________________
૧૪
આશા અને ધીરજ પણ અમારા નાના સરખા સમારંભમાં આપને યાદ કરીશું. હું અત્યારે જ મારાં મહેરદાર મૅડમડેગ્લર્સ સાથે આપની મુલાકાત કરાવવા ઈચ્છું છું.”
આપની ઘણી જ મહેરબાની ! હું ફ્રાંસમાં તદ્દન અજાણ્યો જ માણસ છું, અને મને આ બધી બાબતમાં કોઈ માયાળુ સલાહકાર કે માર્ગદર્શક મળે, તે તેને હું મારાં ધન્યભાગ્ય માનીશ !' | મૅડમ ડેલર્સને તેના પતિએ કાઉન્ટનું, તેમની મિલકતનું અને એક વર્ષમાં સાઠ લાખ ફૂાંક ખર્ચવાના તેમના નિરધારનું રસપૂર્વક વર્ણન કરી બતાવ્યું.
મૅડમ ડેન્ડલર્સને પોતાના ગણતરીબાજ હિસાબી પતિ પ્રત્યે કશો આદરભાવ હતું જ નહિ, તથા ડેન્ડલર્સની પત્ની તરીકે જે માન
અને પૈસા મળે તેટલાની જ તે સગી હતી. તેને પોતાના આગવા મિત્રો હતા, અને ડેવ્લર્સને તો આવી બહારની મુલાકાતના કારણ સિવાય તેના ઓરડામાં પણ આવવાનો અધિકાર ન હતો.
મૅડમ ડેગ્યુર્સ કાઉન્ટ જેવો ધનવાન તથા પૈસા ખર્ચવાની બાબતમાં હિસાબ વિનાને માણસ મળતાં જ રાજીરાજી થઈ ગઈ, તથા ઘોડદોડની શરતો અને તેના આનંદની વાતોમાં પડી ગઈ. કાઉન્ટ પણ તેને ઊંચી ચગાવવામાં કસર ન રાખી.
એટલામાં મૅડમ ડેગ્લર્સની એક પરિચારિકા આવીને કાનમાં મૅડમને કંઈક કહી ગઈ. તે સાંભળતાં મૅડમ ડેગ્યુર્સ એકદમ તો ફીકી પડી ગઈ અને પછી વાઘણની પેઠે ઘૂરકી ઊઠી : “એમ હોય જ નહિ!”
શું હોય નહિ?' ડેલર્સને શંકા જતાં તેને બીતાં બીતાં પૂછ્યું.
“મારા બે ઘડા, જે આખા પૅરિસમાં જાણીતા છે, તે અત્યારે તબેલામાં નથી! મારી બહેનપણી મૅડમ વિલેફૉર્ટને કાલે બુલ જવું. હતું તેથી તેણે મારી ગાડી માગી હતી. મારો કોચમેન અત્યારે ઘોડા લેવા ગયો, તે તે ત્યાં ન મળે! જરૂર આ મખ્ખીચૂસ પાજી માણસે