________________ આશા અને ધીરજ હા જી, તમે મારો પ્રેમ, મારું સ્વાતંત્ર્ય અને મારું સદ્ભાગ્ય છીનવી લઈ, મને જીવતે શેટ દ' ઇફમાં દાટી દીધો હતો !' અરે, હવે મને તમારો અવાજ યાદ આવે છેતમે–' ‘હું ઍડમંડ ડાટે છું!” તમે એડમંડ ડાન્ટ છો? તે ઠીક, અહીં મારી સાથે આવો !' એમ કહી તે કાઉંટનું કાંડું પકડી બહાર ખેંચી ગયો. કાઉંટ નવાઈ પામતે તેની પાછળ પાછળ ગયો. વિલેફૉટે પોતાની પત્નીનું અને પુત્રનું શબ બતાવીને તેને કહ્યું : એડમંડ ડાન્ટ! જુઓ, હવે તમારું વેર પૂરું થયું?” મોન્ટેક્રિસ્ટો એકદમ હબકી ગયો. તેને એકદમ દેખાયું કે ઉચિત વેરની માત્રા તે ઓળંગી ગયું છે. હવે તે એમ નહીં કહી શકે કે, ઈશ્વર મારા પક્ષમાં છે અને હું ઈશ્વરને સજા કરનારે દૂત છું.' તેણે એકદમ દોડી જઈ એડવર્ડના શબને હાથમાં લીધું, તેની આંખ ફડી જોઈ, તેની નાડ દબાવી જોઈ. પછી તે તેને વેલેન્ટાઇનની ઓરડીમાં લઈ ગયો, જ્યાં કેટલીક શીશી હજુ તે જ સ્થાને પડેલી હતી. વિલેફૉટે કાઉંટની પાછળ જવા પ્રયત્ન કર્યો. પણ તેના પગ જમીન ઉપર જાણે ચોટી જ ગયા હતા તેણે પોતાની આંગળીઓ પિતાની છાતીમાં ખાસી દીધી; તેના નખ લોહીથી રાતા થઈ ગયા. તેની આંખ જાણે કપાળમાંથી બહાર નીકળી પડવા લાગી; તેના લમણામાં આગ ભભૂકી ઊઠી. થોડી વારમાં તેની બુદ્ધિ હંમેશને માટે લુપ્ત થઈ ગઈ. તે ગાંડો બની ગયો અને જોરથી હસતે હસતે બગીચા તરફ દોડ્યો. પંદરેક મિનિટ બાદ વેલેન્ટાઇનની ઓરડીનું બારણું ઊઘડયું, અને કાઉંટ એડવર્ડનું શબ લઈને બહાર આવ્યો. તેણે બધા પ્રયત્ન કરી જોયા હતા. એડવર્ડ પાછો આવતો થઈ શકે તેમ ન હતું. તેણે તેનું મડદુ તેની માના મડદા સાથે સુવાડયું અને માથું નીચું કરી ઈશ્વરની પ્રાર્થના કરી.