SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કૅડર અને ડેશ્વર પત્ની! પની!' કેડરો એકદમ બોલી ઊઠયો, “ડોસા, તમે તે બહુ આગળ નીકળી ગયા ને કંઈ! હજુ મર્સિડીસ ડા સાથે પરણશે એનું નક્કી ક્યાં છે?” મર્સિડીસની મરજીની વાત પૂછે, તે હું હા પાડું તે જ ઘડીએ જ તે પરણવા તૈયાર છે !' ડાન્ટેએ જવાબ આપ્યો. હા, હા, પણ તું જલદી પાછો ફર્યો તે ઠીક જ કર્યું. કારણ, મર્સિડીસ બહુ સુંદર છોકરી છે. અને સુંદર છોકરીને પરણવા પડાપડી જ ચાલ્યા કરતી હોય. કોણ કયારે ફાવી જાય એનું શું ઠેકાણું?' કેડરોએ મર્મમાં કહ્યું. ખરી વાત?' ડાન્ટેના પ્રશ્નમાં કંઈક મૂંઝવણ જેવું ભળેલું હતું. “ખરી જ વાત વળી; તેને કેટલાંક સારાં માગ પણ પહોંચ્યાં છે. પરંતુ હવે તું કમાન થવાનો હોય, તે પછી મર્સિડીસ તને નપાસ નહીં જ કરે !” “જાણે કે, હું કમાન થવાને ન હોત તો...' હા, હા. કપ્તાન ન થવાને હેત, તે તને ખડખડિયું જ મળતા વળી; એમાં મને શંકા નથી.’ ભલે તને શંકા ન હોય, પણ મને સ્ત્રીઓ વિશે તારા કરતાં વધુ સારો અભિપ્રાય છે, અને મર્સિડીસ વિષે તો ખાસ.' આટલું કહી ડાન્ટ બાપને ભેટી તથા કડરોને સલામ કરી, સીધો કેટલના લોકોના વાસ તરફ મર્સિડીસને મળવા દોડી ગયો. કેડરની રાહ જોતે ડેલર્સ રસ્તાને ખૂણે જ લપાઈને ઊભે હતો. કેડરો આવતાં તેણે તરત જ પૂછ્યું: “શું લાગે છે?' તેને તે ખાતરી જ છે કે, પિતાને કપ્તાન બનાવી જ દીધો છે. માળો દેડકો ! મને પૈસા ધીરવા પણ તૈયાર થઈ ગયો. એ જો ખરેખર કસાન થયો, તે પછી અમે બધા તે એની સાથે વાત કરવા જેટલા
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy