________________
પેરિસમાં આગમન ગીનીની કિંમતે પણ વેચવા ના પાડી હતી. આજે બટુંકિયોએ એક એક ઘોડાના ૨૦ હજાર ફાંક આપીને કાઉન્ટ માટે તે વેચાતા લઈ લીધા
હતા.
શંખ એલીસી વિસ્તારમાં આવેલા પોતાના મકાને કાઉન્ટ મોન્ટેક્રિસ્ટ પહોંચ્યો, ત્યારે જમીન-જાગીર-મકાન વગેરે વેચાતાં મેળવી આપનાર એક દલાલ ત્યાં તૈયાર ઊભો હતે. ધનવાની રીત પ્રમાણે, પૅરિસ બહાર પાસેના ઉપનગરમાં પણ એક મકાન હોવું જોઈએ એટલા માટે કાઉન્ટ, પેપરમાં આવેલી જાહેરખબર જોઈને કદાચ, ઑટીલ ઉપનગરમાં આવેલું એક મકાન ખરીદી લઈ, તેને દસ્તાવેજ તૈયાર કરી લાવવા તેને સૂચના આપેલી હતી.
દલાલે જ્યારે ઓટીલમાં રુ દ લા ફેન્ટેન, નં. ૨૮ તરીકે ઓળખાતા એ મકાનનું નામ-ઠામ જણાવ્યું, ત્યારે પાસે ઊભેલો બર્ટકિયો એકદમ પીળો પડી ગયો. એ મકાનમાં જ તેણે વિવેકૉર્ટ ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો હતે.
કાઉન્ટ દલાલને ૫૫ હજાર ફૂાંક તરત ચૂકવી દીધા. દલાલ બોલી ઊઠ્યો: “સાહેબ, મારે ૫૦ હજાર ફ્રાંક જ લેવાના છે; મારી દલાલી, દસ્તાવેજ-ખર્ચ વગેરે બધું એમાં આવી જાય છે.’
કાઉન્ટે કહ્યું: “તમે એક ઑટીલથી બધું તૈયાર લઈને અહીં મારે ત્યાં આવ્યા, એ તમારી મહેનતને પણ મારે વિચાર કરવો જોઈએ ને?'
આ૦-૯