SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં બનાવો રૂપ પકડે છે ૧૩૧ નામદાર, એ ઘેડાના ડેલર્સ સાહેબે ૧૬,૦૦૦ ફૂાંક આપ્યા હતા.' તે પછી તેનાથી બમણી કિંમત આપી દે, કોઈ બેંકર પિતાની મૂડીને બમણી કરવાની તક જતી ન કરે.” આપ નામવરને ખરેખર એ જ ઘોડા જોઈએ છે?' કાઉન્ટ આ પ્રશ્નના જવાબમાં માત્ર એટલું જ કહ્યું, “આજે સાંજે પાંચ વાગ્યે મારે એ જ માણસની મુલાકાતે જવું છે. તે વખતે એ જ ઘડા નવા જીન સાથે મારી ગાડીએ જોડેલા હોવા જોઈએ.” સાંજના પાંચ વાગ્યે કાઉન્ટ એ ઘોડા જોડેલી ગાડીમાં બેસી બૅન ડેગ્લર્સને મકાને આવી હાજર થયો. બૅરન ડગ્લર્સે પોતાના રુઆબથી કાઉન્ટને આંજી નાખવાને પ્રયત્ન આદર્યો. તેણે જરા ઠપકાની રીતે કહ્યું, ‘મના શરાફો થૉમસન એન્ડ ફ્રેન્ચ તરફથી આપને માટે શાખ ખોલવાની ચિઠ્ઠી મને મળી છે, અને તે માટે જાતે મળવા હું આજે આપને ત્યાં આવ્યો હતો, પણ કમનસીબે આજ આપની મુલાકાતો બંધ હતી.” કાઉન્ટ સહજભાવે શાંતિથી જવાબ આપ્યો, “ચાલો, તમને તેમની ચિઠ્ઠી મળી ગઈ એ ઠીક થયું; હવે પૈસા માટે તમારે ત્યાં મારે જાતે ધક્કા ખાવા નહીં પડે. હું ચેક મોકલીશ, તમે પૈસા ચૂકવી દેજો.” “પણ એ બાબતમાં થોડી મુશ્કેલી છે; એ ચિઠ્ઠીની એક વિગત મને જરા સમજાતી નથી: ચિઠ્ઠીમાં આપને કશી મર્યાદા વિના માગો તેટલા પૈસા માટે શાખ આપવાની સૂચના છે.’ તો શું એ શબ્દ ફ્રેન્ચ ભાષાના નથી? કદાચ તે લોકો અંગ્રેજજર્મન છે, એટલે સમજાય તેવી ફ્રેન્ચ ભાષા નહીં વાપરી શક્યા હોય !' “ના, ના, સાહેબ, ભાષાનો તે કંઈ વાંધો નથી. પણ એ લખાણના ખરાપણા વિશે મને શંકા જરૂર છે.' - “હે! ખરી વાત? શું થૉમસન એન્ડ કૂચની કંપની સધ્ધર
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy