________________
આશા અને ધીરજ
વાતને પાછી એ જ બાજુ વળતી જોઈને કેંડરો વચ્ચે બાલી ઊઠયો, ‘હું તો શું જાણું, પણ ડેન્ગ્લર્સ મને બંદર ઉપર મળ્યો. તેણે વાત કરી કે, ાઓનના કપ્તાન મધદરિયે ગુજરી જવાથી શ્રી. મૉરેલ તેની જગાએ તને કપ્તાન બનાવવા તૈયાર થયા છે. તો પછી તારે તેમની આગળ એવી અકડાઈ કરવી ન જોઈએ.'
૧૦
"
મેં તેમને આમંત્રણ ન સ્વીકારવાનાં કારણ આપ્યાં હતાં; અને મને લાગે છે કે, તેમને તે યાગ્ય લાગ્યાં હતાં.' ડાન્ટેએ જવાબ આપ્યો.
Iોનનો કમાન !' બુઢ્ઢો પાછા વચ્ચે બાલી ઊઠયો, ‘ ખરી વાત? બેટા, ભગવાન તારું ભલું કરે !' ડોસાની આંખમાંથી આનંદનાં આંસુ ટપકી પડયાં. ‘તો પછી, મારી ચિંતા છોડીને ત્યારે ત્યાં જમવા જવું હતું ને !'
‘ખરી વાત છે, ડોસા !' કેડરોએ જણાવ્યું, ‘ આપણે કપ્તાન થવું હોય, તો પછી માલિકની મરજી કરતાં આપણી મરજીને માટી થવા દેવી ન જોઈએ.'
· મારે એવી ખોટી ખુશામત કર્યા વિના જ કાન થવાય તે થવું છે.' ડાન્ટેએ જવાબ આપ્યો.
"
વાહ, એથી વળી રૂડું શું! પણ ખરેખર તારા બધા જૂના મિત્રોને તો તને કમાનનું પદ મળ્યાની વાત જાણી આનંદ જ થશે; અને એક ગાએ તે। એ સમાચાર તને લાભદાયી પણ નીવડશે, એવી મને ખાતરી છે.' કડરોએ કહ્યું.
‘મર્સિડીસની વાત, ખરું ને?' બુઢ્ઢો આનંદથી બાલી ઊઠયો. ‘હા બાપુજી, હવે જો તમારી રજા હાય તો હું ત્યાં જ જઈ આવવા ઇચ્છું છું.' ડાન્ટેએ વચ્ચે જ કહ્યુ.
.
· જા, બેટા જા, અને મને જેમ ઈશ્વરે સારો પુત્ર આપીને ધન્ય કર્યા છે, તેમ તું મર્સિડીસ જેવી સલૂણી પત્ની મેળવીને ધન્ય થા.’