SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ તેને બુરખો હટી ગય; અને કેટલાક લોકોએ તેને મૅડમ ડે ર્સ તરીકે ઓળખી કાઢી. અદાલતે હવે એન્ડ્રિયાને પૂછયું, “તે જે બધું કહ્યું તેને પુરાવે છે?” પુરાવો? આ વિલેફૉટે અહીં જ બેઠા છે, તેમના સામું નજર કરે અને તેમને પુરાવા માટે પૂછો !' બધાની આંખ વિલેફૉટ ઉપર જઈને ઠરી. તે લગભગ લથડિયાં ખાતે ઊભો થઈ ગયો હતો. એડ્યિાએ તેના તરફ જોઈને પૂછયું. બાપુ, આ લોકો મારી પાસે પુરાવા માગે છે. હું આપું?” ના. ના; કશી જરૂર નથી.’ વિલેફૉર્ટ ગળચકા ખાતે બોલી ઊડ્યો. “એને શો અર્થ?' મૅજિસ્ટ્રેટે પૂછયું. અર્થ એટલો જ કે, ઈશ્વરે મારાં છૂપાં પાપની સજા કરવા જે કંઈ કર્યું છે, તેની સામે થવું હવે નકામું છે. પુરાવાની કશી જરૂર નથી; આ જુવાનિયાએ જે કહ્યું છે, તે બધું સારું છે.' અદાલતે વિલેફૉર્ટને આશ્વાસન આપ્યું, અને અત્યારે તેમને કોઈ કારણે ભ્રમ કે અસ્વસ્થતા તે નથી થઈ આવ્યાં, એમ પૂછયું. વિલેફૉટે જવાબમાં એટલું જ કહ્યું, “નામદાર હું પૂરેપૂરો સ્વસ્થ છું; અને મારી પછી આવનાર સરકારી વકીલના હાથમાં મારી જાતને સેંપી દઉં છું.” આટલું કહી તે અદાલતમાંથી બહાર નીકળી ગયો. બુપ બોલ્યો, “હવે મને કોઈ કહે કે, સાચા જીવનમાં પણ અદભુત વાર્તાને ટપી જાય એવા અંશો નથી હોતા!' શેટ-રેનેએ જવાબ આપ્યો, “હું હોઉં તે કાઉંટ મૉર્સર્ફની પેઠે પિસ્તેલ લમણામાં ચાંપી દઉં; આવી ફજેતી કરતાં એ વધુ સારું!' અદાલત કફ રાખવામાં આવી. પોલીસે જ્યારે એન્ડ્રિયાને બહાર દેરી જતા હતા. ત્યારે ડિબેએ તેમાંના એકના હાથમાં 20 કૂકનો સિક્કો સેરવી દીઘો અને પૂછયું–
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy