________________ વાય ચૂકવાય 263 'હવે આનું શું થશે એમ માને છો?' ગુનાની ગંભીરતાને હળવી કરી નાખનારાં કારણે જરૂર છે અને તે લક્ષમાં લેવાશે.' એન્ડ્રિયાને હવે આપણે અહીંથી જ વિદાય આપીએ. મૅડમ ડેન્ટલર્સે પોતાના પૈસા વડે તેને છોડાવવા કાંઈ કર્યું કે નહિ, તથા તેનું માતૃત્વ છેવટે એન્ડ્રિયાને પાછો ઠેકાણે લાવવામાં સફળ નીવડયું કે નહિ એ પ્રશ્નો, આ વાર્તા પૂરતા હંમેશાં ભાવિના ગર્ભમાં છુપાયેલા રહેવાના છે. વિલેૉર્ટ પોતાની ગાડીમાં બેસી પાછા ઘર તરફ જતો હતો, તે વખતે તેની એકેએક નસ જાણે એક વિચિત્ર તાવના જરથી તૂટતી જતી હતી. પોતાની હંમેશ માટે બરબાદ થયેલી જિંદગીનો બધો જ બોજો એકસામટે તેના માથા ઉપર આવીને ખડકા હતો; પરંતુ પોતાના ભાવિ વિશે તેને હજ કશી ચોક્કસ કહ૫ના આવતી ન હતી. તેને સર્વશ ઈકવરને સર્વશક્તિમાન હાથ પોતાની આ કમનસીબી પાછળ કામ કરતો દેખાતો હતો, અને એનાં પરિણામમાંથી બચવું અશકય લાગતું હતું. એટલામાં, મૅડમ વિલેકૉર્ટને પંખો આગલે દિવસે ગાડીની બેઠક ઉપર પડી રહેલો તેના ઉપર તેને હાથ પડ્યો. તરત તેને યાદ આવ્યું કે, પોતે તેને સદ્ગુણી ન્યાયાધીશ તરીકે તેનાં પાપની કારમી સજા ફરમાવી હતી; પણ પાપમાં ખરડાયેલા પિતાને એવી સજા કરવાને શો હક હતો? અત્યારે કલાક થઈ જવા આવ્યા હત; કદાચ તે હવે એકાદ છેલ્લે કાગળ લખી ઝેર પીવાની તૈયારી જ કરતી હશે. પણ ના, હવે એ શું કરવા મરે? પોતે પણ ક્યાં ઓછો પાપી હતો? “કદાચ મારાં પાપને જ ચેપ તે ભલી બાઈને કેમ નહિ લાગ્યો હોય? નહિ નહિ, તેને મરવાની કશી જરૂર નથી; હું અને તે બંને ફ્રાંસ છો નાસી જઈશું. મેં તેને ફાંસીની સજાની ધમકી આપી હતી; પણ મારે માટે પણ તે સજ જ તૈયાર ઊભી છે. અમે બંને