________________ આશા અને ધીરજ સરખાં પાપી છીએ, કદાચ મારા પાપ આગળ તેનું પાપ તે ઝાંખું પડી જાય ! હું તેની આગળ બધું કબૂલ કરી દઈશ, અને પછી હું તથા તે બંને એડવર્ડને લઈને દૂર દેશમાં નવું જીવન શરૂ કરીશું અને એકબીજાને આશ્વાસન આપીશું.' તેણ ઘડો જોરથી દોડાવરાવ્યો. ઘેર પહોંચતાં જ તે પોતાના એરડા તરફ દોડ્યો. બારણું અંદરથી બંધ હતું. તેણે તે જોરથી ખટખટાવ્યું. અંદરથી તેની પત્નીને અવાજ આવ્યો, “કોણ છે? હું છું, જલદી ઉઘાડ.' પણ બારણું ન ઊઘડ્યું, એટલે વિલેફર્ટે ગાંડાની પેઠે લાતંલાત કરી તેને તોડી નાખ્યું. સામે મડદા જેવી તેની પરની ઊભી હતી. તે એટલું જ બોલી, “બધું પતી ગયું છે, હવે શું છે?” પછી તે તરત જમીન ઉપર ઢળી પડી : તેના પ્રાણ ચાલ્યા ગયા. વિલેફોર્ટ હવે પોતાના છોકરાને શોધવા બહાર દોડ્યો, "એડવર્ડ! એડવર્ડ ' તેના હજૂરિયાએ કહ્યું કે, " મૅડમ ભાઈને પોતાના ઓરડામાં થતા વખત ઉપર બોલાવી ગયાં હતાં. ત્યાર પછી તે બહાર આવ્યા નથી.” એ સાંભળતાં જ વિલેફૉર્ટનું હૃદય એક વિચિત્ર આશંકાથી કંપી ઊઠયું. તે પિતાની પત્નીના મડદાને ઓળંગી સીધે અંદર દોડયો. તેને પુત્ર એક સોફા ઉપર સૂતેલો હતો. તેને તેણે હાથમાં લીધો અને બોલાવ્યો; પણ કશો જવાબ ન મળ્યો. તે પણ મરી ગયેલો હતો! તેની છાતી ઉપરથી કાગળની એક ચબરખી ગબડી પડી. વિલેફટે તે વાંચી. તેમાં લખ્યું હતું : " તમે જાણો છો કે મને મારા પુત્ર ઉપર બહુ મમતા હતી; મારા પુત્રને ખાતર જ હું ગુનેગાર બની હતી. સારી મા પોતાના પુત્રને લીધા વિના એકલો શી રીતે જાય?' વિલેફૉર્ટ એ વાંચતાં જ ઠંડો થઈ ગયો અને બબડયો: " હે પ્રભુ! તું જે કરે તે ખરું!' હવે તે છેક જ ભાંગી પડ્યો હતો. આજ દિવસે સુધી તેણે બીજા કોઈના દુ:ખની જરા પણ દયા ખાધી ન હતી. પરંતુ