________________ પરિસમાંથી વિદાય 267 પછી તે વિલેફૉટેને શોધતે બહાર આવ્યો ત્યારે તે તે ગાંડો થઈને આખો બગીચે કોદાળીથી જ્યાં ત્યાં ખોદવા લાગી ગયો હતે અને બોલતો હતો, ‘હું મારા દીકરાને ગમે ત્યાંથી શોધી કાઢીશ.' કાઉંટ હવે એ ઘરમાંથી જલદી જલદી બહાર દોડ્યો અને પોતાને ઘેર પહોંચ્યો. ત્યાં જઈ તેણે મૅકિસમિલિયનને કહ્યું: “ભાઈ, તૈયાર થઈ જા; આપણે વહેલી સવારે પૅરિસમાંથી વિદાય થઈએ ? તમારે અહીં હવે કશું કરવાનું બાકી રહેતું નથી?' ના ભાઈ, ના; અને ઈશ્વર મને ક્ષમા કરે, કદાચ મેં ક્યાંક વધારે પડતું જ કરી નાખ્યું છે!' પૅરિસમાંથી વિદાય ડેર્સ, મોર્સફ અને વિશેફર્ટ– પેરિસના એ ત્રણ પ્રતિષ્ઠિત તથા ખુશનસીબ સજન ઉપર જે કમનસીબ તૂટી પડ્યું હતું, તે આખા પેરિસની એકમાત્ર વાતચીતને વિષય બની રહ્યું હતું. જુલી અને ઇમેન્યુઅલ પણ એ જ વાત કરતાં બેઠાં હતાં તેવામાં કાઉંટ તથા મેકિસમિલિયન ત્યાં આવી પહોંચ્યા. માર્સેલસ જતા પહેલાં તે બને આ બે જણની વિદાય લેવા આવ્યા હતા. જુલી આ અણધારી વાત સાંભળી દિમૂઢ થઈ ગઈ. ઍકિસમિલિયનની જડ જેવી સ્થિતિ જોઈને તેને વિશેષ ચિતા થઈ. કાઉંટે હસીને જુલીને ખાતરી આપી કે, “એક મહિના બાદ તે તને હસતેરમતે પાછો આવી મળશે.' એ શબ્દો સાંભળી મેકિસમિલિયને કાઉંટ સામે પિતાનું મોં મચકોડવું. તેણે એટલું જ કહ્યું કે, “એક મહિને હું કાઉંટના હાથમાં બંધાયેલો છું.