________________ 268 આશા અને ધીરજ જુલી તથા ઇમેન્યુઅલ ઍકિસમિલિયનની સ્થિતિ બાબત જરાય આશ્વાસન ન પામ્યાં; પણ કાઉંટે તે બંનેને ધીરજ ધારણ કરવા, તથા સૌ સારાં વાનાં થશે એવી આશા રાખવા જણાવ્યું. પછી આંખમાં જરા ભીનાશ આણી, પોતાને હંમેશની વિદાય આપવા કહ્યું, ‘હંમેશની વિદાય, કાઉંટ ? એમ કેમ બોલો છો?' ઇમેન્યુઅલ પૂછ્યું. શું દેવદૂત પોતાનું પૃથ્વી ઉપરનું કાર્ય પૂરું થવાથી સ્વર્ગમાં પાછો ફરવા માગે છે?” જુલીએ રડતાં રડતાં કહ્યું. કાઉંટે જુલીનો હાથ પોતાના હોઠ ઉપર દાબીને કહ્યું, “બહેન, હું દેવદૂત નથી; હું માણસ જ છું. અને તમારા જેવાં નિર્મળ હૃદયોના આશીર્વાદને ભૂખ્યો છું. ભગવાન, કદાચ તમારા સદભાવને ગણતરીમાં લઈ મને ક્ષમા કરશે.' “કાઉંટ, મારા ભાઈને ફરી સુખી બનાવી દેશે. અત્યારે તેની સ્થિતિ ભારે વિચિત્ર છે. તે કશું અમારાથી છુપાવવા માગે છે. તેને અમે તમારા હાથમાં સોંપીએ છીએ.” “બહેન, તું તારા “સિંદબાદ ખલાસી' ઉપર શ્રદ્ધા રાખ !" બસ, હવે મારી ચિંતા દૂર થઈ.” જુલીએ રાજી થઈને કહ્યું. પછી મૅકિસમિલિયનને કપાળે ચુંબન કરી, તેણે વિદાય આપી. કાઉંટ આ દરમ્યાન અલીને નોટિયર ડોસા માટે એક ચિઠ્ઠી લઈને મોકલ્યો હતો. અને તે વાંચી શકે તે રીતે તેને તેમની આંખ સામે ધરી રાખવા જણાવ્યું હતું. તે હવે પાછો આવી ગયો અને ગાડી હાંકવા બેઠો. જ્યારે કાઉંટની ગાડી પવનવેગે પૅરિસની બહાર નીકળી, ત્યારે અલીને તેણે ગાડી થોડી વાર થોભાવવા કહ્યું. કાઉંટ ધીમેથી ગાડીની નીચે ઊતર્યો અને દૂર દેખાતા પૅરિસ સામે જોઈ અદબ વાળીને બોલ્યા: મહાનગરી ! છ મહિના પહેલાં મેં તારા દરવાજામાં પગ મૂક્યો હતો. હું માનતો હતો કે ઈશ્વર મને તારે ત્યાં દોરીને લઈ આવ્યો છે, અને અહીંથી ખરે જ ઈશ્વર આજે હેમખેમ મને બહાર લઈ જાય છે. હું