SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ પણ નહીં રહીએ! અત્યારથી જ બેટાનું માથું પવનથી ફાર્ટ ફાટું થઈ ગયું છે! જાણે તે કહે તે છોકરી તેને પરણવા પણ તૈયાર થઈ જાય !” “પણ હું અલ્યાડાન્ટે હજુ પેલી કેટલની છોકરીના પ્રેમમાં જ છે શું?” ડેલર્સે પૂછયું. વાહ, એને તે બાપ-દીકરો બંને અત્યારથી જ પોતાના ઘરની વહુ માની બેઠા છે ને! પણ એ વાતમાં તે બંને જણ ફીફાં ખાંડે છે, ફીફાડ મર્સિડીસનો એક જાતભાઈ ફર્નાન્ડ પાસે એકવીસ વર્ષને જુવાનિયો છે; તે એને એટલી ચાહે છે કે, મર્સિડીસ તેના હાથમાંથી જાય તે પહેલાં તે તે મર્સિડીસ તથા ડાન્ટ બંનેનું કાટલું જ કાઢી નાંખે. અત્યારે ડાન્ટેભાઈ મર્સિડીસ પાસે જ ગયા છે, પણ ત્યાં આજે કશીક નવાજૂની ન થઈ જાય, તે મને ગધેડો કહેજે, ગધેડે !” “તો ચાલ ને, આપણે તે તરફ જ જઈએ. કેટલના લોકોના વાસ આગળ જ મજાનું “લા-રિઝર્વ’ પીધું છે. ત્યાંને લા-માલચુ દારૂ બહુ જાણીતા છે. પીઠા બહાર માંડવા હેઠળ બેસી મજાની એક-બે ખાલી ચડાવીશું અને આપણા ભાઈબંધ ડાન્ટની સંભાળ પણ રાખીશું !” હા ચાલ, આજે ત્યાં મજાનું તોફાન જામવાનું, એની મને તે ખાતરી છે; પણ બાટલીના પૈસા તારે આપવાના !” હા, હા. એમાં વળી કહેવાનું હોય?' ડેલર્સે કૅડરોને ખભે થાબડીને કહ્યું.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy