ રીતે પણ તું મને મદદ કરી શકે તેમ છે. એ રસ્ત તું જ વિચારી કાઢ; દરમ્યાન મને તું મહિને પાંચસો ફૂાંક આપવાનું શરૂ કર.' “ઠીક, એ વાત મને કબૂલ છે! જોકે, મને મુશ્કેલી તે પડશે ” રહેવા દે હવે; તને તો માગ્યા પૈસા મળે છે ને ? કાઉંટ મોન્ટેક્રિસ્ટોને ત્યાં કશી વાતની ખોટ ક્યાં છે ?' Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આશા અને ધીરજ કાઉંટનું નામ સાંભળતાં જ બેનેડીટોના મનમાં એક વિચાર વીજળીની પેઠે ઝબકી ગયો. તેણે તરત જ તે તરફ વાતને વાળવા માંડી. “હા; કાઉંટના ભંડાર અખૂટ છે. બે દિવસ ઉપર જ એક શરાફનો, મુનીમ ૫૦ હજાર ફૂાંક રોકડા લઈને આવ્યો હતો, અને ગઈ કાલે તે શરાફ પેને એક લાખ ફ્રાંકની સોનામહોરો જ લાવ્યો હતો.' બેનેડીટોએ ધાર્યા મુજબ જ કૅડરોની દાઢ તરત સળકી ઊઠી. “તું તે કાઉંટના ઘરમાં વારંવાર જતો હોઈશ?' ‘જ્યારે મારી મરજી થાય ત્યારે હું જઈ શકું છું.' કેડરો થોડી વાર ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, “એનું ઘર ખરેખર જોવા જેવું હશે, નહિ વારુ?' અરે, આખી દુનિયાનું અજાયબઘર જ જોઈ લો !' ‘તારે મને ત્યાં એક વાર લઈ જવું પડશે ” એ તો અશક્ય છે.” તો તું મને જરા આખા ઘરનું વર્ણન તો કરી બતાવ!” બેનેડીટ કૅરોનો ઇરાદો સમજી ગયો. તેણે તરત ઠંડો પૂછતો હોય તેથી કહેતા હોય તેમ આખા ઘરનો નકશો બરાબર ચીતરી બતાવ્યો. પછી ઉપરને માળ કાઉંટનું મોટું ટેબલ તથા તેમાં રહેતી અમૂલ્ય ઝવેરાત વગેરે ચીજો તથા લાખોની રોકડનું રસભર્યું વર્ણન કર્યું. કાઉંટના મકાનને ઉપરને માળ બારીઓને કાચનાં બારણાં જ છે, અંદર સળિયાની જાળીઓ નથી, તથા બગીચામાં ઉપરને માળ સુધી વેલ ચડાવવા મોટી નિસરણી પડી રહે છે, – એ બધી માહિતી પણ તેણે વાતવાતમાં આપી દીધી. તથા છેવટે ઉમેર્યું કે, “આવતી કાલે કાઉંટ પોતાની હંમેશની ટેવ મુજબ, બધો રસાલો લઈ, ઑટીલના મકાને જવાનો છે તથા ત્યાં એક-બે દિવસ રહેવાનો છે. મારે પણ કાલે ત્યાં જમવાનું આમંત્રણ છે, અને રાત પણ ત્યાં જ ગાળવાની છે.' કેડરોએ બધી માહિતી કાળજીથી સાંભળી લીધી. પછી એન્ડ્રિયાની આંગળી ઉપર હીરાની વીંટી જોઈ, તરત તેણે તે માગી. Page #199 -------------------------------------------------------------------------- ________________ દશે કિસીકા સગા નહિ! જવાબમાં એન્ડ્રિયાએ કહ્યું, “અલ્યા, લોભને તે થોભ રાખ! બસોના પાંચસો ફ્રાંક મળવાના થયા છતાં તારી દાનત વીંટી ઉપર પણ બગડી?’ “હરગિજ નહિ, આ તે તે કપડાં નેકરનાં પહેર્યા છે, અને વીંટી – નહિ નહિ તેય પાંચ હજાર ફ઼ાંકની હશે. એટલે તું પાછો ફરે તે દરમ્યાન કોઈ પોલીસવાળાની નજર પડે અને તને પકડે તો શું થાય?' કંડેરો બંધાઈથી હસીને બોલ્યો. એડ્યિાએ તરત તે વીંટી રાજી થઈને કાઢી આપી; કારણ કે કંડ કાઉંટની બારીના કાચ કાપવા એ હીરો માગતો હતો, તે એને સમજી જતાં વાર ન લાગી. બીજે દિવસે કાઉંટ જ્યારે ઑટીલ ગયો, ત્યારે બપોર બાદ તેને એક નનામી ચિઠ્ઠી મળી : “ તમને એક હિતેચ્છ તરફથી ચેતવણી આપવામાં આવે છે કે, આજે રાતે તમારા પેરિસના મકાનમાં તમારા ટેબલમાં રહેતા કીમતી કાગળો ચરવા તમારે એક દુશમન જવાનો છે. પોલીસને ખબર આપ્યા વિના કે બીજી રીતે તેને વહેમ જાય તેવું કર્યા વિના તેને પકડવા તમે પ્રયત્ન કરો. જો તેને ખબર પડી ગઈ કે, આજે તમે ચેતી ગયા છો, તે પછી ફરી તે ક્યારે છાપો મારશે તે મારાથી જાણી શકાશે નહિ. આ વખતે જ અચાનક આ વાત મારા જાણવામાં આવી છે; માટે આ તકનો લાભ બરાબર ઉઠાવજો.’ કાઉંટને પ્રથમ તો આ ચિઠ્ઠી પોલીસને સોંપી દેવાનું જ મન થયું; કારણ કે એ ચિઠ્ઠી પણ એક કાવતરું જ ન હોય તેની શી ખાતરી? આ પ્રમાણે એકાદ વાર નાની બાબતમાં તેને કંઈક ફાયદો કરી બતાવી, પછી એને વિશ્વાસે બીજી વાર કોઈ મોટા ભયમાં કે જોખમમાં જ સીધે તેને ખેંચવાને આ દાવ હોય છે ! પણ પછી, આ વખતનો નાનો ચોર પણ કોણ છે એ જોવા મળે, તે તે ઉપરથી પોતાના કયા દુશ્મનોનું આ કાવતરું હોઈ શકે Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આશા અને ધીરજ એ જાણી લેવાય એમ માની, કાઉંટ માત્ર અલીને સાથે લઈ બહુ ચુપકીદીથી પૅરિસ પાછો ફર્યો અને અંધારું થતાં જ પિતાના પૅરિસના મકાનમાં પેસી ગયો. અલી પોતાના માલિક ઉપર કંઈક જોખમ છે, એવું સમજી ગયો હતો, અને પોતાની સર્વ શક્તિથી તથા ચાલાકીથી કાઉંટ કોઈ બેટા જોખમમાં ન સપડાઈ જાય તેની બધી તકેદારી રાખતે હતો. કાઉટે તથા અલી એ છપાવા માટે એવી જગા પસંદ કરી કે ઉપરને માળ આવેલા ટેબલવાળા ઓરડા ઉપર તેમ જ બહારની તરફ બરાબર નજર રાખી શકાય. સવા બારનો ડંકો પડ્યો અને તેને રણકાર શાંત પડવા આવ્યો તેવામાં જ કાઉંટ હીરાના ઘસરકાથી બારીના કાચની એક તકતી કપાતી હોવાનો ધીમો અવાજ સાંભળ્યો. થોડી વારે તકતી ખસી અને તેના બાકોરામાંથી એક હાથ અંદર પેઠે. તેણે બારીની ઠેસી ઊંચી કરી અને બારી ઊઘડી ગઈ. અંદર તો એક જ માણસ આવ્ય; પરંતુ તેના બીજા મદદનીશ આસપાસ હોવા જોઈએ, તેમની તપાસ રાખવા કાઉટે અલીને ઇશારો કર્યો. અલીએ તરત કાઉંટનું દયાન શેરીના અંધારા તરફ ખેંચ્યું કાઉંટ પોતાની ટેવાયેલી આંખે જોઈ શક્યો કે એક માણસ ત્યાં ઊભો ઊભો કંઈક ઊંચેથી આ તરફ નજર રાખી રહ્યો હતો. કાઉટે અલીને શેરીવાળા માણસ ઉપર બરાબર નજર રાખવા જણાવ્યું, અને પોતે અંદર આવેલા માણસની હિલચાલ તપાસવા માંડી. પેલાએ અંદર આવી ટેબલનું ખાનું ઉઘાડવા પોતાની સાથેનું કૂંચીઓનું ઝૂમખું અજમાવવા માંડયું પરંતુ અંધારામાં જોઈતી ચાવી ઝટ જડી નહિ; એટલે તેણે પોતાની પાસેના ચેરફાનસની કળ ઉઘાડી અને થે ડું અજવાળું કર્યું. કાઉંટ ચેરના મોં ઉપર થોડું અજવાળું પડતાં જ ચમક્યો. “ઓહો ! આ તો–' એમ ધીમેથી બોલી તે બેએક ડગલાં પાછો ખસ્યો. તરત અલી પોતાની ફરસી લઈ તે ઓરડા તરફ આગળ વધ્યો. કાઉંટે Page #201 -------------------------------------------------------------------------- ________________ દગા કિસીકા સગા નહિ! ૧૯૧ તેને રોકીને કાનમાં કંઈક કહ્યું. અલી ટેરવાં ઉપર ચાલતા ચાલતે જઈને થોડી વારમાં કાઉંટને એબ બુસોનીનો પહેરવેશ લઈ આવ્યો. દરમ્યાન કાઉટે પોતાનો ડગલો કાઢી રાખ્યો. ડગલે ઉતારતાં જ અંદર પહેરી રાખેલો સખત પોલાદની અંકોડાદાર જાળીને જો દેખાયો. કાઉંટે તેની ઉપર અલીએ આણેલે પાદરીનો પહેરવેશ પહેરી લીધો. પિતાના ટેબલને ઉઘાડતાં હજુ પેલાને વાર લાગશે એમ માની, કાઉટ બારી પાસે ગયો અને પેલા શેરીવાળા માણસની હિલચાલ તપાસવા લાગ્યો. તેણે જોયું કે પેલો માણસ શેરીમાં કોણ આવે છે તે જોવાની પંચાતમાં રહેવાને બદલે કાઉંટના મકાનમાં શું થાય છે તે જોઈ શકાય તેની ફિકરમાં જ ઊંચોનીચો થતો હતો. કાઉંટને હવે અચાનક કંઈક સમજ પડી. તેણે તરત જ થોડુંક હસી પોતાના કપાળ ઉપર ટપલી મારી; અને પછી અલી પાસે આવી તેને કહ્યું, “અંદર ગમે તેવી ધમાલ થાય તો પણ તું અહીં જ છુપાયેલો રહેજે હું તને નામ દઈને ન બોલાવું, ત્યાં સુધી તારે મારી પાસે ન આવવું.' પછી કાઉંટ હાથમાં સળગતી મીણબત્તી લઈ, ચોરવાળા ઓરડામાં બારણું ઉઘાડીને પેઠો. એકદમ પ્રકાશ જોતાં જ પેલો ચાર ચમક્યો. “વાહ વાહ, શ્રીમાન કેડરો મહાશય! આટલી મોડી રાતે અહીં શી ધમાલ માંડી છે?' “એબ બસોની!' એટલું બોલી પેલો તરત જ ત્યાંને ત્યાં ઠરી ગયો. “હા, હું એબ બુરોની પોતે! આજે મારા મિત્ર કાઉંટ મેન્ટે. કિસ્ટોને ઘેર થોડીક જૂની દુર્લભ ચોપડીઓ વાંચવા માટે હું રોકાયો હતો, ત્યારે અહીં તમારાં આમ દર્શન થશે એવી મને આશા ન હતી ! પણ તમારી યાદદાસ્ત ઘણી સાબદી જણાય છે; કારણ કે આપણને મળે દશ વર્ષ થઈ ગયાં, નહિ વારુ?' હું, હું ચોરી કરવા નહિ.. ભગવાનના સોગંદ...” Page #202 -------------------------------------------------------------------------- ________________ 192 આશા અને ધીરજ “કઈ નહિ, કંઈ નહિ; સોગંદ ખાવાની જરૂર નથી. બારીને કાચ કાપ્યો છે, ટેબલ તેડવા પ્રયત્ન આદર્યો છે, ચોર-ફાનસ સાથે રાખ્યું છે. બધું સમજી જવાય તેવું છે. તમે હજુ પણ પહેલાંની જેમ ઝવેરીના ખૂની, હીરાચાર કેડરો જ રહ્યા છો !' ‘એ ખૂન....મારી પત્નીને જ વાંક હતો, મારો નહિ. મને તેથી સખત કેદની સજા જ થઈ હતી, ફાંસીની નહિ.' ‘તમે તમારી સજા પૂરી કરીને જ પાછા ફર્યા હશો !' ના પ્રભુ, મને કોઈએ ભગાડી મૂક્યો.' “એ માણસે એમ કરીને સમાજ ઉપર ભારે ઉપકાર કર્યો છે, નહિ વારુ! પણ એમ કેદમાંથી નાસી છૂટેલા હોઈ, આ કામ કરતાં પકડાશો, તે સીધા ફાંસીએ જ ચડશો, એ કાયદાની ખબર તે છે ને?' “પ્રભુ, મને બચાવો, મારા ઉપર દયા કરો! હું હવે કદી....' હવે હું તમારી એ જૂઠી કાકલૂદીઓથી ભરમાઈ જાઉં તેવો નથી. છતાં મારી આગળ બધી વાત સાચેસાચી કબૂલ કરી દેશો, તો વળી વિચાર કરું ખરો. ઠીક, તમને કેદખાનામાંથી કોણે ભગાડ્યા વારુ?” એક અંગ્રેજે. તેનું નામ લૉર્ડ વિલ્મોર હતું. વહાણ ઉપર મારી સાથે બેનેડીટો નામને કેદી સાથીદાર હતો. એક વખત અમે બેડી પહેરી બંદર ઉપર કામ કરવા ઊતર્યા હતા, તેવામાં તેણે અમને જોયા. બેનેડીટો ઉપર તેને ભાવ ઊપજે, એટલે તેણે અમને બંનેને બેડી કાપવાનાં સાધન પૂરાં પાડવાં તથા નાસી છૂટવામાં મદદ કરી.” “એ અંગ્રેજ પણ મારો ભાઈબંધ થાય છે. તેને દર વર્ષે બે દુ:ખી તથા પસ્તાતા જનમટીપના કેદીઓને છૂટા કરવાનું વ્રત છે. પણ આ વખતે તેણે બહુ સારા લોકોને ભગાડવામાં મદદ કરી લાગે છે! પણ પછી પેલા તમારા સાથીદાર બેનેડીટોનું થયું?' “મને તેની કશી ખબર હવે નથી.’ જુઠ્ઠા ! એ માણસ હજુ તારો મિત્ર છે અને હું તેના આપેલા પૈસા ઉપર જીવે છે !' Page #203 -------------------------------------------------------------------------- ________________ દગા કિસીકા સગા નહિ! 193 “હા જી, બેનેડીટને તેને ખરો બાપ મળ્યો છે. તે મોટો ઉમરાવ છે. પણ હજુ તે ઉમરાવ તેના બાપ તરીકે જાહેર થવા માગતો ન હોવાથી મેં તેની વાત તમારાથી છુપાવી હતી.' એ વળી કયો ઉમરાવ?” “કાઉંટ મોન્ટેક્રિસ્ટે; જેના ઘરમાં અત્યારે આપણે છીએ!” બેનેડીટ કાઉંટનો છોકરો! એ વાત ક્યાંથી લાવ્યો?” એબ બુસેનીએ જાણે નવાઈ પામીને પૂછયું. હા પ્રભુ; બેનેડીટો માને છે કે, પોતે ખરી રીતે કાઉટને જ પુત્ર છે, પણ તે તેને પ્રગટ રીતે સ્વીકારી શકે તેમ ન હોવાથી તેને એક કેલકેન્ટી નામને બાપ ઠરાવી આપી, તે બાપને તેણે પૈસા આપી વિદાય કરી દીધો છે અને પછી બેનેડીટને તે એડ્યિા કેવલશ્કેન્ટીના નામથી જુદા મકાનમાં રાખે છે અને તેને વાપરવા ખૂબ પૈસા આપે છે.” ઓહો, મારો મિત્ર કાઉંટ એક જુવાનિયાને અવારનવાર પોતાને ત્યાં બોલાવે છે ખરો, અને હું ભૂલતો ન હોઉં, તો તેનું લગ્ન હવે ડેન્ટલર્સની પુત્રી સાથે થવાનું છે, તે જ બેનેડીટો કે? કાઉંટને તે છોકરોબેકો કંઈ થતું નથી. તેના એક મિત્રો તેને તેની પાસે મોકલ્યો છે, એટલું હું એક્કસ જાણું છું. પણ એ જુવાનિયો જો આવો કેદમાંથી નાસી છૂટેલો બદમાશ છે, તે તું બૅરન ડેગ્લર્સને બધી વાત જણાવી દેત કેમ નથી?' “મારો મિત્ર ઠેકાણે પડતો હોય તેમાં હું શા માટે આડે આવું?” “તે પછી હું તે વાત કહી દઈશ; આમ કોઈ સારા ઘરની છોકરીનું જીવન બરબાદ કરવું, એ ઠીક કહેવાય ?' ‘તું કશું કહી શકવાનો નથી, પાદરા !" એમ કહી કેડે અચાનક પિતાની કટાર સાથે કૂદ્યો અને કાઉંટની છાતીની વચ્ચે તેણે તે કટારનો બરાબર ઘા કર્યો. આ૦ - 13 Page #204 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ પરંતુ નવાઈની વાત ! કટાર કાઉંટની છાતીમાં પેસી જવાને બદલે પાછી ઊછળી અને તેની અણી તુટી ગઈ. તે જ ઘડીએ કાઉંટે તેનો હાથ પકડી એટલા જોરથી આમળ્યો કે પેલાના હાથમાંથી કટાર નીચે પડી ગઈ અને તેણે એક કારમી ચીસ પાડી ! પરંતુ કાઉંટે તેની ચીસની દરકાર કર્યા વિના તેના હાથને આમળવો ચાલુ રાખ્યો, એટલે પેલાની કોણી છેક જ ઊતરી જવાથી તે પ્રથમ તે ઘૂંટણ ઉપર અને પછી ફરસબંધી ઉપર ચત્તાપાટ ગબડી પડ્યો. કાઉંટે તેના માથા ઉપર પિતાને પગ જોરથી દબાવીને કહ્યું, “દગાબાજ, નીચ ! કોણ જાણે શાથી હું અત્યારે જ તારી ખેપરીના ચૂરેચૂરા કરી દેતા નથી. ચાલ ઊભો થા ! હું કહું તે પ્રમાણે તું ચિઠ્ઠીમાં લખ અને તેની નીચે તારી સહી કર.' કેડરોએ ધ્રૂજતાં ધ્રૂજતાં નીચે પ્રમાણે લખ્યું - બૅરન ડેલર્સ, જે માણસને તમે તમારો જમાઈ બનાવવા માગે છે. તે મારી સાથે નાસી છૂટેલો વહાણ ઉપરનો કેદી છે. તેનું નામ બેનેડીટો છે. પોતાનું ખરું નામ તે પોતે જ જાણતો નથી. કારણ કે તેનાં માબાપ કોણ છે તેની જ તેને ખબર નથી.’ કાઉંટે તેની નીચે કેડરોની સહી તથા તેના ઉપર ડેન્ટલર્સનું સરનામું કરાવ્યા પછી કેડરોને કહ્યું, “હવે જ્યાં થઈને આવ્યો હતો ત્યાં થઈને ચાલ્યો જા !" કેડરો કંઈ બોલ્યા વિના બારી તરફ ચાલ્યો. ત્યાં જઈને તે બોલ્યો, “બાપજી, તમારે મને મારી નાખવો તો નથી ને ?' “ઈશ્વરે તારે માટે જે ધાર્યું હોય તેથી જુદું મારે કંઈ કરવું નથી. જો તું તારે ઘેર સહીસલામત પહોંચીશ, તે હું જઈશ કે ઈશ્વરે તને ખરેખર માફી બક્ષી છે, અને હું પણ તને માફ કરીશ. કારણ, હું માની લઈશ કે, ઈશ્વર તને સુધરવાની એક વધુ તક આપવા માગે છે. ત્યાર પછી તરત હું ફ્રાંસ છોડી બહાર ચાલ્યો જજે. તું જ્યાં ગયે Page #205 -------------------------------------------------------------------------- ________________ દગા કિસીકા સગા નહિ! 15 હોઈશ ત્યાં જો પ્રમાણિકતાથી વર્તીશ, તો હું તને નાની સરખી રકમ નિયમિત પહોંચાડ્યા કરીશ.” કેડરો જેવો બારીની નિસરણી પકડીને ઊતરવા ગયો કે તરત કાઉંટે સળગતી મીણબત્તી બારી ઉપર ધરી. કેડરો તરત કરગરી પડયો : બાપજી, આ શું કરો છો? રસ્તા ઉપર રોન ફરનારો કોઈ સિપાઈ મને બારી ઊતરતી જોઈ જશે તો?” કાઉંટે તરત મીણબત્તી એલવી નાખી. ત્યાર પછી તે છુપાઈને બારીકાઈથી શેરીમાં ઊભેલા માણસની હિલચાલ તપાસવા લાગ્યો. કેડરો બગીચાની દીવાલને નિસરણી ટેકવી ઉપર ચડ્યો અને પછી આસપાસ જોઈને નિસરણી બીજી બાજુ ગોઠવી નીચે ઊતરવા લાગ્યો. તેના પગ જમીનને અડક્યા પણ નહિ હોય તે પહેલાં તે પેલો છપાઈ રહેલો માણસ તેના ઉપર ખુલ્લા છરા સાથે કૂદી પડયો અને કૅડરો બચાવ પણ કરી શકે તે પહેલાં તેની પીઠમાં અને પછી તેના પડખામાં તેણે ઘા કર્યા. પછી જેવો કેડરો નીચે ગબડ્યો તેવો જ પેલાએ તેન વાળા પકડી તેની છાતીમાં ત્રીજો ઘા કરી દીધો. પછી કૅડરોની આંખો મીંચાઈ ગયેલી તથા તેનું મોં બંધ થઈ ગયેલું જોઈ, તેને મરી ગયેલો જાણી તે નાઠો. પેલો નાઠો કે તરત કેડરોએ કોણી ઉપર સહેજ ઊંચા થઈ બૂમ પાડી : “એબ બુસેની ! ધાજો, ધાજો ! મને મારી નાખ્યો!' તરત જ એબ બુસોની તથા અલી ત્યાં દોડી આવ્યા. બંનેએ તેને ઊંચકી ઘરમાં આણ્યો. કાઉંટે તેના ઘા તપાસ્યા અને તેને બચાવવો અશક્ય જાણી, દારોના શ્રી. વિલેફૉટને ઝટ તેડી લાવવા અલીને દેડાવ્યો. દરમ્યાનમાં કૅડરોએ કાઉંટને આજીજી કરીને કહ્યું કે, “જલદી દાકતરને બોલાવે; મારું મરતી વખતનું નિવેદન હું લખાવું ત્યાં સુધી હું જીવી શકે તેવું કાંઈક કરો !" તારે શાનું નિવેદન કરવું છે?' Page #206 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ “મને ઘાયલ કરનાર ખૂનીને મેં ઓળખી લીધો છે. બેનેડીટો જ છુપાઈને ઘા કરી નાસી ગયો છે. તેણે જ મને કાઉંટના ઘરનો નકશો આપ્યો હતે. તેના મનમાં એમ હશે કે, કાં તો હું કાઉંટને મારી નાખીશ એટલે કાઉંટને બધો વારસે તેને તરત જ મળી જશે, અથવા તો કાઉંટ મને મારી નાખશે, તો મારા પંજામાંથી તે હંમેશનો છૂટી શકશે. બંનેમાંથી એકે વાત ન બની, એટલે તેણે મને છરો માર્યો.' “દારોગાજી હમણાં જ આવી પહોંચશે; તેમને તું આ બધું કહી દેજે.' “પણ તેમને આવતાં તે વાર થશે, અને મારો જીવ તો આ ચાલ્યો.” કાઉંટ તરત અંદર જઈને એક શીશી લઈ આવ્યો. તેનાં ત્રણ ટીપાં કૅડરોના હોઠ ઉપર પડતાં જ, તે એક નિ:શ્વાસ નાખી કંઈક સ્વસ્થ થયો. દારોગાજીને આવતાં બહુ વાર થશે?' તને એમ લાગતું હોય તો તું તારું નિવેદન મને લખાવ, અને નીચે હું સહી કરજે એટલે ચાલશે.' હા, હા, તમે લખો - જેણે મારું ખૂન કર્યું છે, તેનું નામ બેનેડીટો છે; તે ટુલ બંદરે વહાણ ઉપર મારો કેદી-સાથીદાર હતો.' કેડરોએ નીચે ધ્રુજતે હાથે સહી કરી, અને પછી કાઉંટને કહ્યું : બાકીનું બધું તમે મોંએ કહેજો કે, તે હવે એડ્યિા કેવલ કેન્ટી તરીકે પિતાને ઓળખાવે છે..........” “હા, હા, હું એ બધું કહીશ; તથા ઉપરાંતમાં કહીશ કે, તેણે તને કાઉંટના ઘરને નકશો પણ આપ્યો હતો, અને સાથે સાથે કાઉંટને ચિઠ્ઠી પણ મોકલી હતી કે, એક ચોર આજે તેના ઘરમાં ચોરી કરવા આવવાનો છે ! પરંતુ કાઉંટ ગેરહાજર હોવાથી તે ચિઠ્ઠી મને મળી; એટલે હું રાહ જોઈને બેસી રહ્યો હતો. બેનેડી તારી પાછળ Page #207 -------------------------------------------------------------------------- ________________ દગા કિસીકા સગા નહિ! 197 પાછળ અહીં જ આવ્યો હતો અને તું ઘરમાં પેઠો ત્યારથી તારી હિલચાલ તપાસતે બહાર જ ઊભો રહ્યો હતે. પછી તેને સહીસલામત બહાર પાછો આવતે દેખી તે ભીંત પાછળ છુપાઈ ગયો અને તારા ઉપર ઘા કર્યો.' “તમે આ બધું નજરે જોયું હતું છતાં મને કેમ પહેલેથી ચેતવ્યો નહીં?” “મારા શબ્દો યાદ કર: “જો તું તારે ઘેર સહીસલામત પહોંચીશ, તે હું જાણીશ કે ઈશ્વરે તને ખરેખર માફી બક્ષી છે અને હું પણ તને માફ કરીશ.’ બેનેડીટોના હાથે ઈશ્વરને જ ન્યાય તને પહોંચતે જોઈ, ઈશ્વરની ઇચ્છાની આડે હું ન આવ્યો.” એબ બની ! ઈશ્વરના ન્યાયની વાત રહેવા દો! ઈશ્વરના ન્યાય જેવું કંઈ હોત, તે મારા કરતાં તે બીજા કેટલાય લોકોને કયારની સજા થવી જોઈતી હતી, પણ તેઓ તે જ કરે છે! ઈશ્વરબીશ્વર જેવી કોઈ ચીજ નથી; બધું ડીંડવાણું જ હાંક્ય રખાય છે!' ઈશ્વર છે, અને તેમને ન્યાય જ બધે પ્રવર્તે છે, તેના પ્રત્યક્ષ પુરાવો જોઈતો હોય તો એ છે કે, તું અત્યારે અસહાયપણે ઈશ્વરને ઇનકારતે તરફડે છે, ત્યારે હું તારી સામે સાજોસ, સુખી, ધનવાન અને ઈશ્વરની અગાધ શકિતને હાથ જોડતે ઊભો છું. જો મારી સામે જો, હું કોણ છું? મને ઓળખે છે? આમ કહી કાઉંટે પોતાના માથા ઉપરનું વીંટણ છોડી નાખ્યું, એટલે તેના લાંબા કાળા વાળ તેના ફીકા ચહેરાની આસપાસ પથરાઈ ગયા. પેલો અંગ્રેજ ! લૉર્ડ વિભોર!” ના, ના ! હું એબ બસોની પણ નથી કે લૉર્ડ વિભેર પણ નથી, પરંતુ હું --' આટલું કહી કાઉટે કેડરોની આખરઘડી નજીક આવેલી જાણી, તેના કાનમાં ધીમેથી એક નામ કહ્યું. એ નામ સાંભળતાં જ કેડરો પિતાના હાથ ઊંચા કરી, ઈશ્વરને યાદ કરતો હોય તેમ જોડી, મહા પ્રયત્ન. રૂંધાતે શ્વાસે બોલ્યો, “ઓહો Page #208 -------------------------------------------------------------------------- ________________ 198 આશા અને ધીરજ પ્રભુ! ખરેખર તું છે! તું સૌ કોઈને ન્યાય બરાબર તોળે છે. તે પ્રભુ! મને ક્ષમા કરશે! ક્ષમા કરો !" આટલું બોલતાંમાં તો તેના પ્રાણ ચાલ્યા ગયા. દશ મિનિટ બાદ દાકતર તથા દારોગાજી આવ્યા ત્યારે એબ બસોની મૃતાત્મા માટે પ્રાર્થના કરતો મડદા નજીક જ ઘૂંટણિયે પડેલો હતે. બે અઠવાડિયાં સુધી આખા પૅરિસમાં કાઉંટના ઘરમાં ચોરીના થયેલા પ્રયત્નની વાત જ ચર્ચાઈ રહી. મરતા માણસે પોતાની સહીથી નિવેદન કર્યું હતું કે તેનું ખૂન બેનેડીટે નામના ગુંડાએ કર્યું છે. વહાણ ઉપરથી નાસી છૂટેલા એ ગઠિયાને પકડવા પાલસ આકાશ-પાતાળ એક કરી રહી. 37 આપ અને ચુકાદો આલ્બર્ટ મોર્સટ્ટનું મગજ હવે ઠેકાણે રહ્યું ન હતું. વર્ષે 50 હજાર ફાંકની આવકવાળા તથા લગ્નને દિવસે બાપ તરફથી જેને તેની કુલ મિલકતના હિસ્સા તરીકે 30 લાખ ફ્રાંક મળવાના છે એવા એડ્યિા કેવકેન્ટીની સાથે ડેલર્સની પુત્રી યુજેનીનું લગ્ન થોડા જ વખતમાં થવાની વાત હવે ઘરઘરની ચર્ચાને વિષય થઈ ગઈ હતી. આલ્બર્ટને પિતાને યુજેની સાથે લગ્ન કરવાની મરજી જ ન હતી, પરંતુ પિતાની સાથે લગ્ન કશા કારણ વગર તૂટીને બીજા સાથે ગોઠવાયું, એ વસ્તુ પોતાના આખા કુટુંબ માટે હીણપત જેવી તે ગણાય જ. બીજી બાજુ ડેન્ટલસેં યાનીનાવાળા પોતાના આડતિયાને જે વાત પુછાવી હતી, તેને જવાબ આવી ગયો હતો. અને ત્યાર પછી તરત જ પેરિસના એક જાણીતા છાપામાં નીચેને ફકરો પણ પ્રસિદ્ધ થયો - Page #209 -------------------------------------------------------------------------- ________________ આરેપ અને ચુકાદ 19 “યાનીનાને એક ખબરપત્રી અમને એક માહિતી લખી જણાવે છે, જે વિષે અત્યાર સુધી આપણે સૌ અજાણ હતા. ચાનીનાને કિલ્લો દગાબાજીથી તુર્કોના હાથમાં સોંપી દેનાર સ્વામીદ્રોહી માણસ ફર્નાન્ડ નામનો એક ફ્રેંચ અમલદાર હતા. તે માણસમાં યાનીનાના મહા-વજીર અલી-તબલિને ખાસ વિશ્વાસ મૂક્યો હતે; છતાં તેણે જ પિતાના માલિકને દગો દીધો હતે.” આલ્બર્ટ જાણતો હતો કે પોતાના પિતાનું મૂળ નામ ફર્નાન્ડ હતું, તથા તેમણે યાનીના તરફ લશ્કરી સેવાઓ બજાવી હતી. આથી તે તરત ગુસ્સાથી ધૂંવાંપૂવાં થતા તે છાપાના માલિક પાસે જઈ પહોંચ્યો. તે છાપાવાળો તેને મિત્ર બુશેપ હતો. આ ખબર તેના છાપામાં આવી હતી તેની તેને પોતાને તો ખબર પણ ન હતી. પરંતુ આલ્બર્ટે ઠંદ્વયુદ્ધના પડકાર સાથે એ ખબર પાછી ખેંચી લેવા અને દિલગીરી જાહેર કરવા તેને જણાવ્યું. કારણ કે, તે ખબરથી પિતાના પિતા ઉપર નાહક શંકા જાય તેમ હતું. તેને પૂછ્યું: ‘એ ખબર ખરેખર તારા પિતાને લાગુ પડે છે તેની ખાતરી કર્યા વિના જ હું આ ખબર પાછી ખેંચી લઉં?” હા, નહીં તે તલવાર પકડી લડવા તૈયાર થઈ જા !" બુશેપ પણ સ્વમાની જુવાનિયો હતે; તેણે યાનીના જાતે જઈ ખાતરી કરી આવવા ત્રણ અઠવાડિયાંને સમય માગ્યો અને ત્યાર પછી આલબર્ટ સાથે દ્વંદ્વયુદ્ધ ખેલી લેવાની તૈયારી બતાવી. બ્યુશેપ તે પ્રમાણે યાનીના જઈ આવ્યો, અને ત્યાંથી પાછા ફરી તરત જ તેણે આલ્બર્ટને જણાવ્યું કે, એ ખબર તારા પિતાને જ ખરેખર લાગુ પડે છે; તથા ત્યાંના ચાર પ્રતિષ્ઠિત તથા સમકાલીન સદગૃહસ્થોએ એ વાતની સાક્ષી તરીકે હસ્તાક્ષર કરી આપ્યા છે. આલ્બર્ટ હવે મૂંઝાયો. ભુપે તેને શાંત પાડયો અને જણાવ્યું કે, “તારા પિતાનું જ નામ ફર્નાન્ડ છે, અને ચાનીનાવાળી ખબર કાઉંટ મોર્સને જ લાગુ પડે છે, એવું અત્યારે તો કોઈ જાણતું નથી. તે પછી Page #210 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ અત્યારે નકામી હા-હ કરી મૂકવાની કંઈ જરૂર નથી. આ સમાચાર અમસ્તા જ કઈકે છપાવ્યા હોય; અથવા તમારા કુટુંબના કોઈ દુશ્મને કોઈ પ્રયજનસર પણ છપાવ્યા હોય. પરંતુ, હમણાં જ્યાં સુધી તે દુશમન પોતે જાતે સીધે હુમલો કરવા બહાર આવતો નથી કે આવવાની હિંમત કરતો નથી, ત્યાં સુધી પોતે હાથે કરીને પોતાના જ ઘરની બદનામી ઉઘાડી પાડવા જેવું તારે શા માટે કરવું?” આલબર્ટને તેની વાત ઠીક લાગી. બુશેંપ અને આલ્બર્ટ પછી વાત કરતા કરતા બહાર ફરવા નીકળ્યા અને ત્યાંથી તેઓ કાઉંટ મોન્ટેક્રિસ્ટોને ઘેર આવી પહોંચ્યા. કાઉંટ બીજે દિવસે નૉર્મન્ડી તરફ પોતાની જાગીર ઉપર સહેલગાહે જવાની તૈયારીમાં હતો. તેણે આબર્ટને પણ પોતાની સાથે જોડાવા આગ્રહ કર્યો. આલ્બર્ટે પણ પોતાના મનને હળવું કરવા એ વાત મંજૂર રાખી. તે જ સાંજે તેઓ નૉર્મન્ડી જવા ઊપડયા. દર અઢાર માઇલે કાઉટની ગાડીના ઘેડા બદલાતા; એમ આઠ ટપા પૂરા થતાં 32 ઘોડા થયા. એ ઘોડા કોઈ પણ ઘડીએ કાઉંટની ગાડીએ જોડી શકાય તે માટે હરઘડી તૈયાર રાખવામાં આવતા. આઠ કલાકમાં તો તેઓએ 144 માઇલની મુસાફરી પૂરી કરી. આલ્બર્ટ કાઉટ માટેની આ વિપુલ તૈયારી તથા મુસાફરીની ઝડપથી જ આભો બની ગયો. અર્ધી રાતે તેઓ કાઉંટની દરિયાકિનારે આવેલી સુંદર જાગીર ઉપર આવી પહોંચ્યા. આલબર્ટ આખી રાત શાંતિ અને આરામથી ઘસઘસાટ ઊંઘી ગયો. બીજો દિવસ જુદી જુદી સહેલગાહોમાં પૂરો થવા આવ્યો. કાઉન્ટની જાગીરને અડકીને જ દરિયાની સુંદર ખાડી આવેલી હતી. અને તેમાં પણ કાઉન્ટની માલિકીની નાની નાની સુસજજ હોડીઓ તથા એક પવનવેગી સઢિયું વહાણ ખલાસીઓ સાથે તૈયાર હતાં. સાંજના થાકીને આલ્બર્ટ બારી પાસે આડો પડી ઊંઘવા લાગ્યો હતો. તેવામાં શ્રી. બુશે પે મોકલેલો સંદેશો લઈને આલ્બર્ટનો જ નોકર ત્યાં Page #211 -------------------------------------------------------------------------- ________________ આરેપ અને ચુકાદો 201 મારતે ઘોડે આવી પહોંચ્યો. સંદેશામાં એક કાગળ અને છાપાનું પાન હતાં. આલ્બર્ટ તે વાંચતાં જ એક ચીસ પાડી ખુરશી ઉપર ફસડાઈ પડયો. કાઉન્ટ તેના તરફ કરુણાભરી આંખોએ જોઈ રહ્યો. કાઉન્ટ પાસેથી એક ઝડપી ઘોડે માગી આલ્બર્ટ કશું બોલ્યા વિના તરત જ પૅરિસ પાછો ફર્યો. પોતાના ગયા પછી જ વાંચવાની શરતે તેણે કાઉન્ટને પેલું છાપાનું પાન આપી મૂક્યું. કાઉન્ટ આલ્બર્ટના ગયા પછી છાપાનું પાન વાંચ્યું. તેમાં નીચેનો ફકરો હતો - યાનીનાનો કિલ્લો દગાબાજીથી તુર્કોને સોંપી દેનાર ફ્રેંચ અમલદારનું નામ ફર્નાન્ડ મોડે હતું, એટલી ખબર બીજા છાપામાં પહેલાં પ્રસિદ્ધ થયા છે. હવે અમને પાકે પાયે વધુ જાણવા મળ્યું છે કે, એ ફેંચ અમલદારે પેરિસમાં પિતાને કાઉન્ટ મૉર્સર્ફ તરીકે ઓળખાવે છે, અને આપણા દેશની ચૅમ્બરનો સભ્ય છે.” આલ્બર્ટ બીજે દિવસે સવારે આઠ વાગ્યે બ્યુશેપને ઘેર પહોંચ્યો, ત્યારે તે ચિંતાતુર વદને તેની રાહ જોતો જ જાણે ઊભે હતો. તેણે તરત આગળના સમાચાર કહેવા માંડયા - છાપામાં આ સમાચાર છપાતાં જ ચૅમ્બરના બધા સભ્યોએ ભેગા મળી 12 સભ્યોની એક કમિટી મોર્સફ ઉપરના આ આક્ષેપોની તપાસ માટે નીમી. મૉર્સર્સે તે જ દિવસે આઠ વાગ્યે તે કમિટી સમક્ષ પોતાની નિર્દોષતાના પુરાવા રજૂ કરવા તૈયારી બતાવી. આઠ વાગ્યે કમિટી સમક્ષ મૉર્સર્સે પોતાનો બચાવ રજૂ કરતાં જણાવ્યું હતું કે, “અલી પાશાને છેવટ સુધી મારામાં સંપૂર્ણ વિશ્વાસ હતું, અને તેથી જ તુર્કીના સુલતાન સાથે સમાધાન કે માફીની વાટાઘાટો ચલાવવા જેવા નાજુક કામે મને જ તેણે મોકલ્યો હતો. અલી પાશાએ પોતાની ખાસ વીંટી, જેના વડે તે અગત્યના કાગળોને સીલ કરતો હતો, તે પણ મને આપી મૂકી હતી, જેથી કરીને હું પાછો ફરું ત્યારે અલી પાશા જનાનખાનામાં હોય તો પણ સીધો હું તેની પાસે જઈ Page #212 -------------------------------------------------------------------------- ________________ 22 આશા અને ધીરજ શકું. એ વીંટી જ મારો સાચો પુરાવો છે. તે આ રહી! પરંતુ, કમનસીબે જે વાટાઘાટો કરવા અલી પાશાએ મને મોકલ્યો હતો, તે સફળ ન થઈ, અને હું પાછો આવ્યો ત્યારે તે તે માર્યો ગયો હતો. છતાં તેને મારા ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે, મરતાં મરતાં પણ તેણે પિતાની માનીતી બેગમ તથા તેનાથી તેને થયેલ પુત્રીની સેપણ મને જ કરી હતી.' મૉર્કના આ નિવેદન દરમ્યાન કમિટીના પ્રમુખને એક ચિઠ્ઠી પહોંચાડવામાં આવી. તે વાંચતાં જ પ્રમુખ ચમક્યો. તેણે તરત મોર્સટ્ટને પૂછયું : “કાઉન્ટ, તમે હમણાં જ કહ્યું કે, અલી પાશાએ તેની પત્ની તથા પુત્રીની સોંપણ તમને કરી હતી, નહિ વારુ ?' “હા જી; પરંતુ હું પાછો ફર્યો ત્યારે તે બંને ગુમ થઈ ગયાં હતાં.” તમે તેમને જાતે ઓળખતા હતા?” હા જી, બરાબર.” તેમનું શું થયું તે બાબત તમને કશો ખ્યાલ છે?' “હા જી; મને કહેવામાં આવ્યું હતું કે, તે બંને શોક અને કદાચ ગરીબાઈમાં ખતમ થઈ ગયાં છે. તે વખતે મારી પોતાની સ્થિતિ સારી ન હતી, અને મારું જીવન પણ હરપળે જોખમમાં હતું, તેથી હું તેમની તપાસ કરી શકયો ન હતે.’ ચૅરમેને આ સાંભળી જરા ભવાં ચડાવ્યાં. પછી તેણે કમિટીના સભ્યોને સંબોધીને કહ્યું, “સદગૃહસ્થો, મને હમણાં જ એક ચિઠ્ઠી પહોંચાડવામાં આવી છે. તે ચિઠ્ઠી વખનાર જણાવે છે કે, તે પોતે આ તપાસ અંગે જાતમાહિતીથી ઘણી અગત્યની ખબરો આપી શકે તેમ છે. અલી પાશાના મૃત્યુ વખતે તે સાક્ષી હાજર હતા, તથા તેનાં બેગમ તથા દીકરીનું શું થયું તે પણ તે જાણે છે. આપ સૌ તે સાક્ષીને સાંભળવા માગતા હો, તે તે અહીં હાજર છે.' Page #213 -------------------------------------------------------------------------- ________________ 203 આરેપ અને ચુકાદે કમિટીના સભ્યોએ નવાઈ પામી, તરત તે સાક્ષીને હાજર થવાની પરવાનગી આપી. તે સાક્ષી એક બુરખાવાળી સ્ત્રી હતી. તેની સાથે એક દાસી હતી. ચેરમૅને તેને પોતાની ઓળખ આપવાનું જણાવતાં તેણે પોતાને બુરખો ઊંચો કરી નાખ્યો તથા ધીમા, મધુર પણ મક્કમ અવાજે જણાવ્યું : હું પોતે અલી પાશાની અને તેમની માનીતી બેગમ વાસીલીકીની દીકરી વૈદી છું.' કમિટીના સભ્યો તેને સુંદર છતાં તેજસ્વી રાજવંશી ચહેરો જોઈને તથા તેના શરીર ઉપરના થોડા પણ લાખની કિંમતના હીરાના શણગાર જોઈને છક થઈ ગયા. કાઉંટ મૉર્સ તો માથા ઉપર વીજળી તૂટી પડી હોય તેમ કાળો કણક થઈ ગયો. ચૅરમૅને તેને પૂરતા વિનયથી પોતાની વાતના ખરાપણા વિશે કંઈ પુરાવો હોય તો તે વિધિસર કમિટી સમક્ષ રજૂ કરવા વિનંતી કરી. તેણે તરત, પોતાની માતા ખ્રિસ્તી પંથની હોવાથી, પોતાના જલક્ષણ સંસ્કારનું મેસિડોનિયા અને એપિરસના વડા ધર્મગુરુનું સર્ટિફિકેટ બતાવ્યું, તથા વધુમાં તો પોતાને તેમ જ પોતાની માતાને પેલા દગાબાજ ફ્રેંચ અમલદારે જે ગુલામેના વેપારીને ચાર લાખ ફ્રાંકની કિંમત લઈ વેચી નાખ્યાં હતાં તેને વેચાણપત્ર રજૂ કર્યો. દસ્તાવેજ અરબી ભાષામાં હોવાથી ચૅમ્બરના અરબી ભાષા જાણતા એક ઉમરાવની રૂબરૂમાં સરકારી દુભાષિયાએ અનુવાદ કરી તેને આ પ્રમાણે વાંચી સંભળાવ્યો - ‘હું અલ કબીર, જહાંપનાહ સુલતાન મહમુદના હુકમથી કાઉંટ ઑફ મેન્ટેનક્રિસ્ટોને આ પહોંચ લખી આપું છું કે, તેમની પાસેથી આઠ લાખ કિંમતના એક રત્નના બદલામાં તેમને જહાંપનાહ સુલતાન પાસેની અગિયાર વર્ષની ખ્રિસ્તી બાંદી જેનું નામ હૈદી છે, તેને વેચી દઉં છું. એ હેદી યોનીનાના અલી પાશા અને તેમની માનીતી બેગમ વાસીલીકી ની પુત્રી છે. એ હેદી અને તેની મા બંનેને મરહૂમ Page #214 -------------------------------------------------------------------------- ________________ 204 આશા અને ધીરજ અલી પાશાની નોકરીમાં રહેલા એક ફ્રેન્ચ અમલદાર કર્નલ ફર્નાન્ડ મેન્ડે ગોએ સાત વર્ષ પહેલાં મને વેચ્યાં હતાં. મા તો કોસ્ટંટીનોપલ પહોંચતાં જ મરી ગઈ. એ ખરીદી પણ મેં જહાંપનાહ સુલતાન તરફથી ચાર લાખ ફાંકે કરી હતી.' પેલા વેપારીની સહીની બાજુમાં જહાંપનાહ સુલતાનનું સીલ હતું. રૉરમૅને તરત હૈદીને પૂછયું : “આ બાબત અંગે કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટોને અમે પૂછપરછ કરી શકીએ ? ‘તેઓ તો ત્રણ દિવસ અગાઉ નૉર્મની ચાલ્યા ગયા છે.” તો પછી આ પગલું ભરવાની સલાહ તમને કોણે આપી? નાનપણથી જ મારા પિતાનું વેર લેવાની વૃત્તિ મારામાં પ્રદીપ્ત થઈ હતી. જ્યારે હું ફ્રાન્સ આવી અને મને ખબર મળી કે એ દગાબાજ પૅરિસમાં છે, ત્યારથી જ હું તેને વિષે માહિતી મેળવ્યા કરતી હતી. મારા માલિક કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટો મને બહુ સંભાળથી રાખે છે અને મારી કેળવણી તથા તાલીમ બાબત બહુ ચિંતા કરે છે. તેઓને ત્યાં જાતજાતનાં સમાચાર પત્રો આવે છે, અને તે બધાં હું વાંચું છું અને દુનિયા વિશેનું મારું જ્ઞાન વધારું છું. એ રીતે મને આજે સવારે ઍમ્બરમાં જે થયું અને અત્યારે સાંજે જે થવાનું હતું તેની ખબર પડી, એટલે મેં આપને ચિઠ્ઠી લખી.' “કાઉંટ ઑફ મોન્ટેક્રિસ્ટોને તમારા આ પગલા વિષે કશી જ માહિતી નથી ?' ના જી; બલકે મને ચિંતા એટલી જ છે કે, એ જ્યારે આ વાત જાણશે, ત્યારે મારા પગલાને નાપસંદ તે નહિ કરે ! છતાં, આજનો દિવસ હું મારો સોનાનો દિવસ ગણું છું. કારણ કે, આજે મને મારા પિતાનું વિશ્વાસઘાતથી મોત નિપજાવનાર અને મારી વહાલી માતાના મોતનું કારણ બનનાર આ દુષ્ટ માણસ ઉપર વેર લેવાની તક મળી છે. હું ખ્રિસ્તી છું, છતાં આપ મને મારી આ વેરવૃત્તિ માટે ક્ષમા કરશો; પરમ કૃપાળુ પ્રભુ પણ મને ક્ષમા કરે !' Page #215 -------------------------------------------------------------------------- ________________ પડકાર: 205 ચેરમેને ત્યાર બાદ કાઉંટ મોર્સને પોતાના બચાવમાં તથા આ સાક્ષી વિશે કંઈ કહેવું હોય તે કહેવા જણાવ્યું. પરંતુ તે તો બેબાકળો બની, પિતાને કપાળે વળી આવતો પરસેવો જ લૂછતા લૂછતો શૂનમૂન થઈ ઊભો રહ્યો. ત્યાર પછી પિતાને શ્વાસ રૂંધાતો હોય તેમ પોતાનો ડગલે ઉતાવળે કાઢી નાખી, નીચે ફેંકી, ગાંડાની પેઠે ચેમ્બરના ઓરડાની બહાર દોડી ગયો, અને પિતાની ગાડીમાં બેસી ઘર તરફ હંકારી ગયો. કમિટીના સભ્યોએ, પછી, ચૅરમૅનના પ્રશ્નના જવાબમાં કાઉંટ મૉર્કને એકી અવાજે વિશ્વાસઘાતી, સ્વામીદ્રોહી અને કલંકિત જાહેર કર્યો. પડકાર ! આલબર્ટ પોતાના મિત્ર બ્યુશંપને મુખે આ બધી હૃદય કંપાવી નાખનારી પિતાના કલંકની વાત સાંભળીને ઊંડા વિચારમાં ડૂબી ગયો. થોડી વાર બાદ અચાનક ઝબકીને તે બોલ્યો, “ભાઈ ! હવે મારી જિંદગીમાં જીવવા જેવું કંઈ બાકી રહેતું નથી. કાઉંટ મોર્ફની (તેણે પિતા” શબ્દ ન વાપર્યો, તે બુશેપના લક્ષમાં આવ્યા વિના રહ્યું નહિ,). આ બદનામીએ આખા કુળના મોં ઉપર શાહી રેડી દીધી છે. મારે માટે તે હવે એક જ કામ બાકી રહે છે. જે માણસે આ રીતે દુશમનાવટ દાખવી છે, તેને શોધી કાઢવાનું. કાં તે તે મને મારી નાંખે, અથવા હું તેને ખતમ કરીશ.' બુલ્સેપે તેને સમજાવીને કહ્યું, “હવે પહેલાંને જમાનો રહ્યો નથી, કે જ્યારે બાપનું કલંક બેત્રણ પેઢી સુધી તેનાં સંતાનોને છોડવું નહિ. હવે તે બાપનાં કરતૂક માટે ભાગ્યે કોઈ તેના સંતાનને જવાબદાર ગણતું હોય. તું શ્રીમંત છે તથા જુવાન છે; એટલે બે કે ત્રણ Page #216 -------------------------------------------------------------------------- ________________ 207 આશા અને ધીરજ વર્ષ ફ્રાંસ બહાર ચાલ્યો જા; ત્યાર પછી તું પાછો આવીશ ત્યારે ગઈ કાલની વાત કોઈને યાદ પણ નહિ હોય.' “તું મારા પ્રત્યેની ભલી લાગણીથી જ આમ કહે છે; પરંતુ મારાથી એ રીતે વિચાર થઈ શકે તેમ નથી. તું જો મારો મિત્ર હજી પણ રહ્યો હોય અને મારા પ્રત્યે તિરસ્કારની નજરે જોવા ન લાગ્યો હોય, તે તું મને મારો દુશ્મન શોધવામાં જ મદદ કર !" આલ્બર્ટ ! હું તારી લાગણી સમજી શકું છું. તારા ઉપર આ કારણે મને તિરસ્કાર જન્મી શકે એવો હલકટ તું મને નહિ જ ધારતે હેય. તારે તારો દુશ્મન જ શોધ છે, તે ચાલ! હું તારી સાથે જ છું; અને છેવટ સુધી તારી સાથે જ રહીશ. પ્રથમ તો, હું જેટલું જાણું છું તે તને કહું...' “હું? શું તું કંઈક જાણે છે? તું ખરેખર મને જીવતદાન આપે છે!' હું પૂરેપૂરું સત્ય જાણું છું એમ તે ન કહી શકાય. પરંતુ કંઈક દિશા સમજાય તેટલી માહિતી મળે છે. હું જ્યારે યાનીના તપાસ માટે ગયો હતો, ત્યારે તે શહેરના બેકરને મળ્યો હતો. મેં વાતની શરૂઆત કરી અને તારા પિતાનું નામ પણ દીધું નહિ, તેવામાં તે બોલી ઊડ્યો: “જાણું છું, તમે શી વાત પૂછવા માગે છે. કારણ કે, પંદર દિવસ ઉપર મને મારા પૅરિસવાળા સંબંધી તરફથી એ અંગે જ પૂછવામાં આવ્યું હતું. મેં તે સંબંધીનું નામ પૂછ્યું, તે તેણે ડેંગ્લર્સનું નામ દીધું.’ ડેલર્સ! ખરી વાત ! તે ઘણા વખતથી મારા પિતાની અદેખાઈ કરતો આવ્યો છે. અને તેણે જે રીતે મારી સગાઈ તોડી નાખી, એ જોતાં પણ -- બરાબર એ જ માણસ આ બધા માટે જવાબદાર છે. તેણે મારી સાથે આખરી ફેંસલો કરવો જ પડશે; ચાલ આપણે તેની પાસે જ જઈએ.' Page #217 -------------------------------------------------------------------------- ________________ પડકાર! ડેલર્સ પાસે જઈને આલબર્ટી કાઉન્ટ મૉફની અને તેના કુળની બદનામી જાહેર કરવાના દુશમનાવટભર્યા અપકૃત્ય બદલ પડકાર કરી વંદ્વયુદ્ધની માગણી કરી. ડેગ્યુર્સ એકદમ તે છંછેડાયો અને પછી ગભરાયો; તેણે કહ્યું: “અલબત્ત, મેં યાનીના લખીને પુછાવ્યું હતું, પરંતુ પોતાની પુત્રી જેના પુત્રને પરણાવવાની હોય, તેના વિશે લોકોમાં તરેહતરેહની વાતો ચાલતી હોય, તે પછી કન્યાને બાપ સ્વાભાવિક રીતે જ એટલી તપાસ તો કરે છે. જોકે કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટોએ મને યાનીના લખી જણાવવાનું સૂચવ્યું ન હોત, તો મને ત્યાં પુછાવવાની કલ્પના પણ ન આવત. છતાં જ્યારે ત્યાંથી મને ખરાબ સમાચાર મળ્યા, ત્યારે તે સમાચાર મેં કોઈને કહ્યા વગર મારી પાસે જ દબાવી રાખ્યા છે. છાપામાં તે તે સમાચાર હું આવું જ શાનો? કારણ કે કાઉન્ટ મૉર્સર્સે તે દિવસમાં યાનીના જેવા દૂરને સ્થળે શું કર્યું હતું કે નહિ, તે બહાર પાડવાથી મને શો લાભ? મારે તે મારી પુત્રીનું લગ્ન તેને ત્યાં કરવું કે નહિં, એટલું જ વિચારવાનું હતું, એટલે તમારા પિતા જ્યારે મારી પાસે યુજેનીનું માગું કરવા આવ્યા, ત્યારે મેં સીધી ના જ પાડી દીધી. તે વિવાહ ફેક કરવાનું કારણ તેમણે મને આગ્રહપૂર્વક - ધમકાવીને - પૂછયું, ત્યારે પણ મેં તે કહેવાની ના જ પાડી. એટલે મારા હાથ આ બાબતમાં તદ્દન ચોખ્ખા જ છે. અને તમારે તમારા કુટુંબને આ બદનામીમાં મૂકનાર દુશ્મન શોધવાને જ હોય, તે મારી સાથે ખોટી તકરાર માંડવાને બદલે બીજે કંઈ તપાસ કરવી જોઈએ.' ડેગ્લર્સને મેં એ કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટનું નામ સાંભળતાં જ આલબર્ટને જાણે કંઈક સમજણ પડવા લાગી. હેદી કાઉન્ટને ઘેર રહેતી હતી. એટલે કાઉન્ટ આખી વાત પહેલેથી જાણતા જ હોવો જોઈએ. બીજા કોઈ વાનીના વિષે કાંઈ જ જાણતું ન હતું. ડેગ્લર્સને પણ યાનીના તપાસ કરવાનું સૂચવનાર કાઉન્ટ જ હતો પરંતુ હેંદી તે પોતાના પિતાનું વેર કાઉન્ટ મોર્ફ ઉપર લેવા પ્રેરાય એ સમજાય તેવું છે; Page #218 -------------------------------------------------------------------------- ________________ 208 આશા અને ધીરજ પણ કાઉન્ટને તે પોતાની સાથે તથા પિતાના ઘર સાથે ઘણે નિફ્ટને સંબંધ છે. મૉર્સર્ફના ઘરના કોઈએ કાઉનટનું કશું બગાડયું ન હતું; એટલે તેણે કેવળ હલકટતાથી જ એક પ્રતિષ્ઠિત ઘરની આબરૂ ઉપર હાથ નાખ્યો કહેવાય. માટે કાઉન્ટ પાસે તે તેના બદલે લેવો જ જોઇએ એમ માની, બ્યુશપ સાથે એ સીધો કાઉન્ટને ઘેર જ દોડયો. કાઉંટ નૉર્મન્ડીથી પાછો આવી ગયાના સમાચાર તેને મળ્યા; પણ કાઉંટને ભેટો થઈ શક્યો નહિ. એટલે રાત્રે થિયેટરના જલસામાં તે જવાનો હતો એમ જાણી, આલ્બર્ટે તે વખતે જ તેને પડકારવાને વિચાર કર્યો, અને એપિને, ડિગે, મેકિસમિલિયન એ સૌ મિત્રોને તે વખતે થિયેટરમાં હાજર રહેવા ખબર પહોંચાડી દીધી. આટલું કર્યા પછી આબર્ટ પિતાની માતા મર્સિડીસને મળવા ગયો. તે તદ્દન ભાંગી પડી હતી. આલ્બર્ટને દેખતાં જ તે તેને હાથ પકડી, ડૂસકે ડૂસકે રડવા લાગી. આલ્બર્ટ તેના તરફ કરુણાભર્યા હૃદયે જોઈ રહ્યો. પોતાના જમાનાની સુંદર સર્વોત્તમ સ્ત્રી ગણાતી પોતાની આ માતાને બદનામી અને શરમના ડુંગર તળે નાહક દબાવી દેનાર દુશમન ઉપર વેર લેવાનો તેને વિચાર વળી વધુ દૃઢ થયો. આલ્બર્ટે તેને ધીમેથી પૂછ્યું, “મા, કાઉંટ મોર્ફને કોઈ દુશ્મન હોય એમ મને લાગે છે?' 'તારા પિતા જેવા મોટા માણસને દુશમને ન થયા હોય એવું ભાગ્યે જ બને.’ “કાઉંટ ઓફ મોન્ટેક્રિસ્ટો આપણે ઘેર કોઈ વખત જમવા નથી બેઠા, એ તે તું જાણે છે ને?' બેટા, એ વાતને અહીં શો સંબંધ છે?' મા, પૂર્વ તરફના લોકોમાં એવો ચાલ છે કે જેની સાથે વેર Page #219 -------------------------------------------------------------------------- ________________ પહકાર! બ :યું છે, તેના ઘરનું નિમક ન ખાય. કારણ કે, પછી તેનું લોહી રે શું એ નિમકહરામી ગણાય.’ “બેટા, તું આ શું બોલે છે? ઉંટ ઑફ મેન્ટેક્રિસ્ટોને આપણા પ્રત્યે એવી તે શી દુશ્મનાવટ હોઈ શકે? તેમણે તે તારી દિગી બચાવી છે. એમની સાથે કદી ઝઘડો ન કરો.” આલ્બર્ટ માત્ર માં મરી ત્યાંથી ચાલવા લાગ્યો. મર્સિડીસે તેને પેતાની સાથે રહેવા કહ્યું; કારણ કે, દુ:ખશેકની પીડામાં આજે એકલા ૨વું તેને માટે મુશ્કેલ હતું. પરંતુ આલબર્ટે જવાબમાં એટલું જ કો, “આજની આખી સાંજ એક અગત્યના કામસર મારાથી રોકાવાય તે નથી.’ એટલું કહી, તે તરત ચાલતે થયો. મસિડસના મનમાંથી એક ચાર વીજળીના ઝબકારાની પેઠે પસાર થઈ ગયો. તેણે પોતાના વક વિશ્વાસુ નેકરને આલ્બર્ટની પાછળ પાછળ કલ્યો તથા આખી એ જ તે શું કરે છે તથા કોને કોને મળે છે, તે જાણી લાવવા તાકીદ : . તથા પોતે પણ કપડાં પહેરી તૈયાર થઈને બેઠી, જેથી ખબર થતાં જ દોડી જવાય. થોડી વારે તેને ખબર મળી કે, આલ્બર્ટે પિતાના મિત્રો સાથે જે રીતે થિયેટરમાં જવાનું ગોઠવ્યું છે; તથા વાતચીત ઉપરથી લાગે છે કે, ત્યાં તે કોઈને યુદ્ધ માટે પડકાર આપવાને છે. વખત થતાં જ થિયેટરમાં આલબર્ટ પોતાના મિત્રો સાથે કાઉંટના રાવવાની રાહ જોતે તૈયાર ઊભો રહ્યો, કાઉંટે એક બૉકસ પિતાને ટે કેટલાંય થિયેટરોમાં કાયમની રેકી લીધેલી હતી. ખેલ શરૂ થઈ ગયા બાદ કાઉટની બૉક્સનું બારણું ઊઘડયું અને કાઉંટ તથા મેકિસમિલિયન તેમાં દાખલ થયા. એક અંક પૂરો છતાં વચગાળો પડ્યો કે તરત જ આલબર્ટ પોતાના મિત્રો સાથે ઉંટની બૉકસમાં દાખલ થયો. Page #220 -------------------------------------------------------------------------- ________________ 210 આશા અને ધીરજ કાઉંટ થિયેટરમાં દાખલ થયો ત્યારથી જ તેનું ધ્યાન આલ્બર્ટ તરફ ખેંચાયું હતું, અને તેનાં લક્ષણ ઉપરથી તે પોતાની ઉપર કંઈક બગડયો હોય એમ તરત જોઈ લીધું હતું. એટલે આલ્બર્ટને આમ આવેલે જોઈ તેને નવાઈ ન લાગી. તેણે સ્વાભાવિક રીતે હસીને તેને આવકાર આપ્યો. આલ્બર્ટે જવાબમાં કહ્યું, “હું તમારા જેવાનો દંભી, જૂઠો આવકાર જોવા અહીં નથી આવ્યો; મારે તે તમારી પાસે ખુલાસો જોઈએ છે.” ખુલાસો ! અને તે મારી પાસેથી? તમે ન જાણતા હો તો જાણી લે, મિત્ર, કે મેન્ટેક્રિસ્ટો માત્ર મોન્ટેક્રિસ્ટોને જ જવાબદાર છે.” એ બધાં ઘમંડ તમારા ઘરમાં તમારા ખરીદેલા ગુલામ આગળ દાખવજો; મને તો તમારે તમારા વિશ્વાસઘાતનો અને દગાબાજીનો કાંતે ખુલાસો આપવો પડશે અથવા કિંમત ચૂકવવી પડશે!” વિશ્વાસઘાત! દગાબાજી! સાહેબ, કેટલાક લોકોને એ અને ખાસ કરીને કેટલાય લોકોના પુત્રોને મોંએ એ શબ્દો જાહેરમાં ને બોલાય એમાં જ શોભા છે !' કાઉન્ટના એ શબ્દોનો સૂચિતાર્થ સમજી જઈ આલ્બર્ટ વધુ સળગી ઊઠયો અને કંઈક ભૂંડું બોલવા જતો હતો તેવામાં કાઉંટે તેને જરા દબાવીને જણાવ્યું, ‘અહીં મારી બૉકસમાં કશા બૂમબરાડા પાડયા વિના સીધા બહાર ચાલ્યા જાઓ. તમારે મારી પાસે યુદ્ધ જોઈએ છે તે સ્પષ્ટ સમજાય છે, પણ તે માટે આમ હડકાયાપ દાખવવાની જરૂર નથી. તમારો સમય અને સ્થળ તમારી નવરાશે મને જણાવજો એટલે બસ, પણ અત્યારે મારી બૉકસમાં હવે એક મિનિટ તમે વધુ થોભશે, અથવા વધુ બેશરમીભર્યો વર્તાવ કરવા જશો, તો મારા નોકર પાસે તમને ઉઠાવીને મારે નાછૂટકે બહાર ફેંકાવી દેવા પડશે !' આલ્બર્ટ ગુસ્સામાં ને ગુરસામાં ત્યાં ને ત્યાં જ કારના Page #221 -------------------------------------------------------------------------- ________________ પડકાર! 21 મિ ઉપર પિતાના હાથના મોજાને ઘા કરવા જતો હતો, પણ મૅકિસમિલિયને તેનું કાંડું પકડી લીધું. કાઉન્ટ સહેજ નમીને તેના હાથમાંથી તેનું મોજું લઈ લીધું અને ઠંડે પેટે કહ્યું: ‘તમારો પડકાર હું સ્વીકારું છું. અને તેને યોગ્ય જવાબ તમે જણાવશો ત્યાં અને તે રીતે હું પાછો વાળીશ.” આલ્બર્ટના મિત્રો તે કંઈ વધુ અવિચારી ન બોલે કરે એ માટે જલદી તેને બહાર ધકેલી ગયા. મૅકિસમિલિયને તરત બૉકસનું બારણું અંદરથી બંધ કરી દીધું. થોડી વારે બ્યુશેપ બારણું ઉઘડાવી અંદર પાછો આવ્યો અને હૃદયુદ્ધનું સ્થળ તથા સવારના આઠ વાગ્યાને સમય કહી ગયો. ઠંદ્રયુદ્ધનું સાધન પસંદ કરવાને હક અપમાનિત તરીકે કાઉન્ટને કહેવાય, પણ તેણે તે પસંદગી પણ આલ્બર્ટ ઉપર છોડી. બ્યુશંપે જણાવ્યું કે, આલબર્ટને પિસ્તોલ પસંદ છે! ન્યૂશેપ ગયો એટલે કાઉન્ટ ઍકિસમિલિયનને પૂછયું, “હંદુયુદ્ધના મેદાન ઉપર મારા સાથી તરીકે તમે હાજર રહેશે જ એમ હું માની લઉં છું.” ' “અવશ્ય; પણ આ ઝઘડાનું ખરું કારણ શું છે તે મને સમજાતું નથી.” “હેદીએ આબર્ટના બાપ સામે જબાની પૂરી, અને તે મારે ત્યાં રહે છે, એ કારણ ઉઘાડું છે!” “પરંતુ તેટલા માટે આલ્બર્ટ તમારી સાથે આમ તંદ્વયુદ્ધ લડવા શું કામ તૈયાર થાય? તમને જ અત્યાર સુધી તે પોતાના પરમ મિત્ર અને હિતેષી માનતો આવ્યો છે!' ખરું કારણ આલ્બર્ટ પણ નથી જાણતે. માત્ર હું અને મારો ઈશ્વર જ જાણે છે. પરંતુ તમને હું એટલી ખાતરી આપું છું કે, સર્વ જાણનાર ઈશ્વર આપણા પક્ષમાં જ છે.” Page #222 -------------------------------------------------------------------------- ________________ 22 આશા અને ધીરજ બસ, મારે માટે એટલું બહુ છે. પણ તંદ્વયુદ્ધમાં બે સ થીદાર હોય; તમારો બીજો સાથીદાર કોણ હશે ?' áયુદ્ધમાં મારા સાથીદાર થવાનું હું આખા પેરિસમાં બે જણને જ કહું: એક તમને અને બીજા તમારા બનેવી ઈમેન્યુઅને. તે કબૂલ થશે એમ તમે માનો છે?” “જરૂર; મારા વિષે જેટલી ખાતરી તમે રાખી શકો, તેટલી જ તેમને વિશે પણ તમારે રાખવાની છે!” કાઉંટ વાત્સલ્યભરી આંખે એ જુવાનિયા તરફ જોઈ રહ્યો કાઉંટે ઘેર જઈ, અલીને હાથીદાંતના હાથાવાળી પિતાની પાસ બે પિસ્તોલો લાવવા કહ્યું. તે પિસ્તોલો વડે, ગંજીફાના કોરા 5 ને તાકીને તેમાં એક્કો, દૂરી, તીરી, એમ-દશા સુધીની નિશાનીઓ સાપસર પડવાને અભ્યાસ તેણે કર્યો હતો. હજુ કાઉંટ પિસ્તોલ તપાસતે જ હતું, તેવામાં તેના હજુ એ એરડાનું બારણું ધકેલ્યું; અને કોઈ બાનુ મળવા આવ્યાં છે એમ કહેવા તે પિતાનું મોં ઉઘાડે તે પહેલાં તે એક બુરખાવાળી બાઈ તેની પાછળ પાછળ આવીને અંદર જ દાખલ થઈ. કાઉંટે હજૂરિયાને બહાર જવા નિશાની કરી; તથા પછી પેલી બાઈ તરફ વળીને પૂછયું : “બાન, આપ કોણ છો?” પેલી બાઈએ આસપાસ નજર કરીને, ત્રીજા કોઈ ત્યાં નથી તેની ખાતરી કરી લીધી. પછી પોતાને બુરખ ઊંચો કરી, બે હાથ જોડી, આજીજીભર્યા અવાજે કહ્યું “એડમંડ, મારા પુત્રને ન મારી નાખશો !" કાઉંટ એક નાની ચીસ પાડી બે ડગલાં પાછા ખસી ગયો. તેના Page #223 -------------------------------------------------------------------------- ________________ આ યુદ્ધ 213 હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ. “તમે હમણાં કોનું નામ બોલ્યાં, મેડમ મોર્મકું?” “તમારું!' મેડમે બુરખો ફરી મોં પર નાખીને કહ્યું, “અને મારું નામ પણ મસિડીસ છે, એટલું યાદ રાખજે.' “મર્સિડસ તે મરી ગઈ, બાબુ ! એ નામની કોઈ વ્યક્તિને હવે હું ઓળખતે નથી.” “મર્સિડસ હજુ પણ જીવે જ છે. અને તેણે એકવીએ જ તમને જોતાંવેંત ઓળખી કાઢયા હતા. ત્યારથી માંડીને તે ડરતી ડરતી તમારી ઉપર નજર રાખી રહી છે. કાઉંટ મૉર્સર્ફ ઉપર કોના હાથથી આ કારમો ઘા થયો છે, તે જાણવા તેને કયાંય શોધખોળ કરવાની જરૂર પડી નથી. પરંતુ મારી એટલી જ વિનંતી છે કે, તમે મારા પુત્રને મારી ન નાખશે. હું આજે થિયેટરમાં હાજર હતી, અને ત્યાં જે કાંઈ બન્યું છે, તે મેં મારી નજરે જોયું છે.' પણ ફર્નાન્ડના છોકરાએ મારું જાહેરમાં અપમાન કર્યું છે !" પોતાના પિતા ઉપર ઊતરેલી કમનસીબી માટે તે તમને જવાબદાર ગણે છે. “તેના પિતાને જે મળ્યું છે, તે કમનસીબી નથી, પરંતુ સજા છે. મેં તેના પિતાને ઘા નથી કર્યો, ઈશ્વરે તેને સજા કરી છે.' “પણ તમે તમારી જાતને ઈશ્વરને સ્થાને શું કરવા મૂકો છો? યાનીનાના અલી પાશાને ફર્નાન્ડ મેન્ડેગેએ દગો દીધો, તેમાં તમને શું લાગેવળગે ?' ‘તમારી વાત ખરી છે; મારે ફેંચ અમલદાર કે કાઉંટ મૉર્ડ સાથે કશી લેવાદેવા નથી. મારે તે માછીમાર ફર્નાન્ડ અને મસિડસના પતિ સાથે લેવાદેવા છે.” પણ તે બાબતમાંય વાંક મારો છે, ઍડમંડ જે તમારે કોઈના Page #224 -------------------------------------------------------------------------- ________________ 214 આશા અને ધીરજ ઉપરેય વેર લેવું હોય તો મારી ઉપર લો; કારણ કે તમારી ગેરહાજરીમાં એકલી રહેવાનું બળ મારામાં ન હતું, અને હું તેને પરણી ગઈ.” પણ હું ગેરહાજર શા માટે હો?' કારણ કે તમને કેદ પકડવામાં આવ્યા હતા.' પણ મને શા માટે કેદ પકડવામાં આવ્યો હતો?” ‘એ હું નથી જાણતી.' તે સાંભળો : મને કેદ પકડવાનું કારણ એ હતું કે, તમારી સાથે મારા થનારા લગ્નને આગલે દિવસે ડેલર્સ નામના માણસે એક કાગળ લખ્યો, જે ફર્નાન્ડે પોતે ટપાલમાં નાખ્યો.’ આમ કહી, કાઉંટે પોતાના ટેબલના એક ગુપ્ત ખાનામાંથી દ’ બેવિલેના જેલ-રજિસ્ટરમાંથી પિતે કાઢી લીધેલો કાગળ કાઢયો અને મર્સિડીસને આપ્યો. મર્સિડીને તે કાગળ વાંરયો. વાંચતાં જ તેના કપાળ ઉપર ફૂટી નીકળેલાં પરસેવાનાં ટીપાં લોહી નાખવા તેણે પિતાને હાથ કપાળ ઉપર ફેરવ્યો. પછી તે માત્ર એટલું જ બોલી : “ઓ પ્રભુ !' ત્યાર બાદ તેણે ધીમેથી પૂછ્યું, “પછી આ કાગળનું શું પરિણામ આવ્યું?” “તે તે તમે જાણો છો; તેને પરિણામે મને જેલ મળી. પણ એ જેલ એટલે શું? 14 વર્ષ સુધી હું તમારાથી ત્રણ માઈલ દૂર શેટો દ ઈફની એક અંધારી કોટડીમાં પુરાઈ રહ્યો હતે. એ 14 વર્ષની દરેક ઘડીએ મેં પ્રથમ દિવસે લીધેલી વેરની ઘોર પ્રતિજ્ઞા ગોખ્યા કરી છે. જોકે તે વખતે હું જાણતો ન હતો કે તમે ફર્નાન્ડને જ– માગ દુશ્મનને જ– પરણી ચૂક્યાં હતાં, તથા મારા પિતા મરણ પામ્યા હતા અને તે પણ ભૂખે ટળવળતા.’ મર્સિડીસ ફાટેલી આંખે બે ડગલાં પાછી હટી ગઈ. પછી ઘૂંટણિયે પડી તે રડતાં રડતાં બોલી : “ક્ષમા કરો, એડમંડ, ક્ષમા કરો; કાંઈ નહિ તો તમે એક વાર પોતાની માનેલી મર્સિડીસને કારણે ક્ષમા કરે; જે તમને હજુ નિરંતર યાદ કરે છે અને ચાહે છે.' Page #225 -------------------------------------------------------------------------- ________________ દ્વયુદ્ધ 215 કાઉટે તેને ફરીથી ઊભી કરી અને પછી ગુસ્સાથી ભભૂકી ઊઠીને કહ્યું, “તમે મને એ શાપિત વેલાને છુંદી નાખવાની ના પાડો છો ? એ તો ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેવું થાય; કારણ કે ઈશ્વરે મને એ દુષ્ટોને સજા કરવા જ એ દોજખમાંથી જીવતે બહાર કાઢ્યો છે અને સર્વ પ્રકારનાં સાધનોથી સુસજિજત કર્યો છે. એ લોકોને સજ ન કરવી, એ મારે માટે અશક્ય વસ્તુ છે, બા!” હું તમને એડમંડ કહું છું, તમે મને મર્સિડીસ કેમ નથી કહેતા?” - “મર્સિડીસ? હા, મર્સિડીસ! પ્રભુ જાણે છે એ નામ મેં મારી જીલોથી 14 વર્ષમાં એક ક્ષણ પણ મુક્યું હોય તે! એ નામને આધારે જ મેં એ અંધારા ઘર દિવસે કાપ્યા છે, તથા એ નામ લઈને જ મેં તેનાથી મને છુટા પાડનારાઓ ઉપર વેર લેવાના કારમા શપથ લીધા છે. માટે મર્સિડીસ! મને મારું વેર લેવા દે !" પોતાને માટે ટુંકારાભર્યા અને વહાલભર્યા એ શબ્દો કાઉંટને એ આટલે વરસે ફરી સાંભળતાં મર્સિડીસના મોં ઉપર ક્ષણભર મેક પ્રકારની કતાર્થતાનો આનંદ છવાઈ રહ્યો. પરંતુ તરત તે બોલી ઉઠી: “ભલે, એડમંડ! તમે વેર લેજો ! ફર્નાન્ડ ઉપર લેજે, મારી ઉપર લેજે, જે કોઈ અપરાધી છે તેમની ઉપર લેજો; પણ મારા નિરપરાધી પુત્ર ઉપર ન લેશો.' મોન્ટેક્રિસ્ટોએ એ સાંભળી પોતાનું માથું બે હાથ વચ્ચે સખત રીતે ભીડી એક લાંબો નિસાસો નાખ્યો. કારણ કે. હૃદયુદ્ધમાં આલ્બર્ટને ન મારવો એટલે તેને હાથે પોતે મરવું! મર્સિડીસ પુત્રના જીવનના બદલામાં પોતાનું જીવન માગી રહી હતી! ઍડમંડ!' મસિડીસે તેને વિચારમાં પડેલ જોઈ કહેવાનું ચાલુ રાખ્યું, “તમારું નામ મારા હૃદયમાં લગભગ દેવને સ્થાને છે. મે. નામ મારે માટે બહુ અમૂલ્ય - ઉજજવળ વસ્તુ છે. મારી પ્રાર્થનામાં Page #226 -------------------------------------------------------------------------- ________________ 256 આશા અને ધીરજ રોજ એ નામની આસપાસ મેં ભગવાનના આશીર્વાદ પામ્યા છે. એ નામ મારા પુત્રના ખૂનીના નામ તરીકે મારા અંતરમાં કાયરનું કોતરાઈ જાય, અને મેં ઘૂંટણિયે પડીને કરેલી એક માગણી પણ તમે નકારી એવું ન થાય, એ યાચના હું પગે પડીને કરું છું.” કાઉંટના હૃદયમાંથી એક બીજો નિસાસો નીકળ્યો. ઘેર હતાશા તેના મોં ઉપર છવાઈ રહી. તે ધીમેથી બોલ્યો, “મર્સિડીસ! તું તરા પુત્રનું જીવન માગે છે; ભલે, તે જીવશે.’ મર્સિડીસે તે શબ્દો સાંભળતાં જ તેને હાથ પકડી પિતાને હેઠે લગાવ્યો. “એડમંડ! મારા દેવ! તમે મારા હૃદયમાં હવે દેવને સ્થાને જ રહેશે. એ સિંહાસન જે ખાલી પડ્યું હોત, તે મારું હૃદય ભાંગી પડત. હું તમને જેવા હંમેશાં માનતી આવી છું, એવા જ પ્રતાપી, દેવાંશી, ઉજજળવ તમે મારા હૃદયમંદિરમાં હવે બિરાજશે.' ભલે મસિડીસ! તારા હૃદયમાં તે નામ ઉજજવળ રહે! પરંતુ તે મારી પાસેથી કેટલું મોટું બલિદાન માગી લીધું છે, તે તું જાણતી નથી. કોઈ શિલ્પીએ મોટી ઇમારત વર્ષો સુધી ઘડી હોય, અને જ્યારે તે લગભગ પૂરી થવા આવે ત્યારે જ પોતાને હાથે તે પાડી નાખવાની થાય, ત્યારે શિલ્પીને શું થાય, તેની ખબર બીજા કોઈને નહિ પડે. ભલે, તારો પુત્ર જીવશે, પણ તે મારા જીવનને ભેગે!” મર્સિડસ કાઉન્ટના છેલ્લા શબ્દો સમજી શકી નહિ. તે જરા બેબાકળી બની ફરી બોલી ઊઠી : “એડમંડ, તમે હમણાં તમારું વચન આપ્યું છે કે, મારો પુત્ર જીવશે; તે હવે તે જીવશે જ, એ ખરું કે નહિ?' હા. હા; તારો પુત્ર જીવશે. પરંતુ તારા પુત્ર માટે નું જે કરી રહી છે, તે મારે માટે કરનાર કોઈ જ નથી! મારું જીવન -' મસિંડીસ તેને અટકાવીને બોલી : “તમારું જીવન! તમારું જીવન આ ક્ષમાદાનથી, આ પ્રેમદાનથી વધુ ઉજજવળ બનશે; હું તમારે માટે પરમાત્માની અંતરથી પ્રાર્થના કરીશ.' Page #227 -------------------------------------------------------------------------- ________________ દ્વયુદ્ધ 217 કાઉટ હવે ચુપ થઈ ગયો. મર્સિડીસ ત્યાર પછી ઝટપટ કાઉન્ટની મૂંગી રજા લઈને જ વિદાય થઈ ગઈ. કાઉન્ટના મોંમાંથી અચાનક બ્દ નીકળી પડયો : “આ સ્ત્રી! જેને માટે હું આટલો તડપ્યો હતે, તે જ મારું મૃત્યુ મારી પાસે માગી ગઈ! પરંતુ, મેં વેર લેવાની આટલી આટલી આકરી પ્રતિજ્ઞા લીધી હતી તે શું આ માટે? એક સ્ત્રીને શબ્દ જ તેને ઉરાડી દેવા બસ હતો?” , બીજે દિવસે મેકિસમિલિયન તથા મેન્યુઅલ વીસ મિનિટ વહેલા કાઉન્ટને ત્યાં આવી ગયા. ઍકિસમિલિયને ક્ષમાયાચનાના ભાવથી કહ્યું, “ગઈ કાલે રાતે એક ક્ષણ વાર પણ મારી આંખ મીંચાઈ નથી; અને મારા ઘરમાં બીજા કોઈની પણ મીંચાઈ નથી. તમારા પ્રતાપી મુખ સામું જોઉં તો જ મને વિશ્વાસ આવે છે, આજે તમને કશું નહિ થાય, એટલા માટે હું વહેલો દોડી આવ્યો છું.” કાઉન્ટ એ જવાનિયાનો પિતા પ્રત્યેનો ભાવ જોઈને ગળગળો થઈ ગયું. તેણે તેના તરફ હાથ લંબાવવાને બદલે પહેલા કર્યા તથા તેને છાતી સરસો ચાંપી દીધો. ત્યાર પછી તેણે દાંટ વગાડી અલીને બોલાવ્યો. અલી આવતાં જ કાઉન્ટે તેના હાથમાં કાગળને એક બીડો મૂકીને કહ્યું, “આ બીડ મારા વકીલને આપી આવ.' પછી મૅકિસમિલિયન તરફ ફરીને કાઉન્ટે કહ્યું, “મેકિસમિલિયન, એ મારું વીલ છે; મારા મૃત્યુ પછી તારે પણ એ જોવાનું રહેશે.' “તમારા મૃત્યુ પછી? એટલે શું?' હૃદયુદ્ધમાં આપણે શક્યતા તો બધી જ વિચારવી જોઈએ ને?” “હું ગઈ કાલે રાતે પેલા લોકોને મળવા ગયો હતે, તથા લડવા માટે પિસ્તોલને બદલે તલવાર સ્વીકારવાને મેં તેમને આગ્રહ કર્યો હતો. કારણ, પિસ્તોલ આંધળી હોય છે.' પેલાએ કબૂલ થયા?” નહિ; તેને તમારી પટ્ટાબાજીની કુશળતાની ખબર પડી ગઈ Page #228 -------------------------------------------------------------------------- ________________ 218 આશા અને ધીરજ છે. જે ઉસ્તાદોને તમે તલવારની પટ્ટાબાજીમાં હરાવ્યા છે, તેઓએ જ તમારી કીર્તિ ચોમેર ફેલાવી છે.' પણ તે મને પિસ્તોલ ફોડતાં કદી જોયો છે?' “કદી નહિ.” કાઉન્ટ તરત એક પાટિયા ઉપર ગંજીફાને ચોકડીને એક્કો લગાડ્યો. પછી એક પિસ્તોલ લઈ ચેકડીના ચિત્રાના ચાર ખૂણા ચાર ગોળીથી એક્સરખા ઉડાવી દીધા. મેકિસમિલિયન એ પાન હાથમાં લઈને જોતાંવેંત જ ચમકી ઊઠો. તે પનું ઇમેન્યુઅલને બતાવતાં તે બોલી ઊઠ્યો, “બાપરે! કાઉન્ટ, પ્રભુના નામથી તમે આબર્ટને મારી ન નાખશો! તેને બિચારાને મા છે.' ખરી વાત! મારે મા નથી.' આ શબ્દો કાઉન્ટ એવી રીતે બોલે, જેથી મેકિસમિલિયન ધ્રૂજી ઊઠયો. તે બોલ્યો, “પણ કાઉન્ટ, અપમાન તમારું કરવામાં આવ્યું છે ને ?' હા; તેનું શું?' એને અર્થ એ છે કે, તમને પહેલી ગોળી છોડવાનો હક રહેશે. તમે ગોળી તાકવાની કુશળતા બતાવી છે, તે જોતાં તમે સહેજે તેને યોગ્ય જગાએ ગેળી મારી ઘાયલ કરી શકશે; તેથી જ મેં તમને કહ્યું કે, તેને મારી ન નાખશે.” પણ તમારે કોઈને આલ્બર્ટ તરફ દયાભાવથી વર્તવા માટે વકીલાત કરવાની જરૂર જ નથી. હું તેના તરફ એટલી બધી દયા બતાવવાનું છું કે, તે તે તેના બે સાથીદારો સાથે દ્વંદ્વયુદ્ધને અંતે શાંતિથી ઘેર પાછો ફરશે; પણ હું તે -' આગળ બોલો!' ‘મારી બાબતમાં જુદું જ બનશે. મારા સાથીદારોએ મને ઊંચકીને લઈ જવો પડશે. પણ ચાલો, હવે વખત થઈ ગયો છે; આપણે વેળાસર મેદાન ઉપર પહોંચવું જોઈએ.” Page #229 -------------------------------------------------------------------------- ________________ વંદ્વયુદ્ધ બહાર ગાડી તૈયાર ઊભી હતી. તેઓ મેદાન ઉપર પહોંચ્યા ત્યારે આલ્બર્ટના બે સાથીદારો બુશેપ અને શેટ-રેને ત્યાં આવી ગયેલા હતા. મેન્ટક્રિસ્ટેએ નીચે ઊતરી, ઍકિસમિલિયનને એક બાજુ લઈ જઈને પ્રશ્ન પૂછ્યો: “મેંકિસમિલિયન, તારું હૃદય હજુ મુક્ત છે કે બંધાઈ ચૂક્યું છે?' મેકિસમિલિયન નવાઈ પામી કાઉન્ટ સામું જોઈ રહ્યો. કાઉન્ટ તેને કહ્યું, “તારે બીજો કોઈ ભેદ ખેલવાની જરૂર નધી. માત્ર “હા” કે “ના” કહીશ તો પણ ચાલશે.” હું એક સ્ત્રીને પ્રેમ કરું છું, કાઉન્ટ.' “તું તેને પ્રાણ પણે ચાહે છે?' મારા જીવનથી પણ વધુ.’ એક વધુ આશા તૂટી પડી,” કાઉન્ટ બોલ્યો. પછી એક નિસાસા સાથે તે ગણગણ્યો, “બિચારી હૈદી!' હેદી માટે તેમણે મૅકિસમિલિયનને જ વિચારી રાખ્યો હતે ! ઍકિસમિલિયન પછી બ્યુશેપ તરફ વળ્યો અને પૂછવા લાગ્યો, ‘આલ્બર્ટ મૉર્સર્ફ તમારી સાથે નથી આવ્યા, ખરું?” તેમણે સવારમાં કહેવરાવ્યું હતું કે, તે અમને મેદાન ઉપર જ મળશે.’ શેટો-રેનેએ જવાબ આપ્યો. એટલામાં એક ગાડી આવતી દેખાઈ. પણ તેમાંથી તે ડિજો અને એપિને ઊતર્યા! તેમણે કહ્યું કે, આલબર્ટે આજ સવારે અહીં મળવાને અમને સંદેશો કહાવ્યો હતો. ન્યૂશેપ અને શેટ-રેનો નવાઈ પામી એકબીજા સામે જોવા લાગ્યા. પણ એટલામાં બ્યુગૅપ બોલી ઊઠયો– “પેલે આલ્બર્ટ આવે! તે મારતે ઘડે આ તરફ આવતે લાગે છે.” પિસ્તોલ વડે વંદયુદ્ધ લડવાનું હોય, ત્યારે ઘડેસવારી કરીને Page #230 -------------------------------------------------------------------------- ________________ 220 આશા અને ધીરજ આવવાનું હોતું હશે? કે મૂર્ખ છે? અને મેં તેને બધી સૂચના આપી હતી, તો પણ!” શેટ-રેનએ હવે કાઉન્ટને આલ્બર્ટ આવ્યાની ખબર કહેવા ઍકિસમિલિયનને રવાના કર્યો અને બ્યુલ્સેપે પિસ્તોલ કાઢી. એક મિનિટ થજો,’ આલબર્ટે કહ્યું, “મારે કાઉટ સાથે બે વાત કરી લેવી છે.” ખાનગીમાં?” મેકિસમિલિયને પૂછ્યું. ના, ના; સૌની સમક્ષ.” આલ્બર્ટના સાથીદારો ફરી નવાઈ પામી એકબીજા સામું જોવા લાગ્યા. કાઉન્ટને આબર્ટને સંદેશો કહેવામાં આવતાં જ તે બોલ્યો, મારી સાથે વળી તેને શી વાત કરવાની છે? હું આશા રાખું છું કે, તે કંઈ જંગલીપણું નહિ કરે.' “મને તેના ઇરાદાની કશી ખબર નથી.' ઍકિસમિલિયને જવાબ આપ્યો. થેડી વારમાં સૌ મેદાનની અધવચ ભેગા થયા. આલ્બર્ટે પછી સૌના સાંભળતાં કાઉન્ટ તરફ જોઈને કહ્યું, “કાઉન્ટ! મારા પિતાનાં ગ્રીસમાંનાં કારનામાં ખુલ્લાં પાડવા બદલ મેં તમને અપરાધી ગણ્યા હતા; કારણ કે, તેમણે ત્યાં ગમે તે કર્યું હોય, પણ તેમને સજા કરવાને તમને કંઈ જ હક નહોતે. પરંતુ આજે મેં જાણ્યું છે કે, તમને તે સજા કરવાનો હક હતે: અલી પાશાને ફર્નાન્ડ મેન્ડેગેએ દીધેલા દગા બદલ નહીં, પછી માછીમાર ફર્નાન્ડે તમને જે દગો દીધો છે તે બદલ. તેને પરિણામે તમને જે અવર્ણનીય દુ:ખ સહન કરવાં પડ્યાં છે, તે જોતાં તમે મારા પિતા ઉપર વેર લેવાના પુરેપુરા હકદાર હતા એમ હવે હું માનું છું અને હું તેમનો પુત્ર થઈને કહું છું કે, તમે જેટલું કર્યું છે તેથી વધુ ન કર્યું. એ જ તમારી મોટાઈ છે!' આ સાંભળનાર સૌ ઉપર વીજળી પડી હતી તે પણ તેઓ વધુ આભા બન્યા ન હોત! કાઉન્ટ આકાશ સામે આંખ ઊંચી કરીને Page #231 -------------------------------------------------------------------------- ________________ આત્મહત્યા પરમાત્માનો આભાર માન્યો. આલ્બર્ટ આ હૃદયપલટો કરવામાં મર્સિડીસનો હાથ તેને ચેખે દેખાયો. તે બાઈએ પોતાના પતિની - કળની - ગુખ વાત પોતાના પુત્ર આગળ પ્રગટ કરી દીધી હતી, અને પિતા પ્રત્યે એ જુવાનિયાના અંતરમાં સહેજ પણ સદભાવ ન રહે એ જોખમ ખેડયું હતું. એમ કરીને આ ઢંદ્વયુદ્ધ અટકાવી શકાશે એ ખાતરી હોવાથી જ, તેણે કાઉન્ટ પાસે આલ્બર્ટનું જીવન આગલે દિવસે આટલા બધા આગ્રહથી માગ માગ કર્યું હતું! 40 આત્મહત્યા ઘેર જઇને આલબર્ટે પોતાની બધી ચીજોની યાદી કરી દીધી અને ટેબલ ઉપર ઝટ દેખાઈ આવે તે રીતે દબાવીને મૂકી. ત્યાર બાદ ભીંત ઉપરથી પિતાની વહાલી માતાનું એક મોટું રંગીન ચિત્ર હતું તે ઉતાર્યું, તથા તેને ચોકઠામાંથી કાઢી લઈ તેને વટો કર્યો. એ એક જ વસ્તુ લઈને તે આ ઘરમાંથી હંમેશને માટે નીકળી જતો હતો. આ બધું પૂરું થઈ રહેવા આવ્યું, તેવામાં ગાડીના ખખડાટ પરથી તેણે જાણ્યું કે તેના પિતા ગાડીમાં બેસીને કયાંક બહાર ગયા. ત્યાર બાદ આલ્બર્ટ પોતાની માતાના ઓરડામાં ગયો. ત્યાં પણ એ જ સ્થિતિ હતી. આલબર્ટે માના ગળાની આસપાસ હાથ વીંટાળી દીધા અને પૂછ્યું, “મા! તું શું કરે છે?' “અને અત્યાર સુધી શું કરતો હતો, બેટા? હું પણ અહીંથી ચાલી નીકળું છું, અને મારો પુત્ર મને સાથે લઈ જશે, એવી મને ખાતરી છે.” - “પણ મા, હું તો બધું છોડીને જાઉં છું. હું આ ઘરમાંથી કશું વેવા નથી. મારું ખાવાનું હું કમાઈ શકે તેવો થાઉં તે પહેલાં એક Page #232 -------------------------------------------------------------------------- ________________ 222, આશા અને ધીરજ નાની સરખી રકમ હું એપિને પાસેથી ઉછીની લેવાનો છું. પણ મારા એ કંગાળ જીવનમાં હું તને ભાગીદાર શી રીતે બનાવી શકું?' “બેટા, તું ગરીબાઈ અને ભૂખમરામાં જીવન ગુજારવા માગે છે?' મા હું હજુ જુવાન તથા શક્તિશાળી છું. દૃઢ ઇચ્છાશક્તિનું. બળ શું કરી શકે, તેને પાઠ હું હમણાં જ શીખ્યો છું. એવા લોકો મારી નજર સામે છે, જેઓએ કલ્પી ન શકાય તેવાં દુ:ખ સહન કરી લીધાં છે; તથા આશા અને ધીરજથી નર્યા ભંગારમાંથી નવી વધુ મોટી ઈમારત ખડી કરી છે. તેમના શત્ર એ તેમને જે ઊંડી ખાઈમાં ધકેલી દીધા હતા, તેમાંથી તેઓ એવા તો તાકાત તથા કીર્તિ સાથે પાછા નીકળ્યા છે, કે જેથી તેમના દુશમનોને જ ઝાંખા પડવાને તથા પેલી ખાઈમાં ગબડવાનો વારો આવ્યો છે. આજથી હું મારા ભૂતકાળથી સદંતર છૂટો થાઉં છું. કારણ કે મા, તું સમજી શકશે કે જે માણસને પોતાનું માં શરમના માર્યા બીજા આગળ છુપાવવું પડે તેમ છે, તેનું નામ હું મારા નામ સાથે જોડી રાખવા માગતો નથી.' બેટા, હું પણ જરા વધુ હિંમતવાળી હોત, તો મેં પણ તને એજ સલાહ આપી હોત. બધા પરિચિત મિત્રોથી અત્યારે ભલે તું વિખૂટો પડ; પરંતુ હું હતાશ ન થતું. અને તારા નિર્દોષ હૃદયને નિષ્કલંક નામ જ જોઈતું હોય, તો મારા પિતાનું નામ નું સ્વીકાર. તેમનું નામ હેરીરા હતું. હું જ્યાં હોઈશ ત્યાં એ નામને થોડા વખતમાં ઉજાળીશ, એની મને ખાતરી છે.” ઠીક મા, હું એમ જ કરીશ; પણ હવે જો આપણે આપણા નિશ્ચયને કશો દેખાવ ચયા દીધા વિના અમલમાં મૂકવો હોય, તો ઉતાવળ કરવી જોઈએ. કારણ કે, મૉર્ફ હમણાં જ ગાડીમાં બેસી બહાર ગયા છે.' આલ્બર્ટ તરત એક ગાડી ભાડે કરી લાવ્યો તે ઘરમાં પિસવા જતે હતા તેવામાં એક માણસ આવી તેના હાથમાં પત્ર મૂકી ચાલ્યો ગયો. આલ્બર્ટે તે પત્ર વાંચ્યો અને પછી લાગણીથી વિવશ બનેલા Page #233 -------------------------------------------------------------------------- ________________ આત્મહત્યા 223 હૃદયે તેણે તે પત્ર અંદર આવી પોતાની માતાને આપ્યો. કાઉંટે તેમાં લખ્યું હતું: આબર્ટ, મને ખબર પડી છે કે, તું તારી માને સાથે લઈ તારા પિતાનું ઘર છોડે છે. પરંતુ તારી માતાને શરૂઆતમાં જે તકલીફ વેઠવાની થશે, તેને વિચાર કરજે. આ બધામાં એ વ્યક્તિ જ તેના ઉપર ઘેરાઈ વળેલ દુ:ખ માટે જરા પણ જવાબદાર નથી કે લાયક પણ નથી. આલ્બર્ટ, 24 વર્ષ અગાઉ હું દેશ પાછો ફર્યો, ત્યારે મારી વિવાહિતા સાથે તરત લગ્ન કરવાના કોડભર્યો આવ્યો હતો. મેં કપરી મજૂરી કરી, લગ્ન વખતે તેને દાપા તરીકે આપવા 3000 કૂક એકઠા કરી રાખ્યા હતા; અને માર્સેલ્સમાં મારા પિતા રહેતા હતા તે ઘરના નાના બગીચામાં અંજીરના ઝાડના મૂળમાં દાટી રાખ્યા હતા. તે ઝાડ મારા પિતાએ મારા જન્મ સમયે વાવ્યું હતું. તાજેતરમાં હું પૅરિસ આવતાં માર્સેલ્સમાં થઈને પસાર થયો, ત્યારે એ ઘર આગળ જઈ આવ્યો હતો. કારણ કે, મારે મારી ઘણી દુ:ખદ સ્મૃતિઓ ત્યાં તાજી કરવી હતી. મેં પેલા ઝાડ આગળ ખેદીને જોયું, તે પેલા પૈસાવાળી પેટી બરાબર સચવાયેલી હતી મારી પાસે અત્યારે કરોડોની મિલકત છે; પરંતુ તેમાંથી તને કે તારી માતાને કાંઈ લેવાની વાત કરીને પણ હું દુ:ખી કરવા માગતો નથી. પરંતુ, આલ્બર્ટ, એક જુવાન પ્રેમીએ કાયદેસર રીતે, પોતાની વિવાહિતા માટે જે નાની સરખી રકમ પ્રમાણિક મહેનતથી કમાઈને સાચવી રાખેલી છે, તે રકમ, તું તારી માતાને લેવા દેજે - લેવાનો આગ્રહ પણ કરજે. તને તો હું કશું લેવાને આગ્રહ કરતું નથીકારણ કે તારું સ્વમાની સિહ સરખું હૃદય હું બરાબર પિછાનું છે અને તેની કદર કરું છું.” મર્સિડીસ આ કાગળ વાંચી રહી, એટલે આબર્ટ તેના સામું તેના નિર્ણયની રાહ જોઈ ચુપ ઊભો રહ્યો. મર્સિડીસે જવાબ આપ્યો, મઠમાં જોડાવા માટે જે દ ધું જોઈએ, તે આપવાનો એ માણસને હક Page #234 -------------------------------------------------------------------------- ________________ 24 આશા અને ધીરજ છે; હું તેણે આપેલી રકમ સ્વીકારું છું.' આટલું બોલી તે પોતાના પુત્રના હાથને ટેકો લઈ દાદર ઊતરવા લાગી. | દરમ્યાન, કાઉન્ટ મોર્ચર્ફ સીધે કાઉન્ટ મોન્ટેક્રિસ્ટોને ત્યાં જઈ પહોંચ્યો હતો. ત્યાં જઈ, તેણે કાઉન્ટ પાસે તુમાખીથી ઢંદ્વયુદ્ધની માગણી કરી; તથા આવી રીતે વિના કારણે પોતાની સાથે દુશ્મનાવટ દાખવનાર “તું ખરેખર કોણ છે અને તને મારી સાથે શી દુશ્મનાવટ છે,” એ જાણવા ઇચ્છા દર્શાવી કાઉન્ટ જવાબમાં તરત જ અંદર જઈ પિતાનાં કપડાં દૂર કર્યા તથા ખલાસીનાં કપડાં પહેરી, તે મૉર્સર્ફ સમક્ષ હાજર થયો. મૉર્સર્ફ તેને જોતાં જ રોકી ઊઠયો. તેની આંખ ફાટી ગઈ, અને તે એક ટેબલને ટેકો લઈ માંડ માંડ ગબડી પડતે અટક્યો. પછી, કબરમાંથી બોલતે હોય તેવા અવાજે બોલ્યો, “ઍડમંડ ડા' આટલું બોલી, લથડિયાં ખાતે ખાત તે એક કારમી ચીસ પાડી પોતાની બહાર ઊભેલી ગાડી તરફ દોડ્યો, અને પોતાના હજુરિયાના હાથમાં જઈ ગબડી પડયો. ત્યાર પછી સમજાય નહિ તેવા શબ્દોમાં તે બોલ્યો, “મને ઘેર લઈ જાઓ!” ઘેર પાછો આવી તે પિતાને દાદર ચડવા જતો હતો, તેવામાં બે જણને દાદર ઉપરથી નીચે ઊતરતાં તેણે જોયાં તરત તે દાદર નીચે ભરાઈ ગયો. મર્સિડીસ અને આલ્બર્ટ દાદર ઊતર્યા પછી મર્સિડસ પોતાની ડોક વાંકી કરી ઉપરની બાજુ નજર નાખવા થોડી થોભી. આલબર્ટે ધીમેથી તેને ટકોરી, “મા, હિંમત રાખો, આ આપણું ઘર નથી !' થોડી વારે તેઓ ગાડીમાં બેઠાનો અને બારણું વસાયાનો અવાજ આવ્યો. બહારના મોટા દરવાજા આગળ થઈને ગાડી પસાર થતી હતી, તે વખતે જ એક ભડાકો મકાનમાંથી આવતા સંભળાયો; અને તે ભડાકાથી ઉપરના સૂવાના ઓરડાની એક બારીનો કાચ તૂટી પડતાં થયેલા કાણામાંથી ધુમાડાને એક ગોટે બહાર નીકળ્યો. કાઉન્ટ મોર્સ આત્મહત્યા કરી હતી. Page #235 -------------------------------------------------------------------------- ________________ વેલેન્ટાઇન આફતમાં ટેકિર પાસેથી છૂટો પડ્યા પછી મૅકસમિલિયન વિલેફૉર્ટના મકાન તરફ વળ્યો. વેલેન્ટાઇને તેને ઊભરાતા હદયે આવકાર આપ્યો; તથા જણાવ્યું કે, “મારું શરીર અહીં ઠીક નથી રહેતું એમ માની, મારા દાદા હવે ઝટપટ ઘર બદલવા માગે છે.' ઍકિસમિલિયને ચિંતામાં પડી જઈને પૂછ્યું, “મને પણ લાગે છે કે તમારી તબિયત છેલ્લાં બેએક અઠવાડિયાંથી બગડતી જાય છે; તમારા દાદાની તે વિશેની ચિંતા બરાબર છે.' નેઇરટિયરે પ્રશંસાના ભાવથી ઍકિસમિલિયન તરફ જોયું. વેલેન્ટાઇને આગળ ચલાવ્યું, ‘પણ મારા દાદા જ આ વખતે મારા દાક્તર બન્યા છે. અને તે મને કઈ દવા આપે છે, જાણો છો? તેમને માટે દાક્તર દ' એવરીની જે દવા મોકલે છે, તેમાંથી તે મને થોડી દવા પાતા જાય છે. પહેલાં એક એક ચમચો, પણ હવે ચાર ચમચા રોજ ! મારા દાદા તે દવાને સર્વ રોગ ઉપર રામબાણ દવા માને છે; પણ દુ:ખ એટલું જ છે કે, તે દવા પીધા પછી બધી વસ્તુઓમાં જાણે મને એનો જ સ્વાદ આવે છે. જેમ કે, અત્યારે હું ખાંડનું પાણી પીને આવી તે પણ તે મને એટલું કડવું લાગવા માંડ્યું કે, અર્ધો પ્યાલો પીને જ મારે છોડી દેવું પડ્યું!” વેલેન્ટાઇનના આ શબ્દો સાંભળીને નાઇટિયરની આંખો એકદમ ચિંતાતુર થઈ ગઈ. થોડી વારમાં જ વેલેન્ટાઇનને કંઈક વિચિત્ર 25 આ૦- 15 Page #236 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ગભરામણ થવા લાગી. તેણે પૂછ્યું, ‘સૂર્યનું તેજ આટલું બધું આંખો ઉપર ક્યાંથી આવ્યું?' ઍકિસમિલિયન બોલી ઊઠયો, “પણ અહીં સૂર્યનું તેજ જ ક્યાં છે!” પણ એટલામાં મૅડમ ડેગ્લર્સ અને તેની પુત્રી મૅડમ વિલેફટને મળવા આવ્યા એટલે વેલેન્ટાઈન જરા જોર કરીને ઊઠી તથા તે લોકો પાસે ગઈ. મૅડમ ડેપ્લર્સ તે વખતે કહેતી હતી કે, પ્રિન્સ કેવાકેન્ટી સાથે યુજેનીનાં લગ્ન નિરધાર્યા છે, તેની ખબર સૌથી પહેલી તમને કહેવા હું આવી છું.’ | મેડમ વિલેકોર્ટે ઘણી ખુશી જાહેર કરી, તથા પ્રિન્સની કહેવાતી મબલક' દોલત વિષે સંતોષ જાહેર કર્યો. પરંતુ એટલામાં વેલેન્ટાઈન તરફ મૅડમ ડેગ્લર્સની નજર પડતાં જ તે બોલી ઊઠી, “અરે વેલેન્ટાઈન, તારી તબિયત ઠીક નથી કે શું?' - વેલેન્ટાઇને ફી હસીને કહ્યું, “મને આમ તે કશું થયું નથી, પરંતુ છેલ્લા થોડા દિવસથી કોઈ કોઈ વાર મને આવું થઈ આવે છે ખરું.’ એ સાંભળી મેડમ વિલેૉર્ટે તેને પોતાના ઓરડામાં જઈને સુઈ રહેવા કહ્યું. વેલેન્ટાઈન ત્યાંથી નીકળી ધીમે ધીમે દાદાના ઓરડાના દાદરા પાસે આવી. પણ તે વખતે જ જાણે છે) અખેમ ઉપર એક વાદળ ફરી ગયું અને તે ધબ દઈને ગબડી પડી. મેંકિસમિલિયને તેને પડતી જોઈ કે તરત તે દડવો અને તેને ઊંચકીને ઉપર લઈ આવ્યો. વેલેન્ટાઇનના માં સામું જોતાં જ નેઇરટિયર ડોસાની આંખો જાણે મદદ માટે ચીસ પાડવા લાગી. મેકિસમિલિયને તેનો અર્થ સમજી જઈ, નોકરોને બોલાવવા દાંટ વગાડ્યો એક નોકર અને દાસી તરત દેડી આવ્યાં. પણ વેલેન્ટાઇનને મડદાની પેઠે પડેલી જોતાં જ વગર કહ્યું, “દોડો દોડો! મદદ, મદદ !' એમ બૂમ પાડતાં બહાર નીકળી ગયાં. Page #237 -------------------------------------------------------------------------- ________________ વેલેન્ટાઇન આફતમાં 227 ઘરમાં માણસો કોઈ ગૂઢ કારણે ટપ ટપ મરી જાય છે એ ભય તે સૌમાં પણ પેસી ગયો હતો. વિલેફોર્ટ પિતાના ઓરડામાંથી એ અવાજ સાંભળી, “શું છે, શું છે' કરતો દોડી આવ્યો. ઈરટિયરે કરેલી નિશાની સમજી જઈ, મેકિસમિલિયન તે પહેલાં એક પડદા પાછળના ભંડારિયામાં સંતાઈ ગયો. - વિલેફૉટે ઓરડામાં આવી તરત વેલેન્ટાઇનને પોતાના હાથમાં લીધી; તથા દાકતરને જલદી તેડી લાવવા બૂમ પાડી. પણ પછી કંઈક વિચાર આવતાં તે પોતે જ દાકતરને તેડવા દોડ્યો. મેકિસમિલિયન તે તકને લાભ લઈ પાછળને બારણેથી બહાર નીકળી ગયો. પણ દાકતર એવરીનીને મેંએ મૅડમ સેન્ટમેરાનના મૃત્યુ વખતે તેણે સાંભળેલા શબ્દો તેને યાદ આવ્યા; તથા બેરોઇસના મૃત્યુ વખતે પોતે જોયેલાં તેનાં લક્ષણો સરખાવતાં તેને લાગ્યું કે વેલેન્ટાઈનનાં લક્ષણે કંઈક હળવાં હોવા છતાં એકસરખાં જ છે. તે એકદમ ગભરાઈ ગયો. તે સમજી ગયો કે વેલેન્ટાઈનને પણ એ જ ઝેર આપવામાં આવ્યું છે, જેના વડે આ ઘરમાં ઘણાં તત્કાળ મોત નીપજ્યું છે. હતાશ થઈ, ગાંડાની પેઠે તે કાઉટ મોન્ટેક્રિસ્ટો પાસે દોડ્યો. કારણ કે, હમણાં જ દંયુદ્ધના મેદાનેથી પાછા ફરતાં કાઉટે તેને કહ્યું હતું કે, “જ્યારે કંઈ મોટી મુશ્કેલી આવી પડે, ત્યારે મારી પાસે જરૂર દોડી આવજે, કારણ કે, આ દુનિયામાં હું બીજાઓ કરતાં કંઈક વિશેષ સત્તા ધરાવું છું; અને તે સત્તા મારાં પ્રિયજનો માટે વાપરવાનું મને ગમે છે, તથા તું મારો પ્રિયજન છે.” કાઉટે મેકિસમિલિયનને આમ અચાનક ગાંડાની માફક દોડી આવેલ જોઈ ગભરાઈને પૂછયું, “તારે ઘેર સૌ સાજાનરવાં તે છે ને, ભાઈ ?' મેકિસમિલિયને, પહેલાં, કાઉંટના હજૂરિયાને કાનમાં કંઈક કહીને, કાઉંટની રજાથી, બહાર મોકલ્યો; તથા ત્યાર પછી નામ દીધા વિના પતે એક જણના બગીચામાં છાનામાના સાંભળેલી, મકાનના માલિકને Page #238 -------------------------------------------------------------------------- ________________ 228 આશા અને ધીરજ દાકતરે કહેલી, ઝેરથી થતાં ખૂનની વાત કહી સંભળાવી. તથા તે જ રીતે કુલ ત્રણ મરણ થયા પછી એક વધુ મરણ થવાની તૈયારીમાં છે, તેની વાત કરી. કાઉંટે જરા હસીને કહ્યું કે, “તું વિલેફૉર્ટના ઘરની વાત કરે છે તે હું જાણું છું. સેન્ટમેરાન, તેમનાં પત્ની, અને બુઢ્ઢો બેરોઇસ એ ઝેરથી મરી ગયાં, એ પણ હું જાણું છું. પરંતુ એ ઘરની બાબતમાં તારે કશી ચિંતામાં પડવા જેવું નથી, કારણ કે, એ ઘર ઉપર મૃત્યુ નહિ, પણ ઈશ્વરને કારમો કોપ તે લોકોનાં કાળાં પાપની સજા આપવા ઊતર્યો છે. હવે કદાચ નેઇરટિયર ડોસાને કે વેલેન્ટાઇનનો વારો આવ્યો હશે.” પણ હું વેલેન્ટાઈનને ચાહું છું! હું તેના વગર મરી જઈશ!' મેકિસમિલિયન ચીસ પાડી ઊઠ્યો. “શું કહ્યું?' મોન્ટેક્રિસ્ટો એકદમ કૂદીને બોલી ઊઠયો. એ જ કે વેલેન્ટાઇનને હું પ્રાણપણે ચાહું છું, અને તમને તથા ઈશ્વરને પગે પડીને અરજ કરું છું કે તેને ગમે તેમ કરીને બચાવો!' મેન્ટ-ક્રિસ્ટો એક ઘવાયેલા સિંહની પેઠે હુંકાર કરી ઊડ્યો, “શું, એ શાપિત ઘરના સંતાનને હું પ્રેમ કરે છે?' મેકિસમિલિયને કાઉંટને ચહેરો આવો થયેલો કદી જોયો ન હતો. તે એકદમ બે ડગલાં પાછો ખસી ગયો. પણ તેના મોં ઉપરથી તેના અંતરની ગંભીર સ્થિતિ કળી જઈને કાઉંટે પોતાનું માથું નીચું નમાવ્યું અને આંખ બંધ કરી દીધી. તેના હૃદયમાં જે જવાળામુખી ઘૂઘવતો હતો, તેના દાહક ઉછાળાને તે દબાવવા પ્રયત્ન કરી રહ્યો હતો. થોડી વાર બાદ તેણે આંખો ઉઘાડી; પછી શાંત અવાજે તે બોલ્યો: “ખરેખર, ઈશ્વર માણસની નજર સમક્ષ જે ભયંકર દૃશ્ય રજૂ કરે છે, તે તરફ બેદરકાર રહેનારને ઈશ્વર સજા કરે છે જ. માણસે એકબીજા પ્રત્યે જે પાપ આચરી રહ્યા હતા, તે તરફ હું યમરાજના Page #239 -------------------------------------------------------------------------- ________________ વેલેન્ટાઇન આપવામાં 229 દૂતની માફક હસતે હસતો જોઈ જ રહ્યો હતો, પરંતુ હું જે સાપણની રમત નિરાંતે જોઈ રહ્યો હતો, તેણે મને જ ડંખ માર્યો છે !' ઍકિસમિલિયને ઊંડો નિસાસો નાખ્યો. કાઉંટે તેના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, “જો વેલેન્ટાઇન હજ સુધી મૃત્યુ નહિ પામી હોય, તે તે નહિ મરે. તું તારી મેળે ઘેર જા. હું પછી તને ખબર કહેવરાવીશ.' ‘પણ તમારી સત્તા શું મૃત્યુ ઉપર પણ ચાલે છે? તમે માણસ કરતાં વિશેષ છો? કાઉંટે મેકિસમિલિયન સામે ખિન્ન માયાળુ નજરે જોયું અને કહ્યું, “હું ઘણું ઘણું કરી શકું તેમ છું; પણ અત્યારે હવે મારે એકલા રહેવાની જરૂર છે. તું જા, અને ધીરજ રાખ તથા આશા રાખ!” મેકિસમિલિયન તેમ છતાં કાઉંટના નોકરને પાછા ફરવાની રાહ જોઈ ડી વાર બારણા પાસે થંભ્યો. તે નકર દેતે દોડતો ઘર તરફ આવતા હતા. દરમ્યાન વિલેફૉર્ટ દાકતરને લઈને પાછો ફર્યો હતો. દાકતરે કાળજીથી વેલેન્ટાઈનનું શરીર તપાસ્યું. ત્યાર પછી ધીમેથી તે બોલ્યો, તે હજ જીવે છે !' “હજુ જીવે છે? એને શો અર્થ?' એનો અર્થ એ જ કે, તે હજુ જીવે છે એ ભારે નવાઈની વાત છે.' “પણ તમે તેને બચાવી શકશે કે નહીં?' હા; બચાવી શકીશ. કારણ કે, તે હજુ મરી નથી ગઈ. દાકતર આ શબ્દો બોલ્યા તે વખતે તેમની નજર નેઈરટિયર ઉપર પડી. તેમની આંખો ભારે આનંદ તથા અનેક વિચારોથી જાણે ઊભરાતી હતી. દાકતરને તેથી નવાઈ લાગી. તેમણે વિલેફૉર્ટને વેલેન્ટાઇનની દાસી વગેરેને બોલાવવા કહ્યું. Page #240 -------------------------------------------------------------------------- ________________ 260 આશા અને ધીરજ વિફૉર્ટ તેમને બોલાવવા જાતે દોડ્યો, તેવામાં દાકતરે ઇટિયર પાસે જઈને ઝટપટ પૂછી લીધું, તમે મને કંઈક કહેવા માગો છો?” “હા, હા, હા, હા,' ડોસાની આંખેએ જવાબ આપવા માંડયો. મને એકલાને જ?” “હા, હા,” “ઠીક, હું તમારી પાસે રહીશ.' વિલેફોર્ટ એટલામાં દાસી વગેરેને લઈને આવ્યો. દાકતરે વેલેન્ટાઈનને તેના ઓરડામાં તેની પથારી ઉપર લઈ જવા જણાવ્યું, પણ પિતાની રજા સિવાય તેના મોંમાં કશું જ ન રેડવા તાકીદ આપી. પછી પેલાં બધાં વેલેન્ટાઇનને ઊંચકી જતાં હતાં ત્યારે દાકતરે વિલેફૉર્ટને જાતે દવાવાળાને ત્યાં જઈ અમુક દવા તૈયાર કરાવી લાવવા કહ્યું, તથા તે દવા બીજા કોઈના હાથમાં આપ્યા વિના સીધી પોતાને જ લાવીને આપવા કહ્યું. વિલેફોર્ટ દાકતરની એ સૂચનાઓને મર્મ સમજી ગયું અને જલદી જલદી દવાવાળાને ત્યાં દેડડ્યો. દાક્તરે ત્યાર બાદ બારણું બંધ કરી નેઇરટિયરને પૂછવા માંડ્યું, તમે તમારી પૌત્રીની બીમારી વિશે કંઈ જાણો છો?' હા.” ડોસાની આંખોએ જવાબ આપ્યો. તમે બેરોઇસને મરતો જોયો હતે; તમે તેનું મોત કુદરતી રીતે થયેલું માને છે ?' ના, ના, ના !' " તે તેને ઝેર આપવામાં આવ્યું હતું તેમ તમે માનો છો?' તે ઝેર તેને માટે જ હતું?' “ના.” વેલેન્ટાઈનને પણ તે જ હત્યારાએ ઝેરી દીધું છે ?' Page #241 -------------------------------------------------------------------------- ________________ 21 વેલેન્ટાઈન આફતમાં “હા.” તે વેલેન્ટાઇન પણ મરી જશે?' ના, ના, ના !' “તે શું હત્યારો તેના પ્રયત્ન છોડી દેશે?” “ના.' “તે શું વેલેન્ટાઇન ઉપર એ ઝેર અસર નહિ કરે, એમ તમે માન છો?” “હા.' શાથી ?' ડેસાએ જવાબમાં અમુક દિશા તરફ નજર ફેરવી. દાકતરે ત્યાં જોયું તે પોતે જ ડોસા માટે મોકલેલી દવાની શીશી પડેલી હતી. તરત જ દકતરને એક વિચાર સ્ફરી આવ્યો. - “તમે શું વેલેન્ટાઇનને એ ઝેર થોડું થોડું આપીને, તેના શરીરને એ ઝેર સામે તૈયાર કરવા માંડ્યું હતું?” “હા, હા, હા !' ડોસો પોતાની વાત સમજાયાથી આનંદમાં આવી ગયે. ઠીક, ઠીક, નહીં તો ક્યારની વેલેન્ટાઇન મરી જ ગઈ હોત. ઝેરને હુમલો ભારે હતે; પણ આ વખતે તે તે બચી જશે, એમ લાગે છે.” તેવામાં વિલેફૉર્ટ દવા લઈને પાછો આવ્યો. દાકતરે તે દવા થી હથેલીમાં લઈને ચાખી જોઈ. પછી તેઓ બંને વેલેન્ટાઇનના એરડા તરફ ચાલ્યા. દરમ્યાન વેલેન્ટાઇનના મકાનને અડીને આવેલું મકાન ઇટાલીને કોઈ પાદરી ભાડે રાખી રહ્યો હતો. બે કલાક બાદ તે મકાનના ત્રણે ભાડવા મકાન ખાલી કરી ગયા. ચારે બાજુ અફવા એવી હતી કે, એ મકાનને પાય જોખમાયું હતું, અને મકાનને તરત સમારકામની જરૂર હતી. તેમ છતાં ન ભાડવાત છે તે જ દિવસે પોતાને સામાન્ય Page #242 -------------------------------------------------------------------------- ________________ 232 આશા અને ધીરજ સરસામાન લઈને રહેવા આવી જ ગયો. તેણે છ મહિનાનું ભાડું અગાઉથી આપી દીધું હતું અને તેનું નામ એબ બની હતું. તે જ રાતે કડિયા-કારીગરોએ એ મકાનનું સમારકામ શરૂ કરી દીધું. 42 એન્ડ્રિયાનું લગ્ન ત્રણ દિવસ બાદ રાતના સાડા આઠના સુમારે ડેલર્સને ત્યાં યુજેની અને એન્ડ્રિયાના લગ્નના કરારો ઉપર રાહી કરવાની વિધિ થત હતો. ઘણાય સદગૃહસ્થ અને સન્નારીઓ આ વખતે ખાસ હાજર હતાં; કારણ કે આ વર-વહુને દાપામાં લાખની મિલકત મળવાની વાત ચાલતી હતી. એન્ડ્રિયા બરાબર બનીઠનીને સૌની સાથે હસી લળીને વાતો કરતે હતો. વર્ષે દહાડે પોણાબે લાખ ક્રાંકની આવક સાથે પૅરિસમાં કેવી રીતે મોજશોખથી જીવવું, તેની ચર્ચા પણ તેણે એકાદ મિત્ર સાથે કરી લીધી. કાઉંટ ઑફ મેન્ટેક્રિસ્ટો તે ઓરડામાં દાખલ થયો, ત્યારે પિોશાક, જવાહિર, સુગંધ અને સૌંદર્યને એ સાગર જાણે ઘડીભર એની આસપાસ વીંટળાઈ વળ્યો. કાઉંટ વિષે પણ પેરિસના સન્નારી-સમાજમાં અજાયબીભરી વાત પ્રચલિત હતી. કાઉટ પ્રથમ મૅડમ ડેગ્લર્સને મળ્યો; પછી યુજેનીને. યુજેની સાથે તેની સંગીત-શિક્ષિકા લૂઈ દ’ આર્મિલી હતી. તે થોડા વખત પહેલાં કાઉંટ પાસે રોમ અને નેપલ્સનાં કેટલાંક જાણીતાં થિયેટરો ઉપર કેટલાક ભલામણપત્રો લખાવી ગઈ હતી. કારણ કે, યુજેની પરણી જાય એટલે આપોઆપ તેને બીજે નોકરી શોધવી પડે તેવું જ થાય. ડેલર્સે પોતે આગળ આવી કાઉંટ સાથે હાથ મિલાવ્યા. એડ્યિા પણ સામે આવી “જય’ ‘જ્ય' કરી ગયો. Page #243 -------------------------------------------------------------------------- ________________ એન્ડિયાનું લગ્ન 273 કન્યાને જે જર-જવાહિર મળ્યું હતું કે આપવાનું હતું, તે એક ઓરડામાં સૌને જેવા ખુલ્લું મૂક્યું હતું. તે જોઈને સૌ જુવાન હૃદય પ્રશંસા અને અદેખાઈથી મૂઢ બની ગયાં. પરંતુ દસ્તાવેજ લખનારાઓએ જ્યારે પહેરામણીની રકમો બેલવા માંડી, ત્યારે તો એ આખી મંડળીમાં એક પ્રકારનું સન્નાટો છવાઈ ગયો. એન્ડ્રિયા ઉપર તે તેના જવાન મિત્રોએ ધન્યવાદ અને પ્રશંસાને વરસાદ વરસાવી દીધો. દસ્તાવેજ ઉપર સહીઓ કરવાનું શરૂ થતાં પ્રથમ ડેલર્સે સહી કરી. પછી એન્ડ્રિયાના પિતા મેજર કેવાકેન્ટીના પ્રતિનિધિઓ સહી કરી. પછી મેડમ ડેન્ટલર્સને સહી કરવાનો વારો આવ્યો ત્યારે તે મેડમ વિલેફૉર્ટ સાથે આગળ આવી, અને પોતાના પતિને કહેવા લાગી, ‘જુઓ ને, વિલેફૉર્ટ મહાશયને અત્યારે જ એક અગત્યના કામ માટે ગેરહાજર રહેવું પડ્યું છે. અને એ કામ કર્યું એ જાણો છો? કાઉન્ટ મોન્ટેક્રિસ્ટોને ઘેર જે ચેરી તથા ખૂનને કિસ્સો થયો છે, તેને એક અણધાર્યો ફણગો ફૂટી નીકળ્યો છે.' મોન્ટેક્રિસ્ટો પિતાનું નામ બોલાયેલું સાંભળી આગળ આવ્યો અને કહેવા લાગ્યો: “વિલેફૉર્ટ મહાશયની ગેરહાજરીનું કદાચ હું જ અજાણમાં નિમિત્ત બની ગયો છું.” મૅડમ ગલર્સ સહી કરતાં કરતાં બોલી: “એમ જ હશે, તે * કાઉન્ટ, યાદ રાખજો, હું તમને કદી માફ નહીં કરે!” કાઉન્ટ જરા મનાવવાની ઢબે હસીને બોલ્યો : “બાન, વાત એમ બની હતી કે, મારા ઘરમાં ચોરી કરવા પેઠેલા ઘરફાડુને તેના સાથીદારે જ છરી ખેસી દીધી હતી. તે વખતે પેલાને બચાવવાનો પ્રયત્ન કરવા માટે તેનાં કપડાં કાઢી નાખવાં પડ્યાં હતાં તે કપડાં એક ખૂણામાં પડ્યાં હતાં. પછી પિોલીસે તેને કોટ અને લેંઘે લઈ ગયા, પણ વાસ્કેટ જરા આઘોપાછો પડ્યો હશે એટલે નજર બહાર રહી ગયો.” Page #244 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ આશા અને ધીરજ એન્ડ્રિયા આટલું સાંભળતાંવેંત બારણા તરફ સરકવા લાગ્યો. “હવે, લોહીના ડાઘવાળો એ વાસ્કેટ આજે અચાનક મારા હાથમાં આવ્યો. બરાબર છાતીના ભાગ ઉપર તેમાં કાણું પડેલું હતું. વાસ્કોટ કોનો હતે એ કોઈ જાણતું ન હતું. મારી પાસે કરો એ વાસ્કોટ લાવ્યા, ત્યારે તરત મને ખ્યાલ આવ્યો કે એ પેલા મરી ગયેલા માણસને હશે. મારા નોકરે તેનાં ખિસ્સાં ફેફસ્યાં તે અંદરથી એક કાગળ નીકળ્યું. એ કાગળ ઉપર બેરન ડેલર્સનું સરનામું કરેલું હતું.' ‘મારું સરનામું?” ડેગ્લર્સ બાલી ઊઠયો. હા જી પછી એ કાગળ તથા વાસ્કોટ તો કેસને લગતી મુદાની બાબતે ગણાય, એટલે મેં વિલેફોર્ટ સાહેબ ઉપર મોકલી આપ્યા. અને આવા ફોજદારી મામલામાં તો એવો બધો માલ પોલીસને સોંપી દેવો એ જ ડહાપણ કહેવાય. કારણ કે, એ કાગળમાં કદાચ કંઈ કાવતરું જ હોય !" એન્ડ્રિયા હવે કાઉન્ટ તરફ એક તીણ નજર નાખી, ઝટપટ ઓરડા બહાર સરકી ગયો. હા, એમ પણ બનવાનો સંભવ છે. કારણ કે જેનું ખૂન થયું હતું તે માણસ એક નાસી છૂટેલો ગુનેગાર હતે, ખરું?” હા, તેનું નામ કેડરો હતું.” હેન્ડલર્સ જરા ચમકયો. એન્ડ્રિયા હવે બીજો ઓરડો ઓળંગીને છેક આગળના ઓરડામાં આવી ગયો. “પરંતુ તમે સૌ દસ્તાવેજ ઉપર સહી કરવાનું કામ પતાવો ને ! મારી વાતે બધાંને વ્યગ્ર કરી મૂક્યાં છે. મને માફ કરશો !' કાઉન્ટે કહ્યું. હવે સહી કરવાને એન્ડિયાને વારો હતો એટલે તેનું નામ પકારવામાં આવ્યું. પણ કોઈ આગળ ન આવ્યું. અરે. હયણાં તો પ્રિન્સ અહીં જ હતા; કયાં ગયા? જાઓ, જરા બહાર જઈ તેમને ઝટપટ બોલાવી લાવો.' ડેગ્લસેં કહ્યું. પણ એટલામાં તે કોઈ એક રાક્ષસ પાછળ પડ્યો હોય એમ એક ટોળું ગાભરું ગાભરું વચલા ઓરડામાં દાખલ થયું. અને ગભરાઈ Page #245 -------------------------------------------------------------------------- ________________ એન્ડ્રિયાનું લગ્ન કરતા જવાય એવી જ બાબત હતી! એક પિલીસ ઇન્સપેકટરે દરેક ઓરડાને બારણે બબ્બે પોલીસ ગોઠવી દીધા હતા, અને તે પોતે હવે ડેલર્સ તરફ આગળ આવવા લાગ્યો હતે. | મૅડમ ડેલર્સ તે ચીસ પાડીને બેભાન જ થઈ ગઈ; અને ડેન્ડલર્સ પિતે પણ મડદા જેવો કીકો પડી ગયો. એ જાતના લોકો હંમેશાં કોઈ અણધારી આપત્તિ કે કાવતરાના ડરમાં જ રહેતા હોય છે. તમે સૌમાં એન્ડ્રિયા કેવલશ્કેન્ટી નામ કોનું છે?' ઇન્સ્પેકટર * પૂછવું. સૌ નવાઈ પામી આમતેમ નજર કરવા લાગ્યાં. પણ એન્ડ્રિયા કેવલમૅન્ટી કોણ છે?' ડેશ્વસે અર્થ વિનનું જ પૂછી નાખ્યું. “તે ટુના જેલખાનામાંથી નાસી છૂટેલો ગુનેગાર છે; અને તેણે કેરો નામના બીજા નાસી છૂટેલા ગુનેગારનું ખૂન કર્યું હોવાને તેના ઉપર આરોપ છે.” મેન્ટેક્રિસ્ટોએ આસપાસ નજર કરી. એન્ડ્રિયા અલોપ થઈ ગયો હતો. થોડી વારમાં તે ડેગ્લર્સનું ઘર જાણે પ્લેગને ઉંદર પડયો હોય તેમ ખાલી થઈ ગયું. ડેન્ડર્સ પોતાના દીવાનખાનામાં બેઠો બેઠો ઇસ્પેકટરને પિતાનું નિવેદન લખાવવા લાગ્યો. મેડમ ડેલર્સ પોતાના ઓરડામાં ધૂજતી ધ્રૂજતી પેસી ગઈ. યુજેની પણ પોતાની સહચરી આમિલી સાથે પોતાના ઓરડામાં આવી. પિતાની આ કારમી ફજેતીથી તેને બહુ લાગી આવ્યું હતું. આલ્બર્ટ તો તેને ગમતો જ ન હતો, એટલે તેની સાથે વિવાહ તૂટ્યો તે તે તેને મનગમતી જ વાત થઈ હતી. પરંતુ પછી પાછું તેના પિતાએ મેજર કેવલજેન્ટીની મૂડી મેળવવાના લેભમાં પોતાનું લગ્ન એન્ડ્રિયા સાથે ગોઠવ્યું, ત્યારે તે તેને ઓલામાંથી ચૂલમાં પડવા જેવું જ લાગ્યું હતું. પોતાના બાપને તેણે લગ્ન જ ન કરવાને તથા સંગીત Page #246 -------------------------------------------------------------------------- ________________ દ આશા અને ધીરજ કળાની સેવામાં જ જીવન પૂરું કરવાનો નિશ્ચય વારંવાર જણાવ્યું હતું. પરંતુ ડેગ્લર્સને તાજેતરમાં ઉપરાઉપરી કાચી પડવા માંડેલી પરદેશની પેઢીઓને કારણે ભારે ખોટ આવી ગઈ હતી, અને તેની આંટ પણ તૂટવા લાગી હતી. તેને રેલવેના ધંધામાં પડવાને નવ તુક્કો સૂઝયો હત; પણ અત્યારે તેની તૂટતી. આંટ વખતે તેને કોઈ પૈસા ધીરે તેમ ન હતું. એન્ડ્રિયાને લગ્ન વખતે તેના પિતા તરફથી 30 લાખ ફૂાંક મળવાના હતા; અને એ પૈસા એન્ડ્રિયા પોતાના સસરા ડેગ્લર્સને એ ધંધામાં રોકવા માટે આપવાનું છે એવી વાત બહાર ફેલાવા માંડી હોવાથી, આ લગ્ન થાય તો તેને ફરી પગભર થતાં વાર લાગે તેમ ન હતું. આમ હોવાથી ડેગ્યુર્સ યુજેની ઉપર લગ્નનું દબાણ લાવ્યા કરતા હતા. પરંતુ હવે આ ફજેતીને બનાવ બન્યો, એટલે યુજેની પોતાના નિશ્ચયમાં વધુ મક્કમ બની, અને તેને એક વધુ બહાનું પણ મળ્યું. પરંતુ માડાવહેલા તેના ઉપર પિતા તરફથી બીજે કયાંક લગ્નનું દબાણ થવાનું જ, એની તેને ખાતરી હોવાથી, તેણે ઘર છોડી, ગુપચુપ, પોતાની સાહેલી સાથે ઇટાલી ચાલ્યા જવાનો વિચાર કર્યો. અને તે જ રીતે ટૂંકમાં પોતાની પાસેના 45 હજાર ફૂાંક તથા જોઈતાં કપડાંલાં તથા સ-સામાન લઈને તે આમિલી સાથે ચાલી નીકળી. આ તરફ એડ્યિા , પોલીસો આવીને બધાં બારણાં રોકી લે તે પહેલાં, જોવા મૂકેલા જર-ઝવેરાતમાંથી હીરા વગેરેના કીમતી દાગીના ઉપર મરાય તેટલે હાથ મારી, એક બારીએથી કૂદકો લગાવીને બહાર નીકળી ગયો, અને પછી ભાડાની ગાડીમાં બેસી પૅરિસ બહાર ઘોડાગે નાસી છૂટ્યો મોડી રાતે એક ગામ આવતાં, ઘોડાગાડીને પાછી વિદાય કરી, પગે ચાલતો તે એક વીશીમાં જઈ પહોંચ્યો અને એક ઓરડી ભાડે રાખી, નિરાંતે ખાઈ-પીને સૂઈ ગયો. પીછો કરનારાઓને તેણે આડાઅવળા રસ્તા વટાવી પૂરતી થાપ આપી છે, એમ તેને લાગતું હતું. Page #247 -------------------------------------------------------------------------- ________________ એન્ડ્રિયાનું લગ્ન તથા એક વાર ફ્રાંસની બહાર નીકળી ગયા પછી, પોતે ઉઠાવી આણેલા ઝવેરાતથી બહુ સુખે જિંદગી વિતાવી શકાશે, એવી તેને નિરાંત હતી. બીજે દિવસે વહેલી સવારે આગળ નીકળી જવાની જરૂર તો હતી જ; કારણ કે તેને પકડવા માટે પોલીસે ચોતરફ દોડાદોડ કરી મૂકવાના કે નાકાંએ ખબર પહોંચાડી દેવાના, એની તેને ખાતરી હતી. પરંતુ થાક અને ચિતાને માર્યો તે બીજી સવારે જરા મોડે ઊઠ્યો. પછી જવા તૈયાર થઈ તેણે બહાર ડોકિયું કર્યું, તે ચારે તરફ પોલીસો! હવે, બહાર જવાય તેવું તે રહ્યું નહિ, એટલે તે પિતાની ઓરડીના ધુમાડિયામાં કોણી અને ઢીંચણને જોરે અધ્ધર ચડવા લાગે; તથા થોડી વારે છાપરા ઉપર બહાર નીકળી ગયો. પિોલીસેએ તેની ઓરડીમાં તેને ન જોયો એટેલે ધુમાડિયામાં તે ભરાયો હોય એમ માની ઘાસ સળગાવી જોયું. પછી તેઓ છાપરે તપાસ કરવા ઉપર ચડયા. એન્ડ્રિયા તરત બીજી એક ઓરડીના ધુમાડી વગરના દેખાતા ધુમાડિયામાં પેસી ગયો અને ધીમે ધીમે અંદર ઊતરવા લાગ્યો. તેના મનમાં એમ હતું કે એ ધુમાડિયું કોઈ ખાલી અને બંધ ઓરડીનું જ હોવું જોઈએ. પણ અધવચ આવ્યો ત્યારે સમતુલા ન રહેવાથી તે જોરથી નીચે લપસી પડયો. તેના મેસવાળા વિચિત્ર દેદાર જોઈ, એ ઓરડીમાં ગઈ રાતે આવીને ઊતરેલી બે સ્ત્રીઓએ બીનીને બુમરાણ મચાવી મૂક્યું. એ બંને સ્ત્રી બીજી કોઈ નહિ પણ યુજેની અને આમિલી જ હતી. પોલીસેએ તરત અંદર આવી એન્ડ્રિયાને પકડી લીધો. ડી વારે એડ્યિાએ હાથકડી પહેરીને ફરી પૅરિસ તરફ મુસાફરી શરૂ કરી; તથા યુજેની અને આમિલીએ આગળ બેજિયમ તરફ Page #248 -------------------------------------------------------------------------- ________________ 43 વેલેન્ટાઈનનું મૃત્યુ વેલેન્ટાઇન હજ સાજી થઈ નહોતી. તેની પથારી પાસે આવીને મૅડમ વિલેફૉર્ટ તાજેતરમાં ગ્લર્સ વગેરેને ત્યાં બનેલી વાત સંભળાવી ગઈ; તોપણ તેના બીમાર મગજમાં એ વાતોની કરી ખાસ અસર ન થઈ. દિવસ દરમ્યાન તેના દાદા રાત થતા સુધી તેની ઓરડીમાં પથારી પાસે બેસી રહેતા. સાંજે આઠ વાગ્યે દાક્તર દ’ એવરીની આવતા અને વેલેન્ટાઇનની દવા લાવતા. પછી વેલેન્ટાઇન રાતના દશ-અગિયારે ઊંઘી જાય ત્યાં સુધી દાક્તરે પસંદ કરેલી નર્સ તેની પાસે રહેતી. મેકિસમિલિયન રોજ સવારે સા પાસે આવી વેલેન્ટાઇનના સમાચાર જાણી જતો. મોન્ટેક્રિસ્ટેએ તેને ખાતરી આપી હતી કે, બે કલાકમાં જ વેલેન્ટાઈન નહીં મરે, તે તે જરૂર આવી જશેઅને હવે તે ચાર દિવસ થઈ ગયા હતા. ઊંઘમાં પણ વેલેન્ટાઇનનું મગજ ઘૂમરાયેલું જ રહેવું. તેને પિતાના ઓરડામાં છાનામાના કેટલાય ઓળાઓ ફરતા દેખાતા; કોઈ વાર મૅકિસમિલિયન તો કોઈ વાર મૅડમ વિલે, તે કોઈ વાર જાણે કોઈ અજાણ્યું પણ કાઉન્ટ મોન્ટેક્રિસ્ટો જેવું! સવારના ત્રણ કે ચાર સુધી આવા બધા આભાસો તેને દેખાયા કરતા; ત્યાર પછી તે ગાઢ નિદ્રામાં પડી જતી. યુજેનીના ભાગવાના અને એન્ડિયાના પકડાવાના સમાચાર તેણે જે સવારે સાંભળ્યા, તે રાતે વેલેન્ટાઇનના ઓરડામાં નવાઈને બનાવ બન્યો. દશ મિનિટ પહેલાં જ નર્સ બધું ઢાંકી-ઢબૂડીને બહાર સૂવા ચાલી ગઈ હતી, અને વેલેન્ટાઈનને રાતના તાવનું ઘેન રોજની પેઠે Page #249 -------------------------------------------------------------------------- ________________ વેલેન્ટાઈનનું મૃત્યુ 279 ચાલુ થયું હતું. તેટલામાં તેણે દીવાના ઝાંખા પ્રકાશમાં જોયું કે તેના ઓરડાને અડીને આવેલા તેની લાઈબ્રેરીના ઓરડાનું બારણું ધીમેથી ઊઘડ્યું. વેલેન્ટાઈને બીજે વખતે તો તરત દાંટનું દોરડું ખેંચી મદદ બોલાવી હોત, પરંતુ તેણે માન્યું કે રોજેરોજ એવા ઓળા દેખાય છે અને અલોપ થાય છે તેવું જ આ કંઈક છે. વેલેન્ટાઇને વિચાર્યું કે આવા બધા દેખાવો શાંત કરવાને રસ્તો દાકતરે ટેબલ ઉપર મુકાવેલી ઊંઘની દવા પી લેવાને છે. તેથી તેણે તે પ્યાલા તરફ હાથ લંબાવ્યો. પરંતુ નવાઈની વાત ! પેલો ઓળો એકદમ પાસે ધસી આવ્યો; તેણે પેલો પ્યાલો વેલેન્ટાઇનના હાથમાંથી લઈ લીધો; દીવા સામે ધરીને તપાસ્યો, અને પછી થોડી દવા હથેળીમાં લઈ ચાખી જોઈ. ત્યાર બાદ એ ઓળાએ ધીમેથી કહ્યું: ‘હવે પી!” વેલેન્ટાઇન હવે ચમકી. જે ઓળા તે રોજ રાતે જોતી, તે કદી બોલતા નહિ! તે ચીસ પાડવા ગઈ, પણ પેલા ળાએ પાસે આવી કાંઈ બૂમ ન પાડવાની તેને નિશાની કરી. વેલેન્ટાઇન તરત ગણગણી: ઓહો ! કાઉન્ટ મોન્ટેક્રિસ્ટો વળી !' કાઉંટે ધીમેથી કહ્યું, “તું બૂમ પાડીને કોઈને ન બોલાવીશ. હું ઍકિસમિલિયનના કહ્યાથી તારા રક્ષણ માટે અહીં આવ્યો છું. ચાર રાતથી હું એક ઘડી ઊંયો નથી. તારી લાઇબ્રેરીની ભીંત જે ઘરને અડે છે, તે મેં ભાડે રાખ્યું છે; અને પુસ્તકોના કબાટ પાછળ એક બારણું મેં પાડ્યું છે, ત્યાંથી આવજા કરી હું તારા ઓરડામાં રાતે કોણ આવે-જાય છે, તથા તારા માટે રાતે પીવાની જે ચીજો મુકાય છે તે કેવી હોય છે, તેની સંભાળ રાખું છું. જ્યારે તારે પીવાની ચીજમાં ઝેર ભેળવેલું મને લાગે છે, ત્યારે અત્યારે આવ્યો તેમ આવી, હું તે પ્યાલો ઢળી દઉં છું અને તેને બદલે તને શાંતિ આપે તેવી બીજી દવા રેડી જાઉં છું.’ - “ઝેર ! મારી પીવાની ચીજમાં ?" Page #250 -------------------------------------------------------------------------- ________________ 240 આશા અને ધીરજ જોજે બૂમ પાડી ઊઠતી! અત્યારે હવે હું તને છેડી દવા પિવરાવું છું તે પી લે; પછી આખી રાત આજે કશું ભૂલથી પણ ન પીતી. આ દવાથી આજે તારું મગજ જરા શાંત રહેશે. પેલો ખૂની તારા પ્યાલામાં ઝેર રેડી જાય છે, ત્યારે તે પ્યાલો હું ઢોળી જાઉં તે પહેલાં નું પી ન લે, તે માટે મારે કેટલી બધી ચિંતા રાખવી પડે છે !' પણ જો તમે એ ઝેર રેડનારને જોયો છે, તે તે કોણ છે, તે મને કહો.” રાતે કોઈને તારા ઓરડામાં આવતું નથી જોયું?' “હા, હા, મેં ઘણા ઓળાએ આવતા-જતા જોયા છે. પણ હું માનતી કે, એ બધી મારા તાવની ભ્રમણાઓ છે.' જો ત્યારે તે કોણ છે, તેની તને હમણાં જ ખબર પડશે; પણ હું ખૂબ ઊંઘમાં હોવાનો દેખાવ કરજે, તથા ભૂલેચૂકે પણ જરાય હાલીશ નહિ. નહિ તે એ ખૂની પોતે પકડાઈ ગયાની બીકે, હું તને બચાવું તે પહેલાં જ તને મારી નાખશે.” પણ એટલામાં તો આસપાસ કંઈક અવાજ બંભળાય એટલે વેલેન્ટાઇને જ કાઉંટને જલદી જલદી ચાલ્યા જવાનું કહ્યું. મધરાતના ટકોરા સંભળાયા. વીસ મિનિટ વીતી ગઈ. ત્યાર બાદ લાઇબ્રેરીના બારણા ઉપર કાઉંટે કરેલા ઘસરકા વેલેન્ટાઇને સાંભળ્યા, જાણે કાઉંટ સૂચવતું હોય કે, સાવધાન! તારે ખૂની આવે છે! અને ખરેખર, વેલેન્ટાઇનના ઓરડાને અડીને આવેલા એડવર્ડના ઓરડાનું બારણું ધીમેથી ઊઘડયું અને તેમાં થઈને મૅડમ વિલેકોર્ટ આ ઓરડામાં દાખલ થઈ. તેણે બહુ ધીમેથી આવી, વેલેન્ટાઇનની આંખ સામું નજર કરી જોઈ, તથા ધીમેથી તેને બોલાવી પણ જોઈ. પરંતુ કશો જવાબ ન મળે, એટલે તેને બરાબર ઊંધેલી માની, મૅડમે તેના પીવાના પ્યાલામાં કશુંક રેડ્યું. તે વખતે વેલેન્ટાઇને આંખ ઉઘાડી તેને બરાબર જોઈ લીધી. પછી મૅડમ ધીમે ધીમે પાછી ચાલી ગઈ અને બારણું બંધ Page #251 -------------------------------------------------------------------------- ________________ 241 વેલેન્ટાઈનનું મૃત્યુ થયું. થોડી વાર બાદ કાઉંટે લાઈબ્રેરીના બારણા ઉપર ધીમેથી ઘસરકા કર્યા. વેલેન્ટાઇને ડોકું ઊંચું કર્યું, એટલે કાઉંટ અંદર દાખલ થયો. “કેમ, તારા ખૂનીને જોઈ લીધો?' આમ કહી, તેણે પેલો પ્યાલો ઉપાડયો, તથા તેમાંનું પ્રવાહી થોડું ચાખી જોયું. ઠીક, આજે ધતૂરાનું ઝેર નથી, આજે બીજું ઝેર છે; પણ હું તેને બરાબર ઓળખું છું. જો તે આમાંથી થોડું પણ આજે પીધું હત, તે તારું આવી જ બન્યું હોત !' બાપ રે! પણ તે મને શા માટે મારી નાખવા માગે છે?” કેમ વળી! તું પૈસાદાર છે; તું મરી જાય તે જ તારી બધી મિલકત તેના છોકરાને મળે! શ્રીમાન અને શ્રીમતી સેન્ટમેરાનને મારી નાખવામાં આવ્યાં, જેથી તેમને વારસો તને મળે. તેમ જ ઇરટિયર ડોસાએ જ્યારે તેને પોતાની વારસદાર ઠરાવી, ત્યારે તેમને પણ ઝેર આપવામાં આવ્યું. જોકે તે ઝેરથી બિચારો બેરોઇસ માર્યો ગયો. હવે તારો વારો છે!” મારા દાદાને મારવાનું હવે તેણે પડતું મૂક્યું છે?’ “તું મરે, તો તેમની મિલકત પણ તારા ભાઈને જ કુદરતી | રીતે મળે; એટલે હવે તેમને મારવાનું જોખમ ખેડવું નકામું ગણાય.” તે તે હવે વહેલામોડા મારે મરવું જ પડશે! ઓ મા!” નહિ, નહિ; હવે એ ખૂની અને તેનો હેતુ આપણે જાણી લધાં છે, એટલે આપણે ધારીએ તે તેની બધી બાજી ઊંધી વાળી શકીએ તેમ છીએ. પણ બેલ, તને મારામાં વિશ્વાસ છે? હું જે કંઈ કરું તેમ નું કરવા દેશે?” “હા કાઉંટ ! હવે મને તમારામાં પૂરેપૂરો વિશ્વાસ છે. મારે જીવવું જ છે. હું મરી જાઉં તો મારી પાછળ બીજા બે જણ અવશ્ય મરે: એક મારા દાદા; અને બીજા મેકિસમિલિયન.” આ૦ - 16 Page #252 -------------------------------------------------------------------------- ________________ 242 આશા અને ધીરજ ઠીક, ત્યારે જો આ ગોળી હું તને આપું છું. એ ગોળીથી તારી બધી ચેતના તે સદંતર ગુમાવી એમ તને લાગશે. પણ ઊંડે ઊંડે પણ મનમાં મૂંઝાઈશ નહિ, તથા જ્યારે જાગે ત્યારે તને ચારે તરફ અંધારું દેખાય, કે તું જાણે જમીનમાં દટાઈ ગઈ છે એવું લાગે તો પણ ગભરાઈશ નહિ. તે વખતે પણ ખાતરી રાખજે કે, તારું તથા ઍકિસમિલિયનનું ભલું કરવા હરઘડી તત્પર રહેનારો એક માણસ તારા ઉપર દેખરેખ રાખી રહ્યો છે.' કાઉન્ટે ત્યાર બાદ પિતાના ખીસામાંથી એક રત્નજડિત ડબી કાઢી અને તેમાંથી એક ગોળી વેલેન્ટાઈનને ગળવા આપી. તે ગળતાં જ થોડી વારમાં વેલેન્ટાઇનની ચેતના, દીવો બુઝાઈ જાય તેમ, બુઝાઈ ગઈ, કાઉન્ટ ત્યાર બાદ વેલફેન્ટાઈનના પ્યાલામાંથી મોટા ભાગનું પ્રવાહી સગડીમાં ઢાળી દીધું, જેથી વેડોન્ટાઇને તે પી લીધું છે એમ દેખાય. ત્યાર બાદ તે જલદી જલદી લાઈબ્રેરીના બારણા પાછળ સંતાઈ ગયો. થોડી વારમાં જ એડવર્ડના ઓરડાનું બારણું ઊઘડ્યું અને મૅડમ વિલેફૉર્ટ પાછી આ ઓરડામાં દાખલ થઈ. તેણે વેલેન્ટાઇનના પ્યાલા તરફ નજર કરી જોઈ. પછી તેમાં વધેલું પ્રવાહી સગડીમાં ઠાલવી દઈ, પ્યાલાને બરાબર વીંછળીને, પોતાના રૂમાલ વડે કોરો કરી પાછો ટેબલ ઉપર મૂક્યો. ત્યાર બાદ તેણે વેલેન્ટાઈન ઉપર થયેલી અસર જોવા જરા ધ્રૂજતાં ધ્રૂજતાં પથારી તરફ નજર કરી. વેલેન્ટાઈન નિશ્ચષ્ટ થઈને પડી હતી. તેની છાતી સહેજ પણ ધબકતી ન હતી. તેને એક હાથે પથારી બહાર લટકતો હતો, તેનું કાંડું અક્કડ થઈ ગયું હતું તથા તેના નખ ભૂરા પડવા લાગ્યા હતા. મેડમને જરા પણ શંકા ન રહી. પોતાના કપાળ ઉપરને પરસેવો લૂછતી લૂછતી તે પોતાના ઓરડામાં ધીમેથી પાછી ફરી. બીજે દિવસે સવારના સમય થઈ જવા છતાં વેલેન્ટાઈનને ઊંઘતી Page #253 -------------------------------------------------------------------------- ________________ વેલેન્ટાઈનનું મૃત્યુ 243 દેખીને નર્સે જરા ચિંતા સાથે તેને બોલાવી જોઈ; તથા પથારી બહાર તેને લટકતો હાથ ઊંચો કરી પથારીમાં મૂકવા માંડયો. તરત તે ચમકીને ચીસ પાડી પાછી હટી ગઈ. તેની અનુભવી આંખને ખબર પડ્યા વિના ન રહી કે, તેની સામે નિર્જીવ મડદું જ પડેલું છે. થોડી વારમાં બૂમાબૂમ મચી રહી; દાક્તર પણ આવી પહોંચ્યા. વિલેૉર્ટ પણ આવ્યો. દાક્તરે વેલેન્ટાઇનને તપાસ્યા પછી કપાળે હાથ ઠોકીને કહ્યું, “હે પ્રભુ! આ વાતનો અંત હવે કયારે આવશે?” ઘરના બધા નેકર હવે એકઠા થઈ એકીસાથે આ શાપિત ઘર છોડીને ચાલતા થયા. વિલેફૉર્ટ બેબાકળો થઈ ગયો. મેડમ હવે ટાં આંસુ લૂછતી લૂછતી એરડામાં દાખલ થઈ. પરંતુ તેની નજર દાક્તર ઉપર પડતાં જ તે ચમકી. દાક્તરે વેલેન્ટાઈને પીધેલો પ્યાલો હાથમાં લીધો હતો અને તેમાંના પ્રવાહીનો રંગ તે જોતા હતા. તરત મેડમના ગળામાંથી ચીસ નીકળી ગઈ. કારણ કે, તેણે જે ખ્યાલ રાતે ખાલી કરીને કોરો કરી નાખેલું હતું, તે ખ્યાલ પાછો અઅર્ધ તેવા જ રંગના પ્રવાહીથી ભરેલો હત; તે રંગનું પ્રવાહી જ તેણે તે પ્યાલામાં વેલેન્ટાઈનને પીવા રેડયું હતું. દાક્તરે ઝટપટ બારી પાસે જઈ એ પ્રવાહીને રંગ બરાબર તપાસ્યો, તથા તેમાંથી થોડું ચાખી જોયું. “એમ, હવે ધતૂરાનું ઝેર બદલીને બીજું ઝેર આપવામાં આવ્યું લાગે છે!” તેણે તરત કબાટમાંથી એક શીશી લઈને તેમાંથી થોડાં ટીપાં તે પ્યાલામાં રેડયાં. તરત તે પ્રવાહીને રંગ લાલચોળ થઈ ગયો. મૅડમની આંખમાંથી ક્ષણભર વીજળી ચમકી ઊઠી; અને પછી તરત બુઝાઈ ગઈ. તે લથડિયું ખાઈને પાછી ફરી અને પછી બહાર નીકળતાં જ બેભાન થઈને ગબડી પડી. પરંતુ એટલામાં એક વિચિત્ર દૃશ્ય સૌના જોવામાં આવ્યું. નેઇરટિયરને તેમની ખુરશી સાથે ઊંચકીને ઍકિસમિલિયન બૂમો પાડતો પાડતો તે ઓરડામાં દાખલ થયો. તેણે ખુરશી નીચે મૂકીને વેલેન્ટાઇનની Page #254 -------------------------------------------------------------------------- ________________ 244 આશા અને ધીરજ પથારી તરફ આંગળી કરીને રડતે અવાજે કહ્યું, “દાદા, જુઓ, એ લોકોએ મારી વેલેન્ટાઈનનું શું કરી નાખ્યું!” આટલું કહી તે સીધો વેલેન્ટાઇનની પથારી આગળ ઘૂંટણિયે પડ્યો અને તેની ઈસ ઉપર માથું પછાડવા લાગ્યો. વિલેફેર્ટ એકદમ તે ડઘાઈ ગયો, પણ પછી તેણે મેકિસમિલિયનને કરડાકીથી પૂછયું, “તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? એકદમ બહાર ચાલ્યા જાઓ.’ ઍકિસમિલિયન તરત ઊભો થઈ લાલચોળ આંખ કરીને બેલ્યો, “હું કોણ છું? વેલેન્ટાઈને સ્વેચ્છાએ વરેલો હું તેને પતિ છું. અને તેનું મરણ શી રીતે થયું છે તે જાણું છું. યાદ છે, તમને દાક્તર દ’ એવરીનીએ મૅડમ સેન્ટમેરાનના મૃત્યુ વખતે બગીચામાં શું કહ્યું હતું તે? હું એમ કહેવા માગું છું કે વેલેન્ટાઇનને ઝેર દઈને મારી નાખવામાં આવી છે. તમે તમારા ઘરમાં ચાર ચાર ખૂન જાણીજોઈને થવા દીધાં છે. પરંતુ વેલેન્ટાઇનના ખૂનીને આ વખતે તમે જો જવા દીધે, તે યાદ રાખજો હું તેના ખૂનને બદલે લઈશ ' દાકતર દર એવરીની પણ અચાનક બોલી ઊઠયા, “હું પણ એ બાબતમાં આ ભાઈ સાથે મારો સૂર પુરાવું છું. હવે આ ખૂનની તપાસ થવી જ જોઈએ. અત્યાર સુધી હું કાયરપણાથી ચૂપ રહ્યો તેને મને ભારે પસ્તાવો થાય છે.’ નાઇટિયરની આંખમાંથી પણ અંગારા વરસી રહ્યા હતા. મૅકિસમિલિયન તેમને ભાવ સમજીને બોલ્યો : ઇરટિયર મહાશય, તમે કંઈ કહેવા માગે છે?' હા.' નોઇરટિયરની આંખોએ જવાબ આપ્યો. તમે વેલેન્ટાઈનને ખૂની કોણ છે તે જાણો છો ?' મેંકિસમિલિયને પૂછ્યું. “હા.' તમે તેને બતાવી શકશે ?' Page #255 -------------------------------------------------------------------------- ________________ વેલેન્ટાઈનનું મૃત્યુ 245 નેહરટિયરે તેના પ્રત્યે ખિન્ન નજરે જોઈ, બારણા તરફ આંખ ફેરવી. “હું બહાર ચાલ્યો જાઉં?” હા.' “થોડી વાર પછી તો હું આવી શકીશ ને?” “હા.” હું એકલો જાઉં?” “ના.” મારી સાથે કોણ બહાર આવે? શ્રી. વિલેફૉર્ટ?” “ના.” દાકતર દર એવરીની ?' “હા.” દાક્તરે ઍકિસમિલિયનને હાથ પકડ્યો અને બંને જણ બહારના ઓરડામાં ચાલ્યા ગયા. પાએક કલાક પછી વિલેફૉર્ટ ત્યાં આવ્યો અને તેમને બંનેને અંદર તેડી ગયો. વિલેૉર્ટને ચહેરો ફીકો પડી ગયો હતો. તેણે રૂંધાયેલા અવાજે બંનેને કહ્યું, “મારા પિતાએ ખૂનીને પત્તો મને આપ્યો છે. તે પોતે પણ તમારા જેટલા જ ખૂનનો બદલો લેવા આતુર છે. મેં તેમને ત્રણ દિવસની અંદર ખૂનીને ન્યાય ચૂકવવાનું વચન આપ્યું છે. પણ તમે બને ત્રણ દિવસ સુધી આ બાબત જરા પણ બહાર ન પાડવાનું વચન આપો. મારા પિતા પણ એમ જ ઈચ્છે છે.” નેઇટિયરે આંખ વડે એ બાબત પિતાની સંમતિ દર્શાવી. મેકિસમિલયન વેલેન્ટાઇનની પથારી આગળ ઘૂંટણિયે પડી, કશું બબડી, આંખ લૂછતે લૂછતે ચાલ્યો ગયો. - દાક્તર દ’ એવરીનીએ હવે વિલેફોર્ટને કહ્યું, “તમારા નોકરો તે બધા જ તમારું ઘર છોડી ભાગી ગયા છે. વેલેન્ટાઇન પાસે અંતિમ Page #256 -------------------------------------------------------------------------- ________________ 246 આશા અને ધીરજ પ્રાર્થના કરવા કોઈ ખાસ પાદરી તમારે બોલાવવો હોય તો તેનું નામ મને કહે; હું ખબર આપતે જઈશ.” વિલેફોર્ટે દાક્તરનો આભાર માનીને કહ્યું, “ગમે તે પાદરી ચાલશે. પાસમાં પાસે જે હોય તેને ખબર આપીને તમે ચાલ્યા જશે, તે પણ વાંધો નથી.” દાક્તરે પાસેના જ ઘરના બારણામાં ઊભેલા પાદરી પાસે જઈને મૃતાત્મા પાસે અંતિમ પ્રાર્થના માટે આવવાની વિનંતી કરી, જે તેણે ઘણી ખુશીથી સ્વીકારી. દાક્તર તેને વિલેફૉર્ટના ઘરમાં લઈ ગયા. વિલેફૉર્ટ તે બારણું અંદરથી બંધ કરી પોતાના ઓરડામાં પેસી ગયો હતો. નાઇરટિયર ડોસા એકલા જ ભારે વિવાદમાં પિતાની ખુરસીમાં મૃત પૌત્રી પાસે બેસી રહ્યા હતા. દાક્તર એરડો બતાવી ચાલ્યા જતાં જ પાદરીએ બધાં બારણાં અંદરથી બંધ કરી દીધાં. નરટિયર ડેસા તેના માં તરફ નવાઈ પામી તાકી રહ્યા. ડેપ્લર્સ ના બીજે દિવસે કાઉન્ટ મેન્ટેક્રિસ્ટો બેરન ડેગ્યુર્સને ઘેર આવ્યો. ડેન્ટલર્સની શરાફ તરીકેની આંટ હવે ખતમ થઈ જવા આવી હતી. છેલ્લા કેટલાય સમયથી તેના કેટલાય પૈસા અચાનક કાચી પડતી પેઢીઓમાં ડૂબતા જ જતા હતા. છેવટના તેણે એડ્યિાને લગ્ન વખતે તેના બાપ પાસેથી જે ત્રીસ લાખ ફૂાંક મળે તેનું રેલવેમાં રોકાણ કરી, કરોડેક ફ્રાંક કમાઈ લેવાની અને ફરી પાછા પગભર થવાની આશા રાખી હતી. તેય નિષ્ફળ ગઈ; ઉપરથી ફજેતી થઈ અને છોકરી ખેઈ એ જુદી. કાઉન્ટ આવતાં ડેલસેં વિલેફૉર્ટ, મોર્ફ વગેરે ઉપર તથા પિતા ઉપર પણ આવી પડેલી વિપત્તિની વાત કાઢી. તેણે જણાવ્યું, “મારી પુત્રી તે શરમની મારી છોભીલી પડીને મારી રજા લઈ પરદેશ Page #257 -------------------------------------------------------------------------- ________________ ડેન્ગશ્વસ ના 247 ચાલી ગઈ છે. અને તેને સ્વમાની સ્વભાવ જોતાં તે પાછી કદાચ નહિ આવે, ત્યાં સ્પેન કે ઇટાલીના કોઈ મઠમાં જોડાઈ જશે.' કાઉંટ મોન્ટેક્રિસ્ટોએ આશ્વાસન આપતાં જણાવ્યું કે, “જે કંગાળ લકને પુત્રીની જ એકમાત્ર મૂડી હેય, તેવાઓને ભલે એ દુઃખ અસહ્ય થઈ પડે; પરંતુ તમારા જેવા કરોડપતિઓને આવાં દુ:ખ બહુ અસહ્ય ન લાગે. કારણ કે, ડાહ્યા ફિલસૂફેએ કહ્યું છે કે, જીવનમાં ધન એ સૌ દુ:ખનું પરમ આશ્વાસન છે.' ડેશ્વસે જરા તીરછી નજરે જોઈ લીધું કે કાઉંટ મશ્કરી કરે છે કે સાચું કહે છે. પછી તેણે કહ્યું: “જો ધન એ આવાસનરૂપ ચીજ હોય, તો મને જરૂર આશ્વાસન મળી રહેશે. જુઓને, હમણાં તમે આવ્યા ત્યારે હું કેટલાક ચેક ઉપર સહી કરતો હતો.' આમ કહી, સહી કરેલા તે ચેકો તેણે જરા મલકાઈને કાઉંટ સામે ધર્યા અને કહ્યું: “તમે આવા કાગળ જીવનમાં કેટલા જોયા છે વારુ? એક એક કાગળ દશ લાખ ફ્રાંકન છે!” - કાઉન્ટે પાંચે ચેકો હાથમાં લીધા અને નિહાળી જોયા. પછી આંખો ફાડી જાણે આશ્ચર્યમુગ્ધ થઈને તે બોલ્યો, “વાહ! પાંચ ચબરખીઓની કિંમત 50 લાખ કૂક! આવું તે ભાઈ, તમારા ફ્રાંસમાં જ જોવા મળે!” મારો ધંધો એવો છે!' ડેગ્યુર્સે કુલાઈને જરા કહ્યું. કાઉન્ટ હવે એ પાંચે ચેક ગડી વાળીને ખીસામાં મૂક્યા અને કહ્યું, બીજા દેશમાં જાઉં ત્યારે એક અજાયબીની ચીજ તરીકે બતાવવા હું આ ચેકો મારી પાસે જ રાખું છું. જુઓને, તમારે ત્યાં મેં 60 લાખ ફાંકની શાખ ખોલાવી છે. તેમાંથી મેં અત્યાર સુધીમાં 9 લાખ ફૂક ઉપાડયા છે તમારે હજુ મને 51 લાખ ફાંક આપવાના બાકી છે. હું આ પાંચ કાગળિયાં લઈ જાઉં છું અને પૂરી 60 લાખની પહોંચ લખી આપું છું. મારા એક લાખ ફૂાંક બાકી રહેશે, પણ હું આ અજાયબી સંઘરવાની કિંમત તરીકે એ જતા કરું છું.” Page #258 -------------------------------------------------------------------------- ________________ 248 આશા અને ધીરજ ડેલર્સ જરા હબકી ગયો. તે ધીમેથી અનાકાની કરતો ગણગણ્યો કે, “આ પૈસા તે દવાખાનાંવાળાની અનામત છે અને આજે સવારે જ તેઓ એ પૈસા લેવા આવવાના છે.” કાઉન્ટ જવાબમાં કહ્યું, “તમે રોમમાં મારી આ પહોંચ થૉમસન એન્ડ ફ્રેન્ચ કંપની પાસે જઈને ધરશો કે તરત તમને 51 લાખ ફ્રાંક મળી જશે.' અને તે જ ઘડીએ નેકરે હૉસ્પિટલવાળા અધિકારી મળવા આવ્યાનું જાહેર કર્યું. કાઉન્ટ ડેબ્સર્સની રજા લઈ ચાલતો થયો. ડેપ્લર્સો, હોસ્પિટલવાળાએને, ડંફાસ મારતે હોય તેમ કહ્યું કે, મેં કાઉંટ મોન્ટેક્રિસ્ટોને 50 લાખ ફ્રાંક હમણાં જ ચૂકવ્યા છે એટલે બકવાળો ગભરાઈ ન જાય માટે આજે ને આજે જ બીજો 50 લાખ ફ્રાંકને ચેક તમને આપો હું ઠીક ગણતા નથી. માટે તમે બીજે દિવસે બાર વાગ્યે આવીને તમારાં નાણાં લઈ જજો.’ દવાખાનાંવાળાઓ બીજે દિવસે આવવાનું કહી ચાલતા થયા. તેમને કાઉંટ મૉર્સર્ફની કુલ મિલકત ધર્માદામાં મળી હતી, એટલે તેઓને જરા ધરપત હતી. મર્સિડીસ અને આબર્ટ બંનેએ કાઉંટ મૉર્સર્કના ખોટી રીતે મેળવેલા પૈસામાંથી એક કોડી પણ લેવા ના પાડી દીધી હતી. પરંતુ ડેગ્લર્સ બીજો દિવસ થાય ત્યાર પહેલાં ફ્રાન્સ છોડી જવાને હતું. તેની પાસે હવે એટલી મોટી રકમ ચૂકવી શકાય તેવું કાંઈ રહ્યું જ ન હતું. એટલે પોતાની પત્નીને તેના પ્રેમીને અર્પણ કરી, તે કાઉંટની 51 લાખની ચિઠ્ઠી તથા પિતાની પાસેના પચાસેક હજાર ફૂાંક જેટલી રોકડ લઈને રાતે રાત વિદાય થઈ ગયો. ડેન્ટલસે જતા પહેલાં પોતાની પત્નીને એક કાગળ લખે, અને તેમાં જણાવ્યું કે, “તારી પાસે તે ઠીક ઠીક ધન ભેગું કર્યું છે; તે ધન મારી દુઃખની વેળાએ કામમાં આવે એવું તો છે નહિ. કદાચ મારી દુઃખની વેળા જાણી, તે ધન તું મારાથી વધુ સુરક્ષિત રાખવા જ પ્રયત્ન કરશે. પણ મારો ઇરાદો તારા ધનમાં ભાગ પડાવવાનું નથી. ઊલટું, મારી Page #259 -------------------------------------------------------------------------- ________________ ડેલ નાઠે 249 પાસે જે થોડુંઘણું હજુ રહ્યું છે - અર્થાત જેટલું હું બીજાઓનું દબાવી જઈ શકું તેમ છું-તેમાં તું ભાગ પડાવવા ન આવે, તે માટે હું તેને તારાથી સુરક્ષિત કરી દઉં છું–અર્થાત્ હું દેશ છોડીને હંમેશ માટે ચાલ્યો જાઉં છું. કારણ, લોકોના પૈસા ઘાલી જનાર શરાફ કદી તે દેશમાં પાછો ન ફરી શકે. મને એટલી નિરાંત છે કે, તારા માટે કાંઈ પાછળ નથી મૂકી જઈ શકતો તેપણ, તને તે બાબતની કશી ચિતા કરવી પડે તેમ નથી. છતાં કોઈ સ્ત્રીને પતિ ચાલી જાય, તો તેનું તેને દુ:ખ તો થાય; પણ તું કદી મારી વફાદાર પત્ની બની જ નથી, અને બનવા તે ઇચ્છા પણ કરી નથી. તારે મારી સાથે માત્ર પૈસાની સગાઈ હતી; બાકી તે હું હંમેશાં બીજા પ્રેમીઓથી જ ચલાવતી આવી છે, અને તે તને હંમેશ મળી પણ રહે છે. એટલે હું તારા પ્રેમીઓ સાથે અને ધન સાથે નિરાંતે આનંદ કરજે. હવે તને મારી આડખીલી પણ નહિ રહે.” મૅડમે એ કાગળ પોતાના પ્રિયતમ ડિબ્રેને વંચાવ્યો; એમ માનીને કે, હવે ડેન્ટલર્સની આડ દૂર થતાં તે તેને પત્ની તરીકે સ્વીકારી લેશે. પરંતુ આવી રીતે દેવાળ કાઢી નાસી છૂટેલા પતિની બદનામ થયેલી પરણેતરને - કે જે કેટલી બેવફા છે તેને તેને પિતાને અનુભવ હતો જ - ડિબેએ સ્વીકારવા ના પાડી. તેણે મૅડમના ભાગના પૈસા હિસાબે ગણીને રોકડા ચૂકતે કરી આપ્યા અને પછી કહ્યું, “હવે થોડાં વર્ષ તારે દેશની બહાર ચાલ્યા જવું ઠીક થશે; કારણ કે, તારી દીકરી અને તારા પતિની બેવડી બદનામી તારા ઉપર હાલ તુરત બહુ ગાઢી છવાયેલી રહેશે. થોડાં વર્ષ બાદ અહીં અથવા તે પરદેશમાં જ તું સહેજે નવું ઠેકાણું ઊભું કરી શકશે.’ પિતાના પ્રેમીએ કરેલો આ ત્યાગ મેડમને પોતાના પતિએ કરેલા ત્યાગ કરતાં પણ વધુ કારમો ઘા કરી ગયો. તે પૈસાની સગી હતી ખરી; પરંતુ છેવટે સ્ત્રી હતી. તે પ્રેમની પણ ભૂખી હતી. પરંતુ તેના પ્રેમીએ તેની આફતની વેળાએ તેને રખડેલ બજારુ સ્ત્રીની પેઠે કશી પણ Page #260 -------------------------------------------------------------------------- ________________ 250 આશા અને ધીરજ જવાબદારી માન્યા વિના માત્ર પૈસા ચૂકવીને જ વિદાય કરી, એ તેનું જેવું તેવું અપમાન ન હતું. 45 એક મહિનાની મુદત વેલેન્ટાઇનનું કૉફિન કુટુંબના ખાસ ભોંયરામાં તેની મા તથા દાદા-દાદીના કૉફિન સાથે પધરાવીને પાછાં ફર્યા, ત્યારે મેકિસમિલિયન એકલો દૂર પથ્થરની જેમ બેસી રહ્યો. કાઉંટ મોન્ટેક્રિસ્ટોએ તેની પાસે જઈ, તેને પિતાની ગાડીમાં સાથે આવવા કહ્યું, ત્યારે તેણે વગર બેલ્થ કાઉંટની સામે એવી નજરે જોયું, જેમાં ભારોભાર ઠપકો તથા ગુસ્સો ભરેલાં હતાં. પછી આંખ ઢાળી દઈ તેણે માત્ર એટલું જ કહ્યું કે, “મને પ્રાર્થના કરવા દે, એટલે બસ !' કાઉંટે પોતાની ગાડી પાછી મોકલી દીધી, અને પોતે થોડે દૂર છુપાઈને ઊભો રહ્યો. કેટલાય વખત બાદ મૅકિસમિલિયન કંઈક નિશ્ચય કરીને ઊઠયો અને પોતાના ઘર તરફ પાછો ફર્યો. કાઉંટ દૂર રહી તેની પાછળ પાછળ ચાલ્યો. ઘર આવતાં જ મેકિસમિલિયને પોતાના ઓરડામાં જઈ બારણું અંદરથી બંધ કરી દીધું. કાઉંટે જલદી જલદી પાછળ પાછળ આવી, મેકિસમિલિયનને ઓરડો પોતાને બતાવવા જુલીને વિનંતિ કરી. જુલીએ નીચેથી જ ઓરડો બતાવી દીધો. તેને કશી સમજ પડી નહિ. કાઉંટે ઉપર જઈ તરત કાચની તકતી તેડીને અંદર હાથ નાખી બારણું ઉઘાડી નાખ્યું. Page #261 -------------------------------------------------------------------------- ________________ એક મહિનાની મુદત 21 ઍકિસમિલિયને પિસ્તોલ તૈયાર કરી હતી, અને છેવટની વિદાયના બેએક શબ્દ તે એક ચબરકી ઉપર ઘસડતો હતે. ' મેકિસમિલિયન કાઉંટને જોઈ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, “કાઉંટ, તમે હવે મારો પીછો છોડ; હું હવે મરવા માગું છું. મારે જીવનમાં જીવવા માટે કાંઈ બાકી રહ્યું નથી. તમે મને ખોટી આશા આપી ન હોત, અને મેં પણ તમારામાં વધારે પડતો ભરોસો ન મૂક્યો હોત, તે કદાચ હું વેલેન્ટાઇનને બચાવી શક્યો હોત, અથવા તે મારા હાથમાં મરતી જોઈ શક્યો હોત.' મેંકિસમિલિયન. તારે આત્મહત્યા કરવાની નથી.’ કોઈ પણ માણસને પોતાની સ્વતંત્ર મરજીને અનુસરતે રોકવાનો તમને શો અધિકાર છે ?' “આખી દુનિયામાં જો તને મરતે રોકવાનો અધિકાર હોય, તે મને છે. તારા પિતા પણ મારા એ અધિકારને નકારી શકે નહીં.” “મારા પિતાને તમે વચ્ચે શા માટે લાવો છો?’ “કારણ કે, તારા પિતા પણ જયારે તારી જેમ જ આત્મહત્યા કરવા તૈયાર થયા હતા, ત્યારે મેં જ તેમને રોક્યા હતા; જુલીને પેલી થેલી તથા તારા પિતાને Rોન જહાજ મોકલનાર હું જ હતું, કારણ કે હું એડમંડ ડાટે છું; અને તું નાનું બાળક હતું, ત્યારે મેં તને ઘણી વાર મારા ગોઠણ ઉપર રમાડયો છે !' આ શબ્દો સાંભળતાં જ મેકિસમિલિયન એકદમ ચોંકી ઊઠયો. તેના પગ ધ્રૂજી ઊઠયા અને તે લથડિયું ખાઈ ગયો. પણ પછી એકદમ જાણે ભૂત વળગ્યું હોય તેમ ઊઠી, કાઉંટને ઓરડામાં જ પૂરી, બારણું બહારથી જોરથી પકડી રાખી બૂમો પાડવા લાગ્યો : “જુલી, જુલી ! ઇમેન્યુઅલ, ઈમેન્યુઅલ ! એકદમ અહીં આવો.” કાઉંટ અંદરથી બારણું ખેંચતો હતો પણ ઍકિસમિલિયને બંને હાથે તેને પકડી રાખ્યું હતું. જુલી અને ઈમેન્યુઅલ આવતાં, મેકિસમિલિયને બારણું છોડી દીધું અને લાગણીથી ભરાઈ આવેલા Page #262 -------------------------------------------------------------------------- ________________ 252 - આશા અને ધીરજ કે તેમને કહેવા માંડ્યું: “ઘૂંટણિયે પડો ! આપણા પિતાની જિંદગી બચાવનાર આપણે દેવદૂત આ રહ્યો! તે” એડમંડ ડાન્ટ છે” એવું તે બેલવા જતા હતા, તેવામાં કાઉન્ટ નિશાની કરી તેને ચૂપ કરી દીધો. જુલી કાઉન્ટને હાથે વળગી પડી અને ઈમેન્યુઅલ તેને ભેટી પડયો. મેકિસમિલિયને માથું નીચું કરી, ઘૂંટણિયે પડી કાઉન્ટના બંને પગ પકડી લીધા. તે ક્ષણે થોડી વાર કાઉન્ટનું પથ્થરનું હૃદય પણ જાણે પીગળી ગયું; તેની છાતી થોડી ઊંચી નીચી થઈ, અને તેની આંખમાંથી આંસુ નીકળી પડયાં. લાગણીને ઊભરો શાંત થતાં જુલી અને ઈમેન્યુઅલ કાઉન્ટ સાથે ઝઘડો માંડયો: “અત્યાર સુધી અમે અમારા પિતાના જીવનદાતાને શોધવા કેટલી મથામણ કરતાં હતાં ! તમે તે નજરે જોતા હતા છતાં શા માટે આટલા દિવસ અણછતા રહ્યા? અમને ઘણી વાર નિરાશા થતી કે, જીવનમાં એ દેવદૂતનાં દર્શન ફરી થયા વિના જ આ દુનિયામાંથી વિદાય થવું પડશે કે શું?' કાઉન્ટ જરા સ્વસ્થ થઈને કહ્યું, “આ ગુપ્ત વાત હું જીવનભર મારે હોઠે લાવવાને ન હતો, પરંતુ મેકિસમિલિયને તે વાત પરાણે મારા મોંએથી કઢાવી છે.' | દરમ્યાન જુલા પેલી થેલી નીચેથી લઈ આવી હતી. કાઉન્ટ તે પાછી માગી અને કહ્યું, “હવે તમે મને ઓળખો છે; એટલે આ થેલીથી મને યાદ કરવાની જરૂર નહિ પડે.' જુલીએ કહ્યું, ‘ના; એ થેલી તમને પાછી નહિ મળે, તમે કદાચ પાછા ફરી અલોપ થઈ જાઓ તે?' કાઉન્ટે કહ્યું, “તારી વાત ખરી છે, બહેન ! હું હવે એકાદ અઠવાડિયામાં જ આ દેશમાંથી કાયમની વિદાય લેવાને છું. આ દેશમાં એવા ઘણા માણસો સુખચેનમાં રહેતા હતા, જેમને પરમાત્માએ કપરી સજા કરવી જોઈતી હતી, પરંતુ મારા પિતા જ ભૂખ અને શોકથી મૃત્યુ પામ્યા હતા.' Page #263 -------------------------------------------------------------------------- ________________ એક મહિનાની મુદત 253 પરંતુ પોતાના જવાની વાતથી પણ ઍકિસમિલિયનની ગમગીની ઉપર કંઈ અસર ન થયેલી જોઈ, કાઉન્ટ ખુલી અને ઈમેન્યુઅલને થોડી વાર બહાર જવાનું કહ્યું. કાઉન્ટે ત્યાર પછી ઍકિસમિલિયનને ખભે હાથ મૂકીને કહ્યું, ભાઈ, હવે તું પાછો માણસ બનવા તૈયાર છે કે નહિ?” હા, હવે હું ફરીથી દુ:ખી થવા લાગ્યો છું!” મેકિસમિલિયન, તું ધાર્મિક મનુષ્યને ન છાજે તેવા વિચારો કરે છે.” ના કાઉન્ટ, હવે મને પિસ્તોલ કરતાં પણ વધુ કારમું હથિયાર મળી ગયું છે, એટલે મૃત્યુને શોધવા માટે હથિયારનો આશરો લેવો નહિ પડે– મારો શોક પોતે જ મને સળગાવી મૂકશે.’ “ભાઈ ! જો સાંભળ; એક દિવસ મેં પણ તારી જેમ જ અન્નત્યાગ કરી આત્મહત્યા કરવા વિચાર કર્યો હતો, તારા પિતાએ પણ પિસ્તોલની અણી કપાળે લગાવી જ હતી. જો તે ઘડીએ અમને કોઈએ કહ્યું હતું કે, “જીવતા રહે; એક દિવસ એવો આવશે જ્યારે તમે ફરી સુખના દિવસ જોવા પામશે,’ તો અમે બંનેએ તે કહેનારને ખાટી આશાઓ આપનાર કહીને ધૂતકારી કાઢયો હોત. છતાં મેં અને તારા પિતાએ પછીથી જીવતા રહેવા બદલ–” પણ તમે તે તમારી સ્વતંત્રતા ગુમાવી હતી, અને મારા પિતાએ માત્ર મિલકત ગુમાવી હતી, પરંતુ મેં તો વેલેન્ટાઇનને ગુમાવી છે! કેદમાંથી કે દેવામાંથી છુટકારો સંભવી શકે પણ મૃત્યુમાંથી છૂટી કોઈ જીવનું પાછું શી રીતે આવે?” “પણ જો, તું મારા દીકરા જેવો છે; અરે, તેથી પણ વધુ છે; પરંતુ તારું આટઆટલું દુ:ખ નજરે જોવા છતાં મારી આંખમાં આંસુનું એક ટીપું પણ દેખાય છે? એ શાથી? મને આશા છે કે તું પણ તારા દુખના દિવસો પૂરા કરી, એક દિવસ ફરી સુખ જોવા પામીશ. Page #264 -------------------------------------------------------------------------- ________________ 254 આશા અને ધીરજ મારા બોલ ઉપર વિશ્વાસ રાખ! એક દિવસ હું જ મારો આભાર માનીશ કે મેં તને પરાણે પણ જીવતે રાખ્યો, અને મરવા ન દીધો!” “કાઉંટ, તમે આવી વાત કરી શકે છે, કારણ કે તમે કદી પ્રેમ નથી કર્યો! પિતાના સ્નેહીજનમાં પોતાનું સમગ્ર હૃદય એકાકાર કર્યા પછી, તેના વિના જીવવું એ કેવું મુશ્કેલ છે, તેની તમને કલ્પના નથી. બીજાં દુ:ખ સમય વીતવા સાથે ઓછાં થાય છે; પણ આ દુ:ખ સમયને વીતવા જ દેતું નથી - તે સમયને જ ખાઈ જાય છે. એટલે કાઉન્ટ, હવે સલામ ! નહિ, હવે તારે પણ મારી સાથે જ રહેવાનું છે; એક અઠવાડિયામાં આપણે બંને સાથે જ દેશને કિનારે છોડીશું.” “મુસાફરી વગેરે ઉપાયો મારે દુખ ભૂલવા માટે નકામા છે એમ તમે હજુ કેમ નથી સમજી શકતા, કાઉન્ટ? વેલેન્ટાઈનને ફરી મેળવવાની આશા હોય, તો જ હું જીવી શકું; આમ જાણવા છતાં તમે મને હજુ જીવવાનું કહેશો?” “હા.' એટલે શું તમે મને વેલેન્ટાઈન પાછી જીવતી કરી આપવાના છો? તમે ગાંડા તો નથી થયા ને?” “ભલે હું ગાંડી વાત કરતો હોઉં, પરંતુ હું પણ મારા બેલ ઉપર વિશ્વાસ રાખવા તૈયાર થતા નથી, એ કેવું? મારા ઉપર શ્રદ્ધા રાખી, એક મહિના સુધી જીવનને હાનિ પહોંચાડે એવું કાંઈ ન કરવાની તું મને કબૂલાત આપ. એ એક મહિના પછી પણ હું તારો શેક સમૂળગો દૂર નહિ કરી શક્યો હોઉં, તે હું મારે હાથે તને પિસ્તોલ કે ઇટાલીનું કારમામાં કારમું ઝેર મરવા માટે આપીશ. આજે પાંચમી સપ્ટેમ્બર છે. આજથી બરાબર એક મહિને તું ગણજે. આ તારીખે જ 10 વર્ષ પહેલાં મેં તારા મરવા ઇચ્છતા પિતાને બચાવ્યા હતા, તે ભૂલીશ નહિ.' Page #265 -------------------------------------------------------------------------- ________________ 255 એક મહિનાની મુદત ઍકિસમિલિયન કાઉન્ટ સામે ઘૂંટણિયે પડયો અને બોલ્યો, “મારા પિતાને જીવનદાન દેનારા તમે મારી પાસે એક મહિનો જ વધુ માગો છો, તો તે ન આપીને હું તમારો અને મારા પિતાનો અપરાધી નહિ બનું.’ “તે ચાલ, આજથી જ મારા ઘરમાં રહેવા આવી જા. હેદીને ઓરડો ખાલી જ પડ્યો છે.” કેમ? હેદી કયાં છે?' ગઈ કાલે રાતે તે વિદાય થઈ, અને હવે હું ક્યારે જઈ પહોંચું, તેની રાહ જોતી હશે.” ઍકિસમિલિયન પોતાનાં બહેન-બનેવીની રજા લઈ, કાઉન્ટ સાથે ચાલી નીકળ્યો. તે જ ઘડીએ, આલ્બર્ટ, મસિડીસને માર્સેલ્સ જતી એક ગાડીમાં વિદાય આપતો હતો. આલ્બર્ટે તેનું ઘડિયાળ 100 ફ્રાંકમાં વેચી નાખ્યું હતું, તથા પોતે આફ્રિકા જતી આજીરિયા માટેની પલટણમાં ભરતી થઈ ગયો હતો. તેના પગારના વર્ષે 2000 ફાંક ઠરાવ્યા હતા; તેમાંથી અર્ધા તેને અગાઉથી મળ્યા હતા. તે રકમ જ્યારે તેણે પોતાની માના હાથમાં મૂકી, ત્યારે પોતાના લાડકા પુત્રના લોહીના પૈસા જેવા એ પૈસાને અડતાં પણ મર્સિડીસને કમકમાં આવી ગયાં. આલ્બર્ટે પિતાની માતાને ધીરજ આપતાં કહ્યું, “મા, તારે માટે જ હું આટલું પણ જીવવાની ચેષ્ટા કરું છું; નહિ તે ક્યારનો આત્મહત્યા કરીને મરી ગયો હોત. તું મને વચન આપ કે તું પણ જીવતી રહેવા પ્રયત્ન કરશે. હું ત્યાં લડાઈઓમાં મારા પ્રાણ હથેળીમાં રાખીને ઘૂમીશ; જેથી કાં તે થોડા વખતમાં હું અમલદારની પદવી મેળવીશ, અથવા તરત માર્યો જઈશ. જો અમલદાર થઈશ, તો તો પછી મારે અને તારે સુખે જીવવા જેટલા પૈસે અને કીર્તિ મેળવીશ; અને જો હું મરી જાઉં, તે Page #266 -------------------------------------------------------------------------- ________________ 256 આશા અને ધીરજ પછી તું પણ મરવા માટે છૂટી છે. તે પછી આપણાં બનેનાં કમનસીબને છેડે જ આવા જશે.' આલ્બર્ટને હજુ તેના ભરતીના કાગળો વગેરે અંગે બેએક દિવસ અહીં જ રોકાવાનું હતું, એટલે મર્સિડીસ એકલી જ માર્સેલ્સ જતી હતી. મર્સિડીસ ગાડીમાં બેસીને વિદાય થઈ ત્યારે એક છૂપી જગ્યાએથી તે બંને ઉપર નજર રાખી રહેલે એક માણસ કપાળ ઉપરનો પરસેવો લૂછી નાખી બોલ્યો, “આ બે નિર્દોષ જીવોનું સુખ મેં છીનવી લીધું છે, તે હું શી રીતે પાછું વાળી આપું? ભગવાન મને સહાય કરે !' 46 ન્યાય ચૂકવાયે એન્દ્રિયાને મુકદમ હવે ચાલવાનો હતો. તેના કેસની તૈયારીમાં વિલેફૉર્ટ લાગ્યો હતો. એન્ડ્રિયા સામેને એ કેસ બહુ મજબૂત ન હત; કારણ કે, એક નાસી છૂટેલા કેદીએ મરતી વખતે લખાવેલી બે કે ચાર લીટીઓ ઉપર જ આખા કેસનો આધાર હતો. પોતાની સાથે જ નાસી છૂટેલા એડ્યિા સામેના કોઈ વેરને કારણે જ તેણે તે ખોટી રીતે પણ લખાવી હોય એમ કેમ ન બને? પરંતુ વિલેફૉર્ટને એન્ડ્રિયા જ ખૂની છે, એવી ખાતરી થઈ ગઈ હતી, એટલે તે તેની સામે કેસ તૈયાર કરવામાં દિલોજાનથી લાગ્યો હતો. પિતાનું દુ:ખ ભૂલવાને એક જ માર્ગ તે જાણતો હતો : અદાલતનું આવું સખત કામ. નોઇરટિયર ડોસાને એબ બસોનીએ કોઈ વિચિત્ર રીતે શાંત પાડી ' દીધો હતો. ડોસાને હવે જાણે વેલેન્ટાઇનના મૃત્યુ બાબત કશું દુ:ખ જ રહ્યું ન હતું. હવે તો તેમને માત્રા વેલેન્ટાઇનને ઝેર આપનારને ન્યાય પિતાનો પુત્ર મુદત પ્રમાણે ત્રણ દિવસમાં ચૂકવી દે છે કે નહિ, Page #267 -------------------------------------------------------------------------- ________________ ન્યાય ચૂકવાયો 257 એટલું જ જોવાની ફિકર હતી. વિલેકૉર્ટ તેમને જ્યારે મળતું, ત્યારે ડોસાની આંખ જાણે એ જ પ્રશ્ન તેને પૂછતી. તે મુદતને છેલ્લે દિવસે વિશેફર્ટ વહેલી સવારે ઊઠયો. તે દિવસે જ એન્ડ્રિયાનો કેસ ચાલવાનો હતો, અને તે દિવસે જ તેણે વેલેન્ટાઈનના ખૂનીને ન્યાય પણ ચૂકવી દેવાનો હતો. વિલેફૉર્ટને અદાલતમાં જવાનો સમય થયો, ત્યારે મેડમ વિલેફૉર્ટે તેને પુછાવ્યું કે, આજનો કેસ જોવા તે પણ અદાલતમાં આવવા ઇચ્છા રાખે છે, તો તે તમારી સાથે જ ગાડીમાં આવે કે પછીથી? વિલેફૉટે જવાબમાં એટલું જ કહેવરાવ્યું કે, “મારે તેમની સાથે અત્યારે એક અગત્યની વાત કરવી છે માટે તે તેમના ઓરડામાં તૈયાર રહે' વિલેફૉર્ટ અદાલતમાં જવા તૈયાર થઈ, તરત મૅડમના ઓરડામાં આવ્યું. એડવર્ડને તેણે બહાર જવા કહ્યું, પણ તે રોજની ટેવ પ્રમાણે અકડાઈ કરવા ગયો એટલે તરત તેને જરા ધમકાવીને વિલેફોર્ટે બહાર કાઢયો અને બારણું અંદરથી બંધ કરી દીધું. મૅડમ વિલેફૉર્ટ પતિની આજની આવી વર્તણૂકથી નવાઈ પામી. આ શું માંડ્યું છે?' તેણે જરા બીતાં બીતાં પૂછ્યું. તમે જે ઝેર વાપરતાં આવ્યાં છે, તે તમે કયાં રાખે છો?” વિલેફોડૅ સામું પુછયું. મેડમ એ સાંભળી તરત ચમકી ઊઠી. તે ગાભરી ગાભરી બોલી ઊઠી, “હું સમજી નહિ, તમે શું પૂછો છો તે.’ “મેં એ પૂછયું કે, તમે જે ઝેરથી મારા સસરા, સાસુ, બેરોઇસ અને મારી પુત્રી વેલેન્ટાઇનને મારી નાખ્યાં, તે ઝેર કયાં સંતાડી રાખ્યું છે ?' તમે આ શું કહો છો?” મેડમે ગભરાઈને ચીસ પાડી. તમારે મને પ્રશ્ન પૂછવાને નથી, માત્રા જવાબ આપવાને છે.” આ૦ - 17. Page #268 -------------------------------------------------------------------------- ________________ 258 આશા અને ધીરજ હું મારા પતિ સાથે વાત કરું છું કે ન્યાયાધીશ સાથે ?' ન્યાયાધીશ સાથે, બાન, ન્યાયાધીશ સાથે) - જે ચડેલો બધે ન્યાય આજે ચૂકવી દેવા માગે છે.” “તમે, તમે, બહારની વાત ન માની બેસશે...હું, હું -' આમ બેલી મેડમે પોતાનું મોં બે હાથે ઢાંકી દીધું. “ઝેર દેનારા લોકો હંમેશાં કાયર હોય છે; તમે બાન, ચાર ચાર જણનાં અકાળ મોત યોજ્યાં છે અને તેમના મરણની ઘડીઓ ગણી છે. હું માનું છું કે, તે વખતે તમે એક ભૂલ તે નહિ જ કરી હેય : તમારા ગુનાની સજા તમને મળવાની થાય - જે અચૂક મળે જ છે - ત્યારે તેમાંથી છટકવા માટે તમે થર્ડ ઝેર બચાવી રાખ્યું જ હશે. તમે જાણો છો ને, ઝેર દેનારને ફાંસીની સજા થાય છે?' “ફાંસી? સજા? આ બધું તમે શું કહો છો?' હા, હા; તમને ફાંસીની સજા જ મળે. પરંતુ તેમ કરવાથી સાથે મારી પણ બદનામી થાય; એટલે તે હું પૂછું છું કે, તમે તમારે માટે ડું ઝેર બચાવી રાખ્યું છે કે નહિ?' “મને માફ કરો, મને જીવવા દે; હું તમારી પત્ની છું. આપણા પુત્રને ખાતર પણ મને જીવવા દો!' આપણા પુત્ર માટે? તમને જરૂર પડે તે તમે તેને પણ ઝેર દઈને મારી નાખો!” હું એડવર્ડને ઝેર દઉં? તેને માટે તે આ બધું મેં કર્યું છે. તમે આ શું બોલો છો?' આટલું કહેતાં કહેતાંમાં તે તે ડૂસકાં ખાતી વિલેફોર્ટના પગમાં ગબડી પડી. જુઓ, હું અત્યારે અદાલતમાં જાઉં છું. ત્યાં હું એક ખૂનીને ફાંસીની સજા કરવાની માગણી કરવાનો છું. હું પાછો આવીશ ત્યારે તમે જો જીવતાં હશે, તે હું તમને મારે પિતાને હાથે પકડાવી દઈશ, અને આજ રાતે તમે કેદખાનામાં જ આળોટતાં હશો, મારા પગમાં Page #269 -------------------------------------------------------------------------- ________________ 259 ન્યાય ચૂકવાયો આટલું કહી વિલેફૉટ અદાલતમાં આવ્યો. અદાલત ચિકાર ભરાઈ ગઈ હતી. સવારના સાતથી જ પ્રેક્ષકો ધસારો શરૂ થયો હતો, અને અદાલતનું કામ શરૂ થવાને કલાક બાકી રહ્યો ત્યારે તે અદાલતમાં ટાંકણીની અણી જેટલી જગા પણ જાણે ખાલી રહી ન હતી મૅજિસ્ટ્રેટે આરોપીને હાજર કરવા હુકમ કર્યો. એન્ડ્રિયા શાંતિથી, સ્વસ્થતાથી દાખલ થયો. તેની આ સ્વસ્થતા જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયું. વાત એમ હતી કે, તે પકડાયો ત્યારથી જ તેને ભરસ હતો કે તેના ખરા પિતા કાઉન્ટ મેન્ટે-ક્રિસ્ટો તેને ગમે તે રીતે છોડાવશે જ. અને તેથી જ્યારે બટુંકિયો તેને જેલમાં મળવા આવ્યો, ત્યારે તેને નવાઈ ન લાગી. બટુંકિય આગળ જ્યારે તેણે પોતાના પિતા તરીકે મોટે-ક્રિસ્ટોને ઉલ્લેખ કર્યો, ત્યારે બટુંકિયોને ખૂબ નવાઈ લાગી. બટુંકિયાએ જેમ જેમ ના પાડી કે કાઉન્ટ તારા પિતા હરગિજ નથી, તેમ તેમ એન્ડ્રિયાએ વધુ ને વધુ જક પકડી કે, કાઉંટ જ તેના પિતા છે. છેવટે બટુંકિયોએ તેને કહ્યું કે, “તારા મરતા પહેલાં તને તારા પિતાનું ખરું નામ ખબર પડે તે માટે જ હું અહીં મારી મેળે આવ્યો છું.' પછી તેણે બધી વાત એન્ડ્રિયાને પહેલેથી કહી સંભળાવી. મેજિસ્ટ્રેટે એન્ડ્રિયાને તેનું નામ પૂછ્યું. એન્ડ્રિયાએ જવાબમાં એટલું જ કહ્યું કે, “એ સવાલનો જવાબ હું જરા પછીથી આપીશ.” તારી ઉંમર કેટલી છે?” થોડા દિવસમાં હું 21 વર્ષનો થઈશ. હું સખેંબર 27, ૧૮૧૫ને રોજ જન્મ્યો હતો. વિલેફૉર્ટ સવાલજવાબની નોંધ લખતે હતો. તેણે આ તારીખ સાંભળી અચાનક મોં ઊંચું કર્યું. “તું ક્યાં જન્મ્યો હતો?' પેરિસ નજીક ઑટીલમાં.” વિલેકૉર્ટે ફરી ઊંચે જોયું અને એન્ડ્રિયા સામે નજર કરી. Page #270 -------------------------------------------------------------------------- ________________ 20. આશા અને ધીરજ તારો બંધ શું છે?” “ચોરીને; અને તાજેતરમાં મેં ખૂન પણ કર્યું છે.' ‘હવે તને તારું નામ કહેવામાં વાંધો છે ?' ના જી; પણ મને મારા નામની ખબર નથી એટલે જ મેં મારે વિષેની આ બધી માહિતી આપને પ્રથમ જણાવી. પરંતુ હું મારા બાપનું નામ જાણું છું.' “ઠીક, તે તારા બાપનું નામ કહે.” મારા બાપ સરકારી વકીલ છે.” શાંતિથી એન્ડ્રિયા બોલે. વિફર્ટના મોં ઉપર એકદમ કશો ફેરફાર થઈ ગયો. ન્યાયાધીશે કરડાકીથી પૂછ્યું, “તારા પિતાનું નામ શું છે?' વિલેકૉર્ટ!” આખી અદાલતના ઓરડામાં એક પ્રકારની હલચલ મચી ગઈ. એક બુરખાવાળી બાઈ, જે અદાલતમાં આવી હતી, તે બેભાન થઈ ગઈ. તેને તાત્કાલિક ઉપચાર પિતાની પાસેનાં સાધનોથી કેટલાક લોકો કરવા લાગી ગયા. એન્ડ્રિયાએ જણાવ્યું: “હું અદાલતનું અપમાન કરવા કે બેટી બદનામી ઊભી કરવા આમ કહેતું નથી. મારું નામ આપે પૂછ્યું. પણ તે હું આપી શક્યો નહિ; કારણ કે મારાં માબાપે મને તજી દીધે હતો. મારો જન્મ ઓટીલમાં 28, રૂ દ લા ફોન્ટેન મકાનમાં થયો હતો. મારા પિતાએ જન્મતાં વેંત મને ઉપાડી લીધો અને મારી માને એમ કહ્યું કે, હું મરેલો જભ્ય છું. પછી મને H અને N એ અક્ષરોની નિશાનીવાળા રૂમાલમાં વીંટીને તેમણે બગીચામાં જીવતો દાટી દીધો.' | વિલેફૉર્ટને શ્વાસ હવે લગભગ રંધાઈ જવા લાગ્યો. અદાલતે એન્ડ્રિયાને પૂછયું, “તને આ બધી વિગતોની ખબર શી રીતે પડી ?' એક કોર્સિકાવાસીએ મારા પિતા ઉપર વેર લેવાના સેગન ખાધા હતા; અને તે રીતે તે મારા પિતાની રાહ જોઈ બગીચાના એક ઝુંડ પાછળ સંતાઈ રહ્યો હતો. મારા પિતા અને દાટીને ઉપર માટી Page #271 -------------------------------------------------------------------------- ________________ ન્યાય ચૂકવા 261 વાળતા હતા, તે જ તે તેમના ઉપર છરી સાથે તૂટી પડ્યો અને તેમને ઘાયલ કરી નાખ્યા. પછી તેમને મરેલા ધારીને, ખાડામાં મારા પિતાએ કંઈ ખજાને દાટયો હશે એમ માની, મારા શરીરવાળી પેટી લઈને તે નાઠો. નદીકિનારે પહોંચી જયારે તેણે તે પેટી ઉઘાડી, ત્યારે તેણે અંદર મને જીવતે દીઠો, એટલે તે મને એક અનાથાશ્રમમાં મૂકી આવ્યો. ત્રણ મહિના બાદ તેની ભાભી આવીને મને ઉછેરવા કેર્શિકા લઈ ગઈ. એ લોકોને ત્યાં હું સારી રીતે ઊછરતા હતા અને સુખી પણ થઈ શકયો હોત, પણ મારો સ્વભાવ વિપરીત હતું, અને હું ગુનાઓ કરવા તરફ વળી ગયો. હું મારા આવા વિપરીત સ્વભાવને કારણે તથા મારા વિચિત્ર કમનસીબને કારણે ઈશ્વરને દોષ દેતો, ત્યારે મારો પાલક પિતા મને કહે કે, “બેટા, ઈકવરનો કશો દોષ નથી; દોષ હોય તો તારા સગા બાપને છે; કારણ કે, તેણે તને જીવતે દાટી દીધો હતો. તે વખતે જો તું મરી ગયો હોત, તો બધું તરત પતી ગયું હત. પરંતુ તું જીવતે રહ્યો એટલે અમારા જેવા કમનસીબ લોકોને ત્યાં તારે ઊછરવું પડે છે.’ આમ, જન્મથી જ મારાં માતાપિતાને હાથે મારું વિપરીત નસીબ ઘડાયું, અને તે કારણે હું આવી દુર્ગતિ પામ્યો છું. મારા માબાપે જો મને સારી રીતે ઉછેર્યો હોત, અને આમ કબરને કે કમનસીબને સોંપી દીધો ન હોત, તે કદાચ હું મારા પિતાને અને માતાને કલંકિત કરું એવો ન બન્યો હોત.” ‘તારી માતાનું નામ શું છે?' મારી માતાને તો હું જન્મ્યો ત્યારથી મરેલો જન્મ એમ કહેવામાં આવ્યું હતું, તેથી તેનો અપરાધ હું ગણતો નથી; અને તેથી તે કોણ હતી તેની ખબર પણ મેં મેળવી નથી.’ આ વખતે પ્રેક્ષકોમાંથી એક તીણી ચીસ સંભળાઈ. જે સ્ત્રી થોડા વખત પહેલાં બેભાન બની ગઈ હતી, તે જ હવે પાછી હિસ્ટીરિયાની તાણમાં સપડાઈ હતી. તેને અદાલતના ઓરડામાંથી ઉપાડી ગયા, ત્યારે Page #272 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ તેને બુરખો હટી ગય; અને કેટલાક લોકોએ તેને મૅડમ ડે ર્સ તરીકે ઓળખી કાઢી. અદાલતે હવે એન્ડ્રિયાને પૂછયું, “તે જે બધું કહ્યું તેને પુરાવે છે?” પુરાવો? આ વિલેફૉટે અહીં જ બેઠા છે, તેમના સામું નજર કરે અને તેમને પુરાવા માટે પૂછો !' બધાની આંખ વિલેફૉટ ઉપર જઈને ઠરી. તે લગભગ લથડિયાં ખાતે ઊભો થઈ ગયો હતો. એડ્યિાએ તેના તરફ જોઈને પૂછયું. બાપુ, આ લોકો મારી પાસે પુરાવા માગે છે. હું આપું?” ના. ના; કશી જરૂર નથી.’ વિલેફૉર્ટ ગળચકા ખાતે બોલી ઊડ્યો. “એને શો અર્થ?' મૅજિસ્ટ્રેટે પૂછયું. અર્થ એટલો જ કે, ઈશ્વરે મારાં છૂપાં પાપની સજા કરવા જે કંઈ કર્યું છે, તેની સામે થવું હવે નકામું છે. પુરાવાની કશી જરૂર નથી; આ જુવાનિયાએ જે કહ્યું છે, તે બધું સારું છે.' અદાલતે વિલેફૉર્ટને આશ્વાસન આપ્યું, અને અત્યારે તેમને કોઈ કારણે ભ્રમ કે અસ્વસ્થતા તે નથી થઈ આવ્યાં, એમ પૂછયું. વિલેફૉટે જવાબમાં એટલું જ કહ્યું, “નામદાર હું પૂરેપૂરો સ્વસ્થ છું; અને મારી પછી આવનાર સરકારી વકીલના હાથમાં મારી જાતને સેંપી દઉં છું.” આટલું કહી તે અદાલતમાંથી બહાર નીકળી ગયો. બુપ બોલ્યો, “હવે મને કોઈ કહે કે, સાચા જીવનમાં પણ અદભુત વાર્તાને ટપી જાય એવા અંશો નથી હોતા!' શેટ-રેનેએ જવાબ આપ્યો, “હું હોઉં તે કાઉંટ મૉર્સર્ફની પેઠે પિસ્તેલ લમણામાં ચાંપી દઉં; આવી ફજેતી કરતાં એ વધુ સારું!' અદાલત કફ રાખવામાં આવી. પોલીસે જ્યારે એન્ડ્રિયાને બહાર દેરી જતા હતા. ત્યારે ડિબેએ તેમાંના એકના હાથમાં 20 કૂકનો સિક્કો સેરવી દીઘો અને પૂછયું– Page #273 -------------------------------------------------------------------------- ________________ વાય ચૂકવાય 263 'હવે આનું શું થશે એમ માને છો?' ગુનાની ગંભીરતાને હળવી કરી નાખનારાં કારણે જરૂર છે અને તે લક્ષમાં લેવાશે.' એન્ડ્રિયાને હવે આપણે અહીંથી જ વિદાય આપીએ. મૅડમ ડેન્ટલર્સે પોતાના પૈસા વડે તેને છોડાવવા કાંઈ કર્યું કે નહિ, તથા તેનું માતૃત્વ છેવટે એન્ડ્રિયાને પાછો ઠેકાણે લાવવામાં સફળ નીવડયું કે નહિ એ પ્રશ્નો, આ વાર્તા પૂરતા હંમેશાં ભાવિના ગર્ભમાં છુપાયેલા રહેવાના છે. વિલેૉર્ટ પોતાની ગાડીમાં બેસી પાછા ઘર તરફ જતો હતો, તે વખતે તેની એકેએક નસ જાણે એક વિચિત્ર તાવના જરથી તૂટતી જતી હતી. પોતાની હંમેશ માટે બરબાદ થયેલી જિંદગીનો બધો જ બોજો એકસામટે તેના માથા ઉપર આવીને ખડકા હતો; પરંતુ પોતાના ભાવિ વિશે તેને હજ કશી ચોક્કસ કહ૫ના આવતી ન હતી. તેને સર્વશ ઈકવરને સર્વશક્તિમાન હાથ પોતાની આ કમનસીબી પાછળ કામ કરતો દેખાતો હતો, અને એનાં પરિણામમાંથી બચવું અશકય લાગતું હતું. એટલામાં, મૅડમ વિલેકૉર્ટને પંખો આગલે દિવસે ગાડીની બેઠક ઉપર પડી રહેલો તેના ઉપર તેને હાથ પડ્યો. તરત તેને યાદ આવ્યું કે, પોતે તેને સદ્ગુણી ન્યાયાધીશ તરીકે તેનાં પાપની કારમી સજા ફરમાવી હતી; પણ પાપમાં ખરડાયેલા પિતાને એવી સજા કરવાને શો હક હતો? અત્યારે કલાક થઈ જવા આવ્યા હત; કદાચ તે હવે એકાદ છેલ્લે કાગળ લખી ઝેર પીવાની તૈયારી જ કરતી હશે. પણ ના, હવે એ શું કરવા મરે? પોતે પણ ક્યાં ઓછો પાપી હતો? “કદાચ મારાં પાપને જ ચેપ તે ભલી બાઈને કેમ નહિ લાગ્યો હોય? નહિ નહિ, તેને મરવાની કશી જરૂર નથી; હું અને તે બંને ફ્રાંસ છો નાસી જઈશું. મેં તેને ફાંસીની સજાની ધમકી આપી હતી; પણ મારે માટે પણ તે સજ જ તૈયાર ઊભી છે. અમે બંને Page #274 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ સરખાં પાપી છીએ, કદાચ મારા પાપ આગળ તેનું પાપ તે ઝાંખું પડી જાય ! હું તેની આગળ બધું કબૂલ કરી દઈશ, અને પછી હું તથા તે બંને એડવર્ડને લઈને દૂર દેશમાં નવું જીવન શરૂ કરીશું અને એકબીજાને આશ્વાસન આપીશું.' તેણ ઘડો જોરથી દોડાવરાવ્યો. ઘેર પહોંચતાં જ તે પોતાના એરડા તરફ દોડ્યો. બારણું અંદરથી બંધ હતું. તેણે તે જોરથી ખટખટાવ્યું. અંદરથી તેની પત્નીને અવાજ આવ્યો, “કોણ છે? હું છું, જલદી ઉઘાડ.' પણ બારણું ન ઊઘડ્યું, એટલે વિલેફર્ટે ગાંડાની પેઠે લાતંલાત કરી તેને તોડી નાખ્યું. સામે મડદા જેવી તેની પરની ઊભી હતી. તે એટલું જ બોલી, “બધું પતી ગયું છે, હવે શું છે?” પછી તે તરત જમીન ઉપર ઢળી પડી : તેના પ્રાણ ચાલ્યા ગયા. વિલેફોર્ટ હવે પોતાના છોકરાને શોધવા બહાર દોડ્યો, "એડવર્ડ! એડવર્ડ ' તેના હજૂરિયાએ કહ્યું કે, " મૅડમ ભાઈને પોતાના ઓરડામાં થતા વખત ઉપર બોલાવી ગયાં હતાં. ત્યાર પછી તે બહાર આવ્યા નથી.” એ સાંભળતાં જ વિલેફૉર્ટનું હૃદય એક વિચિત્ર આશંકાથી કંપી ઊઠયું. તે પિતાની પત્નીના મડદાને ઓળંગી સીધે અંદર દોડયો. તેને પુત્ર એક સોફા ઉપર સૂતેલો હતો. તેને તેણે હાથમાં લીધો અને બોલાવ્યો; પણ કશો જવાબ ન મળ્યો. તે પણ મરી ગયેલો હતો! તેની છાતી ઉપરથી કાગળની એક ચબરખી ગબડી પડી. વિલેફટે તે વાંચી. તેમાં લખ્યું હતું : " તમે જાણો છો કે મને મારા પુત્ર ઉપર બહુ મમતા હતી; મારા પુત્રને ખાતર જ હું ગુનેગાર બની હતી. સારી મા પોતાના પુત્રને લીધા વિના એકલો શી રીતે જાય?' વિલેફૉર્ટ એ વાંચતાં જ ઠંડો થઈ ગયો અને બબડયો: " હે પ્રભુ! તું જે કરે તે ખરું!' હવે તે છેક જ ભાંગી પડ્યો હતો. આજ દિવસે સુધી તેણે બીજા કોઈના દુ:ખની જરા પણ દયા ખાધી ન હતી. પરંતુ Page #275 -------------------------------------------------------------------------- ________________ ન્યાય ચૂકવાયે આજે કારમાં દુ:ખનો અનુભવ થતાં તે પોતાના પિતા પાસે દોડી ગયો : કારણ જેની આગળ રડીને પાનાનું દુ:ખ ને હળવું કરી શકે તેવું બીજાં કોઈ હવે બાકી રહ્યું ન હતું! જે અપંગ પિતાને તે હંમેશ અવગણ જ આવ્યો હતો, તે પિતા ઘેર આપત્તિને સમયે તેને શિરછત્રરૂપ લાગ્યા; અને પોતાને અસહાય બાળક માનતો તે તેમના ખોળામાં માથું મૂકી રડવા માટે દોડ્યો. એ ઓરડામાં એબ બસોની બેઠો બેઠો નેઇટિયર સાથે શાંતિથી કંઈક વાત કરતો હતો. વિલેફૉટે તેના સામું જોઈ એકદમ બોલી ઊઠયો, “એબ બુસેની ! તમે શું હંમેશાં મારા ઘરમાં મેતના પુરોગામી થવા જ આવો છો?' | ‘ના છે, હું મોતને અનુગામી થઈને આવું છું. તે દિવસે પણ તમારી મૃત પુત્રીને માટે પ્રાર્થના કરવા જ હું આવ્યો હતો.' તો આજે શા માટે આવ્યા છો ?' એમ કહેવા કે, મારું દેવું હવે પૂરેપૂરું ભરપાઈ થઈ ચૂક્યું છે; અને આજથી હવે હું ઈકવરને એટલી જ પ્રાર્થના કરીશ કે, તે તમને બધાંને વધુ સજા ન કરે.' “બાપ રે! આ કંઈ એબ બુસોનીને અવાજ નથી !' ‘ના; નથી જ.’ આમ કહી તેમણે પોતાના માથા ઉપરનું વટણ છોડી નાખ્યું, એટલે તેમના કાળા લાંબા વાળ તેમના મરદાની ચહેરાની આસપાસ પથરાઈ રહ્યા. કાઉંટ ઑફ મોન્ટેક્રિસ્ટો?' વિલેફૉર્ટે મોટી ચીસ પાડી. ‘ના જી, હજુ પાછળ જા , યાદ કરો !" “અરે, એ અવાજ મેં પહેલવહેલો કયારે સાંભળ્યો હતો ?' એ અવાજ તમે 23 વર્ષ પૂર્વે સેન્ટમેરાનની પુત્રી રેની સાથેના તમારા લગ્નને દિવસે સાંભળ્યો હતો !" . “તમે બસોની નથી; કાઉંટ મોન્ટેક્રિસ્ટો નથી; તો શું તમે મારા કોઈ અજાણ્યા દુશ્મન છે? મેં માર્સેલ્સમાં તમારું કંઈ બગાડયું હતું? Page #276 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ હા જી, તમે મારો પ્રેમ, મારું સ્વાતંત્ર્ય અને મારું સદ્ભાગ્ય છીનવી લઈ, મને જીવતે શેટ દ' ઇફમાં દાટી દીધો હતો !' અરે, હવે મને તમારો અવાજ યાદ આવે છેતમે–' ‘હું ઍડમંડ ડાટે છું!” તમે એડમંડ ડાન્ટ છો? તે ઠીક, અહીં મારી સાથે આવો !' એમ કહી તે કાઉંટનું કાંડું પકડી બહાર ખેંચી ગયો. કાઉંટ નવાઈ પામતે તેની પાછળ પાછળ ગયો. વિલેફૉટે પોતાની પત્નીનું અને પુત્રનું શબ બતાવીને તેને કહ્યું : એડમંડ ડાન્ટ! જુઓ, હવે તમારું વેર પૂરું થયું?” મોન્ટેક્રિસ્ટો એકદમ હબકી ગયો. તેને એકદમ દેખાયું કે ઉચિત વેરની માત્રા તે ઓળંગી ગયું છે. હવે તે એમ નહીં કહી શકે કે, ઈશ્વર મારા પક્ષમાં છે અને હું ઈશ્વરને સજા કરનારે દૂત છું.' તેણે એકદમ દોડી જઈ એડવર્ડના શબને હાથમાં લીધું, તેની આંખ ફડી જોઈ, તેની નાડ દબાવી જોઈ. પછી તે તેને વેલેન્ટાઇનની ઓરડીમાં લઈ ગયો, જ્યાં કેટલીક શીશી હજુ તે જ સ્થાને પડેલી હતી. વિલેફૉટે કાઉંટની પાછળ જવા પ્રયત્ન કર્યો. પણ તેના પગ જમીન ઉપર જાણે ચોટી જ ગયા હતા તેણે પોતાની આંગળીઓ પિતાની છાતીમાં ખાસી દીધી; તેના નખ લોહીથી રાતા થઈ ગયા. તેની આંખ જાણે કપાળમાંથી બહાર નીકળી પડવા લાગી; તેના લમણામાં આગ ભભૂકી ઊઠી. થોડી વારમાં તેની બુદ્ધિ હંમેશને માટે લુપ્ત થઈ ગઈ. તે ગાંડો બની ગયો અને જોરથી હસતે હસતે બગીચા તરફ દોડ્યો. પંદરેક મિનિટ બાદ વેલેન્ટાઇનની ઓરડીનું બારણું ઊઘડયું, અને કાઉંટ એડવર્ડનું શબ લઈને બહાર આવ્યો. તેણે બધા પ્રયત્ન કરી જોયા હતા. એડવર્ડ પાછો આવતો થઈ શકે તેમ ન હતું. તેણે તેનું મડદુ તેની માના મડદા સાથે સુવાડયું અને માથું નીચું કરી ઈશ્વરની પ્રાર્થના કરી. Page #277 -------------------------------------------------------------------------- ________________ પરિસમાંથી વિદાય 267 પછી તે વિલેફૉટેને શોધતે બહાર આવ્યો ત્યારે તે તે ગાંડો થઈને આખો બગીચે કોદાળીથી જ્યાં ત્યાં ખોદવા લાગી ગયો હતે અને બોલતો હતો, ‘હું મારા દીકરાને ગમે ત્યાંથી શોધી કાઢીશ.' કાઉંટ હવે એ ઘરમાંથી જલદી જલદી બહાર દોડ્યો અને પોતાને ઘેર પહોંચ્યો. ત્યાં જઈ તેણે મૅકિસમિલિયનને કહ્યું: “ભાઈ, તૈયાર થઈ જા; આપણે વહેલી સવારે પૅરિસમાંથી વિદાય થઈએ ? તમારે અહીં હવે કશું કરવાનું બાકી રહેતું નથી?' ના ભાઈ, ના; અને ઈશ્વર મને ક્ષમા કરે, કદાચ મેં ક્યાંક વધારે પડતું જ કરી નાખ્યું છે!' પૅરિસમાંથી વિદાય ડેર્સ, મોર્સફ અને વિશેફર્ટ– પેરિસના એ ત્રણ પ્રતિષ્ઠિત તથા ખુશનસીબ સજન ઉપર જે કમનસીબ તૂટી પડ્યું હતું, તે આખા પેરિસની એકમાત્ર વાતચીતને વિષય બની રહ્યું હતું. જુલી અને ઇમેન્યુઅલ પણ એ જ વાત કરતાં બેઠાં હતાં તેવામાં કાઉંટ તથા મેકિસમિલિયન ત્યાં આવી પહોંચ્યા. માર્સેલસ જતા પહેલાં તે બને આ બે જણની વિદાય લેવા આવ્યા હતા. જુલી આ અણધારી વાત સાંભળી દિમૂઢ થઈ ગઈ. ઍકિસમિલિયનની જડ જેવી સ્થિતિ જોઈને તેને વિશેષ ચિતા થઈ. કાઉંટે હસીને જુલીને ખાતરી આપી કે, “એક મહિના બાદ તે તને હસતેરમતે પાછો આવી મળશે.' એ શબ્દો સાંભળી મેકિસમિલિયને કાઉંટ સામે પિતાનું મોં મચકોડવું. તેણે એટલું જ કહ્યું કે, “એક મહિને હું કાઉંટના હાથમાં બંધાયેલો છું. Page #278 -------------------------------------------------------------------------- ________________ 268 આશા અને ધીરજ જુલી તથા ઇમેન્યુઅલ ઍકિસમિલિયનની સ્થિતિ બાબત જરાય આશ્વાસન ન પામ્યાં; પણ કાઉંટે તે બંનેને ધીરજ ધારણ કરવા, તથા સૌ સારાં વાનાં થશે એવી આશા રાખવા જણાવ્યું. પછી આંખમાં જરા ભીનાશ આણી, પોતાને હંમેશની વિદાય આપવા કહ્યું, ‘હંમેશની વિદાય, કાઉંટ ? એમ કેમ બોલો છો?' ઇમેન્યુઅલ પૂછ્યું. શું દેવદૂત પોતાનું પૃથ્વી ઉપરનું કાર્ય પૂરું થવાથી સ્વર્ગમાં પાછો ફરવા માગે છે?” જુલીએ રડતાં રડતાં કહ્યું. કાઉંટે જુલીનો હાથ પોતાના હોઠ ઉપર દાબીને કહ્યું, “બહેન, હું દેવદૂત નથી; હું માણસ જ છું. અને તમારા જેવાં નિર્મળ હૃદયોના આશીર્વાદને ભૂખ્યો છું. ભગવાન, કદાચ તમારા સદભાવને ગણતરીમાં લઈ મને ક્ષમા કરશે.' “કાઉંટ, મારા ભાઈને ફરી સુખી બનાવી દેશે. અત્યારે તેની સ્થિતિ ભારે વિચિત્ર છે. તે કશું અમારાથી છુપાવવા માગે છે. તેને અમે તમારા હાથમાં સોંપીએ છીએ.” “બહેન, તું તારા “સિંદબાદ ખલાસી' ઉપર શ્રદ્ધા રાખ !" બસ, હવે મારી ચિંતા દૂર થઈ.” જુલીએ રાજી થઈને કહ્યું. પછી મૅકિસમિલિયનને કપાળે ચુંબન કરી, તેણે વિદાય આપી. કાઉંટ આ દરમ્યાન અલીને નોટિયર ડોસા માટે એક ચિઠ્ઠી લઈને મોકલ્યો હતો. અને તે વાંચી શકે તે રીતે તેને તેમની આંખ સામે ધરી રાખવા જણાવ્યું હતું. તે હવે પાછો આવી ગયો અને ગાડી હાંકવા બેઠો. જ્યારે કાઉંટની ગાડી પવનવેગે પૅરિસની બહાર નીકળી, ત્યારે અલીને તેણે ગાડી થોડી વાર થોભાવવા કહ્યું. કાઉંટ ધીમેથી ગાડીની નીચે ઊતર્યો અને દૂર દેખાતા પૅરિસ સામે જોઈ અદબ વાળીને બોલ્યા: મહાનગરી ! છ મહિના પહેલાં મેં તારા દરવાજામાં પગ મૂક્યો હતો. હું માનતો હતો કે ઈશ્વર મને તારે ત્યાં દોરીને લઈ આવ્યો છે, અને અહીંથી ખરે જ ઈશ્વર આજે હેમખેમ મને બહાર લઈ જાય છે. હું Page #279 -------------------------------------------------------------------------- ________________ પૅરિસમાંથી વિદાય અત્યારે વેર તથા અભિમાનની બધી લાગણી છાંડીને અહીંથી વિદાય થાઉં છું. ઈશ્વર જાણે છે કે, તેણે મને જે શક્તિ અને વિભુતિ બક્ષી હતી, તેને મેં સ્વાર્થ માટે કે નિરર્થક પ્રયોજનો માટે દુરુપયોગ નથી કર્યો. હે મહાનગરી ! મારા જીવનની ઉત્કટમાં ઉત્કટ આકાંક્ષાઓ તારા વક્ષ:સ્થળ ઉપર સિદ્ધ થઈ છે. ખાણિયાની પેઠે મેં તારાં આંતરડાં ખોદી ખાદીને તેમાં સંતાયેલા અનિષ્ટને ડામ્યું છે. હવે મારું કામ પૂરું થાય છે; હે મહાનગરી! અલવિદા ! અલવિદા !' તે લોકોની મુસાફરીને છેવટનો ભાગ જળમાર્ગે થઈને કતે. ચાર ઘોડા સાથેની આખી ગાડી કાઉન્ટના પિતાના જહાજ ઉપર ચડાવી દેવામાં આવી. માર્સેલ્સ બંદરે જયારે તેમનું જહાજ દાખલ થયું, ત્યારે બીજું એક વહાણ આલિયર્સ તરફ ઊપડવા તૈયાર થઈ રહ્યું હતું. તેના તૂતક ઉપર ઊભેલો એક જુવાન નીચે ઊભેલી, કાળાં કપડાં પહેરેલી એક સ્ત્રીને વિદાય આપી રહ્યો હતો. ઍકિસમિલિયને કાઉંટનું ધ્યાન ખેંચીને કહ્યું: “કાઉન્ટ, જુઓ, પેલો આલ્બર્ટ મોર્સ છે!' કાઉંટે કહ્યું: “હા, મેં તેને જોયો છે; અને નીચે ઊભેલી તેની માને પણ જોઈ છે.’ તે દિવસ બંનેએ માર્સેલ્સમાં જ ગાળવાનો હતો. મેંકિસમિલિયન પિતાના પિતાની કબરની મુલાકાતે જવાનો હતે; કાઉન્ટને પણ બીજા કામ હતાં. કાઉન્ટ હવે મેકિસમિલિયનથી છૂટો પડી, પોતાના પિતાના મકાન તરફ વળ્યો. આખું મકાન કાઉંટે મર્સિડીસને આપી દીધું હતું, અને તે ત્યાં જ હશે, એવી કાઉન્ટને ખાતરી હતી. કઉન્ટ જ્યારે મર્સિડીસને મળ્યો, ત્યારે પોતાના જીવનના છેલા આધારરૂપ પોતાના પુત્રને પરદેશ વળાવીને તે લગભગ શૂન્ય દશામાં ઘરના વાડામાં બેઠી હતી. Page #280 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ કાઉન્ટને જોતાં જ તે આટલું બોલી, “મારી એક જ ભૂલથી આ બધી બરબાદી સરજાઈ છે. જે દિવસે તમારા મોતના સમાચાર મને મળ્યા, તે દિવસે જ હું મરી ગઈ હોત, તે આ કશું ન થાત. મેં જ સૌ ઉપર આફત આણી મૂકી છે.” મર્સિડીસ, હું હવે તારી વિદાય લેવા આવ્યો છું. તું તારી જા ને અતિ દોષિત માની, જરૂર કરતાં વધારે સજા ન કરતી. આપણે માણસો જે કંઈ કરી છે, તે આપણી અપૂર્ણતાની મર્યાદાને લીધે વધારે પડતું અથવા ઘણું ઓછું કરીએ છીએ. માણસનાં કર્મનું ફળ પણ ઈશ્વર જ સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન હેઈ, યથાયોગ્ય આપી શકે છે, અને તેને જ તે ફળ આપવાનો અધિકાર છે. કારણ કે તે દયાળુ છે, તથા સૌનું ભલું જ તાકનારો છે. હું એ પાઠ આટલા અનુભવે શીખ્યો છે. પાપીઓના પાપની યથાયોગ્ય સજા કરવાનું ઘમંડ હવે મારામાં નથી રહ્યું. તું હવે શું ઈચ્છે છે તે મને કહે.' હું એક જ વસ્તુ ઇચ્છું; અને તે મારા પુત્રનું સુખ.” ઠીક; ઈશ્વર તેને જીવંત રાખે એટલી પ્રાર્થના તું કરજે બાકીનું બધું હું સંભાળી લઈશ. આજથી તેને બધે ભાર મારે માથે છે.' “તમારો આભાર માનું છું, ઍડમંડ! એથી વિશેષ હવે મને કશાની ઈચ્છા નથી. વિશેષ કંઈ આપવાની ઇચ્છા કરીને તમે પણ દુ:ખી ન થશો. મારો પુત્ર મને જે આપે તેટલું જ હું લઈ શકીશ.' ઠીક; હું એ બાબતમાં કશો આગ્રહ નહિ કરું. તું હવે મને વિદાય આપ. પણ ‘જાએ’ કહીને નહિ, પરંતુ “આવજો' કહીને.” હા હું તમને “આવજો” એમ જ કહેવાની છું; એથી તમને ખાતરી થશે કે, હું હજુ આશા હારી નથી બેઠી.” પછી કાઉન્ટના પૂજતા હાથને આંગળીનાં ટેરવાંથી સ્પર્શ કરી, પિતાની આંખે તે આંગળીઓ લગાડી, મર્સિડીસ ઝટપટ ઘરમાં ચાલી ગઈ. તે જ રાતે ઍકિસમિલિયનને માર્સેલ્સમાં થોડું વધુ રોકાવાનું કહી કાઉન્ટ એકલા ઇટાલી જઈ આવવા આગબોટમાં બેસી માર્સેસ છોડવું Page #281 -------------------------------------------------------------------------- ________________ પેરિસમાંથી વિદાય 271 કારણ કે, ડેગ્યુર્સ કાઉન્ટના રુક્કાને વટાવવા રોમ જવાને જ. એવી તેને ખાતરી હતી. તે અંગે તેણે કેટલીક વ્યવસ્થા કયારની કરી પણ દીધી હતી. પણ તે વાત ઉપર છેલ્લે પડદો પાડવાનો હજુ બાકી રહેતે હતો. એટલે ડેગ્યુર્સ જ્યારે ક્રાંસમાંથી ગુપચુપ ભાગી ઇટાલી પહોંચી, રોમમાં થોમસન એન્ડ ફેન્ચની કંપનીની ઑફિસે આવ્યો, ત્યારે ત્યાં પ્રખ્યાત રોમન લૂંટારુ વાન્ગાનો માણસ પેપિને છુપાઈને યાર ઊભો હતે. ડેલર્સ કાઉંટનો ફુક્કો વટાવી, એકાવન લાખ ફ્રાંકનું ખાતું ખોલાવી, પિતાની હોટેલે ગયો અને પાંચ-છ રાતના ઉજાગરા હોવાથી વહેલો સૂઈ ગયો. બીજે દિવસે પણ તે જરા મોડો ઊઠ્યો. પછી જમી પરવારી તેણે વેનિસ થઈ વિયેના જવાનો પાસપોર્ટ કઢાવ્યો. એ બધું પરવારતાં તેને ત્રણ વાગી ગયા. પછી હોટેલવાળાએ ઠરાવી આપેલી ગાડીમાં બેસી, તે રાજી થતો થતો, પોતાના લેણદારોની તથા પત્નીની પૅરિસમાં કેવી અવદશા થતી હશે તેને આનંદથી વિચાર કરવા લાગ્યો. મોડી રાતે જ્યારે તેણે વેગથી દોડતી ગાડીના બારણામાંથી સહેજ બહાર નજર કરી, ત્યારે તેને રોમની બહારનાં ખંડેરો જેવું જ બધું નજરે પડતાં નવાઈ લાગી. તેણે ગાડીવાળાને ઊભો રાખી પૂછવા પ્રયત્ન કર્યો. તે પાસે દોડતા ઘોડેસવારે તરત દંડૂક્કો મારી તેનો હાથ અને માથું ફરી અંદર લેવડાવ્યાં. ડેગ્લર્સને અચાનક ભય લાગ્યો કે ફ્રાંસના પોલીસવાળાઓએ ઇટાલીના સત્તાવાળાઓને કહીને તેને પાછા ફ્રાંસ પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી છે કે શું? થોડે દૂર ગયા પછી, તેને અંદરથી ઉતારવામાં આવ્યો અને ભૂગર્ભમાં આવેલા ગુપ્ત ઓરડામાં લઈ જઈ પૂરવામાં આવ્યો. ત્યારે તેને સમજાયું કે, આ તે આલ્બર્ટ પકડાયો હતો તે સેંટ સેબાસ્ટિયનની જૂની ભૂગર્ભ ગુફાઓ છે, અને તે પોતે રોમના લૂંટારુ વાન્ગાના હાથમાં સપડાયો છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ 272 આશા અને ધીરજ ડેગ્લર્સને એ જાણી કંઈક નિરાંત થઈ ! કારણ કે, આ લૂંટારુઓ બહુ તે તેની પાસેથી બે-પાંચ હજાર ક્રાંક લઈને તેને છૂટો કરશે તેની પાસે કેટલા પૈસા છે તેની આ લોકોને શી ખબર હોય ? પરંતુ પછી જ્યારે તેણે ભૂખ લાગતાં ખાવાનું માગ્યું, ત્યારે તેની પાસે એક ટંકના ખાધાખરના એક લાખ ફ્રોક પહેલા માગવામાં આવ્યા. ડેન્ટલસેં હવે ઢોંગ માંડ્યો કે, તેની પાસે એટલી ફૂટી કોડી પણ નથી. પણ પિનોએ જણાવ્યું કે, “સાહેબ, રોમમાં તમારું 51 લાખનું ખાનું છે; તમે ચેક લખી આપશો તો ચાલશે. પણ તમારે ભૂખેતરસે મરીને આપઘાત કરવો હોય, તે તમારી મરજી!' ડેગ્લર્સ હવે ચાંકયો. તેણે જાણ્યું કે, આ લોકોને ઇરાદો તે બધા ક્રાંક પડાવી લેવાનો જ છે. છતાં ભૂખેતરસે પ્રાણ જયારે છેક નીકળી જવાના થયા, ત્યારે જ એક લાખ ફ્રાંકનો ચેક લખી આપીને તેણે ખાવાનું મંગાવ્યું. બીજે દિવસે તરસ લાગતાં ડેગ્લસેં પીવાનું કંઈક માગ્યું, ત્યારે એક શીશાના 25 હજાર ફ્રાંક માગવામાં આવ્યા. ડેગ્લસેં પૂછ્યું કે, ‘તમારો ઇરાદો શો છે તે મને કહો; અને મને છૂટો કરવાના તમારે કેટલા પૈસા જોઈએ છે?' તેને જવાબ મળ્યો કે, “તમારી પાસે 51 લાખ કૂક છે. તે બધા આપી દો, એટલે અમે તમને જવા દઈશું.’ ડેપ્લર્સ ચિડાઈ ગયો. તેણે કહ્યું, “ભલે તમે ગમે તે કરશો તો પણ હું હવે તમને વધુ ચેક લખી આપવાને જ નથી. તમારે મને મારી નાખવો હોય તો મારી નાખે.' પરંતુ બે દિવસ જેમતેમ કરીને પસાર કર્યા પછી તેણે એકદમ દશ લાખ ફૂક આપવાના કરી મહાભજન મંગાવ્યું. પેલાઓએ તેને સુંદર મિજબાની જેવું ખવરાવ્યું અને તેની પાસેથી દશ લાખ ફ્રાંકનો ચેક લખાવી લીધો. બાર દિવસ બાદ તેની પાસે માત્ર 50 હજાર ક્રાંક બાકી રહ્યા. પણ હવે તેને તેટલા થોડા ફ્રાંકની મમતા Page #283 -------------------------------------------------------------------------- ________________ પેરિસમાંથી વિદાય જાગી; અને તેને ગાંડાની પેઠે અવનવી આશાઓની ભ્રમણાઓ થવા લાગી. તેને એમ લાગ્યું કે, ઈશ્વર ગમે તેવા ચમત્કાર કરી શકે છે; અને કદાચ આ ગુફા કાં તે તૂટી પડશે, અથવા પોલીસને આ ગુફાઓને પત્તો મળતાં તેઓ આ લૂંટારુઓને પકડી લેશે ! પછી તે તેઓ મને છુટો કરશે, એટલે મારા 50 હજાર ફાંક મારી પાસે રહેશે ! પછી તે રડતા રડતે ઈશ્વરની પ્રાર્થના કરવા લાગ્યો. ત્રણ દિવસ સુધી ઈશ્વરના નામનું સતત રટણ કર્યા પછી ચોથે દિવસે તો તે મરેલા માણસ જેવો જ થઈ ગયો. તે પોતાની સાદડી ભૂખને માર્યો ચાવવા લાગ્યો. પછી પાંચમે દિવસે તેણે વાન્ગાને બોલાવીને કહ્યું, “મારા આ બધા પૈસા લઈ લે, પણ મને આ ગુફાએમાં જ જીવતે રહેવા દો. હું છૂટા થવાની માગણી નથી કરતા, પણ મને જીવતા રહેવા દો.' તમને બહુ દૂ:ખ થાય છે?' હા, હું ભયંકર રિબાઉં છું.’ અને છતાં તમારા કરતાં પણ વધુ દુ:ખ વેર્યું હોય એવા માણસે છે.' હું નથી માનતે.' " નથી કેમ માનતા? કેટલાક ભૂખે જ મરી ગયા છે, અને કદાચ તમારે કારણે જ !' ડેન્ટલર્સ ધીમે ધીમે વિચારમાં પડી બોલ્યો, “હા ખરી વાત છે; મારા કરતાં પણ ઘણાએ વધુ દુ;ખ ભોગવ્યું હશે.' “તે શું તને તારાં પાપકૃત્યને ખરેખર પસ્તાવો થાય છે?” એક થાંભલા પાછળથી અવાજ આવ્યો. ડેગ્લસેં જોયું તે વાન્ગાની પાછળ હવે બીજો એક માણસ એક જન્મે વીંટીને ઊભે હતે. “હા, હવે હું મારાં પાપને ખરેખર પસ્તા કરું છું.” આમ આ૦- 18 Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ - . આશા અને ધીરજ કહી તે પોતાની છાતી ઉપર પિતાના સુકાઈ ગયેલા હાથથી મુક્કાઓ મારવા લાગ્યો. " “તે હું પણ તને ક્ષમા આપું છું, એમ કહી તે માણસ જન્મે દૂર કરી આગળ આવ્યો. કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટો?' ભયથી ફીકો પી જઈ ડેગ્લર્સ બોલી ઊઠયો. “ના, હું કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટો નથી!' તે તમે કોણ છો?' યાદ કર; જેને તે દગાબાજીથી વાંછિત કર્યો હતો, જેની વિવાહિતાને તે વટાવી ખાધી હતી, જેના ઉપર પગ મૂકીને તેં તારી ઉન્નતિ સાધી હતી, જેના બાપને તે ભૂખે મારી નાખ્યો, અને જેને પણ તે ભૂખે મારી નાખવાને વેત કર્યો હતો, પણ જે હવે તને ક્ષમા કરે છે, કારણ કે, તેને પોતાને પણ હવે ક્ષમાની જરૂર પડી છે. હું એડમંડ ડાન્ટ છું!' ડેન્ડલર્સ એક ચીસ પાડી જમીન ઉપર તૂટી પડયો. ઊભો થા', કાઉંટે કહ્યું, “તારી જિંદગી બચાવવામાં આવશે. તારા બે સાથીદારો એટલા ભાગ્યશાળી ન નીવડયા: એક ગાંડો થઈ ગયો અને બીજો આપઘાત કરીને મરી ગયો. તારી પાસે બાકી રહેલા પચાસ હજાર ફૂાંક તારી પાસે ભલે રહે. દવાખાનાંવાળાઓના જે પચાસ લાખ ફ્રાંક તું ઉઠાવી લાવ્યો હતો, તે મેં તેમને ભરપાઈ કરી દીધા છે. હવે તું નિરાંતે ખા અને પી. આજે તું મારો મહેમાન છે. વાન્ગા, જ્યારે આ માણસ ખાઈ-પી લે, ત્યારે તેને છોડી દેજો.” વાન્ગાએ ખવરાવી પિવરાવી, ડગ્લર્સને ગાડીમાં બેસાડી રસ્તા ઉપર દૂર લાવી અંધારામાં છોડી દીધો. ફેંગ્લર્સ સવાર સુધી ત્યાં પડી રહ્યો. પછી સવાર થતાં તેણે જોયું કે પાસે થઈને એક કરો વહેતે હતો. તેમાં નીચો નમી તે પાણી પીવા ગયો, ત્યારે તેને ખબર પડી કે તેના બધા વાળ ધોળા થઈ ગયા હતા! Page #285 -------------------------------------------------------------------------- ________________ 48 - આશા અને ધીરજ! . પાંચમી ઑકટોબરને દિવસે કાઉન્ટ મોકલેલા જહાજમાં બેસી મેકિસમિલિયન માટેનક્રિસ્ટો ટાપુ ઉપર ઊતર્યો. કાઉન્ટ તેને આવકારવા - કિનારે તૈયાર ઊભો હતે. મેકિસમિલિયને તેને જોતાં ઘડિયાળ કાઢીને જણાવ્યું કે, “કાઉન્ટ, હવે મારે જીવવાના ત્રણ કલાક બાકી રહે છે!” કાઉન્સે કહ્યું, “ભલે; એ ત્રણ કલાક પણ આપણે સારી રીતે ગાળવા માગીએ તે ગાળી શકીએ તેમ છીએ. જે વસ્તુ ત્રણ કલાક જેટલી પણ દૂર છે, તેની ચિંતા અત્યારથી શા માટે કરવી? તને શું મરવાની બીક લાગે છે?” ના, ના, હવે વેલેન્ટાઇનને જઈ મળવાની અધીરાઈ આવી છે, એટલું જ. કાઉંટ એ જુવાનિયાને એકનિષ્ઠ દૃઢ પ્રેમ જોઈ, પ્રશંસાના ભાવથી તેના તરફ જોઈ રહ્યો. દરમ્યાન તેઓ કાઉન્ટની ભૂગર્ભ-ગુફામાં આવી ગયા હતા. અંદરનો વૈભવ અને ઠાઠ જોઈ, ઍકિસમિલિયન ઘડીભર ચકિત થઈ ગયો. કાઉંટે તેને કહ્યું, “મેકિસમિલિયના” તું મારી વાત જરા ધ્યાન દઈને સાંભળ; તું જાણે છે કે, મારું કોઈ સગુંવહાલું જીવતું નથી. હું તને જ મારો પુત્ર માનતો આવ્યો છું અને મારા પુત્રનું જીવન બચાવવા હું મારું સર્વસ્વ પણ ખરચી નાખવા તૈયાર છું.’ તમે શું કહેવા ઈચ્છો છો ?' જો, તું મૃત્યુ માટે આટલો બધો તત્પર થઈ રહ્યો છે, કારણ કે જીવનમાં સુખને પ્યાલો હજી તેં પૂરેપૂરો ચાખ્યો નથી. મારી પાસે લગભગ દશ કરોડ ફાંકની મિલકત છે. હું તે તને આપી 275 Page #286 -------------------------------------------------------------------------- ________________ 276 આશા અને ધીરજ દઉં; તું એટલાથી મનમાં ધારે તેટલો આનંદ મેળવી શકશે, અથવા ઇછે તેવું જીવન જોગવી શકશે. માત્ર તું મરવાને ગાંડો ખ્યાલ છોડી દે.” “કાઉટ, તમે તમારો કોલ આપ્યો છે. અત્યારે સાડા અગિયાર વાગ્યા છે. તમારાથી મને મરતે જોવાય તેમ ન હોય, તે તમે મને બહાર ચાલ્યો જવા દે !' કાઉન્ટ હવે મમતાથી હસીને તેને બેસી રહેવા કહ્યું. પછી એક ખાનું ખોલી તેમાંથી ચાંદીની એક ડબ્બી કાઢી. તેમાંથી તેણે એક ચમચી ભરીને ચાટણ મેકિસમિલિયનને આપ્યું અને કહ્યું, “તારે આ જ જોઈએ છે, તે એ જ લે. એનાથી તારાં બધાં દુઃખનો અંત આવી જશે.” ' મેકિસમિલિયને કાઉન્ટને આભાર માની, તે ચાટણને ઝેર ગણી ચાટી લીધું. થોડી વારમાં તેની આંખે અંધારાં આવી ગયાં અને તે બેહોશ થઈ ગયો. કાઉંટે હવે એક તરફનું બારણું ઉઘાડવું, તે અંદરથી વેલેન્ટાઇન બહાર આવી. મેકિસમિલિયન જાણે ઊંઘમાં બોલતો હોય, તેમ બોલી ઊડ્યો, “વેલેન્ટાઇન! વેલેન્ટાઇન!' કાઉન્ટ હસીને વેલેન્ટાઇનને કહ્યું, “બહેન, એ તને ઊંઘમાં પણ બોલાવી રહ્યો છે. મૃત્યુ તમને બેને છૂટાં પાડવા માગતું હતું, પણ મેં મૃત્યુને હટાવીને તમને બેને જોડી આપ્યાં છે. તારા જેવા અમૂલ્ય રત્નને ખરેખર એ લાયક છે કે નહિ એ જોવા માટે મેં તેને છેવટ સુધી તાવ્યો છે; અને તને પામવા તે મૃત્યુને રાજીખુશીથી ભેટયો છે. પરંતુ એ મૃત્યુ તો થોડા વખતનું જ છે. ત્યાર બાદ તમે બંને પ્રેમીઓ એક બીજાના એકનિષ્ઠ પ્રેમના અમૃતથી અમર બનો. ભગવાન મારી સજા વિચારતી વખતે, તમો બંનેને ભેગાં કરી આપવાનું જે સત્કૃત્ય મેં કહ્યું છે, તેને વિચાર કરશે.” વેલેન્ટાઈને આભારથી ઊભરાતા હૃદયે કાઉન્ટને હાથ પકડી પોતાના કપાળે દબાવે. કાઉન્ટ હવે તેને પૂછયું, “બહેન, તને હદી ગમે છે?' Page #287 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ર૭૭ હું તેને મારી સગી બહેન જેવી ગણું છું; તેણે મને કેવા મીઠા બોલથી મારા દુ:ખના કાળમાં કેટકેટલું આશ્વાસન આપ્યું છે, તે હું જ જાણું છું. તેમની કશી સેવા કરવાની મને મળે, તે હું તેને મારું સદ્ભાગ્ય જ સમજું. પણ તમારા જેવાની ઓથ પામેલી તે ભાગ્યશાળી બહેનને મારા જેવાની કશી સેવાની કદી જરૂર ન પડશે.” પરંતુ મારે હદી માટે જ તારી પાસે એક માગણી કરવાની છે. તે તેને તારી બહેન તરીકે હમણાં ઓળખાવી. તે હવેથી તે તારી સાચી બહેન બને. મારા પ્રત્યે તું જે કાંઈ ત્રણ માનતી હોય, તે તું તેને સાથ અને એથ આપીને વાળી શકશે; આજથી તે હવે જગતમાં એકલી પડશે.' એકલી પડશે?” પાછળથી હૈદીને અવાજ આવ્યો. કારણ કે, કાલથી તું મારા હાથમાંથી મુક્ત બનશે, અને તારું સમુચિત સ્થાન જગતમાં પ્રાપ્ત કરશે. તું એક રાજાની કુંવરી છે. હું તને તારા પિતાનું નામ અને સંપત્તિ પાછાં આપું છું.”કાઉન્ટે જવાબ આપ્યો. હેદી મરણતેલ ફીકી પડી ગઈ. “તે શું તમે મને તજી દો છો?' - “હેદી, હેંદી, તું જુવાન છે, સુંદર છે; મને ભૂલી જા અને સુખી થા” કાઉન્ટ જરા દુ:ખ સાથે કહ્યું, “ઠીક, તે હું મારા માલિકને હુકમ માથે ચડાવું છું હું તમને ભૂલી જાઉં છું અને સુખી થાઉં છું. આમ કહી તે એક ડગલું પાછી ફરી. વેલેન્ટાઈન તેના તરફ જોઈ બોલી ઊઠી, “ભલા ભગવાન ! કાઉંટ, તમે જોતા નથી કે તે કેટલી ફીકી પડી ગઈ છે? તેને કેટલું બધું દુ:ખ થાય છે?” “તે શું કરવા જુએ? તે મારા માલિક છે અને હું તેમની ગુલામડી છું. તેમને કશું ન જોવા-જણવાને હક છે.' કાઉન્ટ હેદીને અવાજ સાંભળી ધ્રૂજી ઊઠ્યો. તેના હૃદયના ઊંડામાં Page #288 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ઊંડા તાર ઝણઝણી ઊઠ્યા. તે બોલે, “તે શું મને જે ઊંડે ઊંડે વહેમ હતું તે સાચો છે? હેદી, તું મારી સાથે જ રહેવા રાજી છે?' - “હું જુવાન છું. તમે મારા જીવનને હંમેશાં એટલું મધુર બનાવ્યું છે કે, મને મરવું પડે તે અવશ્ય દુઃખ થાય.” | “એટલે કે, હું તને તજી દઉં, તે તું -' “હું અવશ્ય મરી જઈશ.' ‘નો શું તું મને ચાહે છે?” વેલેન્ટાઈન બહેન, એ મને પૂછે છે કે, હું તેમને ચાહું છું ! તેમને કહો તે ખરાં કે તમે મૅકિસમિલિયનને ચાહો છો?' કાઉંટનું હૃદય ભરાઈ આવ્યું. તેણે પોતાના હાથ ફેલાવ્યા અને હંદીએ તેમાં પડતું નાખ્યું. તે બેલી, “હું જીવન જેટલા તમને ચાહું છું. તમને હું મારા ઈશ્વર ગણીને ચાહું છું. કારણ કે, આ દુનિયામાં મારે માટે તમે સર્વોત્તમ - પુરુષોત્તમ છો.” “તો કહે છે તેમ ભલે થાય. હું મારા જીવનને મારા વેરનું પ્રાયશ્ચિત્ત કરવામાં જ ખતમ કરવા ઇચ્છતો હતો. પરંતુ ઈશ્વર મને ક્ષમા કરવા માગે છે. કદાચ તારો પ્રેમ જ મારે મારા જીવનમાંથી જે કાંઈ ભૂંસવાનું છે તે ભૂંસી આપશે. જગતમાં હવે મારે માટે તું જ બાકી રહી છે. તારી મારફત હું જીવનને સ્વીકારું છું. હે ઈશ્વર! તું મને સજા કરતો હોય કે વરદાન આપતો હોય, હું તેને માથે ચડાવું છું. ચાલ હેદી, ચાલ ...' આટલું કહી, કાઉન્ટ વેલેન્ટાઇનને હાથ દબાવી, તેને ત્યાં મૅકિસમિલિયન પાસે જ રહેવાનું કહી, હેદીને લઈ બહાર નીકળી ગયો. એક કલાક બાદ મેકિસમિલિયને આંખ ઉઘાડી. ધીમે ધીમે તેની બધી ઇંદ્રિયો સચેત થઈ. તે નિરાશાના સૂરથી બોલી ઊઠ્યો, “હું હજુ જીવતે છું! કાઉટે મને છેતર્યો!' આમ કહી તેણે ટેબલ ઉપરથી છરી ઉપાડવા હાથ લંબાવ્યો. છરીને બદલે તેના હાથમાં એક બીજો પ્રેમ નીતરત સુંદર હાથ આવી ગયો. Page #289 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ! જરા જાગે, અને મારા સામું જુઓ તે.” વેલેન્ટાઈને પોતાના મધુર સ્મિત સાથે મેકિસમિલિયનને કહ્યું. ઍકિસમિલિયન આ ચમત્કારને પ્રભુની કરામત માનતે તરત ઘૂંટણિયે પડ્યો. બીજે દિવસે સવાર થતાં બંને જણ ગુફાની બહાર નીકળ્યાં, તે જ જેકોપો આવી ઍકિસમિલિયનના હાથમાં એક ચિઠ્ઠી મૂકી ગયો : " ચિ૦ ભાઈ ઍકિસમિલિયન, બંદરમાં એક જહાજ તમારે માટે તૈયાર ઊભું છે. જેકોપ તમને લૉઘોર્ન બંદરે પહોંચાડશે. નાઇટિયર ત્યાં પોતાની પત્રીને લગ્નના આશીર્વાદ આપવા ઉત્સુક થઈને રાહ જુએ છે. આ ગુફામાંનું બધું, શું 5 એલીસીવાળું મારું પૅરિસનું મકાન, અને નોર્મન્ડી આગળની મારી જાગીર એ બધું ડારે પોતાના માલિક શ્રી. મૉટેલના પુત્રને લગ્નની ભેટ તરીકે આપે છે. “તારા દેવીને કોઈ કોઈ વાર મારે માટે પ્રાર્થના કરવા કહેજે; કારણ કે સેતાનની પેઠે હું પણ ભૂલથી ઈશ્વરનું અનુકરણ કરવા લાગી ગયો હતો. પરંતુ હવે અનુભવે સમજ્યો છું કે, ઈશ્વર પાસે જ સૌ જીવોનાં કર્મોને નિર્ણય કરવા માટેની યોગ્ય શક્તિ તથા ડહાપણ છે. “તે, મારાં પ્રિય સંતાનો, સુખે રહેજો; અને એક વાત કદી ન ભૂલતાં કે, ઈશ્વર માણસને ભવિષ્યના જ્ઞાનવાળો ન કરે, ત્યાં સુધી માનવ ડહાપણને કુલ સાર આ બે શબ્દોમાં સમાયેલો છે : આશા અને ધીરજ' તમારો મિત્ર, એડમંડ ડાન્ટ કાઉટ ઑફ મેન્ટે-ક્રિસ્ટો” મેકિસમિલિયન હવે ચિંતામાં પડી જઈ જેકપોને પૂછવા લાગ્યો: “કાઉટ ક્યાં છે? હેદી કયાં છે?” Page #290 -------------------------------------------------------------------------- ________________ 280 આશા અને ધીરજ જેકોએ દૂર ક્ષિતિજ તરફ આંગળી કરી. ત્યાં દૂર સરતા જતા એક સફેદ સઢની ટોચ દેખાતી હતી. ચાલ્યા ગયા? પ્રણામ, મારા બંધુ, પ્રણામ, મારા પિતાજી !" ઍકિસમિલિયન બોલ્યો. ચાલ્યાં ગયાં? પ્રણામ મારા બંધુ, પ્રણામ મારી બહેન!' વેલે ન્ટાઇન ગણગણી. “કોણ જાણે હવે ફરી કદી તેમને આપણે જોવા પામીશું કે નહિ?' ઍકિસમિલિયને હતાશ થઈને કહ્યું. “કાઉંટે હમણાં તે આપણને “આશા અને ધીરજ' રાખવા જણાવ્યું, તે ભૂલી ગયા શું?” વેલેન્ટાઈને જવાબ આપ્યો. Page #291 -------------------------------------------------------------------------- ________________ અલેકઝાન્ડર ડૂમા કૃત વિશ્વવિખ્યાત નવલકથાઓ [ સચિત્ર, વિસ્તૃત સંક્ષેપ ] સંપાદક : ગોપાળદાસ પટેલ કાઉન્ટ ઑફ મૉન્ટ-ક્રિસ્ટો [ કિશોરો માટે ]. 4.00 શ્રી મસ્કેટિયર્સ–૧ 8.00 શ્રી મસ્કેટિયર્સ–૨ ( ન્ટી ઇયર્સ આફટર) 8.00 શ્રી મસ્કેટિયર્સ–૩ (વાઇકાઉન્ટ દ બ્રાજેલોન) 10.00 શ્રી મસ્કેટિયર્સ-૪ (લુઇઝા દ વાલિયેર) 12.00 શ્રી મસ્કેટિયર્સ–૫ (મેન ઇન ધ આયર્ન મોસ્ક) 15.00 પ્રાપ્તિસ્થાન : એટનબર લાઇબ્રેરી, અમદાવાદ-૫૪ 1/70, સત્યાગ્રહુ છાવણી Page #292 -------------------------------------------------------------------------- ________________ માનવની સારી બાજુને જ આગળ કરીએ, તે તે માનવ ન રહે, પણ દેવ’ બની જાય, તેમ જ તેની હીન બાજુને જ આગળ કરીએ, તે પણ તે માનવ ન રહે પરંતુ ‘સેતાન’ બની જાય. સાચા નવલકથાકાર તેથી માનવની સારી તેમ જ હીન એમ બને બાજુઓને તાણાવાણાની પેઠે સાથે જ વણીને રજૂ કરે છે, જેથી સાચે “માનવ” મૂર્તિમંત થાય. અને એ સાચા માનવની કહાણી આપણ માનવને જેટલી સ્પર્શી જાય, તેટલી માત્ર ‘દેવ’ની કે નર્યા ‘શક્ષસ'ની કહાણી આપણને ન સ્પશી શકે. ‘આશા અને ધીરજ એવી સાચા માનવની કહાણી છે, જે વાચકને સ્પર્યા વિના રહેશે નહીં.” વાચક”.