SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ આશા અને ધીરજ નથી ગણાતી? મને મહેરબાની કરીને સાચેસાચું કહી દે; કારણ કે તેમના હાથમાં મારી સારી સરખી મિલકત છે.' ના, સાહેબ, ના; થોમસન એન્ડ ફ્રેન્ચ સધ્ધર લોકો છે. પરત મર્યાદા વિના' એ શબ્દ જરા અસ્પષ્ટ છે અને જે અસ્પષ્ટ હોય તે શંકાભર્યું કહેવાય; અને જ્યાં શંકા પડે ત્યાં જોખમ હોય જ!' અર્થાત, થોમસન એન્ડ ફ્રેન્ચ ભલે ગમે તેમ અવિચારીપણે લખી નાખે, પણ બેરન ડે ગ્લર્સ તેમને પગલે ચાલવા તૈયાર નથી, એમ ને?” આપના કહેવાની મતલબ?” મતલબ એટલી જ કે, થોમસનની પેઢી પોતાના વ્યવહારો ઉપર મર્યાદા ભલે ન મૂકે, પણ બેરન ડેન્ડલર્સની પેઢીને મર્યાદા છે!” મારી મૂડી તથા મારા વ્યવહારો બાબત કોઈએ હજી શંકા કરી નથી.” “અર્થાત એમ કરવાની ફરજ મારે માટે જ આજ સુધી અનામત રખાઈ લાગે છે!” એમ આપ કયા અધિકારથી કહી શકો છો?' તમે જ ઊભા કરેલા પ્રશ્નોના અધિકારથી વળી !' ડેન્ડલર્સે હવે મગરૂબીથી તથા અકડાઈથી પૂછ્યું, “બોલો, આપને કેટલો ઉપાડ કરવાનું છે?” “મારે કેટલો ઉપાડ કરવો પડશે તેની ખબર મને હોત, તો આવી મર્યાદા વિનાની રકમની શાખ હું ખેલાવત જ નહીં !' પણ આપ નામદારે જરાય સંકોચ કરવાનું કારણ નથી; આપ સાહેબ દશ લાખ ફ્રોક માંગે, તોપણ –' “માફ કરો, તમે કઈ રકમ બોલ્યા?” કાઉન્ટ વચમાં જ પૂછયું. મેં આપ નામદારને એમ કહ્યું કે, આપને અચાનક જરૂર પડે અને એકીસાથે દશ લાખ કૂક જેવડી રકમ આપ માગી બેસો, તોપણ
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy