SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાય ચૂકવાયે આજે કારમાં દુ:ખનો અનુભવ થતાં તે પોતાના પિતા પાસે દોડી ગયો : કારણ જેની આગળ રડીને પાનાનું દુ:ખ ને હળવું કરી શકે તેવું બીજાં કોઈ હવે બાકી રહ્યું ન હતું! જે અપંગ પિતાને તે હંમેશ અવગણ જ આવ્યો હતો, તે પિતા ઘેર આપત્તિને સમયે તેને શિરછત્રરૂપ લાગ્યા; અને પોતાને અસહાય બાળક માનતો તે તેમના ખોળામાં માથું મૂકી રડવા માટે દોડ્યો. એ ઓરડામાં એબ બસોની બેઠો બેઠો નેઇટિયર સાથે શાંતિથી કંઈક વાત કરતો હતો. વિલેફૉટે તેના સામું જોઈ એકદમ બોલી ઊઠયો, “એબ બુસેની ! તમે શું હંમેશાં મારા ઘરમાં મેતના પુરોગામી થવા જ આવો છો?' | ‘ના છે, હું મોતને અનુગામી થઈને આવું છું. તે દિવસે પણ તમારી મૃત પુત્રીને માટે પ્રાર્થના કરવા જ હું આવ્યો હતો.' તો આજે શા માટે આવ્યા છો ?' એમ કહેવા કે, મારું દેવું હવે પૂરેપૂરું ભરપાઈ થઈ ચૂક્યું છે; અને આજથી હવે હું ઈકવરને એટલી જ પ્રાર્થના કરીશ કે, તે તમને બધાંને વધુ સજા ન કરે.' “બાપ રે! આ કંઈ એબ બુસોનીને અવાજ નથી !' ‘ના; નથી જ.’ આમ કહી તેમણે પોતાના માથા ઉપરનું વટણ છોડી નાખ્યું, એટલે તેમના કાળા લાંબા વાળ તેમના મરદાની ચહેરાની આસપાસ પથરાઈ રહ્યા. કાઉંટ ઑફ મોન્ટેક્રિસ્ટો?' વિલેફૉર્ટે મોટી ચીસ પાડી. ‘ના જી, હજુ પાછળ જા , યાદ કરો !" “અરે, એ અવાજ મેં પહેલવહેલો કયારે સાંભળ્યો હતો ?' એ અવાજ તમે 23 વર્ષ પૂર્વે સેન્ટમેરાનની પુત્રી રેની સાથેના તમારા લગ્નને દિવસે સાંભળ્યો હતો !" . “તમે બસોની નથી; કાઉંટ મોન્ટેક્રિસ્ટો નથી; તો શું તમે મારા કોઈ અજાણ્યા દુશ્મન છે? મેં માર્સેલ્સમાં તમારું કંઈ બગાડયું હતું?
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy