________________
૧૩૩
જેમાં બનાવે રૂપ પકડે છે ૧૩૩ દશ લાખ જેટલી તુચ્છ રકમ માટે હું શાખ શેધવા એક ફ્રેન્ચ શરાફને ત્યાં જોઉં? સાહેબ, આ જુઓ, એટલી રકમ તે હું મારા ખીસામાં જ લઈને ફરું છું અથવા મારા ટેબલના ખાનામાં પડેલી હોય છે!”
આમ કહેતાંકને કાઉન્સે પોતાના ખીસામાં હાથ નાખીને બે ચિઠ્ઠીઓ કાઢી જેમાં દરેકમાં દેખાડતાં વેંત પાંચ પાંચ લાખ ફ્રાંક ચૂકવવાને સરકારી ખજાના ઉપર હુકમ હતો.
કાઉન્ટ હવે મનાવતે હેય તેમ ધીમેથી કહ્યું, “તે પછી, મારા સાહેબ, તમે કબૂલ જ કરી દો કે, તમને થૉમસન એન્ડ ફ્રેન્ચ કંપનીની આવી અમર્યાદ રકમ માટે ચિઠ્ઠી લખી આપવાની સધ્ધરતા વિષે જ શંકા છે. એવું કંઈક ડર મને પણ હેવાથી મેં રૉક્સચ ઈલ્ડ અને લેફાઈટ એ બે પેઢી ઉપર આવી જ ચિઠ્ઠીઓ લખાવી રાખી છે.” આમ કહી, કાઉન્ટ બીજા ખીસ્સામાંથી બીજી બે ચિઠ્ઠીઓ ખેંચી કાઢી અને ડેલર્સને બતાવી કૅલર્સે શંકાશીલ વૃત્તિથી અને ચિઠ્ઠીઓ ધારધારીને જોઈ, પરંતુ તે બંને ખરી હોવાની ખાતરી થતા તેનું મોં ફીકું પડી ગયું. પછી તેણે જરા ખચકાતાં ખચકાતાં કહ્યું “સાહેબ, આપની આ શાખ-ચિઠ્ઠીઓ જોતાં આપની કુલ મિલકત બાબત કશી કલ્પના પણ કરી શકાય તેમ નથી. સાહેબ, મેં બતાવેલી આનાકાની માટે હું આપની માફી માગું છું. આપને હાલ તુરત કેટલી રકમ જોઈશે?” | ‘હમણાં એકાદ વરસ જ ફ્રાંસમાં રહેવાની ધારણાથી આવ્યો છું. એટલે એક વરસના ખર્ચની રકમ જેટલી રકમ જ હાલ તુરત વિચારીએ તે આવની કાલે મને સાઠેક લાખ ફ્રાંક મોકલી આપશો તો બસ થશે.'
એક વરસના ખર્ચ માટે જ સાઠ લાખ ફૂક! વાહ સાહેબ, જેવી આપની મરજી પરંતુ એ રકમ ઉપરથી આપને ત્યાં જે ઉજાણી, મહત્ત્વો અને મિજબાનીઓને રંગરાગ થશે, તેની કલ્પના કરતાં જ આપને વિનંતી કર્યા વિના રહેવાતું નથી કે, આપના એ બધા આમોદપ્રમોદમાં મને તથા મારી પત્નીને યાદ કરવા મહેરબાની કરશે. અમે