SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ જેમાં મનાવા રૂપ પકડે છે બીજે દિવસે બેએક વાગ્યાના સુમારે બે ભવ્ય અંગ્રેજ જોડેલી એક ગાડીમાં બેસી બેરન ડેંગ્લૂર્સ કાઉન્ટના મકાન આગળ આવ્યો. ઘોડા દરવાજા આગળ જ તેને કહેવામાં આવ્યું કે, કાઉન્ટ આજે કોઈને મુલાકાત આપવાના નથી. ' બૅરન ડૅન્ગ્લર્સે પોતાનું નામઠામ જણાવીને દરવાનને અંદર જઈ ખબર આપવા કહ્યું, ત્યારે તેને જવાબ મળ્યો, ‘અંદર ખબર આપવા જવાના અધિકાર હજૂર-ખાનસામાના જ છે.' ડેન્જર્સ આ શાહી રુઆબ જોઈને જરા ભેઠા પડી ચાલતા થયા; પણ કાઉન્ટની તીક્ષ્ણ આંખા એક બારીના પડદાની ઓથ પાછળથી તેનું બરાબર નિરીક્ષણ કરી રહી હતી. ડૅન્ગ્લર્સ જતાં જ તરત કાઉન્ટે બટુકિયાને બોલાવ્યા. ‘ હમણાં જે ગાડી આપણા દરવાજા આગળ ઊભી હતી, તેના ઘેાડા તેં જોયા ?’ હા જી; ઘેાડા ખરેખર સુંદર હતા. " ‘ તો પછી મે` તને હુકમ કર્યાં હતા કે, તારે પૅરિસમાંથી સુંદરમાં સુંદર ઘેાડા મારે માટે ખરીદવા, તેનું શું ? “ પરંતુ નામવર, એ ઘેાડા વેચવાના જ નથી, એમ મને કહેવામાં આવ્યું હતું.’ ‘કિંમત આપનારને કોઈ પણ ચીજ વેચાતી મળી શકે, એ પાઠ હજુ તારે શીખવાના બાકી રહ્યો લાગે છે.' ૧૩૦
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy